Tunki Vartao - 1 in Gujarati Short Stories by Vijay Shah books and stories PDF | ટૂંકી વાર્તાઓ - 1

Featured Books
Categories
Share

ટૂંકી વાર્તાઓ - 1

ટૂંકી વાર્તાઓ

ભાગ - 1

વિજય શાહ

1 - આપણા સૌની શ્વેતુ

જયારથી ધારીણી લગ્ન કરીને આવી ત્યારથી ઘર કેમ ચલાવવુ એ બાબતે પ્રફુલભાઇના સુચનો વધી ગયા હતા.

“અરે ત્યાં સુધી કે ,બ્રાંડેડ જ ખરીદાય અને સેલના કપડાં તો ના ખરીદાયવાળી વાતોથી અપૂર્વનું ભેજુ ભરમાવવાનું શરુ કરેલું. આમ કરીને નિવૃત્તીના આરે આવી ઉભેલા અપૂર્વના પપ્પાની વાતો કાપવા મથતા.”

બાપાને ઉવેખતો અને સસરા પ્રફુલભાઈને સદા સાચા માનતો. અપૂર્વ ને ઝંઝટ નહોતી જોઇતી.ખાસ તો ધારીણી ને સમજાવવુ સહેલું પડતું. બાપા તો હજાર ભય બતાવે અને થવા પાત્ર કામ થવા ના દે. અપૂર્વ જ્યાં કામ કરતો ત્યાં પણ બાપાનો ફોન આવતો અને કાયમ કંઇકને કંઇક સલાહો દેતા તેથી એક વખત ગુસ્સામાં કહી દીધું, “બાપા તમને જ્યાં સમજ ના પડે ત્યાં ડહાપણ ડહોળ્યા કરો છો ને તેથી તમારું માનવાનું મે બંધ કર્યુ છે સમજ્યાને !”

“ભલે માનીશ ના, પણ સાંભળજે”

“જે વાત માનવાની ના હોય, તે સાંભળીને ફાયદો શું?”

“સારુ તને જ્યારે જરૂર લાગે ત્યારે ફોન કરજે, મારો ૪૦ વરસનો અનુભવ કહે છે

૧)દેવુ કરીને ઘી ન પીવું અને

૨)સૉડ હોય તેટલી જ ચાદર તાણવી.

૩) છેલ્લી વાત ત્રેવડ ત્રીજો ભાઇ તેથી દેખા દેખી ન કરવી.”

“સારુ પપ્પા એ બધી વાતો ભારતની છે. અત્યારે અમેરિકામાં તો જેટલું ક્રેડીટ કા વધુ વાપરો તેટલું વધુ સારું.”

“પૈસાની વાતો બધેજ એક સરખી ભારત હોય કે અમેરિકા. ક્યારે જરાસરખી ચૂંક પડશે તો ક્રેડીટ માં નોંધાઇ જશે.”

“પ્રફુલ જેમ કહે તેમ જ કરે છે આ છોકરો પણ ક્રેડીટ કાર્ડ પર હપ્તે ચઢી ગયોને તો વ્યાજ ૨૪% લાગશે.”

બાપાનો બડ્બડાટ સાંભળતી બા બોલી, ”હવે તમે જીવ શું કામ બાળો છો? તમારી ફરજ સમજીને તમે કહ્યું. ઘોડાને વાવ સુધી લવાય પણ પાણી તો તેણે જ જાતે પીવુ પડે ને? વાર્યા ના વળે તે હાર્યા વળે”

“હા. તે તો છે જ.પણ આપણી ફરજ તો ભુલ ના કરે તેથી ટકોર કરવાની ખરું ને?. “

ધારિણી કહે તેમ અને કહે તેટલું જ ઘરમાં આવે અને બાપાનો જીવ બળે. વધેલું પાછું નહીં આપવાનુ પણ ટ્રેશ કરવાનું. અરે ભાઈ જરુર હોય તેટલું જ લાવો ને ! બાપાની ફરજોને કચ કચ માનતી ધારીણી અને પ્રફુલભાઇએ આખરે બાપા અને બા ને ઘરડાઘર બતાવ્યું ત્યારે બોલ્યા” હાશ! હવે આપણું રાજ.”

અપૂર્વ માનતો કે નાના હતા ત્યારે અમને ડે કેરમાં તમે મુકતા ત્યારે તમારી દલીલ હતી ને કે સરખી ઉમરના સાથે રહે તો તેમને પણ ગમે. બસ તેમ જ તમે સરખી ઉમરના સાથે રહો !

ચારેક મહિના ગયા હશે અને માધવી અને પ્રફુલ આવીને અપૂર્વનાં ઘરમાં પરમેનંટ થઈ ગયા. અમને તો નાનકડી શ્વેતામાં ધારીણી જ દેખાય છે. તેના સિવાય ગમતું નથી. તેના ફોટાનું કોલાજ બનાવવુ છે.

“ અમેરિકામાં અમેરિકાની જિંદગી જીવો. આ શું, અહીં પણ ભારતની જેમ ઘરમાં ખાવાનું બનાવાનું ?

લંચમાં પીઝા, પાસ્તા કે ટાકો બેલ ખાઈ આવવાના. નહીં વાસણની ઝંઝટ કે નહી તેને સાફ કરવાના. સાંજે ડીનર વ્યવસ્થીત કરવાનું. વેરાઈટી ખાવા મળે અને શ્વેતા સાથે રમવાનો બંને ને સમય મળે. આ શું ચુલો અને કચરા પોતું, દર અઠવાડીયે મેઈડ બોલાવી લેવાની એટલે પત્યું.

“પૈસા કોને માટે બચાવવાના? ઘડપણે સોસિયલ સિક્યોરીટી અને મેડી કેર મળવાના જ છેને?”

વર્ષમાં એક વખત ફાધર ડે અને મધર ડે ના દિવસે અપૂર્વને યાદ આવતું ,મારા ઘરડા મા બાપ રીટાયર હોમમાં છે ત્યારે શ્વેતાને લઇને તે મળવા જતો. બાકી ટાઇમ જ ક્યાં છે?

