Tasvir - Ruhani Takat -5 in Gujarati Adventure Stories by Yagnesh Choksi books and stories PDF | તસ્વીર- રૂહાની તાકત - 5

Featured Books
Categories
Share

તસ્વીર- રૂહાની તાકત - 5

રઘુકાકા એ મારી સામે જોઈને કીધું સાહેબ તમને કદાચ મારી વાતો ખોટી,બનવાતી કે કોઈ કાલ્પનિક વાર્તા જેવી લાગશે કારણકે તમે ભણેલા ગણેલા શહેર ના માણસ છો.અને તમને મારી વાત માં વિશ્વાસ નહિ થાય પણ તમને હું આજે એ વાત કહેવા માંગુ છું.

આ વાત થોડા વારસો પહેલા ની છે એ સમયે હું જવાન હતો અને મારે એક પંદર વરસ ની છોકરી સકું અને મારી ધર્મપત્ની ઝકુ અમે અહીંયા બંગલા ની સફાઈ કરવા માટે આવતા.

અમે આ બંગલા માં વધારે સમય નહતા રોકાતા એકાદ કલાક માં અમે અહીંની બધી સફાઈ કરીને નીકળી જતા.અને ઉપર આવેલા માનસિંહ ના ફોટા વાળા રૂમ માં અમે સફાઈ નહતા કરતા.આ બંગલા માં થતી ઘણી ઘટનો,માન્યતાઓ અને રાત્રીના સમયે આવતા અવાજો અમે ખુબ સાંભળેલું પણ અમે અમને હજુ સુધી એવો કોઈ અનુભવ નહતો થયેલો જેનાથી અમને એવું કઈ લાગે કે અહીંયા માણસ સિવાય પણ બીજી કોઈ અગોચર શક્તિ નો વાસ હશે.

મારી દીકરી સકું ખુબ સુંદર હતી અને એ ખુબ હોશિયાર અને ચાલાક હતી એ અમારા ના પાડવા છતાં એ હંમેશા અમારી સાથે બંગલા ની સફાઈ માટે આવતી.એને ગામ માં આ બંગલા વિશે સાંભળેલી વાતો અને એમાં રહેલી સચ્ચાઈ વિશે ના પ્રસ્નો એ સદા અમને કરતી.

જ્યાં ગામ માં આવી ભૂત- પ્રેત અને અગોચર તાકાત જેવી વાતો વહેલી થેયેલી ત્યાં બીજી તરફ એ પણ વાતો ચાલતી હતી કે માનસિંહ એક વિલાસી માણસ હતા.અને એમને સ્ત્રીઓ પ્રતેય એક ચુમ્બકીય લગાવ હતો અને એમને યુવાન છોકરીઓ ખુબ ગમતી.એટલે રાજા એ આ બંગલો પોતાની ભોગ અને વાસના ને સંતોસવા આ બંગલો બનાવેલો.અને એ ઘણા સમય થી ત્યાંજ રહેલા પોતાના ઘરે નહતા આવતા.

માનસિંહ ને એક વૈભવી વારસો અને ખાનદાની વારસો મળેલો પણ એ ખાનદાની અને પોતાના પૂર્વજોનો વારસો સાંભળવા માટે લાયક નહતા.એમના ખાનદાન દરેક માણસે પોતાની મર્યાદા અને ખાનદાની અને સઁસ્કારો નું પાલન કરતા.રાજાઓ હોય તો વિલાસી પણ એ એ લોકો એ પોતાના વિલાસ,ભોગ અને વાસના માં ગામ લોકો ને ક્યારેય હેરાન નહિ કરેલા. પરંતુ માનસિંહ ગામ ની ઘણી કુંવારિકાઓ ને ઉઠાવી અને આ મહેલ માં લઇ જતો હતો માનસિંહ નો ત્રાસ અને જુલ્મ દિવસે દિવસે વધી રહ્યો હતો.માનસિંહ ના ધર્મપત્ની કુંવરબા એ માનસિંહ ને ક્યારેય એમની ગામ વચ્ચેની હવેલી પાર આવા માટે મનાઈ ફરમાવી હતી.અને એ વખતે અજીતસિંહ ખુબ નાના હતા.

કુંવરબા એક નીડર અને નિર્ભય રાણી હતા.રાજકીય દાવ પેચ તો એમને નહતા આવડત પણ એ એક સ્ત્રી હતા એટલે એમના માં પોતાની પ્રજા પ્રત્યે સહાનુભૂતિ હતી અને એ પ્રજાની સુરક્ષા માટે કઈ પણ કરી શકે.એમના માં પ્રજા ની સુરક્ષા પહેલા હતી અને બાકી નું બધું પછી આવે.

