નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૩૨
બિલક્ુલ કન પાસે વિસ્ફોટ થયો હોય તેમ સૌ ચોંક્ી ઉઠ્યા.
“શું વાત ક્રે છે તું?” મોક્ષને માન્યામાં નહોતું આવતું, “તારી આંખ સામે ખંડિયર હતું?”
માયા સ્થિર બેસી રહી. બરફની થીજેલી આક્ૃતિની જેમ. જાણે કેઈ પણ ક્ષણે બરફ પીગળીને વહી જશે અને અસ્તિત્ત્વ શૂન્ય થઈ જશે. એ હમણાં જ ઘરે પાછી પાછી હતી.લિઝાના ઘર વિશે મનમાં ઉછળક્ૂદ ક્રી રહેલી શંકનું સમાધાન ક્રવા નીક્ળી પડી હતી. મુમતાઝ સરનામું જાણતી હતી. પૂરા આત્મવિશ્વાસ સાથે એ માયાને છેક્ સુધી ખેંચી ગઈ હતી. લુઈસા પોઈન્ટની સામે, ક્લ્પી ન શકાય એટલાં ભયાનક્ ગીચ ઝાડ-ઝાંખરાંમાંથી માંડ માંડ પસાર થઈને જ્યારે લિઝાનું “ઘર” જોયું ત્યારે માયા ફાટી પડી હતી.
આ આખો અનુભવ ઘરે આવીને મોક્ષ, રિતેશ અને રુપાલીને વર્ણવ્યો ત્યારે એમની પ્રારંભિક્ પ્રતિક્રિયા પણ સજ્જડ સ્તબ્ધતાના રુપમાં જ આવી.
“ખંડિયર?” જવાબ ન મળ્યો એટલે રિતેશે સવાલ દોહરાવવો પડ્યો, “આર યુ શ્યોર? પણ એવું ક્ેવી રીતે બને?”
માયા ઉક્ળી ઉઠી, “તમને શું લાગે છે? હું પાગલ થઈ ગઈ છું? જુઠ્ઠું બોલું છું?હંુ મારી સગી આંખે જોઈને આવું છું. લિઝાનું ઘર-બર ક્શું નથી. ખાલી ખંડિયર ઊભું છે.”
“... અને સાઠ-પાસઠ વર્ષથી કેઈએ ત્યાં પગ મૂક્યો નથી?”
“હા.”
“તો પછી...” રુપાલી ગુંચવાઈ ગઈ, “તેં જ હમણાં ક્હૃાું ક્ે કેઈ જાનવર પણ રહી ન શક્ે એવી અગોચર જગ્યા છે... તો પછી લિઝા, ક્ે ફોર ધેટ મેટર, કેઈ પણ જીવતો જાગતો માણસ આવી જગ્યામાં ક્ેવી રીતે રહી શક્ે?”
માયાની આંખોમાં અગ્નિ પ્રગટ્યો, “જીવતો જાગતો માણસ ન રહી શક્ે, પણ આત્મા તો રહી શક્ેને?”
જાણે જ્વાળામુખી ફાટ્યો. ધગધગતો રાતોચોળ લાવારસ લબકરા લેતા અજગરની જેમ બહાર સરક્વા લાગ્યો. અસર એવી પ્રચંડ હતી ક્ે માયાના શબ્દો ઝીલી રહેલાં ત્રણેય પાત્રો આંચક સાથે સમયરેખાથી ક્પાઈ ગયાં. તેઓ ક્ષણાર્ધમાં જુદાં ધરાતલ પર પહોંચી ગયાં, જ્યાં વાસ્તવ અલગ હતું, પણ માયાના શબ્દો અહીં પણ ગુફામાં પડઘાતા અવાજની જેમ ઘુમરાઈ રહૃાા હતા.
જીવતો - માણસ - રહી - ન - શક્ે - પણ - આત્મા - તો - રહી - શક્ે...
જીવન અને મૃત્યુ, મનુષ્ય અને મનુષ્યત્વ, જીવવું અને મરવું, હોવું અને ન હોવું...
... અને આત્મા!
આત્મા જીવે છે, જીવી જાય છે, ટક્ી જાય છે... સૂર્યની જેમ, ક્ષિતિજની જેમ, અસીમ બ્રહ્માંડની જેમ!