જો કે બાપાએ તો હવે બોલવાનું છોડી દીધું છે. છોકરા અમેરિકન થઇ ગયા છે. શ્વેતા પણ બ્રાઉન પડીકાની આદિ થઇ ગઈ છે. તેનું શરીર પણ ફુલી રહ્યું છે. એ હાલત અપૂર્વની પણ છે. ક્યારેક અપૂર્વનું મન મમ્મીનાં હાથની રસોઈ ખાવા તરસી જાય. ખાસ તો ભીંડાનું ભરેલુ અને રવૈયાનું શાક. હોટેલમાં બધું જ મળતું હોય. પણ મમ્મી કોઇ જુદીજ રીતે બનાવતી. ધાણાજીરૂ અને કોપરુ ભરપેટ વાપરતી. ધારીણીને એ બનાવવાનો બહુજ કંટાળો આવતો.

સમય જતા માધવી બેન અને પ્રફુલભાઈ ઘરની દરેક બાબતોમાં માથુ મારતા. અપૂર્વ કમાવામાં ગળાડુબ હતો એટલે આ વાત પહેલા મદદ લાગતી હતી..પણ તે લોકોની અંગત બાબતોમાં જ્યારે સુચનો થતા ત્યારે અપૂર્વ છછેડાઇ જતો.અને કહેતો આપ વડીલ છો તેથી આપના સુચનો સહી લઉં છું પણ એનો અર્થ એમ નહીં કેતે વાત મને ગમે છે. હા તમારે મને તમારી વાત માટે આગ્રહ નહી કરવાનો. અને પ્લીઝ શ્વેતા માટે કે ઢારીણી માટે શું સારુ છે અને શું ખરાબછે તે મને વારંવાર કહેવાની જરૂર નથી.તમારી વાતોથી અને ખાસ કરી વારંવાર કહેવાતી વાતોમાં મને ચીઢ ચઢતી હોય છે.

ધારીણી કહેતી “પપ્પા એમને એકેની એકવાત એમના પપ્પા કહેતા ત્યારે તેમને આવી જ ચીઢ ચઢતી.”

ત્યારે તો પ્રફુલભાઈ ગમ ખાઈ ગયા પણ કહે છે ને કે સાઠે બુધ્ધી નાસે બસ તેમજ જ્યારે ને ત્યારે તેમનાથી બોલ્યા વીના ના રહેવાય..અને અપૂર્વ ઘાંટો પાડે ત્યારે કહે નાના મોટાનું માન નથી રાખતો. અપૂર્વ ધારીણી ને કહે પપ્પાને જરા સમજાવ કે ભાભો ભારમાં તો વહુમા લાજમાં. મને મારા બાપા પણ કહેતાને તો હું અકળાઇ જતો.

જ્યારે ઘરમાં પ્રફુલભાઇ સાથે રક્ઝક થતી ત્યારે તેને બાપા યાદ આવતા.અને બાપાની વાતો યાદ આવતી.એમની વાતો બેઠી ધારની વરસાદ જેવી હતી.તેમાં વર્ષોની વાતો નો નિતાર હતો. છોકરાને શું કરતા અનુભવોનું ભાથું ભરી દઉં કે જેથી કોઇ પણ હાલતમાં તે દુઃખી ન થાય. જ્યારે પ્રફુલભાઇ ની દરેક વાતોમાં એમનું હીત વધુ હતું. સામાન્ય રીતે તો તે આંખ આડા કાન કરતો.પણ બ્રાંડેડ વાતોનો આગ્રહ જ્યારે માઝા પકડતો ત્યારે તેઓનાં મન નો ચોર પકડાતો.

દસેક વર્ષે પરિસ્થિતિ બદલાઈ અમેરિકાની નોકરીઓ હાયર અને ફાયરના કાયદાથી ચાલતી હોય છે. બહુ સામાત્ય નિયમ છે. તેથી નોકરી છુટી ગયા છતાં ધારીણી નો હાથ સાંકડો ન થયો. બધી નોકરીઓ અમેરિકામાંથી બહાર જવા માંડી અને હવે એકલું ફાયર જ થતું અને હાયર ન થતું.ખર્ચા ચાલુ અને આવક આછી.

છ મહીના થયા અને કૉલ સેંટરમાંથી કૉલ આવવાનાં શરુ થયા ત્યારે આંખ ખુલી. અપૂર્વ જોઇ રહ્યો હતો. પ્રફુલભાઇની બાંસુરી પણ બદલાઇ હતી.બીલોમાં આવતુ વ્યાજ નો દર જોઇ ને છક્કા છુટી ગયા. પ્રફુલભાઇ કહેતા હતા ક્રેડીટ કાર્ડ ઘસતા પહેલા ખબર નહોતી કે મહીના પછી પૈસા ભરવાના થશે?

પહેલી વખત સખત ઝટ્કો વાગ્યો. એક તો ક્રેડિટ કાર્ડવાળા પાછળ પડ્યા છે. તેમાંથી બહાર નિકળવાનો રસ્તો બતાવવાને બદલે મને જ ડામ? આવા કપરા વખતે તેઓ ધારી શક્યા હોત તો કહી શક્યા હોત,’ અપૂર્વ મારી પાસે સગવડ છે હું તમને જોબ મલે ત્યાં સુધી મદદ કરીશ’. પણ આવી અપેક્ષા બાપા પાસે કરાય. સસરા પાસે ઓછી થાય? પ્રફુલભાઇ અને સાસુમાનો કોલાજ પ્રોજેક્ટ પુરો થતો જ નહોતો. તેમને હવે થોડો ચમત્કાર બતાવવાની જરુર હતી.

એક દિવસ વાત વાતમાં ધારીણી ને કહ્યું “પપ્પા અને મમ્મી હવે ચાર ધામ પ્રવાસે જાય તો કેવું? શ્વેતા મોટી થઈ ગઈ છે અને…”

“એટલે?”

