Safal Swapnashilpio - 10 Yogin Chhaniyara in Gujarati Biography by Natvar Ahalpara books and stories PDF | Safal Swapnashilpio - 10 Yogin Chhaniyara

Featured Books
Categories
Share

Safal Swapnashilpio - 10 Yogin Chhaniyara

સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા

• પ્રકાશક •

ગુજરાતી પ્રાઇડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


SAFAL SWAPNASHILPIO

By

Natvar Ahalpara


સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા


© Gujarati Pride



પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪

પ્રકાશક : ગુજરાતી પ્રાઇડ

અ...ર્પ...ણ

જાત ઘસીને રાષ્ટ્રની સંસ્કૃતિનું

રક્ષણ કરનાર સૌને.

‘સફળ સ્વપ્નશિલ્પીઓ’ પુસ્તકના લેખકનો પરિચય

નટવર આહલપરા

સ્વ. નર્મદાબેન તથા સ્વ. પુરુષોત્તમભાઈના સુપુત્ર નટવર આહલપરા મૂળ ભાવનગરના પણ ૨૮ વર્ષથી રાજકોટનો કર્મભૂમિ બનાવી છે. સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું છે. આહલપરા મિલનસાર, હસમુખા, પરગજુપણાની ભાવના ધરાવતા સાહિત્યકાર, ઉમદા શિક્ષક, ઉદ્‌ઘોષક છે. પ્રતિષ્ઠિત સામયિકોનું સંપાદન પણ કરી રહ્યાં છે. ‘ગાંધીનગર સમાચાર’માં દર મંગળવારે ‘મોંઘેરા મોતી’, ‘જયહિન્દ’ દૈનિકની રવિપૂર્તિમાં લઘુકથા કૉલમ લખે છે.

‘શ્વાસ’, ‘કોરોકેનવાસ’ (નવલિકા), ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (લઘુકથા), ‘નિબંધ વિહાર’ (નિબંધ) અને ‘ખિલખિલાટ’માં (શિશુકથાઓ), ‘આપણે છીએ તો પરીક્ષા છે’ (નિબંધો), ‘અક્ષરોમાં આબ્લમ‘માં વ્યક્તિચિત્રોના પુસ્તકો પ્રકાશિત થયા છે. ચાર પુસ્તકો હવે પ્રગટ થશે. ચાર દાયકાથી પ્રતિષ્ઠિત સામયિકો, અખબારોમાં તેમની કૃતિઓ પ્રકાશિત ાય છે. ૧૫ નાટકોમાં અભિનય, ત્રણ નાટકોમાં દિગ્દર્શન કર્યું છે.

કલા, સાહિત્ય, શિક્ષણ, સંગીત, સામાજિક તેમજ સરકારશ્રીના કાર્યક્રમોમાં ‘પ્રવક્તા’ તરીકે સેવા આપનાર શ્રી આહલપરા આકાશવાણી-દૂરદર્શનના કલાકાર પણ છે. બી.એડ્‌.ની તાલીમ વિના ભાવનગર અને રાજકોટમાં ધો. ૧૦, ૧૨ તથા ય્.ઁ.જી.ઈ., ેં.ઁ.જી.ઈ. ના હજારો વિદ્યાર્થીઓનું માતૃભાષાથી ઘડતર કર્યું છે. આજે પણ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવે છે. ગુજરાત સરકારના નર્મદા અને કલ્પસર વિભાગમાંથી ૨૦૦૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ રાજકોટમાં શૈક્ષણિક વક્તા અને કાઉન્સિલર સેવાઓ આપે છે. તેમનો મોબાઈલ નં. ૯૯૭૪૦ ૦૯૦૪૨ છે.

