Odkhiti Brand s in Gujarati Magazine by Dietitian Snehal Malaviya books and stories PDF | ઓળખીતી બ્રાન્ડ્સ

Featured Books
Categories
Share

ઓળખીતી બ્રાન્ડ્સ

બ્રાન્ડ એટલે શુ?? પહેલા ના જમાના માં બ્રાન્ડ એટલે કે કોઇ “ઓળખાણ માટે નુ નિશાન” એવુ જ મનાતુ , ગરમ લોખંડ થી પશુ ઓ ના શરીર પર નિશાન બનાવી દેવા માં આવતુ જેથી તેમને ઓળખવા સરળ બને. પણ 1827 થી “બ્રાન્ડ” શબ્દનો ઉપયોગ વ્યવસાય ની દૂનિયા માં પણ થવા લાગ્યો.

વીસમી સદી ને “બ્રાન્ડ નેમ્સ” ની સદી કહી શકાય...કારણ કે ત્યારે ઘણા આવિષ્કારો થયેલા અને ત્યારે જ ગ્રાહકો ના આકર્ષવા બધી કંપની ઓ બ્રાન્ડ રૂપી નૌકા માં સવાર થયેલી..

આ બધી બ્રાન્ડ કઇ રીતે બની? કયાં વિચાર ને કારણે ઉત્પન્ન થઇ? તેણે કઇ રીતે પ્રગતિ કરી? તેઓ એ કેટલો સંઘર્ષ કર્યો? અને કઇ રીતે તેઓ એ સફળતા મેળવી લીધી..??

તો આવો આ બધા પ્રશ્નો ના ઉત્તર મેળવીએ....

એમવે ( Amway)

રિચ ડેવૉસ અને જે વૈન એન્ડલ એ 1959 મા એક કોર્પોરેશન બનાવ્યુ – એમવે. એટલે કે અમેરિકન વે. ત્યારે તેઓ એ નહોતા જાણતા કે તેઓ સેલિંગ જગત માં ક્રાન્તિ કરવા જઇ રહ્યા છે..પરંતુ ક્રાન્તિ થઇ અને એ પણ ફક્ત અમેરિકા માં જ નહિ પરંતુ આખા વિશ્વ માં થઇ. આજ એમવે 80 થી વધારે દેશો માં કારોબાર કરી રહ્યુ છે, જ્યાં તેના 30 લાખ સ્વતંત્ર બિઝનેસ માલિક 450 થી વધારે પ્રોડક્ટ વેચે છે.

અમવે કંપની ની સ્થાપના પહેલા રીચ ડેવૉસ અને જે વૈન એન્ડલ ન્યૂટ્રીલાઇટ કંપની ના ડિસ્ટ્રીબ્યૂટર્સ હતા. તે પ્રાકૃતિક પદાર્થો થી બનેલી મલ્ટી – વિટામિન ગોળી ઓ/શીશી ઓ વેચતા હતા. બંન્ને મિત્રો નુ ટીમવર્ક એટલુ શાનદાર હતુ કે એમની સેલ્સ ટીમ માં લગભગ પાંચ હજાર ડિસ્ટ્રીબ્યૂટર્સ થઇ ગયા. અચાનક 1950 ના દશક માં ન્યૂટ્રીલાઇટ કંપની માં આંતરિક સંઘર્ષ છેડાયો અને તેનૂ ભવિષ્ય નિરાશાજનક દેખાવા લાગ્યુ એટલે બન્ને મિત્રો એ એક નવી કંપની બનાવવા નું વિચાર્યૂ. આ એક સાહસિક નિર્ણય હતો, કારણ કે એમની પાસે વેચવા એક પણ પ્રોડક્ટ નહોતી. તેઓ એ પણ નહોતા જાણતા કે એમના પાંચ હજાર ડિસ્ટ્રિબ્યૂટર્સ એમની સાથે ન્યૂટ્રિલાઇટ છોડવા તૈયાર થશે કે નહિ. પરંતુ ડિસ્ટ્રીબ્યૂટર્સ ને બન્ને મિત્રો પર એટલો ભરોસો હતો કે બધા ખૂશી ખૂશી નવી કંપની માં આવી ગયા. આવી રીતે 1959 માં એમવે સેલ્સ કોર્પોરેશન ચાલુ થયુ. એમવે એ એટલી તીવ્ર પ્રગતિ કરી કે સ્થાપના ના 13 વર્ષ પછી જ તેણે ન્યૂટ્રીલાઇટ ને ખરીદી લીધુ.

એમવે ની બધા થી મોટી ખાસિયત એનો બિઝનેસ પ્લાન છે, જેમાં કોઇપણ વ્યક્તિ પોતાના બિઝનેસ નો સ્વતંત્ર માલિક બની શકે છે. આમાં જોડાવી મોટી રકમ, ડિગ્રી કે યોગ્યતા ની જરૂર પડતી નથી. એવુ કોઇ બંધન નથી કે દિવસ માં ચાર, છ કે આઠ કલાક કામ કરવુ જ પડે કે દરેક મહિને અમુક પ્રોડક્ટ વેચવી જ પડે. દરેક ડિસ્ટ્રિબ્યૂટર પૂરી રીતે સ્વતંત્ર છે કે પોતે કેટલો બિઝનેસ કરે,ક્યારે કરે, કોની સાથે કરે અને ક્યાં કરે...!!!

એડિડાસ (Adidas)

એડિડાસ બ્રાન્ડ નુ પ્રોડક્ટ છે “સ્પોર્ટસ શૂ” કે જે એડૉલ્ફ ડૈસલર એ બનાવેલુ છે. તેઓ જર્મની માં રહેતા હતા. 20 વર્ષ ની ઉંમરે તેમણે સપનુ જોયેલુ કે દૂનિયા ના બધા ખેલાડી ઓ પોતાના જ બનાવેલા શૂઝ પહેરી ને રમે....એડી પોતાના ભાઈ રૂડોલ્ફ ની સાથે મળી ને 20 વર્ગ મીટર ના બાથરૂમ માં પોતાના હાથે શૂઝ બનાવતા. ત્યારે તેઓ એ વાત નહોતા જાણતા કે આ જ એ પાયો છે જેના પર બે દિગ્ગજ કંપની ઓ બનવાની છે..!!

પોતાની કંપની ને લોકપ્રિય બનાવવા ડૈસલરે એ જ કર્યૂ જે દરેક કંપની એ કરવુ જોઇએ : ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત. ડૈસલર એ ખેલાડી ઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યૂ. તેઓ ખેલાડી ઓ પાસે થી સલાહ લઇ ને પ્રોડક્ટસ બનાવતા...ખેલાડી ઓ ની સલાહ ને કારણે 1925 માં તેમણે સ્પાઇક્સ વાળા શૂઝ બનાવ્યા.

1927 માં ડૈસલર બંધૂ ઓ એ શૂઝ ની ફેક્ટરી ખોલી. 1928 માં એમસ્ટર્ડમ ઑલંપિક માં પહેલી વાર ઓલંપિક ખેલાડી ઓ એ એડી ડૈસલર ના શૂઝ પહેર્યા. જ્યારે 1936 ના બર્લિન ઑલંપિક માં જેસી ઓવેન્સ એ ડૈસલર ના શૂઝ પહેરી ને ચાર ગોલ્ડ મેડલ જીત્યા ત્યારે ડૈસલર ના શૂઝ ની ધૂમ મચી ગઇ ( ત્યારે શૂઝ નુ નામ “ડૈસલર” હતુ.) પરંતુ પછી ડૈસલર પરિવાર માં ભયંકર વિવાદ થયો જેથી એડી ડૈસલર એ “ એડિડાસ “ બ્રાન્ડ ચાલૂ કરી અને રૂડોલ્ફ ડૈસલર એ “પ્યૂમા”...

1978 માં એડી ડૈસલર નુ મૃત્યુ થયુ ત્યારે એડીડાસ સ્પોર્ટસ શૂઝ ની દૂનિયા નો બાદશાહ હતી. 1987 માં ડૈસલર પરિવાર એ કંપની વેચી દીધી પરંતુ બ્રાન્ડ આજ પણ એવી જ છે. 2006 માં એડીડાસ એ 11.8 અરબ ડૉલર માં પ્રતિસ્પર્ધી કંપની રીબૉક ને ખરીદી ને પોતાનિ સ્થિતી મજબુત કરી લીધી.

ડૈસલર એ બ્રાન્ડ ને સારી બનાવવા માટે ખેલાડી ઓ પાસે સલાહ માગી, પ્રયોગો કર્યા અને સૂધારા કર્યા. અને એટલે જ એડોલ્ફ ડૈસલર ના નામ પર 700 થી વધારે પેટેંટસ છે.

1948 માં થયેલા વિવાદ પછી બન્ને ભાઇ એક બીજા ના કટ્ટર દુશ્મન બની ગયેલા...કહેવાય છે કે લોકો આ ઝઘડા નો ભરપૂર ફાયદો ઉઠાવતા. લોકો જાણી જોઇ ને એડિડાસ ના શૂઝ પહેરી ને રૂડોલ્ફ ને મળવા જતા આ જોઇ ને રૂડોલ્ફ ખૂબ ગુસ્સે થઇ ને તેમને મફત માં પ્યૂમા ના શૂઝ આપી દેતા...!!!

માઇક્રોસોફ (Microsoft)

માઇક્રોસોફ્ટ દૂનિયા ની બધા થી મોટી સોફ્ટવેર બ્રાન્ડ છે, જેની લોકપ્રિયતા કોઇ એક પ્રોડક્ટ ને કારણે નથી. તેની લોકપ્રિયતા તો સૉફ્ટવેર સેગમેંટ પર ટકેલી છે, જેમા ઑપરેટિંગ સિસ્ટમ જોડાયેલી છે.જ્યારે આખી દૂનિયા કંમ્પ્યૂટર હાર્ડવેયર ની પાછળ પાગલ હતી ત્યારે બિલ ગેટ્સ એ સોફ્ટવેર પર ધ્યાન કેન્દ્રિત કર્યૂ અને એ જ કારણે આજ તે દૂનિયા ના બીજા નંબર ના સૌથી અમીર આદમી છે.અને તેમની પાસે 56 અરબ ડૉલર ની સંપતિ છે.

હકીકત માં તો, આવી દિગ્ગજ કંપની હોવા છતા માઇક્રોસોફ્ટ એ કોઇ મહાન આવિષ્કાર કર્યૂ નથી.....પહેલુ પર્સનલ કંમ્પ્યૂટર એપ્પલ એ બનાવ્યુ , શરૂઆતી વેબ બ્રાઉઝર નેટ સ્કેપ એ બનાવ્યૂ , પોતાની વિસ્ટા જેવી પ્રોડક્ટસ પણ અસફળ રહી, છતા આજ માઇક્રોસોફ્ટ બધા થી વધારે લોકપ્રિય બ્રાન્ડ છે તેનુ કારણ છે તેની “અવસરવાદિતા”.....તેણે દૂરદર્શિતા થી બીજા ના આવિષ્કારો ને ખરીદ્યા અને મોકા ઓ નો ફાયદો ઉઠાવ્યો.....જ્યારે આઇબીએમ પોતાનુ પહેલુ કંમ્પ્યૂટર બનાવી રહ્યુ હતુ ત્યારે બિલ ગેટ્સ એ રૉયલ્ટી પર ઑપરેટીંગ સિસ્ટમ આપવાનો સૌદો કરી લીધો....મજા ની વાત તો એ છે કે ત્યારે માઇક્રોસોફ્ટ પાસે કોઇ ઑપરેટીંગ હતુ જ નહી..!...આઇબીએમ સાથે સૌદો થયા પછી માઇક્રોસોફ્ટ એ સિએટલ કંમ્પ્યૂટર પ્રોડક્ટસ નામ ની કંપની પાસે થી ક્યૂ-ડૉસ ઑપરેટીંગ સિસ્ટમ 50,000 ડૉલર મા ખરીદ્યુ અને તેને એમએસ-ડૉસ નામ થી આઇબીએમ ને આપી દીધુ. આ પ્રોડક્ટ અને સૌદા થી માઇક્રોસોફ્ટ ની તકદાર બદલી ગઇ......!!

બાર્બી (Barbie)

બાર્બી એક ખૂબ જ જાણીતી બ્રાન્ડ છે....હા , ઘર ઘર માં રમાતી અને બધા ને ગમી જાય એ ઢીંગલી (બાર્બી ડૉલ્સ) આ બ્રાન્ડ ની જ પ્રોડક્ટ છે...અત્યાર સુધી માં એક અરબ થી વધારે બાર્બી ડૉલ્સ વેચાઇ ચુકી છે. બાર્બી બ્રાન્ડ ને રૂથ હૈંડલર એ બજાર માં ઉતારેલી.

બાર્બી ના આવિષ્કાર ની વાર્તા ખૂબ દિલચસ્પ છે. એક દિવસ રૂથ એ પોતાની દીકરી બારબરા ને ઢીંગલી થી રમતા જોઇ,ત્યારે તેને અચાનક વિચાર આવ્યો કે કોઇ એવી વયસ્ક યુવતી જેવી ઢીંગલી બનાવવા માં આવે તો..!! કે જેની છાતી ઉભરેલી અને ફીગર આદર્શ હોય. હૈંડલર જાણતા હતા કે છોકરીઓ હંમેશા કલ્પના કરતી હોય છે કે તે મોટી થઇ ને એવી દેખાય...હૈંડલર એ પોતાની દીકરી ના નામ પર થી ઢીંગલી નુ નામ “બાર્બી” રાખ્યુ. પછી તેમણે પોતાના પતિ ને કહ્યુ કે તેઓ પોતાની કંપની દ્વારા આ ડૉલ ને બજાર મા ઉતારે...

બાર્બી ડૉલ 1959 માં પહેલી વાર ન્યૂયૉર્ક ના રમત મેળા માં વેચાણી. 3 ડૉલર ની બાર્બી ત્યારે ને ત્યારે 3,51,000 જેટલી વેચાઇ ગઇ..અને ત્યાર થી બાર્બી એ લોકપ્રિયતા નુ સામ્રાજ્ય સ્થાપ્યુ.....

આજ બાર્બી કિશોરી ઓ ની ફૈશન મૉડલ બની ગઇ છે.રૂથ હૈંડલર એ ફક્ત એક બાર્બી ડૉલ બજાર માં ઉતારી ને સંતોષ માન્યો નહિ....એમણે ડિઝાઇનર વસ્ત્રો સાથે બાર્બી ને ઘણા રૂપ માં પેશ કરી....નાની-નાની છોકરી ઓ ને ભવિષ્ય ના સપના દેખાડવા વાળી બાર્બી અત્યાર સુધી માં ડૉકટર, એસ્ટ્રોનૉટ, બિઝનેસવુમૈન, પુલિસ અફસર,ખિલાડી જેવા ઘણા રૂપ માં આવી ગઇ છે.

હોંડા (Honda)

હોંડા આજ વિશ્વ ની બધા થી મોટી મોટરસાઇકલ કંપની છે. હોંડા કંપની ના સંસ્થાપક સોઇશિરો હોંડા બહુ ગરીબ ઘર માં જન્મ્યા હતા. એમના પિતા મૈકેનિક હતા અને હોંડા પણ 15 વર્ષ ની ઉંમર માં જ મૈકેનિક બની ગયેલા. પણ તેઓ ફક્ત કર ની સર્વીસીંગ અને રીપેયરીંગ કરી ને જ ખૂશ નહોતા.તે નવરાશ ની પળો માં હંમેશા પ્રયોગ કર્યા કરતા...30 વર્ષ ની ઉંમરે હોંડા એ કાર ના પૈડા માં લાગેલા લાકડી ના સ્પોક્સ ની જગ્યા એ ધાતુ ના સ્પોક્સ ની પેટંટ કરાવી અને દૂનિયાભર માં તેની નિર્યાત કરવા લાગ્યા...

દુર્ભાગ્ય વશ દ્વીયીય વિશ્વ યુધ્ધ થયુ જેમાં હોંડા ની બધી ફેક્ટરી ઓ તબાહ થઇ ગઇ...હવે તેમની પાસે આજીવિકા નુ કોઇ સાધન રહ્યુ નહોતુ...પેટ્રોલ મોંઘુ થવાથી જાપાન માં “સાઇકલ” યાતાયાત નુ બધા થી વધુ લોકપ્રિય સાધન બની ગયુ. હોંડા ને એક દિવસ વિચાર આવ્યો કે સાઇકલ માં મોટર નાખી ને મોટરસાઇકલ બનાવવા માં આવે તો??.... પ્રયોગશીલ હોંડા એક કચરા ના ઢગલા માંથી એક જી.આઇ. એંજિન લઇ આવ્યા અને સાઇકલ માં લગાવી ને તેને મોટરસાઇકલ બનાવી નાખી....એક મિત્ર એ પોતાના માટે એવી જ એક મોટર સાઇકલ બનાવી આપવાનો આગ્રહ કર્યો..પછી બીજો મિત્ર....ત્રીજો મિત્ર...આ રીતે આ કામ ચાલતુ ગયુ અને 24 સપ્ટેમ્બર ,1948 માં હોંડા મોટર કંપની નુ નિર્માણ થયુ.....!! હોંડા ની પહેલી મોટર સાઇકલ નુ નામ ડ્રીમ હતુ....