Half Love - Part - 13 in Gujarati Love Stories by Piyush Kajavadara books and stories PDF | હાલ્ફ લવ - 13

Featured Books
Categories
Share

હાલ્ફ લવ - 13

હાલ્ફ લવ

ભાગ-૧3

પિયુષ કાજાવદરા

આગળ જોયું.

બંસરી અને રાજ ની મુલાકાત ફરી પાછી એક વાર કર્મા કોફી કાફે માં થાય છે અને ઘણી બધી વાતો થોડા એક બીજા ને વધુ સમજે છે અને ફરી પાછા બંને છુટા પડે છે.

સવારે ઉઠી ને બંસરી નો મૂળ એકદમ ખુશ હતો અને વાત જયારે ખુશી ની આવે એટલે સવાર હોય કે સાંજ માણસ માં એક અજીબ પ્રકાર નો નશો આવી જાય છે, હરદમ ખુશ મિજાજ બની જાય છે અને બંસરી ના જીવન માં પણ અત્યારે એવું જ કાઈ ચાલી રહ્યું હતું, જે બહાર થી દેખાય એમ નહોતું. પ્રેમ શબ્દ જ એવો છે જયારે થાય છે ત્યારે માણસ માં એક અજબ નશો આવી જાય છે અને જયારે તૂટે છે ત્યારે પણ એક અજબ નશો આવી જાય છે. બંને માં માણસ અંદર થી પણ જુદો હોય છે અને બહાર થી પણ જુદો દેખાય છે.

બંસરી પહેલે થી જ ખુશ મિજાજ જ હતી પણ હવે કાઈ વધુ જ મસ્તીખોર બનતી જતી હતી.

સવારે ઉઠી ને બંસરી ખુશી માં જ સીધી રસોડા તરફ જ ચાલી ગઈ અને અજબ વાત તો એ હતી કે જયારે મમ્મી ની નજર બંસરી તરફ ગઈ અને બંસરી ના મમ્મી ની આંખો તો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ. કારણ કે જેને દરરોજ ૪-૫ બુમ મારી ને જગાડવી પડતી એ આજે અલારામ વગર જ ઉઠી ગઈ હતી.

શું થયું બંસરી? “મમ્મી બોલ્યા.”

કેમ? મને શું થવાનું? સવાર સવાર માં આવો સવાલ? “બંસરી થોડા અચંબા સાથે બોલી.”

અરરે સાચું બોલ કાઈ તો થયું જ છે. “મમ્મી બોલ્યા.”

ના, સાચે મમ્મી કશું જ નઈ થયું. મસ્ત છું એકદમ હું. “બંસરી ખુશ થતા થતા બોલી.”

તો આજે કેમ મારી બુમ વગર જ તું ઉઠી ગઈ? અને તારા અલારામ નો પણ મને અવાજ નહી આવ્યો. “મમ્મી બોલ્યા.”

ના મમ્મી એતો આંખ ખુલી ગઈ એટલે ઉઠી ને તમને મળવા રસોડા માં આવી ગઈ. “બંસરી બોલી.”

એટલે જ કહ્યું ને શું થયું છે આજે તને એમ, એટલા વર્ષો માં તો આવું એક વાર પણ નઈ થયું. “બંસરી ના મમ્મી બોલ્યા.”

ના, એવું કશું નથી.

અરરે, બોલી દે ને પ્રેમ થયો છે. “મમ્મી હસતા હસતા બોલ્યા.”

શું મમ્મી? તમે પણ સવાર સવાર માં ખેંચવા લાગ્યા મારી. “બંસરી શરમાતા શરમાતા બોલી.”

વાહ, મારા દીકરા ને શરમાતા પણ આવડે છે? જોય ને સારું લાગ્યું. “મમ્મી થોડું હસ્યા.”

બસ હા, મમ્મી હવે બોવ થયું, હવે થોડું પણ બોલીશ તો મેં પાછી જઈ ને સુઈ જઈશ. “બંસરી પ્રેમભર્યા ગુસ્સે થી બોલી.”

હા, નહી બોલું હવે કશું, તું જા પહેલા જઈ ને ફ્રેશ થઇ જા. અત્યારે અહી કાઈ કામ નથી અને આવી ને નાસ્તો કરી લે. “મમ્મી બોલ્યા.”