“એટલે એમ કે હવે તેમણે દેશનાં ઘર સાચવવા અને પાછલી ઉંમરનું ધરમ ધ્યાનપણ કરવું જોઇએ ને?” “ એમને ત્યાં ના ફાવે હની!” “ ભલે ના ફાવે ત્યારે જોઇશું પણ મેં તો તેમને માટે ચાર ધામની યાત્રાની ટીકીટ કઢાવી છે. આ સોમવારે કાંતીકાકાનો સંગાથ છે. વડોદરા નું ઘર પણ મરમ્મત માંગે છે તો ભલે એકાદ વર્ષ તે બધું કરી લે. અને હા ટિકીટનાં પૈસા ભારત જઈને આપવાના છે તેથી તેમને જમાઈએ જાત્રા કરાવી તેવું ના લાગે. બરોબર.”

ધારીણી, “અપૂર્વ આ તું સારું નથી કરતો.”

જો ધારીણી તારુ ધાર્યુ બધું દસ વર્ષ કરી લીધું અમેરિકન બની ને જોઇ લીધુ. હવે કેટલાક કામો મારે ભારતિય બની ને કરવા રહ્યા.” પહેલી વખત ધારીણી અપૂર્વની દ્રઢતા જોઇ ડગી ગઈ.

“નોકરી છુટી ગઈ.પછી ખર્ચામાં સહેજ પણ હાથ સાંકડો કર્યો છે? અને પાછા કહે છે ક્રેડીટ કાર્ડ ઘસતા પહેલા ખબર નહોતી કે મહીના પછી પૈસા ભરવાના થશે? મારા બાપા આ જગ્યાએ હોતને તો આ પરિસ્થિતિ તો આવત જ નહીં અને આવી હોતને તો તર્ત જે કંઈ હોત તે આપી દેત.” અપૂર્વના અવાજમાં કડકાઈ ડોકાતી હતી. થોડી વારનાંમૌન પછી તે આગળ બોલ્યો.”એક તો નોકરી છુટી ગઈ હતી અને જેટલું વ્યાજ ભરે તેટલું જ વ્યાજ બીજે મહીને ક્રેડીટ કાર્ડમાં બોલે.પ્રિન્સીપલ તો ઘટવાનું નામ જ ન લે. ઘરનો હપ્તો ભરવાનો. કાર નો હપ્તો ભરવાનો અને બચત જેવું તો ક્યાં હતુ? અને આ મારું અને શ્વેતાનું વજન કુદકે અને ભુસકે વધે છે તેથી બ્રાઉન પડીકા બંધ અને રસોડુ ચાલુ કરો.”

બાપાના શબ્દો મનમાં ગુજવા માંડ્યા,” સૉડ હોય તેટલું તાણીએ અને દેખા દેખી નહીં કરવાની.ત્રેવડ તો ત્રીજો ભાઈ છે’.

અપૂર્વે ધારીણીનું ક્રેડીટ કાર્ડ લઈ કાતર થી કાપી નાખ્યું ત્યારે ધારીણી બોલી

“તમે પણ તમારા બાપાના જ દીકરાને ?”

“ જો સાંભળ. એમનું સાંભળ્યુ હોત ને તો આ કોલ સેંટરના કૉલ આવતા ન હોત.” થોડો સમય મૌન રહી તે ફરી બોલ્યો “તારા બાપાને સાંભળ્યા ત્યાર પછી કાર્ડ ઘસવાની લત પડી. તેઓ જ કહેતા હતા ને કે અમેરિકન ઇકોનોમી સ્પેંડીંગ ઇકોનોમી છે. પણ બાપા કહેતા હતા ને ,’સૉડ હોય તેટલું તાણવું’ નહીં કે બેકે ધીરેલા પૈસા મફતના છે તેમ સમજવું. કહે કોણ સાચુ?”

ઝાપટુ તો જોર બસ અમથું બતાડે છેજે ધીમી ધારે પડે છે એ ઉગાડે છે.– પંકજ મકવાણા

રવીવારે સાંજે વેવાઇ ચારધામની જાત્રાએ જવાના છે. તેમને વળાવવા અને શાંતિથી જાત્રા કરવાનું કહેવા બા અને બાપાને અપૂર્વ ઘરડાઘરમાંથી તેડી આવ્યો. ધારીણીનું મોં ચઢી ગયું હતું. પણ મૌન રહી, કારણ તે સમજી ગઈ હતી કે કોણ સાચું હતું.

સોમવારે નીકળતા નીકળતા સસરાજીનાં પગ પકડી ને માફી માંગતા અપૂર્વ બોલ્યો-” સસરાજી બોલ્યું ચાલ્યું માફ કરજો.અને હેત પ્રીત રાખજો”.મનમાં હાર્યા ખેલાડીની જેમ તેઓ બોલ્યા “હા તમે પણ બોલ્યુ ચાલ્યુ માફ કરજો.” તેમના મનમાં પ્રતિભાવ ઉઠતા હતા.જમાઇ તો પારકા.આંગળી થી નખ છેવટે તો વેગળાજ ને? માધ્વી બેને પણ બા અને બાપાને પગે લાગતા કહ્યું શ્વેતાને તમારી પણ જરૂર છે. ધારીણી કંઇ ભુલચુક કરે તો સાચે માર્ગે વાળજો.ગમે તેમ તો અપૂર્વ કુમાર અને ધારીણી બંને આપણા સંતાનો છે. શ્વેતાને વહાલ કર્યું

બાપા કહે “સંતાનો આપણું જ લોહી છે જ્યારે ઉછાળો મારશે ત્યારે સાચો જ ઉછાળો મારશે..આપ ચારધામ ફરીને આવો પછી જો હયાત હોઇશું તો હેતે પ્રીતે સાથે રહીશું નહીતર સૌને ઝાઝા જુહાર..તમારો જમાઇ એકનો એક્ છે અને અમારી પણ વહુ એકની એક છે.અને આપણા સૌની શ્વેતુ પણ એકની એક છે.”

ચારેય દાદા અને દાદી શ્વેતા સામે જોઇ રહ્યા હતા.

***

2 - નીનાભાભીનાં ઉપવાસો

આમ તો નીનાભાભી સાથે વાતો ફોન ઉપર જ થાય.કદાચ વીસેક વર્ષ પહેલા તેમની દીકરીનાં જન્મદિનની ઉજવણીમાં ભેગા થયેલા તે આ વખતે ફોન કરીને મળવા આવ્યા..ત્યારે સ્વભાવગત જ મારા મોંમાંથી નીકળી ગયુ

“ભાભી! તમે તો છો તેવાજ છો ને!”

