Rivaj - 2 in Gujarati Short Stories by seema mehta books and stories PDF | રિવાજ-2

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

રિવાજ-2

થોડા દિવસો પછી રમણભાઈ પોતાના ઘર પરિવાર ને લઇ ને દેવેન ભાઈ ને ત્યાં આંટો મારી આવેલા, બંને પાત્રો એકબીજા ને પસંદ કરતા હતા, તેથી ઘર ખોયડું જોવા જવું એ તો ખાલી ઔપચારિકતા હતી ,સાચું કારણ સગપણ નું મુહૂર્ત નક્કી કરવાનું હતું ,બપોરે ભાવિ વેવાઈ ને ત્યાં લાડવા ખાઈ ,પંદરેક દિવસ પછી નું સારું મુહૂર્ત નક્કી કરી ,બપોર પછી વિદાય લેતા રમણભાઈ એ રાહુલ ને પણ સગાઇ ના દિવસે સાથે લાવવા ખાસ સૂચના આપેલી,

જ્ઞાતિ માં તે વખતે પ્રવર્તતી માન્યતા ઓ અને રિવાજ પ્રમાણે સગાઈ તો મુરતિયા વગર પણ થઇ શકતી ,પણ કન્યા પક્ષ વાળા આગ્રહ કરે તેનો સૂચિતાર્થ એવો નીકળતો કે બન્ને એક બીજાને એન્ગેજમેન્ટ રિંગ પહેરાવે તે બધા ને મંજુર હતું

***

સગાઇ ની જાન ને ઉતારા અપાયા, ને નાસ્તો પત્યા બાદ વેવાઈ ના વિશાળ કમ્પાઉન્ડ માં માંડવા ની નીચે અંજલિ ને એક ખુરશી પર બેસાડી ને રાહુલ ના પરિવાર ની સ્ત્રી ઓ એ કન્યાને ચૂંદડી ઓઢાડી ,દાણો પહેરાવ્યો તો બીજી બાજુ પુરુષ વર્ગ માં ગોળ ખાવાની તૈયારી ઓ શરૂ થઇ ગયેલી

પોતાના જેવડા યુવાનો અને બે ચાર મિત્રો સાથે રાહુલ ને ઉપરના ઓરડામાં જ ઉતારો અપાયેલો,રીતિ રિવાજ મુજબ ની વિધિ ઓ પતે તે પછી પોતાને ક્યારે બોલાવે, અને ક્યારે પોતે અંજલિ ની એક ઝલક મેળવી શકે,?એ અધીરાઈ માં તે બેઠેલો

કન્યા ની ખુરશી ની બાજુ માં જ બીજી ખુરશી નાખવામાં આવી ,બસ હવે રાહુલ ને હાંકલ પાડવાની જ વાર હતી

ત્યાં જ અંજલિ ના પિતા રમણભાઈ થી મોટા ભાઈ અને બીજા બે ત્રણ વડીલો એકબાજુ ગયા , બેએક મિનિટ કાંઈક મસલત કરી ,પછી રમણભાઈ ને ત્યાં બોલાવ્યા,ને ફરીથી કાંઈક મસલત કરી ,છેલ્લે રાહુલ ના પિતા દેવેન ભાઈ ને બોલાવી ને રમણ ભાઈ એ વિવેક થી કહ્યું "અરે એક નાનકડી મૂંઝવણ છે ,હમણાં જ મને અમારા બે ચાર વડીલો એ જાણ કરી કે અમારા માં કુંવારા દીકરા દીકરી ઓ ને સગાઇ માં સાથે બેસાડવાનો રિવાજ નથી,તો શું કરશું ?"

