Part-1 Cocktail in Gujarati Poems by Hiren Kavad books and stories PDF | Cocktail Part-1

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

Cocktail Part-1

કોકટેઈલ

ભાગ-૧

શબ્દોનો નશો

ગઝલ - કવિતા - નિબંધ

- હિરેન કવાડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

About the Author

હિરેન કવાડ ગુજરાતી - અંગ્રેજી ફીક્શન નોન-ફીક્શન લેખક છે. એ ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીમાંથી ઈનફોર્મેશન ટેકનોલોજી શાખામાં ગ્રેજ્યુએટ થયેલ છે. હિરેન કવાડે ૨૦૧૫ થી ફુલ ટાઈમ રાઈટીંગ, સ્ક્રીપ્ટ રાઈટીંગ અને એક્ટીંગ ને પોતાનુ કરીઅર તરીકે પસંદ કર્યુ છે. એ હાલ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક ગુજરાતી નોવેલ પર કામ કરી રહ્યા છે.Facebook : www.facebook.com/Ihirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

Blog : hirenkavad.wordpress.com

Contact No : +91-9099701652

હિરેન કવાડ ના બીજા પુસ્તકો

અનુક્રમણિકા

•અદ્વેત ક્રિષ્ન દ્વેત રાધા

•દરિયો એક મુજમાં

•ચોર આંખો

•યે રાતે

•સાંજ

•પ્રેમલો

•એમનું એમજ

•નખરા

•ઝુંપડી

•જીંદગી પળોને

•“છત છત કા પ્યાર”

•ચંચળ પાંપણ

અર્પણ

એમને જે હંમેશા મારા ચહેરા પરની સ્માઈલ નુ કારણ બને છે,

એમને જે મને હંમેશા કંઈક નવુ કરવા માટે પ્રેરિત કરે છે.

એ મિત્રોને જેમના વિના જીવન નીરસ હોત.

૧)

અદ્વેત ક્રિષ્ન દ્વેત રાધા

આજકલ સબકુછ બદલાસા લગતા હૈ,

વહ તીતલી, વહ ભંવરા ઔર રસ સે ભરી કલી,

પાની સે મીલને કે લીયે તડપતી હુઈ બારીશ કી બુંદે.

વહ હીલતે પત્તે ના જાને ક્યાં ફુસફુસાતે હૈ ?

યહ ગગન કીસીકો ઉડાને કે લીયે હલકા હો ગયા હૈ,

યે બાદલ કીસીકો જોર જોર સે આવાજ દે રહે હૈ.

યહ બાદલ ઔર જમીન કી ગુફ્તેગુહ હૈ,

યહ પાની ઔર આગ કા મીલન હૈ,

યહ લહુ સે મીલને કે લીયે બેતાબ તલવાર કા મીલન હૈ,

પ્રેમ મુજ જૈસે ભંવરે કો તુજ જૈસી કલી કો મીલને કી ચાહ હૈ.

“રાધા પ્રેમતો બે વચ્ચે થાય.. લગ્ન તો બે વચ્ચે થાય. આપણે બન્નેતો એક જ છીએ. તો આ કેવી રીતે શક્ય છે..?”, ક્રિષ્નનાં ધતીંગ તો આવા જ હોય. બે ને એક બનાવવા માટે ની એક જ ઘટના છે, પ્રેમ, મોહબ્બત, લવ.

પ્રેમમાં ભુખ ઉંઘ અને વિચારોનો થાક નથી હોતો એ બધુ ચર્ચાઈ ચુક્યુ છે. પરંતુ આ બધા પાછળનુ કારણ શું ?

ઉંઘતો આંખ પાસે ટકટકી લગાવીને બેસેલી જ હોય છે, પરંતુ એજ આંખોને જાગરણ કરીને જુગાર રમવાનુ મન કેમ થાય છે..? હ્ય્દયને તો ક્યારેક પરિણામની ખબર પણ હોય છે. પણ એ છાનુમાનુ જોયા કરે છે. એને પણ પ્રેમની રમત રમવાનો નશો હોય છે. એટલે એને કોઈ પણ પરિણામની પરવા નથી હોતી. એની પાસે વજ્ર જેવી સહન શક્તિ હોય છે, પછી ભલેને એ સહનશક્તિ જાળવવા આંસુ ઉછીના લેવા પડે.

પ્રેમમાં એક સુગંધ છે, જે પળે પળે વ્યક્તિને ફ્રેશ રાખે છે. એટલે એને આખી રાત ના જાગરણ નો કોઈ જ થાક નથી. પ્રેમ વ્યક્તિને રૂપના ઘુંટડા પીવરાવે છે. એટલે એને તરસ કે ભુખ નથી. પ્રેમ માણસને દુર દ્રષ્ટિ આપી જતો હોય છે, એને ભાળ આપી જતો હોય છે. એ આઘેનુ વિચારવામાં એને થાક નથી લાગતો, એટલે જ પ્રેમ એક નશો પણ છે. નશા ઘણા પ્રકારના હોઈ શકે, એક પીવો ત્યાં સુધી રહે, બીજો રાતે પીવો અને સવારે ઉતરી જાય, પરંતુ પ્રેમ બે વ્યક્તિ ને જ એકબીજાનો નશો બનાવી દે છે, એકબીજાને પીધા વિના ન ચાલે એટલે ન જ ચાલે, પીધે જ રાખો.

