મુક્તક-એ-અશ્ક..
*મારી આંખોમાં રાતોના ઉજાગરા હતાં
ને એના મોઢે મારી આબરુના ધજાગરા હતાં,
કોને કહું હકીકત આંખોના રતાશની!
સાવ ઢીલા એના મગજના મિજાગરા હતા.!
*પ્રણયમાં પૈસાની જેમ ખર્ચાઈ ગયો છું
ધુળથીએ વધારે સાવ પીંસાઈ ગયો છું,
છતાંય આપી ગયા એ કેવી બદનામી
અસ્તિત્વથીયે વધારે સાવ ચર્ચાઈ ગયોછુંં.
*દોસ્તો બને તો એટલુ કહેજો એમને
કે ગુજરે ના કદી મારી કબર નજીકથી,
નહી તો મડદાઓ બિચારા મરી જશે
હાલત જોઈને મારી જે બિમાર પડ્યા છે.
*એક જણ એવુ જીવનમાં આવી ગયું
ઉરચમનમાં પ્રણયના છોડ વાવી ગયું,
સ્નેહના કુસુમો ખીલ્યા કરે છે રોજ
જીવનબાગ એવુ કોઈ મહેકાવી ગયું.
*તુ આવી ને આંખો આ નમી ગઈ
હૈયાને જાણે પાંખો આવી ગઈ
અહો!કેવી છે નાજુકતા તુજ અંગમાં
જીગરમાં તુ જાન બની ધબકી ગઈ.
*જ્યારથી એ આવી ગયા છે
ખુશહાલ-ખુશહાલ બનાવી રહ્યા છે
કેવું મોઘમ મ્હોરી રહ્યુ છે
ર્હદય મારું ગુલાબ બની રહ્યું છે.
*નજર બનીને નયનમાં રમે છે તું
જીવ બનીને જીગરમાં વસે છે તું
શું મોઘમ મ્હોર્યુ છે જીવન મારું!
અધર પર રામનામ બનીને રમે છે તું.
*ઉરમાં લાગણીનું ઘોડાપુર આવ્યુ છે
નયનોમાં ઉમ્મીદનું ફરી નૂર આવ્યું છે
કેવું મ્હોરાય છે વાસંતી કળીએ-કળીએ
ખુદાએ આ કુસુમ મુજ કાજ ખીલાવ્યુ છે.
*આપ આવશો તો અમીના છાંટા ઉડાડશું
*ચોરે ને ચૌંટે સ્નેહની શરણાઈ વગડાવશું,
આપ નાચશો ફેરફુંદરડી બનીને અમ આંગણિએ
તો ઢોલી બનીને ખુદ અમે ઢોલ વગાડશું.
*થયુ આગમન આપનુ ને ઉર ઉભરાઈ ગયું
હતું અંધારું જીવનમાં એય અજવાળું થઈ ગયું,
સારા જગતનો અભાવ હતો મુજ જીવનમાં
આપ આવ્યા તો સ્વર્ગ સઘળું નયનમાં સમાઈ ગયું.
*સૃષ્ટિના વિકરાળ રુપને જોઈ લીધું મે જમાના
ભીખ માંગશું જીવનની તો મોત આપી જવાના,
આપણે જ તોડવાના છે અભાવોના ડુંગરા 'અશ્ક'
આજીજી કરશું તો પથ્થરો આપણને ફોડી જવાના..
* પ્રેમને પીડવાનુ છોડી દે તુ જમાના
અમે પ્રણયીજનો પ્રીતમાં ફના થઈ જવાના
ઉલ્કા નથી તે ખરીને ખાખ થઈ જઈએ
સૂરજ છીએ આથમીને પાછા ઉગી જવાના..
*પ્રીતની ભૂમી પર આજ પ્રણયના છાંટા થશે
નહી તો કોરાધાકોર ગગનમાં ગગડાટ થાય ના
ઉર ઝરુખિયે આજ ફરી કો'કના ઉતારા થાશે 'અશ્ક'
નહી તો આ આંખડી ને અંગ ફરફર થાય ના.