એક્ ન સમજાય એવી તીવ્ર રણઝણ-રણઝણ શરુ થઈ. ત્યાં તો-
“લિઝા દાયકઓ પહેલાં મરી ચુક્ી છે. તમને લોકેને સમજાય છે મારી વાત?”
માયા આતંક્તિ થઈને ચિલ્લાઈ રહી હતી. ઝમ-ઝમ-ઝમ-ઝમ ક્રતું ક્શુંક્ ધાર પાસે આવીને અટક્ી ગયું. ચિરાઈ ગયેલો વર્તમાન ધક્કા સાથે પાછો સંધાઈ ગયો. એ જ માથેરાન, એ જ ઘર, એ જ હાલ, એ જ પાત્રો... પણ ભયનો ઓથાર નવો હતો.
“માયા , તું આમ ડરાવ નહીં,” રુપાલીના ચહેરાનો રંગ ઉડી ગયો, “લિઝા મરી ચુક્ી છે એટલે?”
“એટલે એમ ક્ે એ છોક્રી સિત્તર વર્ષ પહેલાં દફન થઈ ચુક્ી છે. શી ઈઝ ડેડ! તમે લોકે જેને લિઝા સમજો છો એ રિઅલ નથી. લિઝા છે જ નહીં. એ... એ માત્ર એની છાયા છે!”
“એક્ મિનિટ. વેઈટ!” રિતેશનું ગળું સૂકવા લાગ્યું, “એટલે તું શું એમ ક્હે છે ક્ે આપણે જેને લિઝા સમજીએ છીએ એ ખરેખર લિઝાનો ભટક્તો આત્મા છે?”
“હા, હા.”
“આઈ ડોન્ટ બિલીવ ધિસ!” મોક્ષે સ્વસ્થ રહેવાનો મરણિયો પ્રયત્ન ર્ક્યો, “લૂક્, એ છોક્રીને મેં પોતે આ હાથોથી ઊંચક્ી છે. આપણા ઘરમાં લાવ્યો છું એને. આ સોફા પર સુવડાવી છે. એની સાથે વાતો ક્રી છે... અને હવે તું એમ ક્હી રહી છે ક્ે એ બધું રિઅલ નહોતું? ભ્રમણા હતી? ભૂતાવળ હતી? ઈમ્પોસિબલ, માયા! લિઝા છે, લિઝા જીવે છે! તમે સૌ સાક્ષી છો એના.”
“આપણે સૌ એ ભૂતાવળના સાક્ષી છીએ, મોક્ષ!”
“માયા, પ્લીઝ!” એણે માથું ધૂણાવ્યું, “તારી તબિયત ઠીક્ રહેતી નથી એટલે તારો બક્વાસ શરુ થઈ જાય છે. આમેય તું આજકલ બહુ વિચિત્ર બની ગઈ છે. તને લિઝા સામે આટલો બધો વિરોધ હોય તો સ્પષ્ટ ક્હેતી ક્ેમ નથી? હું એની સાથે વાત નહીં ક્રું, બસ?”
માયા ઘવાઈ ગઈ.
“તને એમ લાગે છે ક્ે લિઝાથી તને દૂર રાખવા આ વાર્તા ઉપજાવી કઢી છે?”
મોક્ષ ચુપ રહૃાો. એની અર્થગંભીર ખામોશી માયાને વાગી.
“બોલતો ક્ેમ નથી, મોક્ષ?”
માયા રડી પડી. મોક્ષે નિશ્વાસ ફેંક્યો. ઊભો થઈને એ માયાની બાજુમાં બેઠો. એના ચહેરા પર ન સમજાય એવી સખ્તાઈ આવી ચુક્ી હતી.
“જો માયા, તેં જે ક્ંઈ જોયું ક્ે જે ક્ંઈ વિચાર્યું તે એક્ વાત છે. એ તારી થિયરી છે, જે હું સ્વીકરી શક્તો નથી. જ્યાં સુધી હું ખુદ ક્ન્ફર્મ નહીં ક્રું ત્યાં સુધી મને ભરોસો નહીં બેસે.”
માયાએ ગરદન ઘુમાવીને મોક્ષ તરફ જોયું, “શાનો ભરોસો નહીં બેસે?”
