Prem - Aprem - 18 in Gujarati Fiction Stories by Alok Chatt books and stories PDF | પ્રેમ-અપ્રેમ - ૧૮

Featured Books
Categories
Share

પ્રેમ-અપ્રેમ - ૧૮

પ્રેમ-અપ્રેમ

ભાગ-૧૮

મોબાઈલ સ્ક્રીન પર “Priya calling...” વાંચતાની સાથે જ અપેક્ષિતના ચહેરાં પર ચમક આવી ગઈ. તેણે બને તેટલી ઝડપથી કોલ રીસીવ કર્યો પણ સામે છેડેથી કોઈ અજાણ્યો અવાજ આવ્યો.

“મી. અપેક્ષિત ....??”

“યસ, અપેક્ષિત હિયર...વ્હુ આર યુ..? આ નંબર તો પ્રિયાનો છે...” અપેક્ષિતનાં ભવા તણાઈ ગયા.

“આઈ એમ સબ ઇન્સ્પેકટર પાટીલ. કોલ લોગમાં છેલ્લો નંબર તમારો હતો તમે પ્રિયાજીને કેવી રીતે ઓળખો..?”

“પ્રિયા મારી ખાસ ફ્રેન્ડ છે, વી નો ઈચ અધર સીન્સ મેની યર્સ. બટ વોટ્સ ધ મેટર ઇન્સ્પેકટર..?” કંઈક અનહોની થયાનું અનુભવતા અપેક્ષિતના અવાજમાં ગભરાહટ ભળી ગયેલી.

“ઓકે, તમે પહેલાં જલ્દી શેઠ મેકવાન હોસ્પિટલ આવી જાઓ, પ્રિયાજીને એડમિટ કર્યા છે.”

“વ્હાય...? વ્હોટ હેપન્ડ ટુ હર...??” થોથરાતા સ્વરે અપેક્ષિતે પૂછ્યું.

“શી ટ્રાઇડ ટુ કમીટ સ્યુસાઇડ...”

“ઓહ માય ગોડ......!! શું કામ..? કઈ રીતે?” અપેક્ષિતે ગભરાયેલા સ્વરે પૂછ્યું.

“બીજી બધી વાત પછી....પ્લીઝ, યુ કમ એઝ સુન એઝ પોસીબલ...” પાટીલે કોલ ડીસ્ક્નેકટ કરી નાખ્યો. અપેક્ષિતે તરત જ સ્વાતિને પોતાની ચેમ્બરમાં બોલાવી.

“સ્વાતિ.....પ્રિયા.....!!” અપેક્ષિત સ્વાતિને વળગી પડ્યો. સ્વાતિએ અપેક્ષિતને શાંત પાડીને સરખી વાત કરવાનું કહેતાં અપેક્ષિતે બધી વાત કરી.

“સ્વાતિ, પ્રિયાને કંઈ થઈ ન જાય તો સારું..બાકી જિંદગીભર હું મારી જાતને માફ નહીં કરી શકું.” અપેક્ષિતે ચિંતિત સ્વરે કહ્યું.

“અરે ડોન્ટ વરી. શી વુડ બી ફાઇન. તે જલ્દીથી સાજી થઈ જશે. તું ખોટાં વિચાર નહીં કર. ચાલ આપણે જલ્દી હોસ્પિટલ પહોંચી જઈએ.” રઘવાયેલા અપેક્ષિતને ધરપત આપતાં સ્વાતિએ કહ્યું.

“હમમ....હોપ સો....લેટ્સ ગો...”

બંને તાબડતોબ હોસ્પિટલ પહોંચ્યા. રીસેપ્શન કાઉન્ટર પર ઇન્ક્વાયરી કરીને તેઓ પ્રિયાના વોર્ડમાં પહોંચ્યા. રૂમમાં ડોક્ટર અને નર્સ સિવાય યુનિફોર્મમાં સજ્જ ઇન્સ્પેકટર પાટીલ અને બીજાં બે ત્રણ અજાણ્યા વ્યક્તિ પણ હતાં. પ્રિયા બેડ પર બેભાન હાલતમાં સુતેલી હતી. તેના ડાબા હાથ પર બેન્ડેજ હતું અને બીજા હાથમાં બ્લડ ચડાવવા માટે ડ્રીપ લગાવેલી હતી.

“હેલ્લો ઇન્સ્પેકટર, આઈ એમ અપેક્ષિત, થોડીવાર પહેલાં આપણે ફોન પર વાત થયેલી, હાઉ ઇઝ પ્રિયા નાઉ?”