*મોત આવશે તો એક 'દિ મરી જવાના
તોફાન ઉઠે હજાર આબાદ કિનારો તરી જવાના,
દિવાના છીએ એટલે લાજ રાખી છે વફાના પુષ્પોની
લાગ આવશે તો એક 'દિ બેવફાઈની ઘાત કરી જવાના.
*પંખી નથી છતાં ગગનમાં મહાલી શકું છું
હોય પ્રખર પવન સામો સંયમ જાળવી શકું છું,
કદર કરું છું તમારા નિષ્કપટ વાયદાની
નહી તો જમાનાથી આપને ભગાડી શકું છું.
*પ્રેમની કથાના કોઈ પુરાવા નથી હોતા
વિરહની વ્યથાના સૂર કોઈ હવામાં નથી હોતા,
આ તો ઘડી બે ઘડીના છે પ્રણય વાયદાઓ
બાકી વફા નીભાવતા કોઈ જમાનાભર નથી હોતા.
*જ્યારે-જ્યારે એમને જોઉ છું
ખુદનસીબી પર ખુદ રોઉ છું,
ઘા પર ઘા થયા તો હસતો રહ્યો
હવે જખમ જોઉં છું ને રોઉ છું.
*કેવી કમાલની લિજ્જત છે હસવામાં
ન કળી શકાય એવી વાત છે મારા રડવામાં,
વેડફાઈ જાય ના જીવન સાવ હસવામાં
જખમો રાખુ છું એટલે હું ગજવામાં.
*આજે કહો છો ભલા હુ બેવફા નીકળી
બેશુમાર વર્ષોથી તમને ચાહ્યા એનું શું!
લુંટી ના મે એકેય સ્વતંત્ર ક્ષણ તમારી
લુંટી બેઠા તમો મારી કૌંમાર્ય કળી એનુ શું?
*ભેખડો પાડીને કરે છે કેમ આટલો દેકારો
ઓ જીંદગી મુજથી તુ કેમ વિફરે છે?
અહીં તો હોઠ પર જ છે હાસ્ય શિખરો
ભિતરે તો દર્દના મહદરિયા ઉછળે છે..
*એવી રીતે જીવી જવાય છે
જખમોને જાણે સીવી જવાય છે,
બદનામી તણા મળે છે કોળિયા રોજ
ઘુંટડે-ઘુંટડે દર્દ ને પી જવાય છે..
*કોઈ સાવ તબાહ કરી ગયુ
ઉરે કોઈ ઉઝરડા કરી ગયું,
ગજબ ફોડી ગયા બોમ્બ રુસ્વાઈના
તોય હૈયુ હેમખેમ સાલુ જીવી ગયું.
*ખબર નહોતી જીંદગી તબાહ થઈ જશે
અંગત જે હતા એ જ બરબાદ કરી જશે,
મરી જવાય જીવતાં જ જઈને કબરમાં
એવુ કોઈ સાવ બદનામ કરી જશે..
*કચરો સમજીને શેરીએ ફેંકી દીધો
ભંગાર સમજીને કબાડીમાં વેચી દીધો,
મંઝીલ કેવી મળી મહોબ્બતમાં મને
બકરો સમજી ઈદનો સાવ રહેંસી દીધો.
*બરબાદી મારી એમની ખુશી બની ગઈ
એક સુહાની સંધ્યા મારી ગોઝારી રાત બની ગઈ,
ભાવના કેવી છે!કમાલની! જુઓ બદલા તણી
બદનામી મારી એમની મહેફિલ બની ગઈ.
*છેલ્લી આશા ને છેલ્લો ઈંતજાર છે હવે
શ્રધ્ધાના દીપ સઘળા જલાવી બેઠો છું,
કાલ કદાચ ખુટી જાય ધરાનુ નીર સઘળું
સીનામાં એટલે ઝાંઝવાના જળ ભરીને બેઠો છું.
*પ્રતીક્ષાના અહીં લીલાછમ્મ મૉલ ઊભા છે
આયખાને ઘેરીને મધુર તારા બોલ ઊભા છે,
વ્યર્થ કરી ગઈ કેવ તું પ્રણય તણા વાયદા!
મારી કબર પર ક્રંદન કરતા તારા કૉલ ઊભા છે.
અશ્ક રેશમિયા..