Coffee House - 31 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - 31

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કોફી હાઉસ - 31

કોફી હાઉસ

પાર્ટ – 31

રૂપેશ ગોકાણી

“આપણે અગાઉના પ્રકરણમાં વાંચ્યુ કે શ્રીમાન મહેરા પ્રવીણ અને તમામ નિવૃત સાથીદારોને કુંજ વિષે કાંઇ પણ માહિતી આપતા નથી અને તે લોકોને કુંજ સાથે મળવા પણ દેતા નથી, છેવટે બધા હતાશ થઇ ત્યાંથી જતા રહે છે. પ્રવીણ પોતાની કિસ્મત સામે હાર માની લે છે અને સુરતથી જામનગર જતા રહેવાનુ મનમાં વિચારી લે છે પરંતુ નિવૃત શિક્ષકોને ધ્વની કે જે પ્રવીણ અને કુંજ બન્નેની મિત્ર હતી તે યાદ આવી જતા બધા ધ્વનીને મળવા રાજકોટ પહોંચે છે. ઓઝાસાહેબ ધ્વનીને બધી વાત કરે છે, ધ્વની પ્રેયને સાથ આપવાનુ કહેતા બીજા દિવસે કુંજના પિતાજીને ફોન કરે છે, કુંજના પિતાજી પાસેથી એવુ તે શું સાંભળે છે કે ધ્વનીના હાથ ધૃજવા લાગે છે, જાણવા માટે ચાલો વાંચીએ આજનું પ્રકરણ.......”

“બેટા વાત બહુ લાંબી કહાની છે, ક્યાંથી સરૂઆત કરવી તે જ મને ખબર પડતી નથી.” શ્રીમાન મહેરાએ કહ્યુ. “અંકલ પ્લીઝ તમે મને ત્યાંથી કહો જ્યારથી તમે કુંજ સાથે રાજકોટ છોડ્યુ. મારે કુંજ વિષે સરૂઆતથી અંત સુધી બધુ જાણવુ છે. આમ પણ તે મહારાણીને મારી કાંઇ પડી નથી, પોતાની દુનિયામાં એવી તે શું મશગુલ બની ગઇ છે કે મને ફોન કરવાની પણ ફુરસત નથી.” ધ્વનીએ મસ્તી કરતા કહ્યુ. સાથે સાથે ઓઝાસાહેબના ઇશારાથી ધ્વનીએ ફોન સ્પિકર પર રાખી દીધો જેથી બધા લોકો સાંભળી શકે.