- મહેન્દ્ર શર્મા

ગુજરાતી પ્રાઇડ,

અમદાવાદ

નિવેદન

સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી સફળ

થયેલા સ્વપ્નશિલ્પીઓ

અહીં પ્રેરણાદાયી જીવનચરિત્રો રજૂ કર્યાં છે. સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી ટોચ ઉપર પહોંચેલા સફળ સ્વપ્નશિલ્પીઓ છે. શિક્ષણ પાઠશાળામાં ક્યાંક ઓછું ભણેલા પણ જીવન પાઠશાળામાં વધુ ભણેલા શિલ્પીઓ છે; તો ભણતર અને ગણતરથી સફળતાના શિખર સુધી પહોંચનારા પણ છે. સંસ્કૃતિની અને રાષ્ટ્રની ધરોહર સમી આ પ્રતિભાઓ યુવા ઉદ્યોગકારોને, વિદ્યાર્થીઓને માટે પાઠ્યપુસ્તક બની માર્ગદર્શક બની રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજે ફાસ્ટ યુગ છે. સમય નથી. ઓછા સમયમાં લાંબું લાંબું નહીં પણ સંક્ષિપ્તમાં ઘણાં સંદેશ આપી જાય તેવા પાત્રો પ્રસ્તુત કર્યા છે. આશા છે કે તે સૌ આપના રાહબર અવશ્ય બનશે. અમદાવાદ પ્રેમ સાથે સંકળાયેલા મારા અને મહેન્દ્રભાઈના મિત્ર સુરેશભાઈ ઠક્કરનો વિચાર સાકાર થયો તેથી તેમનો પણ હૃદયથી આભારી છું. મને અને મહેન્દ્રભાઈ શર્માને સહકાર આપનાર સ્વપ્નશિલ્પીઓનો આભાર માનું છું.

- નટવર આહલપરા

તા. ૨૦-૦૯-૨૦૧૪

‘શ્રી પવનતનય’ ૩, વિમલનગર,

યુનિવર્સિટી રોડ, રાજકોટ-૫

મો. ૯૯૭૪૦ ૦૯૦૪૨

૧૦

યુવા ઉદ્યોગકાર યોગિનભાઈ છનિયારા કહે છે : ‘કમ્પ્યૂટર

૨૧મી સદીની સૌથી અગત્યની શોધ છે.’

આઈન્સ્ટાઈન કહે છે કે, ‘વિજ્ઞાનીઓ સૌથી વધારે શ્રદ્ધાળુ માણસો હોય છે, કારણ કે તેઓ બ્રહ્માંડના વ્યવસ્થિત માળખામાં વિશ્વાસ મૂકે છે.’

પરિવાર, સમાજ, મિત્રો અને વ્યવસાય વચ્ચે સતત ધબકતા રહેતા બાહોશ યુવાનનું નામ છે : યોગિનભાઈ છનિયારા. તા. ૨૬-૦૮-૧૯૭૪ના દિને કવિઓ ઝવેરચંદ મેઘાણી અને બોટાદકરના ગામ બોટાદે જન્મેલા યોગિનને પિતા મનહરભાઈ અને માતા સુશીલાબહેન પાસેથી સંસ્કાર વારસો પ્રાપ્ત થયો છે. જામનગર જિલ્લાના ધ્રોલ પાસેનું જોડિયા ગામ તેમનું વતન છે.

બી.કોમ. સુધીનો અભ્યાસ કરી ચૂકેલા તરવરિયા શખ્તના ધર્મપત્ની કવિતાબહેન પણ બી.એસ.સી., હોમ સાયન્સની ઉપાધિથી સજ્જ છે. સંતાનોમાં સપુત્ર સિદ્ધાર્થ અને સુપુત્રી કર્તવી છે. કમ્પ્યૂટર યુગ અંગે મંતવ્ય આપતાં યોગિન કહે છે કે, ‘કમ્પ્યૂટર ૨૧મી સદીની સૌથી અગત્યની શોધ છે અને સાંપ્રતાકીલન યુગમાં દરેક વ્યક્તિ માટે અનિવાર્ય અંગ બની રહ્યું છે.’

ઝડપી સમયમાં અતિ વ્યસ્તતાની વચ્ચે વાંચનનો સમય બચાવી લેતા આ યુવાનને ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફી સિરીયલ પ્રિય છે. પોતાના ઇષ્ટદેવમાં શ્રદ્ધા રાખવી, અગિયારસનું એકટાણું કરી લેનારનાં મનમાં કંઈક ઉત્તમોત્તમ કામ કરી છૂટવાના ઘોડા અવશ્ય દોડતા હશે એમ હું માનું છું. એમના તરવરાટને મેં જોયો છે, અનુભવ્યો છે અને એટલે જ નીચેની પંક્તિઓથી કહી શકાય કે,

ચડી ઊંચે ઊંચે અતલ નભ માટે જ વિહરું,

શશી તારા ભેટી રવિકિરણ શું ગોઠડી કરું.

જગતને કંઈક આપવાની પ્રબળ ઇચ્છા ધરાવનાર શ્રી યોગિનભાઈ છનિયારાને પોતાના ઇષ્ટદેવમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. સ્વામિનારાયણ ભગવાનની પૂજા પણ કરી લે છે. અહીં, કહેવત મુજબ વાત કરવાનું મન થાય છે કે, ‘ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે.’ માત્ર આડત્રીસ વર્ષની વયે વિદેશમાં અમેરિકા ખંડ સિવાય બધે પ્રવાસ ખેડ્યો છે. ભારનતા તમામ રાજ્યોમાં પર્યટનો, પ્રવાસો કર્યા છે. બહુમુખી પ્રતિભાના આ માલિક મશીન ટુલ્સ મેન્યુફેક્ચરીંગ એસોસીએશનમાં ડાયરેક્ટરપદે અને દિલ્લી પબ્લિક સ્કૂલ, રાજકોટના વાલી મંડળમાં ખજાનચી તરીકે સેવા આપી રહ્યા છે.

ગુણવંત શાહ કહે છે : ‘તમે આજે કેટલું ચાલ્યા ? તમે આજે કેટલું જીવ્યા ?’

હૃદયસ્પર્શી અકસ્માત વર્ણવતા યોગિનભાઈ છનિયારાએ કહેલું ‘અક્ષર પુરુષોત્તમ મંદિર, કાલાવડ રોડ, રાજકોટમાં પ્રમુખ સ્વામી માટે લીફટ બનાવવાનું કાર્ય, છનિયારા એન્જિનીયર્સ, ગોંડલ રોડ કાતે થતું હતું. લીફ્ટ તૈયાર થઈ ગયા પછી લીફ્ટની ટ્રાય લેવાની હતી. હું બે કારીગરો અને એક વૃદ્ધ દાદા લીફ્ટમાં બેઠાં હતા. લીફ્ટના ગીયર તૂટી જતાં અમે ઉપરતી નીચે પડ્યા. પણ નસીબદાર કે કોઈનો હાથ બહાર નીકળ્યો નહીં. જાનહાનિ ન થઈ. કારીગરને ફેક્ચર થયું. દાદાને થાપામાં વાગ્યું અને મારા ચશ્મા તૂટી ગયા.’ ઈશ્વર, દેવ કે ગુરુ તરીકે સ્વામીનારાયણ ભગવાન અને તેમના પ્રાગટ્ય ગુરુ પ્રમુખસ્વામી પર અપાર વિશ્વાસ ધરાવતા યોગિનભાઈ પોતાના વ્યવસાયમાં સતત જાગૃત છે. બેંગકોકથી ગારમેન્ટ ઇમ્પોર્ટ કરીને રિટેલ તથા બધી ગારમેન્ટ બ્રાન્ડ્‌સને હૉલસેલ સપ્લાય કરવામાં આવે છે. ચાઈનાથી રિટેલ ડિસ્પ્લે ફર્નિચર આફ્રિકા તથા યુ.એ.ઈ.માં એક્ષપોર્ટ થાય છે.

જીવતા તો ઘણા હોય છે. પણ ઘણી ખુવારી કરીને ખુમારીથી જીવવાનું યોગિનભાઈ છનિયારા પાસેથી અવશ્ય શીખી શકાય. બહુમુખી પ્રતિભાના અનેક પાસાઓમાં એક સુંદર પાસું છે, તબલા વગાડવાના શોખમાં તેઓએ વિશારદની ડગ્રી મેળવી છે. જેમનાં જીવનમાં ચિત્ર, સંગીત અને કળાનો સમન્વય થયો હોય, એમનું વ્યક્તિત્વ અનોખું જ હોય છે.

ઢોલના તાલની સાથે જેમનું હૈયું નાચતું હોય, એને રાજકોટમાં સતત ૧૪ વાર નવરાત્રિ સમયે પ્રિન્સનું બિરૂદ મળે છે. એ સહજ સુખદ ઘટના છે.

યોગિનભાઈ છનિયારા ‘ભગવાનની ટપાલ’ પુસ્તકમાં ‘દિવ્ય ટપાલી’ પ્રકરણમાં લખે છે :

કોઈ વૃક્ષ કપટી નથી હોતું.

કોઈ પંખી ભ્રષ્ટ નથી હોતં.

કોઈ વાદળ કંજૂસ નથી હોતું.

પર્વત જેલો ઊંચો,

તેમ એની ખીણ ઊંડી.

મહાસાગર ગહન-ગંભીર ખરો,

પણ એનો ઉમળકો તો અનંત.

નદીના હૃદયમાં ભેદભાવ નથી હોતો.

યોગિન છનિયારાના ઉત્તમ વિચાર બીજ આ પ્રમાણે છે :

‘જીવન ટૂંકુ છે. ઉમદા કાર્યો કરી જીવન સાર્થક બનાવીએ. જીવનમાં વિષાદ નહીં આનંદ કરવો જોઈએ. ખોટાં કાર્યો કરી તાકી જવું એના કરતાં સર્જન અને પરમાર્થનાં કાર્યો કરવા. વ્યક્તિએ જીવન અને વ્યવહારમાં અહંકારને પ્રોત્સાહન નહીં આપવું જોઈએ. પરંતુ સૌનો આદર સત્કાર કરવો, નિખાલસભાવ કેળવવો અને મન મોટું રાખી જતું કરવાની ભાવના રાખવી જોઈએ.’

પ્રતિષ્ઠા, પ્રદર્શન કે નામના કે પ્રતિષ્ઠા મેળવવાનો મોહ રાખ્યા વિના કાર્ય કરવું અને રાજકોટ અને બહારગામ જ્યાં તક મળે ત્યાં દાન કરી લેવું એવી સભાનતા રાખનારા આ ઉદ્યોગકારને સુપરમાર્કેટ, મોલ તથા ગારમેન્ટ ફર્નિચર બનાવતી છનિયારા એન્જિનયર્સ પ્રા.લી.ના યુવા ઉદ્યોગપતિ તરીકે દિલ્હીની અબાર્ડ દ્વારા ભારતનો પ્રતિષ્ઠિત ‘રાષ્ટ્રીય ઉદ્યોગ રત્ન’ ઍવોર્ડ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અનિલ ભારદ્વાજ, મેમ્બર ઑફ પાર્લામેન્ટ જયનારાયચણ નિશાદ, ડેપ્યુટી સ્પીકર દિલ્હી, વિધાનસભામાં અંબરીશ ગૌતમ, પાર્લ સેક્રેટરી ચીફ મિનિસ્ટર નરવિંદસિંહ મારવાહ, મેજર જનરલ વી. પી. ચતુર્વેદી, યુનિ. મિનિસ્ટર ઑફ પેટ્રોલિયમ સત્યપ્રકાશ માલવિયા, સી. બી. આઈ. ડાયરેક્ટર વી. એન. સહેગલના હસ્તે નેશનલ સેમિનારમાં દિલ્હી ખાતે આપવામાં આવ્યો હતો.

જાતે કરવું, જાતે રળવું, જાત વિના સૌ જૂઠુંજી,

જાતે ઝૂઝવું, જાતે વધવું, જાત વડે ઉધ્ધરવુંજી.

સતત ધબકતા આ યુવાન જીવન સ્વપ્નની ફલશ્રુતિ માટે મનન ચિંતન કરતાં કહે છે કે, ‘નિશ્ચિત ધ્યેય બનાવીને, રોજ ધ્યેયને પૂર્ણ કરવા તેની પાછળ પડવું.’

યોગિનભાઈ છનિયારા પોતાના નિશ્ચિત ધ્યેય સુધી પહોંચે, સમાજ, રાષ્ટ્રની સેવા કરતા રહે અને ચારેય દિશાએથી શુભ વિચાર પ્રાપ્ત કરતાં રહે તેવી શુભેચ્છા - અભિનંદન.

છનિયારા એન્જિનીયર્સ,

સત્યવિજય આઈસ્ક્રીમ પાસે,

ગોંડલ રોડ, રાજકોટ.

મો. : ૯૮૨૫૦ ૭૫૦૨૩

Email : chhaniara1@yahoo.com

સંદેશ :

‘જીવન ટૂંકું છે. ઉમદા કાર્યો કરી જીવન સાર્થક બનાવીએ. જીવનમાં વિષાદ નહીં આનંદ કરવો જોઈએ. પ્રતિષ્ઠા, પ્રદર્શન કે નામના મોહ રાખ્યા વિના કાર્ય કરવું જોઈએ.’