"અરે એમાં શું ?તમતમારે રીતિ રિવાજ મુજબ જે થતું હોય તે જ કરો ,છોકરાંવ ને સાથે બેસાડવા એ કઈ મહત્વ નું નથી " હળવો આંચકો લાગ્યો હોવા છતાં દેવેન ભાઈ એ તરત જ કડવો ઘૂંટ ઓગાળી જતા એ સમય ને અનુરૂપ જવાબ આપ્યો ,

જાણે મોટી ચિંતા ટળી ગઈ હોય તેમ નિરાંત નો શ્વાસ લેતા રમણભાઈ એ વેવાઈ નો હાથ પડકયો ,અને આભારવશ દબાવ્યો

પાંચ જ મિનિટ માં માંડવા માં વાત પ્રસરી ગઈ અને સ્ત્રી વર્ગ માં આછો ગણગણાટ શરૂ થઇ ગયેલો ,ખાસ કરી ને જાન પક્ષ માંથી થોડા અસંતોષ ના સુર પણ ઉઠેલા કે "જો આમ જ કરવાનું હતું તો પછી રાહુલ ને તેડાવ્યો જ શા માટે ?નિમંત્રણ આપતી વખતે ખ્યાલ નહોતો કે રિવાજ નથી ?"

પણ દેવેન ભાઈ એ સમય સુચકતા વાપરી ને જાણે કઈ બન્યું જ ન હોય તેમ પોતાના ભાઈ ઓ ની મદદ થી આખી બાજી સાંભળી લીધેલી અને સ્ત્રી ઓ ને સૂચના મોકલી આપી કે "કોઈ ને કડવું લાગે તેવું નહીં બોલવાનું"

પરંતુ રાહુલ ને જયારે આ વાત મળી ત્યારે તેની ઉપર જાણે વજ્રઘાત થયો ,ખાસ તો પોતાના કોલેજીયન મિત્રો ની હાજરી માં આમ બન્યું એ તેને પસંદ ના પડ્યું ,"અરે પણ આમ બની જ કઈ રીતે શકે?જોવા આવ્યો ત્યારે તો એકદમ આધુનિક વાતાવરણ હતું ને અચાનક શું થયું ?"તેણે વિચાર્યું

પોતાની સાથે બેઠેલ દરેક વ્યક્તિ જાણે પોતાની સામે કટાક્ષયુક્ત રીતે જોઈ રહ્યો હોય તેવું તેને લાગવા લાગેલું

અર્ધા કલાક પછી તેને બોલાવવા માં આવ્યો ત્યારે અંજલિ જે ખુરશી પર થી ઉભી થઇ ને ચાલી ગયેલી એ જ ખુરશી પર તેને બેસાડી ને જ્ઞાતિ ના રિવાજ પ્રમાણે દુખણાં લેવાની રશમ શરૂ થઇ ,પણ રાહુલ ને જાણે હવે કોઈ લેવાદેવા જ ન હોય અને,આ બધું પોતે જાણે યંત્રવત કરી રહ્યો હોય તેમ રશમ નિભાવતો રહ્યો ,સસરા પક્ષ ની સ્ત્રી ઓ જાત જાતની મજાક મશ્કરી ઓ કરતી રહી ને રાહુલ ના હાથ માં રોકડા તથા બાજુ માં ભેટ સોદાગો નો ઢગલો થતો ગયો ,પણ રાહુલ માટે હવે એ બધું જાણે નિરર્થક હતું ,આખા માંડવા માં બેઠેલા બધા જાણે પોતાની ઉપર જ હંસતા હોય તેવો જ તેને ભાસ થવા લાગ્યો ,દાંત નીચે હોઠ દબાવી ને તો ક્યારેય હાથ માં પકડેલ નાળિયેર પર પકડ સખ્ત કરી ને એ પોતાનો ગુસ્સો શાંત કરવા પ્રયત્ન કરતો રહ્યો

રશમ પુરી થતા જ તે ચુપચાપ બેઠો થઇ ગયેલો ,અણવર બનેલા અને તેનો મૂડ સમજી ગયેલા ફુવા એ બહાર ચક્કર મારવા જવાની વાત કરી ત્યારે પણ કોઈ જાતના ઉત્સાહ વગર તે ચાલતો થઇ ગયો,એનું પડી ગયેલું મ્હોં મિત્રો અને કાકા થી ય છાનું ન હતું ,એ પણ સાથે ભળ્યા પણ રાહુલ ચૂપ હતો ,કોઈ સાથે કશીય વાત કર્યા વગર તે બધા ની હા માં હા મેળવતો રહ્યો

કમ્પાઉન્ડ ની બહાર વૃક્ષ નીચે પાર્ક કરેલી કાર ને અઢેલી અદબ ભીડી ને તે ચારે બાજુ વ્યર્થ ની નજર દોડાવતો હતો ,ત્યાં જ તેને જ શોધતી હોય તેમ અંજલિ ના અદા ની દીકરી ઉષા સહેજ હાંફતા ત્યાં આવી ચડેલી ની કશીય પ્રસ્તાવના વગર પોતાના હાથ માં રહેલી પ્લાસ્ટિક બેગ રાહુલ ને પકડાવતા શ્વાસભેર એટલું જ બોલી"અંજલિ એ મોકલ્યું છે જીજુ "

ને રાહુલ કઈ પ્રતિભાવ આપે તે પહેલા તો એ સડસડાટ પછી અંદર ચાલી ગયેલી

પોતે પણ અંજલિ માટે ભેટ લાવ્યો છે એ ઓચિંતું તેને યાદ આવેલું,અનાયાસ જ તેનો હાથ ગજવા માં રહેલ એંગેજમેન્ટ રિંગ ને સ્પર્શ્યો,હતાશા ની આછી લહેરખી તેના મનમાં થી પસાર થઇ ગઈ,હોઠ ભીંસતાં એ બેગ તેણે મિત્ર ને સોંપી,અંદર જવાની ઈચ્છા જ નહોતી થતી ત્યાં જ તેનો સાળો તેને જ શોધતો હોય તેમ બહાર આવ્યો ,'અરે રાહુલ કુમાર તમને અંદર બોલાવે છે હું તો ક્યારનો તમને શોધું છું '

"હવે ફરીથી પાછું શું હશે "?વિચારતા તે અંદર ગયેલો સગાઇ ની વિધિ લગભગ આટોપાઈ ગયેલી ગોર બાપા પહેરામણી ની યાદી જોર જોર થી બોલતા હતા,રાહુલ આવ્યો કે તરત જ તેને ગાદલા પર બેસાડી ને સાસુ સસરા એ કપડાંની એક જોડ અને એક વીંટી રાહુલ ને ભેટ આપી ,ઉપેક્ષા થી આ બંને ચીજ એમના મ્હોં પર મારવાની તીવ્ર ઈચ્છા માંડ દબાવતા રાહુલે એ બાજુ પાર રાખી ને પરાણે હાસ્ય કર્યું

જમવા ને હજી થોડી વાર હતી,જાનેયા ઓ ને ચા પાણી પીવા માટે લઇ જવા તે ગામ ના ઘણા જ્ઞાતિજનો આગ્રહ કરી રહ્યા હતા, એ જ કમ્પાઉન્ડ માં જમણવાર ની વ્યવસ્થા કરવાની હોઈ મહેમાનો થોડી વાર આડા અવળા થાય તો ગોઠવણ થઇ શકે તે હેતુ થી પુરુષ વર્ગ બીજા ઘરો એ ચા પીવા જવા રવાના થયો,રાહુલ ને થોડો હાશકારો થયો કે હવે થોડી મોકળાશ મળશે તો પોતે કંઈક નવું વિચારી શકશે,પણ એનું મુરાદ ત્યારે જ મનમાં રહી ગઈ જયારે એના કાકાજી સસરા એને "મારે ત્યાં તો પગલાં કરવા જ પડશે " એમ કહેતા હઠાગ્રહ થી એને ખેંચી ગયા

