Tamara vina - 15 in Gujarati Fiction Stories by Gita Manek books and stories PDF | તમારા વિના - 15

Featured Books
Categories
Share

તમારા વિના - 15

પ્રકરણ - ૧૫

‘તિચા આયલા... આલી પરત હી... હ્યાલાં દૂસરા કાહી કામ ચ નાહી કા?’ (એની માને... આવી ગઈ આ પાછી... આને બીજું કંઈ કામ જ નહીં હોય) કાન્તાબેનને પોલીસસ્ટેશનમાં પ્રવેશતાં જાઈને સબ-ઇન્સ્પેક્ટર રાનડે બબડ્યો.

‘આ ઉંમરે તે બીજા કોઈના શું કામમાં આવવાની?’ ઇન્સ્પેક્ટર બર્વેએ આંખ મીંચકારતાં સૂચક રીતે કહ્યું. તેમનો સંવાદ કાન્તાબેનના કાને પડ્યો. તે આ સાંભળીને સમસમી ગયાં, પણ તેમણે જાણે સાંભળ્યું જ ન હોય એેવો ડોળ કર્યો. સબ-ઇન્સ્પક્ટર રાનડે જે ટેબલ પર બેઠો હતો તેની સામેના બાંકડા પર આવીને કાન્તાબેન બેઠાં, પણ રાનડેએ જાણે તેમની નોંધ જ ન લીધી હોય એમ બીજા અધિકારી સાથે વાત કરતો રહ્ના.

‘સ્કોર શું થયો?’ તેણે બર્વેને પૂછ્યું.

‘૧૧૮ પર ૫ વિકેટ...’

‘સચીન ગયો?’

‘હા, ૩૬ રન પર...’

‘તો હવે શું ખાક જીતવાના?’

‘પણ સારું થયું.’

‘કેમ?’

‘મને તો ફાયદો જ થયો. મેî ઑસ્ટ્રેલિયા પર ૩૦,૦૦૦ લગાડ્યા છે...’

‘શું વાત કરે છે? તો-તો ચાંદી જ ચાંદી... અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે ફટાફટ વિકેટ જાય.’

‘ભગવાનને પ્રાર્થના કરવાની જરૂર નથી. આમ પણ ૨૭૮ના આંકડા સુધી આપણા પૂંછડિયા બેટ્સમેન પહોંચવાના નથી...’

‘અરે, કંઈ ભરોસો નહીં. પણ જા અમારી પ્રાર્થના ફળે તો પાર્ટી આપવાની. શું કહે છે કદમ?’

‘હાં... હાં... સાહેબ...’

કાન્તાબેનને થયું કે ભારત કોઈ સાથે યુદ્ધમાં ઊતર્યું હોય અને આ લોકોએ દુશ્મન દેશ જીતશે એવી શરત લગાડી હોય તો આપણ દેશનો પરાજય થાય એવી ભગવાનને પ્રાર્થના કરવા ઉપરાંત જરૂર પડે તો દુશ્મન દેશને મદદ કરવા પણ પહોંચી જાય એેમાંના હતા. તેમનાથી દીવાલ પર લટકતી ગાંધીજીની છબિ સામે અનાયાસ જાવાઈ જવાયું.

પોલીસઅધિકારી ઓનું ક્રિકેટવિશ્લેષણ ચાલુ જ હતું. કયા ખેલાડીએ શું ભૂલ કરી હતી અને આપણા ક્રિકેટરો કરતા ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરોમાં કેવી ‘કિલિંગ સ્પિરિટ’ (મરણિયા થઈને રમવાનું જામ) હતી એની ચર્ચા ચાલુ જ હતી.

‘રાનડેસાહેબ... કંઈ માહિતી મળી?’ કાન્તાબેને તેમની ચર્ચામાં ખલેલ પાડતાં પૂછી નાખ્યું.