“શી ઇઝ બેટર બટ સ્ટીલ ક્રીટીકલ. વધુ પડતો બ્લડ લોસ થઈ ગયો હોવાથી હજી કાંઈ કહી શકાય નહીં.” પાટીલના બદલે ડોકટરે જવાબ આપ્યો.

“પણ તેણે કઈ કરતાં સ્યુસાઈડ કર્યું...? આ બધું ક્યારે બની ગયું..?”

“એકદમ શ્યોર તો ન કહી શકાય પણ કદાચ બહુ મોડી રાતે કે વહેલી સવારે એમણે પોતાનાં હાથની નસ કાપી હોય એવું લાગે છે.” પાટીલે વિગત આપી.

“ઓહ ગોડ..!! તો કેવી રીતે ખબર પડી..? પ્રિયાને હોસ્પિટલ કોણ લાવ્યું...?”

“સવારે દૂધવાળો આવ્યો તેણે બહુ ખખડાવવા છતાં બારણું ન ખુલ્યું એટલે પ્રિયાનાં પાડોશી આ ભાઈ જાગી ગયા. એમને કંઈક અઘટિત બની ગયાનું લાગતાં એમણે અમને જાણ કરી. અમે ત્યાં પહોંચીને બારણું તોડીને અંદર જોયું તો બેડ પર પ્રિયા હાથમાંથી લોહી નિંગળતી હાલતમાં બેભાન પડી હતી. હતું. અમે તાત્કાલિક એમને હોસ્પિટલ લી આવ્યા. ડોક્ટરના કહેવા પ્રમાણે જો થોડું પણ મોડું થયું હોત તો તેના બચવાના કોઈ જ ચાન્સ ન હતાં. તેમનાં કોલ લોગમાં ફ્રીક્વન્ટલી કોન્ટેક્ટેડમાં તમારો નંબર હતો એટલે પહેલાં તમને કોલ કર્યો. એમનાં કોઈ બીજા રીલેટીવ..?”

“ના ઇન્સ્પેકટર, પ્રિયા અહીં એકલી જ રહે છે. તેની એક કઝીન છે પણ એ બેંગ્લોર રહે છે. હું તેને કોલ કરીને જાણ કરી દઉં છું. થેંક યુ કે તમે સમય પર ત્યાં પહોંચી ગયા.”

“નેવર માઈન્ડ, ઇટ્સ અવર ડ્યુટી પણ તમારે થોડી ફોર્માલીટી કમ્પ્લીટ કરવામાં મને કો-ઓપરેટ કરવું પડશે. શું તમે કહી શકો કે પ્રિયાએ આ પગલું શું કામ ભર્યું..?”

અપેક્ષિતે ઇન્સ્પેકટરને પ્રિયાની ડીપ્રેશનની અને બેંગ્લોરવાળા હેરેસમેન્ટની વિગતે વાત કરી. પાટીલ પણ બહુ કો-ઓપરેટીવ અને સારો માણસ હોય તેણે પ્રિયાને કે એ લોકોને કોઈ તકલીફ ન થવાની ધરપત આપી અને ઉલટું સપનની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું. પ્રિયા ભાનમાં આવે તો તેને ઇન્ફોર્મ કરવાની સૂચના આપી પાટીલ રવાના થઈ ગયો.

ઇન્સ્પેકટરનાં ગયા પછી અપેક્ષિત પ્રિયાનાં પાડોશીઓને થોડી પુછપરછ કરી. ભલે ગમે તેટલો ખર્ચ થાય પણ પ્રિયાની સારવારમાં કોઈ કસર ન રાખે એ માટે અપેક્ષિતે ડોક્ટરને પણ વિનવણી કરી. સ્વાતિ પ્રિયાનાં બેડ પાસે બેઠી તેના ભાનમાં આવવાની રાહ જોતી હતી. ડોક્ટરોના કહેવા મુજબ હજી ભાનમાં આવતાં વાર લાગે એવું હતું. સ્વાતિ પ્રિયાને ધારીને જોતી હતી. ‘પ્રિયા, આટલી સુંદર...અપેક્ષિનો પહેલો પ્રેમ...આટલો પ્રેમ કરવા છતાં પ્રિયાનો અત્યાર સુધી અસ્વીકાર....અને હવે અચાનક અપેક્ષિત માટે પ્રેમ જન્મ્યો...?’ સ્વાતિનું મન વિચારના ચકડોળમાં બેઠેલું હતું.