હા, હું જઈને ફ્રેશ થઇ જાવ પહેલા. એમ બોલતા બોલતા બંસરી ફરી પાછી પોતાની રૂમ તરફ ચાલી.

બંસરી હજુ રૂમ માં પહોચી ત્યાં એને તેણી ના ફોન ની રીંગ સંભળાય, દોડી ને ઉઠાવવા ગઈ.

ગુડ મોર્નિંગ. “સામે થી અવાજ આવ્યો.”

હા, ગુડ મોર્નિંગ. આજે તો અત્યાર માં ફોન આવી ગયો. “બંસરી થોડા આશ્રય થી બોલી.”

કેમ હું સવાર માં ફોન ના કરી શકું? “રાજ બોલ્યો.”

અરરે તું તો અડધી રાતે પણ ફોન કરી શકે. “બંસરી હસતા હસતા બોલી.”

ઓહહ એવું હા? અડધી રાતે પણ કરી શકું? “રાજ અચકાતા બોલ્યો.”

હા, તું અડધી રાતે પણ કરી શકે, પણ હું ઉઠાવું કે ના ઉઠાવું એની કોઈ ગેરેંટી નથી આપતી. “બંસરી ફરી હસી અને બોલી.”

હા, સવાર સવાર માં ખેંચો તમે પણ અમારી. “રાજ મો ચડાવી ને બોલ્યો.”

ના, એવું કશું નથી અને ચાલ મારે અત્યારે હજુ ફ્રેશ થવાનું પણ બાકી છે તારે કાઈ કામ હોય તો બોલી દે નહિતર પછી હું મારું કામ પહેલા પતાવી લાવ અને પછી નિરાતે વાતો કરીશું આપણે. “બંસરી એક શ્વાસ માં જ બધું બોલી ગઈ.”

ના, કામ તો કશું નથી, ચાલ તું તારું કામ પતાવી લે. “રાજ એ વાત નો અંત કર્યો.”

બંસરી એ ફોન મુક્યો અને બાથરૂમ તરફ ચાલી ગઈ.

બંસરી એ આજે બાથરૂમ માં સમય ઓછો વિતાવ્યો અને જલ્દી થી ફ્રેશ થઇ ને બહાર આવી અને ફરી પાછો રાજ નો ફોન જ આવી રહ્યો હતો.

બંસરી એ હાલ્ફ કપડા માં જ રાજ નો ફોન ઉઠાવ્યો.

આજે કાઈ બહાર તો નથી જવાનું ને તારે? “રાજ બોલ્યો.”

ના કેમ?

તો તારે તૈયાર થતા કેટલી વાર લાગશે? “રાજ બોલ્યો.”

હજુ એમ તો ૩૦ મિનીટ તો થઇ જશે. તારે કાઈ ઉતાવળ છે કે એટલું જલ્દી જલ્દી માં બોલે છે? “બંસરી અધીરી થઇ ને બોલી.”

હા, થોડી ઉતાવળ છે એટલે થોડી જલ્દી તૈયાર થઇ જજે હું તને લેવા આવું છું ૪૫ મિનીટ માં. “રાજ બોલ્યો.”

ક્યાં જવું છે? મને બોલ તો ખરા. “બંસરી બોલી.”

ના, એ સિક્રેટ છે એટલે નો મોર સવાલ. છાની માની તૈયાર થઇ જજે અને ફોન કરું એટલે બહાર આવી જજે. “રાજ એટલું બોલ્યો અને સાથે ફોન પણ કટ કરી દીધો.”

બંસરી નું મગજ કામ કરતું બંધ થઇ ગયું, શું કરવું અને શું નહી? અને પાછો રાજ એ ફોન કાપી નાખ્યો. શું હશે સિક્રેટ અને ક્યાં લઇ જવાનો હશે મને બસ એજ વિચાર માં ને વિચાર માં બંસરી ૫ મિનીટ સુધી તો એ જ સ્થિતિ માં ઉભી રઈ. સ્થિતિ સાથે થોડી પરીસ્થીતી પણ ગંભીર બની જયારે બંસરી ના મગજ માં એ સવાલ આવ્યો કે પહેરવું શું?