જમવાના સમય સુધી તેને નવરાશ ના મળી ,અંજલિ ની એક ઝલક મેળવવા તે ફાંફા મારતો રહ્યો પણ સફળ ના થયો ,હજી સુધી તે ખાલી ગુસ્સે જ હતો,મનમાં કોઈ કડવાશ નહોતી ,પણ એની શરૂઆત જમ્યા પછી થઇ

જમ્યા પછી બધા જાનિયા ઉતારે જઈ ને ડાબે પડખે થયા ,એટલે રાહુલ, તેના મિત્રો, અને અણવર, કે જેઓ અંજલિ ના ઘર ના ઉપર ના રૂમ માં બેઠા હતા ,રાહુલે ફુવા ને કહ્યું "અમારા બંને ના થોડા ફોટા ખેંચી લઈએ તો કેમ રહેશે ફુવા ?"

ફુવા તરત નીચે ગયા ,પુરુષ વર્ગ તો બધો ઉતારે હતો ,પણ સ્ત્રી ઓ ને મળી ને રાહુલ ના સાસુ ને પૂછવામાં આવ્યું

જવાબ આવ્યો "અરે ! અમારા માં એવો "રિવાજ "જ નથી કે સાથે ફોટા પડે,હા તમારે જોઈએ એટલા અંજલિ ના ફોટા પાડી લ્યો "

રિવાજ ના આંચળ હેઠળ બે જુવાન હૈયા ના શોષણ ની એ શરૂઆત હતી

રાહુલ ને એ મેસેજ મળ્યા ત્યારે તે કડવાશ થી થુક્યો

પોતાની પિતરાઈ બહેન ને બોલાવી ને રાહુલે પોતે લાવેલ પ્રેઝન્ટ નું બોક્સ તથા વીંટી એના હાથ માં આપતા કહ્યું "અંજલિ ને આપી ને કહેજે કે પોતાની રીતે જ પહેરી લ્યે,અને હા આ જે પ્રેઝન્ટ અંજલિ એ મને મોકલી છે તે પણ તેના મ્હોં પર ફેંકી ને કહેજે કે પહેલા ઘરના ને પૂછી લે કે તમારા માં પ્રેઝન્ટ આપવાનો "રિવાજ" છે ?હોય તો જ આપજે નહીંતર ક્યાંક "રિવાજ ભંગ "થશે તો પ્રલય થઇ જશે"

રાહુલ ના મિત્રો અને ફુવા ચમકી ગયેલા,વાત વધુ વણશે તે પહેલા જ તેમણે રાહુલ ને સહેજ ધમકાવ્યો "અલ્યા આમાં અંજલિ નો શું વાંક ?એ બિચારી ક્યાં ના કહેતી હતી ?અને એના મનમાં પણ કાંઈ અરમાન હોય તો યે અત્યારે એનું કોણ સાંભળે ?તારે જેના પર ગુસ્સે થવું હોય તેના પર થજે ,પણ અંજલિ ને ખોટી રીતે હેરાન ના કરતો"

આમ કહી ને અંજલિ એ મોકલેલ પ્રેઝન્ટ પાછી બેગ માં મુકતા પેલી છોકરી ને કહ્યું "આ વીંટી અને રાહુલ ની પ્રેઝન્ટ પ્રેમ થી અંજલિ ને આપી દેજે "

જોકે રાહુલ ના ગળે થી આ વાત ઉતરી કે નહિ એ કોઈ ને ખબર ન પડી પણ કંઈક વિચારી ને તેણે ઝડપ થી એક કાગળ પેન લઇ ને એમાં પોતાનું સરનામું લખ્યું ને નીચે માત્ર એટલો જ સંદેશ લખ્યો કે' આ સરનામે પત્ર લખશો મને મળી જશે,અને પત્ર માં તમારું સરનામું લખશો"

એ પછી રાહુલ ખુલ્લી અગાસી માં ચક્કર મારતો રહ્યો ,ને પોતાની વાગ્દત્તા ને જોવા ફાંફા મારતો રહ્યો પણ સ્ત્રી વૃંદ માં ઘેરાયેલી અંજલિ ને કમ્પાઉન્ડ માં પગ મુકવાની તક જ ના મળી કે જેથી રાહુલ તેને જોઈ શકે