સૌ પાડોશીઓને તેમનાં ઘરે જવા સમજાવી અપેક્ષિત અને સ્વાતિ હોસ્પિટલ પર જ રોકાયા. કોરીડોરમાં બંને આમતેમ આંટાફેરા કરતાં તો ક્યારેક ભગવાનને પ્રાર્થના કરતાં રહ્યાં. સાંજના છ થવા છતાં પણ પ્રિયા ભાનમાં આવી નહીં. અપેક્ષિતે સ્વાતિને ઘરે જવા આગ્રહ કર્યો પણ તે એકની બે ન થઈ અને ત્યાં જ રોકાવાની જીદ પર કાયમ રહી.

અપેક્ષિત હતાશ ચહેરે કોરીડોરમાં રાખેલી બેંચ પર બેઠો. તેણે બન્ને હાથ વચ્ચે પોતાનું માથું છુપાવી દીધું. સ્વાતિ પણ બાજુમાં આવીને બેઠી અને તેના વાળમાં હાથ ફેરવવા લાગી.

“રિલેક્ષ અપેક્ષિત, પ્રિયા વિલ બી ફાઈન સુન.”

“યા આઈ નો...થેન્ક્સ ફોર અન્ડરસ્ટેન્ડિંગ મી સો વેલ સ્વાતિ. તારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તો કેટલીયે ગેરસમજણ કરી ચુકી હોત. એનાં બદલે તું મને સમજી શકી અને સતત મારી પડખે રહે છે એ મારાં માટે બહુ મોટી વાત છે.”

“હમ્મ્મ્મ....ઇટ્સ માય ડ્યુટી માય ડીઅર.”


“આપણા મેરેજની ડેટ નજીક જ છે અને કેટલીયે તૈયારી બાકી હોવા છતાં તું અકડાતી નથી. મને એ જ વિચાર આવે છે કે બધું કેમ મેનેજ થશે..? માંડ આપણી લાઈફ સેટલ થઈ રહી હતી ત્યાં..”

“એવરીથીંગ વુડ બી ફાઈન...તું નાહકની ચિંતા નહીં કર. વી બોથ વીલ મેનેજ એવરીથિંગ.” એક ગજબના આત્મવિશ્વાસ સાથેના શબ્દોએ અપેક્ષિતને બહુ હિંમત આપી. અપેક્ષિત સ્વાતિને માનભેર જોઈ રહ્યો હતો ત્યાં આઈસીયુમાંથી નર્સે આવીને કહ્યું,

“મી. અપેક્ષિત, પ્રીયાજીને હોશ આવી ગયો છે અને તેઓ તમારું નામ લઈ રહ્યાં છે.” અપેક્ષિત ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આઈસીયુ તરફ દોડી ગયો અને તેની પાછળ સ્વાતિ ધીમા પગલે આવી.

અપેક્ષિતને જોતાં જ પ્રિયાની આંખમાંથી આંસુઓ સરી પડ્યાં.

“હાઉ આર યુ નાઉ...?” અપેક્ષિતે બાજુમાં બેસતાં પૂછ્યું.

“બેટર....બસ હાથ હજી ભારે લાગે છે.”

“હ્મ્મ્મ...તું આવું ગાંડપણ કરીશ એવી મને અપેક્ષા ન હતી પ્રિયા...!!”

“કારણ કે હું ગાંડપણની હદે તને ચાહું છું....અને તું હવે બીજા કોઈને....” દરવાજા પાસે જ ઊભેલી સ્વાતિ પર પ્રિયાનું ધ્યાન ગયું નહોતું.

“સો વ્હોટ..? એક સમયે હું પણ તને એટલો જ ચાહતો હતો અને તું મને નહોતી ચાહતી તો શું મેં મારી જાતને ખતમ કરવાની કોશિશ કરી ક્યારેય..?” પ્રિયા પાસે આનો કોઈ જવાબ ન હોવાથી તે ચુપચાપ સાંભળી રહી.

“પ્રિયા, પ્રેમ કરવો એ આપણા હાથની વાત છે પણ કોઈનો પ્રેમ મળવો, ન મળવો એ કિસ્મતની વાત છે એ હવે હું બહુ સારી રીતે સમજી ગયો છું. આપણે માત્ર પ્રેમ કરવાનો બાકી બધું સમય પર છોડી દેવું જોઈએ. મને એટલી ખબર છે કે એક નહીં તો બીજા સ્વરૂપે, વહેલો નહીં તો મોડો પણ પ્રેમ જરૂર મળે છે.” એક સમયનાં બાલીશ બુદ્ધિવાળા અપેક્ષિતને આટલી પરિપકવ વાતો કરતો જોઈને પ્રિયાને નવાઈ લાગી અને હકીકત પણ છે, ‘પ્રેમ ગાંડા માણસને ડાહ્યો અને ડાહ્યા માણસને ગાંડો બનાવી દે છે. બાલીશ વ્યક્તિને પરિપક્વ બનાવી દે અને પરીપક્વ વ્યક્તિને બાલીશ.’

“હમ્મ્મ....આઇ એમ રીઅલી સોરી અપેક્ષિત, હું નબળી પડી ગઈ અને જાત પરથી કાબૂ ગુમાવી બેઠી.”

“પ્રોમિસ મી પ્રિયા કે ભલે ગમે તે થઈ જાય, હવે તું ક્યારેય આવું નહીં કરે. તને હું એક વાતની ખાતરી આપું છું કે હું અને સ્વાતિ હંમેશા તારી સાથે જ રહીશું, ક્યારેય તને એકલી નહીં પડવા દઈએ.”

“ઓકે...આઈ પ્રોમિસ અપેક્ષિત. આ સ્વાતિને મારે ખરેખર મળવું પડશે જેણે તારામાં આટલો બધો ચેન્જ લાવી દીધો. બોલ ક્યારે મળાવીશ?” પ્રિયાએ ચહેરા પર પરાણે સ્મિત લાવતાં કહ્યું.

“નેકી ઔર પૂછપૂછ..? લો હું હાજર તમારી સામે...હું જ એ નાચીઝ છું જેણે અપેક્ષિતને આટલો ચેન્જ કરવાની હિમાકત કરી છે....જે સજા આપવી હોય તે આપી શકો છો.” સ્વાતિ દરવાજા પાસેથી ખસીને પ્રિયાની સામે આવતાં બોલી.

સ્વાતિનો આવો હળવો જવાબ અને સૌમ્યતા જોઈને પ્રિયાનાં ચહેરા પર તણાવનાં ભાવ દૂર થતાં દેખાયા. દેખાવે સાવ સામાન્ય હોવા છતાં સ્વાતિનું વ્યકિતત્વ કોઈને પણ આકર્ષિત કરવાં સક્ષમ હતું.

“ઓહ તો તું પણ અહીં જ છે...? ઇટ્સ રીઅલી નાઈસ ટુ મીટ યુ સ્વાતિ.”

“સેમ હિઅર પ્રિયા. આઈ હોપ યુ આર ફીલીંગ બેટર નાઉ..!”

“સ્વાતિ અને હું બંને સાથે જ આવ્યા હતાં. તેને મેં કેટલું કહ્યું તો પણ તે ઘરે નહીં ગઈ.” અપેક્ષિત વચ્ચે જ બોલી પડ્યો.

“થેંક યુ સો મચ સ્વાતિ ફોર યોર કેર એન્ડ કન્સર્ન. આઈ એમ લક્કી ઈનફ ટુ હેવ યુ બોથ.”

“બસ બસ, હવે બહુ ફોર્મલ થવાની જરૂર નથી. જે વ્યક્તિ અપેક્ષિત માટે અગત્યની હોય તે મારાં માટે પણ એટલી જ મહત્વની ગણાય. યુ પ્લીઝ ટેક રેસ્ટ નાઉ, વાતો તો પછી પણ થશે.” ભાગ્યે જ જોવા મળે એવો મૈત્રેય ભાવ પ્રણય ત્રિકોણમાં જોવા મળી રહ્યો હતો. એકબીજા માટેની લાગણીથી બંધાયેલા ત્રણેય માનભેર એકબીજાને જોઈ રહ્યાં હતાં ત્યાં જ ઇન્સ્પેકટર પાટીલે આવીને ખલેલ પાડી.

“મિસ પ્રિયા, હાઉ આર યુ નાઉ? એન્ડ વ્હાય ડીડ યુ ટ્રાઇડ ટુ કમીટ સ્યુસાઇડ..” પાટીલે આવતાની સાથે જ પોતાનું કામ આદરી દીધું. તેણે ડોક્ટર સિવાય બધાંને બહાર જવાની સૂચના આપી અને લગભગ પોણો કલાક સુધી પ્રિયાની પૂછપરછ કરતો રહ્યો. સ્વાતિ નર્સને પૂછીને પ્રિયા માટે ફ્રુટ અને જ્યુસ લઈ આવી. અપેક્ષિત પ્રિયાની મેડીસીન્સ અને પૈસા ડીપોઝીટ કરવાનું કામ પતાવી આવ્યો. પ્રિયાની પુછતાછ પત્યાં પછી પાટીલે અપેક્ષિત અને સ્વાતિની ફોર્મલ પૂછપરછ કરી. તે પોતાની ફોર્માલીટી પતાવીને એટલી ખાતરી આપીને ગયો કે તે સપનને ગમે તે ભોગે સજા અપાવશે. પ્રિયાએ પણ સ્યુસાઇડ માટે બીજું કોઈ નહીં પણ પોતાનું ડીપ્રેશન જવાબદાર હોવાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. તે રાતે સ્વાતિ અને અપેક્ષિત બંને પ્રિયાની સાથે હોસ્પિટલ પર જ રહ્યાં. બંનેની કોશિશ એ જ રહી કે પ્રિયાને બને તેટલી વધુ હસાવે અને એકદમ સામાન્ય કરી શકે.

