Apurna Viram - 33 in Gujarati Fiction Stories by Shishir Ramavat books and stories PDF | અપૂર્ણવિરામ - 33

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

અપૂર્ણવિરામ - 33

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૩૩

પીગળેલાં ધુમ્મસમાં એક્ નક્કર સત્ય ઘુમરાવા લાગ્યું.

લિઝા નથી. લિઝા ક્યારેય નહોતી. એંસી વર્ષ પહેલાં એણે પહાડની ટોચ પરથી ખીણમાં છલાંગ લગાવીને આત્મહત્યા ક્રી હતી!

ધુમ્મસમાં ઉમેરાતંુ ધુમ્મસ...

જેને લિઝા સમજતા હતા તે ક્ેવળ એની છાયા હતી. એનો આત્મા!

...અને ભ્રાંતિમાં ઉમેરાતી ભ્રાંતિ.

“હું તને પહેલેથી ક્હેતી હતી મોક્ષ, ક્ે આ છોક્રી બરાબર નથી, દૂર રહે એનાથી...” માયાનો સ્વર આકશવાણીની જેમ ગૂંજતો હતો, “હવે થઈ ગઈ શાંતિ? ક્ે હજુય લિઝા-લિઝા ક્રતો ભટક્યા ક્રીશ જંગલોમાં?”

એક્ ભ્રાંતિમાં બીજી ભ્રાંતિ ઉમેરવાથી શું થાય? અને એક્ સત્યમાં બીજું સત્ય ઉમેરીએ તો?

લિઝાનું અસ્તિત્ત્વ નથી છતાંય એેને જોઈ હતી, એની સાથે વાતો ક્રી હતી, એને સ્પર્શી હતી. આવું શી રીતે બને?

આ પારદર્શક્ ફીણ જેવું ખદબદી રહૃાું છે તે શું છે? ભ્રાંતિ ક્ે સત્ય?

પ્રશ્નો. આકર બદલી બદલીને તલવારની જેમ વીંઝાતા પ્રશ્નો.

...અને અંતહીન ગુફામાં પડઘાતો રિતેશનો ઘેરો અવાજઃ

“આ મુમતાઝનું શું ચક્કર છે? એ લિઝા વિશે વધારે ક્ંઈ જાણે છે? એની સાથે ક્મ્યુનિક્ેટ ક્રી શક્ે છે?”

ધુમ્મસની લક્ીરોમાંથી ક્રમશઃ એક્ ચહેરો ઊપસે છે. એ માયા છે. લક્ીરો ભૂંસાય છે. નવા ચહેરા ઊપસે છે. રિતેશ અને રુપાલીના ચહેરા. કંપતા, એક્મેક્માં ઓગળી જતા, ધૂમ્રસેરોની જેમ વિખેરાઈ જતા ચહેરા.

“પ્લીઝ, હવે ચાલો અહીંથી! ” રુપાલી ફફડી ઉઠી હતી, “ક્યાં સુધી બેસી રહેવું છે લાઈબ્રેરીમાં?”

માથેરાનની આ લાઈબ્રેરી એક્ સત્ય છે. એની ભીતર હોવું સત્ય છે ક્ે સ્વપ્ન?

રિતેશ તરફથી એક્ સવાલ તરતો તરતો આવે છેઃ

“મોક્ષ, મને ફરી એક્ વાર ક્હે તો, મુમતાઝ તમને લોકેને પહેલી વાર મળી ત્યારે એકઝેકટલી શી વાતો થઈ હતી?”

“મુમતાઝ એક્ દિવસ વહેલી સવારે શાર્લોટ લેક્ પર ઓચિંતા ભટકઈ ગઈ હતી,” મોક્ષે ક્હેવા માંડ્યું, “અને ત્યારે તે એક્લી નહોતી. એની સાથે બીજી એક્ સ્ત્રી પણ હતી. જરા યુવાન. બન્નેના પતિ એક્ જ હોટલમાં કમ ક્રતા હતા. બન્ને એક્સાથે લાપત્તા થઈ ગયા છે.”

