Hu-Gujarati-20 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu-Gujarati-20

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

Hu-Gujarati-20

હુંુ ગુજરાતી - ૨૦



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as

NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing

rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.અતિથી - એડિટરની અટારીએથી - મહેન્દ્ર શર્મા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કૌતુક કથા - હર્ષ પંડયા

૫.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૭.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૮.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

૯.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૧૦.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૧૧.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

૧૨.ભલે પધાર્યા - અધીર અમદાવાદી અને બધીર અમદાવાદી

અતિથી

એડિટરની અટારીએથી....

મહેન્દ્ર શર્મા

ક્યા કહું ક્યા ના કહું યે કૈસી મુશ્કિલ હાય

સિદ્ધાર્થભાઈએ એડીટોરિઅલ લખવાનું કહી મુશ્કેલી માં નાખી દીધો. ના ના, એવું નથી કે મારે કશું કેહવું નથી પણ ઘરનાજ સારા સભ્યો માટે લખવું અઘરૂં પડે ને? કેમ ? કારણ કે એમાં ને એમાંજ દિવસો નીકળી જાય અને વાચકો બોર થાય.... પણ કહીશ ખરો, આ લ્યો...

જીવન માં કૈંક નવું અને કૈંક વિશેષ કરવાની ઈચ્છા હતી જ એટલે સારા માણસો મળતા ગયા અને ઈચ્છાઓ પૂર્ણ થવા માંડી

એમાન એક શ્રી સિદ્ધાર્થભાઈ , હું ગુજરાતી ના પૂજનીય તેમજ આદરણીય સંપાદક સાહેબ... એમની સામે એક ઈચ્છા વ્યક્ત કરી, અને એજ દિવસે હું ગુજરાતી માટે કામ ચાલુ થઈ ગયું. જુન ૨૦૧૪ થી આજ સુધી એકેય વખત મને કેહવા કે પૂછવાની જરૂર પડી નથી કે ક્યારે નવું વર્ઝન લોન્ચ કરો છો ... સમય આવે એટલે ઈમૈલ આવીજ જાય કે લૌંચ થઈ છે , જોઈ લેજો. કર્તવ્ય નિષ્ઠા માં સિદ્ધાર્થભાઈ ને હું પ્રથમ હરોળ માં રાખું છું , ત્યાર પછી નાં લેખકો એમની ઓળખ થીજ ઉમેરાયા અને આપનું આ હું ગુજરાતી પરિવાર બન્યું

વ્યવસ્થિત લઘર વગર અમદાવાદી મારી માટે તો એક વર્ચુઅલ માણસજ હતા , પછી ખબર પડી કે સાહેબ તો વકીલ છે, એટલે થોડીક બીક લાગી પણ એમના વ્યંગ લેખ માં એમની વકાલત જરાય વચ્ચે નથી આવતી.

દીપકભાઈ તો પેહલી વખત પુસ્તક મેળા માં ૨૦૧૪ માં મળ્યા અને એમનું વ્યક્તિત્વ ખુબ જ ગમ્યું, સિદ્ધાર્થભાઈ પણ એમના મિત્ર નીકળ્યા એટલે એમની અનુભવી કોલમ નો આપને લાભ મળ્યો છે.

આકાંક્ષાબેન ને કોઈ દિવસ મળ્યો નથી પણ એમની કોલમ ખાવા પીવા ને લાગતો હોઈ ખુબજ પ્રચલિત થઈ છે એવું વાચકો ના પ્રતિભાવ થી દેખાય જ છે.

ગોપાલીબેન ની ઈબુક ‘કોકટેલ’ લૌંચ કરી ત્યારેજ નક્કી કર્યું હતું કે એમની સાથે કૈંક લોંગ ટર્મ કામ કરી શકાશે, એમની સહજતા એમની કોલમ માં વાંચી શકાય છે.

યશવંતભાઈ ને ફેસબુક પર ઓળખ્યો, એમની કોલમ મીર્ચીક્યારો સીધી વાત વાર્તા સ્વરૂપે સમજાવે છે, જે અત્યંત લોકપ્રિય છે.

મુર્તઝાભાઈ એટલે વિશ્વ માર્કેટિંગ ના ગુરૂ છે, એમની વાતો જેટલી સરળ હોય છે એટલીજ અસરદાર હોય છે.

સિદ્ધાર્થભાઈ જેવા બોલીવુડ ના પ્રેમી મેં આજ સુધી જોયા નથી, એટલે બોલીસોફી માં એમનો ફિલ્મો નો પ્રેમ તમને એમનો પ્રેમી બનાવી ને જ છોડે છે.

સંજયભાઈ, સોફ્ટવેર ક્ષેત્રે કાર્યરત હોઈ સાહિત્ય માં રસ ધરાવતા ખુબજ ઓછા લોકોમાંથી એક છે, સંજય દૃષ્ટિ મને મહાભારત નાં સંજય ની યાદ અપાવે છે, દુનિયા માં થતી ઘટનાઓ તમારી દૃષ્ટિએ જુઓ અને વિશ્લેષણ કરો.

હર્ષભાઈ ની કોલમ મારી ગમતી કોલમ છે કારણ કે હું પણ ઈતિહાસ માં જઈ ને ઘટનાઓ અને વસ્તુઓ પાછળ કારણ શોધવા નો શોખીન છું.

હેલીબેન, એમની કોલમ માં એટલો બધો જોશ અને ઉત્સાહ હોય છે કે કોઈ પણ નિરાશ વ્યક્તિ વાંચે એટલે ઉત્સાહ થી ભરપુર થઈ જાય.

કાનજીભાઈ નું મોર પીંછ એટલે થોડામાં ઘણું સમજાવી પણ જાય અને હસાવી પણ જાય.

કેહવા માટે ઘણું છે પણ શબ્દો ની મર્યાદા છે એટલે થોડાક માં ઘણું કહેવાનો પ્રયત્ન છે.

હું ગુજરાતી એક બગીચો છે જેના દરેક ફૂલ એક અદભૂત સુવાસ ધરાવે છે, આ બગીચો હમેશા આવી સુવાસ પીરસતો રહે એવી શુબેચ્છા સાથે જય હિન્દ...

મહેન્દ્ર શર્મા

કલશોર

ગોપાલી બૂચ

સ્વયં અભિષેક !

" હુ ગુજરાતી"ના આ વખતના અંક માટે નક્કી કર્યુ કે જે વાચકોને આપણે દર પંદર દિવસે આપણા શબ્દોના કડવા કે મીઠાં ડોઝ આપતાં રહ્યાં છીએ એ વાચકો સમક્ષ આ વખતે આપણે આપણો પરિચય લઈ રૂબરૂ જવું.એમા પાછું અમારા એડિટર મહેરબાને જાહેર કર્યું કે શબ્દ મર્યાદાનો બાધ નથી.જેટલું લખવું હોય એટલું લખો.એમ થયું કે તો "આત્મકથા"લખાય !આમ પણ આપણા લખાણમા લોકો આપણી આત્મકથાના અવશેષો અમસ્તાં પણ શોધતાં જ હોય છે. મને તો હવે મૃત્યુ વિશે લખતા ડર લાગે છે કે લોકો તો આપણું ઊંઠામણું જ કરી નાખેને ?

સો વાતની એક વાત કે શબ્દ મર્યાદાનો બાધ ન હોય તો પણ પરિચયમા આત્મકથા ન લખાય.સ્વયં અભિષેકની છુટ પણ નહી જ.સીધો સાદો માત્ર પરિચય.

પરિચય શબ્દ આવે એટલે મને બેફામ સાહેબનો એક શેર અચુક યાદ આવે."મુહોબતમા હવે મારો પરિચય આ પ્રમાણે છે ,અજાણ્‌યા થઈ ગયા છે એ મને જે ખુબ જાણે છે"

(બહેન, આપે મેગેઝીનમા પરિચય આપવાનો છે,મુહોબતમા નહી. તરત અંદરથી કોઈ બોલ્યુ અને આપણા રામ ચુપ !)

પણ,અવળચંડા મનને પાછો વિચાર આવે કે શેકસપિઅરે કહ્યુ છે કે "નામમા શું છે?"તો પરિચય આપીને શું કરવાનું ?પાછું મન જ જવાબ આપે કે નામથી દુર ભાગી પણ ક્યાં શકાય છે ?ઓળખથી બચી શકાતું નથી.કારણ એ એક જ વસ્તુ માત્ર અને માત્ર સ્વતંત્ર માલિકીની છે.મારી ઓળખ તો હું જ હોવ. અને એટલે હું કોણ ?હું શું ?મારૂં વ્યક્તિત્વ,મારા વિચાર ,મારી અભિવ્યક્તિ હું જો મારા વાચક સુધી ન પહોચાડુ તો મારા વાચકો પરત્વનું મારૂં રૂણસ્વીકાર અધૂરૂ રહી જાય.

શેક્સપિઅરે પણ આવું શેક્સપિઅર થયા પછી જ કીધું હશે કદાચ.

હું ગોપાલી બુચ. ખ્તેદ્ઘટ્ઠટ્ઠિૈંિૈઙ્ઘી.ર્ષ્ઠદ્બ (રંંઃ//ખ્તેદ્ઘટ્ઠટ્ઠિૈંિૈઙ્ઘી.ર્ષ્ઠદ્બ/). ના ઈમેગેઝિન "હું ગુજરાતી" દ્વારા "કલશોર "કરતા તમારા સુધી પહોચતી વ્યક્તિ માત્ર.એક સામાજીક પ્રાણી.માણસ માત્ર.આમ પણ અમને સ્ત્રીઓને સતત સતાવતો પ્રશ્ન જ એ છે કે અમને સ્ત્રી તરીકે નહી પણ્‌ માણસ તરીકે ગણો.વ્યક્તિ તરીકે ગણો.

મારી અને તમારી વચ્ચેનો સેતુ એટલે મારા શબ્દો અને તમારૂ ભાવવિશ્વ.

સામાન્ય રીતે સ્ત્રીને એની ઉમર પુછાતી નથી.એ કહેતી પણ નથી.આપણે એ જ સિધ્ધાંતને અહીયા ફોલો કરશું.એક બીજી ખાસ વાત.ઉમરની જેમ જ વજન પણ નથી પુછાતું.(બહેન,પરિચય આપવાનો છે,બાયોડેટા નહી,વળી કોઈક અંદરથી બોલ્યું)

ઈંગ્લીશ લ્લિટરેચર સાથે ગ્રેજ્યુએટ થયા પછી ન્યુટ્રીશન એન્ડ હેલ્થ મેનેજમેન્ટ કર્યું. પણ લેખન પ્રત્યેની મારી ચાહત મને પત્રકારત્વ તરફ દોરી ગઈ.અને ૨૦૧૦મા મે પત્રકારત્વનો અભ્યાસ કર્યો.

લખવાનો શોખ નાનપણથી જ હતો.(વાંચે કોણ?) એક લાંબો સમય ઘર- પરિવારને આપ્યો અને પછી એ બધાના સાથ અને સહકારથી જ તક મળતા જ અધૂરાં રહેલાં સપનાને સાકાર કરવાની વાટ પકડી.સોશિયલ મીડિયાથી શરૂ કર્યુ.સ્કુલ સમયના મારા એક શિક્ષક રસિલાબહેન કડિયાએ "કલમ લેખિકા મંચ"મા જોડી.કવયિત્રી તરીકેની આગવી ઓળખ મળી.૨૦૧૩મા મારી બીજી ત્રણ સખી આરતી શેઠ,ઊંર્મી પંડીત અને ભાર્ગવી પંડયા સાથે સહિયારો કાવ્યસંગ્રહ "મોકટેલ-ધ-કાવ્યરસ"પ્રકાશિત થયો. એ જ સમય દરમિયાન મારી પત્રકાર તરીકે પણ હું ઠીક ઠીક વિસ્તરી."ગુજરાત મેસેજ(સુરત)સાથે જોડાઈ અને અમદાવાદમા એનું પ્રતિનિધીપદ સંભાળ્યું.જાત સાથે નિર્ધાર કર્યો કે "ડગ ભર્યુ તો હવે હટવું ના ".

"હિંમત ભરીને પાંખમા જો છે ગગનમા ઊંડવું,

તો લકીરોને ધરા પર આંકવાનું મુકશું"ના નિર્ણય સાથે લખવાનો ભેખ ધારણ કર્યો. એમા ખ્તેદ્ઘટ્ઠટ્ઠિૈંિૈઙ્ઘી.ર્ષ્ઠદ્બ (રંંઃ//ખ્તેદ્ઘટ્ઠટ્ઠિૈંિૈઙ્ઘી.ર્ષ્ઠદ્બ/ ) નો સાથ મળી ગયો. "હું ગુજરાતી"મા કલશોર નામે મારી કોલમ શરૂ થઈ. વાંચનાર વર્ગ મળ્યો અને ગાડી પાંચમા ગિયરમા ઉપડી પડી.

કવિ સંમેલન, સંચાલન,વાર્તા લેખન, વિવિધ વિષયો પર લેખ, ટેલિવિઝનમા કાર્યક્રમ, સયાજીરાવ લાઈબ્રેરી જેવી પ્રતિષ્ઠિત જગ્યાએ વક્તવ્ય, જેલમા પણ કવિસંમેલન, દુરદર્શન પર સામાજીક ન્યાય જેવા કાર્યક્રમમા કરેલા ઈન્ટરવ્યું, રેડિયો ટોક જેવા ઘણા કાર્યક્રમો કર્યા છે આ બધાં છુટાછવાયા વરસાદી માહોલ વચ્ચે એકધારો અષાઢ કહું તો "હુ ગુજરાતી". ગ્રે હેર જનરેશનથી સિક્સ પોકેટ જીન્સ (હવે તો ફાટેલાં જીન્સ અને ગોલ્ડન હેર) સુધી ગુજરાતી ભાષાને નવા નક્કોર ટેક્નોલોજીગત ફોર્મમા રજૂ કરવાના ખ્તેદ્ઘટ્ઠટ્ઠિૈં િૈઙ્ઘી ના પ્રયાસમા સહભાગી થવાનો આનંદ પણ છે અને ગૌરવ પણ છે.