તે પોતે પણ રાહુલ ને જોવા માંગતી હતી પણ ,,,,

છેક વિદાય સમયે રાહુલ જયારે સીડી ના પગથિયાં ઉતરતો હતો ત્યારે દરવાજા ની પાછળ થી ખાલી મ્હોં જ દેખાય તે રીતે અંજલિ ડોકું કાઢી ને ઉભેલી ,બન્ને ની નજરો મળી, ને એ નજરો ની તરસ સંતોષાય તે પહેલા ઓ રાહુલ કુમાર ને લાડ લડાવનારા સાસરિયા ઓ શેકહેન્ડ કરવા પડાપડી કરવા લાગ્યા

બન્ને ની તરસ અધૂરી જ રહી

***

લગભગ અઠવાડિયા થી પ્રસંગ ઉકેલવાની જહેમત થી થાક્યા હોય તેમ તે રાત્રે થાકોડા ને કારણે બંને ઘર માં અગિયારેક વાગ્યે જ સોપો પડી ગયેલો,

પણ અંજલિ અને રાહુલ ના રૂમ ની લાઈટો હજીયે સળગી રહી હતી

રાહુલે જયારે અંજલિ વાળી પ્રેઝન્ટ ખોલી ત્યારે સહુથી પહેલા તો તેમાંથી " ચાર્લી " સ્પ્રે ની તીવ્ર સુવાસ તેના નાકે અથડાઈ,પછી તેમાંથી એક સુંદર રાધા કૃષ્ણ ની મૂર્તિ નીકળી,સાથે એક બેલ્ટ ,પાકીટ ,અને રાહુલ નું નામ લખેલ હાથ રૂમાલ નીકળ્યો

ઉછળતા હૈયે અંજલિ, રાહુલ વાળી પ્રેઝન્ટ ખોલી રહી હતી ,તેનું હ્ર્દય ધબકી રહ્યું હતું ,રાહુલ ને પોતે એંગેજમેન્ટ રિંગ ના પહેરાવી શકી અને મંડપ માં થોડી વાર માટે જે કડવાશ ફેલાયેલી તેનાથી પોતે ખુબ વ્યથિત હતી,રાહુલે પેલી ચબરખી માં શું લખ્યું છે તે વાંચવાની ઈચ્છા દબાવી રાખતા તેણે બોક્સ ખોલ્યું

તેમાંથી કાંચ નો એક તાજમહેલ નીકળ્યો ,સાથે ટેપ રેકોર્ડર માં વગાડવાની બે કેસેટો નીકળી ,અને 12 નંગ હાથરૂમાલ નો એક સેટ નીકળ્યો ,રાહુલે આપેલી વીંટી ને અનામિકા માં ધારણ કરી ને થોડી પળો સુધી તાંકી રહી પછી એક રૂમાલ ખોલી ને તેમાંથી સુખડ ના અત્તર ની આવી રહેલી માદક સુગંધ લેતા મનોમન બબડી "અરે પાગલ આની શું જરૂર હતી ?"

તો વળી પેલા સંદેશ વાળો કાગળ વાંચતા તે પુલકિત થઇ ગઈ "થેંક્સ લવ ,મને એમ કે તું ગુસ્સે થયો હોઈશ,પણ યાર આ તમે તમે શું માંડ્યું છે ?કે પછી ઇમ્પ્રેશન જમાવો છો ?ચાલો હું ઇમ્પ્રેશ થઇ ગઈ બસ ?"

