Birthday gift in Gujarati Short Stories by Parth Toroneel books and stories PDF | બર્થડે ગિફ્ટ

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

બર્થડે ગિફ્ટ

બર્થડે ગિફ્ટ – ટૂંકી વાર્તા

ગતાંકથી....,

‘કેટલું ક્યૂટ ડોગી છે ડેડી..?’ રુચી ડોગીના સફેદ રૂંવાટા પર પ્યારથી હાથ પસવારતી અને એની નિર્દોષ કાળી ચમકતી આખોમાં દેખે જતી. ડોગી પણ રુચિના બીજા હાથ પર એની પાતળી ગુલાબી જીભથી ચાટીને પ્રેમ જતાવતું. એને પણ રુચિનો પ્રેમ ભર્યો હાથ પસવારતા ગમતો હતો. એટલે એ એની રૂંવાટીદાર સફેદ ગોળ વળેલી પૂંછડી સતત પટપટાવે જતું ને જીભથી રુચિને ચાટે જતું.

રુચિ પણ ડોગીના કુણા પાન જેવા લિસા લિસા મુલાયમ કાન પર હાથ ફેરવતી.

‘ડેડી મને આ ડોગી બહુ જ ગમે છે. કેન આઈ ગેટ ધીસ વન...? ઇટ્સ સો ક્યૂટ. ’ રુચિએ ડોગી પ્રત્યેની એની લાગણી વર્ણવી.

પપ્પાની પહેલી નજર ડોગી પર પડતાં જ એમને ગમી ગયું. જ્યારે એમની નજર ડોગીના પાછળ બે પગ માંથી એક હવામાં લબડતો ટૂંકો પગ જોતાં જ ભાવ પલટાયા. રુચિ જે ડોગીને રમાડતી હતી એ પાછળના એક પગેથી લુલું (અપંગ) હતું. એ જોતાં જ પપ્પા રુચિ જોડે નીચે બેસ્યા. રુચિ એ ડોગીને રમાડવામાં મશગુલ હતી. ડોગી પણ રુચિને પસંદ કરવા લાગ્યું હતું.

‘ડેડી, આઈ લવ ધિસ ડોગી.’

‘બેટા, આ ડોગી તો પગથી અપંગ છે. ’

‘આઈ નો ડેડી, એટલે જ મારે આ ડોગી જોઈએ છે. ડેડી... આઈ વિલ ટેક કેર ઓફ હિમ.’ રુચિએ ડોગીની કાળજી રાખવાની જવાબદારી લેતા બોલી.

‘પણ બેટા, આ ડોગી સાથે તું કેવી રીતે રમીશ..? એતો તારી સાથે દોડશે તો પડી જશે...’ પપ્પાએ મૂંઝવણ વ્યક્ત કરી.

‘ડેડી, મમ્મીને કહીશ તો એ ડોગીના પગ માટે નાનો બુટ બનાવીને પહેરાવી દેશે, પછી ડોગી દોડશે તો પણ નહિઁ પડે...’

પપ્પા રુચિના અપંગ ડોગીને બર્થડે ગિફ્ટમાં લઈને એની માટેનો ખાસ બુટ બનાવી એને દોડતું કરી દેવાનો વિચાર સ્પર્શી ગયો. હેતભર્યો હાથ રુચિના ગાલ પર ફેરવી ડોગીના માથા ઉપર હાથ ફેરવી એને પણ પંપાળ્યું. ડોગી પણ તરત જ અજાણ્યા વ્યક્તિનો પ્રેમ પારખી એની કાળી માસુમ આંખોથી જોયે જતું અને રુંવાટીદાર ગોળ વળેલી પૂંછડી પટપટાવે જતું.

પપ્પા શોપના માલિક જોડે ડોગી વિષે પૂછપરછ કરવા ઊભા થયા. પેટ્સ-શોપનો ઓનર ત્યાં જ પાછળ મૌન ઊભો રહી જોયે જતો હતો. પપ્પાએ શોપના ઓનરને જોઈ ઔપચારિક હસ્યાં.

‘તમારી બેબી છે...?’ શોપ ઓનર સહેજ હસીને ડોગી રમાડતી રુચિ સામે જોતાં બોલ્યાં.