‘ ઓ આજી (માજી), તમને બીજું કંઈ કામ નથી? દર બે દિવસે આવીને બેસી જાઓ છો...’ રાનડેએ કંટાળાથી કહ્યું.

‘પણ...’ કાન્તાબેન આગળ કંઈ બોલે એ પહેલાં જ રાનડેએ તેમને અટકાવ્યાં.

‘આમ પણ તારો ડોસો આજે નહીં તો કાલે મરવાનો જ હતોને? ઉંમર હતી એની. કોઈએ મારી ન નાખ્યો હોત તોય કંઈ લાંબું જીવવાનો નહોતો... હૉસ્પિટલમાં પડ્યો-પડ્યો મરત એના કરતાં સારું થયું કે એકઝાટકે પતી ગયો.’

કાન્તાબેનનો ચહેરો રાનડેના શબ્દો સાંભળી લાલઘૂમ થઈ ગયો.

‘અને આમ પણ તેના હત્યારા મળી જાય તો શું ડોસો પાછો આવવાનો છે? શું કામ અમારો જીવ ખાય છે?’ રાનડે બેદરકારીથી બોલી રહ્યો હતો.

‘રાનડે...’ કાન્તાબેન બાંકડા પરથી એકદમ ઊભાં થઈ ગયાં. તેમના અચાનક આટલા ઊંચા બરાડાથી પોલીસ સ્ટેશન જાણે સ્તબ્ધ થઈ ગયું.

‘તારો બાપ આમ મરી ગયો હોત તોય તું આવું જ કહેત? પોલીસ વિશે મેં અત્યાર સુધી સાંભળ્યું હતું, પણ તમે લોકો આટલી હદે જઈ શકો એેની મને ખબર નહોતી. તમે લોકો અમારા... અમારા એટલે કે કરદાતા ઓના પૈસા પર નભો છો. તમારી ફરજ છે અમને સેવા આપવાની. તમે લોકો આટલી હદે નફ્ફટ થઈ શકો છો...’ કાન્તાબેનનો અવાજ ગુસ્સાથી ધ્રૂજતો હતો.

‘મારા પતિનો હત્યારો કોણ છે એ હું જાણીને જ રહીશ... કોઈ પણ કિંમતે...’ કાન્તાબેનના અવાજમાં રણકાર હતો. પોલીસસ્ટેશનમાં એક ક્ષણ રોકાયા વિના તે ઓ સડસડાટ બહાર નીકળી ગયાં.

બસસ્ટૉપ પર લોખંડના દાંડાને અઢેલીને તે ઓ ક્યાંય સુધી ઊભાં રહ્યાં. તેમનું મગજ અપમાન, અવહેલના અને ગુસ્સાથી ફાટફાટ થતું હતું. તેમણે પર્સમાંથી પ્લાસ્ટિકની નાની બાટલી કાઢી એમાંથી પાણી પીધું, પણ તેમના જીવને ટાઢક થઈ નહીં.

નવીનચંદ્રના મૃત્યુ પછી આઠમી વખત તે ઓ પોલીસસ્ટેશનમાં આવ્યાં હતાં. છેલ્લા ત્રણેક વખતથી તો તે ઓ એકલા જ આવતાં હતાં. હસમુખભાઈને હૉસ્પિટલમાંથી રજા મળી ગયા પછી તે તેમની બહેનના ઘરે ગોરેગામ હતા. તેમના પગમાં હજી પ્લાસ્ટર હતું અને તે ઓ ઘરમાંય માંડ ચાર ડગલાં ચાલી શકતા હતા. તે ઓ કોલાબા પોલીસસ્ટેશન સુધી ધક્કો ખાય એ શક્ય જ નહોતું.

