હિન્દુધર્મમાં અભદ્રતા?
આ લેખ તથાકથિત ધર્મનિરપેક્ષતાવાદી બુદ્ધિજીવીઓ અને ધર્માંતરણના વિષાણુઓના હિન્દુધર્મ અભદ્ર હોવાના ખોટા આરોપોનો વળતો જવાબ આપતી એક માત્ર પુસ્તક - Attacks on Hinduism And its defence forever – નાં એક પ્રકરણનો ગુજરાતીમાં અનુવાદ છે.
http://agniveer.com/books/attacks-hinduism-defence-forever/
Contact: books@agniveer.com
આજે ભારત દેશ ધર્માંતરણરૂપી રોગના વિષાણુઓનું પ્રમુખ આશ્રય સ્થાન બની ચુક્યો છે. ચીન અને તેની પારના બીજા દેશોમાં આ વિષાણુઓ હજુ સુધી તો પ્રવેશી શક્યાં નથી, પણ ભારતથી પશ્ચિમ તરફના દેશોમાં તો જેટલું પણ ધર્માંતરણ થવાનું હતું તે થઇ ચૂક્યું છે. ભારતથી પશ્ચિમ તરફના દેશોમાં ધર્માંતરણની કડવી વાસ્તવિકતાનો ખ્યાલ આ દેશો તરફ માત્ર એક નજર ઉઠાવીને જોવાથી જ આવી જશે. આ દેશોમાં તો હવે માત્ર ઈસાઈમાંથી ઇસ્લામમાં અને ઈસ્લામમાંથી ફરી ઈસાઈમાં ધર્માંતરણ કરતા રહેવાનો, અથવા તો આ બે મોટા ધર્મ સંપ્રદાયોની એક ઉપશાખામાંથી બીજી ઉપશાખામાં કૂદકા મારતા રહેવાનો જ ખેલ બાકી રહ્યો છે.
પરંતુ ભારતમાં હિન્દુઓ અને અન્ય ધર્મ સંપ્રદાયોના લોકોનું સારું એવું મિશ્રણ જોવા મળે છે. આ જ કારણે ભારતમાં અલ્લાહ કે પછી ઇસામસીના મિશનને પુરજોશમાં ચાલતું રાખવા માટે ઘણી મોટી સંખ્યામાં સંભવિત / ભાવી અનુંયાયીઓ મળી રહે છે. આની સાથે સાથે આ સંપ્રદાયોનો પ્રચાર કરનારા અને હિન્દુઓનું ધર્માંતરણ કરવામાં સક્રિય ભાગ ભજવતા ઘણાં બધાં એજન્ટ અને દલાલો મળી આવે છે.
આજે જેમ ભારત ઇતિહાસના મહાપુરુષોની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે, તેમ આ ભૂમિ આત્મઘાતમાં ગૌરવ અનુભવતા એવા દેશધ્રોહીઓના જન્મ અને તેમના પાલન માટે પણ પ્રસિદ્ધ છે. આ વાતનું સૌથી મોટું પ્રમાણ બીજું શું હોઈ શકે કે રાષ્ટ્રીય શરમનું પ્રતિક એવી “બાબરી મસ્જીદ” - કે જે મસ્જીદને એક સમલૈંગિક, બાળકોનું યૌન શોષણ કરનાર, નિર્દોષ લોકોનું કતલ કરનાર અને નશામાં ચૂર રહેનાર બાબરે બનાવી હતી. - તુટવાની ઘટનાને દેશ માટે ગૌરવ અને આનંદનો પ્રસંગ માનવાની જગ્યાએ તેને એક મોટી સમસ્યા માનવામાં આવી. અને પછી આપણાં દેશનું અનિયંત્રિત અને નિર્બળ નેતૃત્વ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે કોઈ અજમલ કે અફઝલને હિન્દુઓની સંખ્યા ઘટાડવા માટે બહુ સહેલાયથી, તેની ઈચ્છા પ્રમાણેના લોકો, પુરતી આર્થિક સહાય અને ઘાતક શસ્ત્રો મળી રહે.
સંક્ષિપ્તમાં કહીએ તો, ભારત દેશ વિદેશી ધર્મ સંપ્રદાયોના પ્રચાર અને ફેલાવ માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે. ભારતમાં ધર્માંતરણ હવે એક હોશિયારી અને ચાલાકીનો ખેલ બની ગયો છે. માત્ર એકધર્મી રાષ્ટ્ર બનાવવા માટે ભારતમાં આજે ધર્માંતરણ માટે અનેક પ્રકારનાં ઉપાયો અને યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ખુબ જ મોટા પાયે હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરી તેમને ઈસાઈ અથવા તો મુસ્લિમ બનાવવા માટે તત્પર લોકોની સૌથી મોટી ચાલ એ છે કે હિન્દુધર્મને દુનિયા સમક્ષ અશ્લીલ ધર્મના રૂપમાં રજુ કરવો! આમ જોવા જઈએ તો, હિન્દુધર્મને દુનિયા સમક્ષ અશ્લીલ ધર્મના રૂપમાં રજુ કરી હિન્દુઓનું ઈસાઈ અને ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરવું એ કોઈ નવી યુક્તિ નથી. પણ આજનાં સમયમાં કેટલાક મહત્વપૂર્ણ કારણોથી વિદેશી ધર્મોના એજન્ટ માટે આ યુક્તિ અજમાવવી ખુબ જ જરૂરી બની ગઈ છે. પરતું લેખની લંબાઈને ધ્યાનમાં લેતા આપણે આ કારણો વિષે અહીં ચર્ચા નહિ કરીએ.
બાઈબલ અથવા તો કુરાન + હદીસને માનનારા ધર્માંતરણના એજન્ટ(વિષાણુઓ) હિન્દુધર્મમાં અશ્લીલતાનો આરોપ લગાવે છે. પણ આ વાત ખુબ જ હાસ્યાસ્પદ છે. કારણ કે જો અંતિમ અક્ષર સુધી અશ્લીલ વાતોથી ભરેલી પુસ્તકોની હરીફાઈ થાય તો તેમાં આ બે પુસ્તકો સૌથી પહેલા સ્થાન પર આવે. આ પુસ્તકોની અશ્લીલ વાતો પર લખાયેલા ઘણાં બધાં લેખો તમને jesusallah.wordpress.com જેવી બીજી ઘણી વેબસાઈટ પર મળી જશે. પણ ધર્માંતરણના વિષાણુઓ પોતે એટલા બેશરમ છે કે સામાન્ય લોકોને છેતરી, મૂર્ખ બનાવી, ધર્માંતરણ કરવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ કે શરમ અનુભવતા નથી. કારણ કે તેઓ પોતે જ એવા ખોટા ભ્રમ અને વિકૃત આશા સાથે જીવે છે કે તેઓ જેટલા વધુ લોકોનું ધર્માંતરણ કરી શકશે, સ્વર્ગમાં તેમને તેટલી જ વધારે જાહોજલાલી અને કુંવારી કન્યાઓ સાથે મોજ માંણવા મળશે.