પ્રેમ કદી એક દ્વારા થતો જ નથી. ક્રિષ્નને તો નીતનવા ધતીંગ કરવાની આદત જ છે, એ એના માટે જ આટલો બધો લવેબલ લાગે છે. પ્રેમના કારણે એવી તો કેવી તલબ લાગે કે શરાબનો નશો સાઈડ માં રહી જાયપ? શરાબનો આદતી જ્યારે શરાબ ના પીવે ત્યારે માત્ર હાથપગ ધ્રૂજતા હોય, પરંતુ સાલુ પ્રેમી સાથે વાત ના થાય તો પેટમાં સલ્ફ્યુરીક એસીડ કેમ છંટાઈ જાય છે..? હાથ પગ તો ઠીક હૈયુ ધબક્યા વિના ધ્રૂજતુ હોય. દેશી મીક્સ માં કહીએ તો માઈન્ડ બેડ મારી જતુ હોય છે.

પ્રીયનો અવાજ સંભળાતા ટાઢા શેરડા પડે, એ સામે આવી જાય તો જામ પીવાઈ જાય. પરંતુ એ જામનો નશો ઉતરે એટલે પાછી તલબ ઉપડે. ફરી આંહ, નિગાહ ઔર હમ તબાહ.

પ્રેમને સ્પર્શની આંસ હોય છે, પ્રેમને નજરોનો શ્વાસ હોય છે, પ્રેમને દર્દની પાંખ હોય છે. ત્રણેયની હાજરી પ્રેમને મહેસુસ કરવા પર મજબુર કરી દે છે.

પ્રેમ સ્પર્શ માંગે જ છે, ભલે એ સ્પર્શનુ સ્વરૂપ સ્થુળ ન હોય. એવુ જરૂરી નથી કે કોઈ વ્યક્તિનો કોમળ કરનો સ્પર્શ પ્રેમી માંગશે જ. કદાચ હાથ ખરડાયેલા હશે તોય એ લપસણા કમળ જેવા જ લાગશે. પ્રેમમાં તો હોઠોનુ યુધ્ધ છે, યુધ્ધ હોઠોની વચ્ચે, યુધ્ધ કરવા વાળાય હોઠો, જે મેદાન પર યુધ્ધ થાય એ પણ હોઠોપ પાછી આ યુધ્ધમાં હાર તો કોઈની નહિ,,, દોનો ઔર ધજા પતાકા. માળુ હાળુ ખરૂ છે..! આ યુધ્ધ વારંવાર ખેલાવુ જોઈએ કારણ કે આ સ્પર્શની આંસ છે.

પ્રેમને નજરોનો શ્વાસ હોય છે. “જબ આપકી નીગાહે મેરી કુરબત સે દુર હો જાયેગી તબ યે સાંસે રૂક જાયેગી”. “એક નજર અને ધડકન બે”. નજરો મળતા મળતા તો હ્ય્દય એવુ ધડકવા માંડયુ હોય કે જાણે હ્ય્‌દય રૂપી પંપને ૫૦૦૦ હોર્સપાવર આપવામાં આવ્યો હોય. હરખઘેલુ હ્ય્દય ફરી લલચાય છે, કારણ કે એને પ્રીયના હ્ય્દયને પણ એટલુ જ ઝડપથી દોડાવવુ છે. એને ત્યાં સુધી દોડવુ છે, જ્યાં સુધી એક વિરાનતા ના આવી જાય. એ વિરાનતા દ્વેતને એક્ય બનાવી નાખે.

“પછી ક્રિષ્ન કહી શકે હો કે આપણે બન્ને તો એક જ છીએપ ઓકે ઓકે.. લોલ .”

પ્રેમને દર્દની પાંખો હોય છે. પ્રેમનો ન તો જન્મ થાય છે, ન તો એનો કોઈ અંત છે, એ સર્વત્ર ફેલાયેલ છે. પરંતુ પ્રેમ ઉડે છે, પ્રસરે છે, ફેલાય છે. એને ઉડવા માટે જે પાંખો જોઈએ એ દર્દની પાંખો છે. પ્રેમ દર્દ વિના પાંગળો છે. જ્યાં સુધી એકબીજાથી થોડાક દુર જવાની ક્ષણ નહિ આવે ત્યાં સુધી એ ખાલીપો ક્યાંથી આવશે..? જેમાં પ્રેમનો જામ ભરવાનો હોય એ ખાલીપો એટલે જ દર્દ અને આ દર્દ જ આગ લગાવતુ હોય છે.

