Saraswati Chandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 3

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૧.૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૩. સૌંદર્યનો ઉદ્યાન અને કુસુમનો વિકાસ

‘અનાધ્રાતં પુષ્પં કિમલયમલૂનં કરકુહૈ :

અનાવિદ્વં રત્નં મધુ નવમનાસ્વાદિતરસમ્‌

અખળડં પુળ્યાનાં ફલમિવ ચ તદ્રુપમનધમ્‌

ન જાને ભોત્કારં કમિહ સમુપસ્થાસ્યતિ વિધિ :।।’

‘અણસૂંઘ્યું ફૂલ, નખ વડે પણ અણચૂંટી કળી, અણવીંધ્યું રત્ન, અણચાખ્યું નવું મધ, ખંડિત થવા ન માંડેલું પુણ્યોનું ફલ; એ સર્વના જેવું ડાઘ વગરનું આનું રૂપ છે; તેને ભોગવવા ક્રિયા ભોગવનારને વિધાતા મોકલશે એની મને સમજણ પડતી નથી.’ સુંદર કન્યા શકુન્તલા વિષયે દુષ્યન્તને આવી ચિંતા પડી હતી. તે શ્લોકમાંથી ‘તદ્રૂપમનધમ્‌’ ‘ડાઘ વગરનું આનું રૂપ’ એટલા શબ્દોને ઠેકાણે ‘મેઘા હિ દુહિતુઃ’ - ‘દીકરીની મેઘા એટલે બુદ્ધિના ચમકારા’ એટલા શબ્દ ગુણસુંદરીએ મૂકી દીધા હતા, અને એ શબ્દોથી વારંવાર તે ઊગતી કુસુમની ચિંતા કર્યા કરતી હતી. તેમાં હાલમાં તો એક પાસથી કુમુદની ચિંતા અને બીજી પાસથી કુસુમની ચિંતા એ બે દુઃખથી ભરેલા બે ત્રાજવાંના ભાર એના મનની દાંડીને બે પાસથી નમાવતા હતા.

માતાને પુત્રીનું દુઃખ અસહ્ય શલ્પરૂપ થાય છે તેનો અનુભવ ગુણસુંદરીને હવે પૂર્ણ કળાથી થવા માંડ્યો. જુવાનીમાં શ્વશુર કુટુંબના ત્રાસદાયક ભાર નીચે ચગદાઈ, કુટુંબિનીને યોગ્ય ઉદાર સ્વભાવથી, કુલીન વહુને સ્વાભાવિક ક્ષમાથી, ચતુર નારીના લક્ષણરૂપ ધૈર્યથી, શૂરી સ્ત્રીઓમાં સ્ફૂરતી ધુરંધરતાથી, પતિની સાથે એક જ ધુરીએ જોડાઈ પતિનો ભાર હળવો કરવા તેની સાથે દોડવામાં પાછળ ન પડવાના પતિવ્રત ઉત્સાહથી, કુટુંબજાળ જોત ઊકલી જતાં સુધી ગુણસુંદરી શરીરમાં, બુદ્ધિમાં અને સર્વ વાતમાં સતેજ રહી શકી હતી. એ જાળમાંથી મુક્ત થતાં, પતિની સમૃદ્ધિ વધતાં, દરિદ્ર દશાના ધર્મના અનુભવને અંતે રત્નગરીના પ્રધાનની પત્નીના સમૃદ્દિધર્મમાં ચતુર ભાગ લેવામાં આ આર્યા આગળ પડી હતી; પણ એ સમૃદ્ધિને સમયે બે પુત્રીઓની ચિંતા પ્રથમ કાળની ચિંતાઓ કરતાં તેને અધિક દુઃસહ લાગી. દુઃખકાળે ઊછરેલી, દુઃખોમાં ઘાવેલી રંક કુમુદસુંદરીની બુદ્ધિસુંદરતા ભોગવવા મળેલો મૂર્ખ સ્વામી એ સુંદરતા ભોગવી શક્યો નહીં, ત્યારે ઊછળતી કુમુદસુંદરીની સુંદરતા ભોગવનાર જડતો પણ ન હતો. એ બે દુઃખ વચ્ચે કિયું દુઃખ અધિક ગણી સંભારવું અને કિયા દુઃખને ન્યૂન ગણી ભૂલવું એ તેમની માતાને સૂઝતું ન હતું.

મેનારાણીના બાગમાંથી પોતાને ઘેર આવી આ દુઃખી અબળા એક આરામખુરશી ઉપર પડી અને મુખ ઉપર છાતી ઉપરનો છેડો ઢાંકી થોડી વાર મનમાં ને મનમાં રોઈ. અંતે આંખો લોહી, મુખ ઉઘાડી, કુમુદને સંભારી પ્રમાદધનને ઉદ્દેશી તેને ઠપકો દઈ તેની પાસેથી ન્યાય માગતી હોય તેમ, કંઈક ક્રોધથી અને કંઈક દયામણા મોંએ ગાવા લાગી :

૧‘નૈસર્ગિક સુરભિળઃ કુસુમસ્ય સિદ્ધા

મૂર્ધ્નિ સ્થિતિર્ન ચરળૈખતાડનાનિ ।’

‘અથવા - બેટા પ્રમાદધન ! તને ગુણ ઓળખતાં જ ન આવડ્યા તો તેનો સ્વાદ તું શી રીતે ભોગવે ?’

‘ગુળા ગુળશેષુ ગુળા ભવન્તિ તે નિર્ગુળં પ્રાપ્ય ભવન્તિ દોષાઃ

સુખાદુતોયાઃપ્રભવન્તિ નધઃ સમુદ્રમાસાધ ભવન્ત્યપેયાઃ।।’

‘અરેરે ! મીઠી નદીને ખારા સમુદ્રમાં ભેળવી ખારી કરી નાખવાનું પાપ તે તો મારે જ માથે - સમુદ્રને શો ઠપકો દેવો ? તે તો મૂળથી જ ખારો હતો. મીઠાં સાસરિયાંની લાલચે ખારો વર આપનાર મૂર્ખ માબાપ તો અમે જ ! મૂર્ખાઈ અમારી ને ફળ ભોગવે બિચારી કુમુદ ! શો માબાપનો તીર્થધર્મ ! હરિ ! હરિ !’ આંખમાંથી આંસુની ધારા ચાલી રહી.

વળી મેનાના બાગમાં બોલતી કુસુમને સંભારી વિધાતાને ગૂચવાયેલે મુખે કહેવા લાગી :

‘અખળડં પુળ્યાનાં ફલમિવ ચ મેઘા હિ દુહિતુર્‌

ન જાને ભોત્કારં કમિહ સમુપસ્થાસ્યતિ વિધિઃ ।’

એટલું બોલી ફરી દીર્ધ નિઃશ્વાસ મૂક્યો અને દુઃખથી થાકી, ઊભી થઈ, બારી બહાર પોતાની વિશાળ વાડી ઉપર દૃષ્ટિ ઠારી આશ્વાસન શોધવા લાગી.

આ વાડી રત્નનગરી અને મુંબઈ બેના નમૂનાઓના મિશ્રણરૂપ હતી. પ્રધાનપદે ચડ્યા પછી મહારાજની ઈચ્છાનુસાર અને નવી પદવીને યોગ્ય પ્રાસાદ-મહેલ-માં વિદ્યાચતુરને જવું પડ્યું હતું અને તે પ્રસાદ નગરની બહાર એક મોટા ૨ ઉધાનમાં હતો. આ પ્રાસાદ અને ઉધાનની વ્યવસ્થા પ્રધાનપત્નીએ લીધી હતી, અને સંસ્કૃત તથા અંગ્રેજી વિદ્યાઓની રસિકતાને અનુસરી તેમાં સામગ્રી સજવામાં આવી હતી. નવા વૈભવને અનુસરી, દિને દિને નવા ગ્રંથો- નવા અતિથિઓ- અને નવાં અવલોકનમાંથી સૂચનાઓ લઈ સારગ્રાહિણી આ સામગ્રીઓમાં ફેરફાર કરતી. ગ્રીષ્મ વર્ષા અને હેમંતાદિ ઋતુઓ, પ્રાતઃકાળ મધ્યાહ્ન, સાયંકાળ, રાત્રિના પ્રથમ પ્રહર, ચંદ્રિકાસમય, અંધકાકસમય, મિત્રમંડળને ફરવા બેસવાના પ્રસંગ, રાજવર્ગ અને લોકવર્ગના મેળાવડા, સ્ત્રીવર્ગની સમર્યાદ ગોષ્ઠીઓ, દંપતીના એકાંત વિનોદવિહાર, સુખના ઉત્સાહ, શોકના અવસાદ, પ્રધાનચિંતાને આવશ્યક વિચારોત્તેજક ઉત્સાહક સ્થાન અને સ્ત્રીજાતની રંક ચિંતાઓની ઝીણી જાળીઓની ગાંઠો ઊકલી જવા યોગ્ય ખૂણાઓ : આવા અનેક પ્રસંગો, સ્થાનો અને વિષયોને યોગ્ય કુંજો, ગલીઓ, ફુવારા, ઝરા, નાનાં તળાવો, ઝાડોની ઘટાઓ, રેતીનાં અને ઘાસનાં ઉઘાડાં મેદાન જેવા ભાગો, ઊંડી ગુફાઓ, નીચાં કોતર, ઊંચા પર્વતનાં અનુકરણ અને કૃત્રિમ મિનારાઓ : આ સર્વ ઉધાનના જુદા જુદા ભાગમાં ગુણસુંદરીની ચિંતાએ ખડાં કર્યાં હતાં. પ્રધાનને પોતાની સમૃદ્ધિ સાચવનારી પત્ની મળી એમ સર્વ કોઈ કહેતું. આ ઉદ્યાનનું નામ મણિરાજે સૌંદર્યઉદ્યાન પાડ્યું હતું. એમાં રાજા અને રંક, વિદ્વાન અને મૂર્ખ, બાલકયુવાન અને વૃદ્ધ, સર્વને પ્રસંગે પ્રસંગે આમંત્રણ થતું; અને તેમનો સત્કાર કરી, તેમના હ્ય્દય ઉઘાડી, ચતુર પ્રધાન પ્રજાનાં સુખ દુઃખ સમજવા પ્રયત્ન કરતો, તેમનું પ્રોત્સાહન કરવામાં તેમ જ તેમને અંકુશમાં રાખવાનાં સાધન પામતો અને સર્વ લોક ઉપર ભયપ્રીતિનું રાજ્ય કરી, મહારાજની આજ્ઞાઓ સર્વત્ર વર્તાવતો, મારાજના પોતાના હ્ય્દયમાં પ્રજારૂપ પત્ની પરનો પ્રણય ભરતો અને પ્રિયાનો અનુનય કરવાની તત્પરતા અને દક્ષિણતામાં આ યુવાન નાયકને કેળવતો, પ્રજાના પ્રવાહની લગામો ઉદયદિશા ભણી ખેંચતો અને રાજ્યના મહારથીનું સારથિપણું સિદ્ધ કરતો. આ સર્વ ધર્મકાળે ગુપ્ત રહી ધર્મમાં વર્તતી એ ધર્મોની સહધર્મચારિણી પતિના તેજનું આધાન ધરવા સમર્થ હતી, અને પત્નીહ્ય્દયરૂપ ક્ષેત્રમાં પ્રદાન-ઉત્સાહનાં બીજ આ સૈંદર્યઉદ્યાનમાં વવાતાં.

આ સુંદરતાના ઉદ્યાનમાંથી નાની કુસુમનો વિકાસ કરવાનાં સ્થાન રચવામાં માતા જાગ્રત રહેતી. ઉદ્યાન તૈયાર કરતાં ત્રણેક વર્ષ ગયાં હતાં અને ભાગ્યહીન કાળમાં જન્મેલી કુમુદ પરગૃહમાં જવા યોગ્ય થઈ ત્યાં સુધી આ ઉદ્યાન સંપૂર્ણ થયો ન હતો, અને સરસ્વતીચંદ્રનો સંબંધ પળવાર એના ભાગ્યાકાશમાં ચમકારા કરી રહ્યો એટલો કાળ એ આ ઉદ્યાનનો લાભ પામી એના વિયોગ સાથે ઉદ્યાનથી પણ જુદી પડી, અને એનું દુર્ભાગ્ય એને જોતજોતામાં પરગૃહમાં ઘસડી ગયું. જે વિધાતાએ એના ભાગ્યનો અસ્ત કર્યો તેણે કુમુદનો ઉદય કર્યો, અને કુટુંબોપાધિથી જે માતાએ પ્રથમ પુત્રી કુમુદને પારકે હાથે ઊછરવા દીધી હતી તે માતાએ બીજી પુત્રી કુસુમને પોતાના હાથમાં લીધી. પ્રધાનના આવાસનો જે ભાગ સ્ત્રીવર્ગ માચે રાખેલો હતો તેની પાછળનો ઉદ્યાનભાગ કુસુમને માટે તૈયાર કરાવ્યો હતો. આ ઉદ્યાનભાગમાં કુસુમને એકાંત બેસવા, ઊઠવા, અભ્યાસ કરવા, શરીરને વ્યાયામ આપવા, વિનોદ લેવા, અને સર્વથા નિર્દોષ સ્વતંત્રતા લઈ વિકાસ પામવા, જેટલી સામગ્રી જોઈએ તેનો સંભાર ભરેલો હતો. છતાં ઊગતી યુવાવસ્થાની સ્વતંત્રતાને સ્થાને અયોગ્ય નિરંકુશતા પેસી જવા પામે નહીં, કુસંગતિનો વા સંચાર કરી શકે નહીં, વજર્ય કરવાના મનોવિકાર ચેપી રોગની પેઠે ફાટી નીકળે નહીં, સદભ્યાસ વચ્ચે દુરભ્યાસ ડોકિયાં કરે નહીં, અને ઉત્કૃષ્ટ વૃક્ષો વચ્ચે કાંટાવાળા ઝાડ ભગે નહીં : તે સર્વ વિષયોમાં સજ્જ રહેવા એવી વ્યવસ્થા રાખી હતી કે આ કુસુમોદ્યાનના સર્વ ગુપ્ત પ્રકટ ભાગો ઉપર પોતાની આરામખપરશી ઉપરથી, પોતાના હિંદોળા ઉપરથી, અને પોતાની અને સુંદરગૌરીની બારીઓમાંથી, બેસતાંઊઠતાં અને જતાં આવતાં નિત્ય દૃષ્ટિ પડ્યાં કરે. પ્રિય પુત્રીનાં બુદ્ધિપ્રભાવ સ્વતંત્ર વિકાસ પામે અને અગમ્ય સ્થાને સરી જાય નહીં એ બે ફળ એક જ વૃક્ષ ઉપર એક જ ઋતુમાં આણવા ઉપર સૌંદર્યઉદ્યાનની અનિમિષ ધારણા હતી.

અંતર્દુઃખથી થાકી, બાહ્ય આશ્વાસન શોધવા, ગુણસુંદરી બારી આગળ ઊભી ત્યાં નીચેના કુસુમોદ્યાન ઉપર દૃષ્ટિ ગઈ, અને કામાર્તાને ચંદ્રદર્શન પ્રાપ્ત કરે તેવી રીત કુસુમોદ્યાનમાં વિકસતી રમણીય કુસુમનું દર્શન તપ્ત માતાને પ્રતપ્ત કરવા લાગ્યું.

માતાની દૃષ્ટિ પડી તે વેળાએ નિર્દોષ કુસુમ પોતાના ઉદ્યાનમાં એવું શું કરતી હતી કે માતાને સંતાપ થાય ?

બારી નીચે પાસે એક માંડવો હતો, તેને ચારે પાસે લાકડાની ચીપોની જાળી હતી. અને છતને ઠેકાણે ચાર પાસનાં વૃક્ષોની શાખાઓને આધાર આપી જાળીને મથાળે થઈને વચલા ભાગમાં એકબીજા સાથે ગૂંથાઈ જાય એમ વાળવામાં આવી હતી. જાળીની ચારે પાસે વેલાઓ ચડાવી દીધા હતા. તેના ઉપરનાં લીલાં પાંદડાંઓના ઉપર બૂરાં, ધોળાં, પીળાં, કાળાં અને લાલ ફૂલોએ ભાત પાડી હતી. લીલા રંગથી પુત્રીની આંખોની સંભાળ રાખવાના આ સુંદર માંડવા વચ્ચે ભૂરા, લાલ અને ધોળા કાચની ખુરશીઓ, બાંક અને ટેબલ ગોઠવેલાં હતાં તેમાં કુસુમ પુસ્તકો સાથે કાળ ગાળતી.

આ માંડવામાંથી નીકળવાના દ્વાર આગળ બટમોગરા અને ગુલાબના છોડ દ્વારપાળ પેઠે ઊભા રાખેલા હતા. એ દ્વાર સામે નાનો સરખો પાણીનો કુંડ હતો. એ કુંડની બે પાસ પિત્તળની જાળીઓ અને બે પાસ પગથિયાંવાળા આરસના આરા બાંધેલા હતા. ગુણસુંદરી બારી આગળ ઊભી તે વેળા કુસુમ એક પાસની જાળી આગળ આવી ઊભી હતી. એને શરીરે વસ્ત્ર ન જેવાં હતાં. ધોળો ગવનનો ચણિયો પહેર્યો હતો, પણ તેનો કચ્છ વાળી દીધો હતો, અને જંઘા અને પગ ઉઘાડાં હતાં તે સાથેસાથે રોપેલી કેળોના થાંભલા જેવા દેખાતા હતા, અને તેનો રંગ કેળમાંથી નીકળી આવેલા ગર્ભના જેવા રંગવાળા ચણિયામાં મળી જતો હતો. કચ્છ વાળેલા ચણિયાની ઊભી કલ્લીઓ કેળોના માથાનાં પાંદડાં જેવી હતી. ચણિયાને મથાળે કમળનાળ વીંટીં દીધી હોય તેમ નેફો અને નાડું લાગતાં હતાં; અને નાડાના શિરોભાગની ગાંઠ આગળ, અને તેની નીચે ચારપાંચ આંગળ સુધી તંગ કરેલા બે પાસથી ખેંચાતા નેફાની ગાંઠ પાસેની ચણિયાની ફાટમાંથી દીસી આવતા બીડેલા કમળપુટના જેવા ઉદરભાગને સિરે, પરાગમાં ભરાઈ ધોળો-પીળો થયેલો ભ્રમર કમળદળ ઉપર બેઠો હોય તેના જેવું નાભિમંડળ બેઠેલું દૂરથી પણ દેખાતું હતું. આના ઉપર એવા જ વસ્ત્રની ચોળી પહેરેલી હતી તેના અધોભાગ અને નેફાની વચ્ચે પણ ઉજ્જવલ શરીર, ચણિયો કાઢવા કેડની ઉપર ચડાવેલી સુવર્ણમેખલા જેવું, ચંદ્રોદય પહેલાં કોમલ તેજના પટાવાળા પ્રાચીમુખ જેવું, નયનને હરનારું થઈ પડ્યું હતું. તસતસતી ચોળીના આગલા ભાગમાં બોરિયાને ઠેકાણે રૂપાનાં આંકડાની હાર હતી, અને ભરાતા શરીરની ખેંચતાણથી એ આંકડા વચ્ચે દેખાઈ આવે એમ રહેવા દઈ ચોળીની બે કોરો એકબીજાની દૂર તણાઈ જઈ વચ્ચેના મોહક શરીરને ગુપ્ત રાખવાના યત્નમાં હારતી ત્હતી. આવી રીતે દીસી આવતી ઉદરભૂમિમાંથી ઊગતી ગૌર અંગની ઊભી રેખા એક વેલી પેઠે કશાને આધારે ટેકાઈ ચળકતી હતી, તેને વચગાળે પર્વેપર્વે ફૂલ જેવા રૂપાના આંકડા સૂર્યતેજથી વિશેષ ચળકાટ મારતા હતા, અને વેલીને શિરે બે પાસ સુંદર ઘાટવાળાં ગોળ ફળ ઝૂકી રહ્યાં હતાં. આ સુંદર રૂપવાડીને યોગ્ય કોઈ ભોકતા ન દેખાતી હોય તેમ મુખ ઉપર બે હાથની હથેળીઓ ઢાંકી કુસુમ જાળી આગળ ઊભી રહી હતી, અને આ ઢાંકેલા મુખ નીચેનું રૂપ ફરી ફરી નખથી સ્કંધ સુધી જોઈ બારીએ ઊભેલી માતા નિઃશ્વાસ મૂકતી હતી, અને મનમાં ફરીફરી ગાતી હતી કે

‘ન જાને ભોત્ત્કારં કમિહ સમુપસ્થાસ્યતિ વિધિ : ।।’

‘ઓ પ્રભુ ! આને માટે તેં કિયા નરને સરજેલો છે ? મને તો કોઈ દેખાતો નથી. તો એને જ શું કરવા સરજી ?’

આમ વિચાર ચાલે છે એટલામાં કુસુમ પાસેના એક પાતળા ઝાડને બાઝી, તેનો વાંસો લટકતા કેશભારથી ઢંકાઈ ગયો, જોતજોતામાં ઉપર ચડી, બે શાખાઓના વચાળમાં ઊભી રહી, અને આકાશમાંથી નાજુક વાદળ ત્રૂટી પડે તેમ કુંડામાં કૂદી પડી, પા ઘડી પાણીને ચીરી પાણી તળે અદૃશ્ય થઈ પાછી ઉપર આવી, અને પાણીની સપાટી ઉપર હલેસાંથી તરતી રંગેલી નાની વિહાર તરણિ ૩ પેઠે સુંદર હાથના ટૂંકા વામ ભરતી ભરતી તરવા લાગી. પાણીમાં પડી તે વેળાએ કપાયેલા પાણીની છોળો ઊંચી ઊછળી અને ચોપાસ વૃષ્ટિગૃહ-ફુવારા-વચ્ચે પાણી ઉડારતી રમતી રમતી ભીના લાંબા કાળા કેશભારને શરીર ઉપર તરાવતી ખેંચતી જાતે તરવા લાગી, અને પુત્રીના કળાવિકાસના ગર્વથી સ્ફૂરતી પણ બીજે વિચોરે દુઃખમાં ડૂબી જતી માતાની દૃષ્ટિ આંસુના વર્ષાગૃહ વચ્ચે પુત્રીની પાછળ તરવા લાગી.

એટલામાં સુંદર પાછળથી આવી, ગુણસુંદરીની પાછળ ઊભી રહી અને કહેવા લાગી : ‘ચંદ્રકાંતભાઈ જોડેના ખંડમાં એકલા અત્યંત શોકમાં બેઠેલા છે.’

ગુણસુંદરી વિચારમાંથી જાગી. ચંદ્રકાંતવાળા ખંડમાંથી સ્વર આવતો હતો તે સાંભળી બહાર ઊભી. ‘ચંદ્રકાંત શોકમગ્ન મુખથી એક ખુરશી પર પડી, માથે હાથ મૂકી, મનમાં એક શ્લોક ફરી ગાતો હતો પણ પાસેથી કાન માંડનારથી તે સંભળાતું હતું :’

‘લાવળ્યદ્રવિળવ્યયો ન ગળિતઃ કલેશો મહાનર્જિતઃ

સ્વચ્છન્દં ચરતો જનસ્ય હ્ય્દયે ચ્ન્તાજ્વરો નિર્મિતઃ ।

ણષાપિ સ્વગુળાનુરુપરમળાભાવાદ્વરાકી હતા

કોડર્થેશ્વેતસિ વેધસા વિનિહિતસ્તન્વીમિમાં તન્વતા ।।’

આ શ્લોક ગુણસુંદરીના દુઃખ સાથે સુસંવાદી થયો.

ગુણસુંદરી સ્તબ્ધ બની. ચંદ્રકાંત બબડ્યો : ‘સરસ્વતીચંદ્ર, તું સ્વચ્છંદ વિહાર કરતો હતો તેમાંથી તારા હ્ય્દયમાં ચિંતાજવર પ્રગટ્યો તો તું આમ ભટકે છે. જેને માટે તું આટલા જવરમાં સપડાયો તેને બિચારીને વાનરકરમાં ફૂલ ગયા જેવું થયું. અને તેનું કારણ પણ તું જ !’

ગુણસુંદરીએ સુંદરનો ખભો હાથ વડે દાબ્યો.

વળી ચંદ્રકાંત બોલવા લાગ્યો : ‘હરિ ! હરિ ! બની જોડ ત્રૂટી ! બનવાની જોડની પાંખો વચ્ચે વધારે ને વધારે ન અંતર પડે છે- હરિ ! હરિ ! બની બનાઈ બન રહી- અબ બનનેકી નાહીં.’

ગુણસુંદરીએ છાતી ઉપર હાથ દાબ્યો અને કાન આતુરતાથી ધર્યા. ચંદ્રકાંત પ્રથમ બોલવા અને પછી નિઃશ્વાસ મૂકી ગાવા લાગ્યો : ‘એક વાર જોડ થઈ હોત તો થઈ હોત. હવે બીજી જોડ બંધાવી અશક્ય.’