પણ આજે ભારત દેશમાં ધર્માંતરણ એક બહુ ગંભીર સમસ્યા બની ચુકી છે. ખુબ જ મોટી સંખ્યામાં પોતાના સાચા ધર્મથી (વૈદિક ધર્મ) અજ્ઞાન હિન્દુઓ, હિન્દુધર્મના આવા કુપ્રચારમાં ફસાઈ, આંતરિક અને બાહ્ય ચાલાકી અને છેતરપીંડીના શિકાર બની અંતે હિન્દુધર્મ પ્રત્યે ધ્રુણા પેદા કરી તેનાથી દુર થતા જાય છે. અને પછી તેમના માટે હિન્દુધર્મનો અર્થ રાધા-કૃષ્ણના પ્રેમની અશ્લીલ વાતો, શિવલીંગના રૂપમાં પુરુષનાં જનનેદ્રીયની પૂજા, વિષ્ણુ અને શિવનું સ્ત્રીઓનું સતીત્વ નષ્ટ કરવું, શિવનું મોહિની પર રીઝાવવું, બ્રહ્માનો પોતાની જ પુત્રી સરસ્વતી સાથે સબંધ જેવી નિરાધાર અશ્લીલ કથાઓથી વધુ કઈ જ રહેતો નથી. આમ થવાથી ધર્માંતરણના વિષાણુઓનું કામ વધુ સરળ બની જાય છે. અમારી જાણમાં એવા ઘણાં પત્રકોનું(pamphlets) ભારતભરમાં વિતરણ થઇ રહ્યું છે કે જેમાં હિન્દુઓને કહેવામાં આવ્યું છે કે તેઓ સાચા ઈશ્વર અને સાચી મુક્તિ મેળવવા માટે હિન્દુધર્મ છોડી બીજા વિદેશી ધર્મ સંપ્રદાયોનો સ્વીકાર કરે. આમ થવાથી ઘણાં બધાં હિન્દુઓને હિન્દુધર્મ પ્રત્યે ધ્રુણા થઇ ગઈ છે. અને જે લોકો હિન્દુધર્મને પ્રેમ કરે છે અને બીજા સંપ્રદાયમાં જવા નથી ઇચ્છતા તે લોકો પણ આવી ખોટી વાતોનું સ્પષ્ટીકરણ કરવામાં સમર્થ નથી અને આથી તેઓ હિન્દુધર્મનું પતન થતું અટકાવી શકતા નથી. અને વધુમાં ધર્મ નિરપેક્ષતાવાદી ક્મ્યુંનિસ્ટ આ સમસ્યામાં માત્ર ઉમેરો જ કરે છે.
આ લેખનો ઉદ્દેશ હિન્દુધર્મ પરના આ બધાં જ આરોપોને ખરા પરિપેક્ષ્યમાં રાખવાનો અને બધાં જ હિન્દુધર્મ પ્રેમીઓને હિન્દુધર્મનાં કુપ્રચારનો સામનો કરવા અને ધર્મનું રક્ષણ કરવા માટે તૈયાર કરવાનો છે.
૧. હિન્દુધર્મમાં અશ્લીલતા હોવાના આરોપોનું ખંડન કરતા પહેલા આપણાં માટે એ વાત જાણવી જરૂરી છે કે શું અશ્લીલતા ધર્મની પરિધિમાં આવે છે? હિન્દુત્વમાં ધર્મની અવધારણા કુરાન અને બાઈબલમાંની અંધ વિશ્વાસની વ્યવસ્થાથી તદ્દન અલગ છે. મનુસ્મૃતિ ૬.૯૨માં ધર્મના જે લક્ષણો દર્શાવેલા છે તે જ ધર્મની સાર્વભૌમિક પરિભાષા છે અને આ પરિભાષાને જ હિન્દુધર્મના બધાં જ વર્ગોમાં સ્વીકૃતિ મળી છે:
અહિંસા, ધૈર્ય, ક્ષમા, આત્મ-સંયમ, અસ્તેય(ચોરી ન કરવી), શુદ્ધતા, કર્મ અને જ્ઞાન ઇન્દ્રિયો પર વશ, બુદ્ધિ, વિદ્યા પ્રાપ્તિ, સત્ય અને અક્રોધ(ક્રોધ ન કરવો).
જે કઈપણ અથવા તો જે બધું ધર્મના આ ૧૧ લક્ષણોનું ઉલ્લંઘન કરે છે અથવા તો તેને દુષિત કરે છે તે હિન્દુધર્મ નથી.
૨. સાચા ધર્મની બીજી કસોટી છે વેદ. બધાં જ હિન્દુ ગ્રંથો સ્પષ્ટપણે અને અસંદિગ્ધતાથી વેદોને જ અંતિમ પ્રમાણ માને છે. આમ જે કાઈપણ વેદોની વિરુદ્ધ છે તે ધર્મ નથી.
સામાન્ય રીતે ઉપર જણાવેલી બે કસોટી એકબીજાથી અલગ ન હોઈ એક જ છે. માત્ર બંનેનો અભિગમ થોડો અલગ છે.
૩. યોગ દર્શનમાં સાચા ધર્મની આ જ કસોટીને યમ અને નિયમના રૂપમાં થોડી અલગ રીતે વર્ણવવામાં આવી છે.
યમ – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ(બિનજરૂરી સંગ્રહ ન કરવો)
નિયમ – શુદ્ધતા, સંતોષ, તપ(કર્તવ્ય પાલન માટે કઠોર પ્રયત્ન), સ્વાધ્યાય(આત્મ નિરીક્ષણ), ઈશ્વર પ્રણિધાન (ઈશ્વર પ્રતિ સમર્પણ)
આમ જે કાઈપણ યમ અને નિયમની વિરુદ્ધ છે તે ધર્મ નથી.
હિન્દુત્વના દરેક વર્ગ દ્વારા સ્વીકારાયેલી ખરા ધર્મની આ આધારભૂત કસોટીનું સ્પષ્ટીકરણ કર્યા પછી અશ્લીલતા જેવા ખોટા આક્ષેપોનો જવાબ આપવો વધુ સરળ બને છે. કારણ કે હવે અમારું દ્રષ્ટિકોણ એકદમ સ્પષ્ટ છે. – અમે આ આક્ષેપોનો પ્રતિવાદ કે ખંડન નથી કરતા, પણ તેમને સંપૂર્ણ રીતે નકારીએ છીએ.
પ્રશ્ન: સિક્યુલર(sickular) અને ધર્માંતરણ માટે સક્રિય લોકો આપણાં હિન્દુ ગ્રંથોમાં અસભ્ય કથાઓ હોવાનો જે આરોપ લગાવે છે તેના વિષે તમારું શું કહવું છે?
૧. હિન્દુધર્મના મૂળ આધાર વેદ છે. અને વેદમાં આવી એક પણ કથાનો ઉલ્લેખ નથી.
૨. મોટા ભાગની આવી અસભ્ય કથાઓ પુરાણો, રામાયણ કે પછી મહાભારતમાં જોવા મળે છે. વેદ સિવાય હિન્દુધર્મના બીજા એક પણ ગ્રંથને ઈશ્વર્કૃત માનવામાં આવ્યાં નથી. આ ઉપરાંત, વેદ સિવાયના બીજા બધાં ગ્રંથોમાં (પુરાણો, રામાયણ કે પછી મહાભારત) પ્રક્ષેપ થયેલો છે. આ પ્રક્ષેપ છેલ્લા ૧૦૦૦ વર્ષના ભારત પરના વિદેશી શાસન દરમિયાન એવા વિકૃત શાસકો અને ભ્રષ્ટ માર્ગીઓ દ્વારા કરાયો હતો કે જેમનો એક માત્ર ઉદ્દેશ ભારતની મૂળ સંસ્કૃતિનું પતન કરવાનો હતો. આથી આ ગ્રંથોમાંનો વેદ અનુકુળ ભાગનો જ સ્વીકાર કરી શકાય છે. બાકીનો ભાગ પ્રક્ષેપણ માત્ર જ છે અને તેનો અસ્વીકાર કરવો જોઈએ. હિન્દુઓ તેમના આચરણમાં આવા પ્રક્ષેપ થયેલા ભાગોને પહેલેથી જ નકારી ચૂક્યાં છે.
પ્રશ્ન: તમે કેવી રીતે કહી શકો કે આ બધાં ગ્રંથોમાં પ્રક્ષેપ થયેલ છે?