કિચન કોર્નરથીથી આજે ઓથર્સ કોર્નર સુધી હાથ પકડીને લઈ આવવાનો શ્રેય તો "હું ગુજરાતી"ને ફાળે જ જાય છે.

બીજા ઘણા કામ કરી રહી છું અને બીજા ઘણાં કામ કરવાના છે. પણ, બધું સમયાંતરે થતું રહેશે.

અત્યારે તો શબ્દોના માધ્યમ દ્વારા તમારા સુધી છેલ્લાં વીસ અંકથી હું કલશોર કરતી આવી છું એનો ખુબ આનંદ છે. હાં મારી કોલમ કલશોરમા કોયલનો ટહુંકો પણ છે તો કાગડાની કાગારોળ પણ છે. કારણ જીવનના બન્ને રંગ છે. પણ કોઈ એક કાગળના કસબીની કારિગરીને તમારા સુધી રસાસ્વાધ્ય સ્વરૂપે પહોચાડવાનો મને આનંદ છે. એ બહાને મારા મનના કોઈ ખૂણાનો પણ વિસ્તાર થઈ જાય છે.

મળતા રહીશું સતત હુ ગુજરાતીના ગૌરવ સાથે.

મોરપીંછ

કાનજી મકવાણા

આજે પીંછી નહીં, પણ કલમ પકડી છે...

જનરલી, અમુક વાતોમાં છેલ્લે જાહેરાત/ચેતવણી આપવામાં આવે છે કે આ ખાવું-પીવું-જોવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે,પણ અહી હું તમને પહેલા ચેતવણી આપું કે હું કોઈ લેખક તો બિલકુલ છું જ નહિ, માટે જો તમે આ લખાણને આગળ વાંચો છો અને એના લીધે જે કઈ તમને જે કઈ સહન કરવું પડે એના માટે અમો બિલકુલ જવાબદાર નથી...(ચેતવણી પૂરી ,.. હવે પજવણી ચાલુ...).

એકવાર અર્જુને પોતાનાથી થઈ ગયેલા કોઈ ગુનાના પ્રાયશ્વિતરૂપે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું,ત્યારે કૃષ્ણએ કહ્યું કે,”ઓકે,.તારે આત્મહત્યા કરવી છે તો એક કામ કર તારા ખુદના જ વખાણ કરવા માંડ,બને એટલી આત્મશ્લાઘા કર,.”,તો હું કોઈ એવી આત્મહત્યા કર્યા વિના કહું તો ધોરાજી પાસેના એક નાનકડા ગામમાં ધરાવતરણ કરીને ત્રણ વરસ બીજા એક અમરેલી જીલ્લાના ગામે પાટીમાં પહેલો એકડો ઘૂંટીને,.ફરી આગળનું અવતારકાર્ય કરવા અમો એક બીજા ગામે શિફ્ટ થયા,કલાપીભૂમિ લાઠી પાસેના અંતરિયાળ ગામ આંસોદરમાં,. બસ ત્યાં કૈક ભાન પડવાનું ચાલુ થાય એવડી ઉમરથી લઈને છેક મુગ્ધાવસ્થાના ‘ભાનો’ ખોવાની ઉમર સુધી ત્યાં લીલા કરી,..બસ પછીથી અમદાવાદમાં જ કોલેજ કરીને અત્યારે અહી જ મોજ કરીએ છીએ,.. હવે તમે કહેશો કે આત્મશ્લાઘા આત્મહત્યા બરાબર એવું ટાંકીને આટલી બધી તો પોતાની વાહવાહ કરી ,.. તો એનું કારણ એટલું જ હમણાથી આ સુક્ષ્મ અને પેલી સ્થૂળ બેઉ આત્મહત્યા બહુ ચલણમાં છે અને કાયદો પણ આવી ગયો છે કે ‘આત્મહત્યા એ ગુનો નથી’ તો થયું ચાલો આપણે ય કરીએ,.

અને રહી વાત અમારા કાર્ટૂન અને કળા ક્ષેત્રે પદાર્પણની તો મેં એવો કોઈ વિશેષ પ્રયત્ન કર્યો નથી આ ક્ષેત્રમાં આવવા,કેમ કે સમય-સમય પ્રમાણે અમારૂં ગાડું હરી ઠીક પડે ત્યાં હાંકતા રહ્યા છે , એ પછી ખેતરમાં હાકે કે દુષ્કાળ વખતે સરકારશ્રી તરફથી શરૂ થતા રાહતકામના ખાડાઓમાં હાંકે કે બે-ત્રણ ગામોના સાઈન બોર્ડ-નંબર પ્લેટો ચિતરવામાં હાંકે કે વેકેશનોમાં હીરાના કે જેતપુરની સાડીઓના કારખાનામાં હાંકે કે અત્યારે એ.સી. ઓફીસમાં હાંકે,..અમને ક્યારેય કોઈ વાંધો પડયો નથી,અમ હરિના લાલને તો રોજ દિવાળી,..

એટલે જ તો,સી.એન.ફાઈન આર્ટસમાં છ્‌ડ્ઢ (છિં ્‌ીટ્ઠષ્ઠરીિ ડ્ઢૈર્ઙ્મદ્બટ્ઠ) કરવા તો આવ્યા હતા તો સરકારી ડરોઈંગ ટીચર બનવા માટે,. અને થઈ ગયા ટ્ઠિૈંજં,.પણ આ બધી મુસાફરીમાં રોજ-રોજ જે આજુબાજુમાં બનતું અને છાપાઓમાં વાંચવામાં આવતું એ બધું સાલું બહુ ટેન્શન પેદા કરતુ,.અને એ ટેન્શન પર એટેન્શન નહિ આપવાની કોશિશમાંથી ધીમે-ધીમે જન્મ્યા કાર્ટૂન, અને આગળ કહ્યું એમ હરિની હાંકણી એવી કે એ કાર્ટૂનોને પ્રમાણમાં સારા આર્થ્િાક ખાતર-પાણી ય મળ્યા, એટલે હજુ છોડ વિકસી રહ્યો છે, બાકી ગુજરાતમાં કાર્ટૂનીસ્ટોનો દુકાળ નથી પણ આ ખાતર-પાણીનો જ દુકાળ છે.

હવે તમને એમ થતું હશે કે આ સારૂં કાર્ટૂનીસ્ટો સાંપ્રત ચિંતાઓને હસી નાખીને એમાંથી કાર્ટૂન બનાવી દે,. પણ સાવ એવું ય નથી,.ડેડલાઈનોમાં સારા-સારાની સેન્સ ઓફ હ્યુમરની હવા બંધ થઈ જતી હોય છે,ચિત્રકારોના બધા પ્રકારોમાં કાર્ટૂનીસ્ટનું કામ વધુ સ્ટ્રેસવાળું ખરૂં ,.કાર્ટૂન બની જાય અમુક મીનીટોમાં જ, પણ એ અમુક મીનીટો ઘણીવાર છેક સવાર બ્રશ મોઢામાં નાખ્યાથી વિચારવાનું ચાલુ કરીને એ વિચારમાંને વિચારમાં પેન્સિલ ચાવી જઈએ ત્યારે આવતી હોય છે,..

પણ એ કાર્ટૂન બન્યા પછી થાય કે ‘હાશશશ..” એ હાશ કાર્ટુન બની ગયું એના માટે નહિ પણ એમાં મેં કૈક લોકો વતી કે લોકો માટે કહ્યું એની હોય,..

બાકી તો હવે થોડ-થોડી ફાવટ આવી રહી છે કાર્ટૂન બનાવવાની,.કોઈકની નસ પકડવાની અને કોઈકની નસ ખેંચવાની,..

હું-ગુજરાતીની વાત કરૂં તો, આમ તો ‘કાર્ટૂન’ કરતો હોવા ‘છતાં’ અમારો સિધ્ધાંત કે ઓછા લાકડે બળવું નહિ,.અને એટલે જ આ ક્ષેત્રે ફૂલટાઈમ ઝુકાવ્યું નથી,.પણ હું-ગુજરાતી માટે બહુ અલ્પ પરિચય પછી સિદભાઈની ઓફર આવી ત્યારે એક તો આ એન્ડરોઈડ અને આઈફોન માટે માટે નાનકડું અને પ્યારૂં મેગેઝીન એ આઈડિયા જ બહુ ગમ્યો,.બાકી એક અંદરનો અવાજ હતો કે અહી બીજું બધું ભૂલી ચાલુ કર,. પણ આટલા અનુભવ પછી કહું કે અંદરનો અવાજ હમેશની જેમ બહુ સાચો હતો,.કેમ કે હું-ગુજરાતી સાથે ,હું-ગુજરાતી માટે કરેલ કામનું સૌથી મોટું વળતર છે એમાંથી મળતી મજા અને વહેંચી શકાતી મજા,..જેમાં કોઈ પ્રકારના ભાર વિના જાણે ભાઈબંધો માટે કામ કરતા હોય એવું લાગે,..

હવે ‘ર્સ્ંઇઈ’-પીંછ ખોલ્યા વિના,અને વધુ પજવણીના પત્તા પિસ્યા વિના કહું તો આવજો,.. મળીએ ત્યારે ૩મેં ૩ઁસ્,બુક ફેરમાં ,..

કૌતુક કથા

હર્ષ પંડયા

ઈ-વાંચક થી હું ગુજરાતી-આઓ ઉસ લમ્હે કી બાત કરે

સોળે સાન ને વીસે વાન એ કહેવત “હું ગુજરાતી” ના આ વીસમા અંકમાં જરૂર સાચી પડી છે કેમકે તમે એટલે કે વાંચકોએ ધીમે ધીમે આ મેગેઝીનને એ મુજબનો ઘાટ અને રંગરૂપ આપ્યો છે. સાથે સાથે અમે લેખકોએ પણ એને એટલી જ શિદ્દતથી વ્હાલ કરીને એને વિકસાવ્યું છે. આજે જરા થોડા નજીકના ભૂતકાળની વાત કરીએ.

યાદ કરો વો દિન માય લોર્ડ, ત્યારે ગુજરાતી સાહિત્યમાં ઓરકુટના શરૂ શરૂના દિવસો હતા. ફોરમ્સ, કોમ્યુનિટી, ટોપિક્સ, સ્માઈલી કઈ બલા છે એની ગતાગમ નહોતી પડતી. સ્ક્રેપ, ટેસ્ટીમોનીયલ લખી આપવા માટે મિત્રો-દોસ્તો-સગાસંબંધીઓને રીતસરની કાકલુદી કરવી પડતી. લોકો અવનવા ટોપિક બનાવીને મંડી પડતા હતા, શેરી-ગલી-રસ્તાના બાધણા ઓરકુટ પર થવા લાગ્યા હતા. એક અવળચંડાની જરા સરખી સળી, કંઈ-કેટલાય બીજા સભ્યોને કટ્ટરવાદી બનાવી દેતી, મેમ્બર્સના અંદરોઅંદરના ગ્રુપ બની જતા અને કાર્ટલ થતી, કોઈને બહાર મળીને ઘડો-લાડવો કરી નાંખવાના ષડયંત્રો રચાતા, એ જ રીતે સભ્યો જાતે કોમ્યુનિટીમાં ક્રિયેટીવ ચર્ચાઓ કરતા જે સાહિત્ય પરિષદના વિવેચન કરતા ક્યાંય વધુ ઉચ્ચ કક્ષાની હતી, ચંદ્રકાંત બક્ષી શું ચીજ છે એ પણ ખબર નહોતી અને એક સપરમાં દિવસે ‘ગુજરાતી છાપા, મેગેઝીન, કોલમ કોમ્યુનિટી’, ‘જય વસાવડા’ અને ‘ગુજરાતી હાસ્ય લેખન’ અને ‘ચંદ્રકાંત બક્ષી’ જેવી આજ દિન સુધી યાદ રહેલી કોમ્યુનિટીઓ જોઈન કરી. ય્સ્ઝ્રઝ્ર ના ટૂંકા નામે ઓળખાતી એ કોમ્યુનિટીમાં જય વસાવડા, ધૈવત ત્રિવેદી, દિલીપકુમાર એન. મહેતા, જયપાલ થાનકી, કિન્નર આચાર્ય જેવા બીગ ગન્સ અને જયેશ અધ્યારૂ, ભાવિન અધ્યારૂ જેવા આજે યુવાવર્ગમાં જાણીતા થયેલા નામોના વાવટા ફરકતા હતા. દર બુધવારે અને રવિવારે દરેક છાપાની પૂર્ત્િાઓની ચીરફાડ શબ્દશઃ કરવામાં આવતી અને ઉપર જણાવેલા નામો સામાન્ય સ્તરના આપણી જેવા વાંચકોને ખુલાસા અને જવાબો પણ આપતા. ચંદ્રકાંત બક્ષીના આજીવન પંખા એવા મિત્ર નેહલ મહેતા સાથેનો પરિચય પણ આ જ ઓરકુટથી થયેલો. એડવેન્ચર આરોહક એવા શશીકાંત વાઘેલા, સાયબર એક્સપર્ટ એવા નીરવ પંચાલ, કુણાલ ધામી, નીખીલ શુક્લ, સિદ્ધાર્થ છાયા (એટલે કે આપણા તંત્રીશ્રી), અચ્છા પણ ફ્યુઝ્‌ડ લેખિકા ભૂમિકા શાહ,અધીર-બધીર અમદાવાદી જેવા અવળચંડા પણ હમખયાલી, હમરીડરી દોસ્તો મળ્યા. ધૈવત ત્રિવેદી અને જય વસાવડા સાથે એક ટીખળી વાંચકની અદામાં ધીંગામસ્તી કરવામાં એમને લેખક તરીકેનો અને આપણને વાંચક તરીકેનો ઈગો ક્યારેય નડયો નહોતો. બેય પક્ષે બે સરખા મગજની ફ્રિકવન્સીવાળા વ્યક્તિઓ હતા જેનું જોડાણ શબ્દ સાથે હતું. જય વસાવડા કોમ્યુનિટીમાં અંદાજીત ૪૦૦૦ જેટલા સભ્યોમાંથી કેટલાક ‘અસભ્યો’ આજે નેટીઝનમાંથી મિત્રજન છે જેનો ટેસડો છે.. ;)

બીજી જુન, ૨૦૧૦. ય્સ્ઝ્રઝ્ર નો સ્થાપના દિન. એ નિમિત્તે એક મેગેઝીન પ્રગટ કરવું એવું મોડરેટરશ્રી રજનીભાઈ અગ્રાવતે આહવાન આપ્યું. શું લખવું? ટોપિક તંત્રી સ્થાનેથી સુજાડવામાં આવ્યો.” ”ગુજરાતી અખબારમાં કટારલેખન-માહિતીસભર કે જુનવાણી?” (આ ઈ-મેગેઝીનનું તંત્રીપદ કીન્નરભાઈ અને ધૈવતભાઈએ સ્વયંસેવક તરીકે હાથ પર લીધેલું). એ પહેલા વર્ડપ્રેસ પર થોડા કાલાઘેલા અક્ષરો ‘ટાઈપ્યા’ હતા, પરંતુ આ તો બધા બીગ ગન્સ ચકાસશે-ચીરશે. એવું વિચારીને ડરતા ડરતા જિંદગીનો પહેલો એવો લેખ લખાયો જે કોઈ મેગેઝીનમાં પ્રગટ થવાનો હતો. સલીલ દલાલ જેવા મુરબ્બી પત્રકારે એ મેગેઝીનનું વિમોચન ઠેઠ કેનેડાથી કર્યું. વિમોચન વચન વાંચીને હરખ હરખ થઈ ગયો.