‘ક્યાં તુજ તે વૈરાગ્ય, રસિક ! તુને ભટકાવી લઈ જ જશે ?

ક્યાં હરિણાક્ષી હરિણી સમી સ્વચ્છંદ વિહારવને ફરશે ?

પકડાઈ ગયો પળવાર અલિ સરસિજઉરે રજનિ પડતાં,

થયું પ્રાત, ગયો ઊડી, ના સપડાય અનુભવી દક્ષિણ કંઈ કરતાં!

ફરવું સ્વચ્છંદ ગમ્યું તુજને, ફરવું મૃગીને સ્વચ્છંદ ગમ્યું,

નહીં મન્મથજળ સમર્થ દીસે, ઉભયે સ્વચ્છંદપણું જ વર્યું !’

‘દુઃખી બિચારા લક્ષ્મીનંદન ! તમારી વૃદ્ધાવસ્થામાં જે ભાગ્યબળે તમે પોતાના દુઃખનું નિમિત્ત થઈ પડ્યા, તે જ ભાગ્યને બળે તમારા પુત્રને બંધનમાંથી છોડ્યો નહીં. પરણું-નહીં પરણું-કહેનાર પુત્ર પિતાને પ્રસન્ન રાખવાના જ હેતુથી વીંધાવા તત્પર થયો, અને એ હેતુ સધાય એમ નથી એમ જાણતાં, માથે પડતી જાળમાંથી છલંગ મારી નાસી ગયો ! હવે એને મારે ક્યાં શોધવો ?’

ચંદ્રકાંત વિચારનિદ્રામાં પડી ગયો, અને સુંદરગિરિનું સ્વપ્ન તેમાં ખડું થયું.

‘સુંદરભાભી, આ સાંભળવાથી નથી સુખ આપણને- અને નથી તેમને. સરસ્વતીચંદ્ર જડશે તોપણ તેમાં કુસુમનો સ્વર્થ સધાય એમ નથી. એક પાસથી ના હોય તો બીજી પાસને મરડીએ. પણ બે પાસનું વાંકું ત્યાં સીધું કરવું કઠણ. સરસ્વતીચંદ્રને પુત્ર જેવા ગણ્યા છે ને તેમને માટે કાળજું બળે છે માટે તેમને શોધવાનો સ્વાર્થ તો એટલો ખરો. બાકીની વાતમાં મન ધાલવું તે નકામું છે.’ ગુણસુંદરી ધીરે રહી બોલી.

‘ભાભીજી, મારા જેવાં તો ધીરજ હારે. પણ સૌને ધીરજ આપનારાં તમારા જેવાં અનુભવી માણસ નિરાશ થાય એ નવાઈ છે. જુઓ, છોકરવાદીની પણ :તુ છે તે બેને બેઠી છે ને બેની ઊતરશે. મને એણી પાસથી રજ બીક નથી લાગી. પણ કુમુદના ઉપર જેની આટલી પ્રીત તેને કુમુદની બહેન અણખપતી ચીજ વસે તો બીક ખરી.’ સુંદર બોલી.

ચંદ્રકાંતનો સ્વર ફરી નીકળ્યો ને આ વાતો ફરી બંધ થઈ તેના મુખ ઉપર કંઈક સ્મિત, કંઈક હાસ્ય ફરક્યું.

‘કુસુમસુંદરીનો કુમારિકા રહેવાનો અભિલાષ રમણીય છે. તપોવનના હરિણના હ્ય્દય પેઠે એનું હ્ય્દય બાલભાવના ઉત્સાહથી ભરેલું છે, વ્યવહારસૃષ્ટિની રચનાના ભયનો લેશ દેખી શકતું નથી, નિર્દોષ સ્વતંત્ર વિહારના સ્વપ્નથી મોહ પામે છે, સંસારની ભોગસૃષ્ટિના દોષ જોઈ શકે એટલી એની બુદ્ધિ ચકોર છે, ધારેલો અભિલાષ પૂર્ણ કરવાના માર્ગ શોધી શકે એવી એની તર્કશક્તિ છે, અવલોકન કરી નવા વેશ કાઢે એવી દક્ષ છે- અને- અને મારા મિત્રને રમકડા પેઠે એ રમાડે અથવા - મિત્રને રમવાનું રમકડું થાય એવી એ રમતિયાળ છે.’

ગુણસુંદરી ફરી સ્તબ્ધ બની અને ચિત્ર પેઠે ઊભી. એની પાછળ હાથ નાખી એને દાબી સુંદર ઊભી.

‘પણ આ સર્વ ખેલ લોકાચારથી વિરુદ્ધ છે. વિદ્યાચતુર જેવું રાજકીય પાણીમાં ઝબકોળાયેલું માણસ આવાં મંત્રતંત્ર (ંર્રીિૈીજ ) વડે દોરાય એ અશક્ય છે. પણ આને આટલા કાળ સુધી આમણે કુંવારી રાખી છે તે પણ નવાઈ છે. જો એના જેવા વિદ્વાન, દ્રવ્યવાન, વીર અને દૃઢ આગ્રહી પુરુષ મુંબઈનગરીના સ્વતંત્ર પવનમાં પ્રાણગ્રાહી થયો હોય તો તો નક્કી આવા રમણીય સ્વતંત્ર પક્ષીને લગ્નના પંજરામાં પૂરે નહીં. એ પક્ષીને વિશાળ આકાશમાં ઊડતું જોવાનો મને અને મારા જેવાઓને લોભ થાય એમ છે. પણ આ તો દેશી રાજ્યનાં બાંધેલાં પાણીમાં બંધાઈ ગયેલાં માછલાંઓને અસ્વાભાવિક અને અવ્યાવહારિક લાવવા જેવી વાત ! પ્રિય મુંબઈ ! મારી સ્વતંત્ર અમરાવતી ! નિર્ધન હોઈને તારા સ્વતંત્ર વિશાળ સાગરમાં તરવું અને એનાં મોજાંને માથે ચડવું એ દિવ્ય અધિકાર આ દેશી રાજ્યના મોટા મોટા મિથ્યાભિમાની રાજાઓથી ને પ્રધાનોથી સમજાય એમ નથી ! એમને મન મારા જેવા રંક મનુષ્યો છોકરવાદી, ઘેલા, મુર્ખ અને નિર્માલ્ય ! મારા જેવાઓને મન રાજાઓ, પ્રધાનો અને શ્રીમંતો દ્રવ્ય-કપાસનાં મેલાં ગાંઠાવાળાં ગોદડાં જેવા છે ! મારે તે દ્રવ્ય અને અધિકાર ચરણ તલેની ધૂળ જેવાં છે !

‘છુટ્ઠાી દ્બઅ જીં. ર્ત્નરહ ! ટ્ઠહઙ્ઘ ઙ્મીટ્ઠદૃી ટ્ઠઙ્મઙ્મ દ્બીટ્ઠહીિ ંરૈહખ્તજ ર્ં ર્ઙ્મુ ટ્ઠદ્બહ્વૈર્ૈંહ ટ્ઠહઙ્ઘ ર્ં િૈઙ્ઘીર્ ક ૌહખ્તજ.૫ ’

પવિત્ર પ્રિય ભર્તુહરિ ! તારા હ્ય્દયનો પરમાર્થ મારા રંક હ્ય્દયમાં પ્રગટ્યો છે :

‘અધિગતપરમાર્થાન્‌ પળ્ડિતાન્‌ માડવમંસ્થાં

તૃળમિવ લઘુ લક્ષ્મીનૈવ તાન્‌ સંરુળદ્વિ ।

અભિનવમદલેખાશ્યામગળડસ્થલાનામ્‌

ન ભવતિ બિસતન્તુવરિળં વારળાનામ્‌ ।।’

ચંદ્રકાંતે ઓઠ કરડ્યા, તેને કપાળે ભ્રૂકુટી ચડી અને પગ ભૂમિ પર ઠબકાર્યો.

‘ઉીઙ્મઙ્મ, ૈં કીીઙ્મ દ્બઅ રીટ્ઠિં ીઙ્મટ્ઠીંઙ્ઘ ટ્ઠહઙ્ઘ ર્હ્વેઅટ્ઠહં. ર્ર્િ ટ્ઠજ ૈં ટ્ઠદ્બ, ૈં દ્બેજં કૈહઙ્ઘર્ ેં દ્બઅ ર્દ્બહ્વઙ્મી હ્વૈઙ્ઘિ કર્િદ્બ ૈંજ ર્દ્બજં રૈઙ્ઘઙ્ઘીહ િીષ્ઠીજજીજ, ટ્ઠહઙ્ઘ િીઙ્મઅ ેર્હ દ્બઅર્ ુહ જંર્િહખ્ત ટ્ઠદ્બિ, જૈહખ્તઙ્મી ટ્ઠહઙ્ઘ ેહટ્ઠૈઙ્ઘીઙ્ઘ, ટ્ઠિંરટ્ઠિ ંરટ્ઠહ જેકકીિ કેિંરીિ ઙ્ઘીઙ્મટ્ઠઅ ટ્ઠં ંરી ઙ્મટ્ઠહઙ્ઘજ,ર્ ક ંરી ર્િેઙ્ઘ ૈહઙ્ઘૈકકીિીહષ્ઠી ંરટ્ઠં િીૈખ્તહજ જેિીદ્બી ુૈંરૈહ ર્હ્વર્જદ્બજ ુરીિી દ્બઅર્ ુહ ઙ્ઘીટ્ઠિ હ્વેજૈહીજજ રટ્ઠજ ર્હ જંટ્ઠેંજ ! ’

સુંદર કંઈ સમજી નહીં. ગુણસુંદરી સાંભળી રહી- નીચું જોઈ રહી. અધિકારજાળથી અદૂષિત સ્ત્રીચિત્તમાં સરસ્વતીચંદ્ર ઉપરની પવિત્ર પ્રીતિના આ સ્વતંત્ર સંસ્કારનો પ્રતિધ્વનિ થયો. પોતાના સ્વામીને માથે આવેલો આરોપ અયોગ્ય છે એમ કહેવાયું નહીં.

ચંદ્રકાંત હસ્યો.

‘મારું ચાલે તો પ્રધાનજીને પૂછું કે

‘વૈખાનસં કિમનયા વ્રતમાપ્રદાનાત ્‌

વ્યાપારરોધિ મદનસ્ય નિષેવિતવ્યમ્‌ ।

અત્યન્તમેવ સદશેક્ષળવલ્લભાભિ

રાહો નિવત્સ્યતિ સમં હરિળાડ.નાભિઃ ।।’

‘ૐીિી ૈજ ટ્ઠહ ટ્ઠહખ્તીઙ્મ ંરટ્ઠં ષ્ઠટ્ઠહ જરટ્ઠાી ર્ં ંરી ર્િર્ંજ ંરી ર્કેહઙ્ઘટ્ઠર્ૈંહજર્ ક ર્જષ્ઠૈીંઅ ૈહ દ્બઅ હ્વીર્ઙ્મદૃીઙ્ઘ ર્મ્દ્બહ્વટ્ઠઅ, ટ્ઠહઙ્ઘ િીર્દૃઙ્મેર્ૈંહૈડી ંરી ર્કિેંહીજર્ ક રીિ જીટ ૈહ ંરટ્ઠં દ્બઅ ષ્ઠૈંઅર્ ક ર્ય્ઙ્ઘજ, ૈકર્ હઙ્મઅ ૐી-ૐીર્ ુેઙ્મઙ્ઘ જર્ંર્-જર્ંર્ ર્ં ર્ષ્ઠહૂેીિ-રીિ. ’

‘્‌રટ્ઠં’જ િીંંઅ હીટ્ઠઙ્મિઅ ૈદ્બર્જજૈહ્વઙ્મી : ૐીર્ ુહ’ં જર્ંર્ ટ્ઠહઅ ર્ઙ્મહખ્તીિ.’