એ સમય દરમિયાન માનસિંહ નો ત્રાસ દિવસે અને દિવસે વધી રહ્યો હતો.એવામાં સમાચાર આવ્યા કે માનસિંહ એ આજુ બાજુ ના ગામ માં પણ છોકરીઓ ઉઠાવી અને પોતાની હવસ સંતોષવાનું ચાલુ કરી દીધો.દિવસે અને દિવસે માનસિંહ નો ત્રાસ વધતો જતો હતો.હવે એ સહાનીય નહતો એટલે કુંવરબા એ કંઈક તો કરું પડે આવી પરિસ્થિતિ ઉભી થઇ બાકી ગામ માં તો માનસિંહ સામે થવાની હિમ્મત કોઈના માં નહતી.

લોકો માં એવી માન્યતાઓ પણ હતી કે માનસિંહ પાર કોઈ એ વશીકરણ કરેલું છે. પણ એ મહેલ બાજુ જ્યાં માનસિંહ રહેતા હતા એ બાજુ જવાની હિમ્મત કોઈ નહતું કરતુ.ત્યાં જનાર ક્યારેય પાછું નહતું આવતું ત્યાં રઘુકાકા સિવાય કોઈ ને આવાની પરવાનગી માનસિંહ એ નહતી આપી.રઘુકાકા વારસો થી રાજ સેવક હતા અને એમના પૂર્વજો પણ આજ કામ કરતા એટલે એ આજ્ઞાકિંત હતા.અને એ એમના પૂર્વજો એ રાજવી પરિવાર ની સેવા કરવાના બોલ ને આજે પણ પાળતા હતા.

રઘુકાકા એ વખતે યુવાન હતા એ માનસિંહ જીવતા ત્યારે એકજ એવા વ્યક્તિ હતા જે ત્યાં જતા.રઘુકાકા માનસિંહ ના વિશ્વાસુ પણ હતા.રઘુકાકા દિવસ દરમિયાન હવેલી પર જતા અને સાફ સફાઈ અને જમવાનું બનવતા.રઘુકાકા હંમેશા ત્રણ ચાર જાણ ને થાય એટલું જમવાનું બનવતા પણ ત્યાં એમને માનસિંહ સિવાય બીજા કોઈને જોયેલા નહિ અને રઘુકાકા એ એના વિશે ક્યારેય માનસિંહ ને પણ પૂછ્યું નહિ.

કુંવરબાએ એક દિવસ રઘુકાકા ને બોલ્યા અને ત્યાં બની રહેલી ઘટનાઓ અને માનસિંહ વિશે પૂછ્યું તો રઘુકાકા એ કુંવરબાને જણાવ્યું કે ત્યાં એમને ઘણી વાર ઘણી અજીબ વસ્તુઓ જોયેલી જેમાં તાંત્રિક વિદ્યા માટે ઉપયોગમાં લેવાય એવી વસ્તુઓ ઓ થી એક આખો રૂમ ભરેલો હતો અને એ દરરોજ ચાર લોકો નું જમવાનું બનાવતા હતા પણ એમને ક્યારેય માનસિંહ સિવાય બીજા કોઈને ત્યાં જોયેલા નહિ.

કુંવરબા એ રઘુકાકા ને વિશ્વાસમાં લીધા અને કીધુકે હવે તમે ત્યાં જાઓ એટલે દરેક કે દરેક રૂમ અને ત્યાં રહેલી વસ્તુ અને આજુબાજુ ની દરેક વસ્તુ ની તાપસ કરતા આવજો અને મને આવીને ત્યાં શું થઇ રહ્યું છે એની જાણ કરજો.રઘુકાકા એ તો પહેલા ઘસી ને ના પડી દીધી એમને કીધું કે એ માનસિંહ ના વફાદાર છે.એ આવી કોઈ પણ વસ્તુ નહિ કરે.એટલે કુંવરબા એ એને કીધું રઘુકાકા તમે તો જાણો છો ને એમના કરતૂતો વિશે અને તમે મારી મદદ કારસો તો એ તમારા પૂર્વજો એ આપેલા વચનનું પાલન જ છે.

