Parivarnu Milan in Gujarati Short Stories by DIVYESH ZANZMERA books and stories PDF | પરિવારનુ મિલન

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

પરિવારનુ મિલન

પરિવારનુ મિલન

જયારે મારા મમ્મી-પપ્પા અલગ થયા ત્યારે કદાચ મારી ઉમર ૧ વર્ષ જેવી હતી. હું એક અનઈચ્છેલ માં-બાપ નું બાળક હતો. મારા પપ્પા એક સારા વેપારી હતા જેમણે બેંગ્લોર થી MBA કરેલું હતું અને મમ્મીએ પણ બેંગ્લોરથી MCA કર્યું હતુ. તે બન્ને એક conference મા મળ્યા હતા અને તે બન્નેના વધુ પડતા મિલનનુ પરિણામ હું છુ મારી મમ્મી પણ મને નહોતી ઈચ્છતી પણ નાનીની ઈચ્છા હતી માટે મમ્મીએ મને જન્મ આપ્યો તે બન્ને મારા જન્મ ના ૧ વર્ષ બાદ છુટા પડી ગયા કેમકે તેમને પોતાના ભવિષ્ય અને વ્યવસાયિક જીવનની ચિંતા હતી. આજે મિત્રો હું તમને એવી વાર્તા કહવાનો છુ કે જેમા હું એટલે કે વિષ્ણુ પોતાના માં-બાપના જીવન ની કથા કહેવાનો છુ. સામાન્ય રીતે માં-બાપ પોતાની ચડતી ઉમરે બાળકની વાત કહેતા હોય છે જયારે હું તમને મારી ચડતી જવાની એ મારા માં-બાપ ની વાત કહેવાનો છુ.

૧૯૯૦ ના સમયમા ભારત મા ભણતર નુ પ્રમાણ વધી રહ્યુ હતું ત્યારે મારા માં-બાપે પોતાનુ ભણતર પુરુ કર્યું એ સમયે MBA અને MCA ડિગ્રી ની ઘણી માંગ વધી રહી હતી અને એમા પણ બેંગ્લોર તો IT-HUB કહેવાય ત્યાં તો રાફડો ફાટયો હતો. મારો જન્મ ૧૯૯૪ મા થયો. આજે હું ૨૦ વર્ષનો થઈ ગયો છુ. ૧૯૯૬ ની વાત કરુ તો તે સમયે ઈન્ટરનેટ ની દુનિયા ધીમી ગતિ એ શરૂ થઈ ગઈ હતી. તે સમયે મારી મમ્મી key.telecom મા જોબ કરતી હતી અને સાથે રાત્રે ઘણી વખત નવી વેબસાઈટ બનાવવામા પણ સમય પસાર કરતી હતી. તે સમયે તેમણે સતત ૨ મહિના સુધી ઓફીસ કામ બાદ overtime કરી નવી વેબસાઈટ બનાવવામા સમય પસાર કર્યો હતો. થોડા સમય બાદ તેમણે નવી વેબસાઈટ બનાવી લીધી ત્યારબાદ સમસ્યા એ નડી કે તેને બઝારમા મુકવી કઈ રીતે ?. ત્યારે તેણે પોતાની જ કંપની ના મેનેજર સાથે વાતા-ઘાટ કર્યા બાદ તેમણે વેબસાઈટ launch કરવાનો વિચાર કર્યો તેમા રિસ્ક હતુ. પણ જો લોકો પસંદ કરે તો કંપનીનુ નામ બની શકતુ હતુ.

શરૂ-શરૂ મા તો આ વેબસાઈટ ને મોટી IT કંપનીઓ એ જ ખરીદી પણ થોડા મહિના બાદ વિદેશ માંથી પણ વેબસાઈટ ની માંગ થઇ. આ વેબસાઈટ ખાતાની સંભાળ કરવા માટેની હતી. ૨૦૦૫ મા જયારે ભારતમાં કમ્પ્યુટર અને ઈન્ટરનેટ નુ ચલણ વધવા લાગ્યુ. ત્યારથી આ વેબસાઈટની માંગ પણ વધી ગઈ. આ જોઇને કંપની ના CEO એ ૨૦૦૯મા key.telecom ના મેનેજરનુ પદ મારી મમ્મી ને સોપીયુ. આજે ૨૦૧૩ સુધીમા તો તેમણે કંપનીનુ નામ ઘણું જાણીતું કરી દીધુ છે અને તેણે ૩ કંપનીને પણ take-over કરી લીધી છે. તેમની પાસે આજે બેંગ્લોર ના નામાંકિત વિસ્તાર મા penta-house પણ છે.

