Tilak ane Sevantray in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | તિલક અને સેવંતરાય

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

તિલક અને સેવંતરાય

તિલક અને સેવંતરાય

જયપાલ પાટણ તરફ ચાલ્યો. પોતાને સોંપાયેલું કામ કેટલું અઘરું હતું તે તે જાણતો હતો. બીજી બાજુ દામોદર મહેતા જેવાએ તેને આ કામ સોંપ્યું હતું. મહારાજના સાન્નિધ્યમાં સોંપ્યું હતું, એથી એનું મહત્ત્વ વધ્યું હતું, પણ એમાં નિષ્ફળ જવાય તો કેવડું મોટું જોખમ હતું તે પણ નજર સામે તરી રહે તેવું હતું. દામોદર મહેતો પોતે જ આ કામ માટે જવા નીકળ્યો હતો, પણ એને લાગ્યું હોવું જોઈએ કે એમાં થોડીઘણી પણ શંકાનો અવકાશઊભો રહેતો હતો, એટલા માટે એણે જયપાલને મોકલ્યો હતો. જયપાલ આ સમજતો હતો.

એ મંગરોલ બંદરમાં કિલ્લોદાર હતો. ત્યાંથી ઘણી વખત વહાણો નીકળતાં. ઈરાની, અરબી, તુર્કી વેપારીઓના સંસર્ગમાં એ આવ્યો હતો. એને ત્યાંથી જ એક-બે વાતો ગજનવીના દરબારમાં પહોંચેલી હોવી જોઈએ. મહમૂદને આંહીં આવવા પ્રેરે તેવી એ વાતો હતી એમ કહેવાતું હતું. જયપાલની એમાં ક્ષતિ હશે, પણ એ ક્ષતિને એ ખુશીથી સહાનુભૂતિમાં ખપાવીને, અત્યારે પોતાનું કામ સરળ બનાવી શકે, એટલે દામોદરે જયપાલને જ આ કામ સોંપવાનું યોગ્ય માન્યું હતું. એને લાગ્યું કે દુર્લભસેન મહારાજને મનાવવા એ વધારે કપરું નીકળવાનું છે. જયપાલના સમાચાર આવે, પછી પોતે ગરુજીનો આજ્ઞાપત્ર લઈ ત્યાં જવા માટે નીકળવાનો હતો.

જયપાલ જેમ જેમ પાટણ તરફ જતો ગયો તેમ તેમ એને ગર્જનકની સત્તાનો વધારે ને વધારે ખ્યાલ આવતો ગયો. એણે જાણી જોઈને વર્ધમાનપુરનો પંથ છોડી દીધો હતો. તે નાના રણમાં થઈને મુંજપુરને માથેથી નીકળ્યો. ત્યાં એણે સાંભળ્યું કે સુલતાન એક સરસ મસ્જિદ બંધાવે છે. કારીગરો આવી ગયા હતા, પથરાઓ ખડકાતા હતા.

જયપાલ ત્યાંથી પાટણ તરફ વળ્યો. ગર્જનક જવાનો ન હોય તેવાં ચિહ્નો વધારે ને વધારે સ્પષ્ટ થતાં ગયાં. બધે બંદોબસ્ત મુકાતો જતો હતો. ને કોઈ કોઈ જગ્યાએ તો જયપાલના માણસોને છૂટક છૂટક થઈને અને રાતે મુસાફરી કરીને ચોકીપહેરાની નજર ચુકાવવી પડી હતી. છેવટે એ પાટણ પાસે તો આવ્યો, પણ ત્યાં એના આ રસાલાને આવકાર આપવા કોણ નવરું હતું ? પાટણની બહારની ધર્મશાળાઓ, મંદિરો ને કાંઈ રહ્યાંસહ્યાં દેવાલયો નજરે પડ્યાં ત્યાં એમણે છૂટા છૂટા મુકામ નાખીને, એક વખત તો શાંતિથી હવા જોવાનો નિર્ણય કર્યો. ઉતાવળ કરવા જતાં એનું કામ તરત વણસે તેવું હતું.

ગર્જનકનો બંદોબસ્ત ભારે હતો. વ્યવસ્થા જબરી હતી. ગામ બહાર ચારે તરફ સૈન્યની છાવણીઓ પડી હતી. એને બાગબગીચાનો ભારે શોખ જણાતો હતો. કહેવાતું હતું કેજેમાં * એક લાખ વૃક્ષો હોય એવો એક મહાન બગીચો તે પાટણની આસપાસ ઊભો કરવા માટે મથી રહ્યો હતો. જયપાલે એ કામને આગળ વધતું જોયું.

ગર્જનકને જવાની ઉતાવળ જણાતી ન હતી. હવામાં કોઈ વખત સાંભર પ્રદેશમાં સૌ રાય ભેગા થયા છે તેમ આવતું હતું. કોઈ વખત અર્બુદાચલનું નામ સંભળાતું હતું, પણ જાણે એ કોઈ વાતની પોતાને પડી ન હોય તેમ ગર્જનક નિરાંતે સવારમાં ગજપંક્તિઓને નિહાળવા આવતો. એને હાથીઓનો ઘણો જ શોખ હ તો. હાથીનું સેન એની જાતદેખરેખ નીચે રહેતું. એને લાગ્યું હતું કે હિંદમાં આ મહાન કિલ્લા જેવા પ્રાણીએ જય-પરાજય બંને અપાવ્યા હતા. પણ તેણે ખુરાસાન ખુતાનમાં હાથી વાપરી જોયા. અને દુશ્મનો રાડ પાડીને ભાગી ગયા. એના પોતાના હાથીએ તો મહા પરાક્રમ કર્યું હતું. સૂંઢમાં પકડીને સામેના સરદારને જ હવામાં મોકલી દીધો હતો. પણ એની મુશ્કેલી

---------------------

*જાબિલસ્તાન - ગીજનીમાં જીટ્ઠઙ્ઘરટ્ઠડટ્ઠિ - સાધાઝારમાં એક લાખ ફૂલછોડ હોવાની ગણતરી થતી હતી. મહમૂદ અને તેના શાહજાદાઓ ત્યાં વારંવાર જતા હતા.

એક જ હતી. હજી ગજકેળવણી કોઈને હાથ ચડી ન હતી. તમામ મહાવતો * હિંદુઓ હતા. પોતાના ગિજનીના અઢી હજાર ગજદળને માટે થોડા માણસોને એ આંહીં તૈયાર કરી રહ્યો હતો.

સુલતાનની સાથે સેંકડો ને હજારો તો સાંઢણીઓ જ હતી. તેમની ઊંચામાં ઊંચા પ્રકારની બરદાસ થઈ રહી હતી. મહમૂદ સમજતો હતો. એને પાછા લઈ જનારી આ રણપંખણીઓ છે. દેશમાં કોઈની પણ નામી સાંઢણી હોય તો ગમે તે દામથી તે ખરીદી લેવાની સુલતાનની આજ્ઞા હતી. હજી પણ સાંઢણીઓમાં ભરતી થતી જતી હતી.

જયપાલે એક દિવસ એક સોદાગરને જોયો. તે પહેલાં એ મંગરોલમાં આવી ગયો હતો. તે ઈરાનમાંથી આંહીં ઘોડાં લાવતો. બીજો માલ ઈરાનમાં લઈ જતો. જયપાલે તેને સંક્ટમાં કાંક મદદ કરેલી. તેણે જયપાલને તરત ઓળખી કાઢ્યો.

બંને વાતોએ વળગ્યા. જયપાલે પોતાની વીતકકથા કહી. પોતે હારીને બે વખત ભાગ્યો હતો. હવે જો પાછો ફરે તો એની જાતવાળા જ એને શંકાથી સળગાવી દે તેમ હતા. એટલે પાછો ન ફરતાં આંહીં ક્યાંય રોટલો મળે તો લેવા માટે આવ્યો હતો.

‘તો તો તમે મલિક-બિન જયસેન સિપાહ સાલારને મળો ને !’

‘પણ એ કોણ છે ? ક્યાં મળે ? હું તો આંહીં કોઈને ઓળખતો નથી.’ જયપાલે કહ્યું.

‘કેમ ? મલિક-બિન-જયસેનને તમે ઓળખતા નથી ? નવાઈની વાત ! આખો મુલક તો એને તિલકને નામે જાણે છે. એ વઝીરે મુલ્ક ખ્વાજા હઝનક મશ્કતીના જમણા હાથ છે. નહિતર સેવંતરાયને મળો. એ પણ તમને સુલતાને આલમને મેળવી આપશે. અત્યારે તો તમારા જેવાને આંહીં ઘી-કેળાં થાય તેમ છે !’

*આ વિષે લખતાં ઇલિયટે એક વાત ઉપર ધ્યાન ખેંચ્યું છે કે તે વખતે મીરસાહેબ-મુસલમાન મહાવતો બહુ ન હતા. નાઝીમ પણ એ કહે છે.

‘અરે યાર ! ઘી-કેળાં કાંઈ જોઈતાં નથી. લૂખીસૂકી ભાખરી મળે તો ઘણું, આંહીં તો જિંદગીના બાકીના દિવસ કાઢી નાખવા છે.’

‘તમે આંહીં ક્યાં ઊતર્યા છો !’

‘આ સામેના મુસાફરખાનામાં જ પડ્યો છું !’

‘તો તમે કાલે સવારે આંહીં આવો. મારે એક ઓળખાણ છે... હા, પણ તમે નસીબદાર છો. આ સામેથી આવી રહ્યા છે તેનું નામ અલી ખેશાવંદ. એ વઝીરે રિયાસતના વફાદાર ગુલામ છે. તે તમને સિપાહ સાલાર મસુદ પાસે તેડી જશે !’

જયપાલ મસુદનું નામ સાંભળીને ભડકી ગયો. તે સુલતાનનો શાહજાદો હતો. આખી સેનાનો મોટો સિપાહ સાલાર હતો. પણ જયપાલ તો કાં તિલકને કાં સેવંતરાયને કે એ બંનેને હમણાં મળવા માગતો હતો. એના પોતાના કામ માટે અત્યારે એ વધારે જરૂરી હતું. તે અજાણ્યો થઈને બોલ્યો : ‘એ તો શાહજાદા પોતે, નહિ ?’

‘હા.’

‘અરે ભૈ ! આપણને પહેલાં નાનકડે ઠેકાણે લઈ જાઓને. શું કહ્યું તમે નામ ?’

‘મલિક-બિન-જયસેન !’

‘હાં બસ એ. એની સાથે મને મેળવી દો ને. હું એમને પગે પડીશ. મને ક્યાંક રાખી લે. ભલે હમણાં દસ ઘોડાં જ આપે.’

એટલામાં પેલો ગુલામ પાસે આવ્યો. સોદાગરે તેને વાત ક રી. ગુલામ કાંઈક ઠીક લાગ્યો. તેણે જયપાલને સાંજે આવવાનું કહ્યું.