“એ જ ક્ે લિઝા વર્ષો પહેલાં મરી ચુક્ી છે અને માથેરાનમાં એનો આત્મા ભટક્ી રહૃાો છે...”
માયાની ભીની આંખોમાં વીંધી નાખતી તીવ્રતા ઊપસી, “પણ આ તું ક્ેવી રીતે ક્ન્ફર્મ ક્રીશ?”
૦ ૦ ૦
ક્મરો ખરેખર સારો હતો. ફ્રેન્ચ વિન્ડોનો પડદો ખૂલતા જ સામે એરંગલનો શાંત દરિયો ખૂલી જતો હતો. રિસોર્ટમાંથી બહાર નીક્ળીને રોડ ક્રોસ ક્રતાં એકદ મિનિટમાં બીચ પર પહોંચી શકતું હતું.
“નાઈસ!” સામન્થાએ વજનદાર બક્પેક્માંથી થોડો સામાન બહાર કઢતાં ક્હૃાું, “સી-ફેસિંગ રુમ પસંદ ક્રવા બદલ થેન્કસ!”
“થેન્કસ તો મારે તમને ક્હેવાના હોય, સેમ!” મિશેલ આભારવશ થઈને બોલી, “મારા કરણે તમે લોકેએ તમારો પ્લાન બદલવો પડ્યો.”
“નોર્થ-ઈસ્ટ ઈન્ડિયા તો ગમે ત્યારે જઈ શકશે. અમારા પ્લાન ક્રતાં તારો પ્લાન વધારે મહત્ત્વનો છે...”
“અને વધારે ખતરનાક્ પણ!” વાશરુમમાંથી બહાર આવતાં એલેકસે વાત તરત ઝીલી લીધી, “યુ નો વોટ મિશેલ, છેલ્લા આઠ-દસ દિવસથી મને ઘણા ભણકરા લાગ્યા ક્રતા હતા ક્ે તું ક્ંઈક્ મોટી ગડમથલમાં છે. ત્યાં તારો ઈમેઈલ આવ્યો ને અમે નોર્થ-ઈસ્ટ ક્ેન્સલ ક્રીને મુંબઈ આવી ગયાં.”
સામન્થા અને એલેકસ મિશેલનાં ઓસ્ટ્રેલિયન દોસ્ત હતાં. મિશેલની માફક્ એ પણ પેગન હતાં. ક્ેટલાય મહિનાઓથી ભારતભ્રમણ ક્રી રહૃાાં હતાં. છેલ્લે મુંબઈ આવ્યાં ત્યારે પાતળી-ઊંચી સામન્થાનું માથંુ મૂંડાવેલું હતું, પણ હવે એ વાળ વધારી રહી હતી. ગરદન સુધી પહોંચી ગયેલા લિસ્સા સોનેરી બ્લોન્ડ વાળમાં એ સરસ લાગતી હતી. એલેકસની સ્થૂળ કયામાં ક્શો ફર્ક્ વર્તાતો નહોતો. જોક્ે દાઢીમૂછ દૂર ક્રીને કલીનશેવ્ડ થઈ ગયો હોવાથી ખાસ્સો અલગ દેખાતો હતો.
એટલામાં માણસ આવીને મોટી ટ્રેમાં કફીનો સરંજામ મૂક્ી ગયો. મગમાં એકસ્ટ્રા શુગર ઉમરેતાં સામન્થા ક્હેવા લાગી, “મિશેલ, અમને હિમાચલ પ્રદેશમાં થોડા અઘોરી મળી ગયા હતા, પણ એ લોકે તો વાત ક્રવા પણ તૈયાર નહોતા. તારા બાબા ગોરખનાથ અલગ ક્સિમના અઘોરી લાગે છે.”
“અરે, બાબા તને રસ્તા પર મળી જાય તો તું ક્લ્પી પણ ન શક્ે ક્ે આ માણસ અઘોરી હશે! કેઈ પણ સંસારી માણસ જેવા જ તને લાગે. એમનો ફ્લેટ છે, બિઝનેસ છે. એમની ફેકટરીમાં ચાલીસ-પસાસ માણસો કમ ક્રે છે અને એમને ગંધ સુધ્ધાં નથી ક્ે એમનો બોસ અઘોરીવિદ્યા જાણે છે ને અઘોરી પંથ પર આટલો આગળ નીક્ળી ગયો છેે! બાબાએ પોતાનું આ રુપ દુનિયા સામે સફાઈથી છુપાવી રાખ્યું છે. તે એટલું ડેન્જરસ છે ક્ે તમને પરચો મળે તો જ ખબર પડે.”
“મિશેલ, તારી પેલી શવસાધનાની વાત સાંભળીને હું ખરેખર કંપી ઉઠી હતી!” સામન્થાના સ્વરમાં થડકર ભળ્યો, “આઈ મીન, મધરાતે જંગલમાં ખુલ્લા મડદા પર નગ્ન થઈને બેસવાનું, મંત્રજાપ ક્રવાના ને પેલું મડદું ઓચિંતા બેઠું થવા માંડે! આવી એકસ્ટ્રીમ વિધિ?”
“વજ્રોલી પણ એટલી જ એકસ્ટ્રીમ વિદ્યા છે, સેમ! પુરુષ પોતાના અંગને એટલું ક્ેળવે ક્ે હાથી જેમ સૂંઢથી પાણી શોષતો હોય તેમ પુરુષ પોતાના શિશ્નથી પાણી, દૂઘ, ઘી, મધ અને પારો ખેંચી શક્ે... ને પછી સંભોગ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી ઝરતું પ્રવાહી શોષી લે. વજ્રોલી ર્ક્મથી સ્ત્રી બિચારી અધમૂઈ થઈ જાય, પણ પુરુષનું ઓજસ, એનું તેજ વધતાં જાય!”
“બાબાએ તને અડધી જ વાત ક્હી છે, મિશેલ!” એલેકસે ક્હૃાું, “વજ્રોલી ર્ક્મ સ્ત્રી પણ ક્રી શક્ે છે, પુરુષ પર... એ તું જાણે છે?”
“એટલે?” મિશેલ અવિશ્વાસથી જોઈ રહી.
“મેં વજ્રોલી પર રિસર્ચ ર્ક્યું છે એટલે મને ખબર છે. વજ્રોલીને “બજરૌલી” પણ ક્હે છે. આ ક્ંઈ એક્પક્ષી ર્ક્મ નથી, તે દ્વિપક્ષી છે, સ્ત્રી-પુરુષ બન્ને પરસ્પર ક્રી શક્ે છે. પુરુષ પોતાના ગુપ્તાંગને ક્ેળવે તેમ સ્ત્રી પણ પોતાની યોનિને તાકતવાન બનાવીને પાણી, દૂધ, ઘી, મધ અને પારો બધું જ શોષી શક્ે છે.”
“આ તું શું ક્હે છે, એલેકસ?” મિશેલની આંખો પહોળી થઈ ગઈ.
એલેકસે ઊભા થઈને પોતાના બક્પેક્ના એક્ ખાનામાંથી ચોળાઈ ગયેલાં પાનાં કઢ્યાં. મારા હાથમાં એક્ પુસ્તક્ આવી ગયેલું, પણ એમાંથી થોડાક્ જ પાનાંની હું ફોટોકેપી ક્રાવી શક્યો છું,” એલેકસે એક્ પાનું ખોલીને વાંચવા હાઈલાઈટર વડે રંગેલી લીટીઓ પર નજર ફેરવતો બોલવા લાગ્યો, “સ્ત્રી ત્રણ ક્લાક્ સુધી પોતાની યોનિમાં પારો ધારણ ક્રી શક્ે એટલે ક્ે હોલ્ડ ક્રી શક્ે ત્યારે એ વજ્રોલી માટે તૈયાર થઈ ગઈ એમ ક્હેવાય. ત્રણ ક્લાક્, યેસ! આનો અર્થ તને સમજાય છે, મિશેલ? વજ્રોલી વિદ્યા જાણતી સ્ત્રી ધારે તો સંભોગ ક્રિયા દરમિયાન પુરુષનું પ્રવાહી ચુસી લઈને એને અધમૂઓ ક્રી શક્ે છે, એક્ જ પુરુષ પર વારે વાર વજ્રોલી ર્ક્મ ક્રીને એનો જીવ સુદ્ધાં લઈ શક્ે છે!”
મિશેલને અચાનક્ યાદ આવ્યું. બાબાએ પુરુષના વજ્રોલી ર્ક્મ વિશે વાત ક્રીને એવું ક્શુંક્ ક્હૃાું હતું ક્ે આ તો નાનક્ડી ઝલક્ છે, પૂરી વાત ક્રીશ તો તું ચક્તિ થઈ જઈશ!
“ખરી વજ્રોલી વિદ્યામાં સામેના પાત્રને ચુસી લેવાનો ક્ે એના ભોગે તેજ પ્રાપ્ત ક્રવાનો ઉદ્દેશ હોતો જ નથી,” એલેકસે વાત સાંધી, “આદર્શ વજ્રોલી ર્ક્મમાં પૂર્ણ પુરુષ અને પૂર્ણ સ્ત્રી પોતપોતાની ગ્રંથિઓમાંથી થોડું થોડું પ્રવાહી વારાફરતી રિલીઝ ક્રતાં જાય છે અને શોષતાં જાય છે. પુરુષનું દ્રવ્ય સ્ત્રી શોષે, સ્ત્રીનું દ્રવ્ય પુરુષ શોષે. આ માટે સંભોગની શિવ-લતા મુદ્રામાં પારંગત થવું પડે. લતા એટલે ક્ે લીલીછમ વેલ અથવા છોડ. વેલ જેમ જમીનમાંથી પાણી શોષે એમ વજ્રોલી દરમિયાન સ્ત્રી-પુરુષે પાર્ટનરના શરીરમાંથી યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં પ્રવાહી શોષતાં જવાનું હોય છે. સ્ત્રીના પ્રવાહીથી પુરુષને શકિત મળે, પછી એ થોડું પ્રવાહી મુકત ક્રે, જેમાંથી સ્ત્રીને ઊર્જા મળે. વાસ્તવમાં વજ્રોલી ર્ક્મનો સંબંધ સેકસ સાથે છે જ નહીં. તેની સાથે ગહન આધ્યાત્મિક્ અર્થ સંક્ળાયેલો છે. આમાં શિવ અને શકિતના મિલનની વાત છે. એમાં બન્ને પાર્ટનર સ્વાર્થી બન્યા વિના, પોતપોતાનાં દેહનાં માધ્યમથી એક્રુપ થઈને ગજબનાક્ ઊર્જા ક્ે અમરત્વ ક્ે ઓજસ ક્ે ચિર યૌવન ક્ે જે ક્ંઈ ક્હો તે પ્રાપ્ત ક્રે છે. લાગે છે, તારા અઘોરીબાબાએ તને આમાંની ક્શી વાત ક્રી જ નથી.”
મિશેલ ચુપ થઈ ગઈ. એલેકસની વાત તો સાચી હતી...
ચુપક્દિી વધારે ખેંચાઈ એટલે સામાન્થાએ ક્હેવા માંડ્યું, “મિશેલ, યોનિનાં મસલ્સમાં તાકત ક્ેળવી શકય છે તે વાત ખરી છે. મારી એક્ ફ્રેન્ચ દોસ્ત છે. એણે મને એક્ વાત ક્રેલી. પેરિસની પ્લેસ પિગેલ નામની ડાન્સ બાર જેવી કેઈ જગ્યા છે. ત્યાં સ્ત્રી યોનિથી ટેબલ પર પડેલાં સિક્કા પક્ડી શક્ે છે! મારી ફ્રેન્ડ ક્હે છે ક્ે એણે આ નજરે જોયું છે. ઈવન વિયેતનામના અમુક્ બારમાં પણ અમુક્ ટ્રેઈન્ડ છોક્રીઓ આ ટાઈપની ક્ંઈક્ જુદી ક્રામત ક્રી દેખાડે છે. જોક્ે આ બધું બહુ વલ્ગર હોય છે.”
પણ મિશેલનું ધ્યાન હવે વાતોમાં નહોતું. એના મનમાં એક્ જ વાત ઘુમરાઈ રહી હતી. બાબા ગોરખનાથે મને પૂરી વાત ક્ેમ ન ક્રી? વજ્રોલી વિદ્યા માત્ર પુરુષ નહીં, સ્ત્રી પણ અજમાવી શક્ે છે તેના વિશે આટલા વખતમાં ક્યારેય ઉલ્લેખ સુધ્ધાં ન ક્રીને મને અંધારામાં ક્ેમ રાખી?
૦ ૦ ૦
“મોક્ષ, અત્યારે ઓલરેડી અંધારું થઈ ચુક્યું છે,” માયાએ સહેજ ક્ંટાળીને ફરી એક્ વાર ક્હૃાું, “તને ખાતરી છે ક્ે લાઈબ્રરીમાંથી ક્ંઈ મળશે?”
“જરુર મળશે. સાઠ-સિત્તેર વર્ષ પહેલાંનાં માથેરાન વિશે ક્ંઈક્ મટીરિયલ તો હશે જ લાયબ્રેરીમાં. મારે કલ સુધી રાહ જોવી નથી. લેટ્સ ગો.”
શાલોર્ટ લેક્ તરફથી આવતા રસ્તા પર હંમેશ મુજબ એક્ પણ સ્ટ્રીટ લાઈટ ચાલતી નહોતી. પોલીસ સ્ટેશનથી ડાબે વળીને થોડું ચાલતાં જ ક્રસનદાસ મૂળજી મ્યુનિસિપલ લાઈબ્રેરી આવી ગઈ, જેની સ્થાપના છેક્ ૧૮૯૭માં થયેલી.
રુપાલીએ ક્હૃાું, “આટલાં બધાં ક્બાટમાંથી તું ક્ેવી રીતે શોધીશ?”
મોક્ષ ક્શું બોલ્યા વિના ચુપચાપ આલમારીઓમાં નજર ફેરવતો ગયો. “હિસ્ટ્રી” લખેલા ક્બાટમાં માથેરાન વિશે ઘણાં પુસ્તકે દેખાતાં હતાં. મોક્ષે એક્ પુસ્તક્ ખેંચીને પાનાં ઊથલાવવા માંડ્યોઃ
“હૃાુ મેલેટ નામના અંગ્રેજે ૧૮૫૦માં માથેરાન શોધ્યું હતું. એ થાણે જિલ્લાનો ક્લેકટર હતો. એના એક્ જ વર્ષ પહેલાં ભારતમાં ગ્રેટ ઈન્ડિયન પેનિન્સુલા રેલવે નામની પહેલી રેલક્ંપનીની સ્થાપના થઈ હતી.... ૧૯૦૭માં સર આદમજી પીરભોયે માથેરાન હિલ રેલવેનું કમ શરુ ર્ક્યું અને... નહીં, આ પુસ્તક્ કમનું નથી.”
એક્ પછી એક્ પુસ્તકે જોવાતાં ગયાં. ટેબલ પર ચોપડીઓના થપ્પા થતા ગયા.
“માયા, આ જો, આમાં માથેરાનનાં મકનો વિશે છે,” રિતેશે એક્ પહોળું પુસ્તક્ કઢીને માયાને આપ્યું. ત્રણેક્ પુસ્તકે બહાર કઢીને બાક્ીનાં બાક્ીનાં રુપાલીને પક્ડાવ્યાં.
પુસ્તક્માં માથેરાનના પારસી બંગલા અને જૂની બ્રિટિશ શૈલીના આર્ક્િટેકચર વિશે સચિત્ર માહિતી આપવામાં આવી હતી. એક્ પાનાં પર એ થંભ્યો, “લિઝાએ એના અંક્લનું ઘર લુઈસા પોઈન્ટ સામે છે એમ ક્હેલું, રાઈટ? આ જો...”
પુસ્તક્માં “હેવન” નામના બેઠા ઘાટના બંગલાની ખૂબસૂરત તસવીરો હતી.
“તેં જોયો એ આ જ બંગલો છે?”
“રિતેશ, મેં ખંડિયર જોયું છે, બંગલો નહીં! અને તસવીરો પરથી ક્ેવી રીતે ખબર પડે ક્ે તે ખંડિયર આ જ બંગલાનું છે? એક્ મિનિટ...”
મોક્ષે માયાના હાથમાંથી પુસ્તક્ લગભગ ઝૂંટવી લીધું. એની આંખો ઝીણી થઈ, “આ એ જ બંગલો છે. આ જો, અહીં લખ્યું છે, બંગલાના મૂળ માલિક્નું નામ મિસ્ટર એલન ગ્રાન્ટ છે, જે બ્રિટિશ સિવિલ એન્જિનીયર હતા! મિસ્ટર ગ્રાન્ટ એટલે એ જ... લિઝાના અંક્લ! બંગલો ૧૯૩૦માં બન્યો હતો અને મિસ્ટર ગ્રાન્ટનું ૧૯૩૭માં અવસાન થયું હતું!”
