Niyat in Gujarati Short Stories by Manisha joban desai books and stories PDF | નિયત

Featured Books
Categories
Share

નિયત

રહસ્યકથા

19 નિયત

એ.સી.પી.સૂજ્મસિંગ શ્રેણીનો 19 મણકો....

કિચનમાં જઈ સવારમાં બની રહેલા બ્રેકફાસ્ટની રાહ જોતો સૂજ્મસિંગ કિનલ સાથે વાત કરી હતો. મધર આવ્યા હતા એમને કિનલ સાથે વાત કરવા ફોન આપી, કોમ્પ્યુટર પર ઈ-મેલ જોઈ રહ્યો હતો. જેમાં એક પ્રોફેસર જ્વલંતનો મેસૅજ હતો કે કેમ્પસનાં સ્પોર્ટ્સ સેન્ટરમાં એક સ્ટુડન્ટ યુવતીની લાશ મળી છે. યુનિવર્સીટીનાં આજ પ્રોફેસરે પોતાની યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ અને ગેરવર્તણૂક તથા જી.એસ.ની દાદાગીરી વિષે ખાનગીમાં કમ્પ્લેન કરી હતી કારણકે પોતાનું નામ આવે તો ફેમિલીની કોઈ સેફટી નહિ. અને સૂજ્મ,

'ઓ માય ગોડ આ તો હદ થઇ ગઈ કહેવાય. વિચારીને ગીરીરાજ સાથે યુનિવર્સીટી પહોંચી ગયા હતા. સાદા ડ્રેસમાં હતા અને એકદમ નોર્મલ રીતે કોલેજ કેમ્પસમાં આંટો મારેલો અને કેન્ટીનનું એટમોસ્ફિઅર જોઈ સુજમ અને ગિરિરાજ એકદમ સડક થઇ ગયા હતા. જે પ્રકારે સ્ટુડેંટ્સ સિગારેટ પી રહયા હતા અને પછી તરત થોડા ક્લાસરૂમમાં પણ જઈ જોયું. જી.એસ. તરીકે જે છોકરો જીત્યો હતો એનું નામ ગાર્ગેશ હતું અને બધા ફ્રેન્ડ્સ એને ગોગ્સના નામથી બોલાવતા હતા. પ્રોફેસર જ્વલંતજીનાં કહયા પ્રમાણે ઘણી બધી કલાસની એબસન્ટ અને ઇન્ટરનલ એકઝામ અટેન્ડ નહિ કરી હોવા છતાં પણ કઈ કહી શકાય. અને જે ખરેખર બ્રિલિઅન્ટ સ્ટુડન્ટ છે એ બધાને પણ એક્સટ્રા એક્ટિવિટીમાં જોડાવા ફોર્સ કરે. સૂજ્મ જોઈને સમજી ગયો કે જે પ્રકારની બિહેવિઅર અને સ્ટાઇલ વગેરે હતા કે ખાલી પૈસાદાર હોવાને લીધે નહિ પણ કોઈનું છૂપું બેકિંગ પણ હશે. એ વીઝીટને પણ ઘણો સમય થઇ ગયો હતો અને આજે આ ઘટના બની હતી.

મધર સાથે જનરલ વાતો કરતો બ્રેકફાસ્ટ લેવા બેઠો. અને 10 મિનિટ્સમાં તો ગિરિરાજ તૈયાર થઇ આવી ગયો, ફરી એક કપ ચા પીઈને બંન્ને યુનિવર્સીટી પહોંચી ગયાં.

સૂજ્મ તથા ગિરિરાજે સ્થળ પર પહોંચી ઇન્સ્પેક્ટર સારિકાને બધા સ્ટુડન્ટ્સની પાસેથી વિગતો કલેક્ટ કરવા કહ્યું . ..

બધા સ્ટુડેંટ્સ આવવા માંડયા હતા વહેલી સવારે થોડા સ્ટુડેંટ્સ ગેમ માટે આવે પણ વરસાદનો સમય હતો એટલે બહુ ઓછા આવ્યા હતા. તિલિકા રાઘવ કોમ્પ્યુટર સ્ટુડન્ટ હતી. આજે એની ફ્રેન્ડ સાથે રમવા આવી નહોતી .

સુજમસિંગે બીજા સ્ટુડેંટ્સ જે સવારમાં જિમમાં આવતા હતા એમને પૂછતાં જાણવા મળ્યું, સવારના બેડમિન્ટન બેચમાં બે ત્રણ જાણ જ હત. ગળામાં દોરી બાંધી સ્પોર્ટ્સનાં સ્ટોરરુમ પાસે ફેંકી દીધી હતી. તેથી પહેલા કોઈનું ધ્યાન નહિ ગયું. અને બીજા પ્લેયરોએ જણાવ્યું કે એ લોકોએ તો તિલિકાને આજે સવારથી ગેમમાં જોઈ જ નથી .'

