Tara Vina nahi rahevaay - 5 in Gujarati Fiction Stories by Dietitian Snehal Malaviya books and stories PDF | તારા વિના નહિ રહેવાય..!!-5

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

તારા વિના નહિ રહેવાય..!!-5

વાંચક મિત્રો ને આગળ ના ભાગ વાંચી જવા વિનંતી....

આજ સાંજે હોટેલ ‘એન્જલ’ માં સૂર્વી અર્જૂન ને પોતાની બર્થ ડે પાર્ટી આપવાની હતી. તેથી તેણે વિચાર્યુ કે આ જ બરાબર સમય રહેશે પોતાના મન ની વાત અર્જૂન ને જણાવવાનો.

હું ક્યાં થી ચાલુ કરીશ? કેવી રીતે કહીશ? હું એની સામે બોલી તો શકીશ ને..!! અને બધા થી મોટુ ટેન્શન તો એ છે કે એ શુ રીસ્પોન્સ આપશે? એ મને ફ્કત મિત્ર જ સમજતો હશે તો? હું આ મિત્રતા પણ ગુમાવી બેસીશ તો? સૂર્વી અરીસા સામે બેસેલી હતી અને તેના મન માં આ બધી ઢગલાબંધ ગડમથલ ચાલી રહી હતી...

તેની નજર અચાનક ઘડિયાળ પર ગઇ.. છ અને ચાલીસ થઇ ગયેલી..સાત વાગ્યે અર્જૂન પોતાને લેવા આવવાનો હતો.... સૂર્વી ફટાફટ તૈયાર થવા ઊભી થઇ કારણ કે તે સારી રીતે જાણતી હતી કે અર્જૂન સમય નો બહુ પાક્કો માણસ હતો... ઘડિયાળ કદાચ ફરવામાં મોડુ કરે પણ અર્જૂન ક્યારેય નહિ.. અને જે લોકો મોડુ કરે એને પછી અર્જૂન ના ગુસ્સા નો શિકાર બનતાં કોઇ બચાવી શકતુ નહિ...!!

સાત માં પાંચ મિનીટ ની વાર હતી ત્યાં જ ડોરબેલ વાગ્યો... શાંતાબહેન એ દરવાજો ખોલ્યો, બહાર અર્જૂન ઉભો હતો તેને અંદર આવકાર્યો... અને થોડી વાર અર્જન એ નાના-નાની સાથે વાતો નો દૌર ચલાવી મૂક્યો. નાના-નાની ને સૂર્વી નુ અર્જૂન સાથે હરવા-ફરવા ને લઇ ને કોઇ પ્રોબ્લેમ નહોતો કારણ કે અર્જૂન હવે તેઓ ને ઘર ના છોકરા જેવો જ લાગતો.

અર્જૂન :- નાની સૂર્વી ક્યાં છે? હજૂ તૈયાર નથી થઇ?

ના ના ના, હું તૈયાર જ છુ.... ચાલ નીકળીએ.. સૂર્વી પોતાની રૂમ માંથી હાથ માં બ્રેસલેટ પહેરતી પહેરતી દોડી ને બહાર આવતા બોલી.

ડાર્ક ગ્રીન સીંપલ વન પીસ, અને ગળા માં સફેદ પારા વાળુ નેકલેસ પહેરેલી સૂર્વી સ્વર્ગ માંથી આવેલી અપ્સરા જેવી લાગતી હતી... આજ તો ઘડી ભર અર્જૂન પણ સૂર્વી ને જોઇ જ રહ્યો.. સૂર્વી હવે અર્જૂન ની પાસે આવી ગયેલી.

અર્જૂન :- મેડમ, પાર્ટી મને આપવાની હતી અને એ પણ જમવા માટે ની..!! તુ આટલી સજી ધજી ને આવશે તો ત્યાં બેસેલા લોકો ને તો તને જોઇ ને નજરો થી જ પાર્ટી મળી જશે...!!

સૂર્વી :- હાં, એટલે જ તો તને મારુ ધ્યાન રાખવા જોડે લઇ જઉં છુ..!!

આમ બંન્ને મજાક કરતા કરતા ઘરે થી નીકળી ને હોટેલ પહોંચી ગયા અને જમી લીધુ.. હોટેલ ની બહાર નો રસ્તો એકદમ ખાલી હતો... શાંત વાતાવરણ માં શિયાળા નો મસ્ત ઠંડો પવન ચાલી રહ્યો હતો.. અર્જૂન અને સૂર્વી આ રસ્તા પર વાતો કરતા કરતા ચાલવા લાગ્યા.

ચાલતા ચાલતા બન્ને માં થોડીવાર ચુપકીદી છવાઇ ગઇ, સૂર્વી ક્યાં થી ચાલુ કરુ એ વિચાર માં નર્વસ થઇ રહી હતી એમાં ઉપર થી અર્જૂન નુ વર્તન પણ કંઇક રોજ કરતા અલગ અને અજીબ લાગી રહ્યુ હતુ જે સૂર્વી ને વધારે નર્વસ બનાવતુ હતુ.

અર્જૂન પરીસ્થિતી સમજી ગયો હોય એમ અચાનક સૂર્વી ને સાઇડ માં ઊભેલી કાર પાછળ લઇ ગયો અને સૂર્વી ના બન્ને હાથ પકડી લીધા અને સૂર્વી ની આંખો માં પોતાની આંખો પરોવી..

સૂર્વી અર્જૂન ના આવા વર્તન ને જોઇ ને કંઇ પણ વિચારી શકે એ સ્થિતી માં રહી નહોતી ..એ કંઇક બોલવા જતી હતી ત્યાં જ અર્જૂન એ પોતાની આંગળી તેના હોંઠ પર મુકી ને ‘ના’ પાડતો હોય એમ પોતાનુ માથુ હલાવ્યુ.

અર્જૂન :- તારે કંઇ બોલવાની જરૂર નથી, હું બધુ જ જાણુ છુ.. તને શુ લાગ્યુ તારી આ પ્રેમ ભરેલી નજર જે હંમેશા ઘણા બધા માણસો માં મને જ શોધતી હોય છે, તારી એ વાતો કે જેમા મારી જ ચિંતા અને કાળજી હું આખો દિવસ સાંભળુ છુ, મારા કરતા મારી વધારે જાણકારી તુ રાખે છે, મારા ઘર માં મારી કઇ વસ્તુ ક્યા હોય છે એ સુધ્ધા ખબર હોય છે તને, આ બધુ જોઇ ને પણ કંઇ ના સમજુ એવો ડોબો છુ હુ?? અત્યાર સુધી મે આ વિશે મૌન એટલે રાખેલુ કેમ કે આ બધુ તારા મોઢે સાંભળવુ હતુ મારે પણ હવે મારા થી પણ રહી શકાય તેમ નથી..હું પણ તને ખૂબ જ પ્રેમ કરુ છુ...!!

સૂર્વી ચૂપચાપ બધુ સાંભળતી રહી, તેની આંખો ખૂશી ના આંસુ થી ભીની થઇ ગઇ અને પોતાની પોલ ખુલી ગઇ હોય એવુ અનુભવવા થી ગાલ શરમ ને કારણે લાલ થઇ ગયેલા જે તેના ચહેરા ને વધુ મોહક બનાવતા હતા.. તેણે હળવુ સ્મિત આપી ને તરત જ પોતાની નજર જૂકાવી લીધી.

અર્જૂન એ પોતાના હાથ થી તેનો ચહેરો ઊંચો કર્યો, હવે સૂર્વી થી અર્જૂન ની એ નજરો થી બચવુ મૂશ્કેલ બનતુ જતુ હતુ અને સૂર્વી એ જ ક્ષણે આવેગપુર્વક અર્જૂન ની બાહો માં સમાઇ ગઇ... અર્જૂન પણ જાણે આ જ ક્ષણ ની રાહ જોતો હોય એમ તેણે સૂર્વી ને પોતાની છાતી માં ભીંસી લીધી...બન્ને કેટલીય વાર એમ જ ઉભા રહ્યા. અર્જૂન ના હોંઠ સૂર્વી ના ગાલે,કપાળે અને ધીમે થી સૂર્વી ના હોંઠ સુધી પહોંચી ગયા, એક હાથ સૂર્વી ના વાળ સાથે રમતો હતો અને બીજા હાથ વડે તેણે સૂર્વી ને કમર એ થી પકડેલી હતી.બન્ને ના અસ્તિત્વ એક બીજા માં પીગળતા હોય એવુ વાતાવરણ બન્યુ હતુ અને સૂર્વી ના વર્ષો જૂના પ્રેમ ને વરસાદ ના પાણી ની જેમ અર્જૂન એ આજ ભીંજવી દીધો હતો..!

થોડી વાર પછી બન્ને અલગ પડ્યા અને અર્જૂન એ કહ્યુ ઘણુ મોડુ થઇ ગયુ છે હવે આપણે ઘરે જવુ જોઇએ..તારા નાના-નાની તારી રાહ જોતા હશે. અને સૂર્વી એ માથુ હલાવી ને ફક્ત હા માં હા મેળવી..

આખા રસ્તા માં બન્ને માંથી કોઇ કંઇ બોલ્યુ નહિ. બોલે પણ શુ? કંઇ કહેવા માટે બાકી રહ્યુ નહોતુ. બન્ને ના મન માં એક નવી સંવેદના એ જન્મ લીધો હતો આજ!!.. જેને સમજવાની કોશીશ એ બન્ને ના મોં પર તાળુ મારી દીધુ હતુ.

સૂર્વી નુ ઘર આવી ગયુ, તે ચૂપ ચાપ ગાડી માંથી ઉતરી ને દરવાજા તરફ જવા લાગી વચ્ચે એકાદ-બે વાર પાછળ જોયુ, અર્જૂન સૂર્વી એ અંદર જઇ ને બારણુ બંધ કર્યુ ત્યાં સુધી ઉભો રહી ને તેને જોતો રહ્યો અને પછી તેણે પોતાના ઘર તરફ કાર હાંકી મુકી.

અર્જૂન આજ આખી રાત સૂઇ શક્યો નહિ... ક્યારે સવાર પડે અને પોતે સૂર્વી ને ફોન કરે અને તેની સાથે ઘણી બધી વાતો કરે એ આશા થી આખી રાત તે જાગતો રહ્યો. તેની આંખો સામે હજૂ કાલ રાતે જે બન્યુ એ બધુ તરવરી રહ્યુ હતુ.. તેણે એ પળો ને વારંવાર યાદ કરી ને, એના વિશે વિચારી ને રાત પસાર કરી હતી.

સવાર ના પાંચ વાગ્યા હતા. અર્જૂન થી રહેવાયુ નહિ, આખરે તેણે સૂર્વી ને ફોન કરી જ દીધો પણ સામે થી તે રિસીવ થયો નહિ. અર્જૂન એ વિચાર્યુ કે હજુ સુતી હશે થોડી વાર પછી કરીશ.

થોડી વાર પછી પણ એ જ થયુ.. હવે બપોર થવા આવ્યુ હતુ અને છેલ્લી બે વખત થી તો સૂર્વી નો ફોન સ્વીચ ઓફ આવતો હતો.. હવે અર્જૂન ને ચિંતા થવા લાગેલી. અર્જૂન નુ કોઇ કામ માં મન લાગતુ નહોતુ. તેણે બધુ કામ સાઇડ પર મુક્યુ અને સૂર્વી ના ઘરે પહોંચી ગયો. પણ ત્યાં જે જોયુ એનાથી તો અર્જૂન ની ચિંતા માં હજુ વધારો થયો, ઘર બંધ હતુ અને દરવાજે તાળુ હતુ.

તેણે આજૂ બાજૂ ના લોકો ને પણ પુછી જોયુ પરંતુ કોઇ ને પણ આ વિશે કોઇ જ જાણકારી નહોતી.

સૂર્વી ને શું થયુ હશે? એ કેમ ફોન નથી ઉપાડતી...એવુ તો શુ જરૂરી કામ હશે કે એને મને એકવાર કહેવાનો પણ સમય ના મળ્યો..? એક જ ક્ષણ માં આવા કેટલાય સવાલો નું વાવાઝોડુ અર્જૂન ના મગજ માં ક્ષણભર માં ફરી વળ્યુ.

__ ક્રમશ: __