Sajish - 13 in Gujarati Love Stories by Tarun Vyas books and stories PDF | સાજીશ - 13

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સાજીશ - 13

સાજીશ

(ભાગ-૧૩)

અત્યાર સુધી ...

(આદર્શ અને સ્નેહા ના લગ્ન થાય છે, અને ત્યારબાદ હનીમૂન માટે શિમલા જવા નીકળે છે. આ તરફ બોસ મૌલિક ને મળવા આવે છે અને ગુજરાત માં બોંબ બ્લાસ્ટ ની સાજીશ વિશે વાત કરે છે, અને RDX ના કન્ટેનરને કંડલા થી મેળવી લેવા નું કહે છે. મૌલિક RDX ના કન્ટેનર ને કંડલા નજીક ગોડાઉન માં છુપાવી ને સાજીશ માટે પ્લાન વિચારે છે ત્યાં જ અચાનક કચ્છના રણોત્સવ માં થનારી સી.એમ. અને પોલીસ કમિશ્નર ની મીટીંગ વિશે ખબર પડે છે, સાજીશ માટે માણસો શોધે છે, અને પાંચ માણસો ને સિલેક્ટ કરે છે પાંચ માંથી એક ને કમિશ્નર ના બદલે મોકલવાનું નક્કી કરે છે, આ તરફ પોલીસનો એક ખબરી મૌલિક ના માણસો ની સાજીશ વિશે વાત કરતા સાંભળી ને પોલીસ ને જાણ કરે છે,અને કેસ ATS ને સોંપવામાં આવે છે, આદર્શ જાણ થતા બીજાજ દિવસે શિમલા થી રાજકોટ આવી જાય છે. મૌલિક ના ગુંડાઓ ની પૂછપરછ કરી કંડલા જવા નીકળે છે. .....)

હવે આગળ....

આદર્શ અને બે ઓફિસર મૌલિક ના બે ગુંડાઓ ને લઇ ને કંડલા જવા નીકળે છે. તો આ તરફ મૌલિક નો એ સ્લીપર સેલ રણોત્સવ માં પહોચી જાય છે, જેની ત્યાં રહેવાની વ્યવસ્થા એ કમિશ્નર એ કરાવી હતી જેણે મૌલિક પાસે થી ૧ કરોડ લીધા હતા. કમિશ્નરે રણોત્સવ માં પોતાના બૂક કરેલા ટેન્ટ માં સ્લીપર સેલ ને રહેવાની વ્યવસ્થા કરાવે છે. અને પોલીસ નો યુનિફોર્મ પણ આપે છે જેથી કોઈ ને એના પર શંકા ન જાય. બસ હવે એક રાત જ બાકી હતી, બીજા દિવસે બપોરે ગુજરાત ના સી.એમ. અને રાજ્ય ના પોલીસ સુરક્ષા અધિકારીઓ ની મીટીંગ હતી, અને એમાં જ બ્લાસ્ટ કરવાનો મૌલિક નો પ્લાન હતો.

***

સાંજ ના ૮ વાગ્યે આદર્શ ની ટીમ કંડલા નજીક પહોચે છે. આદર્શ મૌલિક ના માણસ ને ફોન કરી ને એના સાથી ક્યાં છે, અને શક ના થાય એટલે મૌલિકે જ કંડલા એમની હેલ્પ કરવા માટે મોકલ્યો હોવાનું કહી ને મળવા બોલાવા નું કહે છે. મૌલિક નો માણસ ફોન કરે છે અને મળવા માટે કહે છે. આથી એ કંડલા થી ગાંધીધામ જતા હાઇવે નજીક આવેલી એક ઝુપડપટ્ટી માં છુપાઈને રહેતા હોવાનું જણાવે છે. આથી આદર્શ સૌથી પહેલા લોકલ પોલીસ ને જાણ કરી ને પોલીસ ના બે ત્રણ માણસો સાથે લઇ ને છાપો મારે છે અને મૌલિક ના માણસો ને પકડે છે, મૌલિક ના એ માણસોએ મકાનમાં બાકી ના RDX ને છુપાવીને રાખ્યો હોય છે, જેને અમદાવાદ લઇ જવા ની તૈયારી કરતા હતા, જે જપ્ત કરવામાં આવે છે. અને સૌથી પહેલા લોકલ પોલીસ સ્ટેશન પર લઇ જવામાં આવે છે, આદર્શ પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ ને વાત ની ગંભીરતા વિશે જણાવે છે અને વાત જરા પણ બહાર ની સામાન્ય જનતા કે મીડીયા ને જાણ ન થાય એની ખાસ કાળજી રાખવાનું કહે છે.

