Hit and Run in Gujarati Moral Stories by shruti shah books and stories PDF | હીટ એન્ડ રન

Featured Books
Categories
Share

હીટ એન્ડ રન

“તને ડ્રગ્સ લેવાની આવી શું જરૂર પડી હતી?“

“હું એ દરિમયાન રાધિકા કરી ને છોકરી ના પ્રેમ માં હતો એ મને છોડી ને બીજા છોકરા સાથે જતી રહી જે મારા થી સહન ના થયું એટલે મેં ડ્રગ્સ લેવા નું ચાલુ કરેલુ.”

“ હજી લે છે? સાચું કેહ્જે હું તને કઈ નહિ કહું પણ મને બધું સાચે-સાચું કહી દે.”

“ના પછી મેં ધીમે ધીમે ઓછું કરી ને બંધ કરી દીધું”

દુષ્યંતભાઈ આશ્ચર્ય ને આઘાત સાથે બોલ્યા –“જો બેટા ! આજે હું તને કઈ નહિ વધુ પણ એક વાત જરૂર કહીશ કે ખબર નહિ તમારી આજ ની પેઠી ને શું થયું છે? પણ બસ જિંદગી એટલે મસ્તી ને મજાક, ના કોઈ જવાબદારી કે ના કોઈ સમજદારી. ભણવા નું બાજુ પર રેહ ને પ્રેમ ની વાર્તા રાત દિન ચાલે. કાલ નું શું થશે એ વિચારવા નું નહિ ને જે મન માં આવે એ કરવા નું. જોયું બેટા! તારી ભણવા ની ઉમરે પ્રેમ ચક્કર માં પડી ડ્રગ્સ ના રવાડે ને પછી, થોડા અમથા આનંદ માટે આ અકસ્માત સર્જાયો. ભલે તે ના કર્યો પણ દિવ્યેશ થી થયો તો ખરો ને! આજે એ કાકા ની વગર કારણ ની જિંદગી બરબાદ થઇ ને, અને આખી જિંદગી તમને એ વાત નો અફસોસ રેહશે કે તમારા લીધે એક જણ જિંદગી ગઈ.

શુભમ ની આંખ ઢાળી ગઈ, પાણી થી છલકાઈ ગઈ. પેહલી વાર તેને તેની જાત પર અફસોસ થયો.

“સારું એટલે દિવ્યેશ તને આ વાતે બ્લેક મેઈલ કરે છે ને ?”

“હા.”

“કઈ વાંધો નહિ હવે જો એની ખેર નહિ “

“પણ પપ્પા એ બધા ને કહી દેશે કે હું ડ્રગ્સ લેતો હતો તો?”

“તું ચિંતા શા માટે કરે છે તારો બાપો હજી જીવે છે”

તમને શુભમ ની ડ્રગ્સ ની વાત સાંભળી ને દુખ તો થયું પણ એક બાજી આનંદ પણ થયો કે તે સાચા પડ્યા, આ અકસ્માત શુભમે નહતો કર્યો.

દુષ્યંતભાઈ વિચારવા લાગ્યા કે હવે શું કરે કે શુભમ ને બચાવી શકે. તેમને સમજાતું નહતું એટલે તેમણે સિમી ને દિવ્યાબેન ને બોલાવ્યા. બધી વાત કરી કે શું થયું હતું બે વર્ષ પેહલા.

દિવ્યાબેન કઈ બોલવા જતા હતા ત્યાં એમની નજર દુષ્યંતભાઈ પર પડી ને દુષ્યંતભાઈએ ઈશારો કર્યી હમણા કઈ બોલતા નહિ. આ જોઈ દિવ્યાબેન અટકી ગયા તે સમજી ગયા કે અત્યારે શુભમ ને વઢવા નો કોઈ મતલબ નથી. તેમને મન માં ને મન માં કાનુડા નો અભાર માન્યો કે ગમે તે તોય શુભમે કોઈ ને નથી માર્યા તેનો અમને થોડો ગણો આનંદ પણ થયો.

આ વાત સાંભળી ને તરત સિમી બોલી-“ પપ્પા આપણા વકીલ ને વાત કરો ને તે તરત મદદ કરશે .”

“બેટા, વકીલ ને કહી ને કોઈ મતલબ નથી એક તો દિવ્યેશ મંત્રી નો દીકરો છે એટલે કોણ સબંધ બગાડવા માંગે. એટલે તો એ માણસ દૂધ માં ને દહીંમાં બને માં પગ રાખે છે.”

દિવ્યાબેન બોલ્યા –“ આપણે કઈ એવું કરવું પડશે કે શુભમ ની ડ્રગ્સ ની વાત ના ખુલે ને દિવ્યેશ ની સાચી વાત બહાર આવી જાય.”

“હા, એવું જ કરવુ છે પણ આવું શું કરી કે ‘સાપ ભી માર જાયે ને લાથી પણ ના તૂટે’ દુષ્યંતભાઈ વિચારતા-વિચારતા બોલતા હતા.

ત્યાં સિમી નાં ફોનમાં મેસેજ આવ્યો, દિવ્યાબેન અકળાયા ને બોલ્યા કે –“આખો દિવસ આ શું ફોન ફોન ને ફોન.” લગભગ દિવ્યાબેન નો બધો ગુસ્સો સિમી પર નીકળવા નો જ હતો કે ત્યાં સિમી બુમ પડી ને બોલી કે –“યશ! આઈડિયા મળી ગયો.”

બધા એક સાથે બોલ્યા –“શું?”

તરત સિમી એ જવાબ આપ્યો કે –“ જોવો આ મને મેસેજ આવ્યો કે જેમાં એક નેતા ને જુઠ્ઠું બોલતા પકડતો એક વાઈરલ વિડીયો છે. જે અત્યારે ખુબ જ ચર્ચા માં છે. જો આપણે આવો વિડીઓ બનાવી ને મૂકી એ તો ?”

શુભમ તેની વાત કાપતા બોલ્યો –“ મારી ડ્રગ્સ વળી વાત નું શું ?”

તરત દુષ્યંતભાઈ બોલ્યા કે –“ એની પાસે કોઈ સબૂત છે કે તે ડ્રગ્સ લીધા છે ?”

“ના”

“તો પછી શેની ચિંતા કરે છે. હા, અમને ના ખબર હોય તો બરાબર વાત કે તું એના થી ડરે પણ હવે અમને આ વાત ની ખબર છે તો પછી તારે હવે ડરવા ની ક્યાં જરૂર છે.” દુષ્યંતભાઈ ઊંડો શ્વાસ લઇ બોલ્યા. હવે તે નિશ્ચિંત થઇ ગયા હતા કે તે શુભમ ને બચાવી શકશે જ.

“પણ! હવે, કેમ, કેવી રીતે, શું કરવું એ તો નક્કી કરો”- દિવ્યાબેન ચિતા ના શ્વરે બોલ્યા. હજી પણ તેમના માં નાનો અમથો ડર રહી ગયો હતો.

બધું નક્કી થઈ ગયું.

શુભમે દિવ્યેશ ને ફોન કરી ને મળવા કોફી શોપ માં બોલવ્યો. –“ મારે તારું અરજન્ટ કામ છે એટલે તને મળવું છે “

“શું કામ છે ?” દીવ્યેશે પૂછ્યું.

“મળી ને કહીશ તું મને મળવા તો આવ.” શુભમે એટલું બોલી ને ફોન મૂકી દીધો.

શુભમ તેના શર્ટ માં છૂપો કેમેરો લગાવી ને ગયો. દિવ્યેશ ને ફસાવવા નો તખ્તો તૈયાર થઇ ગયો હતો. શુભમ કોફીશોપ માં દિવ્યેશ ની રાહ જોઈ રહ્યો ત્યાં હમેશા ની માફક દિવ્યેશ અડધો કલાક મોડો આવ્યો.

આવતા ની સાથે જ બોલવા લાગ્યો –“ એવું શું કામ પડ્યું કે મને આવી રીતે અહી બોલાવ્યો.”

“પેહલા બેસ તો ખરો પછી કહું તને “ શુભમે શાંતિ થી જવાબ આપ્યો.

“જો મારી પાસે બહુ સમય નથી જે કેહવું હોય એ ફટાફટ કહી દે.” દીવ્યેશ રઘવાયો થઇ ગયો જાણે શું કામ હશે શુભમ ને?

“જે પેલા દિવસે થયું હતું....”શુભમે હજી બોલવા નું ચાલુ જ કર્યું હતું ને તેની વાત કાપતા દિવ્યેશ બોલ્યો –“મેં તને હજાર વાર ના પડી છે કે એ વાત નહિ ખોલવા ની કે એ દિવસે શું થયું હતું. જો તો કોઈ ને પણ કીધું છે કે એ દિવસે મેં ગાડી ચલાવી હતી તો હું તને છોડીશ નહિ. તને યાદ છે ને ?”

“હા, હું જાણું છું કે એ દિવશે તે ગાડી ચલાવી હતી અને હું એ ગાડી માં હતો પણ નહિ. તો પછી હું શું કામ જેલ માં જાઉં?”