પછીના અંકમાં વિમોચન વચન રા.રા.શ્રી જય વસાવડાએ કર્યું ત્યારે સમજાયું કે અભિવ્યક્તિ અને ફ્લો કઈ ચીજનું નામ છે? દરમિયાન, ‘આકંઠ અશ્વિની’ થી અશ્વિની દાદાની અંતરંગ વાતોથી પ્રેરાઈને એમની ‘ફાંસલો’ વાંચવા મન પ્રેરાયું હતું, જય વસાવડા-ધૈવત ત્રિવેદી-કિન્નર આચાર્ય-શિશિર રામાવત-જયેશ અધ્યારૂ-નગીનદાસ સંઘવી વગેરેના અઢળક પુસ્તકો અને કોલમો સતત વંચાતી જતી હતી અને ધીમે ધીમે એક ભાષા ઘડાતી જતી હતી, સિડની શેલ્ડન, મારિયો પુઝો, ચંદ્રકાંત બક્ષી જેવા સર્જકોને વાંચીને કલ્પનાને નવી ઉડાન મળી રહી હતી. એવા સમયે અંગત જીંદગીમાં પણ ઉતાર ચડાવ આવતા રહ્યા હતા. પણ એકધારા વાંચનને લીધે જિંદગીએ નોન-સ્ટ્રાઈકર એન્ડ સતત પકડી રાખ્યો હતો અને ટચુ ટચુ બેટિંગ કરતા કરતા પાવર પ્લે આવ્યો.

આ પાવર પ્લે એટલે ‘હું ગુજરાતી’ માં અમારા કેપ્ટનશ્રી સિદ્ધાર્થભાઈનો ફોન. ‘તમને ક્યા પ્રકારનું લખવું ફાવશે?’

‘આપણે લખવામાં તો બધું ચાલે, પોએમ સિવાય’ (બેય છેડે થી અટ્ટહાસ્ય)

‘તો એક કામ કરો. ઈતિહાસ પર ફાવશે? હું એડિટર છું એટલે શિસ્તથી લખવું પડશે હો..’(ફરીથી અટ્ટહાસ્ય)

‘હોવ રે. ગમતો વિષય છે.’

‘ઓકે ડન.’

અને કૌતુક કથા નો જન્મ થયો. ના, પોતાની જાતનું માર્કેટિંગ કરવા આ હરગીઝ લખ્યું નથી. પણ બકૌલ સૌમ્ય જોશી, “તમે જયારે તમારો પોતાનો અવાજ લઈને આવો છો, એ વસ્તુ પોતે પણ કમર્શિયલ હોય છે.” કૌતુક કથા એ છ કોલમો અને ત્રણ નામો-કે જેને વાંચીને વાંચક તરીકે ક્રમિક ઉત્ક્રાંતિ થઈ છે એને અપાયેલી અંજલિ છે, સ્વીકાર છે. નગેન્દ્ર વિજય(એક વખત એવું બન્યું..), ધૈવત ત્રિવેદી(અલ્પવિરામ, ન્યુઝ ફોકસ, વિસ્મય, વિવર્તન) અને જય વસાવડા(અનાવૃત્ત, સ્પેકટ્રોમીટર). નગેન્દ્ર દાદાને ઠેઠ ચોથા ધોરણથી વાંચવાનું બનતું રહ્યું છે, યુવાનીમાં ધૈવતભાઈ અને જયભાઈએ વાંચનનો ખોરાક આપ્યો છે-આપી રહ્યા છે. ઈતિહાસ સૌથી વધુ રોમાંચક છે કેમકે એ કંઈ-કેટલીય જગ્યાએ ખાલી જગ્યાઓ છોડે છે, જેને રસાળ શૈલીમાં રજુ કરાય તો રોલરકોસ્ટર રાઈડ વાંચકને મળે એવો વાંચક તરીકેનો જાત અનુભવ છે.

એટલે આપણે સૌએ અહીં સુધીની સહિયારી સફર સાથે કરી છે. ઈન્શાલ્લાહ આ દિલદારી આમ જ ચાલુ રહેશે...આમીન.

પાપીનું કન્ફેશનઃ

જો નગેન્દ્ર વિજય-ધૈવત ત્રિવેદી-જય વસાવડા લેખક ન હોત, તો કૌતુક કથા પણ ન જ હોત...

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

ક્રંચી કલમથી મંચી માર્કેટિંગની મજ્જાની સફર....

મને બચપણથી વાંચનનો જબ્બર શોખ. વખત જતા વાંચનના એ પેશનેટ શોખમાં માત્ર વિષયો ઉમેરાતા રહ્યાં. પણ શોખની લગની તો એની એજ રહી. આજે ફરી વાર યાદ કરૂં છું કે મારામાં રહેલો આ વાંચનાર નર લખાણ-પટ્ટીમાં ક્યાંથી આવી ગયો!?!? - થયું આમપ

બરોબર ૫ મી સપ્ટેમ્બર ૨૦૧૦ની રવિવારની એ બપોર. મારી પત્નીએ અચાનક આવી શબ્દ-ધક્કા સાથે ટોણો માર્યોઃ “આ જ્યારે જોઉં છું ત્યારે ઈન્ટરનેટ પર વેપારને લગતું વાંચ-વાંચ કરો છો તો લખતા પણ બતાવો તો કાઈં માનુ. તમારી સાથે બીજા ઘણાં લોકોને પણ ફાયદો થશે. તમારી કેરિયરને ધક્કો વાગશે બીજું શું?!?!!?”-

શાદી (લગ્ન) પહેલાં તેની સાથે થોડાં સમય માટે લવ-લેટર લખવાની ચળ-વળ ઉપાડી હતી પણ શાદી પછી તેના આવ્યા બાદ એ ચળ બીજે ક્યાંક વળી ગઈ. ;-)

ચને ત્યારે આમ અચાનક થયેલા આવા હૂમલાથી એ દિવસે નેટવેપારનો આ પોસ્ટ દ્વારા રંંજઃ//હીંદૃીટ્ઠટ્ઠિર્.ુઙ્ઘિિીજજ.ર્ષ્ઠદ્બ બ્લોગ શરૂ કરવો એક અનાયાસ પર્યાસ જ હતો. (દરેક સફળ પુરૂષની પાછળ સ્ત્રીનો હાથ કે પગ હોય છે એનું આ એક લેટેસ્ટ ઉદાહરણ)

એની વે. શું લખવું, કેવું લખવું, કેટલું લખવું તેની કોઈ પરવા ન કરી. પણ ‘આગે આગે ગોરખ જાગેગા તો જો હોગા સો દેખા જાયેગા’ વાળી કરીને શબ્દોનાં વમળોમાં કુદી પડયો ને લખવાની શરૂઆત કરી દીધી.

વર્ચુઅલ ભલે કહેવાય પણ આવી બ્લોગી સફર મારી ઝીન્દગીની સૌથી અનોખી સફર રહી છે. એટલાં માટે કે એમાં મને એક્ચુઅલી ઘણાં એવા સારા દોસ્તો-દોસ્તાનીઓ, સાથીદારો, સલાહકારો મળી આવ્યા. એ સૌ ભાઈઓ-ભગ્િાનીઓ જેમણે બ્લોગ-મીડિયા લેન્ડ પર આવીને પોતાનો કિંમતી સમય વાંચન માટે આપ્યો. લાઈક્સ અને કોમેન્ટ્‌સ બટન દ્વારા મોહબ્બત આપી. વારંવાર દિલ ખોલ્યું. પછી થાય શું? - સિમ્પલી લખવાની કેટલી બધી હોંશ મળે જ, ને?

બસ પછી તો લખાણની એ મોટીવેશનલ સ્પિડ પણ બસમાંથી ટ્રેઈનમાં ફેરવાઈ ને હવે ધીમે ધીમે પ્લેન તરફ ઉડી રહી છે. બેગદ્દ્‌... નેટ પર વિવિધ પ્લેટફોર્મ દ્વારા માતૃભાષામાં લખીને વિચારોને જે એક્સપ્રેસ કરવાની તક મળે છે, તે માટે દર અક્ષરે હું ’અલ્લાહ કા શુક્રગુઝાર’ છું. કેમ કે લખાણથી લાખો રૂપિયા કમાઈ લેવાની લાલચ કરવા કરતા લાખો વાચકોના દિલને ટચ કરવાની વધારે મજ્જા છે.

શક્ય છે એટલે જ મોટા સોશિયલ મીડિયા ઉપરાંત મોબઈલી ’હું ગુજરાતી’ નામનું બાલકિયું ઈ-મેગેઝિન પણ રીખતું-ચાલતું પાસે આવ્યું અને તેની મોજીલા દોસ્તોની ટિમ સાથે મોબાઈલ ટ્રેન્ડનાં માધ્યમમાં રહીને વધુ ને વધુ લોકો સુધી પહોંચવાનો રસ્તો સરળ બન્યો.

જે વિષય માટે હું બન્યો છું એવા મારા પ્યારા માર્કેટિંગમાં રમવાનું મોકળું મેદાન મને ’હું ગુજરાતી’ મેગેઝિનમાં પણ મળી રહ્યું છે. આમ તો ‘માર્કેટિંગ’ શબ્દ મારા લોહીમાં વહે છે. તેથી જ સ્તો આ મેગેઝિનમાં ’માર્કેટિંગ મંચ’ વિભાગ દ્વારા મને તેનાં વિવિધ પાસાંઓને નિખારવાની વધુ તક મળી છે.

જેમાં ક્યારેક કોઈક અવનવી પ્રોડક્ટ/ સર્વિસની જાણકારી આવે, તો ક્યારેક કોઈક નોખી બનેલી ઘટના આવે. ને વળી ક્યારેક તો અનોખા પર્સન (વ્યક્તિ વિશે) પણ જાણવા મળે. તેથી જ સ્તો એમાં પાછલા વર્ષોના શીખેલા અનુભવો અને અસરકારક સૂત્રોને પણ જાતે અપનાવી તેની અસર જાણીને જ આપ લોકોની સાથે વહેંચણી કરૂ છું.

ગુજરાતી પ્રાઈડનું મુખ્ય મંચ વિકસાવી મહેન્દ્રભાઈ શર્મા અને તેમની મોબાઈલ ટિમે ગુજરાતી ભાષાને ફેલાવવા તેમજ ઉગતા વાચકો-લેખકોને વાંચવા-લખવા માટેની તક તેમના ’ખીસામાં’ ઉતારી આપી છે. બન્ને રીતે...મોરલ અને મોનેટરી સપોર્ટ દ્વારા. એ માટે તો એમને આપડી દેશી ઈષ્ટાઈલમાં દિલથી કહી શકું કે ’ઠેંકુ...ઠેંકુ હોં !

મારા માર્કેટિંગ ગુરૂઓના મંતવ્ય મુજબઃ “આ નોટી-નેટી આલમમાં જેઓ સમજીને પોતાને ગમતું વાંચન ચાલુ રાખે, લખ્યે રાખેપ..પછી ભલે લોકોને લાગે કે ‘ગાંડાની જેમ’..તોયે એ ડહાપણભર્યું કામ ગણાય છે. કેમ કે તેના વાંચન-લખાણ દ્વારા તમારા પેશનને ધક્કો મળે છે. જે તમને એક દિવસ ત્યાં લઈ જાય છે જે જગ્યા પર જવાનું તમે સ્વપ્ન જોયું છે.”

મંચિંગ મોરલોઃ

“ગમતા ભડભડતા (પેશનેટ) વિષયનો દરરોજ માત્ર એક કલાકનો અભ્યાસ તમનેપ

ત્રણ વર્ષની અંદર એક વિશેષજ્જ્ઞનુ સ્થાન

પાંચ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે સત્તાધારી વ્યક્તિનું સ્થાન અને

સાતમાં વર્ષે દુનિયામાં તે વિષયવસ્તુના જ બેસ્ટ (સર્વશ્રેષ્ઠ) વ્યક્તિનું સ્થાન આપી શકે છે.

પણ જરૂરી ધ્યાન એ રાખવું કે એ સાત વર્ષની શરૂઆત સાંઠ મિનીટથી ચાલુ થાય.” - અર્લ નાઈટેન્ગલ

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

હાશ! આજે કિચનમાં રજા....