“બેટા એટલી તો તને ખબર જ હતી કે તેના લગ્ન થઇ ગયા છે, બરોબર ને??? ધ્વનીએ બધા સામે જોયુ, પરાણે તેણે હકારમાં પ્રત્યુતર વાળવો પડ્યો. “હા અંકલ તેના લગ્ન થયાની જાણ મને હતી જ, ત્યાર બાદ પ્રસંગોપાત હું તેની સાથે વાત કરતી પણ એકાએક તેને શું થયુ કે તેનો મોબાઇલ સ્વિચ્ડ ઓફ જ આવવા લાગ્યો, બસ પછી હું તેના સંપર્કમાં જ નથી. “હા બેટા, તે કહ્યા મુજબ લગ્ન બાદ સાચે જ એ મહારાણી બની ગઇ છે, તેને હવે તારી સાથે તો શું મારી સાથે પણ વાત કરવાનો સમય નથી. એ પોતાની રચેલી અને પોતે જ બનાવેલી દુનિયામાં એવી તે મસ્ત બની ગઇ છે કે હવે તેને મારી પણ દરકાર કરવાની પડી નથી.” શ્રીમાન મહેરાના કડક પહાડી અવાજમાં ગમગીનીનો ઓછાયો પડતો હોય તેવુ ધ્વનીને મહેસુસ થયુ. “અંકલ હું કાંઇ સમજી નહી.” “બેટા પ્રેય પ્રત્યેના કુંજના પ્રેમને જડમૂળથી કાપી નાખવા મે મારી બદલી કરાવી લીધી પણ કુંજના મનમાં રહેલા પ્રેયના વિચારોની બદલી કરાવી શકવા હું અસમર્થ સાબિત થઇ રહ્યો હોઉ તેમ મને લાગ્યુ જ્યારે અહી સુરતમાં રહેતી કુંજ અહી પણ ગલીગલીએ પ્રેયને શોધવા ભટકતી મે નિહાળી. ઘણી વખત કોલેજ જવાને બદલે તે પ્રેયની તસવીર લઇને બાંવરી બનીને ઘુમતી મે મારી નજરે જોઇ હતી.” પ્રેમ, ધાક ધમકી દ્વારા મે તેને સમજાવી પણ તેનુ મન એ માનવા અસક્ષમ જ હતુ કે પ્રેય તેને કાંઇ પણ જાણ કર્યા વિના તેની દુનિયામાંથી જતો રહ્યો છે. એક વખત તો મારો હાથ પણ ઉપડી ગયો હતો જ્યારે રાત્રે બાર વાગ્યે ગાંડાની જેમ પ્રેયના નામની બૂમો પાડતી રસ્તે દોડતી નીકળી ગઇ હતી પણ પ્રેમદિવાની મારી દિકરી પર મારી થપ્પડની પણ કાંઇ અસર ન થઇ. મે તેની સામે ઘુંટણ ટેકવી દીધા પણ તેનો પ્રેય પ્રત્યેનો પ્રેમ જરા પણ ઊણો ન ઉતર્યો.” “થોડા દિવસ બાદ મારી બહેન આવી હતી. કુંજની હાલત જોઇ તે થોડો સમય તેને દિલ્હી પોતાના ઘરે હવાફેર કરવા માટે લઇ ગઇ. મને એમ હતુ કે એકાદ બે માસ ત્યાં રહેવાથી, વાતાવરણ બદલવાથી તે નિયમિત જીવન જીવવા સક્ષમ બની જશે અને બન્યુ પણ એવુ, દિલ્હી ગયા બાદ એક માસ પછી ઘરે આવી ત્યારે તેની મનઃસ્થિતિ સારી જણાતી હતી, પણ હજુ કુંજમાં કાંઇક ખુટતુ મને દેખાતુ હતુ. તેના જીવનમાં પ્રેમ હુંફ અને સહાનુભૂતિની ખાસ જરૂર હતી. મા વિનાની દિકરીને હું સંપુર્ણ રીતે હુંફ આપવામાં અસફળ જ રહેવાનો હતો તેથી મારી બહેન અને બીજા સ્નેહીઓના સુઝાવને માન આપી મે કુંજના લગ્ન દિલ્હીમાં જ મારા બનેવીના મિત્રના પુત્ર સાથે નક્કી કરી દીધા. કુંજને મનાવવી ખુબ અઘરી નહી પરંતુ અશક્ય જ હતી. પ્રેયની જોગણ બની ગઇ હતી મારી દિકરી પરંતુ મારા કઠોર હ્રદયને એ મંજુર ન હ્તુ કે મારી પુત્રી પેમલગ્ન કરે. છેવટે મારી કસમ આપી મે તેને લગ્ન માટે તૈયાર કરી, આખરે એ ગોઝારો દિવસ આવી જ ગયો જે દિવસે મે કુંજનો હાથ વિવેકના હાથમાં સોંપ્યો. “વિવેક સાથે મે બે-ત્રણ વખત મુલાકાત કરી હતી અને તેની પુરતી તપાસ પણ મારા નજીકના અને અંગત મિત્ર વર્તુળ દ્વારા કરાવી હતી પરંતુ નરી આંખે દેખાતુ સોનુ પણ ક્યારેક પિતળ સાબિત થાય છે. મારી ફુલ જેવી દિકરીને મે લગ્ન બાદ દિલ્હી મોકલી તો દીધી પણ મને ક્યાં ખબર હતી કે ઊંઘ વેચીને મે ઉજાગરો હાથ લીધો છે.” “સરૂઆતમાં તો કુંજ ખુશ હોય તેવુ તેની વાતચીત પરથી મને લાગતુ હતુ. બે*ચાર મહિને એકાદ વખત હું પણ દિલ્હી જઇ કુંજનો ચહેરો જોઇ આવતો અને તેના ખુશી સમાચાર પુછી જાણી આવતો. બન્ને લગ્ન બાદ બન્ને મનમાં સુકુન તો હતુ કે કુંજ ખુશ છે પણ હું મારા જ કાળજાના સાચા અને બનાવટી ચહેરાને ખાળી શક્યો નહી. “એક રાત્રે બાર વાગ્યે અચાનક મને કુંજનો ફોન આવ્યો. આટલી મોડી રાત્રે તેનો ફોન આવવાથી હું થોડો ગભરાઇ ગયો. ફોન પર તે વાત કરતી વખતે દુઃખી અને હતાશ જણાતી હતી, સાથે સાથે તે કાર ડ્રાઇવ કરતી હતી. મે તેને બહુ મનાવી કે આટલી રાત્રે કાર ચલાવતા ફોન પર વાત ન કરે પરંતુ તે માનવા તૈયાર જ હતી નહી.

“તેણે મને મારી ભૂલનો એહસાસ કરાવ્યો કે મારા ગુરૂર અને અહમને કારણે મે વિવેક સાથે તેને પરણાવવાનો નિર્ણય લીધો તે હળાહળ ખોટો હતો. વિવેક એક નંબરનો જુગારી, નશાબાજ અને વાસનાથી રંગાયેલો નબીરો હતો. લગ્ન થયા ત્યારથી જ તેણે કુંજ પર સિતમ ગુજારવાનુ શરૂ કરી દીધુ હતુ પરંતુ મારા મનને શાંતિ રહે તે માટે હંમેશા કુંજ હસતી બોલતી રહેતી. ચુપચાપ મારી દિકરીએ લગ્ન બાદ ચાર માસ સુધી તેની બદ્તમીઝી સહન કરી પરંતુ છેવટે તો વિવેકની હૈવાનિયત પશુતામાં પરિવર્તિત થઇ ગઇ અને તેણે કુંજની ઇજ્જત પર હાથ નાખવાનો પ્રયાસ કર્યો. જેમ તેમ કરીને કુંજ ઘર બહાર નીકળી ગઇ અને મોટર લઇને તે ત્યાંથી ભાગી છુટી. તે એટલી હદ્દે મારા આ નિર્ણયથી ત્રાંસી ગઇ હતી કે તેને જીવન જીવવામાંથી જ રસ ઉડી ગયો હતો. તે ધારતી તો તે મારી પાસે આવી શકત પણ તેણે તેવુ ન કર્યુ. તેના જીવનમાં પ્રવીણ તો મારી જીદ્દને કારણે આવી ન શક્યો માટે હવે તેણે કોઇને પણ પોતાનુ પાવન શરીર સોંપવા કરતા પોતાના દેહને ભગવાનને સમર્પિત કરવાનુ નક્કી કરી નાખ્યુ. મે તેને મનાવવાની ઘણી કોશિષ કરી પરંતુ તે કોઇ રીતે માનવા તૈયાર ન હતી, અંતે એ ગોઝારી ઘડી આવી જ ચુકી જ્યારે મારા કાને એક ભયંકર અવાજ પડ્યો. એ બીજો કોઇ અવાજ ન હતો પરંતુ મારી કુંજની ગાડીના અથડાવાનો અવાજ હતો. હું સમસમી ગયો આ બધુ સાંભળીને. બીજી જ ક્ષણે તેનો ફોન કટ થઇ ગયો અને ફરી ફોન લાગ્યો જ નહી. “એ સમયે જ હું ડ્રાઇવર સાથે દિલ્હી જવા રવાના થઇ ગયો અને જાણીતા સુત્રો દ્વારા મે કુંજની ગાડીની તપાસ શરૂ કરાવી દીધી. ફોન નંબર પરથી કુંજની ગાડી દિલ્હી પુના હાઇ-વે પર છે તેમ લોકેશન બતાવતી હતી. અહીની પોલીસની મદદથી મે તેની ગાડીની તપાસ શરૂ કરાવવાની શરૂ કરી દીધી. વિવેકના ઘરે ફોન કર્યો પણ તેના બધા ફોન બંધ આવતા હતા. વિવેકના પપ્પાને ફોન કર્યો તો તે બન્ને લગ્ન સબબ મુંબઇ હતા. તેમને મે બધી વાતની જાણ કરી દિલ્હી બોલાવી લીધા. પોલીસની શોધખોળ બાદ તપાસ કરતા માલૂમ પડ્યુ કે દિલ્હી પૂના હાઇ-વે પર એક કારનું ભયંકર અકસ્માત થયેલુ હતુ. અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કાર અને તેમા બેઠેલ વ્યકિત સળગી ચુક્યા હતા. તેના બારીક અવશેષો પણ મળવા મુશ્કેલ હતા. ગાડી ઊંડી ખાઇમાં પડી ગઇ હતી. પોલીસે શોધખોળ માટે ઘણા પ્રયત્ન કર્યા પણ કાંઇ હાથ લાગ્યુ નહી. મારી દિકરીને હું ખોઇ બેઠો ધ્વની બેટા. મારી ભયંકર ભૂલનુ પરિણામ મારી દિકરીએ ભોગવ્યુ અને મારા હાથમાં કાંઇ આવ્યુ નહી. મે વિવેકની વિરૂધ્ધ કાર્યવાહી ચલાવી પરંતુ અપુરતા પુરાવાના કારણે તે સાબિત થઇ ન શક્યુ કે મારી પુત્રીએ વિવેકના ત્રાસથી કંટાળી આ પગલુ ભર્યુ હતુ. છેવટે એ બેગુનાહ ઠરી ચુક્યો.

“બેટા, મારી ભૂલ મને જ નડી ગઇ. મારી દિકરીની હાલત સુધારવા ગયો હતો ત્યાં હું મારી દિકરીને જ ખોઇ બેઠો. પ્રવીણ અને કુંજના પ્રેમનો મે સ્વિકાર ન કર્યો જેના માઠા પરિણામ મારે જ ભોગવવાના આવ્યા. મારી એકની એક વ્હાલસોયી દિકરી મને છોડી, તેના અધુરા અરમાનો સાથે લઇ હંમેશાને માટે મારી સાથે નાતો તોડી દીધો.” “હજુ કાલે જ પ્રવીણ અને તેના મિત્રો મારા ઘરે આવ્યા હતા, મારા માટે તેને આ બધુ કહેવુ ખુબ અઘરૂ હતુ. તેના દિલમાં અને તેની આંખોમાં મારી દિકરી માટે પારાવાર પ્રેમ છલકી રહ્યો હતો. તેના અરમાનોને તોડવાની મારી હિમ્મત ન ચાલી બેટા એટલે મે તેને બહુ કડક શબ્દો સંભળાવી અહીથી મોકલી દીધો. તેને મન કુંજ જીવીત છે એ બસ હતુ, તેને કુંજના આ આઘાતજનક સમાચાર કહીને હું તેને દુઃખી કરવા ઇચ્છતો ન હતો. એ પોતાના મનની બધી વાતો કુંજને કહેવા અહી આવ્યો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેને સાંભળનારી કુંજ હમેશાને માટે તેનાથી યોજનો દૂર જતી રહી છે. તે જેના માટે અહી આવ્યો હતો તે કુંજનો હવે માત્ર યાદોમાં જ વાસ રહ્યો છે. મે ક્યારેય મારી દિકરીને તેના હુલામણા નામથી બોલાવી નથી અને મને એ જરા પણ પસંદ ન હતુ કે કોઇ ગૈર માણસે આપેલા હુલામણા નામથી મારી દિકરી ઓળખાય, પણ મારી માન્યતા નઠારી નીવડી, આજે હું જ શ્રીમાન હર્ષવર્ધન મારી દિકરીને કુંજ કહીને જ પોકારુ છું, સાયદ તે મારો અવાજ સાંભળી લે, તે જ મારી પ્રેય અને કુંજના વિશુધ્ધ પ્રણય સ્વિકાર્યાની સાબિતી છે. પણ મે જ ઘાતકી બની તે બન્નેના અરમાનો વચ્ચે મારા અહમને લઇ આવ્યો અને તુ જ જોઇ લે, આજે મારા હાથમાં કંઇ નથી. ન તો હું એક સારો પિતા બની શક્યો કે ન હું એક આદર્શ ઇન્શાન બની શક્યો. મારા જ બનાવેલા સિધ્ધાંતો મને નડ્યા.” “એટલા બધા અરમાનો તે પોતાની આંખોમાં વસાવીને આવ્યો હતો કે તેને હું કઇ ભાષામાં કહેત કે તેની કુંજ હવે આ દુનિયામાં નથી, તે હંમેશાને માટે જતી રહી મારી અને તેની દુનિયામાંથી. મારી પાસે તો અફસોસનો ટોપલો જ સાથે છે પરંતુ પ્રવીણ પાસે હજુ પણ કુંજની મીઠી યાદો છે અને તે યાદોના સહારે તે પોતાની આખી જીંદગી આસાનીથી પસાર કરી લેશે એ આશાએ જ મે તેને આ બધી વાતથી અજાણ રાખ્યો. બેટા મને ખબર છે, મે તેની સાથે અઘટિત વર્તન કર્યુ તેથી જરૂર તે તારી પાસે આવશે પરંતુ બની શકે તો તુ પણ કુંજની જાણકારી પ્રવીણને ન આપજે. હું નથી ઇચ્છતો કે તેના મનમાં રહેલી કુંજની યાદોના આશિયાનાને ગ્રહણ લાગી જાય. હું તને હાથ જોડુ છું બેટા.” એક લાચાર બાપની વેદના આંસુમાં પરિણમતી ધ્વની સાંભળી રહી. “ઠીક છે........” તેનુ વાક્ય પુર્ણ ન થયુ ત્યાં સામેથી ફોન કટ થઇ ગયો.

***

આ બાજુ બેઠેલા તમામની આંખો શ્રાવણ ભાદરવાથી તરબોળ થઇ ગઇ હતી. બધા દિગ્મૂઢ બની બેસી રહ્યા. ન તો કોઇ કાંઇ બોલવાના મુડમાં દેખાતુ હતુ કે ન કોઇ કાંઇ વિચારી શકે તેવી પરિસ્થિતિમાં હતુ. બસ બધાની આંખોમાંથી બોર બોર જેવડા આંસુઓ ટપકી રહ્યા હતા. “હે ભગવાન, આ તે કેવી તમારી લીલા છે? તારા ઘરે દેર છે પણ અંધેર નથી તેવુ બધા કહે છે પરંતુ આજે તે સાબિત કરી દીધુ કે તારા ઘરે દેર પણ છે અને ઘનઘોર અંધેર પણ છે, જ્યાં સાચા પ્રેમીઓ માટે ઉજાશની એક કિરણ પણ મળે તેમ નથી. શું કામ તે કુંજ અને પ્રવીણ્યાને મળાવ્યા? બસ આ જ દિવસ જોવા માટે અને એ જ સાંભળવા માટે કે આજે તેની કુંજ આ દુનિયામાં નથી? આ તારી લીલા નથી મારા કાળિયા ઠાકર, તારુ હળાહળ કપટ નજરે ચડી આવે છે મારા કાળિયા.” ઓઝાસાહેબ આક્રંદ કરી બેઠા. “બસ કર ઓઝા બસ કર. પ્રવીણ્યો ઉઠી જશે અને તને આમ રડતો સાંભળી જાશે તો બહુ મોટુ ધર્મસ્ંકટ થઇ જાશે. તેને ક્યા મોઢે આપણે કહેશું કે કુંજ હવે ક્યારેય તેના બાગમાં નથી ટહુંકવાની, પોતાની મીઠી મધુરી યાદો પ્રેયના જીવનમાં વેરતી તે હંમેશા આપણાથી દૂર......” વાક્ય પુરૂ ન થયુ અને હરદાસભાઇ પણ ધૃસકે ધૃસકે રડી પડ્યા. “ઓઝા આપણે તો કુંજને જોઇ પણ નથી તો પણ આપણી આવી સ્થિતિ છે તો વિચાર કર જેણે કુંજ સાથે આટલો સમય વ્યતિત કર્યો છે તેને આ હકિકતથી કઇ રીતે વાકેફ કરવો? આ સાંભળી તેનુ તો અસ્તિત્વ ડોલી ઉઠશે. પ્રવીણ્યો આમ પણ હજુ તેની યાદોમાંથી બહાર આવ્યો નથી, આપણે જ બધાએ નખથી ઉજેડીને તેના ભીતરમાં પડેલી યાદોને ખોતરી કાઢી હતી અને હવે જ્યારે તેને આટલો મોટો ઘટસ્ફોટ કરવો તે બહુ મુશ્કેલ છે, અરે મુશ્કેલ તો શું નામુમકિન છે આપણા માટે.” પ્રતાપભાઇ પણ આંખમાંથી આંસુ પોંછતા ઓઝાસાહેબને કહેવા લાગ્યા.

“જે થયુ છે તે આપણે પ્રવીણને કહેવુ તો પડશે જ, નહી તો આખુ જીવન તે પોતાની કુંજને શોધવા મથ્યા કરશે. આપણે મન મજબુત કરીને તેને કોઇપણ ભોગે આ વાત કહેવી પણ પડશે અને તેને દુઃખમાં ગરકાવ થતા બચાવવો એ પણ આપણી ફરજ છે.” હેમરાજભાઇએ ગંભીર સ્વરે કહ્યુ. “હેમલા, ગાંડો થયો છે કે શું? આ વાત જો પ્રવીણ્યાને ખબર પડશે તો ગજબનો ભૂપ્રપાત આવી જશે તેની જીંદગીમાં, મારુ તો કહેવુ એમ છે કે આ કુંજનું પ્રકરણ અહી જ બંધ કરીને આપણે તેના જીવનને અલગ દિશામાં વાળવાનો પ્રયત્ન કરવો તેમા જ પ્રવીણ્યાની ભલાઇ રહેશે.” “અંકલ સાચુ કહે છે. મારુ પણ એ જ મંતવ્ય છે કે કુંજ ભલે પ્રેયના મનમાં અને તેની યાદોમાં જીવીત રહે. કુંજ ભલે આ સ્વાર્થી દુનિયા છોડીને જતી રહી પરંતુ પ્રેયની યાદોમાં અને તેના હ્રદયમાં તેને આપણે અમર રાખીએ તે જ કુંજ પ્રત્યેની સાચી શ્રધ્ધાંજલી રહેશે આપણા તરફથી.” “હા દિકરા, તારી વાત સાચી છે. મારુ મન પણ એમ જ કહે છે કે કુંજ ભલે પ્રવીણ્યાની યાદમાં જીવીત રહે. તેને બહુ દુઃખી અને વ્યથીત થતો જોયો છે, હવે આનાથી વધુ દુઃખી થતો તેને જોઇ શકાય તેમ નથી. ભગવાન પણ કૃર થઇને બેઠો છે, જે સહનશીલ છે તેના પર દુઃખનો પહાડ તોડાવી રહ્યો છે. હદ્દ કરી નાખી મારા નાથ.” ઓઝાસાહેબ આક્રંદ કરી રહ્યા હતા ત્યાં ઉપરના રૂમમાં કંઇક પછડાવાનો અવાજ આવ્યો જે રૂમમાં પ્રેય સુતો હતો. બધા અવાજ સાંભળી સ્તબ્ધ થઇ ગયા અને ઉંચા શ્વાસે પ્રેયના રૂમ્મ બાજુ દોડ્યા.

To be continued…..

બહુ ગજબ બની ગયુ, નહી??? બધુ કામકાજ છોડી અને પોતાના અન્ય કામોને છોડી જેની શોધમાં નીકળા હતા તે પ્રેયના હૈયે વસેલી કુંજ તો આ દુનિયામાં હવે રહી જ નથી. કુંજ ઇઝ નો મોર નાઉ. શું ઓઝાસાહેબ અને તેના મિત્રો કયારેય પ્રવીણને સાચી વાતથી વાકેફ કરી શકશે? કે પછી આજીવન પ્રેય કુંજની મીઠી સુહાની યાદો વચ્ચે બસ દિલમાં એક જ વસવસો લઇને જીવતો રહેશે કે પોતે કુંજને સાચી પરિસ્થિતિની જાણ કરી શક્યો નહી???? હવે ઓઝાસાહેબ અને તેની ટીમ પ્રેયના જીવનની નૌકાને કઇ દિશામાં આગળ ધપાવશે? તેના મનને કુંજમાંથી બહાર લાવવા શું યુક્તિ અજમાવશે આ લોકો? અને શું ટીમ ઓઝા દ્વારા રચેલી યુક્તિથી પ્રેય કુંજને ભૂલવા માટે સક્ષમ બનશે કે નહી??? જાણવા માટે વાંચો કોફીહાઉસનો આગળનો પાર્ટ.....