દીપક અને વિપુલને ન તો ફુરસદ હતી કે ન તો તેમને તેમના બાપના હત્યારા ઓ કોણ હતા એ જાણવાની ખાસ કોઈ જરૂર જણાતી હતી. એકાદ વાર નીતિનકુમારે તેમની સાથે આવવાની તૈયારી બતાવી હતી, પણ તેમને લઈ જવાનો કોઈ મતલબ નહોતો. તેમના સાથે આવવાથી ફાયદા કરતાં નુકસાન જ વધુ થવાનું હતું એની કાન્તાબેનને જાણ હતી.

‘તમને ક્યાં નકામી તકલીફ આપવી.’ કહીને કાન્તાબેને તેમને સલૂકાઈથી ટાળી દીધા હતા.

એે દિવસે હસમુખભાઈ સાથે સિનિયર ઇન્સ્પેકટરને મળ્યા ત્યારે કાન્તાબેનને આશા બંધાણી હતી કે હવે કદાચ તેમના કેસને ગંભીરતાથી લેવામાં આવશે, પણ ત્યાર પછી પણ તપાસઅધિકારી રાનડેના અભિગમમાં ખાસ કંઈ ફેર પડ્યો નહોતો.

કાન્તાબેન ફરી એક વાર નગરસેવક ગુલાબરાવ પાટીલ પાસે જઈ આવ્યાં હતાં, પરંતુ ત્યાં પણ તેમને ઠંડો પ્રતિભાવ જ મળ્યો હતો.

‘અરે, હજી તમારું કામ નથી થયું? આ સાલી મુંબઈપોલીસ આવી જ થઈ ગઈ છે. હું વાઘમારે સાથે વાત કરી લઈશ હં માજી...’ નાના બાળકને પટાવતા હોય એેમ વાત કરીને ગુલાબરાવે તેમને રવાના કરી દીધાં હતાં.

ત્યાર પછી પણ કાન્તાબેન કોલાબા પોલીસસ્ટેશનમાં બે વખત આવી ચૂક્યાં હતાં. પોલીસ તેમના ચંદ્રના હત્યારાને શોધવાની દિશામાં એક ડગલું પણ આગળ વધી હોય એવું તેમને લાગતું નહોતું. આ કેસમાં વધુ તપાસ કરવાની કોઈની દાનત જ જણાતી નહોતી.

પોલીસની નીંભરતા જાઈને કાન્તાબેનને અકળામણ થતી હતી. તેમણે શાંત રહેવાનો યાસ કર્યો હતો, પરંતુ આજે જ્યારે રાનડેએ આવું કહ્નાં ત્યારે કાન્તાબેન માટે ચૂપચાપ સાંભળી લેવું અશકય બની ગયું.

બસસ્ટૉપ પર ચારેક બસ આવીને જતી રહી. કાન્તાબેન એ બસ કયા નંબરની છે એ જાયા વિના ત્યાં જ ઊભાં રહ્નાં. તેમનું મગજ એકદમ સુન્ન થઈ ગયું હતું. રસ્તા પરથી પસાર થઈ રહેલા ટ્રાફિકનો અવાજ પણ જાણે તેમના કાનમાં પહોંચતો નહોતો.

તેમણે ફરી વાર વિચાર કરી જાયો. પોતે કંઈ ખોટું કર્યું હોય એેવું તેમને લાગતું નહોતું. ચંદ્રની હત્યા થઈ હતી અને તે કોણે અને શું કામ કરી હતી એે જાણવાનો તેમને અધિકાર હતો. તે ઓ જાણતા હતા કે ઘણાય કેસ પોલીસ ઉકેલી શકતી નથી. જા એવું હોત તો જુદી વાત હતી. પોલીસે પ્રયત્ન કર્યા પછી પણ જા નિષ્ફળતા મળી હોત તો તેમણે એે સ્વીકારી લીધી હોત. પરંતુ અહીં તો કોઈને કેસમાં તપાસ કરવામાં રસ જ નહોતો. પોતાની ફરજ નિભાવવાને બદલે આ પોલીસઅધિકારી ઓ તેમની હાંસી ઉડાવી રહ્યા હતા.

તેમનાથી શું આ કાળમીંઢ પથ્થર જેવા તંત્ર સામે બાથ ભીડી શકાવાની હતી? એકલા હાથે તે ઓ લડી શકવાનાં હતાં? તેમના ચંદ્રને અને તેમને થયેલા અન્યાયનો હિસાબ મેળવી શકવાનાં હતાં? કે પછી તેમણે પણ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લેવું જાઈતું હતું? ચંદ્રની હત્યા શા માટે થઈ અને કોણે કરી એ જાણવાની જીદ તેમણે જતી કરવી જાઈતી હતી?

ના, તે ઓ હાર સ્વીકારવા તૈયાર નહોતાં. અલબત્ત, આ ઘડીએ તો તેમને કોઈ રસ્તો દેખાતો નહોતો. તેમના સિવાય આ કેસમાં તપાસ કરવાની અને એેને ઉકેલવાની કોઈની દાનત દેખાતી નહોતી કે ન તો કોઈને એવી જરૂર લાગતી હતી.

ફરી પાછી પોલીસસ્ટેશનમાં જઈને સિનિયર ઇન્સ્પેક્ટર વાઘમારેને મળું? કાન્તાબેનના મનમાં વિચાર આવી ગયો. એેનાથી કોઈ ફાયદો થવાનો નહોતો. તે ઓ પોતે જ નિર્ણય પર આવી ગયાં. વધુમાં વધુ વાઘમારે રાનડેને કૅબિનમાં બોલાવશે, કેસની તપાસ ચાલુ છે એવો રાબેતા મુજબનો જવાબ મળશે અને વધુ કંઈ માહિતી મળશે એટલે તમને તરત જાણ કરીશું એવો લુખ્ખું આશ્વાસન આપી તેમને જાકારો આપી દેવામાં આવશે.

કાન્તાબેનને થયું કે કોઈ વકીલને જઈને મળવું જાઈએ. શું આ દેશમાં એવો કોઈ કાયદો નહીં હોય જેના થકી પોલીસને તપાસ કરવા માટે મજબૂર કરી શકાય? આ અંગે અદાલતમાં ધા ન નાખી શકાય? તેમનું મન ચકરાવે ચડી ગયું હતું.

કોઈની મદદ ન લઈ શકાય? તેમને વિચાર આવ્યો. કાન્તાબેન જેમને ઓળખતા હતા તે બધાનાં નામ તેમણે મનોમન યાદ કરી જાયાં. ના, એેમાંનું કોઈ અત્યારે તેમને કામ આવે એેમ નહોતું. ચંદ્ર હોત તો કદાચ તે કંઈક સૂચન કરી શકત. ના, તે તો કદાચ એમ જ કહેત કે ‘જવા દેને કાન્તા આ બધી કડાકૂટ. જેમણે કર્યા હશે તે ભોગવશે.’

ચંદ્ર જીવતા હોત તો... તો અહીં આવવાની જરૂર જ શા માટે ઊભી થાત? તેમના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ.

એે દિવસે જા તે ઓ બોરીવલી જ ન ગયાં હોત તો? અથવા વિપુલને આમ અચાનક બહારગામ જવાનું ન થયું હોત તો... કાન્તાબેન જો અને તોમાં અટવાતાં હતાં.

તેઓ હજી પણ બસસ્ટૉપ પર ઊભા હતાં. કેટલી બસ આવીને ચાલી ગઈ એની તેમને સરત રહી નહોતી. તેમની બાજુમાં આવીને કોઈ ઊભું રહ્યું, પણ કાન્તાબેન તેમના પોતાના વિચારોમાં જ ખોવાયેલાં હતાં. અચાનક તેમને ખ્યાલ આવ્યો કે કોઈ તેમને પૂછી રહ્યું હતું,

‘એક્સક્યુઝ મી... અંદર પોલીસસ્ટેશનમાં તમે જ હતાંને...’