Agamcheti - 3 in Gujarati Short Stories by Nruti Shah books and stories PDF | અગમચેતી-૩

Featured Books
Categories
Share

અગમચેતી-૩

અગમચેતી

ભાગ-૩

અત્યાર સુધીની આ વાર્તામાં આપ સૌએ વાંચ્યું હશે કે મોસમ ચતુર્વેદી નામની એક ફોરેસ્ટ ઓફિસર રતનપુરમાં નવી નિમણૂક થઈને આવે છે.તે એક ખુબસુરત અને બહાદુર 30 વર્ષીય સ્ત્રી છે.તેની અને ત્યાના ઇન્સ્પેક્ટર રાજન કે જે ત્યાના બાહોશ અને ચતુર PI છે તેની પહેલી મુલાકાત દિલચશ્પ રહે છે.બંનેને એકબીજા માટે થોડું ખેચાણ અને અજબ પ્રકારની લાગણી થાય છે.તે સાથે જ રાજન અને મોસમના હાથ અને પગ તથા માથું કોઈ અગમ્ય કારણોસર અચાનક તથા કોઈવાર તાલબધ્ધ રીતે હાલે છે.તેઓને બેચેની અને અલગ પ્રકારની લાગણી પણ અનુભવાય છે.આનાથી પરેશાન થઈને બંને ત્યાના ડોક્ટર મહેરાને બતાવવા જાય છે.મોસમના ત્યાંથી નીકળ્યા પછી રાજન કે જે ડોકટરનો મિત્ર પણ હોય છે તે આમ થવાનું સાચું કારણ ડોક્ટરને પૂછે છે.ડોક્ટર મહેરાને એ વાતની બહુ જ નવાઈ લાગે છે કે મોસમ અને રાજનના નાડીના ધબકારા અને હાર્ટ બીટ્સ એક જ રીધમથી ધડકતા હોય છે તેથી તેઓ મૂંઝવણમાં પડી જાય છે. હવે વાંચો આગળ..

ડોક્ટર મહેરા એ મોસમને તો કહી દીધું કે કઈ ચિંતા જેવું નથી,નવી જગ્યા છે એટલે થોડી એકસાઈટનેસ અને એન્ઝાઈટી જેવું છે,એકાદ બે દિવસમાં બધું બરાબર થઇ જશે.પણ તે પછી રાજનને ચેક કર્યા પછી તેઓ અત્યંત આશ્ચર્યમાં પડી ગયા.કે કઈ રીતે કોઈ બે વ્યક્તિના નાડીના ધબકારા એકદમ એકસરખા હોઈ શકે અને હાર્ટબીટસની પેટર્ન પણ એક જેવી છે.રાજન તેમને પૂછી રહ્યા હતા કે, બોલો મને કયો રોગ છે કે જેનાથી મારા હાથ અને પગ કોઈ વાર તાલબધ્ધ રીતે હાલે છે?

મહેરા સાહેબ હજી વિચારમાં જ હતા.તેઓએ રાજનને કહ્યું તો ખરું કે બધું બરાબર છે, ચિંતાનું કોઈ કારણ નથી.પણ ખરેખર ચિંતા તો હવે શરુ થવાની હતી તે તેઓ બરાબર જાણી ચુક્યા હતા.

રાજન,”યાર મહેરા,બોલ તો ખરો કૈક કે આ કઈ બલાનું નામ છે જ્યારે હું તેના વિષે થોડું પણ વિચારું છું તો તરત જ મારું માથું ભમવા લાગે છે..અને કોઈ વાર હાથ ને પગ છોકરીઓની જેમ ડાન્સ કરવા લાગે છે..હું તો થોડો ડરી ગયો છું જો..”

મહેરા,”એવું કઈ નાહોય મારા દોસ્ત, તને એવો વહેમ છે છતાં તું કહે છે તો તારો આખા બોડીનો આપણે સારી હોસ્પીટલમાં સીટી સ્કેન કરાવી દઈએ બોલ ?”

“અરે ના, ના,એવું કઈ નથી આ તો જરા તને મળી લીધું એટલે મનનો વહેમ દૂર થઇ ગયો, બાકી બોલ બીજું શું ચાલે છે?”

ડોક્ટર મહેરા એ રાજનને પણ આમ કહી વળાવી દીધો પછી તેઓ પોતાના કમ્પુટર પર કૈક શોધવા લાગી ગયા.જે વાંચીને તેઓ થોડા ખુશ અને થોડા આશ્ચર્ચાકિત થઇ ગયા.પછી એક ફોન લગાવીને પોતાની ધારણા સાચી સાબિત થઇ ગયા પછી પાછા પોતાના કામે લાગી ગયા.

આ બાજુ મોસમે ઘરે પહોચ્યા પછી આખો દિવસ આરામ કરવામાં જ વિતાવ્યો.બીજા દિવસથી તેને ડ્યુટી જોઈન કરવાની હોવાથી તે કોઈ માનસિક સ્ટ્રેસ લેવા માંગતી નહોતી.હા, હજુ પણ તેના કાનોમાં રાજનના કહેલા શબ્દો અથડાયા કરતા હતા કે એક બે મુલાકાતોમાં અજનબી પણ પોતાના બની જતા હોય છે.તે વિચારવા લાગી કે પોતાને થતા આ પ્રોબ્લેમની વાત રાજનને કહેવી કે નહિ?તે વિશ્વાસ મૂકી શકાય તેવો માણસ છે કે નહિ?આમ તે જલ્દી કોઈના પર પણ વિશ્વાસ મુકે તેવી સ્ત્રી નહોતી.તેણે થોડી ધીરજ ધરવાનું વિચાર્યું.

આ બાજુ ઇન્સ્પેક્ટર રાજન મહેરાને મળ્યા પછી થોડા રિલેક્ષ થઇ ગયા.તેઓ પણ પોતાના કામે વળગી ગયા.પણ તેમના દિલોદિમાગ પરથી મોસમ હજુ પણ હટી નહોતી.આમ તો તેઓ બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ વ્યક્તિ હતા કે જેઓ સ્ત્રીઓમાં ખાસ રસ નહોતા દાખવતા પણ મોસમની વાત જ કંઇક અલગ હતી!!!

રાત્રે જમીને મોસમ બહાર પેસેજમાં વોક કરતી હતી.ત્યાં જ કોઈ ગાડી લઈને મળવા આવ્યું.એ વ્યક્તિ અજાણ્યો હતો મોસમ માટે.તેને જોતાજ નટુકાકા બહાર દોડી આવ્યા અને નમસ્તે કરીને બોલ્યા,”ઓહો! ઠાકુર સાહેબ તમે? આવો આવો.””બેન આ આપના રતનપુરના સૌથી મોટા શેઠ સાહેબ છે.ભગવાને ઘણું આપ્યું છે એમને તો સાથે દિલ પણ એવડું જ મોટું છે.”

“ઓહ કેમ છો? આવો..”મોસમ બોલી.

“બસ, તમારા ખબર પૂછવાનું મન થયું તો જરા ચક્કર મારવા આવવી ગયો બાકી કઈ તકલીફ જેવું તો નથીને અહિયાં આપને બેન?”અત્યંત નમ્રતાથી તે બોલ્યો.”જુઓ, મારા માણસો આખા ગામમાં બધું જ ધ્યાન રાખતા હોય છે એટલે તમને વાંધો નહિ આવે,મોજથી રહેજો અને કઈ કામ હોય તો કહેજો..એ આવજો ત્યારે હું નીકળું બાકી મારે હજાર લફડા હોય છે..”

મોસમે તે માણસને વિદાય કરી ને પાછી વોક કરવા લાગી.દસેક વાગ્યે તે બેડરુમમાં આડી પડી અને ધીમું ગીત વગાડતા ઊંઘવાની કોશિશ કરવા લાગી.અડધી રાત્રે ત્રણ વાગ્યે અચાનક તેની આંખ ખુલી ગઈ અને ફરી તેના પગ થોડા હલવા લાગ્યા,આ બાજુ રાજન આ સમયે પોતાની ખુરશીમાં ડોલતા ડોલતા સ્મોકિંગ કરતા હતા.તે થોડા ખુશ હતા કૈક વિચારીને..

મોસમ મન મક્કમ કરીને ફરી સુઈ ગઈ.સવારે તે બહુ જ ઉત્સાહિત હતી.કોફી પીને રૂટીન પતાવીને તે શાર્પ દસ વાગ્યે રેડી થઇ ગઈ.રેવાસદન,જે તેનું ઘર હતું ત્યાંથી તેની ઓફીસ પંદર મીનીટના અંતરે જ હતી,તો તે ચાલતી જ જવાનું વિચારતી હતી.તે જેવી મેઈન ગેટ ની બહાર નીકળી તેવા જ રાજનની જીપના દર્શન થયા.તેમાંથી રાજન હાથમાં નાના સુંદર ફૂલોના બુકે સાથે ઉતર્યા.”ગુડ મોર્નિંગ મિસ મોસમ, બ્યુટીફૂલ ફ્લાવર્સ ફોર બ્યુટીફૂલ લેડી..તમારો દિન શુભ રહે.””હા, હું તમને ડ્રોપ કરી દઉં છું આવો,”એમ કહી તેણે જીપનો દરવાજો ખોલ્યો.મોસમ કઈ વિચારે તે પહેલા જ નટુકાકા આવ્યા અને બોલ્યા,”વાહ સરસ,બેન હવે મને ચિંતા નહિ રહે,સાહેબ આવી ગયા છે.તમે નિશ્ચિંત થઈને ઓફીસ જાઓ.”

મોસમ થોડી શરમાઈને જીપમાં બેઠી.આખા રસ્તે રાજન કે મોસમ કોઈ કઈ ના બોલ્યું.ઓફીસ આવતા રાજને વાત શરુ કરી,”તમે અહી નવા છો એટલે સાચવીને રહેજો.નવી વ્યક્તિઓની વાતોમાં આવી ના જતા અને કઈ હોય તો મને તરત કહેજો.be careful!!” “ok”

“અને હા, આજે સાંજે તમે ડીનર ક્યાં લેવાના મિસ મોસમ?”

મોસમ કઈ બોલે તે પહેલા રાજને જ જવાબ આપ્યો,”આઠ વાગ્યે,મારા ઘરે.ok?” હું તમને સાડા સાતે ઓફિસે થી જ પીક કરી લઈશ.”

મોસમનું દિમાગ રાજનના ત્યાંથી ગયા પછી જ કામ કરતુ થયું.તે આખો દિવસ ઓફિસમાં નવી વ્યક્તિઓની ઓળખાણમાં અને નવી પધ્ધતિથી કામ કરવામાં બીઝી રહી.હા,વચ્ચે વચ્ચે રાજન થોડા યાદ આવી જતા હતો. આ બાજુ રાજન સાંજની રાહ જોવામાં વ્યસ્ત થઇ ગયા.ઘરે તે જેમની પાસે રસોઈ બનાવડાવતો હતો તે ગૌરીબાઈને પાંચ વાર તો ફોન થઇ ગયા. આખરે બહુ મુશ્કેલીથી સાડા સાત વાગ્યા છેવટે અને ભાઈસાહેબ હાજર થઇ ગયા.મોસમે થોડી આનાકાની તો કરી પણ એનું કઈ ચાલ્યું નહિ.છેવટે તેઓ રાજનના ઘરે પહોચ્યા.રાજનનું ઘર મોસમના ધાર્યા મુજબ જ થોડું વિશાળ પણ થોડું અસ્તવ્યસ્ત હતું.બે રૂમ અને કિચનના ઘરમાં એક રૂમ તો જીમ્નેશિયમના સાધનોથી ભરેલો હતો.કિચનમાં ગૌરીબેન કૈક બનાવી રહ્યા હતા.રાજન મોસમને સીધો ડાઈનીંગ ટેબલ પર દોરી ગયો.ડીનર એટલે બસ ડીનર બીજી કોઈ આડી અવળી વાત નહિ વચ્ચે!!!

તેણે નટુકાકાને પૂછીને મોસમને ભાવતું સાઉથ ઇન્ડિયન મેનુ રેડી કરાવ્યું હતું.આ સમય દરમિયાન મોસમ તો થોડી ટેન્સ જ હતી.ચેર પર બેસીને તે થોડી રિલેક્ષ થઇ.તરત જ રાજન પણ પાણીનો જગ લઈને તેની સામેની ચેર પર બેઠો.”આ આપણૂ ઘર!!”મોસમ,”હમમ,સુંદર છે”

રાજને જેવો જગ લેવા પોતાનો જમણો હાથ ઉંચો કર્યો મોસમનો પણ જમણો હાથ એમજ સહેજ ઉંચો થયો.

રાજન,”પાણી જોઈએ છે?”મોસમ,”ના ના , હા...”

થોડી વારે ગૌરીબહેન બધો જ ડીનરનો સામાન લઈને ટેબલ પર હાજર થયા.મોસમ તેમની સામે હસી.તેમના ગયા પછી રાજને કહ્યું ,”ચાલો ડીનર ઇસ રેડી.”તેણે ફરી પોતાનો જમણો હાથ વચ્ચે પડેલા સંભારના બાઉલ ને લેવા ઉંચો કર્યો.ફરી મોસમનો પણ જમણો હાથ એ જ રીતે ઉંચો થયો સંભારના બાઉલ તરફ,રાજન થોડા હસ્યા પણ મોસમ થોડી છોભીલી પડી ગઈ.તેણે હાથ પાછો ખેંચી લીધો.રાજને પોતાના ખભા એમ જ ઊંચા નીચા કર્યા,”ઇટ્સ ok..”

તે સાથે જ મોસમના પણ ખભા ઊંચા નીચા થયા અને તેનો મરૂન દુપટ્ટો ખભા પરથી સરકી ગયો..તેને કશી સમજ પડી રહી નહોતી કે આમ કેમ થાય છે?ઓલરેડી તે થોડી કમ્ફર્ટ નહોતી.રાજનને રમુજ સુઝી,”લાગે છે તમને બહુ ભૂખ લાગી છે.””ના,ના એવું કશું નથી.”

“We should start dinner now..”

“યા, શ્યોર...”

રાજન હવે શાંત બેઠા હતા.મોસમે બે ઈડલી લીધી અને બાઉલમાં સંભાર લીધો.તેણે રાજન સામે જોયું.”તમે પણ..””મહેમાન પહેલા, આપ ચાલુ કરો.હું આવું.”તે ઉભો થયો અને અંદરથી લેમન જ્યુસના બે ગ્લાસ લઇ આવ્યો, જે તે કાયમ જમવા સાથે લેતો હતો.મોસમ થોડી શરમાઈ રહી હતી અને રાજન મસ્તીમાં હતા.

આગળ શું થશે તે જાણીશું આગળના ભાગમાં..