બંને એ તે ચીઝો પોતપોતાના અંગત સંગ્રહ માં સાચવી ને રાખી દીધી

***

સગાઇ ના લગભગ અઠવાડિયા બાદ બંને પરિવાર પરથી હવે પ્રસંગ નો નશો ઓસર્યો હતો ,

રાત્રે વાળું પતાવી ને અંજલિ પોતાના માં-બાપ અને ભાઈ સાથે બેઠેલી,રાહુલ ના ઘર તરફથી સગાઇ વખતે અંજલિ માટે આવેલા કપડાં ને દાગીના જોઈ રહ્યા હતા ,અંજલિ ઉત્સાહ થી બધી ચીજો બતાવી રહી હતી

"વેવાઈ એ ખર્ચ તો સારો કર્યો છે " ત્રણેક તોલાનો સોનાનો ચેઇન હથેળી માં રાખી જાણે વજન તોળતા હોય એવા ભાવ થી રમણભાઈ મલકી ઉઠેલા,પછી અંજલિ અછડતી દ્રષ્ટિ નાખતા ધીર ગંભીર અવાજે કહ્યું

"જો બેટા સંબંધ કરવો મુશ્કેલ નથી ,નિભાવવો મુશ્કેલ છે ,જ્ઞાતિ માં ચારે બાજુ દિવસે દિવસે સગાઇ -લગ્ન ભંગ ના કિસ્સાઓ વધતા જાય છે ,તમારી ઉંમર ના છોકરા-છોકરી ઓ કાગળ પત્તર-ને હળવું મળવું - વગેરે ને રવાડે ચડી જાય છે ,પણ આપણે હજી બે-અઢી વર્ષ આ સંબંધ નિભાવવો છે એટલે તારે એમાં ધ્યાન નથી આપવાનું ,બીજું કે રાહુલ પણ કોલેજ ના પહેલા વર્ષ માં છે ,એનું ભણતર પૂરું થાય અને પગભર થાય એમાં તમારા બંને નું હિત સમાયેલું છે ,એ ભણવા માંથી આવા બધા માં પડી જાય તો એનો અભ્યાસ બગડે " કહેતા એ થોડું અટક્યા પછી ઉમેર્યું

"આ એનું સાસરું છે એટલે સ્વાભાવિક છે કે વાર તહેવારે ,પ્રસંગોપાત કે રજા ઓ વખતે તે અહીંયા આવે ,પણ આપણે કોઈ જાત ની છૂટછાટ લેવાની નથી હો કે ?"

અંજલિ ઉપર જાણે વીજળી ત્રાટકી , બાપુજી એને જ સંબોધી ને કહી રહ્યા હતા ,પણ પોતાના અદા ની સગાઇ થયેલી દીકરી ઉષા તો બિંધાસ્ત પોતાના ભાવિ પતિ ને પત્ર લખતી, ને મોકો મલ્યે મળી પણ લેતી ,

"પણ બાપુજી ઉષા તો ,,," જીવન માં પહેલીવાર તેણે પિતા સામે કંઈક કહેવા પ્રયત્ન કર્યો પણ રમણભાઈ એ એને વચ્ચે થી જ અટકાવી દીધી, "જો અંજુ,મોટા ભાઈ ની ઉષા શું કરે છે તે ઉષા જાણે ને તેનો બાપ જાણે ,આપણે એના થી શું મતલબ ?"

પિતા ના સ્વર માં નરમાશ હતી પણ સાથે સાથે મક્કમતા નો જે રણકો હતો એ મક્કમતા એ જ અંજલિ ના હાજા ગગડી ગયેલા,સહેમી જતા તે નીચું જોઈ ગઈ

"પણ બાપુજી અત્યાર ના જમાના પ્રમાણે એમાં કઈ ખોટું નથી "અંજલિ ના મ્હોં પર રહેલા ભાવ કળી જતા મોટા ભાઈ એ હળવે થી કહ્યું ,"અત્યારે તો હવે ,,,"

"તને દુનિયાદારી માં શું ખબર પડે ?તું તારા અભ્યાસ માં ધ્યાન આપ "પુત્ર સામે જોતા રમણ ભાઈ એ થોડા ઊંચા આવજે કહેલું ,