પપ્પાએ વાતચીતનો દોર હાથમાં લેતા બોલ્યા : ‘હા, આજે એનો બર્થડે છે. ગિફ્ટમાં એને અહીંથી આ જ ડોગી લેવાની જિદ્દ પકડી બેઠી છે.’

‘સાહેબ, આ ધોળું ગલૂડિયું છે જ બધાને ગમી જાય એવું, પણ એના ખોડાં પગને લીધે બિચારાને કોઈ લેવા તૈયાર જ નથી થતું. બીજા છ ગલૂડિયાં એની સાથે જન્મ્યાં હતા. એ બધાને કોઈક ને કોઈ લઈ જતું. પણ આ બિચારું અપંગ ગલૂડિયાને જોઈને બધા “કેટલું ક્યૂટ છે” કહીને જ જતાં રે છે. પણ તમારી બેબી એ ગલૂડિયાંને રમાડતા ઘરે લઈ જવાનું તમને કહ્યું એ હું સાંભળ તો હતો. બહુ ઓછા બાળકો આવું વિચારવા વાળા હોય છે સાહેબ.’ શોપ ઓનરે રુચિને એ ડોગી સાથે રમતા જોઈને એને ખરીદવાનું કહ્યું એ સાંભળીને લાગણીથી એનું હ્રદય ભરાઈ આવ્યું.

‘સારું કહેવાય કે તમે આવા અપંગ ગલૂડિયાને અહીં રાખ્યું છે. નહીંતર બીજું કોઈક હોત તો બીજે ક્યાંક છોડી આવે. ’ પપ્પાએ પણ શોપ ઓનરના એ અપંગ પેટ્સ પરનો લાગણીભાવ જોઈને શાબ્દિક શાબાશી આપી.

‘હા, સાહેબ. જો બહાર છોડી મૂક્યું હોત બિચારું ખાવાનું પણ માંડ શોધી શકત, અને બીજા કુતરા પાછા એને કમજોર જોઈને મારી નાખત.’

પપ્પાએ સંમતિપૂર્વક માથું હલાવતા બોલ્યા, ‘એટલું એ નસીબદાર કહેવાય કે તમે એને અહીં સાચવીને રાખ્યું છે કે કોઈક તો એને લઈ જવા વાળું આવશે...’

પછી શોપ ઓનરે ડોગીને રમાડતી રુચિને જોઈને ‘હેપ્પી બડ્ડે યુ’ એવું તૂટેલું અંગ્રેજી બોલીને પણ વિશ કર્યું. પછી ડોગીના ગાળામાં બાંધેલો પટ્ટો છોડી એને હંમેશા માટેની આઝાદી આપી.

ડોગી પટ્ટા માંથી છુટયું એવું જ રુચિએ એને ઊંચકી લઈ છાતીએ લગાવી ભેટી લીધું. અને ડોગી પણ એના હાથમાં ગેલ કરતું કરતું રમવા લાગ્યું.

‘ડેડી, કેન વી ટેક હિમ હોમ નાઉ...’ રુચિએ એને ઘરે લઈ જઇ મમ્મીને બતાવવા ઉતાવળી થતા બોલી.

‘યસ, પણ બેટા...!’ ડોગીને રમાડવામાં એટલી ઘેલી થઈ ગઈ હતી એટલે પપ્પાએ એને યાદ અપાવતા કહ્યું, ‘...તે અંકલને થેંક્યું કહ્યું...?’

પછી રુચિએ અંકલને ‘થેંક્યું’ કહીને ગાડી તરફ ડોગીને રમાડતા રમાડતા અને એના રુંવાટીદાર નાના માથા પર હાથ ફેરવીને પપ્પી કરતી. અને ડોગી પણ સામે રુચિના હાથને ચાટીને પૂંછડી પટપટાવી ગેલમાં રમે જતું.

પપ્પાએ ડોગીને ઘરે લઈ જવાનો હિસાબ-કિતાબ પતાવી એના માટેનું ખાસ ફૂડના પેકેટ્સ પણ ખરીદી લીધા.

