Saraswati Chandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 2

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૧.૨

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨ : સરસ્વતીચંદ્રની અલખદીક્ષા

‘વિગતમાનમદા મુદિતાશયાઃ

શરદુપોઢશશાંકસમત્વિષઃ

પ્રકૃતસંવ્યવહારવિહારિળસ ્‌

ત્વિહ સુખં વિહરન્તિ મહાધિયઃ ’

-જેનાં માન અને મદ જતાં રહ્યાં છે, જેના આશયનું લોક મોદન કરે છે, શરદના પૂર્ણ ચંદ્રમાના જેવી જેની મનઃકાન્તિ છે, અને પ્રકૃતિથી પ્રવાહપતિત થઈ આવેલા શુભ વ્યવહારમાં જેઓ વિહાર કરે છે, એવા મહાબુદ્ધિવાળાઓ તો આ લોકમાં યોગવાસિષ્ઠ સુખે વિહરે છે.

સરસ્વતીચંદ્રે જાગ્રત અવસ્થામાં વધારે વિચાર કરી, ઉપકારવશ થઈ, વિરક્તિના રંગનો રાગી થઈ, પોતાના જીવનના દાતા વિષ્ણુદાસ બાવાને પૂર્ણ પ્રસન્ન કરવા આખા શરીરે ભગવો વેશ- ધોતિયું, અંચળો અને માથે ફેંટો-ભગવાં ધર્યા તે કાળે બાવાના મઠોમાં અને ત્યાંથી આખા યદુશૃંગ ઉપર અલખની ગર્જના જાગી રહી, અને તે ગર્જના વચ્ચે વિષ્ણુદાસે સરસ્વતીચંદ્રના કાનમાં અતિપ્રસન્ન વદનથી યોગવાસિષ્છનો ઉપલો મંત્ર મૂક્યો અને એ મંત્રોચ્ચારનું શ્રવણ કરાવી એને પોતાના ઉત્તમોત્તમ અધિકારીની દીક્ષા આપી. એ દિવસે સર્વ જટાધરોએ અનધ્યાય અને અભિક્ષાનો પાળ્યો અને સર્વ પોતાને મનગમતે સ્થાને ફરવા નીકળી પડ્યા. સરસ્વતીચંદ્રને લઈ વિહારપુરી અને રાધેદાસ તેને પર્વતનાં શૃંગો દેખાડવા નીકળી પડ્યા.

પ્રાતઃકાળે આ ત્રણ જણ ફરતા હતા તે કાળ તેમની વચ્ચે જે જિજ્ઞાસા, કુતૂહલ, પૃચ્છા અને ગોષ્ઠીવિનોદ ચાલી રહ્યાં હતાં તેને સ્થાને અત્યારે વિહારપુરી અને રાધેદાસના મનમાં સરસ્વતીચંદ્રને વિષયે પૂજ્યભાવ ઉદય પામ્યો હતો, વિષ્ણુદાસ જેવા સદ્‌ગુરુએ ઉત્તમોત્તમ અધિકારે સ્થાપેલા પુરુષ ઉપર શ્રદ્ધા અને ગુરુભક્તિ સ્કુરતાં હતાં અને વિનીત શિષ્યો જેવા બનેલા બંને જટાધરો, સરસ્વતીચંદ્રનાં ધીમાં પગલાંને અનુકૂળ બની, અર્ધો માર્ગ કાપતાં સુધી એક શબ્દ બોલ્યા વિના અને એક પ્રશ્ન પૂછ્યા વિના, એની બે પાસ એની પાંખો પેઠે એની સાથે ચાલતા દેખાતા હતા. જ્યોતિઃશાસ્ત્રમાં પારંગત ગુરુજીના વર્તારા ઉપર શંકાની ફૂંક સરખી મારવામાં નાસ્તિકતા અને દુષ્ટતા ગણનાર ગુરુવત્સલ શિષ્યોના મનમાં આ સમયે કંઈ પણ વિચાર થતો હોય તો તે સરસ્વતીચંદ્રનાં રૂપ અને વેશ સંબંધે હતો અને કંઈ પણ તર્ક થતો હોય તો એના પૂર્વાશ્રમ, એના પુણ્યોદય અને એના ભાવી ઉત્કર્ષ વિષે હતો. ભસ્મ, ગોપીચંદન, લંગોટી, અને જટા એટલા વેશવાળા બે કાળા બાવાઓ વચ્ચે સર્વાંગે ભગવાં પણ શુદ્ધ ગેરુના રંગવાળા વસ્ત્રો પહેરી ચાલતો ગૌરપુરુષ બે કાળા ગણ વચ્ચે ઊભેલા મહાદેવ જેવો, હનુમાનસુગ્રીવ વચ્ચે ઊભેલા રામ જેવો લાગતો હતો અને બે બાવાઓનાં મન એનાં દર્શનથી તૃપ્ત અને નમ્ર થઈ જતાં હતા.