રઘુકાકા એ મદદ કરવા માટે તૈયાર થઇ ગયા અને એક દિવસ એમને મોકો માંડ્યો એટલે એમને બધા રૂમ ની તાપસ કરી.પહેલા એમને માનસિંહ ના રૂમ ની તાપસ કરી તો ત્યાં થી એમને કોઈ સ્ત્રી ના આંતરવસ્ત્રો મળેલા અને ત્યાં બીજું કોઈ શંકાસ્પદ વસ્તુ નહતી.રઘુકાકા જયારે ઉપર આવેલા રૂમ માં ગયા ત્યાં રૂમ અંદરથી બંધ હતો રઘુ કાકા એ તિરાડ માંથી જોયું તો અંદર કોઈ અઘોરી જેવો દેખાતો બાવો. પોતાની ચારેબાજુ આગ લગાવી ને વચ્ચે બેઠો હતો અને એમાં કંકુ નું કુંડાળું કરેલું હતું અને એમાં લાલ કલર થી લથપથ ચાકુ પડેલી હતું.

અને એના હાથ માં મનુસ્ય ની ખોપડી હતું અને એમાં એ કંઈક પી રહ્યો હતો અને એ રૂમ માં કોઈ ને પીવા માટે પણ કઈ રહ્યો હતો.બીજું કોણ હતું એ તો દેખાયું નહિ પણ એ જરૂર કોઈ સ્ત્રી હતું એ અઘોરી તરફ ચાલતા જતી હતું ત્યારે એનો પાછળ નો ભાગ દેખાઈ રહ્યો હતો. એને પેલી સ્ત્રી સામે જોઈને કીધું બસ હવે આજનો દિવસ માનસિંહ આજે કોઈ કુંવારીકા ને લઈને આવશે એટલે આપડે એની બાલી આપી અને આપડે અમર થઇ જઈસુ અને આ અમાસ ની રાત ની એ વારસો થી રાહ જોતો હતો.અને એ એકદમ જોર જોર થી અટહાસ્ય કરી રહ્યો હતો.

અને એ એના ગાળામાં પહેરેલી માળા પાર હાથ ફેરવી રહ્યો હતો એ એક અજબ માળા હતું એમાં માણસ ની ખોપડી જેવા આકાર ની નાની ખોપડી હતું અને એ હાટકાઓ થી બનાવેલી હતું રઘુકાકા ની નજર અંદર બનેલી ઘટનાઓ પર હતું.એ એકદમ ડરી ગયા હતા એમને પરસેવો છૂટી ગયો હતો.

એવા માં પેલી સ્ત્રી એ પેલા અઘોરી જેવા દેખાતા માણસ ને પૂછ્યું આપણું કામ પતિ જાય એટલે માનસિંહ નું શુ કરીશુ? પેલા અઘોરી એ કીધું કે એનું શુ કરવાનું હોય તને બરાબર ખબર છે.આપડે એને મારી અને ગામ માં રહેલા એના મહેલ રહેવા જતા રહીશુ અને ગામ પર રાજ કરીશુ.

રઘુકાકા આ નજારો જોઈને એકદમ ચોંકી ગયા અમને અંદર બની રહેલી ઘટાનો અમને ડરાવની લાગી રહી હતી. પોતાના રાજા ગમે તેવા હોય પણ આ લોકો એને મારવા માંગતા હતા અને એમને ઘટી કાઢેલા આ કાવતરાની જાણ એમને થઇ એટલે રઘુકાકા ની ફરજ હતી કે એ રાજાની મદદ કરે. રઘુકાકા જયારે મને આ વાત કહી રહ્યા હતા એમાં કઈ બનાવતી કે કોઈ કાલ્પનિક વાત મને ના લાગી આવું બની ગયું હોય એની પુરેપુરી સંભાવના હતી.એટલે હું રઘુકાકા સામે જોઈને એમની દરેક વાત એકદમ ધ્યાંનથી સાંભળી રહ્યો હતો.એવા માં રઘુકાકા એકદમ રડવા લાગ્યા અને મારી સામે જોઈને કહેવા લાગ્યા સાહેબ ભલે દુનિયા માટે માનસિંહ એક રાક્ષશ હોય પણ મારા માટે તો એ દેવતા જેવા હતા અને મને પહેલા થી એમના પર પુરે પૂરો વિશ્વાસ હતો.અજીતસિંહ ના જન્મ સુધી એ કુંવરબા ને ખુબ પ્રેમ કરતા હતા.કદાચ પર સ્ત્રી વિશે એમને વિચારેલું પણ નહિ.પણ જે ઘટનાઓ બની અને એમનું નામ જે રીતે વગોવાયું એમાં કંઈક તો ભેદ છે એવું મને સતત લાગ્યા કરતુ હતું.