મમ્મી... “બંસરી એ બુમ મારી.”

હા બોલ. “રસોડા માંથી બંસરી ના મમ્મી નો અવાજ આવ્યો.”

અહી આવ ને કામ છે તારું. “બંસરી જોર થી બોલી.”

હા, બોલ શું કામ પડ્યું તારે મારું? “મમ્મી થોડા ગુસ્સા થી બોલી.”

મમ્મી અત્યારે હમણાં રાજ નો ફોન આવ્યો અને કહ્યું કે જલ્દી થી તૈયાર થઇ જા તારા માટે એક સરપ્રાઈઝ છે પણ મમ્મી મને કાઈ ખબર નથી પડતી મારે આમ દરરોજ એને મળવા જવું જોઈએ કે નહિ? “બંસરી બોલી.”

મળવા જવું કે ના જવું એતો તારે જ નક્કી કરવાનું છે. “મમ્મી બોલ્યા.”

હા, મમ્મી પણ એ ખુશ થઇ ને વાત કરતો હતો એટલે મારે એના સરપ્રાઈઝ પર પાણી તો નથી ફેરવવું પણ ચાલ તું મને એતો કે હું કપડા કયા પહેરું બસ એ જ પૂછવા માટે મેં બૂમ મારેલી. “બંસરી બોલી.”

કપડા? મારી પરી પર તો બધા કપડા એકદમ મસ્ત લાગે પણ ચાલ આજે હું કહું એ પહેરીશ ને? “મમ્મી બોલ્યા.”

હા, મમ્મી તું બસ ખાલી બોલ ક્યાં પહેરું એ. “બંસરી બોલી.”

તું આજે પિંક અને બ્લુ ફ્રોક જે મેં તને તારા જન્મ દિવસ પર આપેલું યાદ છે તને? “મમ્મી બોલ્યા.”

હા, પેલું ફૂલડાં વાળું એ જ ને? “બંસરી સાથ આપતા બોલી.”

હા, બસ એ પહેરી લે તારા પર બોવ મસ્ત લાગે છે. “મમ્મી ખુશ થતા થતા બોલ્યા.”

થેંક યુ મમ્મી કહી ને બંસરી મમ્મી ના ગળે વળગી ગઈ.

તને કાઈ શરમ આવે કે નહી? અડધા કપડા માં આટા ફેરા મારે છે જલ્દી તૈયાર થઇ જ ચાલ. “બંસરી ના મમ્મી ઠપકો આપતા આપતા ચાલ્યા ગયા.”

બંસરી એ ફટાફટ એ ફ્રોક ને બહાર કાઢ્યું અને લગભગ ૨૦ મિનીટ માં તો તૈયાર થઇ ગઈ. કમર પર પટ્ટો સાથે હાથ માં ૨ બંગડી અને આંખ માં કાજળ અને આજે તો બંસરી એ કપાળ પર બિંદી પણ લગાડી હતી, એકદમ ટાઈટ બાંધેલા વાળ આજે બંસરી ને કાઈ વધુ જ સુંદર બનાવી રહ્યા હતા. માથા પર ૨ પીન નાખવામાં આવી અને પાછળ માત્ર એક રિબન બાકી પવન સાથે લેહરતા વાળ. પિંક કલર ના ફ્રોક ને મેચિંગ કરે એવી જ હોઠ પર લિપ્સિટ્ક કરવા માં આવી.

બંસરી અરીસા સામે આવી અને પોતાના જ વખાણ કરવામાં તો સહેજ પણ પાછી ના પડતી બંસરી એ પોતાને જ અરીસા માં જોઇને ખુદ ને જ એક આંખ મારી અને પાછી ખુદ જ શરમાય ગઈ. વાહ ઈશ્વર તારી લીલા. પોતાની જાત ને પ્રેમ કરવો પણ એક ઉત્તમ પ્રેમ છે એની સાબિતી બંસરી આપી રહી હતી.