‘વિહારપુરી !’સરસ્વતીચંદ્રે પૂછ્યું, ‘આપણે ક્યાં જઈએ છીએ ?’

‘જી, મહારાજ !’ જરીક સામે આવી, શિર નમાવી વિહારપુરી બોલ્યો, ‘પ્રાતઃકાળે પશ્વિમ દિશા જોઈ. અત્યારે પૂર્વ દિશાનાં શૃંગો ભણી આપ આવ્યા.’

‘પૂર્વ દિશામાં સામે જળજળ થઈ રહેલું આ શું દેખાય છે ?’

‘આપણે ઊંચામાં ઊંચા શૃંગ ઉપર છીએ, અને પર્વત અને રત્નનગરી વચ્ચે નીચામાં નીચું રેતીનું મેદાન છે તેમાં આ જળ નથી પણ મૃગજળનો સાગર છે.’

સરસ્વતીચંદ્ર વિહારપુરીનો હાથ ઝાલી અટક્યો.‘મૃગજળ કહે છે તે આ જ ?’ ઓઠ ઉપર આંગળી મૂકી ફરી બોલ્યો : ‘ઓહ, ચાર કાંઠે ભરાઈ ગયેલા રમણીય જળના સરોવર જેવું આ સર્વ મિથ્યા જળ ?’

વિહાર : ‘હા જી, એ સર્વ મિથ્યા જળ જ ! એની પાછળ સેંકડો મૃગો ભમે છે અને તરસે મરે છે.’

નિઃશ્વાસ મૂકી, નીચલો ઓઠ કરડી, સરસ્વતીચંદ્ર બોલી ઊઠ્યો : ‘વિહારપુરી ! રાધેદાસ ! આ મ્થ્યા સંસારનાં પ્રતિબિંબ જેવાં આ મિથ્યા જળ ભણી મને ઘડી બે ઘડી જોઈ રહેવા દો- ગુરુજીના પવિત્ર ધામની યાત્રા સઉફળ થઈ-આ શૃંગ ઉપર સહુ બેસો.’

સહુ એ પથરાઓ ઉપર બેઠા. કોઈનો ઓઠ ઊઘડતો ન હતો. સરસ્વતીચંદ્રનાં નેત્ર મૃગજળ ઉપર ખેંચાઈ જતાં હતાં અને એના ચિત્તમાં વિચાર ઊઠતા હતા :

‘મૃદજળ જેવી લક્ષ્મી ! તને મેં તજી ! આ મૃગજળ જેવી રમણીય અને એના જેવી જ મારે મન થયેલી કુમુદ ! તને પણ તજી-પણ-પણ-’

‘તું ક્યાં ? હું ક્યાં ? હાલ આ જ અનુભવ સુખકારક છે- હું તને મનથી પણ તજીશ. આ વસ્ત્ર ધર્યા ! આ આશ્રમ સાધ્યો ! આપણું લગ્ન થયું હોત તોપણ મરણકાળે વિયોગ હતો તે વિયોગ આજથી જ ! ઘણા કાળ પછી આવવાની અવસ્થાને બુદ્ધિવાળાઓ ઘણા કાળ પહેલી જુએ છે-સાધે છે. કુમુદ !-ચંદ્રકાંત !-એક જીવ અનેક જીવોના સુખદુઃખનું સાધન થાય છે-હું તમને દુઃખ દઉં છું-મરનાર પોતાની પાછળ જીવનારાઓને દુઃખ દે છે તેમ. મરનારને માથે એ દુઃખ દેવાનું પાપ નથી- આપઘાત કરનારને માથે છે; મેં પણ એક જાતનો આપઘાત-આત્મઘાત-જ કરેલો છે ! સર્વ પરિવારજનકો, યુદ્દોમાં મરનાર સર્વ યોદ્ધાઓ, કુટુંબ છોડી દ્રવ્યાદિને અર્થે સમુદ્રાદિ ઉપર પ્રયાણ કરનારાઓ, સર્વ એક રીતે આત્મઘાતી કેમ નહી ? હોય તો તેને શિર આવાં પાપનો ભાર કેમ નહીં ?

‘પુણ્યકાર્યને અર્થે ખમેલો શરીરવ્યય પુણ્ય છે; ્‌ધમ કાર્યને અર્થે આણેલો શરીર-વ્યય વ્યય જ છે. આ એક વિશ્વરૂપ શરીર એક આત્માથી સંધાયું છે, ઊભું છે અને એ આત્માની ઈચ્છાથી શાંત થશે. એ શરીરમાં રહેલા આ સર્વ વ્યક્તિશરીરો-વ્યષ્ટિરૂપો- તે એક જ સમષ્ટિ શરીરના અવયવ છે. હું જેને મારું શરીર કહું છું તે આ મહત્‌ શરીરનો અંશ છે અને તેથી મારું નથી. એ જ મારું શરીર કુટુંબનો અંશ છે, પળવાર કુમુદની સાથે જોડાઈ દામ્પત્યના અંશરૂપ હતું; આ દેશનો અંશ છે, મનુષ્ય લોકને અંશ છે ! એ સર્વ શરીર મારાં શરીર છે- આ દેખીતું શરીર તેમનો અંશ છે. આનો અથવા એનો વ્યય પુણ્યકાર્યને અર્થે કરવો એ વ્યય નથી; એક અંશના વ્યયથી બીજા અંશોને પુણ્યલાભ થાય તે કાર્ય સાધ્ય જ છે- બાકી ‘આત્મઘાત’ તો થતો જ નથી- આત્મા અમર છે. ખરી વાત છે કે એ આત્માને તો શસ્ત્ર છેદતાં નથી અને પાવક બાળતો નથી. એ આત્મા તો વધતાંઘટતાં આ સર્વ શરીરોથી ઊભરાયેલા એક મહત્‌ શરીરમાં સ્ફૂરી - એ શરીરની મર્યાદાથી રહિત થઈ વસે છે - એ સિવાય બીજો આત્મા નથી ! સરસ્વતીચંદ્ર ! તેં કયા પુણ્યકાર્યને અર્થે આ દુષ્ટ વ્યય કર્યો ?’

આ આત્મપરીક્ષક પ્રશ્ને મસ્તિકને ચકડોળે ચડાવ્યું; તેમાં અંતર્ગાન થવા લાગ્યું :

‘વિગતમાનમદા મુદિતાશયાઃ’

‘મારું પુણ્યકાર્ય - મારો મુદિત આશય - કિયો ? મુદિત - લોકમુદિત - આશય - તું ક્યાં છે ?’

‘ન્ૈકી ૈજ િીટ્ઠઙ્મ ! ન્ૈકી ૈજ ીટ્ઠહિીજં !’

‘આયુષ્યનો મર્મ ક્યાં ?’

‘મચી રહ્યો કોલાહલ આજે દશે દિશે ગાજે;

તે મધ્યે થઈ ઊતરી પડની, શૂર નીચે નીચે જાજે.’

‘મુંબઈનગરીના પંડિતો, રાજ્યકર્તાઓ, કવિઓ, દેશસેવકો, લક્ષ્મીનંદનની લક્ષ્મી, ચંદ્રકાંતની મિત્રતા, કુમુદનો સ્નેહ - એ સર્વ કોલાહલમાંથી હું નીચે ઊતરી પડ્યો ! પહેલું પાતાળ બુદ્ધિધનના સુવર્ણપુરમાં, બીજું એના કારભારમાં, ત્રીજું એના ઘરમાં, ચોથું બહારવટિયા અને અર્થદાસમાં, પાંચમું જંગલમાં અને રાત્રિમાં નાગના ભાર નીચે, એ પાંચ પાતાળમાં હું ઊતરી પડ્યો - આ છછ્‌છા પાતાળમાં આવ્યો અને મારા શેષનો ભાર ઊતરવાની વાત સાંભળું છું. હવે કિયા પાતાળમાં ઊતરવાનું હશે ? મહાન અજગરના જેવા લાંબા અને અનેક સાંધાવાળા આ વિચિત્ર સંસારના મુખમાં હું ઊતરતો ઊતરતોસરું છું - તે ક્રિયા પુણ્યકાર્યને અર્થે ? ગંગામાં ઊતરી પડેલાં સીતાને ભવભૂતિએ ગંગા અને વસુંધરાનાં દર્શન કરાવ્યાં. મારો વિધાતા મને કેટલાં પાણી તળે ઉતારશે ? મારે કઈ વસુંધરાને પ્રત્યક્ષ કરવાની હશે ?

‘અહો મૃગજળ ! અતિશય રમણીય અને ચમકતા ચળકાટ મારતા તારા વિશાળ સરોવરની સપાટી પર અત્યારે તો આંખો ઠરે છે ! હું તારાથ દૂર રહી માત્ર આંખોને જ ઠારું એ પણ એક ભાગ્ય જ ! અહો ! આ વસુને ધરનારી વસુંધરા !’

આ વિચારે ઊઠે છે ત્યાં ઊડતો ઊડતો એક કાગળનો કકડો એના પગ આગળ આવ્યો તેણે એના વિચારને તોડ્યા. એ કકડો એણે હાથમાં લીધો, અને એના ઉપરના અક્ષર જોઈ એ ચમક્યો.

‘ચંદ્રકાંતના ઉપર લખેલા પત્રનું પરબીડિયું ! અને બુલ્વરસાહેબના અક્ષર ! - તું આ સ્થળે !’

મોટે સ્વરે કહ્યું : ‘વિહારપુરી ! આ પત્ર અહીં ક્યાંથી આવ્યો હશે ?’

બે ગોસાંઈઓ હાથ જોડી, આગળ આવ્યા. લખોટા પરના અંગ્રેજી અક્ષર તો ન સમજાયા પણ વિચારમાં પડ્યા અને રાધેદાસ બોલ્યો :

‘નવીનચંદ્રજી ! બેચાર દિવસ ઉપર આપણું મંડળ જગાવવા ગયું હતું ત્યારે થોડાક ગોસાંઈઓના હાથમાં રત્નનગરીથી ભદ્રેશ્વર જવાના માર્ગ ઉપરથી એક કાગળોનું પોટકું જડી આવેલું હતું તે તેમણે ગુરુજીના આશ્રમમાં આણેલું છે. એણી પાસથી ઉપર આવવાનો એ માર્ગ એટલે તેમાંથી આ પત્ર પડેલો હશે.’

વિહારપુરી : ‘ એમ જ. બીજી રીતે આવા અક્ષરનો આ સ્થળે સંભવ નથી. જી મહારાજ ! આપને આ અક્ષરનો બોધ છે ? ’સરસ્વતીચંદ્ર : ‘હા. એ પોટકું મને જોવા મળશે ?’

‘ગુરુજીની આજ્ઞા છે કે આપણા આશ્રમના સર્વ મર્મગ્રંથ અમારા નવીન જૈવાતૃકને બતાવી દેવા તો આ પોટકું તો તૃચ્છ વાત છે. જી મહારાજ, આ પત્રમાં શો ઉદ્‌ગાર છે તે જાણવાનો અમને અધિકાર છે ?’

વિહારપુરીનાં પ્રીતિવાક્ય સાંભળી સરસ્વતીચંદ્રના નેત્રમાં જળ ઊભરાયું : ‘પવિત્ર પ્રિય વિહારપુરી ! તમે જેવો મારા ઉપર ઉપકાર કરો છો એવો જ ઉપકાર મારા પર કરનાર મારો એક મિત્ર રત્નગરીમાં મારે માટે ભટકે છે તેના આ નામાક્ષર છે અને તેનું જ એ પોટકું હશે.’

‘વાહ ! મહારાજ ! તો એ રત્નનો પણ આપણે સત્કાર કરીશું. આજ્ઞા હોય તો હું અત્ર વોળા ત્યાં જાઉં !’

‘તમારી પ્રીતિ મારે માટે શું નહીં કરે ? વિહારપુરી ! ત્યાં તમારે જ જવું એવો મેળ નથી. ગુરુજીની સેવામાં તમારી ન્યૂનતા કોઈ પૂરે એમ નથી. માટે ગમે તે પણ કોઈ દક્ષ ગોસાંઈ રત્નનગરી જાય, મારા મિત્ર પ્રધાનજીના અતિથિ છે તેને મળે અને પ્રધાનજી જાણે નહીં એટલી યુક્તિ કરે, અને બને તો મારા સંબંધી કાંઈ પણ કિંવદન્તી સંભળાવ્યા વિનામારા મિત્રને આ દિશાએ આકર્ષી આણે એવી મારા ચિત્તની આતુરતા છે.’

‘એ તો અલખ જગાવનારાઓનો સહજ ઉદ્યોગ છે.’

‘એ મિત્રનું નામ ચંદ્રકાંત છે. તે મુંબઈથી આવેલા છે. તેઓ અવ્યક્ત આકર્ષણથી ન જ આકર્ષાય તો તેમને એકલાને જ મારું અભિજ્ઞાન થાય એવી સંજ્ઞાઓ હું આપું તે તેમને તટસ્થપણે સંભળાવવી.’

‘શી સંજ્ઞાઓ ? બોલો જોઈએ.’

વિચારમાં પડી, નેત્ર મીંચી, થોડી વારે નેત્ર ઉઘાડી સરસ્વતીચંદ્ર બોલ્યો :

‘ચંદ્રકાંત એકલા હોય ત્યાં જઈ અલખ જગવતાં જગવતાં બોલવું કે :

‘નહીં કાન્તા - નહીં નારી, - હું,

તો ય પુરુષ મુજ કાન્ત !

જડ જેવો દ્રવતો શશી,

સ્મરી રસમય શશિકાંત.’

નેત્ર મીંચી, ઉઘાડી, વિહારપુરી બોલ્યો :

‘જી મહારાજ, એ મંત્ર અવધાનમાં સંગ્રહી લીધો.’

નેત્ર મીંચી રાખી થોડા શબ્દો રચી અટકી અટકી, મીંચેલે જ નેત્રે અંતવૃત્તિ રચી એકાગ્ર વિચારમાં મગ્ન સરસ્વતીચંદ્ર ધીરે ધીરે બોલવા લાગ્યો :

‘સુંદરગિરિનાં શૃંગ ચુંબતાં જલ ઘરગણને,

પવિત્ર સાધુવૃંદગજવતાં ત્યાં જ અલખને.

મૃગજળ સરવર તીર પડ્યો છે રમણીય રસ્તો,

જગ ત્યજી જનારા તણો પંથ-સંતોને સસ્તો.

તુજ ઈન્દ્રપુરીની ભભકભરી નથી માયા ત્યાં તો;

નથી ચંદ્રવિકાસી કમળ૧ સૂક્ષ્મસુગંધિ ત્યાં તો.

તુજ વૃદ્ધ વૃદ્ધ પૂર્વજો ચિરંજીવ વસતા ત્યાં તો,

હજી સુધી શ્રુતિને પ્રત્યક્ષ કરે સહુ અવનવી ત્યાં તો.

ત્યજી ઈન્દ્રપુરી, ત્યજી કમળ, ત્યજી મળ સંસૃતિકેરા,

લીધ ભગવો રંગ વિરકત ઉદાસીન ફરું છું ફેરા.

મુજ હ્ય્દયે વિશ્વે દેવ પ્રગટિયા, તે તું જાણે !

ગુરુજન ઉદ્‌ગારો બોધ હોમતા ત્યાં આ ટાણે.

આ વહાણું વાય નવું આજ, મન્દ ધીર પ્રકાશ લાગે,

ધીમે ધીમે ઊઘડે મુજ આંખ, સૂર્યમંડળ ઊંચું આવે.

આ ગિરિશૃંગ પ્રભાતહોમ થાતો તે કાળે,

નહીં મળે મિત્ર અધ્વર્યું ૨ યજ્ઞમાં વિઘ્ન જ આવે.’

સરસ્વતીચંદ્રે આંખ ઉઘાડી. વિહારપુરીએ ઉઘાડી, પણ આટલાં બધાં પદ એને અવધાનવશ થઈ ન શક્યાં તેનો અસંતોષ તેના મુખ ઉપર પ્રગટ્યો.

સરસ્વતીચંદ્ર તે સમજી ગયો અને બોલ્યો :

‘વિહારપુરીજી, આ કવિતા હું મારે અક્ષરે લખી આપીશ. એટલે વાંચનારને વિશેષ અભિજ્ઞાન થશે.’

વિહારપુરી તૃપ્ત-પ્રસન્ન થયો તે પણ એના મુખ ઉપરથી દેખાયું. ‘તમે આટલી વ્યવસ્થા કરો- હું પાછળ આવું છું’ એટલા શબ્દો સરસ્વતીચંદ્રના મુખમાંથી નીકળતાં જટાધરો ઊઠ્યા, ચાલ્યા, અને પળવારમાં પર્વતના ખડકો અને ઝાડોમાં મળી જઈ અદૃશ્ય થયા.

અત્યારે પાછલા પહોરના ચાર વાગ્યા હતા, સૂર્ય પર્વત ઉપરનાં ઝાડો પાછળ અદૃશ્ય થયો હતો, અને તેના મધ્યાહ્નની ભભકમાંથી મુક્ત થયેલો પર્વતની પૂર્વ દિશાનો નીચો પ્રદેશ દીર્ધ છાયાના પટ ઉપર વધારે સ્પષ્ટ થયો હતો. ખડકને અઠીંગી સરસ્વતીચંદ્ર ઊભો થયો ત્યાં આ વિશાળ પ્રદેશ ઉપર તેની દૃષ્ટિ પડી. એક પાસ મૃગજળ, આસપાસ વનની ઘટા, વચ્ચે વચ્ચે રસ્તાઓની રેખાઓ, તળાવોનાં કૂંડાળાં અને સ્ત્રીઓનાં વસ્ત્રોની કોરો જેવી સ્થળે ઉઘાડી - સ્થળે ઢંકાયેલી નદીઓ; એ સર્વ ચિત્રોથી ભરેલા પટ ઉપર દૃષ્ટિ પડતાં સરસ્વતીચંદ્રની આંખ ચમકી અને અઠીંગણ મૂકી દઈ તે બોલ્યો :

‘ર્ઉર્ઙ્ઘજર્ દૃીિર્ ુર્ઙ્ઘજ ૈહ ખ્તટ્ઠઅ ંરીટ્ઠિંૈષ્ઠ િૈઙ્ઘી !’

વળી થોડી વાર રહી બોલ્યો :

‘છદ્બૈઙ્ઘજં જેષ્ઠર જર્િંીજ જરટ્ઠઙ્મઙ્મ ંરટ્ઠહાઙ્મીજજ િૈઙ્ઘી િીૈહજ !૩ ’

વળી અટકી બોલ્યો :

‘ઝ્રિીટ્ઠર્ૈંહ’જ રીૈિ, ંરીર્ ુઙ્મિઙ્ઘ, ંરીર્ ુઙ્મિઙ્ઘ ૈજ દ્બૈહી ૪ !’

શેતરંજની બાજી જેવા પટ પર પડેલાં મહોરાંઓ પછી મહોરાંઓ ગણતાં ક્ષિતિજભાગમાં રત્નનગરીના મહેલો અને બુરજોના શિખરભાગ, સ્ત્રીની કંચુકીની બાંય ઉપર રંગેલાં અને ભરેલાં ટપકાં જેવા જણાવા લાગ્યા અને ત્યાં આગળ દૃષ્ટિ અટકી. દૃષ્ટિ અટકતાં તર્કરાશિ વિશ્વકર્મા પેછે સૃષ્ટિ રચવા ઊભો થયો.

દક્ષિણમાંથી કુમુદસુંદરી અને ઉત્તરમાંથી વિષ્ણુદાસની પ્રતિમાઓ ચાલી આવી અને સરસ્વતીચંદ્રની બે પાસ વિહારપુરી અને રાધેદાસની પેઠે ઊભી રહી. તે પ્રતિમાઓનાં મુખમાંથી તેમના જેવા કંઠથી વારાફરતી સ્વર નીકળવા લાગ્યા.

કુમુદસુંદરીની પાસથી સ્વર નીકળ્યોઃ

‘ગેહે ગેહે જંગમા હેમવલ્લી ।’

વિષ્ણુદાસની પાસથી સ્વર નીકળ્યો :

‘માર્ગે માર્ગે જાયતે સાધુસડ :।’

સરસ્વતીચંદ્ર સ્થિર થઈ ચિત્ર પેઠે ઊભો. પ્રતિમાઓ અદૃશ્ય થઈ, માત્ર સ્વર સંભળાવા લાગ્યો :

‘ક્ષળમપિ સજ્જનસંગતિરેકા ભવતિ ભવાર્ળવતરળે નૌકા ।’

આ પરસ્પર વિરુદ્ધ સ્વરો વચ્ચે ગૂંચવાતાં સરસ્વતીચંદ્ર પાછો ફર્યો અને આશ્રમ ભણી ચાલવા લાગ્યો. થોડી વારમાં કુમુદસુંદરીની પ્રતિમા તેની પાસે આવી જોડે જોડે ધીમે પગલે ચાલવા લાગી, અને ઉપડતે પગલે ગાવા લાગી. ગાતી ગાતી સાથે ચાલી - પગ ઉપાડવા લાગી :

‘લીધો લીધો ભગવો વહાલો ભેખ, સુંદર થયો જોગી રે,

મને વહાલો લાગે એનો વેશ, થયો બ્રહ્મભોગી રે. લીધો.

ચંદ્રજોગીની સાથ કુમુદ જોગણ થઈ ચાલી રે,

વહાલા ! પ્રીતિનો સાજીશું મેળ, રમીશું મહાલી રે.લીધો.

રૂડા સુંદરગિરિને કુંજે લીલી છે લીલોતરી રે,

શીળી છે છાય; બેસી ત્યાં શોકસમુદ્ર જઈશું તરી રે. લીધા.

પેલા પથ્થર બે દેખાય, વચ્ચે શિલા સાંકડી રે,

સમાઈ ત્યાં બે બેસીશું કાલ, કરીશું જ્ઞાનગોઠડી રે. લીધો.

જૂઠા જગનો કીધો છે ત્યાગ, સાચો રસ ઝીલીશું રે,

એમાં ન મળે આળપંપાળ, અદ્વૈતથી રીઝીશું રે.’ લીધો.

ગાનમાં લીન થઈ, પ્રતિમાનો હાથ ઝાલવા અને તેને પ્રશ્ન પૂછવા

જતો સરસ્વતીચંદ્ર છેતરાયો; કોઈ હાથમાં આવ્યું નહીં, પ્રતિમા અદૃશ્ય થઈ અને તેને સાટે વચ્ચે આવતી મોટી શિલાનો પડદો દૃષ્ટિ આગળ ઊભો.

•ચંદ્રવિકાસી કમળ =કુમુદ.

•યજ્ઞ કરનાર-કરાવનાર ‘ગોર’તે ઋત્વિજ, ‘ઋત્વિગ્યજ્ઞકૃત્‌’-તેના ચાર વર્ગ :૧. હોતા ઋગ્વેદના મંત્ર ગાય.૨. ઉદ્‌ગાતા -જે સામવેદનું ગાન કરે.

•અધ્વર્યું.૪. બ્રહ્મન્‌.આમાં અધ્વર્યુ યજુર્વેદ ભણે. તેમાં હોતા પ્રથમં શંસતિ તમધ્વર્યુઃ પ્રોત્સાહયતિ. યજ્ઞની સામગ્રી તત્પર કરવી અને હોતાનું પ્રોત્સાહન કરવું એ અધ્વર્યુનું કામ.

•૩રૂ૪ર્ ંઙ્મૈદૃીિ ર્ય્ઙ્મઙ્ઘજદ્બૈંર.

•‘ઘેરે ઘેરે સોનાની વેલ જંગમ દીપરે.’ શુંકરંભાસંવાદ.

•‘માર્ગે માર્ગે સાધુનો સંગ સાધુને થાય રે.’શુકરંભાસંવાદ.

•‘ક્ષણ પણ સજ્જનસંગતિ થાય, ભવજળ તરવા નૌકા થાય.’શંકરાચાર્ય.