નારી શક્તિ
લગ્ન ના માહોલ માં જયારે લગ્ન ગીત વાગતું હોય દીકરી ને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કેવાય.. ત્યારે એ દીકરી ના અંદર ચાલી રહેલા વિચારો ના વંટોળિયા ને શાંત થતા ઘણો સમય લાગે છે.આજના આપડા પુરુષપ્રધાન સમાજ માં નારી ના વિચારો નું હનન કરવાં માં આવે છે.એક નારીજ લગ્ન કરી અને પોતાની જાત ને બદલી અને પુરુષ ના ઘર ની શોભા વધારે જયારે એક પુરુસ ને ક્યાં બદલવાની જરૂર પડે છે.
પરણી ને સાસરે જતી દિકરી ના મગજ માં તો વિચારો નું ઘમસાણ ચાલી રહ્યું હોય છે.પોતાના ઘરે ને છોડી અને બીજા નું થઇ જવાની શક્તિ કદાચ સ્ત્રી સિવાય કોઈના માં ના હોઇ સકે.જે ગલીઓ માં જે ઘર માં એ મોટી થઇ હોય એ છોડી ને પોતાના બધા ને છોડી પારકા ને પોતાના કરવા ની અવડત તો એક સ્ત્રી માંજ હોય.પોતાના ઘર મેં એ ખુલ્લા દિલ થી બધું કરી સકે જયારે સાસરી માં ગયા પછી સ્ત્રી ને ગમતા કે ના ગમતા દરેક વસ્તુ નો સ્વીકાર કરવો પડે છે.ગમતી કે ના ગમતી દરેક વ્યક્તિ સાથે હસતા મોઢે વાત કરવી પડતી હોય છે. એવા ઘણા કામ જે ઈચ્છા ના હોવા છતાં કરવા પડતા હોય છે.એટલે જ ભગવાને સ્ત્રી ને સહનશીલ બનાવી છે એક શક્તિ નો પુંજ બનાવી છે.
લગ્ન પહેલા પિતા ના ઘર માં એક નારી પાયજામો પેરી અને આખો દિવસ ફરી શકે ઈચ્છા થાય ત્યારે ઉઠે રોજ એનું ભાવતું ભોજન ન બને અને બોલવાનું ચાલુ કરે તો બંદ ના થાય અને લગ્ન બાદ બધું બદલી જાય છે.એની ઈચ્છા ના હોય એવા ઘણા કામ કરવા પડતા હોય છે પોતાને બદલી અને બીજા ના ઘર ને ઉજળું કરવાની તાકાત તો ખરેખર એક નારી માંજ હોઈ શકે.
પોતાની જાત ને ઘસી અને બીજા ના ઘર ને પોતાનું કરી અને એને શોભાવની તાકાત એટલે નારી.લગ્ન પહેલા જયારે એ ચા પણ બનાવે તો ઘર માં એક ઉત્સવ જેવો માહોલ થઇ જાય મારી દીકરીએ ચા બનાવી અને લગ્ન બાદ જયારે એ ચા બનાવે તો ઘર માં બે ત્રણ મોઢા તો એવા જોવા મળે જાણે ચા કડવી થઇ ગઈ હોય.ચા તો એજ હતી પણ લોકો ની પ્રતિક્રિયા અલગ હતી.છતાં પણ એમના આ પ્રતિક્રિયા સામે પણ હસતા મોઢે સર આંખો પેડ ઉઠાવે એ નારી.
એક છોકરી પોતાના પિતાને રોજ ઘર માં આવેલા એક વૃક્ષ નું જતન કરતા જોવે છે અને પૂછે છે પિતાજી આ વૃક્ષ ની તમે આટલી જતન કરો છો પણ એના પાન થી ઘર માં કચરો ફેલાય છે તો એના પિતાજી કહે છે બેટા આ વૃક્ષ જ આપણ ને ગરમી માં મીઠો છાંયડો આપે છે અને એના ફળ તો તું દર વર્ષે ખાય છે.મેં આ વૃક્ષ નું જતન ખુબ સાવચેતી અને કાળજી સાથે કરેલું છે.દીકરી કહે છે પિતાજી આ વૃક્ષ ને આપડે ખૂણા માંથી આંગણા માં વચ્ચે કરી દઈએ તો પિતાજી એ કીધું, "બેટા" આ વૃક્ષ પહેલા નાનું હતું એના મૂળ હજુ ઊંડે નહતા ગયા એ ધીમે ધીમે મોટું થયું અને એના મૂળ ઊંડે સુધી જવા લાગ્યા હવે એ ખુબ ઊંડે સુધી જતા રહ્યા છે. જો આપડે આ વૃક્ષ ને હવે અહીંયા થી ઉખાડી લઈશુ તો એ બીજી જગ્યા એ લાગી તો જશે પણ કરમાઈ જશે. અને એ મોટું નહિ થઇ શકે એટલે એ દીકરી એ એના પિતાજી સામે જોઈને કીધું પિતાજી જો આ વૃક્ષ બીજી જગ્યા એ મોટું ના થઇ શકે તો તમે મારા લગ્ન ની વાત કરો છે મારે લગ્ન પછી બીજા ઘરે સેટ થવું પડે પણ આ વૃક્ષ ની જેમ હું કરમાઈ નહિ જાઉં.ત્યારે એક પિતા એ દીકરી ને કીધું જો દીકરી તારી વાત સાચી છે પણ એક સ્ત્રી ની અંદર અપાર શક્તિ છે એ દરેક વસ્તુ ને સહન કરી શકે છે અને એના માં સહન શક્તિ નો દરિયો હોય છે એ દરેક પરિસ્થિતિ માં ભળી જાય છે.જેમ કે જો આપડે આ આખા વૃક્ષ ને ઉખાડી ને બીજી જગ્યા એ લગાવીએ તો એ કરમાઈ જાય પણ જો આપડે એની એક કલમ કાપી અને બીજી જગ્યા એ રોપીએ તો એ કલમ વૃક્ષ બની અને ફરી મોટું થવાની તાકાત ધરાવે છે એવીજ રીતે એક સ્ત્રી પણ બે બે ઘર ની શોભા વધારે છે.
એક સ્ત્રી જયારે લગ્ન કરી ને સાસરી માં એના પહેલા એના ઘર માં એને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે જાણે એ જંગ માં જતી હોય આ કરવાનું, એવું નઈ કરવાનું,વધારે નઈ હસવાનું વેગેરે....વેગેરે..પણ કોઈ છોકરા ને તો આવી ટ્રેનિંગ નથી આપવામાં આવતી જો છોકરો જોર જોર થી હશે તો હસમુખો અને છોકરી હશે તો એ? એટલે મારો કેવાનો તાતપર્ય એ છેકે એક સ્ત્રી એ લગ્ન બાદ પોતાના પિતાનું ઘર છોડી ને ઘણું બધું બદલાવું પડે છે પોતાની જાત ને બદલવી પડે છે અને નવા ઘર માં નવા વાતાવરણ માં ભળી જવું પડે છે.
દેવીપુજા વારસો થી થતી આવી છે અને થતી રહેશે નારી આજે પુરુસો ના કદમ ની જોડે કદમ મિલાવીને આજે ચંદ્ર પર પોહચી ગઇ છે.અરે હાલ માં જ પુરા થયેલા ઓલિમ્પિક માં દેશ ની બેટીઓ જ લાજ રાખી.એક સ્ત્રી સારી દીકરી,સારી પત્ની સારી માતા અને સારી સાસુ અને એક સારી દાદી બની સકે.અરે ત્રણ કલાક ના કોઈ ચિત્રપટ જો ત્રણ રોલ કરવા પડે તો ભલ ભલા અભિનેતા ઓ પાણી ભરતા થઇ જાય છે.અને એના માટે મશીન થી ગણવા પડે એટલા રૂપિયા લે છે પણ એક સ્ત્રી પોતાની જિંદગી એક બલિદાન ની મુરત બની ને કોઈ પણ જાત ની અપેક્ષા વગર કરે છે.
લગ્ન બાદ પતિ ની અને સાસરી માં સેવા અને દીકરો થયા પછી એમની સેવા એની પોતાની ઈચ્છા સુ છે એની પરવા નથી કરતી.પેલી વાત મને યાદ આવી જાય છે.જયારે પારસી ઓ સંજણ બંદરે આવ્યા ત્યારે એમને દૂધ માં જેમ સાકર ભળી જય છે એમ ભળી જઈસુ.એમજ એક સ્ત્રી પોતાની જાતને સાસરી માં ભેળવી અને એમાં મીઠાસ લાવે છે.પણ એ સાકર ની માફક પોતે ઓગડી જાય છે. સાકાર ની માફક પોતાની જાત ને ઓગાળી ને પણ મીઠાસ લેવાની તાકાત એક નારી માંજ હોઈ શકે.
નારી શક્તિ ની વાત આજકાલ ની નથી ઇતિહાસ ઉઠાવીને જોઈલો અઢળક દાખલાઓ મળશે.આજ ના સમય માં નારી એક કંપની,એક ઘર અરે એક દેશ ચલાવે છે અને ઇતિહાસ એ વાત નું સાક્ષી છે જયારે જયારે જરૂર પડી ત્યારે ત્યારે નારી એ ભયાનક રૂપ પણ ધારણ કરેલું છે અને જંગ પણ લડેલા છે.દેશ સેવા,સમાજ સેવા માં પણ દરેક ક્ષેત્ર માં આને નારીઓ નો ફાળો નોંધ પાત્ર છે.ઘરની જવાબદારી ની સાથે સાથે નારી આજે દેશ,કંપનીઓ ની જવાબદારી લેવા માટે સક્ષમ છે.