કેમ છો ગુજરાત! હું આકાંક્ષા ઠાકોર, આપની ફૂડ સફારીની ગાઈડ. આ અંક, ‘હું ગુજરાતી’ મેગેઝીનનો વીસમો અંક છે, અને આ અવસરે હું આપને કંઈક એવું જણાવવા માંગુ છે જે કદાચ બહુ ઓછા લોકોને ખબર છે. હું આ અંકમાં આપને મારા અંગે થોડી વાત કરીશ (આજે કિચનમાં છુટ્ટી!).

મારી કોલમ વાંચીને આપને ખ્યાલ તો આવી જ ગયો હશે કે હું એક ફૂડ બ્લોગર છું. પરંતુ એ મારા શોખ કે રૂચીને લીધે, બાકી વ્યવસાયે હું એક બિલકુલ વિરૂદ્ધ ક્ષેત્ર, આઈ.ટી., માં છું, હું અમદાવાદની એક ખ્યાતનામ શાળામાં સ્ૈંજી શ્ ઈઇઁ સુપરવાઈઝર છું.

મને ખાણીપીણીનો શોખ હું ખૂબ નાની હતી ત્યારથી જ હતો, આ શોખ મને વારસામાં મળ્યો છે એવું કહી શકાય. જે ઉમરે બાળકોને ચોકોલેટ બતાવાય પણ નહિ, એ ઉમરે મારા પેરેન્ટ્‌સે મારા ‘ચોકોલેટ સંસ્કાર’ કર્યા હતા અને બે વર્ષની ઉમરે ઈન્ટરનેશનલ ક્વીઝીનનો પરિચય. ત્યારબાદ એ જ ચોકોલેટ અને ઈન્ટરનેશનલ ક્વીઝીનનો ઉપયોગ ગણિત અને વિજ્જ્ઞાનના વિવિધ કોન્સેપ્ટ સમજાવવા માટે કરવામાં આવતો.

આમ જોઈએ તો એ પરિચય હાનિકારક ગણી શકાય, પરંતુ એને પરિણામે હું જે વસ્તુઓ સમજી એ ઘણી ઉપયોગી હતી. આ બધા પરથી હું એ સમજી કે આપણી સામાન્ય મીઠાઈઓ સિવાય પણ ગળી વસ્તુઓ દુનિયામાં છે અને જયારે તમે ઘરથી દૂર હો ત્યારે ઘર જેવું જ ખાવાનું મળવું જોઈએ એવી આશા બિલકુલ બાંધવી નહિ.

પછી તો સમયની સાથે મારી ખાવાના સાથે દોસ્તી વધુ ને વધુ ઘનિષ્ટ થતી ગઈ, પરંતુ હજી મેં મેગી અને મિલ્કશેક બનાવવાથી વધારે રસોઈની બાબતમાં કશું ખાસ ઉકાળ્યું નહોતું (પાણી સિવાય ;-) ). મારા હોસ્ટેલના વર્ષોમાં હું ઈલેક્ટ્રિક કેટલની મદદથી મેગી અને પાસ્તા બનાવતા શીખી, અને ઈસ્ત્રીની મદદથી પાપડ શેકતા (જે આજે વિચારૂં છું તો લાગે છે કે એક બહુ જ વિચિત્ર સ્કીલ છે!).

અમદાવાદ પાછા આવ્યા બાદ, મેં ફૂડ બ્લોગીંગ શરૂ કર્યું, પહેલા મારૂં બ્લોગીંગ ક્ષેત્ર ફક્ત રેસ્ટોરન્ટ રીવ્યુ સુધી જ મર્યાદિત હતું. ધીમે ધીમે મેં ઘરના કિચનમાં એન્ટ્રી મારી, મારા બંને પેરેન્ટ્‌સ ખૂબ સારી રસોઈ કરી શકતા (હા, પપ્પા પણ ઘણી વાર કિચનમાં એન્ટ્રી મારે, અને મેગીથી ઘણી વધારે આગળની સ્કીલ છે એમની) હોવાથી, અને મારો ભાઈ તો આ જ ફિલ્ડમાં હોવાથી મારે માથે ઘણી મોટી જવાબદારી હતી. મેં શરૂઆત કરી કેકથી, લાઈફમાં પહેલી વખત ‘તરલા દલાલ રેડી ટુ મિક્સ’ કેક પેક નો ઉપયોગ કર્યા વગર એપલ કેક બનાવી (ઓફકોર્સ રેસીપી જોઈ જોઈ ને) અને એ કેક થોડી ખાટ્ટી બની. કઈ રીતે આવું થયું એ પ્રશ્ન સ્વાભાવિક હતો, બધા જ માટે. પછી ખબર પડી કે કોઈ પણ ફ્રૂટ બેઝ્‌ડ ડીશ બનાવતા પહેલા ફ્રૂટને ચાખી ને એના સ્વાદ મુજબ ખાંડની માત્રામાં વધ ઘટ કરવી જોઈએ.

બસ, પછી તો કીચન મારી લેબ બની ગયું. ઘણી વાનગીઓ બનાવતા શીખતી ગઈ અને મૂળ વાનગીમાં ફેરફાર કરીને, કે એમાં મારા પોતાના આઈડીયા ઉમેરીને નવી વસ્તુઓ બનાવતી ગઈ. મારા રેસીપીના ખજાનાને જોઈ મને લાગ્યું કે આ મારે દુનિયા જોડે શેર કરવો જોઈએ, પરિણામે મેં મારા બ્લોગ પર બે વધુ કેટેગરી ઉમેરી, રેસીપીની અને ‘નો યોર ક્વીઝીન’ - જેમાં વિવિધ ક્વીઝીનની જાણીતી-અજાણી વાતો હું લખું છું.

મારી પસંદગીની વાત કરૂં તો, મને કોઈપણ જાતના ડેઝર્ટ બનાવવા ખૂબ ગમે, મારૂં ફેવરીટ ક્વીઝીન છે મેક્સિકન અને ફેવરીટ ડીશ છે કેસેડિયા (તોર્ત્િાયાની વચ્ચે જાત જાતના સ્ટફિંગ ભરીને બનાવવામાં આવતી એક મેક્સિકન વાનગી છે). હું લગભગ સાડા ત્રણ વર્ષથી રેગ્યુલરલી કિચનમાં જાઉં છું પણ હજુ પણ મને સાદું દેશી ભોજન બનાવતા નથી આવડતું, એને તમે મારી આળસ કે કમજોરી ગણી શકો.

‘ફૂડ સફારી’ કોલમ એ મારો પહેલો, બ્લોગીંગ સિવાયનો, લેખન અનુભવ છે જેમાં હું આટલા બહોળા વર્ગને ફૂડ રીલેટેડ જાણકારી આપું છું અને મને એ વાતનો ગર્વ છે કે હું આ અનોખા મેગેઝીનનો એક ભાગ છું!

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડીયા

મૈં જો કહુંગા સચ કહુંગા, સચ કે સિવા કુછ નહીં કહુંગા...

‘ગુજરાતી પ્રાઈડ’ના સ્થાપક ‘મહેન્દ્ર શર્મા’ અને લેખક-વિવેચક-કોલમિસ્ટ ‘સિદ્ધાર્થ છાયા’ બંનેની આઈડિયા અને મહેનતથી, મોબાઈલ ઉત્ક્રાંતિને ધ્યાનમાં રાખીને, થોડા મહિના પહેલા એક બીજ રોપાયેલું, જે જોતજોતામાં એક ઝાડવું બનીને પોતાના વીસમા અંક સુધી પહોંચ્યું છે. આ ઝાડવું એટલે ‘હું ગુજરાતી’ નામનું દેશનું એકમાત્ર મોબાઈલ મેગેઝીન! આ માઈલસ્ટોન સુધી પહોંચવા બદ્દલ ‘હું ગુજરાતી’ સાથે જોડાયેલા દરેક સભ્યોને હાર્દિક અભિનંદન! ખાસ તો ‘બિહાઈન્ડ ધ સીન’ કામ કરતાં અને ‘હું ગુજરાતી’ના લેખોને મોબાઈલ રૂપમાં લોકો સમક્ષ પ્રગટ કરતાં કાર્યકરો, દરેક વખતે એક અનોખું કવર-પેજ શોધી લાવતા સાથીઓ અને અમારા ખૂબ જ પ્રેમાળ-ખુશમિજાજી એડિટર સાહેબ સિદ્ધાર્થ છાયાનો ખૂબ ખૂબ આભાર! જ્યારથી ‘હું ગુજરાતી’માં કવરસ્ટોરીનો કોન્સેપ્ટ શરૂ થયો છે ત્યારથી, એક તંદુરસ્ત સ્પર્ધામાં જીતવાની ધગશને કારણે, લખવામાં વધુમાં વધુ મન લગાડવા મજબૂર કરતા મારા સાથી કટારલેખકો અને લેખિકાઓને પણ થેન્ક યુ! અને આ દરેક લોકોથી ઉપર એટલે તમે, વાચકો, જનતા-જનાર્દન! તમારો મનઃપૂર્વક આભાર!

‘હું ગુજરાતી’ નામનું મોકળું મેદાન કહું કે વિશાળ ગગન? કોઈ જાતની પાબંદી નહીં કે કોઈ જાતનું દબાણ નહીં. મન ફાવે એ લખો. બસ એક જ ધ્યેય - કલ્પનાશક્તિના ઘોડા દોડાવો અને નવું-નવું વાચકો સમક્ષ લાવો! ‘હું ગુજરાતી’ સાથે જોડાવાનો અવસર મળ્યો એ પહેલા મેં ‘હું ગુજરાતી’ના પ્રથમ બે અંક વાંચેલાં. બીજા અંકથી ‘ભલે પધાર્યા’ નામની કોલમ શરૂ થઈ જેમાં અતિથિ લેખકને પોતાની લેખનકળા બતાવવાનો મોકો મળતો હતો. મારા ફેસબુકમિત્ર અને ‘હું ગુજરાતી’ના એડિટર સાહેબને મેં ત્રીજા અંક માટે બે લેખ મોક્લ્યા અને એમાંથી એક લેખ ‘યેર્ ૈં્‌ ક્યા હૈ?’ એમણે પસંદ કર્યો. એ મહામૂલી પળ હતી કારણકે એ પહેલા કોઈ પણ પ્રકારના જાહેર પ્લેટફોર્મ પર લખવાનો મોકો મળ્યો નહોતો. ત્રીજો અંક છપાયો પછી બીજા ૪-૫ અંક ગયા અને ફરી પાછો મેં એક લેખ એડિટર સાહેબને મોકલી આપ્યો. ‘દિવાળી વિશેષાંક’ માટે લખાયેલો એ અવનવી પ્રાર્થનાઓ વાળો લેખ મારા માટે ‘હું ગુજરાતી’ના કાયમી લેખક બનવા માટેનું મુહુર્ત લઈને આવ્યો. સિદ્ધાર્થભાઈએ એ લેખ વાંચીને કહ્યુંઃ “સ્પીચલેસ! બહુ મસ્ત આર્ટીકલ છે!” બસ...પછી તો ‘હું ગુજરાતી’ના મેનેજમેન્ટને ગમ્યું, એડિટર સાહેબ સાથે વાતચીત થઈ અને કાયમી લેખક બનવા માટેની તકને મેં બાજ તરાપ મારે એમ ઝડપી લીધી. કાયમી લેખક થવું હોય તો કોલમનું નામ અને પ્રકાર પણ ફાઈનલ કરવા પડે. એમાં પણ સિદ્ધાર્થભાઈએ ખૂબ સાથ આપ્યો. મારા નામને અનુરૂપ અને રોજબરોજમાં બનતી ઘટનાઓને અલગ એંગલથી નિહાળવાની દ્રષ્ટિ એટલે ‘સંજય દ્રષ્ટિ’. આ કોલમમાં અત્યાર સુધીમાં આરામ, બી.આર.ચોપરાની સિરીયલ મહાભારત, સચિન તેંડુલકરની આત્મકથા, પીકે ફિલ્મનો વિવાદ, પ્રેમ અને સમજણ, દિલ્હી ચૂંટણી વખતનું પોસ્ટરવૉર, ગુજરાતી મહિલા સર્જકો વિશે, માર્ચ એન્ડિંગના સરવૈયા, વેકેશનમાં બાળકોને મજા કરાવવા વિશે, કલમ ૬૬-એ - આવા વિધવિધ વિષયોને ’સંજય દ્રષ્ટિ’થી મૂલવ્યા છે. દરેક લેખ પછી મળતા તમારા વાચકોના પ્રતિભાવો સર-આંખો પર! કવરસ્ટોરી બને કે ન બને, તમને ગમે એટલે મારી માટે કવરસ્ટોરીથી પણ વિશેષ છે.

આ વખતે વીસમા અંકની ઉજવણી માટે અમારે પોતાના વિશે લખવાનું છે એટલે જરાક મૂંઝવણમાં છું. શું લખું? જે લોકો મને ઓળખે છે એમને ખબર હશે કે હું એકદમ પ્રેક્ટિકલ, રમૂજી, પણ આખાબોલો માણસ છું. એક નાના ઈન્ટરવ્યુ જેવું લખાણ અહીં મૂકું છું જેનાથી વાચકોને મારા વિશે વધુ જાણવા મળશેઃ

માતા-પિતાનું નામ - સાધનાબેન અને રમેશભાઈ

જન્મતારીખ અને જન્મસ્થળ - ૧૩ જાન્યુઆરી, ૧૯૮૬ - પુસદ, યવતમાલ, મહારાષ્ટ્ર

ભાણેરડાં (સીબ્લીંગ્સ, યુ સી!) - એક નાનો ભાઈ, ભાવેશ

જીવનસાથી - ડિમ્પલ

સંતાન - એક પુત્ર, મીત

મૂળ વતન - મહુવા પાસે આવેલું ‘બાબરીયાધાર’ ગામ

અભ્યાસ - બેચલર ઑફ ટેકનોલોજી (ઈલેક્ટ્રોનિક્સ)

વ્યવસાય - સિસ્ટમ એન્જીનિયર

શોખ - વાંચન, કલા (રંગોળી, ચિત્રકામ, હસ્તકલા)

ગમતા સર્જક - ઝવેરચંદ મેઘાણી

ગમતા વક્તા - મોરારી બાપુ

ગમતા કવિ - કૃષ્ણ દવે

ગમતું પુસ્તક - શ્રીમદ્‌ ભગવદગીતા

ગમતા હાસ્યલેખક - બકુલ ત્રિપાઠી

ગમતા કટારલેખક - જયેશ અધ્યારૂ, ગુણવંત શાહ

ગમતી ગુજરાતી નવલકથા - વેવિશાળ

ગમતું ગુજરાતી દૈનિક - દિવ્ય ભાસ્કર

ગમતું ગુજરાતી સામાયિક - સફારી અને હવે ‘હું ગુજરાતી’ પણ

ગમેલું નાટક - બા રીટાયર્ડ થાય છે!