હવે ઘરમાં એક મેમ્બર વધી ગયું હતું. એટલે ત્રણેય ગાડીમાં બેઠા. ગાડી ઘર તરફ લીધી. રસ્તામાં પપ્પાના મનમાં એક સવાલ ઘુમરાતો હતો. જે પૂછી લેવાનું મન થતાં રુચિને પૂછ્યું. :

‘બેટા, તને ખબર હતી આ ડોગી પગેથી અપંગ છે..? ’

‘હા ડેડી, સ્કૂલબસ જ્યારે અહીં ઊભી રહેતી ત્યારે હું રોજ એને બારી માંથી જોતી. એ થોડુક ચાલવા જતું ને પડી જતું અને એના ગાળામાં બાંધેલો પટ્ટો પણ એને ખેંચાતો એટલે એ રડતું... ’ રુચિ ડોગી પર હાથ ફેરવી રમાડે જતી અને બોલે જતી ‘હવે ડેડી હું એને ક્યારેય પટ્ટો નહિઁ બાંધવા દઉં. એની માટે બુટ બનાવી પગે પહેરાવીશ પછી એ મારી સાથે દોડીને રમવા આવશે...’ રુચિએ એને પટ્ટાના બંધનમાંથી મુક્ત કરી ચાલતું કરવાની ખુલ્લી આઝાદી બક્ષતા નિર્દોષ ભાવે નિખાલસ બોલી ગઈ.

રુચિના નાના મોઢે સમજદારી ભર્યા શબ્દો સાંભળીને પપ્પાના હ્રદયમાં પ્રેમનું મોજું ઉમટી પડ્યું. રુચિના માથે વહાલભર્યો હાથ ફેરવી મનોમન આશીર્વાદ આપ્યા. અને ડોગીના મુલાયમ માથા પર હાથ ફેરવતા જોઈને રુચિને પણ ગમ્યું એટલે એને પૂછ્યું :

‘ડેડી, વોટ વી ગોઇંગ ટુ કોલ હિમ..?’

પપ્પાએ થોડુક વિચારતા તરત જ એક નામ ઝબક્યું જે બરોબર યથાયોગ્ય બેસતું હતું.

‘હમ્મ... હાઉ અબાઉટ “લકી..!?!” ’

‘યસ... લકી ઈઝ ઓલ્સો ક્યૂટ નેમ...ડેડી’ ડોગીને રમાડવામાં ઘેલી રુચિને ત્યારે બધુ પ્યારું પ્યારું જ લાગતું હતું.

‘હવે એને આપણે લકી કહીને બોલાવીશું...’ પછી પપ્પાએ કાલાઘેલા ગમ્મતિયાં અવાજમાં લકીના માથા પર હાથ ફેરવી એ સમજતું હોય એમ પૂછ્યું ‘...હેય લકી... ડુ યુ લાઈક યોર નેમ...હમ્મ...’

પપ્પાને લકી જોડે કલુઘેલું બોલતા જોઈને રુચિ ખિલખિલાટ હસતાં હસતાં બોલી ‘ડેડી... યુ સાઉન્ડ સો ફની...’

રુચિની નિખાલસ મીઠું સ્મિત અને નિર્દોષ રમણીય આંખો માંથી પ્રેમ ઝેરતી ખિલખિલાટ હસતી. લકી પણ એની કાળી માયાળું આંખોથી હેત ઝેરતું રુચિને હસતાં અચરજ પામતું ચકળવકળ આંખે જોયે જતું ને એના ખોળામાં ગેલ કરતું રમે જતું.

***

ઘરે ગાડી પહોંચતા જ રુચિ દરવાજો ખોલી મમ્મીને લકી જોડે ઓળખાણ કરાવવા ઉતાવળે ઘર તરફ પગ ઉપાડ્યા. લકીએ પહેલાતો મમ્મીને થોડાક ખચકાટ સાથે જોઈને રુચિના હાથમાં લપાઈ ગયું. પછી મમ્મીએ પ્રેમભર્યો હાથ એના સફેદ રુંવાટીદાર માથા પર અને એના ડીલ પર ધીરેથી પસવાર્યો. લકીએ એની કાળી પ્યારી આંખોથી મમ્મીનો પ્રેમ પારખી લઈ એની ગોળ વળેલી રુંવાટીદાર પૂંછડી પટપટાવી ‘અક્સેપ્ટેડ’ નો સંકેત આપી દીધો.

‘ઓઉ... કેટલું પ્યારું ડોગી છે... ’ લકીને જોઈને મમ્મીએ એનું મંતવ્ય સહજભાવે બદલતા બોલી.

‘મમ્મી... એનું નામ લકી છે. ડેડી ગેવ ઈટ ટુ હિમ...' બોલતા એને લકીના માથા પર પપ્પી કરી.

પપ્પા ઘરમાં આવી મમ્મીને બધી વાત કહી. રુચિએ અપંગ ડોગી કેમ પસંદ કર્યું..? અને એનું નામ ‘લકી’ કેમ રાખ્યું. પપ્પાએ રુચિની જિદ્દ પાછળના નિદોષ ભાવની વાત જણાવતા મમ્મીની આંખના ખૂણા આંસુથી ભરાઈ આવ્યા. પલક ઝબકાવતા આંસુ ખરી પડ્યા. મમ્મીએ પપ્પાની છાતી પર માથું મૂકી થોડુક ભાવભીનું રડી લીધું. પપ્પાએ મમ્મીની પીઠ પર ખુશીથી હાથ થાબી લાગણીને કાબુમાં લેવા હૂંફ ભર્યું આલિંગન આપતા બોલ્યા :

‘We both are very lucky that we have such a wonderful girl. And our little one will also be like her sister.’ બોલીને મમ્મીના કપાળ પર હળવી કિસ કરી.

રુચિ લકીને રમાડવામાં એટલી મશગુલ હતી કે મમ્મી-પપ્પાનું પ્રેમમિલન ક્યારે શરૂ થઈને પતી ગયું એનીયે ખબર ન પડી.

***

બપોરે જમીને પપ્પા કેકનો ઓર્ડર આપવા ગયા. પછી મમ્મીએ લકીના ટૂંકા પગને બુટનો સહારો આપી ચાલતું કરવાનું બીડું હાથમાં લીધું. પહેલા લકીને થોડુક ચલાવી નિરીક્ષણ કર્યું. લકી એક ડગ ભરતું ને ગબડી પડતું. રુચિ એને પકડીને પાછું ઊભું કરી દેતી. મમ્મીએ બુટ બનાવવા માટે માપની ગણતરી મૂકી લીધી.

મમ્મીએ રુચિને ન થતાં જૂના કાપડના બુટ શોધી કાઢ્યા. અને એમાંથી લકીનો લબડતો ટૂંકો પગ જમીન પર અડે એટલી ઊંચાઈની માપનો બુટ સિલાઈ મશીન પર કાપકૂપ કરી સીવીને બનાવી દીધો. મમ્મીને બુટ બનાવતા રુચિ ઉત્સુક બનીને જોયે જતી.

ત્રણેક કલાકની મહેનત પછી મમ્મીએ લકી માટે બુટ બનાવી દીધા. લકીના પગે બુટ પહેરાવી દોરીથી બાંધી દેતા લકી એની જાતે નવા બુટમાં ઊભું થઈ ગયું. લકીએ એક ડગ ભર્યું, પછી બીજું-ત્રીજું એમ ધીરે ધીરે આખા હોલમાં દોડવા લાગ્યું. રુચિએ એને પહેલી વાર દોડતું જોતાં તાળીઓ પાડીને ખિલખિલાટ હસવા લાગી. મમ્મીને ભેટી પડી ‘થેંક્યું મમ્મી’ કહીને ગાલ પર હેતભર્યું બકું ભરી લીધું. મમ્મી પણ લકીને દોડતા અને રુચિને ખુશખુશાલ જોઈને આત્મસંતોષની લાગણી અનુભવી. રુચિ દોડતી જ્યાં જતી એની પાછળ પાછળ લકી પણ એની રુવાંટીદાર પૂંછડી હવામાં લહેરાવતું દોડતું એની પાસે પકડવા પહોંચી જતું. પપ્પા ઘરે આવી લકીને નવા બુટમાં દોડતું જોઈને ખુશ થઈ ગયા. રુચિએ ઘરના બધા રૂમમાં જઈને લકીને દોડાવ્યું. ખુલ્લી ઓસરીમાં જઈને પણ દોડાવ્યું. દોડીને થાકી ગયેલી રુચિને બેસી જતાં જોઈને લકી પણ પછળના બે પગ પર ઉભડક બેસી જતું, અને સતત પૂંછડી પટપટાવતું થાક ખાતું. પાછું ગેલમાં આવી જતું ને દોડાદોડ કરતું જાણે કહેતું હોય કે હવે મને પકડવા આવો..! પછી થાકેલી રુચિએ લકીને ઊંચકી લઈ સોફામાં બેસી એને કુકીઝ ખવડાવી બાથ ભરીને રમાડતી, પપ્પીઓ ભરી વહાલ કરતી. મમ્મી-પપ્પા બન્નેએ રુચિને લકી સાથે ખુશખુશાલ જોઈને આનંદની લાગણી અનુભવી. લકીને એની અપંગતા દૂર કરી દોડવા-કુદવા બુટનો સહારો મળી ગયો, અને રુચિને એનું હસતું-કૂદતું-એની જોડે હંમેશા રમવાવાળું પ્યારું રમકડું મળી ગયું.

***

સાંજે આડોશ-પડોશના ફેમેલીઓ, રુચિના મિત્રો અને આસપાસના ટાબરિયાઓ રુચિની બર્થડે ઉજવવા ઝગમઘતી રેપર વીંટેલી ગિફટો લઈને પધાર્યા. મમ્મીએ કેક ઉપર 6 યર્સ વાળી રંગીન કેંડલ મૂકીને પ્રજ્વલિત કરી. પપ્પાએ રૂમની લાઇટ થોડીક ડિમ કરી. એક-બે અંકલો એમના મોબાઈલમાં કેમેરો ચાલુ કરી કેક કટિંગનો સીન કેદ કરી રહ્યા હતા. તાળીઓ પાડી ‘હેપ્પી બર્થડે’ ના ગીતથી રૂમ ગુંજી ઉઠ્યો. રુચિએ ફૂંક મારી કેંડલ હોલવીને કેક કાપી. લાઇટનો પ્રકાશ વધારી બધાએ રુચિને તાળીઓ પાડી વિશ કર્યું. મમ્મી-પપ્પા બન્નેએ રુચિના ગાલ પર એકસાથે પ્રેમથી તરબોળ બચીઓ ભરી ભીનો કર્યો. બન્નેએ રુચિને કેક ખવડાવી. કેટલાક ટાબરિયા એ જોઈને એમના ખાલી મોઢા અજાણતા જ હવામાં બચકાં ભરવા ખૂલી ગયા. પછી બધાએ રુચિને ગિફ્ટ આપી હાથ મિલાવ્યો. કેક ખાધી. રુચી કેકનો નાનો ટુકડો લકીને પણ ખવડાવ્યો. લકી પૂંછડી હવામાં પટપટાવી કેકનો ટુકડો તરત જ ચટ્ટ કરી ગયું. બધા ટેણીયાઓ એ લકી ઉપર હાથ ફેરવીને રમાડયું. લકી એની પ્રેમાળ આંખોથી બધાને મોહી લેતું. લકીના પગે બુટ બાંધેલો જોઈ બધા ટેણીયાઓએ બાળ સહજ જિજ્ઞાસાવૃતિ જાગતા એકનો-એક પ્રશ્ન રુચિને પૂછે જતાં. પછી રુચિએ પણ બધાને એક નો એક જવાબ આપતી. લકીને જોઈને બે-એક ટાબરિયાઓએ એમના ડેડીનો હાથ ખેંચી લકી જેવુ જ પ્યારું ડોગી એમને લઈ આપે એવી જિદ્દ પકડી. એમના ડેડીઓએ પણ એમને બર્થડે પર લઈ આપશે એમ જૂઠમૂઠ કહીને મન મનાવ્યું.

રુચિ અને લકીની એકલતા એકબીજાની ભાવભરી મિત્રતાએ દૂર કરી દીધી હતી.

રુચિની બેસ્ટ બર્થડે ગિફ્ટ એવર – ‘લકી’.

***

Parth Patel (Toroneel).

Facebook: