Khissa katru in Gujarati Spiritual Stories by Jignesh Ribadiya books and stories PDF | ખીસ્સા કાતરુ

Featured Books
Categories
Share

ખીસ્સા કાતરુ

ખિસ્સાકાતરું

અંકિત નામનો એક યુવાન છોકરો હતો,અંકિત પૈસાદાર બાપનો એકનો એક દીકરો હતો પણ ભગવાને તેને જન્મતાની સાથે જ અમુક શારીરિક ખોટ આપી હતી, ખોટ બીજી કોઈ નહી પણ તેને બોલવાની થોડીક તકલીફ પડતી. અંકિત અને તેના માતા-પિતા ચામુંડા માતાજીના મોટા ભક્ત હતા.ચામુંડા માતાજી અંકિતના કુટુંબના કુળદેવી હતા,

અંકિત કે તેના મમ્મી-પાપાને જયારે પણ કોઈ મુશ્કેલી કે સમસ્યા હોય ત્યારે તેવો ચામુંડા માતાજીને યાદ કરતા અથવા તો સમસ્યા કે મુશ્કેલી દુર થઇ જાય તે માટે ચામુંડા માતાજીની માનતા રાખતા,અંકિત અને તેના મમ્મી-પાપા જે પણ માનતા રાખતા તે ચામુંડા માતાજી પૂરી પણ કરી દેતા, તેની બધી મનોકામના પૂરી કરી દેતા, જેમ અંકિત અને તેના મમ્મી-પાપા ચામુંડા માતાજીને પ્રેમ કરતા તેમ ચામુંડા માતાજી પણ અંકિત અને તેના મમ્મી-પાપાને પ્રેમ કરતા.

અંકિત કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો, અંકિતને ઘરે તો કઈ કામ કરવું પડતું નહોતું આથી તે ફક્ત ઘરે અભ્યાસની જ મહેનત કરતો. અંકિતના મમ્મી-પાપા પણ અંકિતની અભ્યાસ પ્રત્યેની રૂસી જોઇને આનંદિત થઇ જતા, અંકિત અભ્યાસમાં પણ બહુ હોશિયાર હતો આથી તેના મમ્મી-પાપા પણ તેને વધુને વધુ અભ્યાસ કરવા પ્રોત્સાહન આપતા.

કોલેજમાં અંકિતનો પાકો કે ખાસ કહી શકાય તેવો એક મિત્ર હતો,તેનું નામ સુનીલ હતું,સુનીલ પણ અંકિત સાથે જ કોલેજમાં અભ્યાસ કરતો, બન્ને પાકા મિત્રો હતા પણ અંકિત અને સુનીલના સ્વભાવમાં આકાશ પાતાળનો તફાવત હતો, અંકિત આસ્તિક અને પૈસાદાર હતો જયારે સુનીલ નાસ્તિક અને ગરીબ હતો, અંકિત ભગવાન પર ખુબ શ્રધ્ધા અને વિશ્વાસ રાખતો જયારે સુનીલ પોતાના સારા કર્મો અને મહેનત પર જ શ્રધ્ધા અને વિશ્વાસ રાખતો.

અંકિતે ધણી વખત માનતા રાખી હોય અને જો તે માનતા પૂરી થઇ જાય તો અંકિત એક ચામુંડા માતાનું એક મોટું ધામ છે ત્યાં જતો અને પોતાની માનતા પૂરી કરતો, સુનીલ નાસ્તિક હોવા છતાં અંકિત સાથે બધા ચામુંડા માતાજીના મંદિરે જતો પણ દર્શન કરતો નહી,અંકિતને દરેક વર્ષમાં માનતા રાખવાની થતી જેથી સુનીલને પણ દરેક વખતે અંકિત સાથે મંદિરે જવાનું થતું છતાં તે પોતાની જાતને ભગવાનથી અલગ રાખતો.

દરેક કોલેજના વર્ષ પ્રમાણે અંકિતે આ વખતે પણ ચામુંડા માતાજીની માનતા રાખી હતી,માનતા એ રાખી હતી કે જો ચામુંડા માતાજી તેને ત્રીજા વર્ષમાં સારી ટકાવારીએ પાસ કરે તો અંકિત મંદિરે ગરીબ લોકોને ભોજન કરાવશે તથા ગાયમાતાને ધાસચારો નાખશે,

અભ્યાસમાં અંકિતની મહેનત અને ચામુંડા માતાજીની કૃપા થઇ હોય તેમ અંકિત કોલેજના ત્રીજા વર્ષમાં સારી ટકાવારીએ પાસ થયો, અંકિતને કોલેજમાં પહેલો ગ્રેડ આવ્યો હોવાથી તેના મમ્મી-પાપા પણ ખુબ રાજી રાજી થઇ ગયા હતા, અંકિત સારી ટકાવારીએ પાસ થઇ ગયો હોવાથી તેના મમ્મી-પાપાએ આસપાસ રહેતા કુટુંબના દરેક બાળકને બટુક ભોજન કરાવ્યું હતું

અંકિતે પરીક્ષામાં પોતે કરેલી મેહનતને બદલે એમ માનતો હતો કે આ બધી મારી માં ચામુંડાની કૃપા છે, આથી હવે મારી તેણે પરીક્ષામાં લાજ રાખી હોવાથી મારે પણ તેની માનતા પૂરી કરવી જોઈએ,

અંકિતે તેના મમ્મી-પાપાને પોતાની કાલીધેલી ભાષામાં બધી વાત કરી દીધી,અંકિતના મમ્મી-પાપા પણ સમજી ગયા કે અંકિત ચામુંડા માતાજીના ધામ જવા માંગે છે અને પોતે રાખેલી માનતા પૂરી કરવા માંગે છે, તેના મમ્મી-પાપાએ અંકિતને ચામુંડા માતાજીના ધામ જવાની રજા આપી દીધી હોવાથી અંકિત દરેક વખતની જેમ આ વખતે પણ સુનીલને સાથે લઈને ચામુંડા માતાજી ના ધામ તરફ જવા લાગ્યો,

બન્ને ફોરવ્હીલમાં હોવાથી અને વળી ગાડી પણ તેજ રફતારથી ચાલતી હોવાથી અંકિત અને સુનીલ ચામુંડા માતાજીના આંગણે પહોચી ગયા, ધીમે ધીમે તેવો ગાડી ચલાવતા ચલાવતા તેવો મંદિરના વિસ્વારમાં પણ પહોચી ગયા, અંકિતને ગરીબોને જમાડવા અને ગાયને ધાસચારો નાખવાનો હોવાથી પહેલા મંદિરમાં માતાજીના દર્શન કરવાને બદલે અંકિત સુનીલ સાથે મળીને બધી વસ્તુની ખરીદી કરીને એકઠી કરવા લાગ્યા.

ગાયમાતાને પહેલા ધાસ નાખવાની કોઈ સમસ્યા નહોતી વળી તેમાં સમય પણ બહુ બરબાદ થાય એમ નહોતો આથી સુનીલના કહેવાથી અંકિતે ગાયમાતાને ધરાય ત્યાં સુધી તેને ધાસચારો નાખવા લાગ્યો.

અંકિતને માતાજીના દર્શન કરવાની બહુ તાલાવેલી અને ઉતાવળ હોય તેમ તેણે મનમાં નક્કી કર્યું કે હવે હું દર્શન કરીને જ ગરીબ લોકોને ભોજન કરાવીશ, ગરીબ લોકોને ભોજન પછી કરાવીશ તો પણ ચાલશે એમ માની અંકિત તેની કાલીધેલી ભાષામાં સુનીલને કહેવા લાગ્યો :” તું અહી ધ્યાન રાખ,તેટલી વારમાં હું માતાજીના દર્શન કરીને આવું છું, અને પછી આપણે બન્ને સાથે મળીને ગરીબ લોકોને ભોજન કરાવીશું,

સુનીલ તો નાસ્તિક હોવાથી તેને તો મંદિરમાં દર્શન કરવાની કઈ જરૂર નહોતી આથી તેને અંકિતે કહ્યું તે પ્રમાણે ગરીબ લોકોને ભોજનની બધી તૈયારી કરી લીધી, અને પછી પોતાને એકલાને સમય ના જતો હોય તેમ કાનમાં ઈયરફોન નાખીને મોબાઇલમાંથી ગીતો સાંભળવા લાગ્યો.

ચામુંડા માતાજીનું ધામ બહુ પ્રખ્યાત હોવાથી ત્યાં દિનપ્રતિદિન હજારો ભાવિકો માતાજીના દર્શન કરવા આવનજાવન કરતા.દરોજ ધણા બધા ભાવિક-ભક્તો મંદિરમાં આવતા હોવાથી માતાજીના દર્શન કરવા હોય તો એક લાઈનમાં ઉભું રહેવું પડતું પછી જ તમને દર્શન કરવાનો મોકો મળે નહિતર નહી.