એટલા માં જ બહાર થી દરવાજા ના બેલ નો અવાજ આવ્યો. કોઈ ને આઈડિયા નહોતો કે આ સમયે કોણ આવ્યું હશે પણ બંસરી તો રાજ ના ફોન ની રાહ જોય રહી હતી એટલે એ રૂમ માંથી બહાર જ ના નીકળી.

બંસરી જો તો તારી કોઈ ફ્રેન્ડ આવી છે. “મમ્મી એ બહાર થી જ બૂમ પાડી.”

અત્યારે કોણ આવ્યું છે મમ્મી એમ બોલતા બોલતા બંસરી બહાર પહોચી..

અને આ શું? બંસરી ની આંખ તો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ, કારણ કે એની એકદમ સામે જ રાજ ઉભેલો હતો. જે બંસરી એ વિચાર્યું પણ નહોતું કારણ કે રાજ એને બહાર થી જ પીક કરવાનો હતો અને અત્યારે તો અહી સામે ઉભો છે. બંસરી ની થોડા સમય માટે તો આંખ ફાટી જ રહી ગઈ અને દિલ ની ધડકન બમણી ઝડપે દોડવા લાગી. બંસરી ને શું બોલવું એ કાઈ ખબર નહોતી પડતી. બંસરી માત્ર જોતી જ રહી.

અરરે ક્યાં ખોવાય ગઈ? તૈયાર જ છે ને તું? “રાજ બોલ્યો.”

બંસરી એ લગભગ ૨ સેકંડ પછી જવાબ આપ્યો. “હા, હું એકદમ તૈયાર જ છું, બસ તારા ફોન ની જ રાહ જોવાય રહી હતી અને જો મને પહેલું સરપ્રાઈઝ તો મળી જ ગયું કે તું સીધો ઘરે જ આવી ગયો હજુ આજે કેટલા સરપ્રાઈઝ મળશે એની ખબર નઈ. “બંસરી બોલતા બોલતા થોડી શરમાય.”

અને દર વખત ની જેમ જ કોઈ પણ પ્લાનીંગ વગર આજે ફરી બન્ને નું મેચિંગ થઇ ગયું હતું. રાજ એ પણ પિંક અને બ્લુ કલર ની ફૂલડાં વાળી ડીઝાઇન નો શર્ટ પહેરેલો હતો. ચેહરા પર હલકી એવી દાઢી હતી જે બંસરી ને બહુ પસંદ હતી. ચેહરા પર હશે ત્યારે બંસરી ની જેમ જ હલકો એવો ખાડો પડતો, અને ખબર નઈ પણ બંસરી ને રાજ આજે વધુ મોહિત કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. બંસરી ને આજે અંદર થી જ રાજ પર થોડો વધુ જ પ્રેમ આવી રહ્યો હતો.

પણ આજે એ વાત માં કોઈ શક જ ના હતો કે આજે બંસરી ને કોઈ અવગણી શકે. વેસ્ટર્ન સાથે ટ્રેડીશનલ બન્ને નો કોમ્બો લઇ ને બંસરી આજે કાઈ હટકે દેખાય રહી હતી. રાજ પણ એક વાર લપસી જ પડ્યો હશે બંસરી ને જોય ને પણ મમ્મી સામે વધારે વાયડાઈ ના કરાય એટલે કદાચ ચુપ રહ્યો હશે.

રાજ અને બંસરી બન્ને બંસરી ના મમ્મી ની રજા લઇ ને ઘર ની બહાર નીકળ્યા અને આજે રાજ ફોરવ્હીલ લઇ ને આવ્યો હતો એટલે બંસરી ને વધુ ચિંતા કરવા જેવું ના હતું. બંને કાર માં બેઠા અને નીકળ્યા.

બંસરી અને રાજ ઘરે થી નીકળ્યા ત્યારે લગભગ ૧૧ તો વાગી ચુક્યા હતા અને આજે બંસરી ને જબરદસ્ત સરપ્રાઈઝ પણ મળવાનું હતું. બંને ના મો પર એક અલગ જ સ્મિત હતું બંને ને ઘણું કહેવું હતું પણ હોઠ ચુપ હતા પણ આંખો તો ચુપ ના રહી શકે બધું કહી જ દે જો સામે વાળી વ્યક્તિ સમજી શકે એવી મળે તો.