ગમેલી ફિલ્મ - બાગબાન, ઓહ માય ગૉડ

ગમતાં હીરો-હીરોઈન - હીરો કોઈ નહીં, હીરોઈન કાજોલ

ભારત સિવાય કયા કયા દેશ ફર્યા છો? - યુ.એસ.એ., જર્મની, થાઈલેન્ડ

ક્યારે લખવું ગમે? - જ્યારે આજુબાજુ કોઈ ન હોય ત્યારે

લેખન માટે કોઈ ખાસ સ્થળ? - ના

છેલ્લી નકલ પૂર્વે કેટલી વાર લખો છો? - એક જ વાર (પણ બે વાર પ્રુફ-રીડીંગ)

કેટલા લેખન પ્રકારો આજમાવ્યા છે? - ટૂંકી વાર્તા, કટારલેખ, કવિતા

શ્રેષ્ઠ કૃતી - હજી આવી નથી

કયું વાહન વાપરો છો? - સાઈકલ

ગુસ્સો ક્યારે આવે? - બાર વર્ષે બાવો બોલે ત્યારે

કોઈ ઈચ્છા જે જીવનમાં પૂરી થાય એવી આશા? - મોરારી બાપુ પાસે ગુજરાતીમાં રામકથા કરાવવી

ફેવરીટ ક્વોટ - ઈદૃીિઅ ઁર્િહ્વઙ્મીદ્બ રટ્ઠજ ટ્ઠ ર્જઙ્મેર્ૈંહ. સ્ટ્ઠઅહ્વી ર્એ દ્ઘેજં ષ્ઠટ્ઠહ’ં જીી ૈં. રૂીં (ર્ઇહ્વૈહ જીરટ્ઠદ્બિટ્ઠ) દરેક સમસ્યાનું હલ હોય છે. કદાચ આપણને હમણાં (આ સમયે) દેખાતું નથી. (રોબિન શર્મા)

ફેસબુક કે ટ્‌વીટર? - ફેસબુક

હમણાં ક્યાં રહો છો? - બેંગ્લોર

હમણાં શું વાંચો છો? - ખુશવંતસિંહનું પુસ્તક ‘ટ્રેન ટુ પાકિસ્તાન’

શું સહન ન થાય? - ખોટું

લેખનક્ષેત્રમાં સરાહના - ‘સંજય દ્રષ્ટિ’ કોલમને મળતો વાચકોનો પ્રેમ, ‘ગુજરાતી પ્રાઈડ’ દ્વારા યોજાયેલ હિન્દી વાર્તા સ્પર્ધામાં તૃતીય ઈનામ, કોલમના લેખોને ભેગા કરીને ‘ગુજરાતી પ્રાઈડ’એ રજૂ કરેલી ઈ-બુક ‘સંજય દ્રષ્ટિ’, અક્ષરનાદ. કોમ પર લેખ

બ્લોગઃ જટ્ઠહદ્ઘટ્ઠઅૈંરટ્ઠઙ્ઘૈટ્ઠ.હ્વર્ઙ્મખ્તજર્ં.ૈહ

સંપર્કઃ જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ (દ્બટ્ઠૈઙ્મર્ંઃજટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ)

બસ...તમને ગમતા વિષયો મોકલો, પ્રતિભાવો મોકલો, આમ જ તમારો પ્રેમ વરસાવતા રહો અને અમને ભીંજવતાં રહો! ફરી મળીએ આવતાં અંકમાંપ.

પડઘોઃ

પરમાત્મા, મારા પર એવી કૃપા કરો કે આજના દિવસે જે કોઈ મારા સંપર્કમાં આવે તે એને કારણે જરાક વધારે સુખી બનીને જાય - સેન્ટ પૅટ્રિક્સ

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

‘મારી વાત’

હું યશવંત ઠક્કર. હાલમાં વડોદરા ખાતે રહું છું. મારૂં વતન અમરેલી જિલ્લામાં નાનીધારી ગામ છે. અભ્યાસ અને આજીવિકા માટે વતન છોડવું પડયું. મારો અભ્યાસ બીકોમ સુધીનો છે. એસએસસી પછી તરત જ ટેલિફોન ખાતામાં નોકરીએ લાગી ગયો હતો. લગભગ એકતાળીસ વર્ષો સુધી એ ખાતામાં કામ કર્યું અને ત્રણ વર્ષ પહેલાં નિવૃત્ત થયો છું. હવે વાંચન અને લેખનની મનગમતી પ્રવૃત્તિ માટે થોડોઘણો સમય મેળવી શકું છું.

પાંચમાં ધોરણમાં હતો ત્યારથી જ અભ્યાસ સિવાયનાં પુસ્તકો વાંચવામાં રસ પાડવા લાગ્યો હતો. જેના લીધે ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ, ચુનીલાલ મડીયા, પન્નાલાલ પટેલ, દિલીપ રાણપુરા, ઈશ્વર પેટલીકર, ગુલાબદાસ બ્રોકર, જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, સરોજ પાઠક, વર્ષા અડાલજા જેવાં અનેક સાહિત્યકારોને વાંચીને આનંદ મેળવ્યો. પછીથી સુરેશ જોશી, મધુરાય, ચંદ્રકાંત બક્ષી, ચિનુ મોદી, લાભશંકર ઠાકર, ભગવતીકુમાર શર્મા, સિતાંશુ યશશ્ચંદ્ર, રમેશ પારેખ જેવા સાહિત્યકારોમાં પણ રસ પડયો. શ્રી રમેશ પારેખ સાથે તો અમરેલી મુકામે મિત્રતાના નાતે જોડાવાનો અનોખો લહાવો પણ મળ્યો.

વિદ્યાર્થી હતો ત્યારથી જ અભ્યાસક્રમમાં ન હોય એવું બધું લખવામાં મજા પડતી હતી. જાન્યુઆરી ૧૯૭૮માં ‘રંગતરંગ’ સામયિકમાં મારી પહેલી હાસ્યકથા પ્રગટ થઈ. પછી તો ‘રંગતરંગ’માં ઘણી રચનાઓ પ્રગટ થઈ. આરામ, ચાંદની, શ્રીરંગ, હસાહસ, સવિતા, જલારામદીપ, અભિષેક, સરવાણી, મુંબઈ સમાચાર, ગુજરાતી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, પરબ, નવનીત સમર્પણ વગેરે સામયિકોમાં પણ મારી રચનાઓ પ્રગટ થઈ છે. આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસારિત થતાં રહે છે. લખવા માટે નવલિકા, નાટક અને વ્યંગલેખ એ મારા મનગમતા પ્રકારો છે. મારો એક વાર્તાસંગ્રહ ‘અસર’ ૧૯૯૦માં પ્રગટ થયો હતો.

થિયેટર મીડિયા સેન્ટર ચબુડરેટી ટ્રસ્ટૃ અમદાવાદના ઉપક્રમે ૨૦૧૨માં આયોજિત ૭મી નાટ્‌યલેખન યોજનામાં મારા નાટક ‘ખમણ...કોરાં, વઘારેલાં, ટમટમ’ પુરસ્કાર માટે પસંદગી પામ્યું હતું.

ગુજરાતી લેક્સિકન અને ચંદરીયા પરિવાર દ્વારા ૨૦૧૪માં આયોજિત ‘રતિલાલ ચંદરીયા સ્મૃતિ પારિતોષ્િાક’ પ્રતિભાશોધ સ્પર્ધામાં મારો નિબંધ ‘ચાલો, ભાષાનું ગૌરવ વધારીએ’ પ્રથમ પુરસ્કાર માટે પસંદગી પામ્યો હતો.

જુન ૨૦૧૪માં ‘ગુજરાતી પ્રાઈડ’ દ્વારા એક વાર્તાસ્પર્‌ધાનું આયોજન થયું હતું. એ સ્પર્ધામાં મારી વાર્તા ‘પિયરિયાં’ને ત્રીજા પુરસ્કારને પાત્ર બની હતી. ત્યારથી મને ‘ગુજરાતી પ્રાઈડ’ની પ્રવૃત્તિમાં રસ પડયો હતો. પરિણામે હું સપ્ટેમ્બર ૨૦૧૪થી ‘ગુજરાતી પ્રાઈડ’ દ્વારા દર પંદર દિવસે શ્રી સિદ્ધાર્થ છાયાના સંપાદન હેઠળ પ્રગટ થતા ઈ-સામયિક ‘હું ગુજરાતી’ સાથે જોડાયો છું. ‘હું ગુજરાતી’માં મારી કોલમ ‘મિર્ચી ક્યારો’ના શીર્ષકથી હોય છે. જેમાં મારી રચનાઓમાં મોટાભાગે વ્યંગ, હાસ્ય, કટાક્ષ વગેરે રજૂ થતાં હોય છે.

‘ગુજરાતી પ્રાઈડ’ દ્વારા અત્યાર સુધીમાં મારાં નવ જેટલાં ઈ-પુસ્તકો પ્રકાશિત થયાં છે. ભવિષ્યમાં પણ વધારે ઈ-પુસ્તકો પ્રકાશિત થશે એવો મને વિશ્વાસ છે. ‘ગુજરાતી પ્રાઈડ’ દ્વારા પ્રકાશિત મારાં ઈ-પુસ્તકોની યાદી આ મુજબ છે.

૧ ‘આ આવકારો છે’ ૧૪ જેટલી નવલિકાઓનો સંગ્રહ.

૨ ‘રોકડિયા ચૂકવે ઋણ’ એક લેખકની ચાલાકી રજૂ કરતું હાસ્યનાટક.

૩ ‘આવ મંગળ અમને નડ’ - સામાજિક માન્યતા પર વ્યંગ અને કટાક્ષ રજૂ કરતુ નાટક.

૪ ‘જાન ભાડે મળશે’ - લગ્નપ્રસંગની ઉજવણી માટે નવી પદ્ધતિ બતાવતું હાસ્યનાટક.

૫ ‘પરમાનંદની ડાયરી’ - લોકોનાં દીકરાદીકરી માટે ઠેકાણાં બતાવતા પરમાનંદભાઈનું એક પરાક્રમ રજૂ કરતુ નાનકડું હાસ્યનાટક.

૬ ‘જમાનો કેમ બદલાયો?’ - ગમ્મત સાથે જ્જ્ઞાન આપતું નાટક.

૭ ‘વાસ્તવિકતાની ધરતી પર’ - જીવનમાં કલ્પના અને વ્યવહારિકતા વચ્ચેનો ભેદ દર્શાવતું એક પારિવારિક નાટક.

૮ ‘મિર્ચી ક્યારો’ અને ચ૯ૃ ‘મિર્ચી ક્યારો ભાગ-૩ ‘હું ગુજરાતી’માં પ્રગટ થયેલી રચનાઓનો સંગ્રહ.

આ સિવાય, વર્તમાન રાજકીય પ્રવાહો પર પ્રકાશ ફેંકતું એક દ્‌વિઅંકી નાટક ‘મારાં ગાંધીની ટોપી ખોવાણી, મને મળી’ ટૂંક સમયમાં ઈ-પુસ્તક રૂપે પ્રકાશિત થશે.

વર્તમાન સમયમાં કોઈ પણ લેખક માટે પોતાનું પુસ્તક છપાવવું અને વાચકો સુધી પહોંચાડવું એ મુશ્કેલ કામ છે. દોડધામના આ જમાનામાં બધા વાચકો પણ પુસ્તકાલય સુધી પહોંચી શકતા નથી. આ સંજોગોમાં ઈ-પુસ્તકનું ચલણ લેખકો અને વાચકો બંને માટે આશીર્વાદ રૂપ છે. ‘ગુજરાતી પ્રાઈડ’ તો એન્ડરોઈડ અથવા આઈફોન મોબાઈલ વાપરનારને એના જ મોબાઈલમાં ગમતાં પુસ્તકોનો સહેલાઈથી સંગ્રહ કરીને પોતાનું ઈ-પુસ્તકાલય તૈયાર કરવાની સેવા પૂરી પાડે છે. ‘ગુજરાતી પ્રાઈડ’ સાથે સંકળાયેલા શ્રી મહેન્દ્ર શર્મા અને એમના સાથીદારોની ધગશ અને મહેનતનું આ પરિણામ છે. બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી મહેન્દ્ર શર્મા પોતાના વ્યવસાયની સાથેસાથે એમની ટેકનોલોજી અને માર્કેટિંગની કુશળતા દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે જે કાર્ય કરી રહ્યા છે એ ધન્યવાદને પાત્ર છે. મારૂં એવું તારણ છે કે, તેઓ પોતાના સમયની કિંમત સમજી શકવા ઉપરાંત સામેવાળાના સમયની કિંમત પણ સમજી શકે છે. એમની મહેનત વધારે રંગ લાવે એવી મારી શુભેચ્છા છે.

‘ગુજરાતી પ્રાઈડ’ના વાચકો તરફથી જે પ્રતિભાવો મળે છે એ ઉત્સાહ વધારનારા છે. આ વાચકો સાહિત્યમાં રસ ધરાવનારા, સાહિત્યના પ્રકારોને સમજનારા અને લેખકની યોગ્ય કદર કરનારા છે. મોબાઈલ જેવા નાનકડા સાધન દ્વારા તેઓ પણ પોતાના ધબકતા હૈયાનો પરિચય આપવામાં પાછા નથી પડતા. એ સહુ વાચકોનો હું આભાર માનું છું. મારે વાચકોને એટલું જ કહેવાનું છે કે -તમારા તરફથી આપવામાં આવતા સ્ટાર કે બેચાર શબ્દોના પ્રતિભાવ લેખક માટે મોંઘેરી મૂડી છે. એ મૂડીમાં વધારો કરતા રહેજો.

‘ગુજરાતી પ્રાઈડ’ જેવા માધ્યમ દ્વારા લેખકો અને વાચકોનો એક વર્ગ તૈયાર થઈ રહ્યો છે. આવનારો સમય આ લેખકો અને વાચકોનો છે. હું ‘ગુજરાતી પ્રાઈડ’ સાથે જોડાયેલા સહુને શુભેચ્છાઓ આપીને મારૂં આ લખાણ પૂર્ણ કરૂં છું. જય જય ગરવી ગુજરાત.

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

મારાં વિચારોની ‘હેલી’

હેલી નિમિષ વોરા વિજ્જ્ઞાન વિદ્યાશાખામાં વનસ્પતિશાસ્ત્ર માં હાવર્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક, માસ્ટરડીગ્રી ઓક્સફોર્ડમાંથી, ડોકટરેટ માટે ના થીસીસ અમેરિકા વિજ્જ્ઞાન વનસ્પતિ વિજ્જ્ઞાન શાખા ને આપેલ છે હાલે રીસર્ચ લેબ ખાતે કાર્યરત. અને શોખ થી પ્રકાશિત કરેલ બંને પુસ્તકો બેસ્ટ સેલર. વધારા નો સમય સેવા કર્યો માં ફાળો આપું છું.....એ બધી વાત ખરી નથી. આ તો શું કે યુથ અચીવર્સ સીરીઝ વચ્ચે વાચકો ને ઝાટકો ન લાગે એટલે જરાક ટેકો આપ્યો. બાકી તો આખું આર્ટીકલ આપવા જેવું કઈ ખાસ છે નહિ.

ગણિત વિષય માં સ્નાતક થયા પછી અત્યારે એક સરકારી કચેરી માં ક્લાર્ક છું સાથે એક ખુશહાલ પત્ની અને માતા. મને વાંચવાનો શોખ મારા પિતા તરફથી વારસા માં મળ્યો છે. અને બાળપણમાં રમકડા થી વધુ પુસ્તકો મળ્યા. બાળવાર્તા ઓ મન પર છવાતી ગઈ. અને વ્યસન જામતું ગયું. એક પછી એક વાર્તા વંચાતી ગઈ અને એ વધુ મોટી અને વધુ પરિપક્વ બનતી ગઈ. બાળવાર્તાઓ નું સ્થાન ફિકસને લીધું અને ગીજુભાઈ બધેકા નું હરકિશન મહેતા એ. વેલ આ તો શરૂઆત હતી. પછી વાંચન વિશાળ થતું ગયું. અને સાથે વિચારો પણ. ધીરે ધીરે વાંચન નું રૂપાંતર વિચારો અને અભિવ્યક્તિ માં થતું ગયું . તર્ક પોતાની જગ્યા બનાવતો ગયો.અને લખવાનું શરૂ થયું. અને હું ગુજરાતી ની ટીમ માં આવવા ની તક મળી.

વાંચવું અને લખવું એ બહુ ગૂંથાયલુ કામ છે. નવા નવા વિચારો જનરેટ થાય અને અભિવ્યક્ત થાય. વેલ વાંચન ગણું શીખવતું હોય એવું આપણે લાગે. પણ અનુભવ વિનાની શીખ પાંગળી છે. એક ન દેખાતો પણ છતાં જબરો શિક્ષક જીવન છે. અનુભવ બોધપાઠ સીધો તૈયાર કરી ને હાથ માં ન પકડાવે પણ અંદર થી પેદા કરે. એટલે સીધી ભેજા માં ઉતરે કારણકે એ આપણી મહેનત ની,પીડાની કે મંથન માંથી જન્મેલી હોય. જયારે પુસ્તક ની શીખ શો રૂમ માં સીધા રેડી માલ જેવી હોય. વાપરીએ તો ઠીક નહીતો કઈ નહિ. પણ આવો રેડી માલ ઘર માં ભરેલા અનાજ ને મસાલા જેવો હોય. એની ખપત તો થવાની જ છે. જયારે ભૂખ લાગે ત્યારે આપણે ગંગા ન થવું પડે પેલું વાંચેલું સ્ટોક માં પડયું હોય એને વાપરો ને જમી લો. મતલબ કે ખપ માં લાગે. પણ અહિયાં હજુ એક ખૂટતી કડી છે. તૈયાર માલ સ્ટોર કરવો અને રસોઈ બનાવવી. વાંચેલું હોય તેમાંથી ઉપયોગી હોય એ મગજ માં સાચવવું પડે. આજુબાજુ ખોટા વિચારો, નકામા કચરા જેવી વાતો, ખટપટો, અને નકારાત્મક બેક્ટેરિયા, વાયરસો ને ફૂગ જેવા સુક્ષ્મ જીવો ફરતા જ હોય. એલોકો આ વાંચન ના ફ્રેશ ઉત્તમ વિચારો, માહિતીઓ અને આઈડીયાઝ ને બગાડી ન નાખે એટલી સફાઈ પણ રાખવી પડે. અને બહુ વાંચીએ અને બહુ યાદ રાખીએ પણ સમય આવે ત્યારે એને કનેક્ટ ન કરી શકીએ, ઉપયોગ માં ન લઈ શકીએ તો પાછું ઘઉં ના પીપ ભર્યા હોય પણ રોટલી કરતા ન આવડતી હોય એવું કામકાજ થાય. એટલે વાંચન એ એક ટાઈમપાસ નહિ પણ આખી પ્રોસેસ છે. અને એનો આસ્વાદ લેવો મને બહુ પસંદ છે.

મારા એવા પણ મિત્રો છે જેમને વાંચન પસંદ નથી. છતાં પણ તેઓ ટકોરાબંધ તૈયાર છે. એન્સૈક્લોપેડિયા ને હાથ નથી લગાડયો ક્યારેય પણ ગામ માં કઈ વસ્તુ ક્યાંથી મળશે, કેટલા રૂપિયામાં મળશે, કયો દુકાનદાર સારો, કયો માણસ કેટલામાં છે, અને ટોપ ઓફ ઓલ ખુશ કેમ રહેવું એ બધું એમના ડીફોલ્ટ સેટિંગ માં હોય છે. આવા લોકો જીંદગી ના વિદ્યાર્થીઓ હોય છે. અને સારૂં એવું રખડેલ હોય છે. આવા લોકો ને ગુરૂત્વાકર્ષણ બળ નો ફોર્મ્યુલા ખબર નથી હોતી પણ દરેક વસ્તુ પૃથ્વી તરફ આકર્ષાય છે એ વસ્તુ થી સુપેરે વાકેફ હોય છે અને કેટલાક તો તેનો ઉપયોગ પણ કરી જાણે છે. આ થઈ સિક્કા ની બીજી બાજુ. ખેર પણ વાંચન ની મજા કે મુલ્ય તો આનાથી જરાય ઘટ્‌યા નહિ.

વેલ વાંચન ને મારા વ્યક્તિત્વ અને લેખન ની ઈચ્છા સાથે સીધો સબંધ હતો એટલે આપણે આ વાત કરી. ચોપડીઓ ની બહાર હું ‘આમ આદમી’ જ છું અને તેમ હોવાનું મને ગૌરવ છે. ઘરકામ, પરિવાર, બાળક અને નોકરી વચ્ચે મારો ચીચુડો ચાલ્યા કરે છે. પણ જીવન એક સુખદ કો ઈન્સીડંસ ને કારણે વધુ આનંદ દાયક છે. એ યોગાનુયોગ એવો કે મારી અને મારા પતિ ની મોટા ભાગ ની ચોઈસ મળતી આવે. એટલે મારી આ પ્રવૃત્તિઓ વધુ સંઘર્ષ વિના ચાલતી રહી અને મારી હાર્દિક ઈચ્છા છે કે ફક્ત ચાલે જ નહિ પણ વિકસે. એક નાગરિક તરીકે અન્ય સામાન્ય લોકો ને જેમ પરિવાર અને અન્ય કર્યો માં ગુંથાયલા રહેવાને કારણે કોઈ ખાસ પ્રદાન નથી આપી શકતી. પણ શક્ય પ્રયત્ને ગંદકી માં વધારો ન કરવો, આપણે લાગુ પડતા વેરા બાબતે શક્ય તેટલી પ્રમાણિકતા દાખવવી, વોટીંગ કરતા પહેલા તટસ્થ રીતે બે વિચાર કરવો કે કોણ સત્તા માટે યોગ્ય રહેશે, આસ પાસ ના લોકો પ્રત્યે ઉમદા અભિગમ દાખવવો, જે નિયમો પ્રજાની સુરૂચિ અને સગવડ માં મદદરૂપ થાય છે તેમને ફોલો કરવા, તર્ક અને વિચાર પછી અમલ કરવા પ્રયત્ન કરવો, અને જયારે તક મળે ત્યારે સમાજ અને પર્યાવરણ ને થોડી મદદ કરવી એટલું કરવાનો મારો પ્રમાણિક પ્રયાસ રહે છે.

જેમ સમાજ કોઈ પણ વયજૂથ ના તમામ લોકો ની માફક હું પણ ફન લવિંગ છું. મુવીઝ જોવી, સુંદર સ્થળો ની મુલાકાત લેવી, સામાજિક ગેટ- ટુગેધર માં ભાગ લેવો અને તેમનું આયોજન કરવું, સંગીત સંભાળવું, કવિતાઓ કે ગઝલો વાંચવી, ક્રિકેટ મેચ જોવી અને તક મળે તો લાઈવ આ બધા નો લાભ લેવો મને પસંદ છે. પણ મને વ્યય કે દંભ પસંદ નથી. કારણકે વ્યય માત્ર વસ્તુ નો નહિ પણ કીમતી સમય અને શક્તિ ને પણ બેકાર રેલાવા દે છે આપણા એંઠવાડાઓ ની માફક. અને દંભ એ આત્મા ને કાટ લગાડે છે અંદરની ધાતુ ને એ જબરૂં નુકસાન કરી શકે. અને ફક્ત ભીડ નું પ્રાણી કે ટોળામાનું ઘેટું બની રહેવાની મારી કોઈ હાર્દિક ઈચ્છા નથી. સમૂહ કે સંપ મને પસંદ છે ભીડ કે ટોળા નહિ. પરિવાર કે દોસ્તો કે વૈચારિક સામ્યતા ધરાવતા લોકો સાથે સમય પસાર કરવાની મને મજા આવે પણ દરેક વખતે વૈચારિક કે અંગત નિર્ણયો બાબતે સ્વાતંત્ર્‌ય આપવું કે લેવું એ પણ મને પસંદ છે. બસ એક મોટા અવાજ નીચે ગામ, અણગમા કે અનિર્ણિત પરિસ્થિતિ માં ઢસેડાયા કરવું તો જરાય ન ગમે તે રીતે શક્ય પ્રયત્ને આવું હું પણ અન્યો સાથે ન કરૂં એ બાબતે સજાગ રહું છું.

આતો બધા વિચારો થયા. એને ને જીવન ની થોડું છેટું હોય છે. આમાંથી કેટલા અમલ માં મૂકી શકાય છે, જે નથી મૂકી શકતા એ માટે શું પ્રયાસ કરવા અને ન જ થાય ત્યારે કેમ કાબુ માં રહેવું એમાં આખું જીવન આવી જાય. હું તો આગળ કહ્યું એમ કોમન મેન છું. કોઈ સિદ્‌ધિ ઓ હાસલ નથી. નારીમાત્ર ની જેમ સંવેદનશીલ છું. જયારે દૈનિક કર્યો માંથી સમય ન મળે ત્યારે દુખ થાય. અન્ય વ્યક્તિઓના ગેરવર્તાવ થી પીડા પણ થાય. જયારે ઉપર જવાનું હોય ત્યારે ડર લાગે. અને સંઘર્ષ ની પરિસ્થિતિ સામે ઘણી વાર હથિયાર હેઠા પણ મૂકી દેવા પડે. અને તેર મણ નો પાણા જેવડો ઈગો તો ભેગો જ હોય. ચિનુ મોદી કહે છે તેમ

‘ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે .... થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી....’

પણ હા એક રહસ્ય એ પણ છે કે સંઘર્ષ કે તકલીફ શીખવે છે. ટાગોર સાહેબ કહેતા કે તકલીફો કે દુખ જો તમને ન મળી હોય તો તમારો જીવન નો પ્યાલો અધુરો છે. બસ દરેક તકલીફ માંથી શીખવાની અને એને સીડી નું પગથીયું બનાવવાની જરૂર હોય છે એવું મહાન લોકો કહે છે હું નહિ. હું તો ફરિયાદ કરૂં,ગુસ્સો કરૂં, અને પછી ભૂલી ને ફરીથી એક સૂર્યોદય જોઈને ખુશ થાઉં અને ફરી ચાલવા લાગુ.

બોલીસોફી

સિદ્ધાર્થ છાયા

“યે કહાં આ ગયે હમ? યું હી સાથ ચલતે ચલતે......”

૨૦૦૫થી ૨૦૦૯નો એ કપરોકાળ જેને હું સદા માટે ભૂલી ચુક્યો છું, પરંતુ આજે જયારે તમારી સમક્ષ દિલ ખોલવા બેઠોજ છું ત્યારે એ ખરાબ દિવસોને પણ યાદ કરવા જરૂરી છે. નિષ્ફળતાને ક્યારેય અવગણવી નહીં, ભલે ભૂતકાળનો ખરાબ સમય તમને દુઃખ આપે પરંતુ તેની જાતસાથે ચર્ચા જરૂર કરો, કારણે તે જ તમને સતત સફળતા મેળવવા માટે સતત જાગૃત રાખશે અને એટલેજ આજે મારૂં જીવન અને મારી ફિલોસોફી વિશે આપણે બોલીસોફીમાં દિલખોલીને વાતો કરશું.