ને પિતાનો લહેજો ગમ્યો ના હોય તેમ મોટો ભાઈ રીસભર્યા ચહેરે ઉભો થઇ ગયેલો

"મેં શું કહ્યું તે સાંભળ્યું ને અંજુ! " ખાતરી કરવા માંગતા હોય તેમ રમણ ભાઈ એ કહ્યું એમાં પૃચ્છા નો ભાવ હતો

તે કંપી ઉઠેલી,થોડી પળો સ્તબ્ધ થઇ ગયેલી ,પછી માંડ તેના ગળામાંથી અવાજ નીકળ્યો

" જી બાપુજી "

એટલું જ તે બોલી શકી ને ધીમે ધીમે સમાન સમેટતી રહી

તેના સ્વપ્નો પણ જાણે સમેટાઈ રહ્યા હતા

રાત્રે પથારીમાં પડતા જ ઉદાસીનતા ઘેરી વળી,ઊંઘ નું દૂર દૂર સુધી કોઈ નામ નિશાન નહોતું,પિતા ના શબ્દો ઘણ ની જેમ દિમાગ માં અથડાતા હતા

"રાહુલ મારા પત્ર ની રાહ જોતો હશે ,તેને ક્યાં મોઢે મારે ના કહેવી ? એ મારા વિષે શું ધારશે?સગાઈ ના દિવસે રીત રિવાજો ના નામે જે થયું એનો ખુલાસો તો હું કરી શકત પણ હવે પત્ર વ્યવ્હાર ય નહિ ?" તે વિચારી રહી

"અરે રાહુલ ની વાત તો દૂર ની છે પણ રાહુલ ને મળ્યા વગર ,પત્ર લખ્યા વગર શું હું બે વર્ષ જેટલો સમય કાઢી શકીશ ?રાહુલ રહી શકશે ?"

"આના કરતા તો સગાઇ મોડી થઇ હોત ને સગાઇ લગ્ન વચ્ચે 2-3 મહિના નો ગાળો રહેત તો ગમે તેમ કરી ને ખેંચી કાઢેત ,પણ હવે રાહુલ ને એમ કહું કે બાપુજી ના કહે છે તો રાહુલ બાપુજી પર ગુસ્સે થાય અને ના કહું તો કદાચ મારી ઉપર પણ રીસે ભરાય ,એનો સ્વાભાવ કેવો હશે એ મને કેમ ખબર પડે ?શું એ સમજી શકશે "

"તો શું બાપુજી ની ઉપરવટ થઇ ને કે ચોરી છુપે પત્રો લખું ? પણ પછી કોઈ ઊંચનીચ થશે તો હું બાપુજી ને શું મ્હોં બતાવીશ? ,રાહુલ તો હજી હમણાં જ મારી જિંદગી માં આવ્યો છે પણ બાપુજી કઈ મારા માટે ખોટું થોડું કરતા હોય ?"

"પણ રાહુલ ને આ વાત ની જાણ કરવા માટે કમ સે કમ એક પત્ર તો લખવો પડશે ને ?નહીં તો એ શું વિચારશે ?"

"પણ એક પત્ર લખીશ તો એ પણ જવાબ આપશે અને જવાબ ના પત્ર માં પાછો સવાલ કરશે કે શા માટે આપણે પત્ર વ્યવહાર ના કરવો ?ત્યારે હું શું જવાબ આપીશ?"

"ઓ.કે.હું કહીશ કે તું અત્યારે ભણવા માં ધ્યાન આપ ,તારું કેરિયર બનાવ ,હું તો તારી જ છું ને ?ક્યાંય જવાની નથી ,અહીં જ બેઠી છું તારી રાહ જોઈ ને"

"પણ એ માની જશે ?ના મને નથી લાગતું કે માને,સગાઇ ના દિવસે જોયું નહિ કેવો એનો ચહેરો ઉતરી ગયેલો ?ને ચારેબાજુ કેવો હાંફળો ફાંફળો થઇ ને મને શોધતો હતો ?તો હું પણ ક્યાં એને નહોતી શોધતી? "