'સર,એનો અર્થ કે સવારે એ આવી રહી હોય એ વખતે કોઈ ઘટના બની હોય ? ગિરિરાજે ફરી ઇન્ચાર્જને ફોન કરી લોકરની ચાવી લીધી અને તપાસ કરતાં એક હાર્ડડિસ્ક મળી જેમાં ઘણા બધા ફોન નંબર અને થોડા પાર્ટીનાં ફોટા હતા .

આખરે ગોગ્સનો સંપર્ક થયો બીજે દિવસે. એણે બહારગામથી આવીને તરત સૂજ્મસિંગનો કોન્ટેક્ટ કર્યો. સૂજ્મસિંગે એકદમ સખત રીતે એની દાદાગીરી વિશેની ફરિયાદ વિષે કહ્યું. 'એક વિદ્યાર્થીએ વિદ્યાર્થી જેવું તો રહેવું જ જોઈએ. તિલિકાનાં કોઈ ગ્રુપ વિષે તું કઈ જાણે છે ?'

'હા, સર તિલિકાનાં પપ્પા ઈન્ડસ્ટ્રીયાલિટ છે અને એનું ખુબ મોટું ગ્રુપ છે, પણ મારી એક્ટિવિટી અલગ છે અમે પણ પાર્ટીસ કરીએ છે પણ એવી ડ્રગની રેવ પાર્ટી નથી કરતાં. ઑફકોર્સ અમે થોડા ફ્રેન્ડ્સ સિગારેટ પિઇએ છે પણ સોશ્યિલ સંસ્થાઓ સાથે અમારું ગ્રુપ જોડાયેલું છે અને અમારી ઘણી એબસન્ટ પડે છે, અમારા કાર્યક્રમમાં રાજકીય નેતાઓ પણ કોઈ વાર હોય એટલે અમે કોઈ પોલિટિકલ પાર્ટીનો હાથો છે એવું કહી બદનામ કરી નાખ્યાં. અને અમારા પ્રોફેસર વારંવાર અમને ઈન્સલ્ટ કરે અને 'આ ગયે છપરી-ટપોરી લોગ ' બોલ્યાં એટલે અમારા ગ્રુપનાં એક છોકરાનું મગજ છટક્યું અને પ્રો.જવલંત જોઈ લેવાની ધમકી આપેલી. સર, તિલિકાનાં ગ્રુપમાં બહુ ફોરીનર્સ પણ આવતાં અને ઇવેન્ટ મેનેજમેન્ટની એકસ્ટ્રા એકટીવીટીનાં નામે શહેરની બહાર પાર્ટી કરતાં એટલે કોઈને ખબર નહિ પડી અને અમારા પ્રોફેસર એ છોકરી હોવાને લીધે એની ફેવર કરતા.'

'ઓકે એની સાથે સવારે સ્પોર્ટ્સમાં કોઈ આવતું હોય એમાંથી કોઈ એનું દુશ્મન હોઈ શકે ?'

'સર, મને ખાસ કંઈ ખબર નથી પણ મારો એક ફ્રેન્ડ છે જે એની પાર્ટીમાં બે -ત્રણ વાર ગયેલો એને વધારે ખબર હશે '

નિજતનો નંબર લઈને એને બોલાવી પૂછતાં જણાવ્યું. 'સર, તિલિકા ચોક્કસ કોઈ મોટી તકલીફમાં ફસાયેલી હતી. મારી ગર્લ ફ્રેન્ડ રીન્કુ એની સાથે બેડમિન્ટન રમવા આવતી એને કોઈની પાસે મોટી રકમના ફાઇનાન્સ માટે પૂછતી હતી, રીન્કુએ મને કહ્યું હતું .'

'ઓક, બીજી કોઈ માહિતી મળે તો જણાવજો .'

અને .....થોડીવાર રહીને ઇન્સ .સારિકાએ ફરી તિલિકાનાં ઘરની વિઝિટમાં ડ્રોવરમાંથી ડ્રગની નોઝલ વગેરે મળ્યાની વિગતો જણાવી. એટલે એટલું તો કન્ફર્મ થતું હતું કે તિલિકા પણ ડ્રગનું સેવન કરતી હશે.

સૂજ્મસિંગ બધી વિગત તપાસતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે એના પર બળાત્કાર પણ થયો હતો. ફોનની વિગતો જોતાં રાતના અને વહેલી સવારનાં બે ત્રણ ફોન શંકાસ્પદ જણાતા હતા. કોઈ મલકેશ અરોરાનો નંબર હતો જે નંબર હાર્ડ ડિસ્કના લિસ્ટમાં પણ હતો.

સૂજ્મસિંગ ટિમ સીધી મલકેશ અરોરાની ઑફિસે પહોંચી ગઈ. ફાઇનાન્સની ઓફિસ હતી અને મલકેશે કહ્યું કે હું પણ બે ત્રણ વાર એની પાર્ટીમાં ગયો હતો અને એને મારી પાસે બહુ મોટી રકમ ઈન્વેસ્ટ કરવાની છે એમ કરીને લીધેલી અને ઘણો સમય થઇ ગયેલો પણ પેમેન્ટ નહિ આવતા મેં થોડું સખત શબ્દોમાં કહેલું. એણે એનાં ડેડીને જણાવવાની ના પાડેલી. હું બે ત્રણ મહિના મારી ટ્રીટમેન્ટ માટે અમેરિકા હતો મારો પાર્ટનર ઑફિસે આવેલી એવું કહેતો હતો. મેં એને પૈસા માટે બધાને રિમાઇન્ડર આપવાનું કહેલું .

ઓફિસમાં ઈન્કવાયરી કરતાં પ્યુને જણાવ્યું કે પ્રીતલ સોઢીને તિલિકા બે ત્રણ વાર ઑફિસે મળવા આવેલી અને એક વાર સાથે બહાર પણ ગયેલા .

પ્રીતલને પૂછતાં એકદમ ગોળ ગોળ જવાબ આપવા માંડ્યો. અને સાથે બહાર કેમ ગયેલો પૂછતાં, 'એ તો મારી ફ્રેન્ડ થઇ ગયેલી '

'તું તો મેરીડ છે અને તારી એટલી દોસ્તી થઇ ગયેલી ?'

'સર આમજ ....' એ દિવસે એ પણ બહુ વહેલી સવારમાં ઘરેથી નીકળેલો એવી માહિતી ઘરે ફોન કરી પૂછતાં મળી ગઈ હતી.

અને સખત પૂછપરછ કરતાં પ્રીતલ ભાંગી પડ્યો અને કબૂલ કરવા માંડ્યો.

'એ મને મળી ને ત્યારે બહુ ફ્રસ્ટેડ હતી. અને અમે બહુ નજીક આવી ગયા હતા. એ ગ્રુપમાં ડ્રગ લઈને બધાને આપતી અને પાર્ટીઓમાં ખર્ચો થઇ ગયેલો અને ઘણા જણે પેમેન્ટ પણ નહિ આપ્યું એવું મને જણાવ્યું. કોઈ બીજી કોલેજનાં છોકરાઓ પણ ઈન્વોલ્વ હતા અને એની પર પૈસા માટે દબાણ થવા માંડ્યું હતું. મેં એને મદદ કરી અને થોડું પેમેન્ટ પતિ ગયેલું. એને મારી પર ખુબ વિશ્વાસ હતો. આમ ફ્રેન્ડલી રહેતી હતી મેં બે -ત્રણ વાર ટ્રાય કરી પણ સેક્સ માટે રેડી નહોતી થતી. મેં એને તે દિવસે વહેલી સવારમાં બાકીનું પેમેન્ટ આપવા માટે બોલાવી હતી. વરસાદનો સમય હતો અને મેં એને એનાં ઘર પાસેથી કારમાં પીક કરી. ગાડી યુનિવર્સીટીનાં રસ્તે વચ્ચે ઉભી રાખી અને એને પૈસા આપી દીધા. અને એને મનાવવા ટ્રાય કરી કરી પણ એણે બહુ વિરોધ કર્યો અને મેં જબરજસ્તી કરીને એનું મોં દબાવી રાખ્યું અને કારમાંજ એનું મૃત્યુ થયું અને પછી એને વહેલી સવારમાં જ સ્પોર્ટ સેંટરનાં સ્ટોર રુમ પાસે નાખી દીધી જેથી આરોપ કોલેજનાં જ કોઈ પર આવે.'

અને ..સૂજ્મસિંગ તથા એની ટિમ એકદમ સ્તબ્ધ થઇ ગયા. અને ડ્રગ્સનાં ગ્રુપની વધુ તપાસ માટેનું પ્રોમિસ આપતા ઉપરીને આખી વિગત જણાવી. કોલેજ, યુનિવર્સીટીનાં વાતાવરણમાં સ્ટુડન્ટ્સનો જે રીતે અસામાજિક તત્વો ઉપયોગ કરી રહ્યા છે એની ચિંતા વ્યક્ત કરતા કમિશ્નર શ્રીએ પેરન્ટ્સ અને ફેકલ્ટીને વધારે સતર્ક થઇ તરત ફરિયાદ કરવા માટેની સૂચના આપી .

મનીષા જોબન દેસાઈ