એકદમ એનો સ્વર બંધ થઈ ગયો. તે આરામખુરશીમાં ડૂબી ગયો અને તેના મનમાં મૂક વિચારભાષા ઉદય પામી :

‘ૈં રટ્ઠદૃી ર્ષ્ઠદ્બદ્બૈંીંઙ્ઘ ટ્ઠ જીર્િૈેજ હ્વિેહઙ્ઘીિ. ્‌રૈજ ર્ઙ્મેઙ્ઘ ર્જઙ્મૈર્ઙ્મ ૂેઅ ૈજ ટ્ઠ હ્વટ્ઠઙ્ઘ રટ્ઠહ્વૈં :ર્ ેંર્ ક ઙ્મટ્ઠષ્ઠી,ર્ ેંર્ ક ૈંદ્બી, ટ્ઠહઙ્ઘર્ ેંર્ ક ેંહી ૈહ ંરૈજ ઙ્મટ્ઠહઙ્ઘર્ ક ૈહીંઙ્મઙ્મીષ્ઠેંટ્ઠઙ્મ ટ્ઠહઙ્ઘ જીહૈંદ્બીહંટ્ઠઙ્મ ર્હ્વેઙ્ઘટ્ઠખ્તી. દ્ગટ્ઠઅ ! ુી, ર્મ્દ્બહ્વટ્ઠઅ ર્કર્ઙ્મજ, રટ્ઠદૃી ર્ઙ્મર્જી ટ્ઠહઙ્ઘ ૂેટ્ઠિિીઙ્મર્જદ્બી ર્ંહખ્તેીજ ટ્ઠહઙ્ઘ િીજંઙ્મીજજ દૃીર્હ્વિજૈંઅ કર્િદ્બ ુરૈષ્ઠર ંરીજી દ્બીહ રીિી ુર્ર જેંઙ્ઘઅ ટ્ઠહઙ્ઘ ટ્ઠિષ્ઠૈંજી ંરી ુટ્ઠઅજર્ ક ંરી હ્વેજૈહીજજર્ ક ઙ્મૈકી, ટ્ઠિી ૂેૈીં કિીી, ટ્ઠહઙ્ઘ ંરીૈિ ટ્ઠિં ૈજર્ ુિંર ટ્ઠષ્ઠૂેૈિૈહખ્ત. ્‌રીિી-ર્ંર્-દ્બઅ ર્હહ્વઙ્મી કિૈીહઙ્ઘ રટ્ઠજ ર્ખ્તં ંરૈજ ર્હહ્વઙ્મી ટ્ઠિં હ્વઅ હ્વૈિંર ટ્ઠહઙ્ઘ હ્વઅ ૈહજૈંહષ્ઠં, ુરૈઙ્મી ંરી ીજંર્ ક ટ્ઠેીિૈજદ્બ રટ્ઠજ ઙ્મીકં દ્બી ટ્ઠ ર્ઙ્મુ-હ્વિીટ્ઠઙ્ઘ ર્કર્ઙ્મ. જીેર્જી, દ્બઅ ુૈઙ્મઙ્ઘ ેંીંટ્ઠિહષ્ઠીજ રટ્ઠદૃી ટ્ઠજજટ્ઠૈઙ્મીઙ્ઘ ંરી જટ્ઠષ્ઠિીઙ્ઘ ીટ્ઠજિર્ ક દ્બઅ જુીીં ર્રજીંજજ, ુરટ્ઠં ટ્ઠ ુિીંષ્ઠરીઙ્ઘ ટ્ઠહઙ્ઘ ેહખ્તિીટ્ઠીંકેઙ્મ ૈર્ઙ્ઘૈં દ્બેજં ૈં રટ્ઠદૃી ર્િદૃીઙ્ઘ દ્બઅજીઙ્મકર્ ક રીિ દ્બૈહઙ્ઘ ટ્ઠહઙ્ઘ ર્રુ દ્બેજં ૈં રટ્ઠદૃી દ્બટ્ઠિિીઙ્ઘ ૈંજ ુીીંહીજજ ુૈંર દ્બઅ ર્જેિ ીકકેર્જૈહજ ? ’

આત્મપરીક્ષકને જાત ઉપર રોષ ચડ્યો, આ છેલ્લા વાક્યો પણ મોટેથી બોલાઈ ગયાં, અને તેની સાથે એ પ્રસંગ વિનોદયોગ્ય ગણી ગુણસુંદરી હસતી હસતી છતી છઈ, અને એ ખંડમાં આવી. સુંદર પણ પાછળ આવી.

‘ચંદ્રકાંતભાઈ, ખારાખાટા સ્વાદ વગરનું ગળપણ જીભને કે પેટને કોઈને રુચે નહીં. અમારા રજવાડામાં અમે ખરીખોટી મીઠાઈ ચાખીએ તે વચ્ચે તમે મસાલો ચખાડો ત્યારે જ ઠીક લાગે. માટે અમને કે તમને કોઈને દોષ દેવાનો નથી.’ ગુણસુંદરી ટોળ કરી બોલી.

ગુણસુંદરીને જોઈ તથા સાંભળી ચંદ્રકાંત આભો બન્યો. પોતાના મનનો ભય ખરો પડ્યો. પોતાથી બોલાયેલું શું શું સંભળાયું હશે અને શું શું નહીં સંભળાયું હોય એ વિચાર અને ગૂંચવાડાની ગાંઠ ઉકેલતાં પહેલાં મેધાવિની પ્રધાનપત્નીના પ્રશ્નને ઉત્તર દેવો આવશ્યક લાગ્યો :

‘ગુણસુંદરીબહેન, સરસ્વતીચંદ્ર જેવા મિત્રો જોતાં મારા મનમાં મુંબઈનગરીનું અભિમાન વધે છે અને એ જ નગરીમાં ઊછરેલા મારા જેવા બ્રહ્મબંધુઓની ગ્રામ્યતા જોઈ એ અભિમાન ઊતરી જાય છે.

અધૂરામાં પૂરું મારા ખોવાયેલા રત્નના વિયોગ પછી એ રત્નના

સહવાસથી જરીતરી આવેલા સંસ્કાર પણ મારામાંથી જતા રહેવા લાગ્યા છે, અને હવે તો સિંહીએ પાળેલા ઊંટને મળેલું ડહાપણ શોધવા વૃત્તિ થાય છે.’

‘એ શું ડહાપણ ?’

‘પંચતંત્રમાં કથા છે કે સિંહનાં બચ્ચાં ભેગું ઊછરેલું ઊંટ તે સર્વની જનની સિંહી પાસે બડાશો મારવા લાગ્યું ત્યારે જનનીએ કહ્યું કે

શૂરોડસિ કૂતવિધોડસિ સુવૃત્તોડસિ ચ પુત્રક ।

યસ્મિન્‌ વંશે ત્વમુત્પન્નો ગજસ્તત્ર ન હન્યતે ।।’

‘આ ઉપરથી સિંહનાં બચ્ચાંઓના સહવાસને વાસ્તે પોતાને અયોગ્ય ગણી ઊંટ ત્યાંથી નાસી ગયું. હું ગમે તેવો પ્રયત્ન કરું છું તો પણ કુલીન સંસ્કારો મારામાં આવતા નથી, મારા ઉપર ઉપકાર કરનાર કુલીન જનોને હું મારી ગ્રામ્ય રીતિથી અપમાન કરી બેસું છું, અને તેમને જે ઉચ્ચ આચાર સહજ છે તેનો વિચાર થતાં પણ મને વાર લાગે છે. એમ છતાં વિચાર થાય છે ને તે પ્રમાણે આચાર કરવા જાઉ છું તો હાથમાં આવેલું પક્ષી ઊડી જાય છે. મારે માટે પણ ઊંટની પેઠે જવું એમ વિચાર થાય છે.

ગુણસુંદરી હસીને બોલી : ‘પણ તમારા ભાગ્યમાં તો ઊંટનું સદ્‌ભાગ્ય પણ નથી ઊંટ સિંહગૃહ મૂકી ઊંટોમાં ગયું, પણ તમે તો સરસ્વતીચંદ્રનો સહવાસ શોધવા જાઓ છો એટલે ઊંટનું દૃષ્ટાંત પણ બેઠું નહીં.’

‘એનામાં એક ગુણ એવા છે કે જેમ જેમ મારી છૂટી જીભની ગ્રામ્યતા એ વધારે વધારે અનુભવે છે તેમ તેમ મારા ઉપર વધારે વધારે પ્રીતિ રાખે છે; અને એની પ્રીતિ વધે છે એટલે મારું ચિત્ત અવશ થઈ એની પાછળ ભટકે છે. ગુણસુંદરીબહેન, એ ગ્રહની પાછળ હું ઉપગ્રહ પેઠે ભટકું છું- તે મારી ઈચ્છાથી નહીં પણ એના આકર્ષણથી.’ ગંભીર અને નરમ બની જઈ રંક મિત્ર બોલ્યો.

ગુણસુંદરીને એની દયા આવી.

‘ચંદ્રકાંતભાઈ, જે ચંદ્રના તમે આટલા કાંત છો એ ચંદ્રના કાંતને હાથમાં આવેલા અમે જવા દઈએ તો અમે પણ એ ચંદ્રના કિરણને અયોગ્ય જ ઠરીએ. શું તમે એમ ધારો છો કે સરસ્વતીચંદ્રને માટે મારું હ્ય્દય બળતું નથી ?’ આટલું બોલતાં બોલતાં ગુણસુંદરીની આંખમાં આંસુની ધારા ચાલવા લાગી, અને એનો સુંદર હસ્ત એ આંસુ લોહવા જતાં જાતે જ એ આંસુથી નાહવા લાગ્યો અને હસ્તકમળ ઉપર ઝાકળના વરસાદ પેઠે આંસુ દીપવાં લાગ્યાં.

ચંદ્રકાંતનું હ્ય્દય ઓગળ્યું. ચતુર સ્નેહાળ પદ્મિનીનાં વચનામૃતથી આ હ્ય્દયમાં નવો જીવ આવ્યો, અને સરસ્વતીચંદ્રના શોકમાં કુમુદસુંદરીની માતાને પ્રત્યક્ષ ભાગ લેતી જોઈ ચંદ્રકાંત પોતાને પોતાના જ કોઈ અવનવા કુટુંબમાં અવતરેલો અને ઊભેલો ગણવા લાગ્યો.

ગુણસુંદરી આગળ બોલવા લાગી :

‘ચંદ્રકાંતભાઈ, હું પુત્ર વિનાનીને ઈશ્વરે સરસ્વતીચંદ્ર જેવો ઉત્તમ પુત્ર આપેલો. મારા દુર્ભાગ્યથી ખોવાયો. રંક અને ભાગ્યહીન કુમુદનો ઘા મને ઘણી પાસથી પડ્યો. હોય ! પુત્રીઓ તો સ્ત્રીજાતિને સ્વભાવસિદ્ધ રંક દશા માટે નિર્માયેલી જ છે. પણ સરસ્વતીચંદ્ર જેવા પુત્રનું સુખ જોઈ હું સુખી થાત અને મને માતા જેવી તેમણે એક વાર ગણેલી તેમ ગણવાનું મારી દુઃખી દશામાં એ ચૂકત નહીં. એમની પાસે મારાં હ્ય્દયની વરાળ કંઈક નીકળી શકત. તો હજીયે મારા હ્ય્દયમાં કંઈ કંઈ ઊભરા છે તે એ પુત્ર સમાવી શકત. થોડાક દિવસના સહવાસમાં અમારી સાથે જેમણે ઘણીક માયા કરી છે, તે શું આ વેળાએ અહીં હોય તો દાઝ ન જાણે ? શું મારું દુઃખ એમને કહું તો એમને મારી દયા ન આવે ? શું એ દુઃખ ટાળવું એમના હાથમાં છે એવી એમની ખાતરી કરું તો મારું મોં એ તરછોડે ? આને સ્વર્થ કહો કે સ્નેહ કહો, પણ મારા પુત્રના મિત્ર ગણી તમારી પાસે હું કાળજું ઉઘાડું છું.’

ગુણસુંદરીનાં આંસુ આટલું બોલતાંમાં સુકાવા લાગ્યાં હતાં અને તેના ડાઘ એના ગાલ ઉપર પડેલા હતા. ચંદ્રકાંતનું હ્ય્દય આ જોઈ વધારે રંક થયું. ‘ચંદ્રકાંતભાઈ, આટલી તો સ્વાર્થની કથા. જ્યાં સ્નેહ ત્યાં સ્વાર્થ, અને તેવો આ મારો સ્વાર્થ કે પુત્ર જેવાની પાસે હ્ય્દયનાં મર્મસ્થળ ઉઘાડવાનો લોભ રાખું છું. પણ જો એમના દુઃખથી મને દુઃખ થાય અને એમને સુખી જોઈ સુખી થાઉં એટલો એમના ઉપર મારો સ્નેહ છે એમ કહું તો એ પણ સ્વાર્થ કેમ નહીં ? માટે એને પણ સ્વાર્થ કહો કે સ્નેહ કહો, પણ એ સ્વાર્થ પણ મારું કાળજું બાળે છે. કોણ માબાપનો એ પુત્ર આજ કેવે ઠેકાણે હશે ? એણે ટાઢતડકો ક્યારે દીઠેલાં છે ? કુસુમના પિતા એના સ્વભાવનો વાંક કાઢે છે પણ મને તો બીજો જ વિચાર થાય છે. જેણે મશુરની તળાઈમાં અર્ધું આયુષ્ય કાઢ્યું હોય અને વાળ સરખા જેને ખૂંચ્યા હોય તેને ભીષ્મપિતામહ પેઠે બાણશય્યા પર પળવાર પણ સૂવું પડે તો તે સુંવાળું માણસ કેટલું ચમકે ? ખમા ! ખમા !’ સાંભળનાર એ તમ જેવા દેવાંશી મિત્રો જેની અહર્નિશ ચિંતા કર્યા કરતા હશે એવા કોમળ અને સ્વસ્થ મન ઉપર પૂજ્ય પિતાએ થોડા પણ હથોડાના ઘા માર્યા હશે તેનાથી એ સલક્ષણા મનવાળા પિતૃભક્ત મનસ્વીને આટલું ઓછું આવે તો તેમાં શી નવાઈ છે ? અરેરે ! અપર માના પુત્રના દુઃખનું આ જગજાણીતું દૃષ્ટાંત થયું. ગુમાનને માટે એમના મનમાં ઓછી ભક્તિ ન હતી. એ ગુમાનનો સ્નેહ આવો ખોટો દેખનાર મારા તાજા જ ઉત્પન્ન થયેલા સ્નેહને ખરો શી રીતે ગણે ? પણ હું સત્ય કહું છું કે જેવી મારી બે પુત્રીઓની ચિંતા મને રાત્રિદિવસ બાળ્યા કરે છે તેવી જ ત્રીજી ચિંતા તમારા મિત્રની મારા હ્ય્દયમાંથી ખસતી નથી. ચંદ્રકાંત, જગતમાં એક લોહીનો સંબંધ સહેવાય છે તે ખોટો ને પારકા લોહીનો સ્નેહ તે ખરો એ વાત સરસ્વતીચંદ્રના સંબંધમાં તમે અનુભવો છો તો મારી સ્થિતિ પણ એવી જ સમજજો. જો આપણાં હ્ય્દય પારદર્શક હોત તો તમે આ વાત પ્રત્યક્ષ દેખત.’

બુદ્ધિમતી પંડિત નારીની પાસે સ્ત્રીજાતિનો સ્વાભાવિક સ્નેહ કેવા ઉદ્‌ગાર કઢાવી શકે તે ચંદ્રકાંતે આજ પ્રત્યક્ષ અનુભવ્યું. મિત્ર પ્રતિ સ્નેહ રાખવાનો એનો ગર્વ ગુણસુંદરીના સ્નેહ આગળ નમી ગયો. અને આંખો લોહતો લોહતો એ બોલવા લાગ્યો :

‘ગુણસુંદરીબહેન, મારા નમાયા મિત્રને આપના જેવાં માતા છે તે

જાણી મને જેટલું સુખ થાય છે તેટલું જ દુઃખ તેને લીધે આપને થતું દુઃખ દેખી થાય છે. પણ આજ સુધી હું એમ જાણતો હતો કે સરસ્વતીચંદ્રની ચિંતા કરનાર મારા સિવાય બીજું કોઈ નથી; તે મારો ગર્વ આજ ઊતરી ગયો. મારા શોકમાં આપના જેવાં સમદુઃખભાગી છે એ જાણી મને આશ્વાસન મળે છે, અને હું સાધનહીન અને દ્રવ્યહીન રંક પુરુષરત્નની શોધ કરવા જતાં હાંફી જતો હતો તેને હવે આપના જેવું સમર્થ અવલંબન મળ્યું જાણી હું પોતાને બળવાન ગણવા લાગ્યો છું. મારા મિત્રનાં માતુશ્રી ચંદ્રલક્ષ્મી જાણે આયુષ્મતાં છે અને મારે તેમના સમક્ષ અને તેમના આશ્રય નીચે રહી તેમના અતિપ્રિય પુત્રરત્નની શોધ કરવાની છે એવું સુંદર ભાન આજ મને આપ આ સૌંદર્યઉદ્યાનમાં કરાવો છો.’

ચંદ્રકાંતને ગુણસુંદરી ઉત્તર આપે તે પહેલાં નવીન વેશ ધરી કુસુમ આવી અને આ કથામાં ભંગ પાડી સૌની વચ્ચે- હાંડીઓ વચ્ચે ઝુંમર પેઠે - ઊભી. તરત તરી સ્નાન કરી આવ્યાનું લક્ષણ એના ચળકાટ મારતા મુખ અને કેશ ઉપર હતું. મુલતાની સ્ત્રીઓની પેઠે વસ્ત્ર ઉપર એક પાતળો કેસરી છેડો માથે ચડાવી છાતીની ઉપર ઓઢી લીધો હતો, અને નાકે માત્ર એકલા એક જ મોતીની નથ પહેરી હતી. કુસુમોદ્યાનમાંની એક ‘નદી’માંથી લાંબી નાળવાળું શતપત્ર કમળ આણી, નાળ છાતીના છેડા ઉપર જનોઈની પેઠે નાખી, કેળનો પત્રભાર ખભા પાછળ લટકતો લઈ, નાળના મૂળ આગળનો છેડો પોતાના કરકમળમાં એવી રીતે રાખ્યો હતો કે નાળને બે છેડે કમળપત્ર હોય એવી ભ્રાંતિ પળવાર થાય. એના બીજા હાથમાં એક પુસ્તક હતું અને પુસ્તકનાં પાનાં વચ્ચે આંગળી રાખી હતી.

તરંગમાં રમતી રમતી કુસુમ સર્વની વચ્ચે આવી ઊભી. ઊભેલાં માણસો કાંઈ કામકાજ કરતાં ન હોય અને તેમની વાતોમાં વિઘ્ન થવાનો સંભવ જ ન હોય તેમ, સૂર્ય આકાશમાંથી તાપનું વમન કરતો હોય તેવી વેળાએ તાપને તાપનું કામ કરવા દઈ અચિંતી ઝરમર ઝરમર વૃષ્ટિ થાય તેમ, માતા અથવા કાકી બેમાંથી એકના ઉપર પણ દૃષ્ટિ ન નાંખતી, માત્ર

ચંદ્રકાંતને જોતી, બાલિશ બાલકી, જેવી અંદર આવી તેવી જ એને કહેવા લાગી :

‘ચંદ્રકાંતભાઈ, આજ તમારું કામ પડ્યું છે. સરસ્વતીચંદ્ર અહીં આવ્યા હતા ત્યારે તેમનું રચેલું આ પુસ્તક મને આપી ગયા હતા. એમણે એક નવીન કવિતા જોડેલી હતી તે છાપેલી ન હતી, પણ એક કાગળના કકડા ઉપર લખેલી હતી અને તે કાગળ મારાવાળા પુસ્તકમાં ભૂલથી રહી ગયો હતો. કુમુદબહેન સુવર્ણપુર જતાં પહેલાં મને એ જડ્યો હતો અને એમને દેખાડ્યો હોત તો એ મને એ કવિતાનો અર્થ સમજાવત. પણ એ વાંચ્યાથી બહેનને વેદના થશે જાણી મેં એમને કાગળ આપ્યો નહીં. અર્થ સમજવા સારુ એ કવિતા તમારી પાસે આણી છે.’

‘લાવો, જોઈએ’ કહી ચંદ્રકાંતે પત્ર લીધો અને મિત્રના હસ્તાક્ષર જોઈ, મિત્રનાં જ દર્શન થયાનો અનુભવ કરી, તેમાંની કવિતા વાંચી એ ગળગળો થઈ ગયો. ‘હરિ ! હરિ !’ કહી, મોં ઉપર હાથ ફેરવી, મુગ્ધાને કહેવા લાગ્યો :

‘કુસુમબહેન, હું અર્થ સમજાવું. પણ પહેલી શરત એ કે તમારે એ કવિતા ગાવી, અને બીજી શરત એ કે તમે એમાંથી જાતે કેટલું સમજ્યાં છો તે કહી બતાવો તો બાકીનો અર્થ સમજાવું. ગુણસુંદરીબહેન, મારા મિત્રને આ કવિતા પ્રિયતમ હતી - એના જીવનનો સાર આમાં છે.’

ચંદ્રકાંતે પત્ર ગુણસુંદરીને આપ્યો, ગુણસુંદરી તો વાંચવા લાગી અને ઉત્સુક કુસુમની અધીરાઈ હાથમાં ન રહી.

‘તમે વળી ગુણિયલને ક્યાં આપ્યો ? એને વાંચતાં વાર લાગશે ત્યાર પહેલાં તો તમે અર્થ પણ સમજાવી ચૂક્યા હોત !’ ઓઠ ફફડાવતી કુસુમ બોલી.

ગુણસુંદરી વાંચતી અટકી નહીં. એના ખભા પાછળથી સુંદર પત્ર દૃષ્ટિ નાંખવા લાગી. ચંદ્રકાંત હસતો હસતો બોલ્યો : ‘પણ મારી બે શરતો પૂરી કરો ત્યાર પછી હું સમજાવું કે નહિ ?’

‘વારુ, ચંદ્રકાંતભાઈ, તમે વળી શરતો ક્યાં નાંખી ? સમજાવોને જ એટલે ઝટ પાર આવે.’ કવિતાના અર્થભોગની આતુર મુગ્ધા વિલંબનાં નિમિત્ત સહી શકી નહીં.

‘અમારી શરતો તો ખરી. તમે અમારી શરત પાળો તો અમે તમારી પાળીએ.’

‘ચાલો ત્યારે. પણ ગાયા વગર વાંચું તો?’

‘ના. એ તો શરત પૂરેપૂરી પાળો.’

કુસુમ લજ્જાવશ થઈ અને તે એના ગાલ ઉપર જણાઈ આવી. લજ્જા અને જિજ્ઞાસાનાં પરસ્પર વિરોધક આકર્ષણ વચ્ચે ખેંચાતી મુગ્ધાના રમણીય મનોવિકાર તેની મુખમુદ્રા ઉપર દોલાયમાન થતા ચંદ્રકાંતે જોયા, અને એ સુંદર જ્યોત્સનાનાં દર્શનથી શ્રમિત આંખે ઝળઝળિયાં આવ્યાં હોય એવો એ થઈ ગયો ને મનમાં કહેવા લાગ્યો : ‘સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! આ રમણીય સૃષ્ટિને ત્યજી તું ક્યાં ભરાઈ ગયો છે ? અરેરે ! - થિઓસૉફિસ્ટ મત પ્રમાણે તારા લિંગદેહને અત્રે મોકલી આ કૌતુક જોવાની શક્તિ તો આપ ! તારા વિચાર સ્થળે સ્થળે અલાદીનની મુદ્રા પેઠે કેવાં સત્ત્વ ઊભાં કરે છે તે જો તો ખરો !’

લજ્જાનો જિજ્ઞાસાએ પરાજય કર્યો, અને નીચું જોઈ રહી, અત્યંત બળાત્કારથી હઠયોગથી - લજ્જાને ઉરમાં દાબી નાંખી જિજ્ઞાસુ મુગ્ધા ગાવા સારુ ઓઠ ઉઘાડવા સ્પષ્ટ પ્રયત્ન કરવા લાગી. તે ઓઠનો પ્રયત્ન દેખતો ચંદ્રકાંત મનમાં ગણગણ્યો : ‘દ્વદલકન્દલકમ્પનલાલિતઃ ।।’

ઓઠમાંથી સ્વર નીકળે ત્યાર પહેલાં સુંદરગૌરી હસી પડી, કુસુમની મનદોલાને હિંદોળવા લાગી અને એના કાનમાં કહેવા મંડી :

‘કુસુમ, મારી કુસુમ, - નથી સાકર ગરજ સમાન ગળી.’

જાગેલા જેવી કુસુમ કારીને ધક્કો મારી બોલી : ‘શું કાકી ! અમથું શાને માટે આવું બોલતાં હશો જે ?’

હસતી હસતી સુંદર સૌ સાંભળે એમ બોલી : ‘ચંદ્રકાંતભાઈ પાસેથી જોઈતી વાત સાંભળવાની ગરજે લાજને આઘે મૂકી ગાવાનો ચાળો કર્યો એ જ - શીરો સારુ શ્રાવક થઈ ! બીજું શું ?’

કુસુમની જિજ્ઞાસાએ દેખીતી લાજ મૂકી અને બોલી : ‘જાઓ ત્યારે એમ. ચંદ્રકાંત મારા ભાઈ. તેમની પાસેથી કાંઈ સારો બોધ પામવાને માટે તેમની આજ્ઞા પાળું - એનું નામ શીરો હોય તો અમે શ્રાવક, પછી કાંઈ ?’

સુંદર પાછી પડી બોલી :

‘માઈ, ગા ત્યારે. ચંદ્રકાંતભાઈ પણ તારી પરીક્ષા કરશે. જેણે મૂકી

લાજ, તેને નાનું સરખું રાજ્ય.’

કુસુમ હસી પડી અને બોલી : ‘હાં-હા ! ખરું. મારે એ રાજ્ય. ચાલો, ચંદ્રકાંતભાઈ, તમે તમારે સાંભળી લો. કાકી તો મને ઘેલી ગણી વેળા વિતાડશે. હું ગાઉ છું - પણ આ તો લાવણી છે તે પુરુષોનો રાગ મારાથી નીકળવાનો નહીં - માટે અમસ્તું વાંચવા જ દો ને !’

‘હવે કાંઈ છટકી જવાશે ?’ ચંદ્રકાંત બોલ્યો.

‘લો, ત્યારે ગાઈશ, પણ રાગમાં ભૂલ ન કાઢશો.’

‘ભૂલો નીકળે ને કાઢીએ નહીં ?’

‘પુરુષના રાગ મને ન આવડે.’

‘ત્યારે તમારી ચતુરાઈમાં એટલો વાંધો.’

‘તમે ગાઈ બતાવો તો હું બરાબર ગાઉં.’

‘એવી કાંઈ આપણે શરત નથી.’

‘લો ત્યારે. ભાઈની પાસે બહેનની ભૂલો પડશે તો ભાઈને લાજ !’

આ પ્રશ્નોત્તરનું આમ પરિણામ આવતું જોઈ સુંદર બોલી : ‘ગા, બાપુ, ગા. ગાવાની થઈ તે તું કાંઈ ગાયા વગર રહેવાની હતી ? ચંદ્રકાંતભાઈને માથે ગાડવો ઢોળી નાખીને પણ તું ગાવાની. તે ગાઈ દે એટલે અમે તો જાણીએ કે કુસુમ આવી લાવણીઓ ગાય છે.’

‘હં ! હવે તમને ઉત્તર શું કરવા દઉં કે શીરો મોંમા જતાં વાર લાગે ? - લો, ચંદ્રકાંતભાઈ, સાંભળો.’

થોડી વાર નીચું જોઈ, આંખો મીંચી, માતા પાસેથી કાગળ લીધા વિના મોઢેથી જ કુસુમ લાવણ્યમયી (લાવણી) ગાવા લાગી, અને પુરુષના લલકારમાં સ્ત્રીકંઠનું લાલિત્ય અને બાળચેષ્ટાનો ઉત્સાહ ભરવા લાગી. ગાન મંદ અને સ્થિર સ્વરે વિકસવા લાગ્યું :

‘મચી રહ્યો. કોલાહલ આજે, દશે દિશે ગાજે !

તે તળે સરે કો ભિન્ન ચિત્ર સંસાર ! જગત ના જાણે ! ૧

તરી રહે ઉપર વ્યવહાર,

સહુ સરી જતા જ પ્રવાહ,

સહુ દિવસ ભભૂકતો તેજે,

રવિ સળગી રહે જગદેહે,

તો નીચે નિશા નિજ ખેલ જમાવતી, અંધ સોડિયું વાળી !

સ્ત્રીચરિત કરતી નિશા દિવસનું રૂપ ધરી આ જામી ! ૨

નભ ઉડુગણથી ઊભરાતું,

તિમિરોદર ઘણું ઉપસાતું,

ઉર ચિત્ર સ્વપ્ન ભણી ધાતું,

જગ મદનતંત્રી ધરી ગાતું

તે નહીં દેખું, નહીં સુણું, રજની જ્યાં રૂપ દિવસનું ધારે ;

ઓ રજની ! ઘૂંઘટ ! ઉઘાડ ! નીરખવા તને ચિત્ત લલચાયે. ૩

ઓ રજની ! તારે કાજ !

મૂકી દઈશ હું આ સહુ સાજ !

ઓ રજની ! જોવા તુંને,

આ બુદબુદ ફોડીશ હું તે !

ગૃહજાળ, લક્ષ્મીની જાળ, રચી મુજ શિરે રહે બુદ્‌બુદને;

એ બુદ્‌બુદ ફોડી, તોડી; બન્ધીના બન્ધ, જોઈશ હું તુને. ૪

ઓ રજની ! જોવા તુંને મુને અભિલાષ ઘણો છે આજે !

બહુ બહુ વર્ષ અભિલાષ ઊંડો ઉર માંહી ધર્યો છે સાચે ! ૫

હું ચંદ્ર ! રજની, તું રજની ! જીવ હું તુજ જેમ પરલોક ;

તુજ તિમિર વિશે તરી જોઈશ, ઊભો તુજ સમો ક્યાં જ પરલોક?’ ૬

તોડી જ સજ્ડ આ બંધ !

હું જોઈશ, રજની, તુજ ફંદ !

મુજ નવો થશે અવતાર !

નવું તેજ પ્રકટશે આંખ !

મુજ સરવા થાશે કાન !

સુણી શકીશ હું યમનું ગાન !

આ દંભ થકી, આ ઢોંગ થકી સરી પડીશ રસાતળમાં હું !

આ, નાટકના પટને ચીરી પેસીશ - જ્યાં વણવેશ નિશા તું.’ ૭

કુસુમ ગાઈ રહી ત્યાં સુધી સર્વ એકચિત્ત હતાં. લાવણી ગવાઈ રહી એટલે એકાદ મિનિટ કોઈ બોલ્યુંચાલ્યું નહીં અને કુસુમ પણ શાંત લાગી.

અંતે ચંદ્રકાંત બોલ્યો : ‘બહેન, કવિનું કવિત્વ કવિતાનું ગાન સાંભળી પ્રફુલ્લ થાય છે. આ કવિતાને ગવાતી સાંભળવાને એનો કવિ પ્રત્યક્ષ નથી. તે હોત તો પોતાના ચિત્તને પૂછી ગાન રસિકતાને કેવું ભાવ્યું તે કહેત. પણ હું તો રંક ઘરમાં રહેનાર છું તેને મન તો આ નવીન પકવાન મધુર લાગ્યું એ વિના બીજી પરીક્ષા નથી. હવે આપણી બીજી શરત પૂરી કરો.’

એ આ બોલે છે એટલામાં ‘આવું છું’ કરી કુસુમ હરિણીની ત્વરાથી ગઈ અને આવી સાથે એક પહોળી અને ઊંચાઈ વગરની પેટી લાવી. ઉઘાડતી ઉઘાડતી બોલી :

‘ચંદ્રકાંતભાઈ, મોઢે બોલીને તમને મારો સમજેલો અર્થ કહેવાની શરત નથી. આ કવિતા ઉપરથી મેં ચિત્ર કાઢેલાં છે તે જોઈને હું શું સમજી છું તે જોઈ લો.’

‘કાનને મધુરતા ચખાડી; હવે આંખને ચખાડો.’ ચંદ્રકાંત બોલ્યો.

‘કુસુમને બધી વાતનો રસ, અને કોઈ વાતો એને શીખવનાર મળતું નથી તો જાતે જોઈ જોઈને શીખે છે. એની આ ગતિમાં નિત્ય વિકાસની સામગ્રી ભરવી એવી એના પિતાની આજ્ઞા છે. પુત્રીનો ઉચ્ચગ્રાહી વિકાસ લોકાચારવિરુદ્ધ છે અને એ વિકાસને ઉદાર અને ઉદાત્ત ગ્રાહક ન મળે તો કન્યાને દુઃખમય આયુષ્ય ગાળવું પડે છે, માટે મને તો આ વિકાસ રાત્રે ઉજાગરા અને દિવસે ચિંતા કરાવ્યાં કરે છે. પણ ગૃહપતિની આજ્ઞા છે માટે તે પ્રમાણે ઉમંગતી વેલીઓને આધાર આપીએ તેમ કુસુમની સર્વ શક્તિઓને આશ્રય આપું છું.’ ગુણસુંદરી બોલી.

‘દેશી રજવાડાનાં બંધન મેં નિન્ધાં તેનો અત્યારે પશ્વાત્તાપ કરવો પડે છે. જે ભૂમિમાં શ્રીમાન વિદ્વાનો પોતાની અનાથ કન્યાઓને લોકમાં ભયંકર ગણાતી પણ વસ્તુતઃ શક્તિરૂપ સરસ્વતીદેવીનો પવિત્ર પ્રકાશ સમર્પે છે તે ભૂમિમાં, આર્યજનોનાં ખૂંચવી લીધેલાં શસ્ત્ર પાછાં આપવાની છાતી ચલાવી શકે તો અંગ્રેજોને થાય તેવું, ઉદાર અને ઉદાત્ત પુણ્ય થાય છે. હબસીઓના દાસત્વના બંધ છોડનાર અંગ્રેજો પિર્ય સ્વતંત્રતા-પૂજા આપના મંદિરમાં થાય છે, અને વિદ્યાચતુરભાઈને ઈશ્વરે આપેલો વૈભવ એક મહાપવિત્ર સમારંભ પાછળ ખરચાય છે. ગુણસુંદરીબહેન, આપના ગૃહપતિએ આળી ઉદાર આજ્ઞા કરી અને આપના જેવાં પવિત્ર આર્યા એ આજ્ઞાને આવી ચતુરતાથી પાળો છો ને તેનું આ ફળ હું જોઉં છું તેથી પળ વાર મારા મિત્રની દેશભક્તિની એક અભિલાષ સિદ્ધ થવા જાય છે અને મને તેનો આનંદ થાય છે. - કુસુમબહેન, તમારાં ચિત્રો બતાવો.’

કુસુમસુંદરીએ પોતાની સુખડની સુગંધિત સુંદર પેટી ઉઘાડી. એને

મખમલની રાતી ગાદીથી ભરેલી હતી. પતિની સ્તુતિ સાંભળી પ્રફુલ્લ થયેલી માતાના હાથમાં પુત્રીએ એક ચિત્ર મૂક્યું. અને તે ઉપર દૃષ્ટિ ઠારી ગુણસુંદરીએ ચંદ્રકાંતના હાથમાં મૂક્યું.

અંગ્રેજ અધિકારીઓની સ્ત્રીઓને ગુણસુંદરી કવચિત્‌ મળતી, અને તેમની પાસેથી કુસુમ દિગ્દર્શન ચિત્ર -ીજિીષ્ઠૈંદૃી ઙ્ઘટ્ઠિુૈહખ્ત - ના સાધારણ નિયમો શીખી હતી. અને અનુકરણ તથા કલ્પનાશક્તિના આશ્રયથી એની કળા કંઈક વધી હતી.

પ્રથમ ચિત્ર એક મોટા જાડા ચિત્રપટને યોગ્ય પત્ર ઉપર કાઢેલું હતું. આ ચિત્રપટના બે ભાગ પાડેલા હતા. ઉપલા ભાગમાં વાદળાં, નદીઓ, નદીમુખે સમુદ્ર, દ્રવ્યવાન મનુષ્યોના ઘોડાઓ અને ગાડીઓ, સેનાઓની છાયા, ઈત્યાદિ પદાર્થો સૂક્ષ્મ માપથી કાઢેલા હતા, અને સૂર્યનું પ્રબળ તેજ તેમની ઉપર પડતું ચીતરેલું હતું. એ ભાગની નીચે પૃથ્વીના એક ગોળાર્ધની વર્તુળરેખા પટના એક ખૂણાથી બીજા ખૂણા સુધી કાઢી હતી. એ રેખાની નીચે રાત્રિના અંધકારની કાળી છાયા કાઢી હતી. એ છાયા વચ્ચે કાળું વસ્ત્ર પહેરી, વર્તુળરેખાને ઊંચી કરતી સ્ત્રી ‘રજની’ ચીતરી હતી. તે પોતાના વસ્ત્રનું સોડિયું વાળી ઊભી થવા પ્રયત્ન કરતી હતી, તેના શિરને કેશ રેખાને ચીરી ઉપર નીકળતા હતા, અને ચારે પાસની સૃષ્ટિને મોટા કિરણ-પરિવેશ (રટ્ઠર્ઙ્મ ) વચ્ચે સમાવતી હતી.

ચંદ્રકાંત આ ચિત્ર આંખો પહોળી કરી જોઈ રહ્યો અને લાવણીનો પ્રથમ ભાગ વાંચવા લાગ્યો.

‘ચંદ્રકાંતભાઈ, આ રેખાના ઉપલા ભાગમાં બધો કોલાહલ છે સૃષ્ટિના મોટા પ્રવાહ અને સૂર્યનો પ્રકાશ છે. રેખાની નીચે રાત્રિ છે. તે સોડિયું વાળે છે, અને વચલી રેખાને ફોડી એના વાળ, બહાર, ઊગી નીકળે છે. આ કેશ રેખા ઉપર ઊગે છે ત્યાં તેજવાળું રૂપ ધારે છે અને રાત્રિ દિવસનું રૂપ ધારે છે- આ સર્વ ચિત્ર મેં લાવણી ઉપરથી ચીતર્યું છે પણ એ ચિત્રનો ભાવાર્થ અને ઉદ્દેશ શો છે તે મારાથી સમજાતો નથી.’

ગુણ - ‘કુસુમ ! સંસારનો અનુભવ થયા પછી તું તે સમજીશ.’

કુસુમ - ‘અનુભવ થયે તો સૌ સમજે. અનુભવ થયા પહેલાં સમજાવો ત્યારે ખરાં.’

ચંદ્રકાંત - ‘જુઓ, ત્યારે હું અનુભવ આપું. સરસ્વતીચંદ્ર મુંબઈમાં હતા ત્યાં સુધીનો દિવસ અને પછીની રાત. જ્યાં સુધી મુંબઈમાં વિદ્યા, લક્ષ્મી, વૈભવ, મિત્રો, માતાપિતા, અને એવા એવા સંસારના પ્રકાશ એની આંખ આગળ ચળકાટ મારતા હતા ત્યાં સુધી દિવસ હતો. હવે એને રાત પડી.’

કુસુમ - ‘પણ એ દિવસ અને રાત્રિને ઉપર - નીચે કેમ કહ્યાં, અને રાત્રિ દિવસ કેમ બને ?’

ચંદ્રકાંત - ‘માણસ માટીમાંથી ઉત્પન્ન થાય અને માટીમાં જાય.ડ્ઢેજં ંર્રે ટ્ઠિં, ર્ં ડ્ઢેજં િીેંહિીજં. એ માટી તે આપણી ખરી રાત્રિ અને જન્મમરણની વચલો દિવસ દેખાય છે, પણ એ નાટકના વેશ જેવો છે. રાત્રિ નાટકનો વેશ ભજવનાર અને આ દિવસ એ એનો ખોટો વેશ.’

ગુણસુંદરી ગણગણી : ‘જન્મમરણની વચલો તે દિવસ-’

૭ ‘મધ્યેવ્યત્ત્કમનાદિવિભ્રમવશાદવ્યત્ત્કમાધન્તયોઃ’

કુસુમને નવા વિચારનો ચમકાટ થયો, એની આંખો ચળકવા લાગી અને આઠે આંગળી મૂકી બોલી ઊઠી : ‘હા, હા. માટે જ કહેલું છે કે’

‘ડ્ઢેજં ંર્રે ટ્ઠિં, ર્ં ઙ્ઘેજં િીેંહિીજં,

ુટ્ઠજ ર્હં જરીહર્ ક ંરી ર્જેઙ્મ.’

એટલે જન્મમરણની વેળાએ માટીની ભાઈબંધી છે; એ માટી - એ રાત અને એ રાત્રિને જોનાર જીવ જુદો. એ રાત્રિની ભાઈબંધી કરે તે સત્ય વાત દેખે. બાકી દિવસ તો ખોટો. પણ તમે સરસ્વતીચંદ્રના મુંબઈના દિવસને દિવસ કહ્યા, ને પછીની રાત્રિ, એ રાત્રિદિવસ એક પદાર્થ શી રીતે ?

ચંદ્રકાંત -‘આયુષ્યનાં દિવસરાત્રિ ઈશ્વર આપે છે તેમ સંપત્તિ વિપત્તિનાં દિવસરાત્રિ પણ એ જ આપે છે. લક્ષ્મી ચંચળ કહેવાય છે. તમારી ઓઢેલી કસુંબી ચાદરનો રંગ કાચો છે તેમ લક્ષ્મી પણ કાચો રંગ છે. સંપત્તિ માત્ર એવી છે. એ ચાદર એ વિપત્તિ - એ ખરી રાત્રિ, અને એ ચાદર ઉપર આ કાચા રંગ ચડે અને માણસની આંખને ઠગે એટલે એ જ ચાદરને દિવસ કહેવાની.’

કુસુમ - ‘હં..હં. એટલે-એટલે-જુઓને કે કુમુદબહેનનો વિવાહ રહ્યો ત્યાં સુધી દિવસ. સરસ્વતીચંદ્ર નાઠા અને બહેનને સુવર્ણપુર જવાનું થયું એટલે આ ચિત્રની ગોળ રેખા ઉપર રજનીના વાળ છે તેમાં એ ભરાવા માંડ્યાં, ને હવે એ રેખાને ઘુંમટ ભાંગ્યો અને રજનીના ખોળામાં એ ઊતરી પડ્યાં-’

ગુણસુંદરીની આંખમાં આંસુની ધારા ચાલી. બાલભાવવાળીએ બોધની ધૂનમાં એ કાંઈ દીઠું નહીં. એ આગળ બોલવા લાગી :

‘વળી જુઓ, મહારાજ મલ્લરાજના આયુષ્યને પ્રસંગે મેનામાતાને દિવસ હતો. મહારાજ શંકરરૂપ થયા એટલે મેનામાતા આ સ્મશાન જેવા સંસારમાં મહાદુઃખે જીવે છે તે રાત્રિ.’

ચંદ્રકાંત - ‘એમ જ.’

કુસુમ - ‘સહુનો દિવસ ઊતરવાનો અને રાત્રિ ચડી આવવાની. કુંવારાં હોઈએ એ રાત્રિ. પરણે એટલે દિવસ ને સૌભાગ્ય ત્રુટે એટલે પાછી રાત્રિ. એ પરણવું - એ દિવસ - તે ઢોંગ ને ધતુરા ને બાકીની બધી રાત્રિ એ તે ખરી વાત. ચાલો, હવે આગળ સમજાવો.’

ચંદ્રકાંત - ‘જોટલું ચિત્ર આપ્યું તેટલું સમજાવ્યું.’

કુસુમ - ‘લ્યો, ત્યારે, આ બીજું ચિત્ર.’

સુંદરે એ બીજું ચિત્ર વચ્ચેથી ઝડપી લીધું અને એ બોલવા લાગી : ‘ના, ચંદ્રકાંતભાઈ, અમારે એ ચિત્ર જોવાંયે નથી ને એ કવિતા એને સમજાવવી યે નથી. જેમાં ને તેમાં સુંવારાં રહેવાની વાત આણે છે. એને તે હવણાંની ઘેલછા લાગી છે તે આપણે વધારાની નથી.’

કુસુમ કાકી સામી આંખો કાઢી જોઈ રહી.

‘કાકી, આપો છો કે નથી આપતાં ? - પછી કહેશો કે બોલી !’

સુંદર - ‘શું બોલવાની હતી જે ? શ્રીકૃષ્ણને ખાંડણિયે બાંધ્યા હતા તેમ તને પણ બાંધીને પરણાવવાની છે. હવે બહુ લાડ જવા દે.’

કુસુમ - ‘એમાં લાડ શાનાં ? બોલાવો છો ત્યારે બોલું છું : તમારે તે આવી રાત્રિ કેમ ને મારે તે આ દિવસના ઢોંગ ધતુરા કેમ જોઈએ ? વધારે બોલાવશો તો વધારે બોલીશ.’

ગુણ - ‘સુંદરભાભી, એ તો ચમકી છે. એને કરવા ધો કરવું હોય તે. આજ એ વેશ ભજવે એટલો ભજવવા ધો કે આપણે પણ જાણીએ તો ખરાં કે એનું ચાલે તો આટલું કરે ! સૌ જાણી લેઈશું એટલે પછી હું, તમે ને એના પિતા.’

કુસુમ - ‘લો ગુણિયલ પણ વળી કાકીની ગાડીમાં બેસી ગયાં.’

ચંદ્રકાંત - ‘બહેન, હવે આપણું પ્રકરણ ચલાવો.’

કાકીના હાથમાંથી ચિત્ર ખૂંચવી લઈ ચંદ્રકાંતને આપ્યું.

એ ચિત્રમાં રાત્રિનો કાળો રંગ ચીતર્યો હતો. ઉપર આકાશ જેવાં ધુંમટમાં તારાઓ, મધ્યભાગમાં અંધકારના ઉદરમાં છવાઈ ન દેખાતા પણ તારાઓના પ્રકાશથી આભાસે જણાતો પર્વત અને ઝાડોની ઝાંખી છાયાઓ, વચ્ચે એક પુરુષ સ્વપ્નમાં હસતો પડેલો, એક ખૂણામાં એક સ્ત્રી છાતી પર સારંગી અને સારંગી પર આંગળી મૂકી ગાઢ નિદ્રામાં પડેલી, અને બીજા ખૂણામાં મૂખ આગળ ફાનસ ધરી તે ફાનસના પ્રકાશની પાછળથી એ મુખ પરના અવયવ ન દેખાતાં તેને સ્થાને માત્ર માથાનો ગોળાકાર જ દેખાંય એમ ઊભેલી એક સ્ત્રી એટલી વિગત આ ચિત્રમાં હતી.

ચંદ્રકાંત ચિત્ર હાથમાં લીધું ત્યાં કુસુમ બોલી : ‘રાત્રિનું ચિત્ર છે. ઉપર ઉડુગણ છે, તિમિરનું ઉદર પર્વત અને ઝાડોથી ઉપસાય છે, આ પુરુષને વિચિત્ર સ્વપ્ન થાય છે, જગત-માયા-રૂપી આ સ્ત્રી સારંગી વગાડતી વગાડતી ઊંઘે છે, અને અંધકારભરેલા પોતાના મુખ આગળ રાત્રિ દીવો ધરે છે એટલે દીવો આવવાથી અંધકારમાં જરી દેખાતું હતું તેટલું પણ એનું મુખ દેખાતું બંધ થાય છે ને અંધકારમાં માત્ર ફાનસના તેજ જેવો આભાસ થાય છે - રાત્રિએ દિવસનું રૂપ ધરવાનો આમ આરંભ કર્યો એટલે આ વલે થઈ.’

ચંદ્રકાંત -‘પ્રથમ ભાગનો અર્થ સમજ્યાં એટલે આનો તો હવે વગર સમજાવ્યો સમજાશે.’

કુસુમ -‘માટીમાં ભળવાનું તે માટી એ રાત્રિ. એને માથે આકાશમાં તારાઓ કિયા ?’

ચંદ્રકાંત - ‘એવી રાત્રિમાં ઊંચું જોનાર શું દેખે ?’

કુસુમ - ‘સાધારણ અજવાળી રાત્રે તો સારા વિચાર સૂઝે, કારણ એક જણે કહ્યું છે કે

‘્‌રી દ્બૈઙ્ઘહૈખ્તરં ર્દ્બર્હ જીિીહીઙ્મઅ જદ્બૈઙ્મીજ

ર્

ં’ીિ દ્ગટ્ઠેંિી’જ ર્જકં િીર્જી;

ર્ઝ્રદ્બી, ઙ્ઘીટ્ઠિ ઈદ્બૈઙ્મૈટ્ઠ, ટ્ઠહઙ્ઘ ીહર્દ્ઘઅ

ઇીકઙ્મીષ્ઠર્ૈંહ’જ કટ્ઠર્દૃેિૈીં ર્રેિ.’

‘પણ આવું તો સુખભરેલાં ચાંદરણાંમાં સૂઝે. દુઃખની અંધારી રાત્રે તો માણસની બુદ્ધિ બહેર મારી જાય છે- તે મેં દીઠું છે.’

ચંદ્રકાંત - ‘ક્યાં ?’

કુસુમ - ‘ચાલોને. હું નહીં કહું. ડાહ્યાંડાહ્યાં માણસો દુઃખમાં કેવાં થાય છે તે તાજું જ જોયું છે.’

ગુણસુંદરી હસી :‘મારું નામ દેવા જતી હતી ખરું ? ’ કુસુમ હસી : ‘લ્યો ત્યારે એ જ. ’ સુંદરગૌરી : ‘લે, દુઃખમાં શું સારું સૂઝે તે હું કહું - સુખે સાંભર ે

સોની ને દુઃખે સાંભરે રામ.’

કુસુમ - ‘હં ! કાકી ભણ્યાં તો નથી. પણ અનુભવી છો તે સમજો છો. ત્યારે શું મેનારાણીને ત્યાં શંકરનાં પદ આજ ગવાય છે તે સુખમાં નહીં

ગવાતાં હોય ?’

ગુણ - ‘ના.’

કુસુમ - ‘ત્યારે તારાઓ તે ઈશ્વરના ઊંચા વિચાર - તે આવી

રાત્રિમાં સૂઝે.’

ચંદ્રકાંત -‘અને તારાઓ દેખાય છે નાના-પણ છે મોટા.’

કુસુમ -‘એ પણ ખરું; પણ અંધકારના પેટમાં ઝાડ અને પર્વત

મૂક્યાં તે શું ?’

ગુણ - ‘તે દિવસે તારા પિતાએ ટેનિસનની કવિતા વાંચી હતી તેમાં શોક શું કહે છે તે વર્ણવેલું સાંભરે છે ?’

કુસુમ - ‘હા, શોક કહે છે :

“્‌રી જંટ્ઠજિ, ” જરી ુરૈજીજિ, “હ્વઙ્મૈહઙ્ઘઙ્મઅ િેહ,

છ ુીહ્વ ૈજર્ ુદૃ’હ ટ્ઠષ્ઠર્િજજ ંરી જાઅ !

હ્લર્િદ્બર્ ેં ુટ્ઠજીં ઙ્મટ્ઠષ્ઠીજ ર્ષ્ઠદ્બીજ ટ્ઠ ષ્ઠિઅ,

છહઙ્ઘ દ્બેદ્બિેજિ કર્િદ્બ ંરી ઙ્ઘઐહખ્ત જેહ.”

‘પણ સરસ્વતીચંદ્ર તો રાત્રિના સ્વરને સત્ય ગણે છે અને ટેન્સને તો તેને અસત્ય ગણ્યો છે તે ?’

ચંદ્રકાંત - ‘તે કડીઓ બોલો જોઈએ.’

કુસુમ

‘ર્ઝ્રદ્બી ર્જિર્િુ, ઝ્રિેીઙ્મ કીઙ્મર્ઙ્મુજરૈ,

િૈીજીંજજ ૈહ ંરી દૃટ્ઠેઙ્મંજર્ ક ડ્ઢીટ્ઠંર :

ર્

ંર જુીીં ટ્ઠહઙ્ઘ હ્વૈંીંિ ૈહ ટ્ઠ હ્વિીટ્ઠંર

ઉરટ્ઠં ુરૈજીજિ કર્િદ્બ ંરઅ ઙ્મઐહખ્ત ઙ્મૈખ્ત ?’

‘આમાં શોકની જીભને જૂઠી ગણી.’

ચંદ્રકાંત -‘પણ એને મૃત્યુના મંદિરના ઘુંમટમાં મીઠો ઉપદેશ કરનારી ગણી - અને સરસ્વતીચંડ્ર પણ-’

કુસુમ -‘એમ જ ગણે છે. એ વાત ખરી. હવે હું કહું માયાની સૃષ્ટિના પર્વતો આ અંધકારમાં નાશ નથી પામતા પણ એમના એમ ઊભા છતાં દેખાતા નથી અને દિવસે ન દેખાતા તારા રાત્રે દેખાય છે; તે દિવસે જૂઠો અને રાત્રિયે જૂઠી; પણ રાત્રે જે દેખાય છે તે વધારે ઉત્તમ છે, અને માટે જ લલચાઈને કહ્યું ક

‘આ રજનિ ! ઘુંઘટ ઉઘાડ !’

સુંદર - ‘જો એ તો ગીતાજીમાં કહ્યું છે કે સંસારીની રાત તે યોગીનો દિવસ, ને યોગીની રાત તે સંસારીનો દિવસ.’

ચંદ્રકાંત- ‘કુસુમબહેન, તમારાં કાકી કહે છે તેમ જ છે. ચારે પાસ કોલાહલ મચી રહે એ દિવસ અને આવી શાંતિ તે રાત્રિ - તે દિવસને ન દેખાતાં આવીરાત્રિને દેખનાર યોગીઓ ત્રણ જાતના હોય છે. કનિષ્ઠ જાતના યોગીમાં જગતના સંસ્કાર રહે છે અને જ્યારે દિવસના અનેક કોલાહલમાં માણસોનાં મન વિક્ષેપ પામે છે ત્યારે આવા યોગીઓનાં મન અમુક સંસ્કારને જ જુએ છે અને ભોગવે છે, અને તેટલા જ સંસ્કાર ઉપર લગ્ન થયેલું ચિત્ત એ સંસ્કારના મોહની મદિરા પીને ઉન્મત થઈ પોતાનું ગાન કર્યા કરે છે. -આવી રાત્રિ તેના મદને વધારે છે; મદ કરવે તે મદન. આવા યોગી મદનતંત્રી વગાડતા, આવી રાત્રિમાં ગાયાં કરે છે.’

કુસુમ -‘બાબર બાદશાહ બાલક અવસ્થામાં દુઃખી થયો અને કાકાઓએ

એને કાઢી મૂક્યો ત્યારે પર્વત ઉપર કવિતા ગાતો હતો અને તંત્રી વગાડતો હતો- તેની પેઠે જ આ ગાન ખરું કની ?’

ચંદ્રકાંત -‘એને કાંઈ મોહ ન હતો, પીત્વા મોહમથી પ્રમાદમદિરામુન્મત્તભૂતં જગત્‌ એવું તમે કાલ ભર્તૃહરિના શતકમાંથી ગાતાં હતાં તેના જેવો કોઈ મદ ચડે અને -’

ગુણ - ‘એ એ આગળ જતાં શીખશે. બીજી જાતના યોગીની વાત ચલાવો.’

‘આગળ કેમ ?’ એમ બોલવા જતી જતી કુસુમ અટકી અને વિચાર કરી બોલી. ‘બીજા યોગીની હકીકત કહો ત્યારે.’

ચંદ્રકાંત -‘બીજી જાતના યોગીઓમાં બાબર બાદશાહ જેવા કવિલોક આવ્યા. આવી રાત્રિનાં દર્શનથી જ તેમનાં હ્ય્દય દ્રવે છે અને તેમના મગજમાં વિચિત્ર સ્વપ્ન આવે છે અને તેવાં સ્વપ્ન પાછળ લોક દોડે છે. તેથી કહ્યું કેઃ

‘ઉર ચિત્ર સ્વપ્ન ભણી ધાતું.’

કુસુમ - ‘વારુ, મધુસેવન કરનારાઓની બુદ્ધિ સતેજ થતી હશે ખરી ? માધમાં આવ્યું છે કે ‘મધુરયા મધુબોધિતમાધવી મધુસમૃદ્ધિસમેધિતમેધયા ।।’

ચંદ્રકાંત- ‘એ મેધા તો માત્ર મદ ચડાવો.’

કુસુમ - ‘હા, એમ તો ખરું, કારણ તરત જોડેની જ લીટીમાં છે કે’

‘મધુકરાડ.નયા મુહુરુન્મદભ્રમદલૌ મદલૌલ્યમુપાદદે ।’

‘આવી મેધાથી મદ થયો અને મદથી મધુકરી મધુર પાસે ભમવા’ પોતે શું બોલે છે તેનું ભાન આવતાં મુગ્ધા શરમાઈ બોલતી બંધ પડી અને મનમાં સંસ્કૃત વિદ્યાને ગાળો દેવા લાગી : ‘બળ્યું આ સંસ્કૃત ! બે માણસમાં બાલતાં શરમાવે અને એનાથી અંજાઈએ તો કુંવારાંને પરણાવે.’ મોટે સાદે બોલી : ‘વારુ, ત્રીજી જાતના યોગીની વાત કહો જોઈએ.’

‘ત્રીજી જાતના યોગી એ રાત્રિનો ઘૂંઘટ ઉઘાડે અને લક્ષ્મી આદિ ઢોંગ છોડી રાત્રિને જોવા નીકળી પડે તે.’ ચંદ્રકાંત બોલ્યો.

‘સરસ્વતીચંદ્ર પેછે ?’ કુસુમે પૂછ્યું.

ચંદ્રકાંત- ‘એ તો તમે જાણો.’

કુસુમ - ‘ઠીક. પણ હવે તો આ ચિત્રો નહીં દેખાડું.’

ચંદ્રકાંત - ‘કેમ ?’

કુસુમ - ‘આ પુરુષ અને સ્ત્રીને ઊંઘતાં કર્યાં છે તેની મુખમુદ્રા ફેરવવી પડશે.’

ચંદ્રકાંત - ‘શી રીતે ?’

કુસુમ - ‘અર્થ સમજ્યાં ત્યારે પોતાની ભૂલ જાતે જણાઈ. આ ચિત્ર ખોટાં પાડ્યાં છે. કેમ ખરાં કરવાં તે તો વિચારવું પડશે. પણ એક કવિતામાં બે જાતની આંખો કહી છે તેવી આ સ્ત્રીપુરુષની આંખ કરવા જેવું છે.’

ચંદ્રકાંત - ‘શી કવિતા છે ?’

કુસુમ - ‘સાંભળો.’

‘રસસુંદરીની સુંદરતા જગ જોતું ઉઘાડી આંખે !

રસસુંદરીના રસ ભોગવતું - જગત મીંચેલી આંખે !’

ગુણસુંદરી -‘આ કવિતા કોની ? કુસુમ ? કુસુમ શરમાઈ ગઈ, નીચું જોઈ બોલી, ‘બહેનના ઉપર સરસ્વતીચંદ્રે કાગળ લખ્યો હશે તેના એક ફાટેલા કટકા ઉપર હતી.’

સુંદર - ‘તે વારુ, તે તું બહેનના કાગળો ચોરતી ફરે છે કે શું ? લાજ નથી આવતી ?’

કુસુમ - ‘લ્યો. ભૂલ તો ખરી. પણ એમાં ચોરી શાની ? એણે કાગળનો કડકો રઢળતો નાંખ્યો ત્યારે મેં વાંચ્યો. કાંઈ આંખો આઘી મૂકીને ફરીએ ? બાકી, પહેલાં ચાર અક્ષર વાંચતાં કાગળ આઘો મૂકવો જોઈએ તે કરવું ન સૂઝ્‌યું એટલી ભૂલ.’

સુંદર - ‘બધું તો ઝીણવટથી સૂઝે અને આટલી મોટી વાત ન સૂઝી ?’

કુસુમ - ‘લ્યો, હવે ક્ષમા કરો, થયું તે થયું, પણ ચંદ્રકાંતભાઈ, હવે આ કડીમાંની બે જાતની આંખો જેવી આંખો આ સ્ત્રીપુરુષની કાઢી તમને દેખાડીશ. કાકી તો કહેશે. પણ વારુ, બાળક છીએ તે આવું વાંચવાસમજવાનું મન તો થાય.’

એક ચાકર એટલામાં આવ્યો. વિદ્યાચતુરે ચંદ્રકાંતને જરાશંકરને ઘરે જમવા બોલાવ્યો હતો. વળી માંદા સામંતને જોવાને રાણો ખાચર આવ્યો હતો. તેને મળવાને તથા રાજ્યનીતિના વિષય તેની જોડે ચર્ચવાને મણિરાજે પોતાના રાજપુરુષોનો નાનો મેળાવડો યોજ્યો હતો. તેમાં ભાગ લેવાને પણ ચંદ્રકાંતને આમંત્રણ હતું. આ સૌ સંદેશો ચાકરે પહોંચાડ્યો. ચંદ્રકાંત વસ્ત્ર પહેરવા ઊઠ્યો. પહેરતાં પહેરતાં સરસ્વતીચંદ્ર અને કુસુમના યોગઅયોગના વિચાર કરી ઊંડા નિઃશ્વાસ મૂકવા લાગ્યો, અને દુઃખી હ્ય્દયથી પ્રધાન પાસે જવા નીકળ્યો.

સ્ત્રીવર્ગ પોતાના ખંડમાં ગયો. જતાં જતાં સુંદર, કુસુમનો અંબોડો ઝાલી નીચો ખેંચી, તેનું મોં ઊંચુ કરી, ચુંબન દઈ પૂછવા લાગી : ‘મધુકરીનું મધુર પાછળ ભમવાનું તું ગાતી ગાતી બંધ પડી. તે તું હવે નક્કી સરસ્વતીચંદ્રને પરણવાની !’ અત્યંત ક્રોધથી રાતીચોળ થઈ કૌમારવ્રતની ઉત્સાહિની બાળા, કાકીને ધક્કો મારી સૌંદર્યભદ્યાનમાં પોતાના અભ્યાસના માંડવામાં નાસી

ગઈ. માતા ગુણસુંદરી કુસુમના વિકાસવિશેષ જોઈ વધારે ખિન્ન થઈ, વધારેં

ચિંતામાં પડી, અને જેઠાણીનાથી પણ એકલી પડી સૌંદર્યઉદ્યાનમાં મનની અમૂંઝણ કાઢવા જેવું નિર્મક્ષિક સ્થાન અધીરે ધીમે પગલે શોધતી વેલાઓમાં અદૃશ્ય થઈ.