ધુમ્મસ હવે સંપૂર્ણપણે વિખરાઈ ચુક્યું હતું. ચહેરા નક્કર બની ચુક્યા હતા. હ્ય્દય પર લાગેલા ઘાવની જેમ.

“બેયના પતિ લાપત્તા થઈ ગયા છે ક્ે નાસી ગયા છે?”

“ખબર નથી. પણ તું આ બધું ક્ેમ પૂછે છે?”

“મુમતાઝ ભેદી બાઈ છે, મોક્ષ. તને એના પર દયા આવી ગઈ એટલે ઘરે કમ ક્રવા બોલાવી લીધી એ બરાબર છે, પણ એના વિશે વધારે જાણકરી હોવી જોઈએ. એના વિશે ઈન્ક્વાયરી ક્રવી જોઈએ. બરાબર છે, માયા?”

માયાનો ચહેરો સખત થવા માંડ્યો, “મને ક્શી ખબર નથી ને મારે ક્શંુ જાણવું પણ નથી. હું થાક્ી ગઈ છું માથેરાનથી. હવે અહીં વધારે સમય રહેવાય તેમ નથી. ઈનફ ઈઝ ઈનફ. આપણે જતાં રહીએ, મોક્ષ. બને એટલા જલદી.”

મોક્ષ સ્થિર થઈ ગયો.

“પાછા મુંબઈ જવાની વાત ક્રે છે?”

“તું મને મુંબઈ લઈ જા ક્ે મંગળ ગ્રહ પર લઈ જા, આઈ રિઅલી ડોન્ટ ક્ેર. હું ક્યાંય પણ રહી લઈશ... આ માથેરાન સિવાય.”

રિતેશ અને રુપાલી એક્બીજાનું મોં તાક્વા લાગ્યા.

“ઓલરાઈટ,” મોક્ષે સમજદારીપૂર્વક્ ક્હૃાું, “મનેય સુમન બહુ યાદ આવે છે. સતત ભણકરા લાગ્યા ક્રે છે એના. એકદ-બે દિવસમાં જ નીક્ળી જઈએ. શું ક્હે છે, રિતેશ?”

“હા, પણ માથેરાન છોડતા પહેલાં હું એક્ કામ પતાવી લેવા માગું છું,” રિતેશે ક્હૃાું.

“આપણે માથેરાનથી નીચે ક્ેવી રીતે ઉતરીશું?” માયાનો અવાજ એકએક્ ધારદાર બની ગયો, “મિની ટ્રેનમાં જઈશું, કારથી ઘાટ ઉતરી જઈશું ક્ે પછી...?”

સાવ સાદો સવાલ, પણ તોય જાણે પ્રચંડ વિસ્ફોટ થયો હોય તેમ સૌ ધ્રૂજી ઉઠ્યાં.

૦ ૦ ૦

સુમને ફરી એક્ વાર ઊંહકરો ર્ક્યો, સૂક હોઠ પર જીભ ફેરવી ને પછી ડાબે પડખે થઈ ગઈ. એના નિર્દોષ ચહેરા પર થકવટનાં બિંદુઓ બાઝી ગયા હતા. ડોકટર બે દિવસ પહેલાં ઘરે આવીને તપાસી ગયા હતા. દવા નિયમિત અપાતી હતી, પણ શરીર હજુ નરમગરમ રહેતું હતું. સતત ઘેન જેવું પણ રહૃાા ક્રતું હતું.

“સુમી, તને ક્ંઈ થાય છે, બહેન?” આર્યમાને એના મસ્તક્ પર ધીમેથી હાથ ફેરવ્યો, “ભૂખ લાગી છે? ક્ંઈ ખાવું છે?”

“ના.”

“ગરમી થાય છે? એસી તેજ ક્રું?”

સુમન ક્ંઈ ન બોલી. એકદ પળ આર્યમાનને એક્ધારું જોતી રહી. પછી આંખો મીંચી દીધી. સુમનને વ્યવસ્થિત ઓઢાડીને એ પલંગ પરથી ઊભો થયો.

“મુકતાબેન કેમ દેખાતાં નથી?”

જવાબ ન મળ્યો એટલે એણે પીઠ ફેરવીને જોયું. મિશેલ થોડે દૂર સપાટ ચહેરે ઊભી હતી. મોબાઈલ પર એની આંગળીઓ ઝપાટાભેર ઘુમી રહી હતી. એ પોતાના ઓસ્ટ્રેલિયન દોસ્ત એલેકસ સાથે સતત ચેટિંગ ક્રી રહી હતી. ભાઈ-બહેન વચ્ચે થઈ રહેલી વાતચીત પર એનું બિલક્ુલ ધ્યાન ન હતું.

“મિશેલ, મેં તને ક્શુંક્ પૂછ્યું.”

“સોરી, ફરી બોલ.”

“મુકતાબેન ક્યાં છે?”

“આઈ ડોન્ટ નો! સવારથી દેખાતાં નથી. બહાર ગયાં લાગે છે.”

“કેઈને ક્શું ક્હૃાા વગર?”

“હા.”

આર્યમાનના ક્પાળ પર રેખાઓ ઊપસી આવી, “સુમન બે-ત્રણ દિવસથી બીમાર છે, અત્યારે મુકતાબેનની સૌથી વધારે જરુર છે અને ત્યારે જ એ... એવી તો ક્ઈ ઈમરજન્સી આવી પડી ક્ે કેઈને જાણ ર્ક્યા વગર જતાં રહૃાાં?”

મિશેલ ક્શું બોલી નહીં. એનું ધ્યાન મોબાઈલની સ્ક્રીન પરથી હટતું નહોતું. આર્યમાન અસ્વસ્થ થઈ ગયો. સુમનના ઊંહકરા એક્ધારા ચાલુ હતા.

“મિશેલ, એક્ વાત હું તને સ્પષ્ટ શબ્દોમાં પૂછી લેવા માગું છું,” આર્યમાનના અવાજની ધાર ઊતરવા માંડી, “તું સુમનને રોજ નાળિયેરપાણીમાં ક્શુંક્ મિકસ ક્રીને પાય છે, રાઈટ? તેં જ મને કલે ક્હૃાું હતું. એકઝેકટલી શું છે તે? સુમન એના કરણે તો માંદી નથી પડી? ”

“બિલક્ુલ નહીં, આર્યમાન, ક્ેવી વાત ક્રે છે?” મિશેલ સતર્ક્ થઈ ગઈ, “સુમનની બીમારી તો સિઝનલ છે. પાઉડર સાથે એનો કેઈ સંબંધ નથી. ડોન્ટ વરી.”

“તું એ બધું સુમનને આપવાનું બિલક્ુલ બંધ ક્રી દે. સમજે છે તું?”

મિશેલ મૌન રહી.

“મિશેલ, હું તારી સાથે વાત ક્રી રહૃાો છું...” આર્યમાનનો સ્વર ઊંચો થઈ ગયો.

“ચીસો નહીં પાડ. મને સંભળાય છે. સુમનને ક્શું નહીં પાઉં. બસ?”

ક્મરામાં ફેલાયેલી ભારેખમ શાંતિ વધારે અણિયાળી બની ગઈ હોત, પણ એટલામાં મુક્તાબેન હાંફળાફાંફળા થતાં આવ્યાં ને પાનું ફરી ગયું હોય તેમ માહોલ પલટાઈ ગયો.

“માફ ક્રજો આર્યમાનભાઈ, મારે ઓચિંતા ભાગવું પડ્યું... ”

“પણ તમે હતાં ક્યાં?”

“ક્ૂપર હોસ્પિટલ. જુહુમાં...”

“ક્ેમ?”

“વહેલી સવારે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. એને દાખલ ર્ક્યો છે ત્યાં...”

“એને એટલે કેણ, ગણપતને?”

“હા.”

ગણપતનો નામોલ્લેખ થયો એટલે મિશેલ ચોંક્ી.

“શું થઈ ગયું ગણપતને?” આર્યમાને પૂછ્યંું.