શાસ્ત્રોમાં વરસાદને અગ્નિ કહેવામાં આવ્યો છે. “પર્જન્યો વાવ ગૌતમાગ્નિ.” ઢળી ગયેલી સાંજે છુટા પડયા પછી અને ઢળતી સાંજે ફરી મળવા વચ્ચેનો જે સમય છે એ દર્દ છે. વરસાદતો કોઈને મળવા આવતો હોય છે, એ અવનિ ને પલાળવા આવતો હોય છે. પરંતુ સમજાતુ નથી, આ વરસાદ આગ બનીને અગ્નિને જ બુજાવવા કેવી રીતે આવી શકેપ? શાયદ મોહબ્બત મેં આગ દોનો તરફ લગતી હૈ. ભલે એ ઠંડો પવન અને સેન્સીટીવ છાંટા કાન પાસેથી પસાર થતા હોય પરંતુ એ ટાઢકની સાથે કોઈની યાદની અગ્નિ જલાવી જતા હોય છે. પછી આ મનને હું તો કાબુમાં ના જ રાખી શકુ. કોઈ ભડના દિકરાઓ હોઈ શકે પણ એ એનુ દુર્ભાગ્ય જ કહેવાય. આવી ક્ષણો માં મનને ઉડતા ન આવડતુ હોય તો એને ધક્કો મારી દેવો જોઈએ, એને ઉડતા આવડી જ જશે.

પ્રેમમાં ઘણુ બધુ હોય છે. પ્રેમમાં એક જગ્યાએ મળતી બે નજર હોય છે.

પ્રેમમાં બે નામ હોય છે, જે બદનામ થવા તૈયાર હોય.

પ્રેમમાં વિચાર્યા વિનાની ક્ષણો હોય છે.

પ્રોગ્રામીંગ ની ભાષામાં કહેવામાં આવેતો, પ્રેમમાં ઈન્સ્ટન્ટ ઈનીશલાઈઝેશન હોય છે.

પ્રેમમાં પરમાત્મા હોય છે.( છતા લોકો જાતી પાતી ના નામે એ પરમાત્માનુ ખુન કરવા આડા ઉભા રહી જાય એ વાત અલગ છે.)

પ્રેમમાં પુરૂષાર્થ હોય છે. ( નાનુ ઉદાહરણ, મુવી : મૈને પ્યાર કીયા)

પ્રેમમાં ઉડતા વાળને કાનની પાછળ કરતી ચાર આંગળી અને એક અંગુઠો હોય છે.

પ્રેમમાં કોઈના શ્રૂંગારનુ વર્ણન કરતા શબ્દો હોય છે.

પ્રેમમાં ખટમીઠા ઝઘડાઓ હોય છે.

પ્રેમમાં નજાકત, નખરા અને નગ્નતા હોય છે.

પ્રેમમાં પુર્ણતા હોય છે.

પ્રેમની પુર્ણતામાં એક ખાલીપો હોય છે.

ખરેખર તો પ્રેમમાં કશુ હોતુ જ નથી. પ્રેમમાં પ્રેમ જ હોય છેપ

૨)

દરિયો એક મુજમાં

દરિયો ડુબેલો એક મુજમાં,

જળહળતા ઘોડીલા મોજાઓ ખુદમાં,

આમ હિલોળા લેજે ઓ ગાંડાતુર,

હુ સહી નથી શકતો આ શાંતી,

કંઈક જંખુ છુ જે મને લઈ જાય ખુદથી ખુદમાં.

તડપાવતો ધોમધખતો આ તાપ મીઠો લાગે છે હવે મૌજમાં,

જીણી જીણી અસોસી યાદોની કૈક કહિ જાય છે દિલમાં,

લાગે છે સુરજને પણ થાય છે, સુરજી જલન,

જ્યારે આંખો મુસ્કુરાય છે મુજ આંખો માં.

શોધુ છુ કૈક છુપાવેલુ છે તુજમાં,

રસ્તો મારો વાયા વાયા તુજથી તૃપ્તમાં,

અડીખણ ઉભેલી લાગણીઓ ક્યારે પીગળશે પળમાં,

શોધુ છુ મારા દિલ જેટલી જગ્યા, કારણ રાખી શકુ દિલ તુજ હૈયામાં.

આમ તેમ ફાંફાં મારૂ છુ, છતા તુ મુજમાં,

દર્દથી ભરીદે કદાચ જગા ખાલી થાય હ્ય્દયમાં,

પ્રેમની પાંખ બની બેઠો છુ, ઠુકરાવી દે કોઈ ડર નથી,

તારો જ એક અંશ છુ, ક્યારેક તો મળીશ તુજમાં.