રાજ અને બંસરી ની વાતો ધીમે ધીમે ચાલુ થઇ.

શું સરપ્રાઈઝ છે રાજ મારા માટે? “બંસરી બોલી.”

કહી દવ હા?

હા, બોલ ને મારા થી રહેવાતું નથી હવે. “બંસરી બોલી.”

અરરે તું થોડી વાર ચુપ બેસી શકે હા? અને બધું કહી દઈશ તો સરપ્રાઈઝ શું રહેશે? એટલે થોડી વાર છાની માની બેસ અને જોયા કર જે થાય એ. “રાજ પ્રેમભર્યા ગુસ્સા સાથે બોલ્યો.”

હમમ, સારું ચાલ હવે કાઈ નહી બોલું બસ. “બંસરી હલકી એવી સ્માઈલ સાથે રાજ સામે જોતા જોતા બોલી.”

બંને ની નજર મળી અને વાતાવરણ વધુ રોમેન્ટિક થઇ ગયું.

રાજ એ ગાડી સીધી ‘હોટેલ હેવન’ પાસે જઈને ઉભી રાખી. રાજ એ ગાડી પાર્ક કરી અને બંને ગાડી માંથી બહાર નીકળ્યા. રાજ એ બંસરી ને થોડી વાર ઉભા રહેવાનું કહ્યું અને રાજ દોડી ને એકવાર હોટેલ માં જઈ ને પાછો બહાર આવ્યો.

ચાલ બંસરી અંદર. “રાજ એ હોટેલ ની બહાર આવી ને બંસરી ને બૂમ મારી.”

બંસરી ની ધડકન થોડી વધુ સ્પીડ માં ચાલી રહી હતી અને સાથે થોડી નર્વસ પણ હતી, બંસરી ધીમે ધીમે ચાલતા ચાલતા રાજ સુધી પહોચી.

રાજ એ બંસરી ની હાથ પકડી લીધો અને હોટેલ ની અંદર બંને એ પ્રવેશ કર્યો. બંસરી ને થોડું અલગ ફિલ થયું પણ આજે બંસરી ને ગમ્યું જે રાજ એ તેણી નો હાથ પકડ્યો એ.

બંસરી ને અંદર થી ધીમું ધીમું સંગીત સંભળાય રહ્યું હતું અને કોઈ રોમેન્ટિક સોંગ વાગી રહ્યું હતું જે મહદઅંશે બંસરી નું ફેવરીટ સોંગ હતું પણ આ રાજ ને કેમ ખબર હશે? બધી એ હજુ બંસરી ને ખબર ના હતી.

બન્ને જઈને ટેબલ પર બેઠા અને હવે સંગીત એ પણ જડપ પકડી. એક ઉપર એક બધા જ બંસરી ના ફેવરીટ સોંગ વાગી રહ્યા હતા.

ભૂખ તો લાગી જ હશે ને તને? “રાજ હળવેક થી બોલ્યો.”

બંસરી એ કાઈ જવાબ ના આપ્યો તે હોટેલ માં વાગતા સોંગ માં ખોવાયેલી હતી.

બંસરી તને પુછુ છું. “રાજ ફરી બોલ્યો.”

સોરી મારું ધ્યાન ના હતું, હા ભૂખ તો લાગી જ છે પણ આજે તું જે ઓર્ડેર કરીશ એ જ જમીશ હું. “બંસરી સ્મિત સાથે બોલી.”

હા ચાલ વાંધો નહી, પહેલા હું ઓર્ડેર આપી દવ છું પછી તું એમાં કાઈ બદલી પણ શકે છે. “રાજ બોલ્યો.”

“હા, વાંધો નહી.”

રાજ એ વેયટર ને બોલાવ્યો.

“એક ચીઝ બટર મસાલા, ૨ કુલચા, ૨ છાસ નો ઓર્ડેર કર્યો અને રાજ એ તરત બંસરી ને પૂછ્યું આમાં કાઈ બદલવું છે તારે?”

ના, આ બધું મારું ફેવરીટ જ છે. “બંસરી બોલી.”

રાજ એ બંસરી ને હલકું એવું સ્મિત આપ્યું.