તેના દિમાગ ની નસો તંગ થઇ ગઈ ,જડબું આપોઆપ ભીસાયું,શિયાળા ની આ ઠંડી રાતે પણ હથેળી પરસેવા થી ભીની થઇ ગઈ ,વિચારો ના વમળ માં પોતાની સાથે જ તે સવાલ જવાબ કરતી રહી.પણ કઈ જ સૂઝી નહોતું રહ્યું ,

"ઓહ ગોડ ! "તે સ્વગત બબડી,રતાશ ઉપસી આવે એટલા જોરથી તેના નીચલા હોઠ પર ઉપલા દાંત ભીંસાયા

"ના પત્ર નથી જ લખવો ,લખીશ તો હું પછી એના વગર નહીં રહી શકું ,એના કરતા બહેતર છે કે સગાઇ થઇ નથી એમ જ રહેવું "તેના દિમાગે પોતાનો નિર્ણય જણાવ્યો

પણ દિલ ને કદાચ એ નિર્ણય મંજુર ના હોય તેમ આંખમાંથી આંસુ નું એક ટીપું દડી ને ગાલ ભીંજવતું છેક ગરદન સુધી લંબાયું ,લંબાતું જ રહ્યું

ને ઓશીકું ભીંજાતું રહ્યું

***

તો પેલી બાજુ અઠવાડિયા થી અંજલિ ના પત્ર ની રાહ જોઈ રહેલ રાહુલ તો વળી અંજલિ નો પત્ર આવે તે પહેલા જ એક લાંબો પત્ર લખવાની શરૂઆત પણ કરી ચુકેલો ,જેમાં પોતાના વિષે અને ઘર વિષે પ્રાથમિક પરિચય વગેરે લખ્યા હતા,પોતાના શોખો વિષે લખતા એ મલકી ઉઠેલો

પોતે મોકલેલ કેસેટો માં રોમાન્ટિક જુના ગીત હતા ,"અંજલિ ને કેવા ગીત પસંદ હશે ?માળું ગજબ કહેવાય મેં પણ તેને રૂમાલ મોકલ્યા અને તેણે પણ મને એ જ?એનો અર્થ અમારા બંને નો ટેસ્ટ તો સેમ છે ,પણ એને અભ્યાસ કેમ મૂકી દીધો હશે ?ખૈર જવા દો આપણે ક્યાં અભ્યાસ ની જરૂર છે ,આમ તો એના ઘર માં પુસ્તકો વંચાય છે એટલે નવલકથાઓ તો એ પણ વાંચતી હશે ,જોઈએ હવે એનો પત્ર આવે પછી ખબર પડે કે મૌલિક લખે છે કે નોવેલો માંથી ઉઠાંતરી કરતી હશે?"

પણ રોજે રોજ સ્વપ્નો સજાવતા દિવસો પસાર થવા લાગ્યા એટલે એની અકળામણ વધતી ગઈ

દિવસો વીતતા રહ્યા ને રાહુલ ની ધીરજ એ પહેલા તો અકળામણ નું સ્વરૂપ લીધું ,પછી એ ગુસ્સા પરિણમ્યું ,પછી કડવાશ ,અને છેલ્લે પછી શંકા કુશંકા ઓ થવા લાગી

"એની ઈચ્છા વિરુદ્ધ તો ક્યાંક આ સગાઇ નથી થઇ ને ?કે પછી એ કોઈ ના પ્રેમ માં હશે ને એટલે મને ઇગ્નોર કરતી હશે ?"

રોજ બદલાતા દિવસ સાથે એના તર્ક કુતર્ક વધતા ગયા ને દોઢ બે મહિના પછી તે કુતર્કો એ અંજલિ ને રાહુલ ના હ્ર્દય ના એ ખૂણે ધકેલી દીધી જ્યાં અણગમતા વ્યક્તિ ઓ નો વાસ હોય છે

(ક્રમશઃ)