મોક્ષ સ્તબ્ધ થતો ગયો, “મિસ્ટર ગ્રાન્ટ ૭૭ વર્ષ પહેલાં મરી ચુક્યા છે?તો પછી લિઝા ક્યા અંક્લના ઘરે રહેવાની વાત ક્રતી હતી?”
રિતેશ પુસ્તક્ પાછું પોતાનાં હાથમાં લઈને અધ્ધર જીવે નજર ફેરવવા લાગ્યો. એનાં જડબાં તંગ થવા લાગ્યાં, “આમાં આગળ લખ્યું છે ક્ે ૧૯૪૯માં બંધ પડેલા બંગલામાં રહસ્યમય રીતે આગ લાગી અને આખો બંગલો ભસ્મીભૂત થઈને ધીમે ધીમે ખંડિયર બની ગયો...”
“ઓહ માય ગોડ!” ઓર એક્ પુસ્તક્ જોઈ રહેલી રુપાલીના ચહેરાનો રંગ ઉડી ગયો, “મોક્ષ, તારી તમામ શંકઓનું સમાધાન અહીં છે. સાંભળ. મિસ્ટર એલન ગ્રાન્ટ પર પોલીસ ક્ેસ થઈ ચુક્યો છે- ચાઈલ્ડ સેકસ એબ્યુઝના ગુનામાં. આમાં લખ્યું છે ક્ે ગ્રાન્ટે પોતાના ફેમિલીની જ એક્ તરુણીનું એટલી હદે શોષણ ર્ક્યુર્ ક્ે એણે પહાડ પરથી ક્ૂદીને આત્મહત્યા ક્રવી પડી. આ ૧૯૩૪ની વાત છે, એંસી વર્ષ પહેલાંની. આત્મહત્યા ક્રનાર બ્રિટિશ તરુણીનું નામ લિઝા હતું. એટલે જ જે જગ્યાએથી ક્ૂદીને એણે આત્મહત્યા ક્રી એનું નામ લુઈસા પોઈન્ટ રાખવામાં આવ્યું છે!”
સન્ન થઈ ગયો મોક્ષ! હવે કેઈ જ શંક બચી ન હતી. બધું સ્પષ્ટ થઈ ચુક્યું હતું. અત્યાર સુધી પોતે જેને જીવતીજાગતી લિઝા સમજતો હતો એ તો ક્ેવળ એની છાયા હતી, એનો આત્મા હતો!
માયા આક્રોશપૂવર્ક્ ચિલ્લાઈ ઉઠી, “હું તને પહેલેથી ક્હેતી હતી મોક્ષ, ક્ે આ છોક્રી બરાબર નથી, દૂર રહે એનાથી. પણ મારું સાંભળે કેણ? હવે થઈ ગઈ શાંતિ? ક્ે હજુય લિઝા-લિઝા ક્રતો ભટક્યા ક્રીશ જંગલોમાં?”
રિતેશે એને શાંત પાડી, “માયા, એક્ મિનિટ, પ્લીઝ! લિઝાનું રહસ્ય તો સમજાઈ ગયું, પણ મુમતાઝનું ક્ેરેકટર સમજાય છે? એ ક્ેમ તમને લોકેને ક્હૃાા ક્રતી હતી ક્ે લિઝા તમારી ગેરહાજરીમાં બંગલામાં કંડ ક્રે છે ને રાતે જોરજોરથી રડે છે? એ ક્ેમ તને ખંડિયર સુધી લઈ ગઈ? અને એણે ક્ેમ તને એવું ક્હૃાું ક્ે લિઝાને બોલાવી આપું? મળીશ એને?”
બધા એક્મેક્ના ચહેરા તાક્વા લાગ્યા.
“શું મુમતાઝ લિઝા વિશે વધારે ક્ંઈ જાણે છે? એની સાથે ક્મ્યુનિક્ેટ ક્રી શક્ે છે?”
“આઈ ડોન્ટ નો...”
રિતેશના ક્પાળ પર ક્રચલી ઉપસી આવી.
“આ મુમતાઝનું આખરે શું ચક્ક્ર છે?”