લેખક બનીશ એવું સપનામાં પણ નહોતું વિચાર્યું. મારાં કોલેજકાળમાં પણ ઘણા યુવાન શાયરો હતા જે હાથ ખેંચીને પોતાની ગઝલ કે કવિતાઓ સંભળાવતા કે કેટલાંક ઈંડામાંથી ઉભરી રહેલા લેખકો પોતાની લઘુકથા સંભળાવવા રીક્વેસ્ટોની વણજાર લગાવતા. પણ તોયે લખવા પ્રત્યે કોઈજ લગાવ થયો નહીં. હા મિત્રો વચ્ચે કે પછી કૌટુંબિક સમારંભોમાં વાતચીત કરવાની રીતભાતને લીધે બધાં સલાહ જરૂર આપતાં કે તારામાં કોઈક સર્જનાત્મક કળા જરૂર છે, પણ કઈ છે એના વિશે કોઈજ કશો ફોડ પાડતું ન હતું અને આપણું એ તરફ ધ્યાન પણ નહોતું. ખૈર, કોલેજ પતી અને નોકરી ચાલુ થઈ. નોકરીઓ બદલે રાખી અને છેવટે ઈમ્પોર્ટ-એક્સપોર્‌ટની કન્સલ્ટન્સી શરૂ કરી. નાગર બચ્ચાને ધંધો કરતાં ન આવે એ ખબર હોવા છતાં ધંધો કર્યો અને ઊંંધેકાંધ પછડાયો અને એ નિષ્ફળતાનો પડછાયો ચાર વર્ષ લગાતાર મારી પાછળ પાછળ ફરતો રહ્યો. એક જાણીતા સંબંધી કોમ્પ્યુટર કલાસીસ શરૂ કરવા જઈ રહ્યા હતા, તેમને એક મેનેજરની જરૂર હતી. ઘરમાં નવરા બેઠાં નખ્ખોદ વાળવું એના કરતાં કોઈ પ્રવૃત્તિ કરવી એમ નક્કી કર્યું.

૨૦૧૨ના શ્રાવણ માસમાં તહેવારોને લીધે ક્લાસમાં આવનજાવન ઓછી હતી અને સાવ ફ્રી બેઠો હતો. એ દિવસ નાગપંચમીનો હતો. કામ ન હોવાથી શું કરૂં શું કરૂં? એમ વિચારતાં ફેસબુક પર કોઈકનો બ્લોગ વાંચ્યો. અને એ જોતાંજ એક વિચાર સ્ફૂર્યો કે ચાલો આપણે પણ કઈક લખીએ. તરતજ એક બ્લોગીંગ સાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું અને નાગપંચમી પર લગભગ ૫૦૦ થી ૬૦૦ શબ્દોમાં જેવું આવડયું એવું લખી નાખ્યું અને ફેસબુક પર શેર પણ કર્યું. એ સમયે ફેસબુક પર મિત્રોની સંખ્યા ખુબ ઓછી હતી, પરંતુ જેટલાએ વાચ્યું એ તમામે વખાણ્‌યું અને અમુકે તો સલાહ પણ આપી કે વધુ લખો! બસ આ એક ઘટનાએ વધુને વધુ લખવા માટે ઈજન પૂરૂં પાડયું અને ‘સાહેબ’ રેગ્યુલર બ્લોગ લખતા થઈ ગયાં. ત્યારબાદ મિત્ર ભૂષણ છાયાની સલાહથી પ્રોફેશનલ બનીને ખુદનું ડોમેઈન પણ બુક કર્યું. બસ આમજ બ્લોગ લખતાં અને ફેસબુક પર રેગ્યુલર શેર કરતાં કરતાં એકવાર મારા બ્લોગ પર આપણા લોકપ્રિય લેખક શ્રી. જય વસાવડાની નજર પડી અને સચિન તેંદુલકર પર મારા એક ઈંગ્લીશ બ્લોગ વિશે તેમણે જાહેરમાં ભરપૂર વખાણ કર્યા! થોડાં દિવસો બાદ અમ્પાયર સાયમન ટાઉફેલ પરના એક અન્ય બ્લોગને શ્રી ધૈવત ત્રિવેદીએ ગુજરાતના કોઈપણ છાપામાં છપાઈ શકે એવો લેખ કહીને તેને શુભેચ્છાઓ આપી. બસ, પછીતો વાચકો પણ વધ્યા અને બ્લોગીંગ વધુને વધુ થવા લાગ્યું. આ બંને મહાનુભાવોએ ૨૦૧૨માં ગુજરાત ગાર્ડિયન માટે અમુક ફ્રેશ લેખકો શોધી રહેલા જાણીતા લેખક અને કોલમિસ્ટ શ્રી આશુ પટેલને મારૂં નામ સજેસ્ટ કર્યું. ૨૧મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે ગુજરાત ગાર્ડિયનમાં મારી કોલમ ‘એડવાન્સ બુકિંગ’ શરૂ થઈ જે આજસુધી અવિરત જારી છે.

આ જ ધૈવત ત્રિવેદીએ વળી બીજી કિક મારી. એમની સુવિખ્યાત નવલકથા, ‘લાઈટ હાઉસ’ના ઉદ્‌ઘાટન પ્રસંગે તેમણે મારે પણ નવલકથા લખવી જોઈએ એમ કીધું, અને બીજે જ દિવસે મનમાં કેટલાય મહિનાઓથી ચાલી રહેલા એક પ્લોટને નવલકથારૂપે આકાર આપવાનું નક્કી કર્યું. અહીં મારા સંબંધના તાર જોડાયા ગુજરાતી પ્રાઈડ સાથે. નવલકથા લખાયા બાદ તેને પ્રિન્ટ કરાવવા માટે મારેલા હાથ-પગ જયારે થાકી જવા લાગ્યા ત્યારે ગુજરાતી પ્રાઈડ અને શ્રી. મહેન્દ્ર શર્માએ મારો હાથ પકડયો અને વિનામૂલ્યે મારી પ્રથમ નવલકથા, ‘શાંતનું’ને ઈબુક તરીકે પ્રકાશિત કરી આપી. આજે એક વર્ષ બાદ શાંતનુંના લગભગ ૧૭૦૦ થી પણ વધુ ડાઉનલોડઝ થઈ ચુક્યા છે અને રોજેરોજ કેટલાય અજાણ્‌યા વાચકો શુભેચ્છાઓ આપતાં રહે છે.

આ સંબંધ રંગ લાવ્યો ‘શાંતનું’ના લોકાર્પણ પછી, જયારે મહેન્દ્રભાઈએ મારી સમક્ષ એક મોબાઈલ ઈ-મેગેઝીનનો ન ભૂતો ન ભવિષ્યતિ પ્રકારનો આઈડિયા શેર કર્યો અને નવા પરંતુ ઘોર ટેલેન્ટેડ લેખકો તેમજ લેખિકાઓની શોધ શરૂ થઈ. અમુક તો મિત્રો હતા અને તેમના લખાણ પ્રત્યે મને ખુબ માન હતુંજ એટલે તેઓ મારી એક હાકલે જોડાઈ ગયાં અને અમુક એમના સંબંધો થકી મળ્યાં અને આ રીતે બની અમારી ૧૧ થી ૧૨ લેખકોની એક મજબુત ટીમ જેને અમે નામ આપ્યું ‘હું ગુજરાતી’. શરૂઆતમાં માસિક અને હવે પાક્ષિક થઈ ચુકેલા આ મેગેઝીનને તમે કાયમ વાંચોજ છો એટલે મારે તમને વધુ કશું કહેવાની જરૂર લાગતી નથી, રાઈટ? પણ એક વાત હું જરૂર કહીશ અમારી આ હું ગુજરાતીની ટીમના એક એક હીરાઓ પ્રત્યે મને ખુબજ માન છે, અને જેમ હું તેમના લખાણ સાથે કોઈજ સમાધાન નથી કરતો તેમ તેઓ ખુદ પણ દર અંકમાં પોતાના લખાણને વધુને વધુ ધાર આપતાં જાય છે.

આપણી આ કોલમ પહેલાં ૧૫ અંક સુધી ‘બોલીવૂડ બઝ’ના નામે ઓળખાતી હતી, પરંતુ જયારે કોઈ વસ્તુ એક ઘરેડમાં બેસી જાય છે ત્યારે લેખક અને વાચક બંનેને કંટાળો આવતો હોય છે. ઉપરાંત, હિન્દી ફિલ્મોને માત્ર મનોરંજનના સાધન તરીકે ગણાય છે અને સમાજમાં ફેલાયેલી અમુક બદીઓ ને બોલીવૂડ ફિલ્મો સાથે તરતજ સાંકળી દેવામાં આવે છે. આથી હિન્દી ફિલ્મોમાં માત્ર મનોરંજન જ નહીં પરંતુ કોઈ મોટો સંદેશ પણ સમાયો છે એ સાબિત કરવા આપણે આ કોલમનું પ્રારૂપ બદલ્યું છે.

આશા છે આપણે બધાંજ ત્રીજી તારીખે બપોરે ૩ થી ૪માં અમદાવાદના યુનિવર્સીટી કન્વેન્શનલ હોલમાં પુસ્તક મેળામાં જરૂર મળીશું અને હું ગુજરાતીની આખી ટીમ સાથે વિગતે ચર્ચા કરીશું. તો મળીએ? રવિવારે?

લઘરી વાતો

વ્યવસ્થિત લઘરવઘર અમદાવાદી

હું વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી, જાતેપોતે!

આ લેખ નું ટાઈટલ બહુ વિચાર્યું પછી લાગ્યું કે સાલું વિચારી ને લખવું તો ‘’લઘરી વાતો ક્યાંથી કેહવાય એ તો અઘરી વાતો થઈ જાય . આમાંથી ઘણા વાચકો મને સાચા નામ થી ઓળખે છે ઘણા નથી પણ ઓળખતા તો સભ્યતા પૂર્વક મારો પરિચય આપી દઉં? મારૂં સાચું નામ છે ભીષ્મક પંડિત, ઉ.વ. ૩૦ , ધર્મ :હિંદુ , વ્યવસાય : વકીલાત. આ શું રોજ લોકો નાં સોગંદનામા લખવાની આદત પડી ગઈ એટલે ઉમર અને ધર્મ લેખક તરીકે ની કોઈ જરૂરિયાત નાં હોય તોય લખી દેવાય છે . આમ તો રમુજી સ્વભાવ મને વારસાઈ માં મળ્યો છે સ્ટેજ નાટકો વગેરે વગેરે કોલેજ કાળ માં કરતા કરતા થોડી ઘણી લખાણ માં પણ ફાવટ આવી ગઈ. પછી આવ્યું સોશિયલ મીડિયા જેમાં ‘’ઓરકુટ’’ કરીને એક સોશિયલ સાઈટ હતી, જેમાં મેં એકાઉન્ટ ખોલી ‘’લઘર વઘર અમદાવાદી ‘’ નાં તખલ્લુસ નો ઉપયોગ કરી લખવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે લખાણ માં ફાવટ આવી ગઈ અને લોકો ને લખાણ ગમવા પણ લાગ્યું . જો કે એવું મને લાગતું કે મિત્રો ને મારૂં લખાણ ગમે છે , પછી ધીમે ધીમે ઓરકૂટ નો ઉભરો શમતો ગયો અને મારો લખવાનો ઉભરો પણ શમતો ગયો કેમકે હવે હું પરણી ગયો હતો હવે ઓરકુટ પર ધમાલ મસ્તી ભર્યા લખાણ નો સમય બહુ ઓછો મળતો હતો.

ફરી વાર ફેસબુક પર લખવાનું શરૂ કર્યું હવે પરણી ને સાવ ‘’લઘર વઘર અમદાવાદી ‘’ માંથી થોડો વ્યવસ્થિત થઈ ગયો હતો એટલે નામ માં પત્ની દ્રારા આપવામાં આવેલી વ્યવસ્થિતતાને આગળ લગાવી દીધી અને તખલ્લુસ થઈ ગયું ‘’વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી ‘’. ફેસબુક પરથી તંત્રી શ્રી સિદ્ધાર્થ છાયા અને મહેન્દ્ર શર્મા નાં સંપર્ક માં આવ્યો તેમણે મારા લખાણો ને યોગય એવી કોલમ મને હું ગુજરાતી મોબાઈલ મેગેઝીનમાં ઓફર કરી અને ત્યારથી હું ગુજરાતી માં લઘરી વાતો લખતો થયો . લઘરી વાતો આ નામ નાં શોધક પણ સિદ્ધાર્થ ભાઈ અને મહેન્દ્ર ભાઈ જ છે. પહેલા તો પોતાના પર વિશ્વાસ નહતો કે હું આ લેખો લખી શકીશ અને લખીશ તો કોણ વાંચશે? પણ હું ગુજરાતી માં લખાણ માં એકદમ સ્વતંત્રતા આપવામાં આવી અને ઘણો સપોર્ટ કરવામાં આવ્યો અને હસતા હસતા લખતા લખતા આજે અંક - ૨૦ માં પોતાના વિષે જ લખવાનો મોકો મળી ગયો. મારો લેખક તરીકે નો પ્રયત્ન લોકો ની જીદગી માં મુખ પર એક નાનકડું સ્મિત લાવવાનો છે એનાથી વધુ કશો જ પ્રયત્ન નથી, જેમાં આપનો વાચકો નો પણ ઘણો સહયોગ મળ્યો છે. તો આ વખતે બહુ લાબું લખાણ નાં લખતા અહી જ વિરમું છું, નહિતો તમે પાછા એમ કેહશો કે જોયું? પોતાના વિષે લખવાનું હતું તો કેટલું લાબું લખ્યું અને ટુકું લખું તો કેહ્‌શો કે લખવા માટે કઈ નહિ હોય. એટલે મધ્મયમ લખાણ પર આ વખત નો મારો પરિચય આપતો લેખ પૂરો નવા લેખો શાતે મળતા રહીશું સાથે હસતા રહીશું.

તો રખે ને વાંચવાનું ચુકતા ‘’ હું ગુજરાતી’’

લી - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

ભલે પધાર્યા

અધીર અને બધીર અમદાવાદી

૦૪-૦૪-૨૦૧૫, આધીર-બધિર અમદાવાદી સંચાલિત ફેસબુક પર લાઈવ સવાલજવાબ દરમિયાન દોઢ કલાકમાં પુછાયેલા દોઢસો કરતા વધારે સવાલોમાંથી સિલેક્ટેડ સવાલો અને તેના ઈન્સ્ટન્ટ અપાયેલા જવાબો.

Anju Vyas :

પ્રશ્ન : ગધેડો વાત વાતમાં લાત કેમ મારે છે ?

જવાબઃ તમે ગધેડાને વાત કરતા ક્યારે જોયો ?

Prerana Shah

પ્રશ્નઃ તમે ઘરવાળી પાસે બધીર ને બહારવાળી પાસે અધીર હે ને ? સાચું કહો!!

જવાબઃ હાઈલા તમે મારી પાછળ જાસુસ મુક્યા છે કે શું ?

Chintan Shah
પ્રશ્ન : જો ઘડિયાળ માં કાંટા ન હોત તો ?

જવાબઃ તો એ ડીજીટલ ઘડિયાળ કહેવાત


Lokesh Mistry:

પ્રશ્નઃ ઝ્રૈંડ્ઢ ક્યારે બંધ થશે ??

જવાબઃ જયારે સેટમેક્સ પર સૂર્યવંશમ બંધ થશે ત્યારે ...

EktaBiren Shah:

પ્રશ્ન : જો તમને મંગળ ગ્રહ પર જવા “દ્ગછજીછ” સ્પોન્સર કરે તો ત્યાં જઈને તમે શું કરશો ??

જવાબઃ ગરબા, બીજું શું ?

NareMRee

રા.ગા ને એકે.૪૯ માટે ૧-૧ મગ જોઈએ છે, માટે મને વિજેતા બનાવવો.

જવાબઃ એ બંને માટે ડાલડાનું ડબલું મળે! એ પણ વાયર લગાડેલું ...

Dharmesh Ram:

પ્રશ્નઃ અધીરભાઈ તમને અત્યારે દિલ્હીથી કોલ આવે અને એમ કહે કે અત્યારથી તમે ઈન્ડિયાના પી.એમ; તો સૌથી પહેલા તમે શું કરો ??

જવાબઃ ફેસબુકમાંથી લોગ આઉટ

Chintan Shah

પ્રશ્નઃ આઈસ્ક્રીમના ભજીયા અમદાવાદમાં ક્યાં મળે?

જવાબઃ ગુગલ પર

Jagdish Bhimbha

પ્રશ્નઃ કોંટેસ્ટ જીતવા માટે કઈ સેટિંગ થાય એવું છે? એક તો કડકાઈ છે, અને બૈરૂં જીદ કરે છે...

જવાબઃ બૈરાને કહો કે તું વધારે હોંશિયાર છે, તું જ પ્રશ્ન પૂછ.

Rasesh Joshi

પ્રશ્નઃ તમને સન્ની લીયોની રાખડી બાંધવા આવે તો તમે શું કરો?

જવાબઃ આટલા બધાએ જે કરવા જેવું હતું એ કર્યું છે, હવે મારે શું કરવાનું હોય ...

Mitesh Pathak

પ્રશ્નઃ નમસ્તે ભાયું ને આ નાગર લોકોના નામ આવાં લઘ્‌રમચંદ્રધમણ ભ્રમણવિભોર જેવાં રાખો?

જવાબઃ નાગરો અઘરા હોય છે

Er. Atik Mania

પ્રશ્નઃ રાહુલ ગાંધી નાઈજેરિયન સાથે વિવાહ કરે તો શું તે કોંગ્રેસ પ્રમુખ બની શકે? હા તો તેની ખાતરી કોણ આપશે અધીર કે બધિર અમદાવાદી ??

જવાબઃ પ્રમુખનું ખબર નહિ, આજકાલ મામુ બહુ બને છે ! એની ખાતરી અમે નહીં રાહુલ ના દિગ્ગીમામા જ આપી શકે.

Chintan Shah

પ્રશ્નઃ આ મગમાં નીચે તળિયું તો છે ને ??

જવાબઃ ભાઈ આ મગ છે, સ્ત્રીના પગની પાની નથી

Amisha Prajapati
પ્રશ્નઃ દશેરામાં ફાફડા જલેબી ખાવાની પ્રથા કેમ પડી ??

જવાબઃ રાજાના સાળાની ફાફડા જલેબીની દુકાન ચાલતી નહોતી એટલે

Suresh Trivedi

પ્રશ્નઃ જો સરકાર ગધેડા અને વાંદરના પ્રોફાઈલ પિક્ચર રાખવા પર પ્રતિબંધ લાવે તો ?

જવાબઃ સરકારને આવો આઈડિયા આપવા માટે અમે તમાર ઘર સામે ઉપવાસ ઉપર ઉતરીએ

Hardik Vyas

પ્રશ્નઃ સીન્યોરીટા અને સીન્યોરીટી કાંઈ સગા થાય?

જવાબઃ બેઉ એકબીજાના સીનીયર થાય

Arjav Parikh

પ્રશ્નઃ શુ લેસ બાંધવાની ટોટલ કેટલી રીત છે ?

જવાબઃ ૧) જાતે બાંધવાની ૨) મમ્મી બાંધે ૩) પપ્પા બાંધે ૪) પત્ની ન બાંધે

Jigar Thakkar

પ્રશ્નઃ ભાઈ પત્નીથી બચવા નો કોઈ ઉપાય હોઈ તો કહો ... - દુઃખી ત્રસ્ત પતી

જવાબઃ માઊંંટેન ડયુ ટ્રાય કર્યું ?? ડર કે આગે જીત હૈ !!

Manish Patel

પ્રશ્નઃ બોલે એના બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ આ બેમાં સાચું કયું??

જવાબઃ માર્કેટિંગમાં હોવ તો ‘બોલે એના બોર વેચાય’ અને પોલીસે પકડયા હોય અને રિમાન્ડ પર લીધા હોય તો ‘ન બોલ્યા માં નવ ગુણ.’

Alka Suchak Vyas

પ્રશ્નઃ લેંઘાના નાડાને ઈન્ગલીશમાં શું કહે?

જવાબઃ: NADA


Kamlesh Thakkar

પ્રશ્નઃ મને પાપના પંથે જતાં અધવચથી...... આમાં અધવચથી કેમ શરૂઆતથી પાછો વાળજો એમ કવિ કેમ નહી કહેતા હોય?

જવાબઃ ચાલવાનું શરૂ કરે પછી ખબર પડે ને કે પાર્ટી ક્યાં જાય છે! પેલો ટોયલેટ જવા ચાલી નિકળ્યો હોય અને મહારાજ રોકે એ નકામુ ને!

Ajit Patel

પ્રશ્નઃ અમદાવાદ માં ગર્લફ્રેન્ડ ઓછા ખર્ચે ફેરવી શકાય એવો વિસ્તાર કયો ?

જવાબઃ ૧) વિચાર વિસ્તાર ૨) જલારામ મંદિર - ફૂડ ફ્રી!

Jignesh Dhameliya

પ્રશ્નઃ હવે બી ફોર યુ મૂવી વાળા “નો એન્ટ્રી “લઈને પાછળ પડી ગયા છે, એનું શું કરવું ?

જવાબઃ દોડાઈ દોડાઈને થકવી નાખો બીજું શું ?

Vivek Rabara

પ્રશ્નઃ બારમાસીના નામ જણાવશો પ્લીઝ.

જવાબઃ મારે ચાર માસી જ છે.

Himmat Chhayani

પ્રશ્નઃ કુંભાર ભગતે પોતાના ધંધા માટે ‘ગદ્ધા’ની જ પસંદગી કેમ કયરી ?

જવાબઃ તમને ગધેડાની ઈર્ષ્યા આવે છે ?

B R Dafda

પ્રશ્નઃ જો લગ્ન પત્રિકા માં કન્યા ના નામ આગળ સુ. (કન્યા) લગાવાય છે તો વરના નામની આગળ સુ. લગાવી શકાય ??

જવાબઃ હા, ઘણાના લક્ષણ એવા હોય છે કે લગાડવું જ જોઈએ.

Niraj Patel

પ્રશ્નઃ સેટ્‌મેક્ષમાં ચાલતા સૂર્યવંશમના ત્રાસ થી કઈ રીતે બચવું??

જવાબઃ બીજી કોઈ ચેનલ પર રા.વન કે હેપી ન્યુ યર જેવું કોઈ બકવાસ પિક્ચર શોધી કાઢવું મળશે જ.

Dhruv Mahant

પ્રશ્નઃ એક અમદાવાદીનો સૌથી ેંદ્ગૈંઊેંઈ ગૂણ ક્યો?

જવાબઃ ઊેંઈેંઈ માં ઝાઝું ન ઉભો રહી શકે એટલો ેંદ્ગૈંઊેંઈ હોય એ અમદાવાદી

Nimesh kumar Hathodabadi

પ્રશ્નઃ હસતા હસતા રળવુ આવે એવા સમયે શું શું કરવુ?

જવાબઃ ધ્રૂસકેને ધ્રૂસકે હસવું!

Nishant Patil :

પ્રશ્નઃ તમે બંને કજિન છો ?? (ડી.પી પરથી સગભાઈ નથી લગતા)

જવાબઃ અટક ભાઈ

Sameer Vaja

પ્રશ્ન : if vampire n zombie bite each other, then vampire turns in to zombie or zombie turns into vampire?

જવાબ : That will be decided by third umpire!


Dhaval Sheth

પ્રશ્નઃ છોકરી એ તડકા થી બચવા ઓઢાડેલો દુપટ્ટો અને ઢાંકેલું ખાવાનું આ બને ની વચ્ચે શું અંતર છે ?

જવાબઃ છોકરી ઢાંકેલા ખાવાનાથી જેટલા કિમી દુર હોય એટલું અંતર.

જવાબઃ ખાવાના પર બેઠેલી માખીની કોઈ ઈર્ષા નહિ કરે!

Anju Vyas

પ્રશ્નઃ તમે શાહરૂખ ને જમરૂખ કેમ કહોછો ? (શાહ એટલે રાજા અને રૂખ એટલે ચહેરો- તો જમરૂખનો શો અર્થ કરશો?

જવાબઃ યમરાજ જેવો ચહેરો - જમ-રૂખ!

Neel Shah

પ્રશ્નઃ જે સવાલ લાજવાબ હોય એના જવાબ ને શું કહેવાય?

જવાબઃ લાજવાબ જવાબ!

Ekta Biren Shah

પ્રશ્નઃ ખાધા પછી ભૂખ નથી લાગતી, પાણી પીધા પછી તરસ નથી લાગતી, સૂઈ ગયા પછી ઊંંઘ નથી આવતી અને તમારા જવાબ વાંચ્યા પછી મગજ નથી ચાલતું..તમને શું લાગે છે આ કઈ બીમારી હશે ??

જવાબઃ તમારા પગમાં માઈગ્રેઈન છે !

Jasmine Bhimani

પ્રશ્નઃ હનુમાનજીના જનમ તારીખનો દાખલો કયા છે?

જવાબઃ એ માટે અંજનેરી (નાસિક પાસે) મુન્સીટાપલીના જનમ મરણ નોંધણી વિભાગમાં પૂછપરછ કરવી

જવાબઃ આ શ્રદ્ધાનો વિષય છે એમાં પુરાવાની શી જરૂર ?

Nishant Patil

પ્રશ્નઃ રાહુલ ગાંધીના ગુરૂ બનવાનો મોકો મળે તો ??

જવાબઃ એમના અગાઉના ગુરૂઓ સાથે આગ્રાની હોસ્પિટલમાં જવાનો મોકો પણ મળે!

Pankaj Pandya

પ્રશ્નઃ મગનું નામ મરી, તો પગનું નામ પરી પડાય? અને પાડીએ તો ઉડી શકાય?

જવાબઃ ચાંગા નું નામ ટાંગા પાડો તો એ ચાલવા ના માંડે!

MaitreyTrivedi

પ્રશ્નઃ દિવાળે એ દીકરા! ને ધણી નો કોઈ ધણી નથી !! એવી રીતે ભાર્યા ને ભગીની માટે શું સાચું?

જવાબઃ ભર્યા-ભગીની એ જીવીને બતાવે છે - એમના માટે કહેવતો બનાવવી પડતી નથી!

Nirav Suthar

પ્રશ્નઃ અનુષ્કા શર્મા વુમેન ક્રિકેટ ટીમ ની કેપ્ટન થાય તો વિરાટ નું શું થાય ?

જવાબઃ વિરાટ કોહલી વિમેન્સ ક્રિકેટમાં અમ્પાયરિંગ કરી શકે.

Biren Shah

પ્રશ્નઃ જો રજનીકાંત ગુજરાતી હોત તો ??

જવાબઃ ચોયણો ઢીંચણ સુધી ઉંચો ચઢાવતો હોત!

Ashit Amrania

પ્રશ્નઃ છોકરી પટાવા શું કરવાનું ભાઈ ??

જવાબઃ પ્રયત્નો!

Dilip Dalsania

પ્રશ્નઃ મને કેટલીવાર પ્રેમ થયો છે અને બધીવાર માં સાચો થયો છે આવું કેમ ??

જવાબઃ છોકરીઓ અંતર્યામી છે - ખાસ કરીને તમને મળી એ બધી!

Gopal Italia Patel

પ્રશ્નઃ બસ ઉભી રહે એ બસ સ્ટોપ, રીક્ષા ઉભી રહે એ રીક્ષા સ્ટેન્ડ, વિમાન ઉભા રહે એ એરોડરામ, ટ્રેન ઉભી રહે એ રેલવે સ્ટેશન, પણ જ્યાં કોઈ ના ઉભું રહે તે????

જવાબઃ નોન-સ્ટોપ

Sanjay Bharwad

પ્રશ્નઃ નરેશ કનોડિયા સાઉથનો હોત તો એનો ડાયલોગ શું હોત ?

જવાબઃ યેન્ના બકા