આ ગ્રંથોમાં પ્રક્ષેપ થયેલ છે તેના ઘણાં પ્રમાણ મળે છે. ઉદાહરણ તરીકે:
૧. ભવિષ્ય પુરાણમાં અકબર, વિક્ટોરિયા, મોહંમદ, ઇસા વગેરેની વાર્તાઓ જોવા મળે છે. ભવિષ્ય પુરાણના શ્લોકોમાં સન્ડે, મન્ડે વગેરે શબ્દોનો પ્રયોગ થયો છે. પણ જયારે ૧૯મી સદીના અંતમાં છાપકામ(printing) પ્રચલિત બન્યું ત્યારે આવી વાર્તાઓ લખવાનું બંધ થયું. આ પરથી એ વાત સાબિત થાય છે કે ૧૯મી સદીના અંત સુધી આ ગ્રંથોમાં નવા શ્લોકો ઉમેરાતા ગયા.
૨. ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત રામાયણ અને મહાભારતમાં જે શ્લોકો સ્પષ્ટ પ્રકરણની બહાર (સંદર્ભહીન) છે તેવા પ્રક્ષેપ થયેલા શ્લોકોને અલગથી ચિન્હિત કરવામાં આવ્યાં છે.
૩. મહાભારત ૨૬૫.૯.૪ ના શાંતિપર્વમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે કેટલાક કપટી લોકોએ વૈદિક ધર્મને કલંકિત કરવા માટે તેમાં મદિરા, માંસ-ભક્ષણ, અશ્લીલતા વગેરે વિષે વચનો કહેતા શ્લોકો ઉમેર્યા હતા.
૪. ગરુડ પુરાણ બ્રહ્મકાંડ ૧.૫૯ કહે છે કે વૈદિક ધર્મ અસભ્ય અને અશ્લીલ ધર્મ છે તેમ સાબિત કરવા માટે મહાભારતને દૂષિત કરવામાં આવ્યું છે.
આમ આવા અનેક ઉદાહરણો આપી શકાય છે.
આવા ગ્રંથો સાથે કેટલા મોટા પાયે મિલાવટ અને છેડછાડ કરવામાં આવી છે તેનો અંદાજો આપણને આ ગ્રંથોનું માત્ર થોડું અવલોકન કરવાથી જ આવી જશે. વધુમાં આ ગ્રંથોમાની કથાઓનો અર્થ ખોટા અનુવાદો કરી બદલી નાખવામાં આવ્યાં છે કે જેથી કરીને ધર્માંતરણનાં વિષાણુઓ અને તેના વાહકો માટે અનુકૂળતા રહે.
પ્રશ્ન: તમે એવું કેવી રીતે કહી શકો કે આ ગ્રંથો આપણાં હિન્દુઘર્મનો ભાગ નથી?
મેં એવું ક્યારેય નથી કહ્યું કે આ ગ્રંથો હિન્દુધર્મનો ભાગ નથી. પણ હું એમ કહું છું કે આ ગ્રંથોને આપણાં ધર્મનો ભાગ ત્યાં સુધી જ માનવા જોઈએ કે જ્યાં સુધી તેઓ વેદ સાથે એકમત છે.
૧. આજે કોઈપણ આ પુરાણોને મહત્વ નથી આપતું. આ પુરાણોને માત્ર એ લોકો જ મહત્વ આપે છે કે જેઓને હિન્દુધર્મ સાથે કોઈ લેવા દેવા નથી અને તેમનો ઉદ્દેશ જ જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થાને આધાર માની પોતાનું આધિપત્ય જમાવવાનો છે. વાસ્તવમાં આ લોકો ધર્માંતરણના વિષાણુઓની સાથે મળી કામ કરે છે. અને આપણાં ધર્મને અંદરથી કોરી નાખે છે. હિન્દુ જનસંખ્યા કે પછી તેમના નેતાઓ બધાં પુરાણોના નામ પણ નથી જાણતા. આજે પુરાણોની સંપૂર્ણ આવૃતિઓ પણ મળવી મુશ્કેલ છે.
૨. આ પુરાણોની માત્ર સંક્ષિપ્ત આવૃતિઓ અથવા તો માત્ર થોડા અંશો જ સામાન્ય લોકોમાં ઉપલબ્ધ છે. આથી મોટા ભાગના હિન્દુઓ રામચરિતમાનસ રચિત રામાયણ જ આપશે, મહાભારત માટે ગીતા વાચવાનું જ કહેશે અને પુરાણોની જગ્યાએ તમને બધી નૈતિક કથાઓનું સંકલન જ આપશે. આનો અર્થ એ નીકળે છે કે હિન્દુઓ આ પુસ્તકોનો ત્યાં સુધી જ સ્વીકાર કરે છે કે જ્યાં સુધી તેઓમાં નૈતિકતા છે અને વેદો સાથે એકમત છે.
તેઓ માત્ર અજ્ઞાનતાને કારણે જ ભૂલ કરી શકે છે, પરંતુ તેમનો ઉદ્દેશ તો માત્ર વૈદિકધર્મ અનુસાર જ ઉપદેશ આપવાનો અને આચરણ કરવાનો છે.
પ્રશ્ન: જો હિન્દુઓ અસભ્ય અને અશ્લીલ કથાઓનો અસ્વીકાર કરે છે તો પછી તેઓ રાધા-કૃષ્ણ અને શિવલિંગની પૂજા કેમ કરે છે?
ના, હિન્દુઓ આ પ્રતિકોને એવા અર્થમાં નથી પૂજાતા કે જેવો અર્થ આ ધર્માંતરણનાં વિષાણુઓ કરે છે.
૧. મૂળ રીતે હિન્દુઓ સીધા અને સરળ પ્રકૃતિના છે અને આથી તેઓ બીજાઓ પર ખુબ જ સહેલાયથી વિશ્વાસ મૂકી દે છે. આ જ કારણે તેઓ વિદેશી આક્રમણકારીઓ દ્વારા સદીઓથી મૂર્ખ બનતા આવ્યાં છે. કોઈ વ્યક્તિ પર પૂર્ણ વિશ્વાસ મૂકી દેવો એ જ તેમની સહજવૃત્તિ છે. એક તરફ ઝાકીર નાયક જેવા મુસ્લિમો કુરાન અને રસૂલની પરંપરાઓમાં ન માનનાર લોકો પર કદી વિશ્વાસ ન કરવા માટે પ્રશિક્ષિત છે, તો બીજી તરફ ભોળા હિન્દુઓ માટે કોઈ મનુષ્ય મનુષ્ય માત્ર હોવાથી જ વિશ્વાસને પાત્ર બની જાય છે! એક રીતે જોવા જઈએ તો આવી વિશ્વસનીયતાનો ભાવ એક મહાન સામર્થ્યનું સુચન કરે છે, પણ સાથે સાથે આવો આંધળો વિશ્વાસ એક ખુબ મોટી નબળાઈ પણ છે, ખાસ કરીને જ્યારે આપણે એક એવા ક્ષેત્રમાં રહેતા હોઈએ કે જ્યાં ધર્માંતરણના વિષાણુઓ મોટી સંખ્યામાં ફેલાયેલા હોય.
જેમ અગ્નિવીર વેબસાઈટ વાઈરસનાં હુમલા માટે સંવેદનશીલ છે તેમ આજે હિન્દુધર્મ પણ ધર્માંતરણના વિષાણુઓનાં(વાઈરસ) હુમલા માટે અતિસંવેદનશીલ બની ચુક્યો છે. આથી ભવિષ્યમાં આંતરિક અને બાહ્ય હુમલા માટે અતિસંવેદનશીલ એવા ધર્મને સાચવી રાખવા કરતા, આપણે નવેસરથી જ આ ધર્મનું એવી મજબુત સુરક્ષા સાથે નિર્માણ કરીએ કે જેના પર ભવિષ્યમાં કોઈપણ ધર્માંતરણના વિષાણુઓનાં હુમલાની અસર ન થાય અને સાથે સાથે હાલમાં પ્રસરેલા વિષાણુઓને પણ જળ મૂળમાંથી ઉખાડી શકાય.