“ લ્યો દીયરજી તમે પહેલા એવાં નીકળ્યા જેને મારું વધેલું ૨૦ પાઉંડ વજન ના દેખાયુ.”

“ ખરેખર ભાભી? મને તો ખરેખર આપણી તૃપ્તિનાં ૬ વર્ષની પાર્ટી વખતે જેવાં હતા તેવાં જ દેખાવ છો. મને યાદ છે તમે પીલા કલરનું રેશમી પંજાબી પહેર્યું હતું.. અને મેંગોનોં એવોજ સરસ શીખંડ બનાવ્યો હતો.. મને તે વખતે તે બહું જ ભાવ્યો હતો”..મેં વિગતે કેફિયત આપી

“ એ બધીજ વાત સાચી પણ તમને આજે જે આંખે જે દેખાયુ તે સાવ જ ખોટૂં..” નીનાભાભી એ તેમના સદા બહાર હાસ્ય સાથે જાણે માઇકમાં એનાઉન્સ કરતા બોલ્યા…પછી સહેજ શાંત થતા બોલ્યા મારો ઇન્સ્યોરન્સ કંપની વાળો ૨૦ રતલ ઘટાડવા ૨૫૦ ડોલરનો મને વીડીયો મોકલીને વધેલા વજન નાં ગેર ફાયદા સમજાવતા ૧૨ વીડીયો મોકલ્યા છે અને પછી શરુ કરી છે ઉપવાસ્ની તપસ્ચર્યા…જે જોઇને આવતા મહિનાની વીસમી તારીખે વીસ રતલ વજન ઘટી જવું જોઇએ..”

“ વાઉ! ભાભી તમે તો વટ પાડી દેશો”

“ વટ બટ તો ઠીક પણ આ તૃપ્તિની સાસુ જોડે સ્પર્ધા છે.. એમના માટે લીધેલા કપડા તેમને આવી જાય તેથી તેઓ શરીર ઘટાડે છે જ્યારે મારા જાન્યુઆરીમાં સીવડાવેલા કપડા આજે તો મને ચઢતા પણ નથી તેથી વીસેક પાઉંડ ઘટાડવાનો પ્રોગ્રામ લીધો છે.”

“ભાભી ભલે પણ ચા લેશો કે આઇસ્ક્રીમ?” મંદાએ વિવેક કર્યો

“ એ તો રામાયણ થઈ છે દિવસમાં જેને છ વાર જમવા જોઇએ તેને ડોક્ટરે ના કહી બહું કકડીને ભુખ લાગવા દેવાની અને દિવસમાં બે જ વાર ખાવાનું અને તે પણ પેટ ભરીને ઓડકાર આવે તેવું તો નહીં જ. વળી કેલેરી કાઉંટ તો કડક બે થી ત્રણ હજારનો કાઉંટ ઘટાડીને બારસો કરવો તે કંઇ સહેલ વાત તો નથીને?”

“પણ ચા કે આઇસક્રીમ ખાવાનું થોડૂં છે?”

“ હા પણ પછી શરીરને છેલ્લા બે મહીનાથી કેળવ્યુ છે તે ટેવ બદલાઇ જાયને?”

“ ભારે કરી ભાભી તમે તો.હવે વેવાણ સાથે શરીર ઉતારવાની સ્પર્ધામાં અમરા ભાઇએ તમારે માટે જે ખાવાનાં ભંડારો ભર્યા છે તેને ખાલી થવા દેતાં જ નથી.”

ક્ષણેક મારી તરફ નજર કરતા બોલ્યા…” દીયરજી હવે તો આબરુનો સવાલ છે. કાંતો આ પાર કે પેલી પાર..

“ભાભી આ સુખનું વધેલું શરીર છે ભુખ્યા રહીને ઉતરી તો જશે પણ તૃપ્તિનાં લગ્ન પછી પારણે ડબલ ઝડપે વધી જશે તો?” દેરાણી મંદા ટહુકી

“ એવુ તો વીડીયોમાં કશું બતાવતા નથી એટલે પારણા નિર્જળા કરીશું શરીર વધે જ ના.”

“ પણ ભાભી પારણું તો એક જ દિવસ પણ પછી છ વખત ખાશો તો નક્કી જ બે અઠવાડીયામાં જ્યાં હતા ત્યાં આવી જશો..’હું ભાભીની મશ્કરી કરવા નહીં પણ મને ચિંતા થતી હોય તેમ ઠાવકાઇ થી બોલ્યો”

“ દીયેરજી વાત તો તમારી સાચી છે પણ આ બળ્યુ મોહન થાળ અને મગજની લાડૂડી ખાધા વિના ચાલતું નથી એટલે જમવાનું પતે એટલે પ્રસાદ છે એમ કહીને આરોગી લઉં છું. શું કરું?

મંદાએ ફરી વિવેક કર્યો “ ભાભી તમારા ભાઇ દેશી રાજભોગ આઇસક્રીમ લાવ્યા છે. થોડોક પ્રસાદ સમજીને ન્યાય આપજો. હું લાવું છું” કહીને સોફા ઉપરથી ઉભા થવા ગઈ અને નીનાભાભીએ હાથ પકડીને બેસાડી દીધી..

” ના રાજભોગ છે તે તો બે પ્લેટ ખાધા વિના મોં ભીનું ય ના થાય. અને તું આગ્રહ કરે છે તો મારાથી ખવાઇ પણ જાય..પેલો ઇન્સ્યોરન્સનો પ્રોગ્રામ તો એજ કહે છે ગમે તેટલા પ્રલોભનો આવે પણ ૨૦ પાઉંડ વજન ઉતારવાનું છે તે નિર્ણય તુટ્વો ના જ જોઇએ..એટલે તું લાવ જ નહીં. લાવીશ તો ખવાઇ જશે..”

એમની ચકળ અવકળ થતી આંખોમાં તે લલચાઇ તો ગયા છે તેમ દેખાતું તો હતું જ..ત્યાં તેમના પતિદેવ અમિત બોલ્યા..”નીના.. તારે ખાવું હોય તો ખાઇ લે ને કંઇ મંદાને કે આસિતને ખોટુ નહીં લાગે.”.. પછી મંદા સામે જોઇને બોલ્યા “ હા તું તારે લાવને..રાજભોગનાં નામથી મને પણ તલપ લાગી છે.”