“શું નથી થયું એમ પૂછો, આર્યમાનભાઈ. દુનિયાભરની બીમારીઓ પાળીને બેઠો છે. પેટમાં ચાંદા છે, ફેંફસા સાવ ગયા છે. બીજું ક્ેટલુંય છે. જોગશ્વરીમાં દારુ પીને ક્યાંક્ પડ્યો હતો. કેઈએ ઊંચક્ીને ક્ૂપરમાં દાખલ ર્ક્યો. બહુ સિરિયસ હાલતમાં હતો. ભાનમાં આવ્યો પછી પૂછપરછ ક્રી તો મારું નામ આપ્યું. હોસ્ટિપલમાંથી અર્જન્ટ ફોન આવ્યો એટલે મારે ભાગવંુ પડ્યું...” મુકતાબેનનો અવાજ ધીમો થઈ ગયો, “ભલે વર્ષોથી અલગ થઈ ગઈ હોઉં, ભલે મને એ દીઠો ગમતો ન હોય, પણ કયદેસર ધણી તો ખરોને...”

“ના ના, સારું ર્ક્યું તમે ગયા તે. ફકત ઘરમાં કેઈને જાણ ક્રીને જવાની જરુર હતી. વળી, સુમન પણ માંદી છે...”

“એટલે તો ભાગતી પાછી આવી,” મુકતાબેન સુમન પાસે જઈને એનું ક્પાળ તપાસવા લાગ્યાં, “હજુ તપે છે. ક્ંઈ ખાધું ક્ે નહીં?”

“અમારું ક્યાં સાંભળે છે? તમારે જ ખવડાવવું પડશે. ઉઠાડો એને.”

“હું પહેલાં થાળી તૈયાર ક્રીને લેતી આવું...”

મુકતાબેન ઝપાટામાં બહાર નીક્ળ્યા ક્ે તરત મિશેલે પૂછ્યું, ગણપત વિશે શું વાત થઈ?”

“એ હોસ્પિટલાઈઝ્ડ છે. તબિયત વધારે બગડી લાગે છે. ”

“ઓહ...” મિશેલ અટક્ી ગઈ. ગણપત બીમાર છે એનો મતલબ એ થયો ક્ે...

એ જ વખતે મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર “પ્રાઈવેટ નંબર” શબ્દો ઝબક્યા. બાબા ગોરખનાથનો ફોન! “એકસક્યુઝ મી” ક્હીને એ ત્વરાથી બહાર નીક્ળી ગઈ.

“નમસ્તે બાબા...”

“આશીર્વાદ...” ગોરખનાથનો અવાજ ફોન પર પણ રણઝણાવી મૂક્તો હતો, “બધું મારી સૂચના પ્રમાણે થઈ રહૃાું છે?”

“હા, બાબા.”

“મેં આપ્યો છે તે પાઉડર રોજ નાળિયેર પાણીમાં નાખીને પાગલ છોક્રીને આપે છેે?”

“હા બાબા... પણ એની તબિયત ત્રણચાર દિવસથી જરા ઢીલી થઈ ગઈ છે. તે શું આ પાઉડરને કરણે?”

સામા છેડે ગોરખનાથનું અટ્ટહાસ્ય ફૂંકયું.

“ભારે નાજુક્ છોક્રી છે આ તો! જરા અમથા પાઉડરથી માંદી પડી ગઈ. એના પર વજ્રોલી ર્ક્મ થશે તો શું હાલત થશે?”

મિશેલ ધ્રૂજી ઉઠી. ગોરખનાથ આગળ વધ્યા, “ખેર, તારે આ બધી ચિંતા ક્રવાની જરુર નથી. તારે ફકત એ જોવાનું છે ક્ે ત્રણ દિવસ પછી સુમનને મારા ઘરે ક્ેવી રીતે લાવીશ. ખાસ આ ક્હેવા માટે જ તને ફોન ર્ક્યો હતો. ત્રણ દિવસ પછી બપોરે બે વાગ્યે હું સુમન સાથે વજ્રોલી ર્ક્મનો પ્રારંભ ક્રવાનો છું. શુભ મુહૂર્ત છે. ચુકવું ન જોઈએ...”

ફોન મુકઈ ગયો. મિશેલ સ્તબ્ધ રહી ગઈ.

ફકત ત્રણ દિવસ? પછી મારે સુમન કેઈ પણ ભોગે બાબાને સોંપી દેવી પડશે?