દરોજની જેમ આજે પણ ધણા બધા ભક્તો હોવાથી બધા લાઈનમાં ઉભા હતા તેમ અંકિત પણ માતાજીના દર્શન કરવા લાઈનમાં ઉભો હતો, વારાફરતી એક પછી એક ભક્તનો વારો આવતો ગયો તેમ તે માતાજીના દર્શન કરીને જતા રહેતા અને બીજાને દર્શન કરવાનો મોકો મળતો. જેમ ભક્તો દર્શન કરીને જવા લાગ્યા તેમ તેમ અંકિત માતાજી નજીક પહોસવા લાગ્યો.

અંકિત આગળ એક શરીરે જાડો અને જમાનાનો ખાધેલપીધેલ વ્યક્તિ ઉભો હતો, તેણે પણ કોઈ માનતા માની હોય તેમ ઝડપથી માતાજીના દર્શન થઇ જાય તેવી અંકિતની જેમ મનમાં પ્રાથના કરતો હતો, અંકિત આજ બહુ આનંદિત હતો, કારણ કે તે આજે તેની માં ચામુંડાને મળવાનો હતો, તેનાથી હવે જેમ પ્રેમિકાને પોતાના પ્રેમી વગર રહેવાતું ન હોય તેમ અંકિતને રહેવાતું નહોતું, અંકિતને મનમાં એમ જ થતું હતું કે જ્યાંસુધી હું મારી માંના દર્શન નહી કરું ત્યાં સુધી મને અને મારા મગજને શાંતિ થશે નહી,

અંકિત લાઈનમાં ઉભો ઉભો માતાજીનું નામ સ્મરણ કરવા લાગ્યો અને મનમાં કહેવા લાગ્યો હે માં, મને તારા ઝડપથી દર્શન આપ, આજે કેમેય કરીને મને તારા પર લગાવ વધુ થાય છે, આજે મારા મનમાં એવું થાય છે કે મારી સાથે ના થવાનું કઈક થશે,આથી હે મારી માવડી તું મને ઝડપથી દર્શન આપ.એટલે મારા જીવને શાંતિ મળે.

એક પછી એક ભક્તોજનો દર્શન કરતા ગયા તેમ તેમ બીજા ભક્તોજનો માતાજીના દર્શન કરવા લાગ્યા, અંકિત હવે માતાજીના દર્શન કરવામાં એક પગથીયું દુર હતો,પેલો જાડો વ્યક્તિ એક જ તેની આગળ હતો,તેના પછી અંકિતનો દર્શન કરવાનો વારો આવવાનો હતો,

બન્યું એવું કે પેલો જાડો અને કદાવર વ્યક્તિ જેમ જેમ એક એક પગથીયા ચડવા લાગ્યો તેમ તેમ તેના પેન્ટના પાછળના ખિસ્સામાં રહેલું પાકીટ થોડું થોડું કરતું બહાર આવવા લાગ્યું,અંતે ધીમે ધીમે કરતું બહાર આવેલું પાકીટ મંદિરના પહેલા પગથીયે પડી ગયું.

અંકિતે જોયું તો પેલા વ્યક્તિનું પાકીટ પગથીયા પર પડી ગયું છે આથી તેણે નીચે નમીને પેલાનું પાકીટ પોતાના હાથમાં લઇ લીધું,અંકિતની પાકીટ લેવાની પ્રવુતિ પાછળ ઉભેલા બધા ભક્તોજનો રસપૂર્વક જોઈ રહ્યા હતા,છતાં અંકિત તે બાબતથી સાવ અજાણ હતો,

અંકિત પાછળ રહેલા બધા ભક્તોજનોને લાગ્યું કે આ વ્યક્તિ નક્કી ખિસ્સા કાતરુ હશે,એટલે જ પાકીટ ધીમેકથી પડી ગયું હશે એટલે તેણે લઇ લીધું હશે,અંકિત જેઓ પેલા જાડા વ્યક્તિને પાકીટ દેવાની તૈયારી કરતો હતો ત્યાં જ પેલો જાડો અને કદાવર વ્યક્તિ મંદિરમાં માતાજીના દર્શન કરવા ચાલ્યો ગયો,

અંકિતને હવે આ પાકીટને મારે શું કરવું તે સમજાયું નહી,આથી તેણે મનમાં વિચાર કરીને નક્કી કર્યું કે તે ભાઈ દર્શન કરીલે ત્યાર પછી હું તેને પાકીટ આપી દઈશ,અંકિતે મનમાં લાંબો વિચાર કરીને પેલું પાકીટ પોતાના ખિસ્સામાં મૂકી દીધું.

પાછળ રહેલા બધા ભક્તોજનોને ખિસ્સા કાતરુની શંકા હતી તે હવે પાકીટ ખિસ્સામાં નાખવાથી વિશ્વાસમાં બદલી ગઈ, અંકિતે પેલાનું પાકીટ પોતાના ખિસ્સામાં નાખ્યું એટલે પાછળ રહેલા બધા ભક્તોજનો એમ જ માનવા લાગ્યા કે નક્કી આ ખિસ્સાકાતરુ જ છે, જો આ મંદિરમાં માતાજીના દર્શન કરવા જશે તો મંદિરમાંથી પણ કઈક ચોરી લેશે. તેના કરતા તો તેને દર્શન કરતા જ અટકાવવો વધુ સારું રહેશે,

હજી જ્યાં અંકિતનો દર્શન કરવાનો વારો આવ્યો ત્યાં જ પાછળથી કોઈક વ્યક્તિએ તેનો હાથ પકડી લીધો,અંકિતને કઈ સમજાયું નહી,પેલા વ્યક્તિએ અંકિતનો હાથ પકડીને તેને મંદિરની નીચે લાવી બીજા ભક્તોજનો સાથે મળીને અંકિતને ખિસ્સાકાતરુ,ખિસ્સાકાતરુ કહીને લાત અને પગ મારવા લાગ્યા,અંકિતને બોલવામા સમસ્યા હતી એટલે તે માર મારતા લોકોનો વિરોધ પણ કરી શક્યો નહી,બધાય ભક્તોજનોએ અંકિતને એટલો બધો માર્યો કે તેના શરીરમાંથી રક્તની ધારાઓ પાણીની જેમ વહેવા લાગી,અંકિત વિરોધ કરવાની અને મને શા માટે મારો છો તેવી બોલવાનો બહુ પ્રયત્ન કર્યો પણ તેની જીભ જલાતી હોવાથી તે એક શબ્દ પણ મોઠા બહાર કાઢી શક્યો નહી.

આ બાજુ સુનીલને અંકિત કલાક થઇ ગઈ હોવા છતાં હજી સુધી કેમ નહિ આવ્યો હોય તેવા મનમાં પ્રશ્નો થવા લાગ્યા,જયારે બીજી બાજી અંકિતને લોકોએ એટલો બધો માર માર્યો હતો કે તેના આખા શરીરે સહન ન કરી શકાય તેવી પીડા થઇ રહી હતી.તેને એટલી બધી શરીરમાં પીડા થવા લાગી કે તે ક્યારેક મોટેથી ચીસ પાડવા લાગતો તો ક્યારેક તે જોરજોરથી રડવા લાગતો.

અંકિતને બધા લોકો જેમ એક ગુલાબને બધા કાટા ધેરી વળે તેમ ધેરી વળ્યા હતા,બધા લોકો એકઠા થયા હોવાથી પેલો જાડો અને કદાવર વ્યક્તિ પણ દર્શન કરી .બધા લોકો સાથે ભળી,બધાને પૂછવા લાગ્યો શું થયું છે.કેમ અહી બધા એકઠા થયા છો.

કદાવારની વાત સાંભળી એક વ્યક્તિ તેને કહેવા લાગ્યો :” શેઠ,આ વ્યક્તિ ચોર છે,તેણે તમારું પાકીટ ચોરી લીધું હતું,અમે બધાએ તે જોયું હતું,આથી અહી ઉભેલા બધા લોકો તે જિંદગીમાં બીજી વખત ચોરી કરવાનું નામ ન લે તે માટે મેથીપાક ચખાડે છે,આટલું કહીને પેલા વ્યક્તિએ કદાવારને તેનું પાકીટ પાછુ આપ્યું,

પેલા વ્યક્તિની વાત સાંભળી કદાવરને પણ ગુસ્સો આવ્યો,તેણે પણ અંકિતને એવા બે-ત્રણ જોરદાર લાત મારી કે અંકિતના ત્યાં જ રામ રમી ગયા,બધા ભક્તજનોએ સાથે મળીને એક નિર્દોષ ભક્તોજ્નનું ખૂન કરી નાખ્યું.

અંકિત હજી સુધી આવ્યો ના હોવાથી સુનીલના મનમાં કઈક ખરાબ થયું હોય તેવા ભાવો ઉત્પન્ન થવા લાગ્યા.નક્કી આજે કઈક ખરાબ થયું છે તેવું માની સુનીલ પેલા લોકોનું જે ટોળું હતું ત્યાં ગયો અને જાણવા લાગ્યો કે શા માટે બધા લોકો ત્યાં એકઠા થયા છે,

સુનીલ ભક્તોજનોના ટોળા પાસે પહોચી બધાને પૂછવા લાગ્યો કે શું થયું છે,કેમ બધા લોકો અહી ભેગા થયા છે,સુનીલની વાત સાંભળી કોઈક ભક્તજને શાંતિથી જવાબ આપ્યો :” બધા લોકોએ કોઈક ખિસ્સાકાતરુને પકડીને તેને મેથીપાક આપ્યો છે,તથા મેથીપાક ખાવાને લીધે તે ખિસ્સા કાતરુના રામ પણ રમી ગયા છે,

પેલા વ્યક્તિની વાત સાંભળીને સુનીલને મનમાં પ્રશ્ન થવા લાગ્યો :” કોણ હશે તે ખિસ્સા કાતરુ,મારે તેને જોવો તો પડશે,એમ મનમાં વિચાર કરીને સુનીલ એકઠી થયેલી માનવમેદનીને ચીરતો ચીરતો અંકિત જ્યાં જમીન સરસો છતોપાટ પડ્યો હતો ત્યાં પહોચી ગયો.

સુનીલે અંકિતની આ રીતની હાલત જોઇને ખુબ જ ગમગીન અને દુખી થઇ ગયો,તેને વિશ્વાસ હતો કે મારો દોસ્ત આવું કરે જ નહી પણ લોકોને કોણ સમજાવે કે આ સાવ નિર્દોષ હતો,સુનીલને એટલું બધું દુખ લાગ્યો કે તેની આંખમાંથી આંસુની ખારા પાણીની ધારા વહેવા લાગી,સુનીલ પણ અંકિત જ્યાં ચિરનિદ્રામાં પોઠ્યો હતો ત્યાં પાસે બેસીને જોર જોરથી રડવા લાગ્યો,અને બધાને સંભળાય તેમ મોટેથી કહેવા લાગ્યો : “ તમે જેને ખિસ્સાકાતરુ કહો છો તે ખિસ્સાકાતરુ નથી પણ મારો પાકો દોસ્ત છે,તેની પાસે તો અઢળક રૂપિયા છે છતાં તમે તેને ખિસ્સાકાતરુ કહીને યમના દરબારમાં પહોચાડી દીધો,તે અહી પોતાની માનતા પૂરી કરવા આવ્યો હતો પણ તમે તેની માનતા તો પૂરી ના થવા દીધી પણ તેને જ પૂરો કરી દીધો,

સારું થયું હું નાસ્તિક છું,નહિતર હું પણ તમારી જેવો આસ્તિક હોત તો આવું જ કરત,આસ્તિક લોકો જીવનમાં બે જ કામ કરે છે,કા તેવો ભગવાન પાસે જાય છે કા તેવો બીજાને ભગવાન પાસે મોકલી આપે છે,

હું હવે એના મમ્મી-પાપાને શું જવાબ આપીશ, હું તેને મારું મોઠું કઈ રીતે તેને બતાવીશ, બધા લોકો સુનીલની આ પ્રકારની હદયદ્રાવક વાતો સાંભળી ભૂલ કે માગી માગવાને બદલે છુટ્ટા પડી ગયા અને બોલવા લાગ્યા તે ખિસ્સાકાતરુ હતો એટલે અમે તેને માર્યો તેમાં અમે શું ખોટું કર્યું, જેવું કરો તેવું ભરો તેવું માની બધા લોકો ફરી માતાજીના દર્શન કરવા લાઈનમાં ઉભા રહી ગયા,

>>>>>>>>>> BE HAPPY YAR <<<<<<<<<<

  • રીબડીયા જીગ્નેશ
  • BE HAPPY YAR