૩)

ચોર આંખો

આંધાધુંધી અણધારી આંખો ની, અસ્ત વ્યસ્ત આંકારો અણસારતી,

ગઝલ ગાવા લાગી ગુલાબો ના ગીતડા, ગોષ્ટી ગમી જ્યારે ગાતા નયનો ની.

ચોર બન્યો તો ચિત ચોરાયુ ચળકતુ,

ચોરી કરવા ગયો તો, ખુદ લુટાઈ ગયો.

કાજળ કાળુ કામણગારૂ કઈક કહેતુ હતુ,

આંખો ને આંજીને અંધાપો,છેવટ કાજળચોર બન્યો.

પળકતી પાંપણ પીતી પળકી પળકી,

પાપણ ને પામી શક્યો નહિ પરંતુ, પાંપણ પીનારો થયો.

છમમ.. છમમ.. છણકતા નુપુર નો છણકારો,

ખન્નન ખન્નન ખણકતા કંકણે, ખોબે ખોબે હંફાવ્યો.

લહેરાતી ઝુલ્ફો ને લટકતી લટો, શરમાવે હવાને,

ઝુલ્ફો ના વીંજણા ની લહેરાતી હવા, સ્પશૅ વા ટેવાયો.

નઝરો ની ચોરી તો આપે કરી હુ તો લૂટાવુ દૃષ્ટિ,

બસ લૂંટાવુ છે હવે તો પુરેપુરૂ, લુંટી લે દૂનિયા લૂટી લે.

૪)

યે રાતે

અંધેરી રાત કભી સપને દિખાતી હૈ..

કભી જાગતા હુ દેર તક ઉસે દેખને કે લિયે..

ઉસકી હસીનતા મેરે મન કો પીગલા દેતી હૈ..

રાત આતી હૈ કીસીકે જાને કે બાદ..

ક્યા ઉસકો ડર હૈ કીસી કા..?

આદત હૈ ઉસકો અંધેરે કી.. ક્યા ક્યા કરવાતી હૈ યે..!!

કીસી કી યાદેપ ઉસકી નીગાહે.. ઉસકી બાહે.. ઉસકી વો આહે..

દિખાતી હૈ રાતે.. ઓર દેખતી હૈ રાતે..!!

શબ્દો કો સજાતી હૈ રાતે.. ફીર ઉસકો પઢાતી હૈ રાતે..

ચુપકે સે ગાતી હૈ રાતે..!!!...

કભી રૂલાને કો મજબુર કરતી હૈ રાતે..

તો કભી રોને મે મદદ કરતી હૈ રાતે..

કભી મેરે સાથ રોતી હૈ રાતે.. આતી હૈ રાતેપ ખેલતી હૈ રાતે..

જબ વો કાતીલ આતા હૈ સુરજપ. તો ફીર યાદ આતી હૈ રાતે..!!!

૫)

સાંજ

આ સાંજ ઉપર ટ્રસ્ટ ના કરતા, સાચુ કહુ છુ.

આની પાછળ આખો દિવસ વેસ્ટ ના કરતા સાચુ કહુ છુ.

આની પાસે રોજે સરપ્રાઈઝ હોય જ છે,

પણ એ તમને દરેક વખતે મેમરાઈઝ કરવી ગમશે એ ભ્રમ મા ના રહેતા. સાચુ કહુ છુ.

ઉનાળામા ઢળતા સુર્ય ની સાથે ગરમ પવન સાથે આવે.

શીયાળા મા ઠીઠુર બનાવી દે એવા વાયડા વીન્ડ સાથે આવે.

આ રંગ બદલતી સાંજ આજની છોકરી જેવી છે, કોણ જાણે ક્યારે મુડ બદલે...?

સાચુ કહુ છુ.

પણ સાચુ કહુ તો ચાલને સાંજ તારા વિષે બીજુ પણ કહુ.

ક્યારેક તુ ઓફીસે થી ઘરે લાવે, રસોડા થી રેસ્ટોરન્ટ મા લાવે,

પપ્પા ચાલો ને મેળા મા જઈએ, આ અવાજ ને જન્માવે. કદાચ હુ સાચુ જ કહુ છુ ને..

ખબર નહિ સુકાયેલી આંખો ની સાથે સાંજ ને શું દુશ્મની છે.

છલોછલ કરવા ક્યારેક કંકાસ રૂપે તો ક્યારે પેટ ની ચિંતા લઈને આવે.

ભલુ કરશે ભાળનારો, પાછી આ સાંજ જ બોલાવરાવે, સાચુ કહુ છુ.

બર્થ ડે પર સરપ્રાઈઝ પાર્ટી, અને લગ્ન ઉપર પીઠી ચોળવાનુ ટાણુ પણ આ સાંજ લઈને આવે.

આજે શુ રાંધીશ એની ચિંતા લઈને સાંજ આવે.

પરસેવા વાળો શર્ટ અને હાથ મા પકડેલુ ટીફીન આ સાંજ લઈને આવે. સાચુ કહુ છુ.