મિશેલે આંખો બંધ ક્રીને ઊંડા શ્વાસ લેવા માંડ્યા. મનનો કેલાહલ ધીમે ધીમે શાંત થતો ગયો. એ મકક્મ ડગલાં ભરતી ક્મરામાં આવી. મુકતાબેન થાળી લઈને આવી ગયાં હતાં. આર્યમાને સુમનને ઢંઢોળીને જગાડી. એણે માંડ માંડ આંખો ખોલી. મિશેલ નજીક્ ગઈ. બહુ પ્રેમથી સુમનના ગાલ પર હળવેથી હાથ પસરાવ્યો, વાળ ઠીક્ ર્ક્યા. પછી ઝુક્ીને ગાલ પર ચુંબન ર્ક્યું. મુકતાબેન આશ્ચર્યથી જોઈ રહૃાાં.

આજ સુધીમાં મિશેલે સુમન સાથે પાંચ મિનિટેય ગાળી નહીં હોય. સુમન સામે નજર સુધ્ધાં ક્રતી નથી. તો આજે ક્ેમ ઓચિંતા આટલો બધો પ્રેમ ઊભરાઈ આવ્યો?

“સુમન... સ્વીટહાર્ટ!” મિશેલ ધીમે ધીમે બોલવા લાગી, “તું જલદી જલદી સાજી થઈ જા... પછી હું તને શોપિંગ ક્રવા લઈ જઈશ, ઓક્ે? આપણે એયને રેસ્ટોરાંમાં જમીશું, ફિલ્મ જોવા જઈશું, રાઈડ્સમાં બેસીશું... સવારથી નીક્ળી જઈશું તે છેક્ મોડી રાત સુધી! ખૂબ રખડીશું, ખૂબ મજા ક્રીશું... અને હા, આર્યમાનને સાથે નહીં લઈ જઈએ, ઓક્ે? તું અને હું બે જ! મારી ફ્રેન્ડ છેને તું? આવીશને મારી સાથે? હં?”

ભૂખ્યા અજગરની જેમ લબકરા મારતી મિશેલની આંખોને સુમન નાસમજીથી તાક્ી રહી.

૦ ૦ ૦

બેડરુમમાં અંધકર ધીમો ધીમો હાંફી રહૃાો હતો. કળા સસલાની ધબક્તી લિસ્સી છાતીની જેમ. ક્ષણના એક્-એક્ રેષા છુટ્ટા પડીને લહેરાઈ રહૃાા હતા. શરીરના પ્રત્યેક્ કેષમાં રણઝણી ઉઠેલી ચેતના, સહન ન થઈ શક્ે એટલું બધું સુખ અને શરીર ફાડીના બહાર ફૂટી નીક્ળેલો તીવ્ર આનંદ...

“બસ, મોક્ષ!”

... અને એક્ પ્રચંડ સહ-પ્રસ્ફોટ.

મોક્ષનું શરીર ધીમે ધીમે શાંત થતું ગયું. બ્રહ્માંડમાં ક્યાંય સુધી આકરહીન શૂન્યાવકશ હિલોળા લેતો રહૃાો. પછી માયાથી હળવેથી અળગો થઈને એ બાજુમાં ચત્તો લેટી ગયો. થોડી ક્ષણો પછી આંખો અનાયાસ ખૂલી ગઈ. જોક્ે આંખો ખોલવાની ક્રિયા અર્થહીન હતી. નિઃશબ્દ અંધકર પાંપણ ઉઘાડ્યા પહેલા પણ નાચતો હતો, પાંપણ ઉઘાડ્યા પછી પણ નાચતો રહૃાો.

માયા એના તરફ ફરી. મોક્ષના ક્પાળ પર, ઝુલ્ફાં પર, ચહેરા પર ક્યાંય સુધી આંગળીઓ ઘુમાવતી રહી. મોક્ષ એના તરફ ઘુમ્યો. માયાની આંખોમાં અપાર સંતોષ ચમક્તો હતો.

“થેન્ક્ ગોડ... આ શરીર માટે! આ શરીર ન હોત તો હું પ્રેમ ક્ેવી રીતે વ્યક્ત ક્રત?”મોક્ષ મુસ્ક્ુરાયો.