નીનાભાભી અમિત ઉપર ગુસ્સે થતા બોલ્યા “હા. મને વેવાણ સામે નીચા પાડવાનો સારો રસ્તો તમે લો છો.. લાજો જરા…અને તમારે પણ આઇસક્રીમ નથી ખાવાનો. તમારો પણ ડાયાબીટીસ વધી જશે.. સમજ્યા?”

મને લાગ્યું કે મંદાનાં રાજભોગને કારણે પતિ પત્ની વચ્ચે જંગ છેડાઇ જશે…અમિત જરા લાડમાં બોલ્યો.. મંદા એક જ પ્લેટ લાવ અમે બંને જરા મોં ભીનુ કરી લઇશું. પણ પ્લેટ જરા મોટી લાવજે હંકે આંખ મારતા અમિતે ટ્રીક કરી.

નીના તરત જ બોલી “ હા મંદા તારા જેઠજી એ તને જે આંખ મારી ને તે મને વાગી હં કે.’

આસિત કહે “ જો એક વાત સમજ તું આખો ડબ્બો લાવજે અને બે પ્લેટ જુદી લાવજે જેને જેટલું ખાવું હશે તે ખાશે…

મંદા અંદર ગઇ અને વાતોનાં તડાકા પાછા ચાલુ થયા..

“આ વખતે ભારત ગયા ત્યારે એક જબરી નવાઇ થઇ” નીનાભાભીએ નવો મુદ્દો કાઢ્યો.

“અમે ગોવાની ટુરમાં હતા અને નવસારી પાસે ફ્રુટની લારીમાં અમે હનુમાન ફળ જોયું.”

મારાથી ના રહેવાયુ એટલે જરા હસ્યો અને ભાભી બોલ્યા “તમને નવાઇ લાગીને?

“હા.. હવે ટાઢાપહોરની હાંકવાની શરુઆત કરી..સીતાફળ હોય.. રામ ફળ પણ હોય.. પણ હનુમાન ફળ?’”

“ હા હનુમાન ફળ હોય.. સીતાફળ ની સાઈઝ આટલી હોય કહીને એક હાથનો ખોબો બતાવ્યો.. રામફળ તેના જેવું જ પણ થોડું મોટું હોય જ્યારે હનુમાન ફળ બેઉ હાથ પહોળા કરીને બતાવ્યું..”

હવે સ્તબ્ધ થવાનો વારો મારો હતો ત્યાં અમિત બોલ્યો “ફણસ ને હનુમાન ફળ કહે છે” ઘરમાં સૌ હસી રહ્યા હતા..નીના ઝંખવાતી ફરી બોલી ફણસ નહીં હનુમાન ફળ..અને મારી સહેલી કહે આનું સેવન કરવાથી શરીર ઉતરે.” અને હાસ્યનો ગુબ્બારો ફરી ઉઠ્યો.

મંદા આઇઅસ્ક્રીમનો ડબ્બો અને બે મોટા કાચનાં વાટકા અને ચમચી લઇને રૂમમાં આવી.

મંદાનું પીયર બારડોલી તેથી તેને ખબર હશે તેમ માની ને ડુબતાને તરણુ મળે તેમ ઝડપ મારીને મંદાને કહ્યું “ આ જોને આસિત મારી મશ્કરી કરેછે હનુમાન ફળને ફણસ કહે છે તું જ કહે હનુમાન ફળ તેં ખાધા છે ને?”

મંદાને માથે ધર્મ સંકટ આવ્યુ તે કહે “ હા સીતાફળ કરતા બમણા કદનું અને એક્દમ મીઠી પેશીઓ વાળુ ફળ હોય છે.અને વાંદરાઓ તેના ઉપર જ જીવતા હોય છે…મંદાએ હળવેકથી કહી દિધું કે તે માણસ નો ખોરાક નથી.

અમિત જરા ગંભિર થઇને બોલ્યો.” નીના ચાલ તું જીતી અને હું હાર્યો..આપણે રાજ્ભોગને માન આપીયે? તું ડબલ ખાજે જીતની ખુશીમાં ખાજે અને હું અડધો ખાઇશ હાર્યાની સજામાં…

“ ના હોં મારે અડધો કપ ખાવાનો અને તમારે બીલકુલજ નહીં”

“ ભાભી પછી તમારો કેલેરી કાઉંટ?”

“ હવે જીત્યાની ખુશી તો મનાવવી જ પડેને…?” “અને મારે પણ સજા તો ભોગવવી પડેને?”

બધા હસતા હતા. અમારા લવાણામાં પછી તો લે ને મારા સમ કહીને એકમેકને ખવડાવતા ભાઇ અને ભાભી રાજ્ભોગ ને આરોગવા બેઠા ત્યારે પાઉંડ રાજ્ભોગ પુરો થઇ ગયો હતો અને ભાભી સહેજ ખચકાતા બોલ્યા અમીતેં મારા ઉપવાસો તોડાવી નાખ્યા.એટલે હારીને તે જીત્યો પણ મઝા આવી..

***

3 - સો વર્ષ

ફોનની ઘંટડી રણકી સામો છેડો બોલ્યો ” સો વર્ષની ઉંમર થવાની છે હમણાજ તમને યાદ કર્યા…”

બીજો છેડો બોલ્યો ” પ્રાર્થના કરો કે સેવા કરવા વાળા પણ સાથે સો વર્ષ જીવે.”

બંને છેડા પ્રસન્ન હતા..

***

4 - સામે ઘેર

ભાવુક મમ્મી સામે ઘેર મિત્રને ત્યાં sleep over માટે જતા પૂત્રને લાડ કરતા બોલી “તું ના જા”

“કેમ મમ્મી?”

“ બસ ના જા ને. મને નહીં ગમે..”લાડ કરતા કાલા અવાજે બોલી.

નટખટ દીકરો ઠરેલા અવાજે બોલ્યો “ મમ્મી હું કંઈ બેટલ ફીલ્ડમાં લઢવા નથી જતો,.. અહીં સામે ઘેર જ જઉ છું”

***

5 - હીણપતનો ઉંડો શ્રાપ

ઊમાને છેલ્લા મહીના જતા હતા.

રોનક્ને તેના” ગે” મિત્ર ચિરાગે કહ્યું “ રોનક! તારા જેવાએ તો “ગે” ટેસ્ટ કરાવી લેવો જોઇએ.”

“પણ કેમ?”

“ યાર ખબર પડેને કે પત્ની વફાદાર છે ને?”

“ અલ્યા ગાંડા ભઈલા તે કેવી રીતે ખબર પડે?

“ તું “ગે” હોય તો તને સંતાન થાય જ કેવી રીતે?

પુત્રીનાં જન્મ દિવસે “ગે “ ટેસ્ટનું પરિણામ હકારાત્મક આવતા રોનક વિફરી બેઠો. “ ઊમા! તું ચરિત્ર હીન છે હું “ગે” છું તો મારું આ બાળક કેવી રીતે હોય?

સુવાવડ માટે આવેલી ઉમાની મા ડૉ પાર્વતી બોલ્યા

“પણ “ગે” એ તો માનસિક રોગ છે.. શારીરિક નહીં..”

“ચાલો પેટર્નીટી ટેસ્ટ કરાવીયે..”

પેટર્નીટી ટેસ્ટ કરાવીને ડૉ પાર્વતી તો દીકરી અને પૌત્રીને પોતાને ઘેર લઇ ગઈ અને માનસિક ત્રાસ અને માનહાની નાં દાવા સાથે કૉર્ટ રાહે નોટીસ આપી.

પેટર્નીટી પરિણામ ઉમાની તરફેણમાં આવ્યું રોનક જ પુત્રીનો બાપ હતો

હવે રોનક ભર્યા કરે છે એલીમોની મની અને વેઠે છે હીણપતનો ઉંડો શ્રાપ

***

6 - પણ હું માથે નહીં ચઢુ

ભારતી બહેને બસમાં સૌને હસતા જોયા એટલે ચંપલની વાત કહેવાની શરુ કરી.

લગ્ન થયા પછી શરુઆતમાં સાસરે હેરાનગતિ તો થતી હતી..સાસરવાસો બતાવવાનો રિવાજ એટલે જાન ઘરે પહોંચે અને ઘર આખુ ભેગુ થઇને વહુ પિયરથી શું લાવી તે જોવાનો રિવાજ.. આમતો પાઠક (બ્રહ્મણમાં) આનું કંઇ મહતવ નહીં કારણ કે કંકુ અને કન્યા નો રિવાજ.. પણ મારા પપ્પાએ ઘણું કર્યુ હતું ૩૧ જોડ લુગડા દાગીના, ચંપલની બે જોડી સેંથીનાં સિંદુર સિવાય બધા જ સૌદર્ય પ્રસાધનો..થાળી વાટકાની ડઝન જોડ અને સાસરીમાં પહેલાવર્ષે કશું માંગવું ન પડે તેવું બધું જ હતું..

બે ચંપલની જોડી જોઇ પેલી જેઠાણી જે મને હેરાન કરવામાં નિષ્ફળ નીવડી હતી તેણે જોયું કે ચંપલ તો સરસ હતી અને કેરીની ડીઝાઇન સાથે સોનેરી જરી કામ શોભતું હતું એ બીજું તીર હતું

બાજુનાંઘરમાં આખુ કુટૂંબ બેઠુ હતુ અને સુહાગ શૃંગાર ઉતારી સહજ કપડે બાજુનાં ઘરમાં જવાનું હતુ.. ત્યાં તેડુ હતુ અને ભરત ઉતાવળ કરતો હતો

ચંપલ પહેરીને જ્યાં ચાલવા ગઈ ત્યાં હું ડાકી પડી..ગબડતી રહી ગઈ.. પણ ખોડંગાતી પહોંચી તો ગઈ પછી સમજણ પડી ગઈ હતી કે ચંપલમાં રમત થઇ હતી.. એક ઉંચી એડીની હતી અને બીજી સામાન્ય એડીની..

ખોડંગાવાનું અટકીને હળવે થી દસ ડગલા ચાલી ગઈ…ભરત તરત મદદે આવ્યા પાછળથી સામાન્ય એડીની ચંપલ લઇ આવ્યા…

જેઠાણી ત્યારે બોલ્યા “ભરતભાઇ બહુ માથે ના ચઢાવો.”

ભરત ને વહાલ્થી જોતા હું બોલી ” પણ હું માથે નહીં ચઢુ હં કે”

***

7 - હિંમતે મર્દા તો મદદે ખુદા,,,

ચાર્લ્સ લેક તરફ જતી સીનીયર સીટીઝન ની બસમાં થી ભારતી બેન ને કહેવામાં આવ્યું કે દાળ ની વાત કરો. આગળ માઇક પાસે આવી ભારતી બેને ૪૦ વર્ષ પહેલાની બીહારમાં તેમની કોલીયરીમાં લગ્ન ની શરુઆતની વાર્તા કહેવા માંડી.

અમારા ઘરમાં અને સાસરીમાં રસોડામાં તો મહારાજ જ રાંધતા હોય..પણ મારી જેઠાણીઓનાં કાવતરાનાં ભાગ સ્વરૂપે રસોઇ કરવાનું મારે માથે આવ્યું જો કે મારા પતિ ભરત મને મદદ કરવાના હતા તેથી હિંમત કરીને બટાકા બાફવા મુક્યા અને દાળ ચઢાવા મુકી.. બીજા ગેસ ઉપર ભાત ઓસાવા મુક્યો…

કુકરની ત્રણ સીટી થઇ પણ દાળ ચઢવાનું નામ જ નહોંતી લેતી તેથી ભરતે ગંભિર ચહેરે કહ્યું સોપારી નાખી દાળ ફરી કુકરમાં મુકી દે અને તે તેના કામે જતા રહ્યા.. આ બાજુ પપ્પાની પુજા પુરી થવાનાં ચિન્હો દેખાતા હતા અને કુકર ખોલ્યુ તો દાળ તો સબ સલામત હતી દાણો પીગળવાનું નામ જ નહોંતી લેતી એટલે મનમાં વિચાર્યુ..કદાચ એક સોપારી ઓછી પડતી હશે તેથી મુઠો ભરીને સોપારી નાખી અને કુકરનું પાણી બદલી ફરી કુકર ચઢાવ્યું.. શાક નાં છોડા કાઢ્યા અને સુકી ભાજી વઘારી..ભાત ઉતાર્યો ઢોકળુ ઉતર્યુ પણ કુકરમાં દાળ ચઢતી નહોંતી..