૨. હિન્દુત્વની સીધી અને સરળ પ્રકૃતિને કારણે હિન્દુઓ પરંપરાગત રીતે સમાલોચક(over-critical) નથી. આથી તેઓ સમયાંતરે દિવ્ય ઈશ્વરની શોધમાં જુદી-જુદી પૂજા પદ્ધતિઓ સ્વીકારતા ગયા અને આ પદ્ધતિઓને પોતાની જીવનશૈલીને અનુકૂળ બનાવતા ગયા. પણ આ આખી પ્રક્રિયામાં તેઓને એ વાતનો જરા પણ ખ્યાલ ન રહ્યો કે તેઓ પોતાના મૂળ સ્ત્રોતથી(વૈદિક ધર્મ) વિમુખ થઇ અજ્ઞાનતા રૂપી અંધકારમાં ભટકી પડ્યા છે. અને આમ તેઓએ પોતાના મૂળ ધર્મને ધર્માંતરણના વિષાણુઓનાં હુમલા માટે ખુલ્લો મૂકી દીધો છે.
૩. રાધાનો અર્થ છે સફળતા. યજુર્વેદ મંત્ર ૧.૫ ઈશ્વર પાસે સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ કરવા માટે સદા દ્રઢ અને સમર્થ રહેવામાં સફળ(રાધા) થવાની કામના કરે છે. શ્રીકૃષ્ણ પોતાના જીવનકાળ દરમિયાન આવા દ્રઢ સંકલ્પ પાળવામાં અને સંયમ રાખવામાં સર્વસમર્થ હતા. અને આથી જ તેઓ સર્વશ્રેષ્ઠ પુરૂષ અને અન્ય લોકોના આદર્શ કહેવાયા. પણ સમય જતા ધીરે ધીરે આ રાધાને(સફળતા) મૂર્તિનું સ્વરૂપ આપવામાં આવ્યું. કદાચ આમ કરવા પાછળનો હેતુ સારો હશે, પણ આમ થવાથી આપણે ઈશ્વરની ખરી પૂજાના માર્ગથી વિચલિત થવા લાગ્યા. પછી રાધા(સફળતા) વિષે નવી નવી કલ્પનાઓ કરવામાં આવી. અંતે રાધાને એક સ્ત્રીના રૂપમાં ઢાળી, શ્રીકૃષ્ણનો પોતાની પત્ની સિવાય અન્ય કોઈ સ્ત્રી(રાધા) સાથે સંબંધ હોવાની કાલ્પનિક કથાઓની હારમાળા ચાલુ થઇ. શ્રીકૃષ્ણના ચરિત્રમાં આવી ખોટી વિકૃતિઓના ઉમેરાથી અજાણ, સામાન્ય હિન્દુઓ આજે પણ રાધા-કૃષ્ણની પૂજા એ જ પવિત્ર ભાવથી કરે છે. જો તમે હિન્દુને રાધાનો ઉલ્લેખ થયેલા ધર્મ-ગ્રંથ વિષે પુછશો તો તેની પાસે કોઈ જવાબ નહિ મળે. ભાગ્યે જ કોઈ હિન્દુને રાધાના આ સાચા અર્થ વિષે ખબર હશે. મહાભારત, હરિવંશ કે ભાગવત કે પછી અન્ય કોઈ પ્રમાણિક ગ્રંથમાં રાધા વિષે કોઈ ઉલ્લેખ થયેલો જોવા નહિ મળે.
એક સામાન્ય હિન્દુ માટે રાધા પવિત્રતાનું પ્રતિક છે, ભલે ને પછી તે જાણતો ન હોય કે કેમ અને કેવી રીતે? જો હિન્દુઓના મનમાં રાધા-કૃષ્ણના સંબંધોને લઈને કોઈ અશ્લીલ ભાવ હોય તો તે ભાવ તેમના જીવનમાં દેખાત. પણ કૃષ્ણ ઉપસકો તો એક પત્નીવ્રતા છે. ઘણાં બ્રહ્મચારી પણ છે કે જેઓ વિપરીત લીંગના લોકો સાથે મળતા પણ નથી.
આમ વ્યવહારમાં જોઈએ તો હિન્દુઓ રાધા-કૃષ્ણ પરની બધી જ જૂઠી કથાઓ અને જૂઠી પુસ્તકોનો અસ્વીકાર કરે છે.
૪. શિવલિંગનો અર્થ છે પવિત્રતાનું પ્રતિક. દીપકની પ્રતિમા બનાવવાથી આની શરૂઆત થઇ. ઘણાં હઠયોગીઓ દીવા ની જ્યોત (tip of Deepak flame) પર ધ્યાન લગાવે છે. પણ પવનથી દીવાની જ્યોત ડગમગવા માંડે છે અને ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયામાં અવરોધ આવે છે. આથી દીપકની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું કે જેથી કરીને એકાગ્રતાથી ઘ્યાન કન્દ્રિત કરી શકાય. પણ કેટલાક વિકૃત દીમાગોએ દીપકની આ પ્રતિમામાં જનનાંગોની કલ્પના કરી જૂઠી કાલ્પનિક વાતો ફેલાવી. પણ આજે એક સામાન્ય હિન્દુ શિવલિંગની આ વાસ્તવિકતાથી સંપૂર્ણ અજાણ, શિવલીંગને પવિત્રતાનું પ્રતિક માની તેની પૂજા કરે છે.
એક સામાન્ય હિન્દુને કેમ અને કેવી રીતે જેવા પ્રશ્નોમાં કોઈ રુચિ નથી. તે વસ્તુઓને માત્ર ઉપરથી જોઈ તેનો સ્વીકાર કરે છે અને તેમાં રહેલી દિવ્યતાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. એક સામાન્ય હિન્દુએ શિવ-પુરાણ કે પછી શિવલિંગ સબંધિત કોઈ ગ્રંથ કદી વાંચ્યો નથી. તે શિવ મંદિર માત્ર પોતાની પવિત્ર ભાવનાઓ ઈશ્વરને સમર્પિત કરવા જ જાય છે.
આમ હિન્દુઓ શિવલિંગ પરની બધી જ જૂઠી કથાઓ અને જૂઠી પુસ્તકોનો અસ્વીકાર કરે છે.
૫. એક જ સત્યનો સાક્ષાત્કાર અલગ અલગ રીતે કરી શકાય છે. ધર્મના આ સારને હિન્દુઓ દ્રઢપણે માને છે. આથી તેઓ કોઈપણને વિદ્વાન સમજી બેસે છે અને તેઓ ભલાઈના માર્ગ પર છે અને અંતે ઈશ્વરને પામશે તેવા ભ્રમમાં રહી તે વિદ્વાનના અનુંયાયી બની બેસે છે.
- આથી આજે એવા ઘણાં હિન્દુઓ છે કે જે અજમેર શરીફની દરગાહ પર ચાદર ચઢાવવા જાય છે. એ દેશધ્રોહી અજમેર શરીફ કે જેણે પૃથ્વીરાજ ચૌહાણ સાથેના યુદ્ધમાં મોહંમદ ધોરીનો પક્ષ લીધો હતો.
- હિન્દુઓ અફજલ ખાનની દરગાહ પર માથું ટેકવા જાય છે. એ કુખ્યાત બળાત્કારી અને લુટારો અફજલ ખાન કે જે શિવાજીના હાથે માર્યો ગયો.