સાંજ નો ડરેસ સરપ્રાઈઝ છે.

એનો દુપટ્ટા ના બે ફાટા આંસુ અને સ્મિત, ક્યારેક આ ખભા પર તો ક્યારેક પેલા

એના સેન્ડલ નો માર ચુમવો કે ના ચુમવો એ આપણે નક્કિ કરવાનુ, સાચુ કહુ છુ.

૬)

પ્રેમલો

પ્રેમના વૃક્ષો ખીલશે જ્યારે, ચોમેર સુવાસ ફેલાશે શ્વાસે,

યાદોની કમી મહેસુસાશે ક્યારે, ત્યારે છલકાશે છલ્લક છલ્લક પ્રેમલો.

આંધીઓ પણ ઓઢેશે ઓઢણા રાતા, વાતંકી વાયરા લાગશે વામણા,

ચાહતના ચુડલા છન્ન છન્નશે જ્યારે, ત્યારે ખનકશે ખન્નક ખન્નક પ્રેમલો.

શરાબની શોધમાં શાને સુફીઓ શોર કરો?, એકાદુ ટીપુ જરશે સ્મિતનુ,

સ્મિતના શરાબને ઘુટડે ઘુટડે નશીલો, ત્યારે જલકાશે જલ્લક જલ્લક પ્રેમલો.

મૃગજળ પી શકાશે આંખોથી, નઝરોના તીર ઘાયલ કરી રૂજ ની રાહતા આપશે,

સોનમણી નજર સ્મિતશે જ્યારે, ત્યારે મલકાશે મલ્લક મલ્લક પ્રેમલો.

મોજા અદાઓના મહેરાવશો મુખથી, ગાલ ખાડામાં ખુંપશે કાફલો અમારો,

અદાઓ તીખી થશે અમારા તરફ જ્યારે, ત્યારે સીસકશે સીસ્સ્ક સીસ્સ્ક પ્રેમલો.

સુર સુણાશે વિના કોઈ વિણા, શબ્દોની શાંતી શીખવાડશે સંગીત,

ઘુંઘર ઘુઘવાશે વિના પગ-પાની જ્યારે, ત્યારે છનછનશે છન્નક છન્નક પ્રેમલો.

જર જરતા જામ અંગ અંગથી નીરંતર, વાટમાં પીવાથી વિતશે વર્ષો.

નશાનો નશો કરશે હિરલો જ્યારે, ત્યારે ઠુમકશે ઠુમ્મક ઠુમ્મક પ્રેમલો.

૭)

એમનું એમજ

અંધારૂ ગયુ અને અંધકાર એમનો એમજ,

સવાર થઈ પણ નશો એમનો એમજ.

રૂપોના જામ છલકાવ્યા કેવા,

બદન પર જ્વાલા એમની એમજ.

શરાબ રેડવાની શી રીત ભાય્‌તુ તમારી,

જુગલ બંધી હોઠ બેયના એમના એમજ.

હાથોમાં ભીડેલી બાથ કસકસાવીને,

મનમાં ઉછળતા મોજા એમના એમજ.

મુલાયમ બદનથી ઝરઝરતી સુવાસ,

સોનમીયો રંગ દાગ રૂપે એમનો એમજ.

થરથરતી ધ્રૂજારી મેહસુસી હતી જે,

જોવ તને તો લાગે છે એમની એમજ.

હિજરત કરવી પડતી નથી,

બંદગી પહોંચે વિના પ્રયાસે એમ જ.

મુખના મેખાના માં પહોંચીશ ક્યારે?,

નશા વાટે બેઠો એમનો એમ જ.

લેહરોની માફક ઉછળીને ચાલો,

ચાલ્યા જાવ છતા ભણક એમની એમજ.

સરીતાનો ભાવ તો જાગે છે તારામાં,

સાગર બાહોંમાં મારી સમાવા એમનો એમજ.

૮)

નખરા

બ્લુ જીન્સ અને સફેદ ટી શર્ટ પહેરી,

તોય લાગે આજે આકાશે ઓઢી ચુનરી.

મોબાઈલ દર્દમાં ગરકાવ થઈ ગયો,

નવનીતી આંગળીઓ કાં મારા પર નહિ?

પ્રબળ હોઠો છે ચુમવા,

રણ ઢુંવા વચ્ચેના સ્વર્ગ ને.

ખુંપવા મેં દોટ મુંકી,

તસતસતા ચુંબનની વાટે ને વાટે.

લટોની કરામતમાં લુંટાયા યુવાનો,

પાણી પાણી કરી દે ઘટાઓ.

આંખો તો મેં જુકાવી તારા પછી,

ગોખી જીંદગી હવે પ્રેમ ભણી બતાવો.

ફેસબુક પર કમેન્ટ તારી જોવા,

સ્ટેટસીયા અપડેટ અને ટેગીંગ કરૂ નવા.