ચાકરનાં ક્વાર્ટરમાં કામવાળી કાંતાને ઘેર વાડકી લૈને હું ગઈ અને કહ્યું બેન દાળ આપને.. પતિનાં ભાણામાં પીરસેલી દાળ વાટકામાં ઠાલવી ઘરે થાળીમાં મુકી રોટલી કરવા માંડી ત્યારે સસરાજી પધાર્યા…સાથે જેઠાણીઓ પણ આવી તમાશો જોવા

દાળનોં પહેલો સબડકો લેતાજ સસરાજી બોલ્યા.. “કોણ કહેછે ભારતીને રસોઇ બનાવતા નથી આવડતી?’

વાર્તા સાંભળતા બસનાં શ્રોતાઓનો પ્રશ્ન હતો કે સોપારીની દાળનું શું કર્યુ?

“જેઠાણીઓ નો પણ આજ પ્રશ્ન હતો..” મેં તેમને ટ્રેશ કેન બતાવી દીધું અને સૌ હસતા હતા…..

ભરતને આ નુસખો બતાવનાર જેઠાણીનું મોં જોવા જેવું હતું પણ હું ખુશ હતી કારણ કે હિંમતે મર્દા તો મદદે ખુદા,,,

કંઠી-વિજય શાહ

કેવી રીતે સંતોષું કહો એમની ભારેખમ માગણીને?જેણે ધરાર અવગણી છે મારી લીલીછમ લાગણીને.

નટવર મહેતા

અલકનંદાને તે અલક કહેતો તેને તે નહોંતુ ગમતુ તેને ગમતુ હતુ તેનું મુખ્ય લાંબુ લચક નામ અલક નંદા…ક્યારેક વહાલથી નંદુ કહું તો પણ તેને ન ગમે.અને કહે મારું આટલુ સરસ નામ તમે કેમ બગાડો છો? તમે મને અલક નંદા જ કહો કોઇ પણ ટુંકાણ મને નથી ગમતુ….જેમ તમારુ નંદી વર્ધન નામ જ સરસ છે નંદુ કે નંદી કે વીધુ મને ના પસંદ છે

અરે પણ આટલું લાંબુ નામ બોલતા સુધીમાં તો વહાલપનું ઘી પીગળી જાય છે તે કેમ સમજતી નથી?બંને સાથે સ્કુલમાં ભણ્યા અને રાસ ગરબાની સુંદર જોડી..ઢીંચ લેતી વખતે તો આખુ ગામ મટકુ પણ મારવાનુ ભુલી જાય તેવી સરસ તેમની લચક અને એવી જ સુંદર લઢણ….

અલક્નંદાને હવે ચઢી છે. “તુ આ કલમના ચાળે ચઢ્યો છે તે હવે બંધ કર…તારા વેવલાવેડાથી મને તો હવે બહુ ત્રાસ થાય છે!”

જો આ વેવલાવેડાથી તને ત્રાસ કેમ થાય છે મને ખબર છે.. તને એમ છે કે હું સમય બગાડી રહ્યો છું..ના હું મારી લીલી છમ લાગણીઓથી તારી આરતી ઉતારુ છુ અને તને એમ છેકે તારી કવિતામાંથી હું “એક ફદીયો પણ પેદા નથી કરતો” એટલે તે સમયનો બગાડ જ છે. મને તો ઘડપણ માટે હજી વધુ પૈસા જોઇએ છે..સમય ના બગાડ….આજે જેટલા છે તેથી બમણા ત્રણ ગણા કે જેથી ઘડપણ નિરાંતે જાય…

“ શું તને સમજાવું? ઘડપણ તો આમ મીનીટનાં છઠ્ઠા ભાગમાં આવી જશે…હવે થોડોક સમય તારા આત્મા માટે કાઢ.. આ શૂં હૈડીયા પાટો કાઢ કાઢ કરે છે?

“ એટલે તો તને કહું છુ આમ સમય ના બગાડ”“ જો મારે કરવાના સમયે હું કામ કરુ છુ અને પૈસા પણ પેદા કરુ છુ…”“ આટલા જ ?”“ મને તો ઘણા અને પુરતા લાગે છે..”“ જા હજી તો આપણે ઘણું કરવાનું બાકી છે.”

“જો તારી રીતે તુ સાચી હોઇશ પ મારી પાસે મારા ઘડપણ પુરતુ રોકાણ પુરતું છે હવે તો તારે તારી ત્રીજી પેઢીને કંઇ આપીને જવુ હોય તો તે મારી પાસે નથી.”

“ પણ ચાલતી રાશમાં થોડો વધુ પ્રયતત્ન તો કર..

“ જો તારુ અને મારું દ્રષ્ટિબીંદુ એક નથી તેની આ વ્યથા છે. મને કલ્પનાનાં દુઃખોથી ડર્યા કરી આજને બગાડવી નથી તેથી તો કહું છુ કાલ ગયેલી કે આવનારી બંને માટે અફસોસ કે ચિંતા કરવી નકામી કારણ કે જતી રહી છે તે જતી જ રહી છે અને જે આવી નથી તેને માટે રુપાળી આજ ને બગાડવા સમી કોઇ મોટી મુર્ખામી નથી.”

“ રાજ્જા ! તો તુ મારું નહીં સાંભળે હેં?” બદલાયેલો ટોન નંદી વર્ધન પારખી ગયો“ તારુ સાંભળી ને તો ખુબ જ દોડ્યો..અને ભેગુ થાય તે બધુ કર્યુ.. પણ તોબા રે તોબા તારો અપેક્ષાનો ડુંગર તો કદી ખુટતો જ નથી… બસ હવે બહુ થયુ..થોડોક પો’રો ખા અને મને પણ ખાવાદે…મંદીની સીઝન છે ગમે તેટલુ દોડીશ તો પણ છું ત્યાંનો ત્યાં જ રહેવાનો છુ.”