આમ સત્યને જાણ્યા સિવાય અલગ અલગ ધર્મોની પ્રાર્થના પદ્ધતિઓને અપનાવવા માટે હિન્દુઓને પ્રેરિત કરતું પ્રમુખ કારણ તેમની બધાંમાં ભલાઈ જોવાની વૃત્તિ છે. અને તેમની આ જ વૃત્તિ આજે હિન્દુત્વના વિનાશનું કારણ બની છે.
જો આપણે સ્વાસ્થ્યના નિયમોનું પાલન ન કરીએ, યોગ્ય ઔષધિઓ ન લઈએ અને ખાવા પીવામાં કાળજી ન લઈએ તો બહુ સરળતાથી રોગ થઇ શકે છે. આ જ પ્રમાણે જો આપણે વેદોના મૂળ સિદ્ધાંતોને સમજી તે પ્રમાણેનું જીવન નહિ જીવીએ અને વૈદિક ધર્મના રક્ષણ માટે યોગ્ય પગલાં નહિ લઈએ તો હિન્દુ સમાજ પણ ધર્માંતરણના વિષાણુઓથી રોગગ્રસ્થ બની જશે.
સંક્ષિપ્તમાં કહીએ તો, હિન્દુઓ માત્ર ભલાઈને જ પૂજે છે. કોઈ મૂર્તિ, દરગાહ કે પ્રતિમાની રચના કે નવી પૂજા પદ્ધતિની ઉત્પત્તિ પાછળ કઈ સાચી હકીકત કે ષડયંત્ર છુપાયેલું છે તે જાણવામાં તેમને રસ નથી.
આમ એ સત્ય છે કે હિન્દુઓએ આવી પૂજા પદ્ધતિઓને સ્વીકારતા પહેલા બહુ સાવધાન રહેવાની જરૂર છે, પણ સાથે-સાથે એ પણ સત્ય છે કે હિન્દુધર્મના સિદ્ધાંતોમાં કે વ્યવહારમાં આવી જૂઠી કથાઓ કે પુસ્તકોને કોઈ સ્થાન નથી.
પ્રશ્ન: પોતની જ પુત્રી સાથે બ્રહ્માનો સંબંધ હોવો અને શિવનું મોહિની પાછળ ભાગવું જેવી કથાઓ વિષે તમારું શું કહેવું છે?
આનો જવાબ પણ એ જ છે જે પહેલા હતો. કે આવી કથાઓ હિન્દુધર્મનો ભાગ નથી અને વેદોમાં પણ આ કથાઓ જોવા મળતી નથી. હકીકતમાં વેદોમાં આવા પ્રકારની કોઈ કથાઓ જ નથી. ઈસાઈ અને ઇસ્લામથી વિપરીત વેદો અને હિન્દુધર્મમાં કથાઓને કોઈ સ્થાન નથી. હિન્દુધર્મ માત્ર સિદ્ધાંતો અને આદર્શો પર આધારિત છે. કથાઓ સમયાંતરે બદલાતી રહે છે, તેમાં પરિવર્તન આવતું રહે છે, વિકૃતિઓ ઉમેરાતી જાય છે અને અંતે આવી કથાઓની યાદો પણ તાજી રહેતી નથી અથવા તો તેને ફરીથી લખવામાં આવે છે. પણ ધર્મ તો સનાતન છે. ધર્મ શાશ્વત છે. જે આદિકાળથી અપરિવર્તનશીલ હતો અને અનંતકાળ સુધી અપરિવર્તનશીલ રહેશે.
પ્રશ્ન: તો શું તમારું એમ કહેવું છે કે રામ, કૃષ્ણ, વિષ્ણુ ઇત્યાદિથી હિન્દુધર્મ નથી બનતો?
રામ, કૃષ્ણ, વિષ્ણુ, બ્રહ્મા વગેરે હિન્દુધર્મના નહિ પણ વૈદિક ધર્મના અનુયાયી હતા. તે અમારા આદર્શ અને અનુકરણને પાત્ર છે. અમે આ મહાન પુરુષોને અનુસરીએ છીએ કારણ કે તેઓએ વૈદિક ધર્મનું પાલન કરી શ્રેષ્ઠત્તમ આદર્શ સ્થાપિત કર્યા છે. તેઓએ વૈદિક ધર્મના મૂળ સિદ્ધાંતોને આચરણમાં ઉતાર્યા હતા અને મન, વચન અને કર્મથી તેનું પાલન કરતા હતા. આપણને પ્રેરિત કરવા અને જીવનની સાચી દિશા બતાવવા માટે આવા આદર્શ પુરુષોની જરૂર રહે છે. પણ ઉપર જણાવ્યાં પ્રમાણે, ધર્મ તો શાશ્વત છે. કદાચ એવું પણ બને કે આજથી કરોડો વર્ષો પછી વૈદિક ધર્મના બીજા શ્રેષ્ઠત્તમ અનુયાયીઓના ચરિત્ર અનુકરણને પાત્ર બને. કદાચ રામ અને કૃષ્ણના જન્મ પહેલા એવા બીજા ઘણાં આદર્શો હશે અને તે સમયે રામ અને કૃષ્ણને કોઈ જાણતું પણ નહિ હોય. પણ ધર્મ તો રામ અને કૃષ્ણના જન્મ પહેલા પણ હતો. આ શાશ્વત વૈદિક ધર્મ એ જ હિન્દુત્વ છે. રામ, કૃષ્ણ અને વિષ્ણુએ વૈદિક ધર્મનું પૂર્ણતાથી પાલન કર્યું હોવાથી તેઓ આજે આપણી સંસ્કૃતિ, પ્રેરણાં, વિચારો અને સંકલ્પોના અવિભાજિત અંગ છે.
પ્રશ્ન: હું તો એમ સમજતો હતો કે તમે દરેક અશ્લીલ કથાઓનું વિશ્લેષણ કરી તેમના અશ્લીલ ન હોવાના પ્રમાણો આપશો. પણ તમે તો આ કથાઓ હિન્દુધર્મનો ભાગ છે તેમ માનવા જ તૈયાર નથી.
હું માત્ર જે સાચું છે તે જ કહું છું. હિન્દુધર્મ ઇસ્લામની જેમ નથી કે જ્યાં ખોટી કુરાનમાં મોહંમદના વ્યક્તિગત જીવનની વાતો હોય અને તેમને ન્યાયસંગત કહેવામાં આવી હોય. કુરાન અને હદીસોમાં મોહંમદના વ્યક્તિગત જીવનની ઘણી વાતો છે. જેમ કે; આયશા જ્યારે બાળકી હતી ત્યારે મોહંમદે તેની સાથે લગ્ન કેમ કર્યા, મોહંમદે પોતાની જ પુત્રવધુ સાથે લગ્ન કરવાની ઈચ્છા બતાવી અને વાસ્તવમાં લગ્ન કર્યા સિવાય જ તેની સાથે સબંધ રાખ્યા (એવો દાવો કરવામાં આવ્યો કે લગ્ન તો સ્વર્ગમાં જ થઈ ગયા હતા), કેમ મોહંમદને સામાન્ય મુસ્લિમ પુરુષની સરખામણીમાં વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનો ખાસ હક છે, વગરે વગરે.
સંસારનો અંત આવતા સુધીમાં તો આવી વાર્તાઓ અલ્લાહની અંતિમ પુસ્તકનો ભાગ હતી તે દર્શાવવા માટે અસ્તિત્વમાં રહેવાની નથી. આ ઉપરાંત આવી વાર્તાઓ કોઈ આદર્શ અને ઉમદા ઉદાહરણો પણ સ્થાપિત કરતી નથી. પણ આમ છતાં મોહંમદના ચરિત્ર પર ડાઘ પડતા રોકવા માટે કુરાનમાંના આવા અનુંવાક્યોને સંપૂર્ણપણે નકારવાની જગ્યાએ કટ્ટરપંથી મુસલમાનો આ અનુંવાક્યોને યોગ્ય માને છે અને આ પ્રકિયામાં પોતે જ મોહંમદના ઉમદા ચરિત્રને નષ્ટ કરે છે!