ચીડવે ફ્રેન્ડસ મને જોવ પ્રોફાઈલ તારૂ,

ચેટીંગ ને ડેટીંગ ફેસબુક કરાવશે તારૂ.

છમ છમતી ઝાંઝર પગે ગુમાવી,

કંગનની ખનક ફેશનીયા પ્લાસ્ટીકને પરણાવી,

મોબાઈલ નંબર મેળવવવા આંખો બહુ લડાવી,

છેલ્લે ફેસબુકે લાજ મારી બચાવી.

કોફી કાફેના સોફા પર બેસવુ પણ કડકાઈએ લાત મારી,

ચેહરા પરના કાળા તલે મારામાં અલખ જગાવી.

સંતાકુકડી આપડી પણ સખી તારી ભ્રમણે,

સેટીંગ તારી સાથે કરવામાં કોઈ બીજા તરફ મન તડપે.

હોસ્ટેલના રૂલ્સને કપાળેથી હટાવી,

કોલેજની બહાર નીકળો હાથમાં હાથ નાખી.

આઈ લવ યુ નો વાઈરસ હેન્ગ કરી દેશે હાર્ટને,

હિરલો તો એન્ટી વાઈરસ છે, સ્કેન કરાવી લો હિમ્મત રાખી.

૯)

ઝુંપડી

ગરીબોની ઝુપડીઓમાં જુઓ શાંતી કેવીપ!

અમીરો તો પડખા ભરી વલખા મારે રેપરેપ

આપોઆપ દિપ પ્રગટે વિના કોઈ દિવેલ,

આંસુ બળતણ બને, પછી હિબકા ભરેલપ ગરીબોની ઝુપડીઓમાં જુઓપ!

ભુખની અગ્નિ જલાવે ઉદરને,

ઉપર બેઠો તુ શાને તડપાવે..?

પ્રેમથી જ પેટ ભરી અગ્નિ શમાવે,

માથે હાથ ફેરવી ‘સુઈ જા’ કહેડાવેપ ગરીબોની ઝુપડીઓમાં જુઓપ!

ઈશ્વર વસે છે, એના આંસુઓમાં

અમિરોના મંદિર સુના પડયા છે,

ભોગના થાળ વણજુઠા પડયા છે,

ઈશ્વર આંસુથી અધિરો થઈ આવે એટલીપ ગરીબોની ઝુપડીઓમાં જુઓપ!

૧૦)

જીંદગી પળોને

જીંદગી પળોને ના ભાંખવામાં શાણપ,

સાંચી મજા પળ માણવા અચાનક,

સાહસ તો ત્યારે કહેવાશે, ગાંડા દરિયામાં ડુબીશુ,

અને પહાડી મોજા બનશે, ઉદ્ધારક તારકપ જીંદગી પળોને..!

સ્મરણ થી જ આવે સવાર બની સારથ,

બેસી હુ એમા બનુ ખુશીઓનો મહારથ,

થશે જે હશે સારૂ, શાને બનીએ વિચારક..?

ઘડી હાલની જ કહેશે દિલને મુબારકપ જીંદગી પળોને..!

મંઝિલ ખબર નથી, ખબર ના વિશ્રામ આરામ.!

પથ જ જુનુન લષ્ય, સહજતા મારી ટાઢક,

પ્રેમની પળોમાં સ્મિતો તમે મલક મલક,

કરીને પ્રેમ હિરલાને, બનો દિલદારકપ જીંદગી પળોને.

૧૧)

“છત છત કા પ્યાર”

યે વહી છત હૈ જહા મૈને તુમ્હે પહેલી બાર દેખા થા,

કપડે સુખાતે નઝરે છુપાતે, શરમાતે ઓર દુર જાતે.

છત સબ પે નઝર અડાયે રખતી હૈ,

ઈસી લીયે મેરી નઝર હર વક્ત છત પર રહતી હૈ.

યે વહી છત હૈ જહા પહેલી બાર હુએ થે ઈશારે,

ઔર સુની થી મૈને તુમ્હારી સખીયો કી હંસી.

યે વહી છત હૈ જહા મૈને છુપ કર સુકાયે કપડો કે પીછે,

ડર કર કીયા થા એકરાર ઈશ્ક કા ઓર તુમ સરક પડી મેરી બાહો મે.

મેરી છત ભી તુમ્હે દેખને કો બેતાબ થી ઉસ દીન,

જીસ દીન હુએ થે કુછ જઘડે તેરે ઘર.

યે વહી છત હૈ જહા મેરા સીર ગીર પડા થા તેરી ગર્દન કે પાસ,

પોછે થે આંસુ વો તુમ્હારા સ્પર્શ નશીલા લમ્હા.

યે વહી છત હૈ જહા મે આપકો દેખતા થા છુપ છુપ કે,

ઓર અબ મીલા કરતા હુ ચુપ ચુપ કે હર બાર હંમેશા કે લીયે...