“ક્ેમ? શરીર હોય તો જ પ્રેમ વ્યકત થઈ શક્ે?”

“શરીર હોય તો પ્રેમ વ્યકત ક્રવામાં આસાની રહે છે.”

“યુ નો વોટ મોક્ષ, મેં ક્યાંક્ સરસ વાંચ્યું હતું ક્ે પ્રેમ પ્રગટ થવાના બાર કરણ અથવા તો બાર માર્ગ છે. આઈ થિંક્, રામાયણ વિશેના કેઈ પુસ્તક્માં વાંચેલું.”

મોક્ષ હસી પડ્યો, “તું આટલી આધ્યાત્મિક્ ક્યારથી થઈ ગઈ? વચ્ચે તેં ક્ંઈક્ ગીતામાંથી શ્લોક્ સંભળાવ્યા હતા, આજે રામાયણની વાત ક્રી રહી છે! વોટ્સ રોંગ વિથ યુ, માયા?”

“શટ અપ! જસ્ટ લિસન ટુ મી, ઓક્ે?” માયાએ ક્ૃત્રિમ ગુસ્સો ર્ક્યો, “જો, પ્રેમનો પહેલો પ્રકર છે સંયોગ. અમુક્ પ્રેમ સિચ્યુએશન્સમાંથી પ્રગટે. તે લાંબો સમય જરુર ટક્ે, પણ તે સનાતન ન હોય. જેને માટે પ્રેમ છે તે વ્યકિત ન રહે તો સંયોગથી પ્રગટેલો પ્રેમ પણ ન રહે.”

“આપણો પ્રેમ ક્ઈ ક્ેટેગરીમાં આવે છે?”

“તું સવાલો પછી ક્રજે. પહેલાં ફકત સાંભળ.”

“ઓક્ે. સોરી. પછી?” મોક્ષને રમૂજ થઈ રહી હતી.

“પ્રેમની અભિવ્યકિતનો બીજો રસ્તો છે વિયોગ. બે વ્યકિત વિખૂટી પડે ત્યારે પ્રેમ પ્રગટે છે અને આ પ્રકરનો પ્રેમ વધારે દીર્ધાયુ બને છે. આવું રામાયણ ક્હે છે!”

“આઈ સી! લાગે છે, આપણે પ્રેમ વધારવા બળજબરીથી વિયોગ પેદા ક્રવો પડશે! પછી?”

“વિશ્વાસ! જ્યાં તર્ક્ છે, શંક-ક્ુશંક છે ત્યાં પ્રેમ નથી. પેલું ક્હે છેને ક્ે, સંશયાત્મા વિનશ્યતિ... સંશય વિનાશ નોતરે છે. પછી છે, શ્રદ્ધા. રામાયણમાં વિશ્વાસ અને શ્રદ્ધા બન્નેને સ્પષ્ટપણે અલગ ગણ્યા છે.”

“વાહ. પછી?”

“રુચિ પણ પ્રેમ વ્યકત ક્રવાનું માધ્યમ છે. જે વસ્તુ ક્ે કમ વારંવાર ક્રીએ છતાં ક્ંટાળો ન આવે તે આપણી રુચિ થઈ ગણાય. આપણે એને પશન ક્હીએ છીએ! જે વસ્તુનું પશન હોય તે સમયની સાથે ગાઢ બનતું જાય. આ પણ પ્રેમનો એક્ પ્રકર થયો.”

“ક્ૂલ!”

“પછી છે, આસક્તિ... મીન્સ ક્ે પ્રિયપાત્ર પ્રત્યેની માયા, વળગણ! સામેના પાત્ર પ્રત્યે આસકિત દ્વારા પણ પ્રેમ વ્યકત થતો હોય છે. તે ક્ેટલો ઈચ્છનીય છે એ અલગ વાત થઈ... અને ત્યાર બાદ ૠજુતા, કેમળતા, સિમ્પ્લીસિટી! જો મન સરળ હશે તો પ્રેમ પ્રગટ થશે. લુચ્ચુ મન પ્રેમ ક્રી શક્તું નથી! ક્ેટલા પ્રકર થયા? તું ગણતો જાય છે?”