ઈસાઈ લોકો પણ આવા જ છે. બાઈબલ પણ ખોટી અને બનાવટી વાર્તાઓથી ભરેલી છે તેમ સ્વીકારી લેવાની જગ્યાએ આ લોકો - ઇસામસી જ આ જગતનો એક માત્ર તારણહાર છે એવું મનાવવા મથી રહ્યાં છે.
હિન્દુધર્મની આધારશીલા ખુબ જ મજબુત છે અને એના મૂળ ખુબ જ ઊંડા છે. આવી હલકી અશ્લીલ કથાઓ હિન્દુધર્મના મૂળીયા હલાવી ન શકે.
તમે આમા એક પણ ખામી શોધી નથી શકતા અને આથી જ અમે એવો દાવો કરીએ છીએ કે વૈદિક ધર્મ અથવા તો હિન્દુધર્મ એક માત્ર સ્વીકાર કરવા અને આચરણ કરવા યોગ્ય છે.
પણ આમ હોવા છતાં દુ:ખની વાત એ છે કે જૂઠી કુરાન અને ખોટી બાઈબલના પ્રત્યેક અક્ષરોને સમર્થન આપનારા લોકો શાશ્વત સનાતન હિન્દુધર્મ પર આંગળી ઉઠાવવાનો સાહસ કરી રહ્યા છે.
પ્રશ્ન: વેદોમાં અભદ્ર વર્ણન હોવા વિષે તમારું શું કહેવું છે?
વેદોમાં મને એક પણ મંત્ર એવો બતાવો કે જે અભદ્ર હોય. ચારેય વેદોમાં એક પણ એવી વાત બતાવો કે જે અશ્લીલ હોય. ગ્રીફિથ અને મેક્સ મૂલરે કરેલા વેદોના અનુવાદોની વાત કરશો નહી. તેઓ ધર્માંતરણ રૂપી રોગના સૌથી મોટા વિષાણુઓ હતા. શબ્દોના અર્થ સહીત વેદોના કોઈપણ મંત્રને અનિષ્ટ કે અભદ્ર કેમ માનવો જોઈએ તેનું કારણ બતાવો? આજ સુધી કોઈ વ્યક્તિ વેદોમાંથી એક પણ અનિષ્ટ, અશ્લીલ કે અભદ્ર મંત્ર શોધી નથી શકી. વધુમાં વધુ, લોકો વિકૃત માનસિકતાવાળા બુદ્ધિજીવીઓ દ્વારા કરાયેલા વેદોના ખોટા અનુવાદોની નકલ ઉતારીને આપે છે. તેઓ એ જાણવાનો પ્રયત્ન પણ નથી કરતા કે આવા બુદ્ધિજીવીઓએ વેદ મંત્રોના આવા ખોટા અને વિકૃત અર્થ કેમ કર્યા!
બધાંની સ્પષ્ટતા માટે: ચારેય વેદોમાં કોઈપણ પ્રકારની અભદ્ર, અશ્લીલ, અવૈજ્ઞાનિક કે પછી તર્કવિહીન હોય તેવી એકપણ વાત નહિ મળે.
પ્રશ્ન: પણ હિન્દુઓ પુરાણોમાં વર્ણવેલા ઉત્સવોને ઉજવે છે. અને પુરાણો પોતે જ આવી અશ્લીલ કથાઓથી ભરેલા છે. તો પછી હિન્દુધર્મને આવી કથાઓથી અલગ કેમ ગણી શકાય?
આ પણ એક નિરાધાર તર્ક છે. કારણ કે ઉત્સવ ધર્મથી પ્રેરિત એક સામાજિક પ્રસંગ છે. ઉત્સવ પોતે ધર્મ નથી. ભારત દેશમાં ઉત્સવોની વિવિધતા દર ૨ કિલોમીટરે જોવા મળે છે. અને આ વિવિધતા જ્યાં સુધી વેદ અનુકુળ છે ત્યાં સુધી તેને પ્રોત્સાહન પણ મળે છે. હિન્દુઓ વિવિધ ઉત્સવોને સામાજિક પ્રસંગ તરીકે ઉજવે છે. અને આમ કરી તેઓ તેના આદર્શો પ્રતિ સન્માન પ્રગટ કરે છે અને તે આદર્શોની જેમ સત્કર્મો કરવા માટે સંકલ્પ લે છે. પણ આ તહેવારોનું રૂપ હંમેશાં સમય, સ્થાન અને સમાજ પ્રમાણે બદલાતું રહે છે. સમયે-સમયે તેમાં થોડી ખામીઓ અને ખરાબીઓ પણ આવે છે. પણ આને સનાતન(શાશ્વત) વૈદિક ધર્મ સાથે કઈ લેવા દેવા નથી.
જ્યારે આપણે કોઈ તહેવાર ઉજવીએ છીએ ત્યારે આપણને આવી કોઈ ખોટી અશ્લીલ વાતો યાદ પણ નથી આવતી. ઉલટાનું, આ તહેવારના દિવસોમાં આપણે આપણી શ્રદ્ધા અને વચનબદ્ધતાના પ્રમાણ સ્વરૂપ વધુ આત્મ-સંયમનું પાલન કરીએ છીએ.
પ્રશ્ન: તો પછી આ કથાઓ તમારી સંસ્કૃતિનો ભાગ કેમ છે?
કોણ કહે છે કે આ કથાઓ અમારી હિન્દુ સંસ્કૃતિનો ભાગ છે? પરંપરાગત રીતે જન્મજાત બ્રાહ્મણો ધાર્મિક ગ્રંથોની સૌથી નજીક રહ્યા છે. તો જો આવી કથાઓ ખરેખર અમારી હિન્દુ સંસ્કૃતિનો ભાગ હોય તો એવું કેવી રીતે કહી શકાય કે:
૧. બ્રાહ્મણ સમાજ (અહિયા હું જન્મથી જ જે બ્રાહ્મણ છે તેની વાત કરી રહ્યો છું) માત્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં એક પત્નીવ્રતા સમાજ છે.
૨. કેટલાક બ્રાહ્મણો બ્રહ્મચર્ય અને આત્મ સંયમનું પાલન કરી એટલા ઉચા સ્તરે પહોચ્યા છે કે અરબી માનસિકતાવાળા લોકો આ બ્રાહ્મણોને અસ્વાભાવિક અને રીતિવિરુદ્ધ માને છે.
૩. કોઈપણ બ્રાહ્મણે કાશી કે મથુરામાં એવો કોઈ યજ્ઞ નથી કર્યો કે જેમાં – અશ્લીલતા, અસભ્યતા કે પછી હિંસા સમાવિષ્ટ હોય.
૪. જેમ કે ખોટી કથાઓ દ્વારા પ્રચલિત કરવામાં આવ્યું છે તેમ કોઈપણ બ્રાહ્મણ રખેલ રાખતો નથી કે વ્યભિચારી નથી.
ઉલટાનું, આ બાબતોની કા તો ઉપેક્ષા કરવામાં આવી, અથવા તો તેમને નકારવામાં આવી, કા તો પછી ઉપરના ચાર મુદ્દાઓમાં જણાવ્યાં પ્રમાણે તેમનો વૈદિક ધર્મની પરિધિમાં અલંકારિત અર્થ લેવામાં આવ્યો.
પ્રશ્ન: ઘણાં બધાં નકલી હિન્દુ ગુરુઓ સેક્સ-સ્કેન્ડલમાં (અનૈતિક આચરણ) ફસાયેલા હોવાની ખબરો આવે છે?