યે વહી છત હૈ.. યે વહી છત હૈ...

“ઝરૂખો તો વાટ જોવાની જગ્યા છે...

પણ છત એ તો મુલાકાત ની જગ્યા છે.”

પહેલા કહી દવ છત ના બીજા નામ...ધાબુ..

કાઠીયાવાડ અને સૌરાષ્ટ્ર મા મોસ્ટ લી યુઝ થતો વર્ડ છે...

“ચાલ ધાબે જઈએ, ધાબા ઉપર હવા ખાવ જાવુ છે.”...

ટેરેસ.. લગભગ સીટી એરીયાઝ મા એપાર્ટ્‌મેન્ટ-ટેનામેન્ટ સાથે યુઝ થતો વર્ડ છે.. અગાશી- પ્યોર દેશી શબ્દ.. જે આ બધા નો પર્યાય જ છે.

“ ધાબે આવી જજે ૫ વાગે...” વ્હેન યુ આર નોટ ઈન કોલેજ.. છત થી મોટી કોલેજ કોઈ હોતી જ નથી.. કદાચ અહિં ક્લાસ રૂમ નથી હોતા પણ લેકચર જરૂર થાય છે... જ્યા લેકચરર આંખો હોય છે, હોઠો હોય છે, અને એક બન્ને ના સંવાદો હોય છે. ખબર નહિ કે ઉપર મે કવિતા લખી છે કે ગઝલ પણ એટલી ખબર છે કે છતે જે મને કહેવાનુ કહ્યુ એ લખ્યુ છે. નવુ ઘર લીધુ હોય અને સોસાયટી મા હજુ કોઈ ઓળખતુ ના હોય.., ટી.વી એ પકાવી દીધા હોય ત્યારે પછી છત બોલાવે છે.. ભુલથી ટાઈમ પાસ કરવા એકવાર પહોચી જવાય.. પણ ત્યા તો કોઈ દેખાય પાસે અડી ને આવેલા ઘર ની છત પર પંજાબી ડરેસ... પણ ગળા પર દુપ્પટો નથી, હાથ મા કપડા ભરેલી ડોલ છે.. નજર નીચે છે. કપડા ને જાટકી ને દોરી પર સુકવવા નાખતી વખતે નજર ઉઠે છે.. અને આખો મળે છે.. ફરી આંખો એક દમ ઝુકી જાય છે. શરૂ થાય છે મીશન ટેરેસફુલ...

ડે-૨ ફીર વોહી જગહ, વોહી વક્ત, વોહી કપડે સુખાને કી રસ્સી ઓર વોહી સુખાને વાલી મુજકો ભી ઓર કપડો કો ભી.. ડે-૩...ડે-૪..ડે-૫.. ડે-૬..ડે-૭.. ફીલ્ડીંગ ભરવી..નળીયા ગણવા.. લાઈન મારવી જે કહો તે આ દિવસો મા થયુ.. એન્ડ આવ્યો જજ મેન્ટ ડે... ઈન્તેકામ કી ઘડી.. રીઝલ્ટ ઈઝ જસ્ટ મીની બટ મેગા સ્માઈલ... જેકપોટ... જેકપોટ.. જેકપોટ.. વોટ એલ્સ નીડેડ..? ફીર તો સુબહ મે છત્ત પર કોલેજ ઓર શામ કો ટ્‌યુશન.. સાંજના પાંચ વાગે એટલે સુરજ ઢળવા લાગે.. અને ટાઢો છાયો થાય. ચોપડી લઈને વાચવા ને બહાને ઉપર ધાબે.. એ પણ આવે લટાર મારવા.. ગુંથણ ગુંથવા... ભરત્ત ભરવા.. કાંતો વાચવા એની સહેલી ઓ ને લઈને.. બન્ને તરફ થી ચાલે આંખો થી વાતો.. સ્મિત થી વાતો.. પણ હોય છતા સન્નાટો.. એજ સીલસીલો ચાલે.. પણ એક વાર સુરજ ડુબી ગયો હોય અને પછી બન્ને ના પગ ચાલે ઘર ની અગાશી ને જુદા પાડતી પાળી તરફ.. પાંચ આંગળી ઓ પરણે અને બને એ દસ.. બીજી પાંચ આંગળી ઓ ભેટે હોય દસ પણ લાગે દસ ને બદલે એક ...જસ્ટ.. એક હાથ.. “ સ્મિતા... ઓ સ્મિતા...” “ આવી... મમ્મી...” “કાલે મળીશ પાંચ વાગે બાય...” “ઓય...” રંગ મા ભંગ..!!!!

લવ સ્ટોરી ઓન ધ ટેરેસ આજે પણ થાય જ છે.. છત એ બાગ છે.. બગીચો છે.. પહેલી મુલાકાત અને રોજની મુલાકાત તો કદાચ છત પર થયેલા સેટીંગ નુ રોજ નુ સ્થળ હોય છે.. એની વાટે ખીલા ની જેમ ખોડાઈ રહેવુ.. ક્યારે આવશે એની રાહ... અને એનો ચહેરો જોવા બની જવુ લોઢા નો મીંદડો.. કોલેજ મા લવ સ્ટોરી બનતી જ હોય છે... પણ સ્કુલ ટાઈમ મા વેકેશન ટાઈમ મા છત એક માત્ર ઈલાજ... ઉતરાયણ આવે એટલે છત.. કડવા ચોથ આવે એટલે છત... પહેલા વરસાદ મા જુમવાનો મોકો એટલે છત... અને એ વરસાદ મા પાણી સાથે કોઈના પ્રેમ મા પલળ વાનો મોકો એટલે છત.. છત એટલે પ્રેમ નુ સ્થળ ઉતરાયણ પર પણ પતંગો ચગતી હોય.. અને ફીરકી પકડ વા ના બહાને જે થાય છે એ છત ને કારણે જ થાય છે.. સાથે શેરડી ના સાંથ.. એના કોમળ હાથો મારા ગાલ પર.. ક્યા ? છત પર...!! ઘર મા હોઈએ ત્યારે ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ નો કોલ આવે ત્યારે પનાહ કોણ આપે.. છત..ટેરેસ.. ધાબુ.. અગાશી...

ઉનાળા ના દિવસો ચાલી રહ્યા છે.. બફારા માથી બહાર લાવે કોણ? છત... પણ આ ઉનાળા ની છત પણ કઈ જેવી તેવી નથી... એપાર્ટમેન્ટ ના ટેરેસ ની છત રાતે મેળો બની જતો હોય છે.. એમા પેલી આવવાની હોય પથારી કરવા... નીંદ તો એક બહાના હોતા હૈ.. અસલી મકસદ તો ઉસે રીજાના હોતા હૈ... ગાદલા પાથરવા આવે ત્યારે એની ઝલક.. અને પછી અંજવાળીયા ની રાત મા આ પથારી થી પેલી પથારી તરફ થતો વાયર લેસ કોન્ટેક્ટ... નો બીલ નો નેટવર્ક પ્રોબ્લેમ... બસ વોહી રંગીન રાતે...

મુવી થી માંડીને બુક્સ નોવેલ ક્યાય છતે પોતાની ઉણપ છોડી નથી... વિવાહ.. હમ આપકે હૈ કૌન.. અને એવા ઘણા મુવી જેના મને નામ યાદ નથી.. જેમા છત પ્રેમ નો પર્યાય બની ગઈ છે.. એટલે જ કહુ છત એટલે છાયો... એની ઝુલ્ફો નો.. છત એટલે પ્રેમ નો પાર્ક.. છત એટલે... મીટીંગ વીથ સાઈલન્સ.. એટલે જ એડવર્ટાઈઝ કરૂ છુ... “છત કો લગા ડાલા તો લાઈફ ઝીંગાલાલા.”

૧૨)

ચંચળ પાંપણ

પાંપણ જુકી અને આપણે મળ્યા,

હુ અને તમે એકલા પડયા,

આંખો ઉઘડી તો જોયુ,

સપનુ હતુ પણ સાચુ કરવા અમે મથ્યા.

પાંપણ નીચે છે અમારી જીંદગી આખી,

પાંપણ જુકે અને ખીલે જીંદગી અમારી,

પાંપણ પર હુ વારી વારી,

પાંપણ કહે હુ તારી બસ તારી.

ઉદાસી નથી શોભતી પાંપણને,

પ્રેમની મેહફીલો લો તમે સ્વિકારી,

હા કહી જુકાવશો પાંપણને પછી,

હશે પાંપણ ની જાહોજલાલી.

વિના કોઈ મેકઅપ, મશ્કરા વિનાની,

પાંપણે અણિયાળી આંખો શોભાવી,

પાંપણ જુકી ને શામ થઈ નીરાળી,

જુકેલી પાંપણે પણ મુજમાં ખુશીઓ ફેલાવી.

આંખોએ પણ મારી જવાની જલાવી,

હોઠો ગુલાબી પર લટ ને વહેડાવી,

ઝુલ્ફો વીટીને હ્ય્દય સૌ થીજાવી,

ઋતુઓની મસ્તી ચહેરા પર છલકાવી.

જાઓ છો ક્યાં તમે કમરને લચકાવી,

પાની થી ઉમળતી ઝર ઝર તી જવાની,

ચુમી પાની પગની જમાવીશ જવાની,

પાનીનો નશો કરશે મને પાણી પાણી.

પાંપણ થી કરો પ્રણય, જુકાવી ઉઠાવી,

ચુમવી છે પાંપણ દુનિયા ભુલાવી,

વીજળીની જેમ પાંપણ પટપટશે જ્યારે,

શરૂ થશે નવલીકા, તમારી હિરલાની..!