“ નંદીવર્ધન જરા સમજ..”“ હું બધુજ સમજીને બેઠો છું.. સમજવાનું હવે તારે છે. મને ખબર છે કે જેટલું જીવ્યા તેટલુ હવે જીવવાનાં નથી ત્યારે હવે કરવા જેવા કામો જે આપણે ઠેલ્યા કરતા હતા તે પણ સાથે સાથે કરીયે તો કશું ખાટું મોળું થવાનું નથી.”

નંદીવર્ધન નિવૃત્તિ વાતો કરતો હતો તે અલક્નંદાને ગમતુ નહોંતુ અને તેમની દરેક વાતો નો અંત આમ જ આવતો.અલકનંદા પગ પછાડતી..કહ્યાગરા કંથ પાસે ધાર્યુ કરાવવા અવનવા ઉપાયો કરતી પણ પાણીનું નામ ભૂએક દિવસ વાતોમાં ને વાતોમાં અલક્નંદા બોલી તું આટલી ઝડપથી સંતોષાઇ કેમ ગયો નંદી?અને તરત જ નંદી વર્ધન નાં કાન ઉંચા થયા..”નંદી? શું થયુ નંદીવર્ધનનું?”“ હવે તને સમજાવવાના પ્રયત્નો કરીને થાકી તેથી હવે જાણવા મથું છું કે તુ શું સમજ્યો જે મને નથી સમજાતુ?”“જો તને જે લાંબુ આયુષ્ય અને ભવિષ્યની તકલીફો દેખાય છે ને તે મારે મતે નકામી છે કારણ કે મૃત્યુ ક્યારે આવવાનું છે તે તો ખબર નથી પણ “વધુ” “વધુ” ની દોડમાં તે જો કાલે જ આવી ગયુંતો કેટલુંક કામ જે કરવું છે તે રહી જવાનો સચોટ ભય મને જણાય છે”“ જેમ કે?”“ જિંદગી હવે આપણે આપણી રીતે બીજા દસ વર્ષ જીવી શકાય તેટલો પૈસો તો ભેગો થઇ ગયો છે. તારો અવાજ સારો છે. થોડીક તાલીમ લઇને આપણે જીવેલા અને સારા સંભારણા ને વાગોળવા એક સંગીત જલસો કરવો છે.“પણ માન કે આપણે વધુ જીવી ગયાતો?”“ હુંતો સ્પષ્ટ માનું છું કે મારી સાથે આવેલા આ રાજ રોગો મને દસ વર્ષ થી વધુ જીવવાજ નથી દેવાનાં…”“પણ હુંતો વધુ જીવીશને?”“ હું તો ઇચ્છીશ કે ચાલતા હાથ પગે જો સંસાર છુટી જાય તો તે પ્રભુની મોટી મહેરબાની….નર્સ અને ડોક્ટરનાં ઇન્જીક્શનો સાથે જીવવાને જીવો છો તેમ કહેવાય જ ના.”તુંતો જાણે સાધુ સંત જેવું જીવન જીવવાની વાત કરે છે.”“ હા તુ જો સાચી રીતે જોઇશ તો સમજાશે કે જેમ આપણે આપ બળે કમાયા છે તેજ રીતે આપણા સંતાનો આપ બળે કમાય છે?”“હા. પણ…“ પણ નો જવાબ મને એક વાર્તા એ આપ્યો.”“ કઇ વાર્તા?”

‘ભગવાને માણસને સંપૂર્ણ બનાવવા હ્રદય આપ્યુ. પણ શયતાને માણસ ને પરાજીત કરવા મન આપ્યુ જે હંમેશા દ્વિધા પેદા કર્યા કરે. દ્વિધાને કારણે જે ખરું હોય તે તો દેખાય પણ સાથે સાથે મન દલીલો પણ કરતું રહે..ભગવાને આવી દ્વિધાના સમયને ખાળવા હ્રદયને એક તાકાત આપી કે તેનો અવાજ હંમેશા પહેલો સંભળાય. જે સાંભળવાની જેને ટેવ પડી જાય ને તેના દુઃખ નો અંત આવી જાય.”

કંઇક શંકા સાથે અલક્નંદા નંદી વર્ધન ને જોઇ રહી.

નંદીવર્ધને કહ્યું “ મને ખબર છે કે હવે જેટલા પૈસા હું ભેગા કરીશ તે ડોક્ટરનાં ઘર ભરવા માટૅ છે..”

ચુપચાપ સાંભળતી અલકનંદાને વધુ સમજાવવા નંદી વર્ધને કહ્યું..એક વખત માણસ મરીને પ્રભુ ધામ માં ગયો. ચિત્રગુપ્તે ચોપડો ખોલીને કહ્યું તારી પાસે તારું કશું તો છે જ નહીં હું શું તારો હિસાબ કરું? પેલો માણસ કહે અરે! મેંતો ખુબ કમાઇને ખુબ ભેગું કર્યુ છે. ચિત્રગુપ્તે ચોપડો ખોલીને કહ્યું તુ અહીં આવ્યો ત્યારે તારા ખાતામાં કશું નથી..કારણ કે તેં કમાયા જ કર્યુ પણ ભોગવવા માટે તારી પાસે સમય જ બાકી રહ્યો નથી..તારા મર્યા પછી ધન બધુ કુટુંબીઓ લઇ ગયા..તારા હાથમાં તો પાપ જ રહ્યું પૂણ્ય તો કઈ ઉપાર્જીત જ ના કર્યુ.

“એટલે?”“એટલે ભેગું કરતા કરતા સાથે તેને ભોગવ.. કો’કને કંઇક આપી પૂણ્ય સંચય કર.”

કહેતા તો કહેવાઇ ગયું પણ અલક્નંદાનાં પ્રતિભાવની કલ્પના જે હતી તેના કરતા જુદો જ હતો.. તે બે હાથ જોડીને બોલી “ હે નંદીવર્ધન મહારાજ..ચાલો આજથી તમારી કંઠી મેં બાંધી”

***