સાહેબ એ દિવસ મને બરાબર યાદ છે અમાસ હતી અને રાત્રી થવાનો સમય હતો થોડું થોડું અજવાળું હતું. હું તરત ત્યાં થી દોડી અને માનસિંહ ને શોધવા માટે નીકળી પડ્યો.માનસિંહ એ દિવસ નદી કિનારે આવેલા પથ્થર પર બેઠા હતા.મેં દૂર થી એમને ઓળખી લીધા અને એમની પાસે હું દોડી ને પહોંચી ગયો.

હું માનસિંહ પાસે પહોંચ્યો તો મેં જોયું એ રડી રહ્યા હતા અને મારી સામે જોઈને બોલ્યા રઘુકાકા મારાથી પાપ થઇ ગયું છે.મેં કરેલા અત્યાચારો ની સજા મૌત થી પણ ભયાનક હોવી જોઈએ.રઘુકાકા મને તમે મારી નાખો હું હવે જીવવા નથી માંગતો.રઘુકાકા ને લાગ્યું કે કદાચ માનસિંહ ને પસ્તાવો થઇ રહ્યો છે એમને કરેલા પાપો એમને ગુજારેલા અત્યાચારો નો.રઘુકાકા એ માનસિંહ ને શાંત પડતા કીધું. મલિક મને ક્ષમા કરો પણ મેં આજે હવેલી માં જે જોયું છે એ કદાચ તમારા ધ્યાંન માં આવું જોઈએ.

માનસિંહ સામે જોઈને રઘુકાકા એ કીધું કે એમને ઉપર ના રૂમ માં કંઈક તાંત્રિક ક્રિયા ચાલી રહી હતી અને ત્યાં કોઈ સ્ત્રી પણ હતી અને એ લોકો આજે કોઈ કુંવારીકા ની બલી આપવા અને તમને મારી નાખવા ની વાતો કરી રહ્યા હતા.માનસિંહ ને પહેલા તો રઘુકાકા ની વાત સાચી ના લાગી પણ એ જાણતા હતા કે રઘુકાકા ક્યારેય જૂઠું બોલતા નહતા.પણ એમને એ સ્ત્રી વિશે તો ખબર હતી પણ ઉપરના રૂમ માં રહેલા તાંત્રિક અને બલી વિશે કોઈ માહિતી નહતી.એમને એક એવો અંદાજો લગાવ્યો કે એમના પાર કદાચ વશીકરણ કરવામાં આવેલું હશે અને એ પેલી સ્ત્રી અને અઘોરીના વસ માં હશે.માનસિંહ ને હવે ધીમે ધીમે ખબર પાડવા લાગી કે અંધારું થતા એ કેમ હેવાન બની જતો અને ગામ માં ઉપડી જતો હતો.

અંધારું થવાની તૈયારી હતી એટલે માનસિંહ પાસે રઘુકાકા ને આખી વાત કહેવા માટે સમય નહતો એટલે માનસિંહે રઘુકાકા ને કીધુકે તમે ગામ માં જઈને કુંવરબા ને વાત ની જાણ કરો અને થોડા સૈનિકો ને અહીંયા તરત મોકલી દો.તમે જલ્દી જાઓ એક પણ પળ નો વિલંબ ના કરો.રઘુકાકા આજ્ઞા મળતા ગામ ની તરફ ભાગ્ય.માનસિંહ ગુસ્સા માં મહેલ ની અંદર ગયા એ એકદમ ગુસ્સા માં હતા.

રઘુકાકા કુંવરબા જોડે પહોંચ્યા અને એમને વાત કરી કે એ મહેલ માં કોઈ અઘોરી છે અને કોઈ સ્ત્રી છે.એ કાવત્રાબાજો એ માનસિંહ ને વસ માં કરી અને એમની સાથે આવી ઘૃણા સ્પદ હરકતો કરાવેલી છે.અને એ આજે અમાસ ના દિવસે કોઈ વિધિ કરવાના છે અને છેલ્લી કોઈ કુંવારીકા ની બલી આપવા ના છે અને બલી આપ્યા પછી એ લોકો માનસિંહ ને પણ મારી નાખવા ના છે.તમે જલદી થી ત્યાં થોડા માણસો ને મોકલી અને માનસિંહ ને એ લોકોના માયાજાળ માંથી છોડાવી લેવો જોઈએ. આમતો કુંવરબા જાણતા હતા કે રઘુકાકા જૂઠું ના બોલે પણ એમને અંદર અંદર ક્યાયક તો એમ જરૂર લાગતું હતું કે આ માનસિંહ નું કોઈ કાવતરું ના હોય.એટલે એમને તરતજ એમના વિશ્વાસુ એવા માણસો ને બોલાવ્યા અને એમને રઘુકાકા દ્વારા જે કહેવામાં આવ્યું હતું એ શબ્દસહઃ વાત કરી જોકે આ વાત માનવામાં આવે એવી તો પેહલી નજર માં નહતી લગતી પણ જે પણ હોય મહેલ માં જઈને તાપસ કરતા માલુમ પડે.