આટલુ બધું હોવા છતા પણ આજે તે એકલી છે. હું આજે ૨૦ વર્ષનો થયો છુ ત્યારે આટલા વર્ષોમા તે મને અને નાનીને માત્ર ૬ વખત જ મળી છે. સમયાંતરે તે અમને પૈસા મોકલાવતી રહે છે. તેની પાસે જીવવા માટે માત્ર વ્યવસાયિક જીવન જ છે જયારે તેણી ૪૧ વર્ષની થવા છતા પણ પોતાનુ વ્યક્તિગત જીવન, વ્યવહારિક જીવન શું છે તે જાણતી નથી. તે કદાચ તેમા નાપાસ થઇ તેવુ કહી શકાય.

જયારે બીજી તરફ પપ્પા મારા જન્મના ૧ વર્ષ બાદ પોતાની મંજીલ શોધવા માટે મુંબઈ ગયા ત્યા તેમણે થોડો સમય નોકરી કરી અને ત્યાર બાદ ૧૯૯૮ મા પોતાના મિત્રો સાથે મળીને ઇલેક્ટ્રિકના સાધનો વેચતા. મિત્રો તેનુ manufacturing કરતા જયારે પપ્પા માર્કેટિંગ. આ ધંધો ૨૦૦૨ સુધી કર્યો અને તેમાંથી જે નફો મળ્યો તેની તેમણે almond કંપની ખરીદી જે ઇલેક્ટ્રિક સાધનોનુ વેચાણ જ કરતી હતી પણ તે સમયે કંપની નાદારી ની સ્થિતિ માં હતી. તે કંપની ને ખરીદ્યા બાદ તેને સરભર બનાવી તેમાં કમ્પ્યુટર ના ભાગ નું manufacturing ચાલુ કર્યું. આ કંપનીએ ૨૦૦૫ સુધીમા 70 કરોડનુ વાર્ષિક વેચાણ કયું જયારે ત્યારબાદ તો તેમણે લેપટોપ અને મોબાઈલ પણ વેચ્યા આમ જોઈએ તો 2010 સુધી મા કંપનીનો નફો 1022 કરોડ નો થઇ ગયો. કંપની ના બ્રાન્ડ એમ્બેસેડર પણ દેશની નામાંકિત હસ્તી હતી.

2013 મા જોવા જઈએ તો પપ્પા ચીફ-એક્ઝેકયુટીવ છે, જયારે કંપનીનુ નામ દેશની રાષ્ટીય કંપનીમા ઊંચા સ્થાને છે.

આ તો થઇ તેમની વ્યવસાયિક જીવનની વાત. હવે, આપણે તેની વ્યક્તિગત જીવનમા જઈએ. બીસનેસ મેગેજીન થકી જાણવા મળ્યુ છે કે અત્યાર સુધીમા તે ૫ સ્ત્રીઓ સાથે રહી ચૂકયા છે પણ એ બધા માથી કોઈ પણ સ્ત્રી સાથે ૮ મહિના થી વધુ સમય પસાર નથી કરી શક્યા. તેમની પાસે મુંબઈ મા એક ફ્લેટ છે જયારે ગોવા મા એક વિલ્લા છે. તેમના માં-બાપ(એટલે કે દાદી-દાદા) નુ મૃત્યુ ૨૦૦૨ અને ૨૦૦૭ મા થયુ હતુ. તેને એક બહેન છે જે નૈનીતાલ મા રહે છે એને બાદ કરીને તેમને બીજા કોઈ સાથે નજીક નો સંબંધ નથી. (આ માહિતી એક મેગેજીન માંથી મળી હતી જેમા તેનો interview છપાયો હતો.)

આજે ૨૦૧૪ માં મારો ૨૧ મો જન્મ દિવસ છે અને તેમા મે મારા મમ્મી-પપ્પાને આમંત્રણ આપ્યુ છે પેહલી વખત આવો વિચાર આવ્યો. પહેલા તો તેમણે આનાકાની કરી પણ આખેરમા તેમણે સ્વીકારી લીધુ. મેં જન્મ દિવસ ની ખુબ ધામ-ધૂમથી તૈયારી ચાલુ કરી દીધી છે. કેમકે ૨૦ વર્ષ બાદ તેમને મળવાનો છુ. મેં બીજા કોઈ મિત્રો કે સંબંધીઓ ને પણ આમંત્રણ નથી આપ્યુ કેમકે હુ તેમની સાથે સમય પસાર કરવા માંગુ છુ અને કોઈ દખલગીરી કરે તેવુ નથી ઈચ્છતો.

આ વાત થી હુ ખુબ ખુશ છુ.

મમ્મી સમયસર ૭ વાગે આવી ગઈ. તે આવતાની સાથે જ મને ગળે લાગી ગઈ અને વિશ કર્યું. આજે હુ મમ્મીને આશરે અઢી વર્ષ પછી મળ્યો. તે મારા થી દુર છે તેમછતા નજીક છે. આ લાગણી જોઈને મારી અંદર ચાલી રહેલો ક્ષણીક કહી શકાય એવો ગુસ્સો મરી ગયો(જો કે એ જ સારુ થયુ) તે નાનીને મળી ઘરના કામકાજમા મદદ કરવા મારી સાથે લાગી ગઈ.