“જે પણ થાય એ હું મારું પોલીટીકલ કેરિયર બગાડવા નહિ માંગતો એટલે ગમે એ થાય તારે મારું નામ નથી લેવા નું કે મેં ગાડી ચલાવી હતી અને તું ત્યાં હતો પણ નહિ. તને યાદ છે ને હું તારી પોલ ખોલી દઈશ.”

“હા, હું જાણું છું.” શુભમે જવાબ આપ્યો.

“બસ, તો ફરી આ વાત કરવા નો શું મતલબ તને મેં કેટલી વાર કીધું છે ખબર નહિ કેમ વારે-વારે આ વાત ઉખેડે છે ?” દિવ્યેશ ઉભો થઈ ને જવા લાગ્યો.

“જો હું જાઉં છું, શુભમ તને છેલ્લી વાર કહું છું ક્યાં કોઈ પણ રીતે મારું નામ ના આવું જોઈએ. ચલ, બાય, હવે પછી મને યાદ ના કરતો કે મળવા પણ ના બોલાવતો.” એમ કહી દિવ્યેશ ત્યાં થી જતો રહ્યો.

જતા-જતા દિવ્યેશ એ પાછુ વળી ને જોયું, શુભમ હસી રહ્યો હતો. તેને નવાઈ લાગી. તેને લાગ્યું કે છટકી ગયું લાગે આનું.

“બોસ, સત્યાનાશ થઇ ગયો.” દિવ્યેશ નો માણસ દિવ્યેશ ને કહી રહ્યો હતો.

ત્યાં જ દિવ્યેશ ના પિતા નો ફોન આવ્યો. “નાલાયક તને કેટલી વાર ના પડી હતી કે શુભમને મળવા જતો નહિ, જોયું ને શું પરિણામ આવ્યું.” રઘુનાથ ગુસ્સામાં દિવ્યેશ ને કહી રહ્યા હતા.

“પણ થયું શું એતો મને કહો.” દિવ્યેશ બોલ્યો.

ત્યાં એનો માણસ એને મોબઈલ બતાવ્યો. તેમાં તેનો અને શુભમ નો કોફી શોપ માં થયેલી ચર્ચા નો વીડિઓ હતો. તેમાં ફક્ત તેને શુભમ ની પોલ ખોલી દેશે એ વાત નહતી બાકી બધું હતું.

“બોસ, આ વીડિઓ બધે વાઈરલ થઇ ગયો છે.”

તેને સમજાઈ ગયું કે આ શુભમે તેને ફસાવવા ની ચાલ રમી હતી. તેને શુભમ ને ફોન લગાવ્યો.

“તને કહ્યું હતું કે હું કહી દઈશ બધા ને તું ડ્રગ્સ લેતો હતો.” ગુસ્સા થી તમતમી રહેલા દિવ્યેશ બોલી રહ્યો હતો.

“હા બેટા! કહી દે બધા ને કે શુભમે ડ્રગ્સ લીધા હતા. તું સાબિત કેવી રીતે કરીશ એતો મને કેહ.”

“કોણ બોલો તમે ?”

“દુષ્યંતભાઈ બોલું, શુભમ ના પિતા. શુભમે અમને બધું કહી દીધું છે. હવે તારે જેને કેહવું હોય અને કહી દે કોઈ તારી વાત નહિ માને કારણકે અમે એમ જ કહીશું કે દિવ્યેશ શુભમ ને ફસાવા માંગે છે એટલે આમ બોલી રહ્યો છે.”

દિવ્યેશ ને સમજાય ગયું કે હવે તે કઈ શુભમ નું ઉખાડી નહિ શકે એમ નથી.

“જોયું બેટા, શું જરૂર હતી ડ્રગ્સ લેવા ની? તમારી નાની ભૂલ તમને ફસાવી દે છે ને. શું શાંતિ થી જિંદગી ના જીવી શકાય. હું તને ક્યારેય વઢીશ નહિ, પણ હવે પછી ક્યારેય આવી ભૂલ ના થવી જોઈએ.” દુષ્યંત ભાઈ શાંતિ થી શુભમ ને સમજાવી રહ્યા હતા.

“આવો પિતાપ્રેમ પેહલા નિભાવ્યો હોય તો કદાચ આજે આવું થયું જ ના હોત. પૈસા ની સાથે સમજણ ને સમય આપવો એટલો જ જરૂરી છે.” આટલું બોલતા-બોલતા દિવ્યાબેન ની આંખ માં આંસુ આવી ગયા.

“ કાનુડા તારો ખુબ ખુબ આભાર તે બચાવી લીધા.” આંશુ લુછી દિવ્યાબેન આભારવશ શ્વરે બોલ્યા.

(સમાપ્ત)