બીજા દિવસે જેવી પ્રિયાની આંખ ખુલી તેણે સ્વાતિને બેડ પાસેની ચેર પર બેઠેલી જોઈ. તેને જોતાં જ પ્રિયાનાં ચહેરા પર સૌમ્યતા છલકાઈ આવી. તેને અપેક્ષિતની ચોઈસ માટે માન થઈ આવ્યું. આટલી સારી વ્યક્તિ સાથે પ્રેમ ન થાય તો જ નવાઈ. બાકી સ્ત્રી સહજ સ્વભાવ ઈર્ષાળુ જ હોય. અપેક્ષિત પણ આખી રાત કોરીડોરના બેંચ પર સુતો રહેલો. પ્રિયાને બાથરૂમ જવું હોય તે પથારીમાંથી ઊભી થવાની કોશિશ કરતી હતી પણ નબળાઈના લીધે તે જાતે ઊભી ન થઈ શકી, ત્યાં સ્વાતિની આંખ ખુલી ગઈ. તેણે તરત જ પ્રિયાને સહારો આપ્યો અને બાથરૂમમાં લઈ ગઈ અને પછી ફરી બેડ પર સુવાડી દીધી. એટલામાં અપેક્ષિત પણ આઈસીયુમાં દાખલ થયો.

પ્રિયાને હોસ્પીટલમાંથી ત્રણ દિવસે રજા મળી. દિવસ રાત અપેક્ષિત અને સ્વાતિ વારાફરતી પ્રિયા પાસે જ રહ્યાં. સ્વાતિ ઘરેથી જ પ્રિયા માટે જમવાનું લાવતી. સ્વાતિએ પ્રિયાની એટલી સારી રીતે દેખભાળ કરી જાણે કે તે તેની મોટી બહેન હોય. પ્રિયા પણ સ્વાતિનો ભાવ જોઈને ગદગદ થઈ ગઈ. તેને પોતે કરેલી ભૂલ માટે ભારોભાર પસ્તાવો થતો હતો. એક દિવસ અપેક્ષિતની ગેરહાજરીમાં તેણે સ્વાતિની માફી માગતા કહ્યું,

“આઈ એમ વેરી સોરી સ્વાતિ. મેં તને અને અપેક્ષિતને બહુ હેરાન કર્યા. મેં તમને બંનેને બહુ તકલીફ આપી.”

“અરે ઇટ્સ ઓકે યાર...થાય ક્યારેક એવું પણ...તું બહુ વિચાર નહીં કર અને ડોકટરે કહ્યું તેમ જેમ બને તેમ નોર્મલ રહેવાની ટ્રાય કર.”

“સાચે હું મારાં સ્વાર્થમાં આંધળી બની ગયેલી. અપેક્ષિત વિશે વિચાર્યું જ નહીં અને તારા માટે પણ મને ખોટી છાપ મગજમાં ઊભી થઈ ગયેલી. મને માફ કરી દે જે સ્વાતિ.” પ્રિયાની આંખો છલકાયા વિના ન રહી શકી. સ્વાતિએ તેને ઢીલી પડતાં જોતાંની સાથે જ આલિંગનમાં લઈ લીધી.

“હવે અમારાં લગ્નને બહુ ઓછા દિવસો બાકી છે એટલે તું મને બધાં કામમાં હેલ્પ કરશે તો જ હું તને માફ કરું બાકી નહીં. બોલ છે મંજુર?”

“ડન...એનીથિંગ ફોર યુ માય ડીઅર...” કહેતાં બંને વરસો જૂની સખીઓની જેમ હસી પડી. અપેક્ષિત આવી જતાં આ દ્રશ્ય જોઈને તેની આંખોના ખૂણા પણ પલળી ગયા.

(ક્રમશઃ)

-આલોક ચટ્ટ

  • મિત્રો, હવે પ્રેમ-અપ્રેમ અતિમ ચરણમાં પ્રવેશી રહી છે...આશા છે અંત પણ આપ સૌને ગમશે......તો વાંચતા રહો પ્રેમ-અપ્રેમ....