૧૦ વાગ્યા હોય છે, આદર્શ એના સીનીયર ઓફિસર ને પૂરી રીપોર્ટ આપે છે અને એક ટીમ ને રવાના કરવાનું કહે છે, જેથી પકડાયેલા મૌલિક ના સાથીઓ અને RDX ને ATS ના કબ્જા માં લેવામાં આવે. પણ ત્યાં સુધી એમને લોકલ પોલીસ ની કસ્ટડી માં રાખવામાં આવે છે. આદર્શ મૌલિક ના RDX સાથે પકડાયેલા માણસ ને સાજીશ વિશે જણાવવા માટે કહે છે, પણ સફળ ના થતા રીમાંડ પર લે છે, અને કહેવત છે ને કે ‘લાતો કે ભૂત બાતો સે નહિ માનતે’ એમ આદર્શ નો માર ખાધા પછી જણાવવા માટે તૈયાર થઇ જાય છે, અને મૌલિક ની સાજીશ વિશે જણાવવા તૈયાર થઇ જાય છે.

“સર અમે તો માત્ર શેઠ કે એમ કરીએ છીએ, આમાં અમારો શું વાંક? અમને તો માત્ર કામ માટે પૈસા મળે એટલે કહે એમ કરીએ.”

“કામ ની વાત કર તારી રામાયણ માં મને રસ નથી, મને ખબર છે તમે તો પ્યાદા છો અસલી રાજા તો એ તમારો મૌલિક છે, પણ એનો સાથ આપવા માટે પણ તમે ગુનેગાર છો, હવે મુદ્દા ની વાત કર.”

“સર આવતી કાલે ૧ લી તારીખ છે...”

“એ મને ખબર છે ૧ જાન્યુઆરી તો શું?” આદર્શે ગુસ્સે થઇ ને પૂછ્યું.

“એ જ કહું છુ, ૧ જાન્યુઆરી થી કચ્છ નો રણોત્સવ શરૂ થાય છે, અને આ વખતે એમાં ખાસ સી.એમ. અને ગુજરાત પોલીસ, સુરક્ષા અધિકારીઓ ની મીટીંગ છે જેમાં બોંબ બ્લાસ્ટ કરવાનો મૌલિક નો પ્લાન છે”

બ્લાસ્ટ ની વાત સાંભળી ને બે મિનીટ માટે તો આદર્શ વિચાર માં જ પડી ગયો કે શું જબરદસ્ત પ્લાન બનાવ્યો છે મૌલિકે.

“કોણ અને કેવી રીતે રણોત્સવ માં કરશે બ્લાસ્ટ જલ્દી બોલ” આદર્શ નો ગુસ્સો હવે વધુ તેજ થતો હતો.

“મને નથી ખબર સાહેબ, માત્ર એટલું જ ખબર છે કે એક સ્લીપર સેલ ને મોકલ્યો છે કોણ છે એ ખબર નથી, ને કેવી રીતે કરશે એ પણ ખબર નથી સાહેબ મને તો માત્ર કન્ટેનર માં આવેલા RDX નું ધ્યાન રાખવા માટે મોકલ્યો હતો.”