કુંવરબા એ લોકો જોડે જવા માંગતા હતા અને એ પોતે પોતાની નરી આંખે આ વાત ની સત્યતા જોવા માંગતા હતા.એટલે એમને એમની ટુકડી ને જોડે આવશે એવી માહિતી આપી.કુંવરબા એ રઘુકાકા ને આદેશ આપ્યો કે તમે અહીં મહેલ માંજ રહો અને અજીતસિંહ ને સાચવો. હકીકત માં કુંવરબા નહતા ઇચ્છતા કે રઘુકાકા એમની જોડે આવે.

દસેક માણસો નો કાફલો લઈને કુંવરબા મહેલ તરફ ગયા.ગામમાં આવેલા ચબુતરા પાર બનાવેલી ટાવર ઘડિયાળ માં બરાબર બાર ટકોરા નો અવાજ આવ્યો.અમાસ ની એ રાત એકડેમ કાળી હતી એકદમ અંધારી રાત.ચારે બાજુ નીરવ શાંતિ હતી.ગામ માં લોકો ને વહેલાંજ ઊંઘી જવાની આદત હતી.અને આ વાત ની કોઈને જાણ નહતી અને કુંવર બા ઇચ્છતા હતા કે કોઈને આ વાત ની જાણ ન થાય.

કુંવરબા નો કાફલો એક ડેમ સફાઈ થી નદી કિનારે આવેલા મહેલ માં પહોંચી ગયો. મહેલ માં તો કઈ દેખાયું નહિ પણ એમને ઉપર કઈ આવાજ આવ્યો.એટલે કુંવર માં હાથ માં ખુલ્લી તલવાર સાથે એ દિશા માં આગળ વધ્યા.જેમ જેમ આગળ વધતા હતા એમ એમ એમને આ અવાજ એમની નજીક આવી રહ્યો હતો.

કુંવરબા એમના માણસો સાથે ઉપર આવેલા રૂમ ના દરવાજા ની બહાર ઉભા હતા.એવામાં એમને છુપાઈને અંદર નો નજારો જોયો તો એમની આંખો ફાટી ગઈ.ત્યાં એક ટેબલ પડેલું હતું અને એ ટેબલ પર એક છોકરી એકદમ નગ્ન અવસ્થા માં સૂતી હતી.એના શરીર પર એક પણ કપડું નહતું એના બંને હાથ અને પગ ટેબલ સાથે દોરી થી બાંધેલા હતા.અને એની ચારેતરફ એક કુંડાળું દોરેલું હતું. એ કુંડાળું માણસો ની ખોપડીઓ નું હતું.અને ત્યાં એક અઘોરી હાથ માં એક કટાર પકડી ને ઉભો હતો.

ત્યાં રૂમ માંથી એકદમ ગંદી વાસ આવતી હતી. અઘોરી બાવો પણ અર્ધ નગ્ન હાલત માં કોઈ વિધિ કરી રહ્યો હતો અને એની સાથે આ વિધિ માં કોઈ સ્ત્રી એની મદદ કરી રહી હતી.માનસિંહ નત મસ્તક ત્યાં પૂતળા ની માફક ઉભો હતો.અઘોરી એ કટાર ની કિનાર પર લીંબુ લાગ્યું અને લીંબુ માંથી લાલ કલર નું કઈ પ્રવાહી નીકળવા માંડ્યું.અઘોરી એ હાથ માં એક ખોપડી લીધી જેમાં કદાચ લોહી હતું.અને એ કટાર ને લોહી માં ડાબોડી અને રૂમ માં ચારે તરફ છંટકાવ કર્યો. અઘોરી હવે કદાચ પેલી છોકરી ની છાતી માં કટાર ઘોપી દેશે આવું કુંવરબા ને લાગ્યું એટલે એ વીજળી વેગે રૂમ માં ગયા અને એકજ ઝટકા માં પેલા અઘોરી નું સર ધડ થી કલમ કરી નાખ્યું.પ્રહાર એટલો જોરથી કરવામાં આવેલો કે આંખ ના પલકારા પહેલા તો સર અલગ અને ધડ અલગ.અને ત્યાં રહેલા લોકો કઈ સમાજ ના પડી કે સુ થયું અને રૂમ માં લોહી ના ફુવારાઓ થયા.