જો આવા કલંકિત કાર્યો હિન્દુધર્મનો જ ભાગ હોય તો શું તે “સ્કેન્ડલ” કહેવાત? કોઈ પાખંડી ગુરુનું આવું શરમજનક કામ જાહેર થતાની સાથે જ, કોઈ અપરાધીની જેમ, હિન્દુ સમાજ તેનો સખત વિરોધ કરે છે. અને જો હિન્દુધર્મમાં કોઈપણ પ્રકારની અશ્લીલતાને સ્થાન હોત તો પછી હિન્દુ ગુરુઓના આવા સેક્સ-સ્કેન્ડલ કોઈ મોટી ખબર ન બની માત્ર હિન્દુ સમાજમાં વ્યાપક એક સામાન્ય વાત બની રહેત. ઉદાહરણ તરીકે, ઈરાન જેવા દેશમાં ઈમામ માટે મુતા અથવા તો અસ્થાયી વિવાહ કરવો એ કોઈ ચર્ચાનો વિષય નથી કારણ કે મુતા એ તેમના સમાજનો એક ભાગ છે.
જેમ કે કોઈ એવું ન કહી શકે કે ઇસ્લામ સ્ત્રીઓને બીકીની-શો કરવાનું યોગ્ય માને છે કારણ કે એક અરબ મહિલાએ આ વર્ષે “મિસ અમેરિકા”ની સ્પર્ધા જીતી લીધી છે, તેવી જ રીતે દંભી ગુરુઓના આવા કલંકિત કાર્યોને હિન્દુધર્મ સાથે કોઈ જ સંબંધ નથી. ઉલટાનું, હિન્દુ સમાજ દ્વારા આવા ગુરુઓના દુષ્કર્મોનો વિરોધ એ વાત સાબિત કરે છે કે હિન્દુધર્મ અશ્લીલ નથી.
પ્રશ્ન: મુસ્લિમો પણ ઇસ્લામની બધી જ નિંદાજનક વાતોને (જેનો વિરોધ તમે તમારી વેબસાઈટ પર કરો છો) અનુસરતા નથી. તો પછી આવું બેવડું માપદંડ કેમ?
અમારી સાઈટ પરના લેખો ધ્યાનપૂર્વક વાંચો. મેં કયારેય સંપૂર્ણ મુસ્લિમ સમાજ કે મોહંમદની નિંદા નથી કરી. હું માત્ર નવી કુરાન અને હદીસોની નિંદા કરું છું અને તેમને દોષી માનું છું. હું એ કટ્ટરવાદી લોકોનો વિરોધ કરું છું જે આ ખોટી કુરાન અને હદીસોનો આંધળો વિશ્વાસ કરે છે અને તેના દરેક શબ્દને અંતિમ અને પરીપૂર્ણ માને છે. જો આ ધર્મઝનુની લોકો એમ માની લે કે નવી કુરાન અને હદીસોમાની વાતો આપત્તિજનક છે – જેમ કે અશ્લીલતા, મોહંમદના ચરિત્રને કલંકિત કરતી વાતો, કામુકતા માટે ગુલામીને યોગ્ય ગણવી, ઇસ્લામ સિવાયના અન્ય ધર્મના લોકોનું સ્થાન કાયમ માટે નર્ક હોવાની માન્યતા, સ્ત્રીઓને પુરુષોની સરખામણીમાં મંદબુદ્ધિની ગણવી, બંદી બનાવવાની પ્રથાને સમર્થન, વગેરે – અને આ વાતોને મૂળ ઇસ્લામનો ભાગ ન માની તેનો અસ્વીકાર કરે તો અમને ઇસ્લામ પર કોઈ આપત્તિ નથી. ઉલટાનું, જો કુરાન અને હદીસોમાંની આવી આપત્તિજનક વાતો ઇસ્લામમાંથી નીકળી જાય તો ઇસ્લામ પોતે વૈદિક ધર્મની એક શાખા બની જાય.
પ્રશ્ન: તમારો સિદ્ધાંત પણ ખુબ વિચિત્ર છે. એક બાજુ હિન્દુઓ જે કરે છે તેનું તમે સમર્થન કરો છો અને બીજી બાજુ તમે એ બધી કથાઓનો અસ્વીકાર કરો છો જે હિન્દુઓના આચરણનો આધાર છે.
૧. હિન્દુઓ દ્વારા જે કાઈપણ કરવામાં આવે છે તે બધી જ વાતોને હું યોગ્ય નથી માનતો. જો હિન્દુઓની કાર્ય પ્રણાલીમાં ખામી ન હોય તો કોઈ વિદેશી હુમલાખોરોની હિંમત હતી કે ભારત પર આક્રમણ કરે! વેદ પર આધારિત ખરો હિન્દુધર્મ અને આજે આપણે જેને અજ્ઞાનતાને કારણે અનુસરીએ છીએ તે હિન્દુધર્મ, આ બંનેમાં ચોક્કસ દેખીતું અંતર છે.
૨. પણ આ અંતર લોકોની અજ્ઞાનતાનું પરિણામ છે. તે ખરા હિન્દુધર્મની(વૈદિક ધર્મ) કોઈ ખામી દર્શાવતું નથી. હું ઝાકીર નાયકની એક વાત સાથે એકમત છું કે - “કારની પરખ તેના ચાલકથી નહિ પણ કારના એન્જીનથી થવી જોઈએ”. આથી હિન્દુધર્મનું મૂલ્યાંકન પણ તેના મૂળ (વેદોના સિદ્ધાંતો) પરથી કરો અને નહિ કે તેમાં પાછળથી ઉમેરાયેલી ખોટી અશ્લીલ કથાઓથી કે પછી ખરા હિન્દુધર્મ વિષેના અજ્ઞાની હિન્દુઓના આચરણથી.
૩. હા એ વાત સાચી છે કે આજે હિન્દુધર્મની પ્રથાઓમાં ઘણી ખામીઓ પ્રસરેલી છે. જેમ કે:
- જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થા
- આપણાં ધર્મના મૂળ એવા વેદ વિષે અજ્ઞાનતા અને તેની અવગણના
- માત્ર ઉપરી દેખાવ પર ભરોસો કરી લેવાની અને બીજા પર સરળતાથી વિશ્વાસ કરી લેવાની પ્રકૃતિ
- અધર્મ અને અન્યાય સામે એકત્રિત થઇ લડવાને બદલે તેનાથી ભાગતા રહેવાની વૃત્તિ
- જિહાદના વધતા જતા હુમલાઓ, ધર્માંતરણના વિષાણુઓ, ધર્મનિરપેક્ષતાવાદી મનોવૃત્તિ વગેરે સામે નિષ્ક્રિય બની રહેવાની આદત
- આપણાં ધર્મના મૂળ એવા વેદ જાણવાની ઉત્સુકતાનો અભાવ
આ બધાં કારણો આજે હિન્દુઓની દુર્દશા માટે જવાબદાર છે.
અમે નિશ્ચિતરૂપથી હિન્દુધર્મમાં રહેલી આ બધી જ ખામીઓને દુર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, કે જેથી કરીને ધર્માંતરણના વાયરસથી હિન્દુધર્મનું રક્ષણ કરી શકીએ અને વેદ આદર્શોની વધુ નજીક આવી તેમનું જીવનમાં આચરણ કરી શકીએ.