આદર્શ ને એની વાત પર વિશ્વાસ આવે છે, અને જેલ ની બહાર આવી ને ઇન્સ્પેકટર સાથે બેસે છે તે ઇન્સ્પેકટર પણ આખી થવા વાળી સાજીશ વિશે સાંભળી ને આદર્શ ને એના થી થતી પૂરી હેલ્પ કરવાનું જણાવે છે, અને આદર્શ માટે ચા મંગાવે છે, ચા પીતા-પીતા આદર્શ આખી સાજીશ ને કઈ રીતે રોકવી એના વિશે વિચારે છે, રણોત્સવ માં આટલા બધા સુરક્ષાકર્મિઓ હોવા છતાં પણ મૌલિક ત્યાં બોંબ બ્લાસ્ટ કરવા માટેની સાજીશ કરી શકતો હોય તો જરૂર થી કોઈ પોલીસ અધિકારી આ સાજીશ માં સામેલ હોવું જોઈએ, કોઈની મદદ વગર આટલો મોટો રિસ્ક કોઈ માણસ ના લઇ શકે.

આદર્શ પાછો એના સીનીયર ને ફોન કરે છે, અને ડીટેલ માં જણાવે છે કે જરૂર કોઈ પોલીસ કે સુરક્ષાકર્મિ આ સાજીશ માં સામેલ છે, અને અત્યારે જ એ રણોત્સવ તરફ નીકળવા માટે જણાવે છે, અને રણોત્સવ થી થોડી દૂર કોઈ હોટેલ માં રોકાવા નું કહે છે, અને આદર્શ એના બે ઓફિસરો સાથે એની ગાડી માં ભુજ તરફ નીકળે છે, ૨ વાગ્યા ની આસપાસ એ ભુજ થી આગળ ધોરડો ના માર્ગ પર હતા, ધોરડો જતાં રસ્તામાં આવતાં એક રિસોર્ટ માં રોકાવા નું નક્કી કરે છે જેથી સવારે વહેલા રણોત્સવ માં પહોચવા માટે સમય ના બગડે. આદર્શ થોડું જમવાનું ઓર્ડર કરે છે અને જમ્યા બાદ બધા આરામ કરે છે.

***

આ તરફ મૌલિક રાત્રે એના પોલીસ ના વેશ માં મોકલેલા સ્લીપર સેલ ને ફોન કરી ને ત્યાં ના હાલચાલ પૂછે છે કે કોઈ ને એના પર શંકા તો નથી ગઈ ને. અને બધી તૈયારીઓ થઇ ગઈ છે કે નહિ. વાત કર્યા બાદ મૌલિક ને રાહત થાય છે કે આખરે એ દિવસ આવી ગયો હતો જેની રાહ એ આટલા વર્ષો થી જોઈ રહ્યો હતો, અને આ સાજીશ ને અંજામ આપી ને એ સાબિત કરી દેવા માંગતો હતો કે બધા એના હાથ ની કઠપુતળી છે, પૈસાથી દુનિયામાં દરેક કામ થઇ શકે છે અને આ સાજીશ બાદ બધા એના થી ડરવા લાગશે. અને આખા દેશ માં એના નામ નો ડંકો વાગશે. આ બધા વિચારો એ મૌલિક ના આંખો ની ઉંઘ ઉડાડી દીધી હતી.

***

પણ આવતી કાલ નો સુરજ કઈક અલગ જ ઉગવાનો હતો, મૌલિક ને ક્યાં જાણ હતી કે એની સાજીશ ને નાકામિયાબ કરવા માટે એક સાચો ઈમાનદાર ઓફિસર રણોત્સવ નજીક પહોચી ગયો હતો.

ક્રમશ.....

આખરે કઈ રીતે આદર્શ આ સાજીશ ને રોકી શકશે જાણવા માટે વાંચતા રહો સાજીશ.

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો.....

તરુણ વ્યાસ.

Whatsapp. 9033390507

mail. vyas.tarun@yahoo.com