હમમ, તો આ તારું સરપ્રાઈઝ હતું? એક રોમેન્ટિક લંચ ડેટ? “બંસરી બોલી.”

હા, કેમ ના ગમ્યું તને? “રાજ થોડો ગભરાય ને બોલ્યો.”

મને રોમેન્ટિક શબ્દ આવી જાય એ બધી વસ્તુ ગમી જ જાય અને એમાં તારા આ સિલેક્ટ કરેલા રોમેન્ટિક સોંગ, વાહ હું તો ફિદા થઇ ગઈ. એક ઉપર એક સોંગ મારા ફેવરીટ વાગે છે. “બંસરી ખુશ થતા થતા બોલી.”

રાજ થોડો શરમાયો અને બંસરી બસ એક નજરે રાજ ની જોય રહી હતી. અને રાજ ની નજર પણ બંસરી સામે જ હતી. આંખો થી વાતો શરુ થઇ. અને એટલા માં જ ઓર્ડેર આવી ગયો બંને એ જમવાનું ચાલુ કર્યું.

વાતો વાતો માં લંચ પતી ગયું, બંને પાસે જન્મો જનમ ની અધુરી વાતો હોય એમ વાતો કરી રહ્યા હતા. બંને એ લંચ પતાવી દીધું અને ત્યાં જ રાજ બોલ્યો.

હજુ એક નાનું એવું સરપ્રાઈઝ છે તારા માટે.

ઓહ હજુ શું બાકી છે? “બંસરી આશ્રય સાથે બોલી.”

રાજ મેનેજર પાસે ગયો અને એક રોમેન્ટિક સોંગ ચાલુ કરાવ્યું, “જબ તક તેરી ઉન્ગ્લીયા મેરી ઉન્ગ્લીયા સે કુછ કેહ ના દે”

વોના ડાન્સ વિથ મી? “રાજ એ એક પગ નીચે જમીન પર રાખી બંસરી સામે પ્રસ્તાવ મુક્યો.”

ઓફકોર્સ. “બંસરી એ ખુશ થતા થતા રાજ નો હાથ પકડ્યો.”

બંને એ ડાન્સ શરુ કર્યો, રાજ નો એક હાથ બંસરી ના હાથ માં અને બીજો બંસરી ની કમર પર હતો અને વાતાવરણ આજે હદ કરતા વધુ રોમેન્ટિક બની રહ્યું હતું. રાજ અને બંસરી એક નજર એજ બીજા સામે જોય રહ્યા હતા, બંને ના હોઠ એક બીજા ને મળવા પણ માગતા હતા પણ વચ્ચે એક લીમીટ આવી જતી હતી જેના લીધે બંને એ એક બીજા ના હોઠો ને રોકી રાખ્યા હતા પણ અહી બંનેની આંખો એક બીજા ને કિસ કરી રહી હતી.

ડાન્સ પતવા આવ્યો હતો અને બંસરી ને આજે એવું લાગી રહ્યું હતું કે રાજ પ્રપોસ કરશે અને લગભગ એક ગાલ પર કિસ પણ મળશે પણ એવું કશું થયું નહી. બંસરી ની એટલી ઇચ્છા અધુરી રહી ગઈ. બપોર ના ૨ વાગી ચુક્યા હતા.

બંને હોટેલ ની બહાર નીકળ્યા.

તારા માટે હજુ એક સરપ્રાઈઝ છે જે તને ઘરે જઈ ને મળશે.

બંસરી ની આંખો આ વખતે ખુલ્લી રહી ગઈ સવાર કરતા થોડી વધુ, કારણ કે આ માણસ કેવો છે એ સમજી જ ના શકી, ઘરે હતી ત્યારે બહાર માટે સરપ્રાઈઝ હતું અને અને અત્યારે ઘર ની બહાર છે તો હવે એક સરપ્રાઈઝ ઘરે છે. બંસરી ને હવે જલ્દી ઘરે જઈને એ સરપ્રાઈઝ જોવું હતું.

શું છે એ સરપ્રાઈઝ જાણવા માટે તમારે પણ જોડાય રેહવું પડશે હાલ્ફ લવ સાથે.