“હા. સાત થયા. આગળ?”

“બસ, મને અત્યારે આટલા પ્રકર જ યાદ છે.”

“ધિસ ઈઝ નોટ ફેર! હજુ તો રસ પડવાનું શરુ થયું ત્યાં તેં વાત પૂરી ક્રી નાખી!”

“પછી ક્યારેક્ યાદ આવશે ત્યારે ક્હીશ!”

“ઓક્ે....” મોક્ષે બન્ને હાથ ફેલાવીને આળસ મરડી, “અદભુત વાત ક્રી તેં, માયા. આઈ એમ ઈમ્પ્રેસ્ડ!”

માયા ખામોશ રહી. મોક્ષ ઊભો થઈને બારી પાસે ખડો થઈ ગયો. બહાર રાત ઝળહળતી હતી. થોડી વારમાં એ પાછો બિસ્તર તરફ આવ્યો. માયા ખુલ્લી આંખે પડી હતી. એણે મોક્ષ સામે સીધું જોયું, “ડુ યુ લવ મી, મોક્ષ?”

એના અવાજમાં ગંભીરતા હતી. મોક્ષે સ્વસ્થતાથી જવાબ આપ્યો, “યેસ, માયા.”

“તો મારાથી દોઢ વર્ષ દૂર ક્ેમ રહૃાો? દોઢ વર્ષ, મોક્ષ! અઢાર મહિના!”

મોક્ષ હચમચી ગયો. આ ક્ષણ માટે એ તૈયાર નહોતો. અચાનક્ તેને લાગ્યું ક્ે કેઈએ એને ઝાટક સાથે ઉખાડીને જુદા જ સમતલ પર મૂક્ી દીધો છે. દિમાગમાં ક્શુંક્ ઝમ ઝમ ઝમ ઝમ થવા લાગ્યું.

“ક્ંઈક્ તો બોલ!” માયાએ વેદનાથી ક્હૃાું.

“મારે આ વિશે ક્ંઈ વાત નથી ક્રવી.”

“ક્ેમ નથી ક્રવી? હજુ થોડી વાર પહેલાં જ તું પૂછતો હતોને ક્ે આપણો પ્રેમ ક્ઈ ક્ેટેગરીમાં આવે? હવે તું જ એનો જવાબ આપ, મોક્ષ!”

“આઈ લવ્ડ યુ, માયા. આઈ ઓલવેઝ લવ્ડ યુ...” મોક્ષના અવાજમાં દર્દ ઉતરી આવ્યું, “અમેરિકથી પાછા આવ્યા પછી હું જ તારી પાસે આવ્યો હતો, યાદ છે? મેં જ માથેરાન જવાનો આગ્રહ ર્ક્યો હતો. મારે તારી સાથે એકંતમાં રહેવું હતું. જે ક્ંઈ થયું હતું આપણી વચ્ચે એને ભુલીને નવેસરથી શરુઆત ક્રવી હતી. તને પ્રેમમાં તરબોળ ક્રી દેવી હતી. એ અઢાર મહિનાની ખોટને સરભર ક્રી દેવી હતી... અને મેં તને પ્રેમ ર્ક્યો હતો, માયા! મન મૂક્ીને વરસ્યો હતો ... માથેરાનના આ જ ઘરમાં, આ જ માહોલમાં, યાદ છે? પણ પછી...”

“પણ પછી શું, મોક્ષ?”

મોક્ષનું માથું અચાનક્ ફાટવા લાગ્યું.

“યાદ ક્ર. તને ઘણું બધું યાદ છે... આગળ શું બન્યું હતું?”

મોક્ષે માથું પક્ડીને બેસી ગયો.

“દિમાગ પર જોર દે, મોક્ષ... પછી શું બન્યું હતું? બોલ?”

ધક્કા સાથે ક્શુંક્ વિખૂટું પડી ગયું. ચેતન, અચેતન, અર્ધચેતન એક્મેક્માં ભળીને નર્તન ક્રવા લાગ્યાં. મોક્ષ વધારે સહન ક્રી શક્ે તેમ નહોતો. એ ત્યાં જ ઢળી પડ્યો.