“કેવુ ચાલે છે ભણવાનું ?”

“સારુ ચાલે છે”

“ ગૂડ, તો આવતા વર્ષે કઈ લાઈનમા જવાનો વિચાર છે ?” ટેબલ સાફ કરતા-કરતા ખુશ મિજાજમા તેણે પૂછ્યું.

“કોઈ ખાસ નહિ”

“કેમ ?”

“કેમકે હુ વધારે ભણીને પૈસા પાછળ ભાગવા નથી માંગતો મારે નાનીને પણ સાચવવાના છે અને તેમનુ ધ્યાન રાખવાનું છે. કેમકે તેમની ઉમર વધતી જાય છે તેમ-તેમ તેમની નાની-મોટી બીમારીમા મારે ધ્યાન રાખવુ પડે છે.”

આ સાંભળી તે ગુસ્સે થઇ “ જો વિષ્ણુ, તુ શુ કહેવા માંગે છે તે હું સમજી ગઈ છુ પણ તે સમયે આપણી નાણાકીય પરિસ્થિતિ ઘણીજ ખરાબ હતી અને હું પણ તારી સાથે રહેવા માંગતી હતી.”

આ સાંભળી મે ગુસ્સે થઇ ને કીધુ “તો ? અલગ થઇ જવાથી આપણી પરિસ્થિતિ બદલાઈ ગઈ ?”

“ઘણી ખરી બદલાઈ ગઈ”

હું થોડો હળવો થયો “તેમ છતા પણ આજે અમે એ જ મધ્યમ કક્ષાનું જીવન જીવીએ છીએ જે આજથી ૧૦ વર્ષ પહેલા જીવતા હતા. હા, થોડા બદલાવ આવ્યો છે સમય અનુસાર પણ કદાચ તારા વધુ પડતા પૈસા આપવાને કારણે. નાની જયારે ઘરની સાફ-સફાઈ કરે ત્યારે તે પોતાના કબાટ માથી થોડી જ્વેલરી કાઢીને બતાવે કે આ તારી મમ્મી માટે લગ્નમા આપવા રાખી હતી. પણ એ ક્યારેય શક્ય ના બન્યુ.”

તે થોડી ભાવુક થઈ “ હું પણ સાદાઈથી જ લગ્ન કરવા માંગતી હતી પણ અમુક કારણસર એ શક્ય ના બન્યુ પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કેમકે થોડાક દિવસોમા જ આપણે સાથે રહેતા હશુ એક છત નીચે.” તેના ચહેરા પર ખુશી આવી ગઈ.

આ સાંભળી મે ગુસ્સે થવાનો ઢોંગ કરી કહ્યું “ કેમ ? તને હવે આ ઉમરે સહારાની જરૂર પડી કે શું ?”

તેના ચહેરા પર ઉદાસીનો ભાવ છવાઈ ગયો “ મને માફ કરજે વિષ્ણુ. હું મારી જુવાનીના દિવસોમા ઘણી જ નીચલી કક્ષાની વિચારશરણી ધરાવતી હતી અને તેના કારણે મારા જીવનની રેખા જ બદલાઈ ગઈ મને એ વાતનો અફસોસ છે.”

આ સાંભળી હું અંદર થી ખુશ થયો કેમકે મારે તેમની જરૂર હતી, છે અને રહશે પણ. એટલે આ સાંભળી મે વિચાર્યું કે બીજા ખોટા વિચારો અને સવાલો કર્યા વગર હું મહત્વની વાત પર આવુ.

“ મમ્મી, એ વાતને જવાદે મને એ વાતનો અફસોસ નથી. તે તારા જીવનમા ઘણું ગુમાવ્યુ તો સામે તે મેળવ્યું પણ ઘણુ. આપણા બન્નેમા સંસ્કારનુ સિંચન એક જ માં થકી થયુ છે ફરક એટલો છે કે મને તે જન્મ આપ્યો છે.”

“ વાહ બેટા,(આ કહેતા તેમણે મને ચૂમી લીધો) મે વિચાર્યું નહોતું.”

“ મમ્મી, આપણે આ અધૂરા પરિવારને ફરીથી ભેગો કરી દઈએ તો કેવુ રહેશે ?”

“ એટલે ?”

મિત્રો, મજા આવી ? , મજા આવી હોય તો મારી સાથે અને મારી વાર્તા સાથે જોડાયેલા રેહજો કેમકે હજુ પણ વધુ મજા આવશે. આગળ ની વાર્તા હજુ પણ વધુ મજેદાર છે.

મિત્રો , આ અધુરી વાર્તા હું આવતા અંકમા પૂરી કરીશ. અત્યાર સુધીની વાર્તા માટેનો રીવ્યુ અને કોમેન્ટ અહી કહી શકો છો અને તમે મને(દિવ્યેશ ઝાંઝમેરા) ૯૫૩૭૮૫૭૫૫૫ નંબર ઉપર પણ સંપક કરી તમારો પ્રતિસાદ આપી શકો છો.