Ek Ajani Mitrata - 13 in Gujarati Fiction Stories by Triku Makwana books and stories PDF | એક અજાણી મિત્રતા - 13

Featured Books
Categories
Share

એક અજાણી મિત્રતા - 13

એક અજાણી મિત્રતા

ભાગ - 13

( વાચક મિત્રો એક અજાણી મિત્રતા કસક - તારક - રાધિકા નામના પાત્રો વચ્ચે ચાલતી ત્રિકોણીય પ્રણયની અને તેમના અંતર પટમાં ઉભા થતા લાગણીના વિવિધ પાસાને દર્શાવતી એક " લઘુ નવલ " છે. અને વાચકો દ્વારા આ લઘુ નવલને સારો આવકાર મળેલ. પણ પછી વિવિધ ટેક્નિકલ કારણોસર આ લઘુ નવલ લખવાનું બંધ કરવામાં આવેલ. જે હવે ફરીથી શરુ કરું છું. ઘણા લાંબા સમય બાદ લેખન કાર્ય ફરીથી શરુ કરતો હોઈ લખાણના નબળા પાસાને વાચક વર્ગ ઉદાર દિલે સ્વીકારે તેવી અપેક્ષા. લખવાનું બંધ કર્યા પછી પણ વાચક મિત્રોના અવાર નવાર આવતા સંદેશની હું દિલથી કદર કરું છું. વાચક મિત્રો આપના સૂચનો આવકાર્ય છે.)

સરિતાએ તેની દીકરી રાધિકાને ચાર દિવસ પછી એક છોકરો તેને જોવા આવવાનો છે તે વાત કરી ત્યાર બાદ રાધિકાનું મુખ કરમાઈ ગયું હતું. રાતે જમતા જમતા સરિતાએ જયારે વાત કરી ત્યારે તેની અવળી અસર રાધિકા પર થશે તેનો સરિતાને ખ્યાલ જ હતો.

મમ્મી તને ખબર તો છે કે હું અને તારક એક બીજાને કેટલો પ્રેમ કરીએ છીએ? છતાં આ બધું શા માટે? રાધિકાએ લાલ ચોળ મુખે સવાલ કર્યો. હું આ ઘરમાં રહું તે તને નથી ગમતું? જો તમે લોકો આવું કરશો તો હું તારક સાથે ભાગીને લગ્ન કરી લઈશ.

સરિતાએ રાધિકાનું મુખ પોતાના ખોળામાં લઇ લીધું, તે રાધિકાને સમજાવવા લાગી. જો રાધિકા મારી સામે જો, આના પહેલા પણ ઘણા છોકરા તને જોવા માટે આવ્યા હતા અને તે બધાને રિજેક્ટ કરેલ, ત્યારે તારા પપ્પા મારી પર ખુબ જ ગુસ્સે થયેલ. ત્યારે તારા પપ્પા ખુબ જ ધૂંધવાઈ ગયેલા, તારા પપ્પાએ મને કહેલ કે આટલા છોકારામાંથી એક પણ છોકરો તારી દીકરીને પસંદ ન આવે તે કેવું? ત્યારે મેં એવું બહાનું આગળ ધર્યું હતું કે રાધિકાને આગળ ભણવું છે. અને સાસરિયામાં કદાચ આગળ ભણવાની ના કહે તો? એટલે રાધિકાને હાલ લગ્ન નથી કરવા.

તારા પપ્પાને તો તે સમયે જ તારા લગ્ન કરી નાખવા હતા. એ વખતે તારા પપ્પાનો ગુસ્સો શાંત કરવા મારે નાકે દમ આવી ગયો હતો, અને ત્યાર બાદ તે નવો અભ્યાસક્રમ પૂરો કર્યાને પણ છ મહિના થવા આવ્યા. હવે હું શું બહાનું આગળ ધરું? સરિતાના અવાજમાં વેદના ભળી.

તો તું હું તારકને પ્રેમ કરું છું અને તેના વિના જીવી શકું તેમ નથી એવું સ્પષ્ટ કેમ કહી દેતી નથી?

રાધિકાની આંખમાંથી આવતું અશ્રુબિંદુ રોકવા રાધિકાએ પ્રયત્ન કર્યો પણ ને નાકામિયાબ રહી.

રાધિકાની આંખોમાં આંસુ જોઈ સરિતાની આંખો પણ ભીની થઇ તેણે તેણે રાધિકાને છાતીએ વળગાડી ગાંડી મેં વાત નહિ કરી હોય? મેં તારા પપ્પાને બધી જ વાત કરેલ. પણ તેમણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.

ઉલટું તારા પપ્પાએ તો મને ખખડાવી નાખી હતી, તારા પપ્પાએ મને કહ્યું કોઈ અજાણ્યા માણસ પર વિશ્વાસ મુકાય જ કેમ? રાધિકા તો નાની કહેવાય પણ તારે તો સમજવું જોઈએ ને? મારે મારી દીકરી કૂવામાં નથી નાખવી? આ પ્રેમ બેમ એ સહુ મનનો વ્હેમ છે એવું તારા પપ્પા કહેતા હતા.

મમ્મી પ્રેમ ક્યારેય મનનો વ્હેમ નથી હોતો, અને જો તે મનનો વ્હેમ હોય તો તે પ્રેમ નથી હોતો. પ્રેમને નામે છોકરાઓ છોકરીના શરીર સાથે રમત રમીને છોડી દેતા હોય છે તે વાત સાચી છે. પણ જો છોકરી ધારે તો ક્યારેય પોતાનો ઉપયોગ થવા જ ન દે. રાધિકા ધીમા પણ મક્કમ અવાજે બોલી.

દીકરી હવે પ્રેમની વ્યાખ્યા પણ મારે તારી સાથેથી શીખવી પડશે? આ તારી મમ્મી પણ કોલેજ કરી ચુકી છે, હોસ્ટેલમાં પણ રહી ચુકી છે. અને જાણીતી કવિયત્રી છે. તે તું ભૂલી ગઈ દીકરા? મને બધી જ ખબર છે, સરિતાના અવાજમાં હવે ઉષ્મા ભળી

હું પણ ઈચ્છું છું કે તારા લગ્ન તારક સાથે જ થાય, અને તારક તને ક્યારેય દુઃખી નહિ જોઈ શકે. પણ એમ ભાવનામાં વહી જઈને નિર્ણય ન લેવાય. હમણાં તો તું તને જોવા આવનાર છોકરાને સીધો જ રિજેક્ટ ન કર. એમ કહેજે કે અમે બંને એક બીજાને મળીએ, જાણીએ પછી હું હા કહીશ. આનાથી તારા પપ્પાને પણ ધરપત થશે અને આપણને પણ સમય મળી રહેશે. સરિતા બોલી.

સાચ્ચે જ મમ્મી? રાધિકા આનંદથી નાચવા લાગી. યુ આર ગ્રેટ, મમ્મા. આઈ લવ યુ. ખુશીની મારી રાધિકાએ તેની મમ્મીને ગાઢ આલિંગનથી ભીંસી નાખી. ગાલ પર એક હળવું બચકું પણ ભરી લીધું. સરિતા રાધિકાના માથા પર હાથ ફેરવતી રહી. સરિતાએ મનમાં માતાજીને પ્રાર્થના કરી હે ભગવાન મારી ઢીંગલીને તેનો મનનો માણીગર મળી જાય તો હું ચાલતા ચોટીલા જવાની માનતા માનું છું.

***

આજે સવારથી જ ઘરમાં ધમધમાટ હતો, સરિતાએ તેની બહેનપણી જે નજીકમાં જ રહેતી હતી તેને પણ મદદ માટે બોલાવી લીધી હતી. સરિતા ચા નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી ત્યારે તેની બહેનપણીએ રાધિકાને રાજકુમારીની જેમ શણગારવા લાગી. કોઈ અલગ પ્રકારની હેર સ્ટાઇલ, હળવો મેક અપ, આંખોની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય તેવા આઈ શેડ, રાધિકા જાણે દુલ્હન હોય તેમ સરિતાની બહેનપણીએ શણગારી દીધી.

સરિતા રાધિકાને જોઈ જ રહી તેને લાગ્યું કે તેના ઘેર સ્વર્ગમાંથી કોઈ અપ્સરા ભૂલી પડીને આવી છે. સરિતાએ ક્યાંય સુધી રાધિકાના ચહેરાને ચુમ્યા કર્યો, આખરે કંટાળીને રાધિકાએ બૂમ પાડી, મમ્મી મને શ્વાસ તો લેવા દે. હું ગૂંગળાઈ મરું છું આવું કહ્યું ત્યારે સરિતાએ તેને છોડી પછી ધીરેથી હળવા હાથે રાધિકાની કાનની બુટ્ટીની પાછળ મેશનું કાળું ટપકું લગાવી દીધું. જેથી તેની લાડલીને કોઈની નજર લાગી ન જાય.

અચાનક જ રાધિકાના પપ્પાએ બૂમ પાડી, હમણાં તેમના પર ફોન આવેલ કે છોકરાવાળા અરધા કલાકમાં આવી પહોંચશે. રાધિકા તૈયાર છે ને? અને બીજી તૈયારી પુરી થઇ ગઈ ને?

જી હા, રાધિકા પણ તૈયાર છે અને બીજી બધી તૈયારી પણ પુરી થઇ ગઈ છે. આજ તમારી લાડલીને એવી તૈયાર કરી છે. જાણે પરી આપણા ઘેર ભૂલી પડી ગઈ હોય! રાધિકાના પપ્પાએ એક નજર રાધિકા પર ઠેરવી રાધિકા ખરેખર રાધિકા કોઈ પરીની જેમ શોભી રહી હતી.

રાધિકાને જોઈને રાધિકાના પપ્પનાં ચિત્તમાં રાધિકાનું આખુંય બાળપણ સળવળી ઉઠ્યું. રાધિકા નાની હતી ત્યારે કેવી નટખટ હતી ઓફિસેથી આવીને તેઓ કેટલું વ્હાલ વરસાવતા. ઓફિસેથી આવીને તેઓ પહેલું કામ રાધિકાને ઊંચકી લેવાનું કરતા, પાણી પણ પછી પીતા. આવીને તરત તેઓ રાધિકાને ઊંચકી લેતા અને તેનો ઓફિસનો બધો જ થાક ઉતરી જતો.

રાધિકાની મમ્મીનો પાણી આપવા માટે લાવેલ ગ્લાસ તેમ જ રહી જતો અને રાધિકાના પપ્પા રાધિકાના મમ્મી કશું કહે તે પહેલા રાધિકાને બહાર લઇ જતા. ઢીંગલી જેવી રાધિકા પોતાની નિર્દોષ આંખોથી અજાયબ રીતે દુનિયા જોઈ રહેતી. અજાણ્યા માણસોને પણ રાધિકાને રમાડવાનું મન થતું, તેના ગુચ્છેદાર કાળા વાળને કારણે તેનો ચહેરો ખુબ સુંદર લાગતો.

જેમ જેમ રાધિકા મોટી થતી ગઈ તેમ તેમ રાધિકાની ચંચળતા રાધિકાના પપ્પાને અણગમતી થતી ગઈ. એક સમય તો એવો આવ્યો કે રાધિકાના પપ્પા એવું વિચારવા લાગ્યા કે રાધિકા નાની ઢીંગલી જ રહી હોત તો સારું. રાધિકાના કોઈ વર્તનને કારણે તેના પપ્પા રાધિકાને હવે ટોકવા લાગ્યા. જે રાધિકાને ગમતું નહિ તે સામે કશો જવાબ વાળતી નહિ પણ ધીરે ધીરે રાધિકાએ તેના પપ્પા સાથે બોલવાનું જ બંધ કરી દીધું.

ધીરે ધીરે રાધિકાના પપ્પાની ચાહત ગુસ્સામાં ફેરવાતી ગઈ, જમાનો ખરાબ છે તેવું રાધિકાના પપ્પા વિચારતા અને રોજ અખબારમાં આવતા છોકરીઓ ઉપર બળાત્કારના કિસ્સાઓ રાધિકાના પપ્પાને વિચલિત કરી મુકતા.

રાધિકાના પપ્પાને હવે ડર લાગતો કે રાધિકાનો પગ કુંડાળામાં ન પડી જાય તો સારું, એટલે રાધિકાને ઘેર આવતા સહેજ પણ મોડું થાય તો તેમને નકારાત્મક વિચારો આવતા. અને તેઓ તરત ફોન કરી રાધિકા પર ગુસ્સો કરતા, તેઓ રાધિકાને તરત જ ઘેર આવી જવા આદેશ આપતા.

રાધિકા તેની કોઈ મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હોઈ અને તેને તુરંત નીકળવાનો ગુસ્સો આવતો. રાધિકાએ તેના પપ્પા સાથે બોલવાનું લગભગ બંધ જ કરી દીધું હતું. તે હવે કોઈને ત્યાં જતી નહિ એટલે ધીરે ધીરે તેનું મિત્ર વર્તુળ પણ સીમિત થઇ ગયું હતું.

જો કે પછી યોગ્ય સમય જોઈને સરિતાએ બાપ - દીકરી વચ્ચે સમાધાન કરાવ્યું હતું, રાધિકાને સમજાવ્યું હતું કે તારા પપ્પા ગુસ્સે થાય છે તેમે તેનો પ્રેમ જ જવાબદાર છે. મારી દીકરીને કોઈ ભોળવી ન જાય તેની ચિંતાને કારણે તારા પપ્પા ગુસ્સે થઇ જાય છે

સામી બાજુ રાધિકાએ તેના પતિને સમજાવ્યું કે હવે જમાનો બદલાયો છે, આજ કાલનું જનરેશન અલગ છે અને આપણા સમયનું જનરેશન અલગ હતું. હવે જો તમે રાધિકા પર વધુ નિયંત્રણ રાખશો તો પછી કદાચ રાધિકાને ખોઈ બેસશો..

ત્યાર બાદ રાધિકા અને તેના પપ્પાના સંબંધમાં થોડો બદલાવ આવ્યો, હવે કડવાશ દૂર થઇ પણ સંબંધમાં પહેલા જેવી ઉષ્મા તો ક્યારેય ન આવી.

" કુમકુમના પગલાં પડ્યા,

માડી તારા હેત ઢળ્યા."

રાધિકાના પપ્પાનો મોબાઈલ ફોન રણકી ઉઠ્યો. સામેથી અવાજ આવ્યો અમે લગભગ તમારા ઘર નજીક આવી ગયા છીએ પણ તમારું ઘર મળતું નથી.

તમે હાલ કઈ જગ્યા પર છો? રાધિકાના પપ્પાએ સવાલ કર્યો.

સુશન સર્કલ સામેથી જવાબ મળ્યો. તમે ત્યાંજ રહો પાંચેક મિનિટમાં હું તમને લેવા નીકળું છું.

ફટાફટ રાધિકાના પપ્પાએ એક્ટીવાને કીક મારી અને સડસડાટ સુશન સર્કલ બાજુ એકટીવા ભગાવ્યું. જોવા આવવાવાળા લોકોને પાસે જઈને પોતાની પાછળ આવવા કહ્યું.

જોવા આવનાર આઈ ટેન કારમાં આવ્યા હતા, છોકરાના મમ્મી - પપ્પા અને બહેન તેની સાથે હતા. કારમાંથી છોકરો બહાર નીકળ્યો અને રાધિકાના મુખમાંથી એક નિસાસો નીકળી ગયો. છોકરો ઠીંગણો હતો, વળી દેખાવે પણ ભીને વાન હતો. રાધિકા અજાણે છોકરાની સરખામણી તારક જોડે કરી બેઠી.

ક્યાં ૬ ફૂટ ઊંચો, સોહામણો, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો તારક? અને ક્યાં તેને જોવા આવનાર છોકરો? " ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી " રાધિકા કોઈના ધ્યાનમાં ન આવે તેમ સ્વગત બોલી ગઈ. તેને તેના પપ્પા પર ગુસ્સો આવ્યો. પહેલા છોકરાનો ફોટો તો લેવો જોઈએને? તેનું મન ઉદાસ થઇ ગયું.

બધા ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયા રાધિકા, તેની મમ્મી સરિતા અને સરિતાની બહેનપણી રસોડામાં હતા. સરિતાએ રાધિકાને સુંદર નક્શી કામ કરેલ ટ્રેમાં છ ગ્લાસ ભરીને રાધિકાને ડ્રોઈંગ રૂમમાં મોકલી. રાધિકાએ આજે સાડી પહેરેલ હતી એટલે બરાબર ચાલવાનું પણ નહોતું ફાવતું.

રાધિકા એક પછી એક બધાને પાણીના ગ્લાસ આપતી ગઈ, તેને વિમાનમાં બધાને પાણી, નાસ્તો, લંચ વગેરે સર્વ કરતી એર હોસ્ટેસની યાદ આવી ગઈ. કેવું બનાવટી સ્મિત, પણ છતાં પેસેંજર્સ કેવા ખુશ થાય?

સહુને પાણીના ગ્લાસ આપી તે તેના ભાવિ ભરથાર પાસે આવી રાધિકાએ છોકરાને મોહક સ્મિત આપ્યું, ભાવિ મુરતિયો તો પાણી પાણી થઇ ગયો. તેણે પાણીનો ગ્લાસ લેતી વખતે રાધિકાની આંગળીઓને જાણી જોઈને સ્પર્શ કર્યો.

રાધિકા આવા સ્પર્શ માટે તૈયાર નહોતી, તેને ઘૃણા થઇ. તે ઝડપથી હાથ હટાવવા ગઈ અને તેના પણ નીચે સાડીનો છેડો આવ્યો, તેના પપ્પાએ તેને પકડી ન હોત તો જરૂર તે નીચે પડી હોત.

શું થયું? શું થયું? બધા એકી સાથે બોલી ઉઠ્યા.

કશું નથી થયું. હું મોટેભાગે સાડી પહેરતી નથી એટલે સાડીનો છેડો પગમાં આવી ગયો. રાધિકા બોલી.

હા આમેય આજકાલની છોકરીઓ સાડી ક્યાં પહેરે છે? બરાબરને ? સરિતાબેન છોકરાની મમ્મી બોલી. સરિતા હવે મહેમાન પાસે આવી ગઈ હતી.

જોવા આવનાર આઈ ટેન કારમાં આવ્યા હતા, છોકરાના મમ્મી - પપ્પા અને બહેન તેની સાથે હતા. કારમાંથી છોકરો બહાર નીકળ્યો અને રાધિકાના મુખમાંથી એક નિસાસો નીકળી ગયો. છોકરો ઠીંગણો હતો, વળી દેખાવે પણ ભીને વાન હતો. રાધિકા અજાણે છોકરાની સરખામણી તારક જોડે કરી બેઠી.

ક્યાં ૬ ફૂટ ઊંચો, સોહામણો, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો તારક? અને ક્યાં તેને જોવા આવનાર છોકરો? " ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી? " રાધિકા કોઈના ધ્યાનમાં ન આવે તેમ સ્વગત બોલી ગઈ. તેને તેના પપ્પા પર ગુસ્સો આવ્યો. પહેલા છોકરાનો ફોટો તો લેવો જોઈએને? તેનું મન ઉદાસ થઇ ગયું.

બધા ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયા રાધિકા, તેની મમ્મી સરિતા અને સરિતાની બહેનપણી રસોડામાં હતા. સરિતાએ રાધિકાને સુંદર નક્શી કામ કરેલ ટ્રેમાં છ ગ્લાસ ભરીને રાધિકાને ડ્રોઈંગ રૂમમાં મોકલી. રાધિકાએ આજે સાડી પહેરેલ હતી એટલે બરાબર ચાલવાનું પણ નહોતું ફાવતું.

રાધિકા એક પછી એક બધાને પાણીના ગ્લાસ આપતી ગઈ, તેને વિમાનમાં બધાને પાણી, નાસ્તો, લંચ વગેરે સર્વ કરતી એર હોસ્ટેસની યાદ આવી ગઈ. કેવું બનાવટી સ્મિત, પણ છતાં પેસેંજર્સ કેવા ખુશ થાય?

આજે તેનું કાર્ય એવું જ હતું, એર હોસ્ટેસ જેવો મેક અપ. તેના જેવું બનાવટી સ્મિત. આ કામ લગભગ દરેક ભારતીય છોકરીના માથે થોપવાના આવતું.

અને ટીવી પર અવાર નવાર ચર્ચાઓ ચાલતી રહેતી કે આજની ભારતીય નારી પુરુષ સમોવડી બની ગઈ છે. જો ભારતીય નારી પુરુષ સમોવડી થઇ ગઈ હોય તો કોઈ યુવક તેને વસ્તુની જોવા આવે ખરો? રાધિકાને ભારતીય સમાજની માનસિકતા ઉપર ખુબ જ ગુસ્સો આવ્યો.

સહુને પાણીના ગ્લાસ આપી તે તેના ભાવિ ભરથાર પાસે આવી રાધિકાએ છોકરાને મોહક સ્મિત આપ્યું, ભાવિ મુરતિયો તો પાણી પાણી થઇ ગયો. તેણે પાણીનો ગ્લાસ લેતી વખતે રાધિકાની આંગળીઓને જાણી જોઈને સ્પર્શ કર્યો.

રાધિકા આવા સ્પર્શ માટે તૈયાર નહોતી, તેને ઘૃણા થઇ. તે ઝડપથી હાથ હટાવવા ગઈ અને તેના પણ નીચે સાડીનો છેડો આવ્યો, તેના પપ્પાએ તેને પકડી ન હોત તો જરૂર તે નીચે પડી હોત.

શું થયું? શું થયું? બધા એકી સાથે બોલી ઉઠ્યા.

કશું નથી થયું. હું મોટેભાગે સાડી પહેરતી નથી એટલે સાડીનો છેડો પગમાં આવી ગયો. રાધિકા બોલી.

હા આમેય આજકાલની છોકરીઓ સાડી ક્યાં પહેરે છે? બરાબરને ? સરિતાબેન છોકરાની મમ્મી બોલી. સરિતા હવે મહેમાન પાસે આવી ગઈ હતી.

રાધિકાને તેને જોવા આવનાર અજાણ્યા યુવક પર ખુબ જ ગુસ્સો આવતો હતો, જાણી જોઈને તેના શરીરને કોઈ અજાણ્યું સ્પર્શે તે રાધિકાને પસંદ નહોતું. આ શરીરના રૂંવે રુંવાં પર માત્ર અને માત્ર તારકનો જ હક્ક હતો તેવું રાધિકા માનતી હતી. રાધિકાની એક માત્ર ચાહત તારક જ હતો તેવું તે મનોમન માનતી હતી.