Ek Mulakat in Gujarati Short Stories by Sonal Gosalia books and stories PDF | એક મુલાકાત

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

એક મુલાકાત

નવલિકા

એક મુલાકાત

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


એક મુલાકાત

કેટલાય દિવસોથી અજંપ અને અશાંત બનેલું ભાવિનનું મન આજે માઝા મૂકીને રોઇ રહ્યું હતું. વેલેન્ટાઇન ડે આવતાં પહેલા ખૂબ જ ઉત્સાહપૂર્વક તૈયારી કરતા મિત્રોને જોઇ એ બેચેન બની ગયો હતો. મને ચાહે એવું આ દુનિયામાં કોઇ જ નથી,એવી અનુભૂતિ એને અકળાવી રહી હતી. આ પ્રેમભર્યા દિવસની લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે. વેલેન્ટાઇન ડે, માત્ર પ્રેમીઓનો જ નહીં પણ પરસ્પર પ્રેમ કરતા દરેક સંબંધ માટે છે. ભાવિન માટે આ દિવસ સૌથી વધુ એકલતાનો દિવસ છે. મિત્રો પોતાના કોઇ ને કોઇ સ્વજનને ભેટ આપવામાં અને મેળવવામાં રચ્યા-પચ્યા રહે છે.ભાવિન ક્ષણે ક્ષણે આંસુ સારતો પોતાનો અતીત વાગોળે છે.

પોતે સમજણો થયો ત્યારથી જ આખું જીવન જીવી રહ્યો છે. રોજ રોજ મમ્મી-પપ્પાના મોટા ઝગડા, ક્યારેક મારપીટ, કયારેક ગાળો. આ બધું જોઇજોઇને એને દુનિયા પ્રત્યે અણગમો થઇ ગયો. માતા-પિતાનો પ્રેમ, સ્નેહ શું હોય એ કદી પામી શક્યો ન હતો. આવા કલેશભર્યા વાતાવરણમાં નાની બહેનનું આગમન થયું. તો પણ પરિસ્થિતિમાં કોઇ ફેર પડ્યો નહીં, કદાચ ઝગડા વધવા લાગ્યા, નાણાકીય ભીડને કારણે. મમ્મી-પપ્પાની મારપીટ જોઇ ધ્રૂસકે ધ્રૂસકે રડતી બહેનને બાથમાં લઇ ખૂણામાં ભરાઇ, એના માથા પર હાથ ફેરવતો ત્યારે હ્ય્દયને ઘેરી વળતી અજબ પ્રકારની લાગણી તન-મનને આનંદથી તરબોળ કરી નાખતી. મમ્મી-પપ્પા ઝગડામાં તલ્લીન રહે. હું મારી નાની બહેનને બધો પ્રેમ આપી મારી લાગણીઓ એના પર ઠાલવું. વખત એવો આવ્યો કે મમ્મી-પપ્પાએ એકબીજાથી અલગ રહેવાનો ફેંસલો કરી નાખ્યો. મમ્મી, હું અને બહેન નાના-નાનીના ઘરે આવી ગયા. પણ કોણ કોના ઘરે કેટલા દિવસ પોસાય ? આર્થિક ભીડમાં ઘર ચલાવતા મામા તો વહાલથી રાખે, પણ મામી ઘણા કટુ વચનો સંભળાવે. હ્ય્દયને ચીરી નાંખે એવા તરછોડાયેલા હોવાની લાગણીઓ વચ્ચે જીવન જીવતો ગયો. એક દિવસ ભયંકર માંદગીમાં સપડાયેલી બહેન પણ મૃત્યુ પામી. એ દિવસે જીવનમાં બધુ જ ગુમાવી દીધું હોવાની અનુભૂતિ થઇ. એના સિવાય જીવનમાં કોઇનો પ્રેમ કે લાગણી મળ્યાં ન હતાં. એક માત્ર સ્વજન ગુમાવી દેતા આજે પોતાને અનાથ હોવાની લાગણી થઇ આવી. તદ્દન શુષ્ક, લાગણીવિહીન સંબંધો જોયા છે. ચાર દીવાલો વચ્ચે એકલતાની ઓરડીમાં, લાગણી, પ્રેમ અને સ્નેહ માટે તરસી તરસીને દિવસો વિતાવતો હતો. સ્ત્રી-પુરુષનાં સંબંધો પર અણગમો એટલી હદ સુધી થઇ ગયો કે તમામ સંબંધો એને વામણા અને અધૂરા લાગતા હતા. ફક્ત નફરત, સ્વાર્થ, અદેખાઇ જેવા વ્યવહારવાળો ખોખલો સંબંધ મનને કોરી ખાતો હોય જાણે. જેમતેમ જીવવું જ પડશે એ જ વિચારો મનમાં રાખી જીવવા લાગ્યો.

કોલેજમાં દાખલ થયો ત્યારે ઘણી છોકરીઓ મિત્રતા કરવા સામેથી આવી. પરંતુ સ્ત્રી અને પુરુષ એ વિરોધ સંબંધ મારા મગજની ડિકશનરીમાં.... અને લગ્નપ્રથા વિશે નફરત હતી. આજે જ્યારે મિત્રોને ધામધૂમથી વેલેન્ટાઇન ડેની ઉજવણીની તૈયારીઓ કરતા જોઇ, એકલતાની અનુભૂતિઍ મને હચમચાવી નાખ્યો. મારી નાની જાન (મારી બહેન) હોત, તો આજે અમે બન્ને કેટલી મજા કરતા, હસતા રમતા દિવસ પસાર કરતા હોત ? હવે હું શું કરૂ, કયાંય મનની શાંતિ માટેની જગ્યા નથી. અંદરથી જીવ બળ્યા કરે છે. અશાંત મનને શાંત કરવા કયાં જાઉં ? મંદિર જાઉં? ના ના, ભગવાને ઓછાં દુઃખ આપ્યાં છે, તો એમની સાથે મિત્રતા કરૂં ? વિચારે ચડેલા મગજને શાંત કરવા કયાંક એવી જગ્યાએ જ જાઉં જ્યાં પ્રેમ જ પ્રેમ હોય. નિર્મળ, નિઃસ્વાર્થ લાગણીઓ નીતરતી હોય છે, કોઇ એવી જગ્યા જ્યાં મારા જેવા અનાથ માટે.... આ વિચાર સાથે મનમાં એક ઝબકારો થયો. વાહ, ઉત્તમ જગ્યા યાદ આવી, અનાથઆશ્રમ. એ બાળકો પણ મારા જેવા પ્રેમવિહોણા જ હશેને ? ચાલ થોડું સ્મિત એમના મુખ પર લાવવાની કોશિષ તો કરૂં. એ બસ સ્ટેન્ડ તરફ વળ્યો. અનાથાશ્રમ તરફ જતી બસ નંબરની તપાસ કરી, ઊભો ઊભો કશુંક વિચારતો હતો. આજે મનને એક અનોખી રાહત જણાશે. જયારે હું એ બાળકો સાથે રમીશ, એમનું પ્યારૂ સ્મિત જોઇશ. બસમાં બેઠો ને પાકીટના પૈસા ગણવા લાગ્યો. વાહ ટ્યુશનમાંથી થયેલી કમાણી આજે પહેલીવાર મને સારા અને સાચા માર્ગે લઇ જશે. બસમાંથી ઊતરીને ઘણીબધી ચોકલેટો, રંગબેરંગી ફુગ્ગા, જાતજાતના રમકડાં લીધા. અનાથાશ્રમનાં કંપાઉન્ડમાં દાખલ થતા જ ધીંગા-મસ્તી કરતા બાળકોને જોયા. અમુક બાળકો એકાંતમાં બેઠા કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. દયા ઉપજાવે એવી ચહેરાની રેખાઓ. અનાથાશ્રમના સંચાલકની પરવાનગી લઇ ભાવિન અંદર ઓરડામાં ગયો. ઘોડીયામાં સૂતેલાં માસૂમ બાળકોને જોઇ એનું હ્ય્દય ધ્રૂજી ઊઠયું. એક બાળક તો એટલું નાનુ જાણે બે કે ત્રણ દિવસનું જન્મેલુ. આંખ પણ પૂરી ખુલતી ન હતી. ભાવિન આ બાળકોને જોતાં જ રડી પડ્યો. હ્ય્દય વલોવાઈ ગયું. આ નિરાધાર બાળકો દુનિયામાં આવતાની સાથે જ એકલવાયા થઇ ગયા. તોય જીવી રહ્યા છે. તો હું શા માટે ઉદાસીનતા અનુભવું છું ? મને ભલે કોઇ પ્રેમ ના કરતું હોય પણ હું તો અન્યને પ્રેમ કરી શકુ છું ને ? આ માસૂમ બાળકોને પ્રેમથી તરબતર કરી શકુંને ? પામવા કરતાં “આપવાની” મજા કંઇક જુદી જ હોય છે. ભાવિને બધાં બાળકોને વહાલ કરી રમકડાં, ચોકલેટ, ફુગ્ગા આપ્યા. બધાના મુખ પર આનંદ જોઈ એ જાણે ધન્ય થઇ ગયો. એેનો અંતરાત્મા બોલ્યો, “તું કયાં એકલો છે? આ બધા બાળકોને પ્રેમ આપીશ તો લાખ ગણો વધુ પામીશ. એમના નિર્દોષ મનનો હાશકારો કરોડો રૂપિયા કરતા વિશેષ છે. તું એમનો સ્વજન બન. તારો ભવ સુધરી જશે. ખૂબ ખુશીથી આજનો દિવસ પસાર થયો, એવી લાગણીથી આજે ધન્ય થઇ ગયો. આવા કુમળા છોડને કોઇ ‘મા’ પોતાના હ્ય્દય પર પથ્થર મુકીને જ છોડી શકે. પણ એ ‘મા’ એના જીગરના ટુકડાને મુકતા કેવી મનોદશામાંથી પસાર થઇ હશે. હે કુદરત ! આવી માતાને તમે ઘણી કપરી અગ્નિપરીક્ષામાંથી પસાર કરી હશે. બાળક અને માને જુદાં પાડવાં એ ભયંકર, ક્રૂર પાપ છે. આવા નિર્દયી ના બનો. ઇશ્વર ધન્ય છે, જેણે આવા અનાથાશ્રમ ખોલ્યા. બાળકોનો કેવી સરસ રીતે ઉછેર થાય છે. ઘણીવાર નિઃસંતાન દંપતિ આમાંથી કોઇ બાળકને અપનાવી લે, ત્યારે એમ થાય કે એક માએ તરછોડ્યું પણ બીજા મા-બાપે એનો ભવ સુધારી નાખ્યો.

એક દિવસ આ બાળકો સાથે વિતાવી લો. એમના મુખનું માસૂમ હાસ્ય તમને હોટલમાં કે પાર્ટીમાં ગયા કરતાં વિશેષ આનંદ આપશે. ભલે આપણી પાસે આપણા સગાં, વહાલા, સ્નેહી સ્વજનો છે, પણ આ બાળકોનું અનાથાશ્રમ સિવાય કોઇ નથી. એ પ્રેમ અને વાત્સલ્યના ભૂખ્યાં છે. કયારેક એમની લાગણીઓને પોતાના બાળકોની જેમ સમજો. એમને એક સ્વજનની હૂંફ આપો. ભાવિનની જેમ આપણે સૌ કોઇ તહેવાર કે ઉત્સવ આવા બાળકો સાથે ઉજવીએ.

“પાણીનું એક ટીપું ફૂલછોડને નવજીવન

આપીને પુષ્પને મઘમઘતું કરે છે.

મુરઝાયેલા આવા બાળકોને કોઇકના જરા અમથા

પ્રેમથી દિલમાં એક રાહતભર્યું આશ્વાસન મળે છે.