૪. પણ આમ હોવા છતાં મૂળ સત્ય તો એ જ છે કે હિન્દુધર્મમાં કે પછી હિન્દુધર્મ તરફ હિન્દુઓના દ્રષ્ટિકોણમાં અભદ્રતા કે અશ્લીલતાનો એક અંશ પણ નથી. કદાચ હિન્દુઓ ખોટા માર્ગે દોરાયા હોય શકે, પોતાના મૂળ ધર્મથી (વૈદિક ધર્મ) અજ્ઞાન હોય શકે, ભોળા હોય શકે, સરળતાથી છેતરાઈ શકે, ખોટા આરોપોનો સાચા જ્ઞાનથી વળતો જવાબ આપી ન શકતા હોય, પરંતુ ધર્મની બાબતમાં તેઓ અશ્લીલ કે અનિષ્ટ તો નથી જ.
કેટલાક લોકો એવા પણ હોય શકે છે કે જેઓ વાસ્તવમાં નિર્લજ્જતા અને અશ્લીલતામાં ડૂબેલા હોય છે. – જેમ કે ફિલ્મી સિતારાઓ અને તેમની પાછળ ગાંડા હોય તેવા મૂર્ખ લોકો! પણ તેઓ ખરા અર્થમાં હિન્દુ નથી.
જે લોકો હિન્દુધર્મમાં અશ્લીલતા સાબિત કરવાનો પ્રયત્ન કરે છે તેઓને અગ્નિવીરનો પડકાર છે કે તેઓ વેદોમાં અશ્લીલતા પ્રમાણિત કરીને બતાવે. અથવા તો લેખની શરૂઆતમાં ત્રણ મુદ્દાઓમાં વર્ણિત ધર્મના લક્ષણોમાં અશ્લીલતા સાબિત કરી બતાવે.
હિન્દુધર્મમાં અશ્લીલતા સાબિત કરવા માટે જુદી-જુદી પુસ્તકોમાં(કે જેના વિષે એક સામાન્ય હિન્દુને ભાગ્યે જ ખબર હોય અને જો ખબર હોય તો પણ તે તેને બહુ મહત્વ આપતો નથી) લખેલી અશ્લીલ કથાઓનો પ્રયોગ કરવાનો કોઈ જ અર્થ નથી. કારણ કે અશ્લીલતાનો સ્ત્રોત કે કારણ ભલેને ગમે તે હોય પણ હિન્દુધર્મ પોતે જ જે કાઈપણ અશ્લીલ અને અભદ્ર હોય તેનો અસ્વીકાર કરે છે. આથી હિન્દુધર્મમાં અશ્લીલતાનો પ્રચાર કરનારા ખોટા પ્રચારકોએ તેમના નિરાધાર પ્રયત્નો બંધ કરી દેવા જોઈએ. અને પછી પોતાના જ ધર્મગ્રંથોમાંની બધી જ અશ્લીલ અને અભદ્ર વાતોની સુચી બનાવી તેમનો અસ્વીકાર કરવો જોઈએ કે જેથી કરીને તમારો પોતાનો ધર્મ અશ્લીલતા મુક્ત રહે.
પ્રશ્ન: વેદ, વેદ, વેદ! લાગે છે કે તમારા પર વેદોનું ભૂત સવાર થયેલું છે. એ મતો વિષે તમારું શું કહેવું છે જે વેદોને ઈશ્વરીય ગ્રંથો નથી માનતા? ગીતા અને ઉપનિષદો વિષે તમારું શું કહેવું છે?
૧. આ લેખની શરૂઆતમાં આપેલા ધર્મના ૧૧ લક્ષણોનું પણ ફરીથી અવલોકન કરો. જે મતો વેદોને ઈશ્વરીય ગ્રંથો નથી માનતા તેઓએ પણ ધર્મના આ લક્ષણોને અપનાવ્યાં છે.
૨. જે મતો વિષે તમે એવો દાવો કરો છો કે તે વેદોના વિરોધી છે તે મતો પણ હકીકતમાં વેદોના નામે ચાલતી કુપ્રથાઓનો વિરોધ કરીને અપ્રત્યક્ષ રીતે વેદોનું જ આચરણ કરે છે.
૩. કુરાન અને બાઈબલની જેમ વેદો કોઈ કાલ્પનિક સ્વર્ગમાં જવા માટે પોતાને જ ઈશ્વરીય ગ્રંથ ઘોષિત નથી કરતા. વેદ અનુસાર વ્યક્તિએ સતત સત્યનો સ્વીકાર અને અસત્યનો અસ્વીકાર કરતા રહેવું જોઈએ અને આ પ્રક્રિયા દરમિયાન સત્ય વધુ અને વધુ સ્પષ્ટ થતું જશે. હું તર્ક અને પ્રમાણોને આધારે વેદોને ઈશ્વરીય જ્ઞાન માનું છું. પણ જો કોઈ વ્યક્તિને વેદોના ઈશ્વરીય જ્ઞાન હોવાનો વિશ્વાસ ન હોય, અને જો તે આવું કોઈ પૂર્વગ્રહથી રહિત અને પોતાની સમજ અને પ્રમાણિક ઈરાદાનો ઉપયોગ કર્યા પછી જ માનતો હોય, તો તે વ્યક્તિ પણ વાસ્તવમાં વેદોના જ ઉપદેશને અનુસરી રહ્યો છે.
૪. ગીતા અને ઉપનિષદ અદભૂત ગ્રંથો છે. વાસ્તવમાં ગીતા યજુર્વેદના ૪૦માં અધ્યાયનું ઉપદેશોનું વિસ્તૃત વર્ણન છે. ૧૧ મુખ્ય ઉપનિષદો, ૬ દર્શનો અને બીજા અન્ય ગ્રંથો બૌદ્ધિક ખોરાક આપવાનું કામ કરે છે. પણ અમે આ ગ્રંથોને ત્યાં સુધી જ સ્વીકારીએ છીએ કે જ્યાં સુધી તે વેદ સાથે એકમત છે. ઉદાહરણ તરીકે, અલ્લોપનિષદ ધર્માંતરણના કોઈ વિષાણુનું સર્જન છે અને આથી અમે તેનો અસ્વીકાર કરીએ છીએ.
૫. તમને ગીતા અને ઉપનિષદોમાં શું અશ્લીલ લાગ્યું? હિન્દુધર્મમાં ગમે-તેમ કરીને અશ્લીલતા બતાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યા કરતા ગીતાનું બીજું અને ત્રીજું પ્રકરણ અને ઉપનિષદના ૧૭ મંત્રોનું અધ્યયન કરો તો તમને અહીં જ સ્વર્ગની અનુભૂતિ થશે. વૈદિક બનો કારણ કે માત્ર વેદ જ ધર્મ છે.
હિન્દુઓ માટે હિન્દુધર્મના આધારસ્તંભને અહીં હું ફરી વાર જણાવું છું: જે કાઈપણ અને જે બધું વેદ વિરુદ્ધ છે તે હિન્દુધર્મ નથી!
આમ હિન્દુધર્મ માત્ર નૈતિકતા, શુદ્ધતા અને ચરિત્ર પર આધારિત છે.
હિન્દુધર્મ અને ભારત દેશની સંસ્કૃતિને ધર્માંતરણના વિષાણુઓના જાળમાંથી બચાવવા માટે આજે દુનિયાભરના બઘા જ નિષ્ઠાવાન અને દેશભક્ત હિન્દુઓએ એકજુથ થઇ હિન્દુધર્મના આ મૂળ એવા વૈદિકધર્મનો દુર દુર સુધી પ્રચાર કરવાની સખ્ત જરૂર છે.
અગ્નિવીર વેબસાઈટને હૈક કરવામાં આવી હતી. પરંતુ આપણો ધર્મ વિદેશી જડવાદી અને અસહિષ્ણુત લોકો દ્વારા છળ અને કપટથી (જે આપણી સંસ્કૃતિનો ભાગ ક્યારેય ન હતી) હૈક કરાય તે આપણે કદી સહન નહિ કરી શકીએ.
અગ્નિવીર સાથે જોડાવ. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી!