Chapter-9
KIDNAPE
(આગળના પ્રકરણમાં આપણે જોયું કે વિવેક ડૉક્ટર શૌર્ય સાથે મળીને સોફિયાને ડરાવવા જોકરનું કારસ્તાન રચે છે. વિવેક સોફિયાને જોકરના પાત્રથી ડરાવીને તેની જોડે લગ્ન કરી લે છે. આમ તે શયાન અને અલીફાનો બદલો લઇ લે છે. રોહન શયાનને આ વાત જણાવે છે અને ડીલ કરે છે કે હવે એ બંને એકબીજાના રસ્તામાં નહિ આવે. હવે શું થાય છે એ જાણવા આગળ વાંચો.)
***
રોહન કહ્યા મુજબ શયાનના હાથમાં સોફિયા અને વિવેકના લગ્નની કંકોત્રી આપે છે અને શયાન પૂતળાની માફક કંકોત્રી જોઈ રહે છે. શયાન સોફિયાને મળવાનો પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ રહે છે.
"શયાન હવે હું સંપૂર્ણપણે વિવેકને સમર્પિત છું મહેરબાની કરીને મારાથી દૂર રહેજે." (સોફિયા)
વિવેક અને સોફિયાના લગ્ન ધૂમધામથી થઈ પણ જાય છે અને શયાન કંઈ કરી શકતો નથી.
***
(૧ વર્ષ પછી...)
સોફિયાના લગ્ન પછી શયાન એકદમ શાંત થઈ ગયો હતો અને એની પોતાની લાઈફમાં મસ્ત હતો. દિવસે દિવસે અલીફા અને શયાનના બોન્ડિંગ વધતા જતા હતા. એવું લાગતું હતું કે શયાન સોફિયાને ભૂલી ચુક્યો છે અને એણે નવા જીવનની શરૂઆત કરી લીઘી છે. પણ શયાનની શાંતિભંગ કરવા માટે રોહન વાવાઝોડા સમાન ન્યૂઝ લઈને આવ્યો હતો.
(રોહન શયાનના ઘરે મળવા જાય છે.)
"Oh dear friend, કેમ છે?" (રોહન)
"હું તો ઠીક છું પણ તું અહીં કેમ આવ્યો છે?" (શયાન)
"don't worry. હું તારા પાસે કોઈ મુવીની સ્ક્રિપ્ટ લેવા નથી આવ્યો પણ એક જબરદસ્ત ન્યૂઝ લઈને આવ્યો છું. (રોહન)
"હવે ન્યૂઝ સંભળાવીશ કે નહિ?" (શયાન)
"હા જરૂર થી અને આ ન્યૂઝ તો ફ્રિ ઓફ કોસ્ટ છે." (રોહન ફરી એક વાર શયાનની મજાક ઉડાવે છે.)
(શયાન મૌન રહે છે.)
"શયાન તું મામા બની ગયો છે. વિવેક અને સોફિયાને છોકરો થયો છે." (રોહન)
"હમમમ..." (હતાશા સાથે શયાન બોલ્યો.)
***
"બુક ઓફ ડૅથ" નું એક બીજું પણ રહસ્ય હતું કે જ્યાં સુધી વિવેક અને સોફિયાનું સંતાન 5 વર્ષ નું ન થાય ત્યાં સુધી બુક નો હકદાર વિવેક ન બની શકે.
(સાડા ૩ વર્ષ પછી...)
"ઇંતજારની ઘડીઓ ખતમ થઈ." (અલીફા)
"હા અલીફા હા." (શયાન)
આજના દિવસે સોફિયા અને વિવેકના સંતાન પ્રીત ને કિડનેપ કરવાનો હતો. જયારે પ્રીત સ્કૂલથી ઘરે જવા માટે સ્કુલ વાનની રાહ જોતો હતો તે દરમ્યાન ચાલાકીથી પ્રીત ને ગાડીમાં બેસાડીને બેહોશ કરી લીધો.
પ્રીતના કિડનેપના 12 કલાક પછી વિવેકને અજાણ્યા નંબર પરથી ફોન આવે છે.
"Hello... કોણ?" (વિવેક)
"હા...હા...હા..., ડરો મત મૈં તુમ્હેં સિર્ફ માર હી ડાલુંગા." (શયાન)
"કોણ બોલે છે?" (ગભરાતા વિવેકે પૂછ્યું.)
"તારી જીવતી જાગતી મોત તને પુકારી રહી છે." (શયાન)
"તું બોલે છે કોણ પણ?" (વિવેક)
"તારો બાપ." (શયાન)
"તું ચૂપ-ચાપ મારી વાત સાંભળ. તને એક મેઈલ આવશે." (શયાન)
ફોન કટ થયા પછી વિવેક એના મેઈલ ચેક કરે છે. તો મેરા નામ જોકરના નામથી એક મેઈલ આવેલો હોઈ છે. મેઈલ ખોલીને વિવેક જુએ છે તો એક જગ્યાનું એડ્રેસ અને પહોંચવાનો સમય હોય છે. એના સાથે ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપેલી હોય છે કે જો તે કાંઈ પણ હોંશિયારી કરી તો પ્રીતને ફરી કયારેય પણ જોઈ શકીશ નહિ. વિવેક પણ પ્રીતને લઈને કોઈ રિસ્ક લેવા માંગતો ન હતો. વિવેક આપેલા એડ્રેસ પર ચોક્કસ સમયે પહોંચી જાય છે. એક બંધ ગોડાઉનની બહાર વિવેક ઉભો હોય છે અને એટલામાં ગોડાઉન માંથી અવાજ આવે છે.
"Come in."
વિવેક ધ્રુજતા પગે ગોડાઉનમાં દાખલ થાય છે. ગોડાઉનમાં દાખલ થતાં જ વિવેક અલીફા અને શયાનને જુએ છે.
તું આટલી હદ સુધી નીચે જઈ શકે છે એ મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું એમ બોલવાની સાથે જ વિવેક શયાનની તરફ મારવા ભાગે છે.
"મને મારવાની ભૂલ તો તું બિલકુલ પણ ના કરતો." (શયાન)
(વિવેક અટકી જાય છે...)
"પણ તેં પ્રીતને કિડનેપ કેમ કર્યો?" (વિવેક)
"તેં સોફિયા સાથે શાદી કેમ કરી?" (શયાન)
"Because we like each other." (વિવેક)
"what the fuck યાર. તું કોને ચુતીયા બનાવે છે?" (શયાન)
"તું તો ક્યારેય પિક્ચરમાં જ ન હતો. જબરદસ્તીથી તું પિક્ચરમાં ઘુસી ગયો અને હવે એનું પરિણામ તો ભોગવવું જ પડશે ને, અને આ તારો જોકર-જોકરનો ખેલ હું જાણું છું. તું સોફિયા ને ડફોળ બનાવી શકે મને નહી." (શયાન ગુસ્સા સાથે બોલ્યો.)
"પણ શરૂઆત તો તેં જ કરી હતી ને." (વિવેક)
"શાની શરુઆત?" (શયાન)
"અલીફા સાથે સેક્સ કરવાની અને એની સાથે સંબંધ બનાવવાની." (વિવેક)
"તારામાં બુધ્ધિની તો તદ્દન ઉણપ છે અને તું મારા સામે પડે છે. વિવેક એ દિવસે અમેં બન્નેએ બઉ વધારે પી રાખી હતી અને મદહોશીની હાલતમાં સેક્સ કર્યું હતું, જાણી જોઈને નહિ." (શયાન)
"તું કોને સમજાવે છે શયાન?" (અલીફા)
"તને શું લાગતું હતું? તું આ જોકર-જોકર રમીને સોફિયા જોડે શાદી કરી લઈશ અને કોઈને કાંઈ જ ખબર નહિ પડે?" (અલીફા)
"તમારા પાસે શું સબૂત છે કે જોકર નું કાંડ મેં કર્યું છે?" (વિવેક)
વિવેક અને શૌર્યના ફોનનું રેકોર્ડિંગ શયાન ચાલુ કરીને સંભળાવે છે. એ ઉપરંત શયાન પાસે બંને ના મેઈલ ની ડિટેઈલ પણ હતી.
"તું પૂરી રીતે ફસાઈ ગયો છે. તારી પાસે હવે કોઈ ઓપ્શન નથી." (શયાન વિવેક ને કહે છે.)
"હું અને અલીફા બંને એવું કંઈ પણ નથી ઇચ્છતા કે પ્રીતને કાંઈ પણ થાય પણ એના માટે તારે અમારી વાત માનવી પડશે." (શયાન)
"હું પ્રીત માટે કાંઈ પણ કરી શકુ છું." (વિવેક)
"કંઈ પણ કરવાની જરૂર નથી. ફક્ત તારે સોફિયાને સાચું જણાવવાની જરૂર છે." (અલીફા)
"જો તારે પ્રીત સાથે ફરી મળવું હોય તો સોફિયાને બધું સાચું-સાચું કહી દે અને ડિવોર્સ લઈને અબ્રોડ ભાગી જા." (શયાન)
વિવેક કરગરવા લાગે છે પણ શયાન ટસ થી મસ ન થયો.
"સોફિયા ફરી તૂટી જશે." (વિવેક)
"એની ફિકર તું મત કર." (અલીફા)
"તારી હરકતો જેવી છે એને જોતાં તો તને મારી નાખવો જોઈતો હતો, પણ તું ઉત્સવ મનાવ કે શયાન અહીંયા છે અને તું જીવિત છે." (અલીફા)
"વાત રહી મારી અને તારી તો તને સ્કૂલ ટાઈમમાં હું કેટલી વાર ના પાડી ચુકી હતી છતાં તને વાત સમજાયી નહિ. તારું દિલ રાખવા હું તારી સાથે રહેતી હતી તો તું એને લવ સમજી બેઠો તો હું શું કરું?" (અલીફા)
"સાલી સ્લટ. તારા મોઢેથી મારું નામ પણ ન લઇશ." (વિવેક)
અલીફા વિવેકને મારવા જાય છે પણ શયાન એને રોકે છે.
"આ સ્લટને મારાથી દૂર રાખ." (વિવેક શયાન ને કહે છે.)
"આટલા દિવસ સુધી તું આ સ્લટ પાછળ તો પાગલ હતો." (અલીફા વિવેકના મોઢા આગળ જઈને બોલે છે.)
"શાંત થઈ જાઓ બંને." (શયાન જોરથી બોલે છે.)
"તારા પાસે વિચારવા માટે એક કલાક છે." (શયાન વિવેક ને કહે છે.)
"એ પહેલા હું પ્રીત ને મળવા માંગુ છું." (વિવેક)
શયાન પ્રીતને એક રૂમમાંથી લઈને આવે છે અને વિવેકને પ્રીત સાથે વાત ચિત કરવાનો પૂરો સમય આપે છે. ત્યાર બાદ વિવેકને બંદૂકની અણી પર એક રૂમમાં બંધ કરી દે છે.
***
શું વિવેક પ્રીતને છોડાવવામાં સફળ રહેશે?
શું વિવેક સોફિયાને ડિવોર્સ આપીને ભાગી જશે?
શું સોફિયા આવા સદમાને સહન કરી શકશે?