Aakhari sharuaat in Gujarati Love Stories by ત્રિમૂર્તિ books and stories PDF | આખરી શરૂઆત

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

આખરી શરૂઆત

  • ઓફિસમાં ચાલતા ધરખમ ફેરફારો વચ્ચે અસ્મિતા ફોન પર વાત કરતી મસ્ત ચાલી રહી હતી અને અચાનક કોઈની જોડે અથડાઈ ગઈ અને એનો ફોન નીચે પડી ગયો. પણ સદ્ભાગ્યે તૂટયો નહીં. ફોન લઇ તે ઉભી થઈ. વાંક અસ્મિતાનો છે તેમ સ્પષ્ટ હતું, છતાં સ્ત્રીસહજ સ્વભાવની અસ્મિતા પેલા સામે ઊભેલા યુવકને ગમેતેમ સંભળાવા લાગી. સૂટ પહેરેલ, અંદર રેડ શર્ટ અને આકર્ષક ટાઇ પહેરેલ, તેમજ રીમલેસ ચશ્મા પહેરેલ એ યુવાન કઈ પણ બોલ્યાં વગર સહેજ હસી ત્યાંથી ચાલતો થયો. અસ્મિતા તે અત્યંત ગોરા, ગમે તે છોકરી મોહાઇ પડે તેવા આ છોકરાના વર્તનથી ચકિત થઈ ગઈ. પણ સાંજે મીટિંગનું ઘણું કામ હોવાથી આગળ વધુ વિચાર્યા વગર કામે વળગી. સાડા ચાર વાગ્યાનું અલાર્મ વાગતાજ અસ્મિતા ઑફિસના મીટીંગરૂમ તરફ દોડી. આજે નવા આવેલા અને બદલી થયેલા કર્મચારીઓ અને મેનેજરોના નામ જાહેર થવાના હતા. એક પછી એક કર્મચારીઓ સ્ટેજ પર આવી પોતાનો પરિચય આપી રહ્યા હતા. અસ્મિતા પોતાના ડિપાર્ટમેંટના નવા બોસનું નામ અને ચેહરો જાણવા ઉત્સુક હતી. અત્યાર સુધી પ્રેમલતાબેન એના બૉસ હતા. તેઓ અસ્મિતાના સારા જાણકાર હોવાથી તેની નાનીમોટી ભૂલો માફ કરી દેતા. નવા બોસ કેવાય હશે!?? તે અસ્મિતાની ચિંતાનો વિષય હતો.
    અસ્મિતાના આ વિચારો વચ્ચે એક યુવક સ્ટેજ પર આવ્યો એને પોતાનો પરિચય આપ્યો એ સાંભળીને અસ્મિતા અવાક જ બની ગઈ! કેમકે જે યુવકને બપોરે વગરવાંકે લાંબુ ભાષણ આપી ખખડાવ્યો હતો, એજ 'ઓમ' તેનો બોસ હતો. નાની લગભગ 26 વર્ષની ઉંમરમાં સફળતાના શિખરો સર કરી ચૂક્યો હતો. એટલે આટલો યંગ છોકરો પણ એનો બોસ હોઈ શકે એનો એને ખ્યાલ સુદ્ધાં નહોતો! પણ એની સ્પીચ સાંભળીને અસ્મિતાનો એ શક પણ દૂર થઈ ગયો. અસ્મિતા ક્ષણવાર તો ગભરાઈ ગઈ પણ પછી નાછૂટકે તો નાછૂટકે તેણે ઓમની માફી માંગવાનો નિર્ણય લીધો. ઓમની સ્પીચ પુરી થતાં સૌએ તેને તાળીઓથી વધાવી લીધો. અને અસ્મિતા જોતી જ રહી ગઈ! પ્રોગ્રામ પૂર્ણ થાય એ પહેલાં સૌ કર્મચારીઓ માટે નાસ્તાની વ્યવસ્થા પણ હતી એ બહાને સૌ એકબીજાનો પરિચય મેળવી શકે. અસ્મિતા ઓમ સાથે વાત કરવાના બહાના શોધી રહી હતી પણ દર વખતે કોઈને કોઈ રીતે નિષ્ફળ જતી હતી. છેવટે એ વાત ના કરી શકી અને ઓમ પણ રવાના થયો.
    અસ્મિતાએ કાંઈક વિચાર્યા પછી ઑફિસની ડેટાશીટમાંથી સ્ટાફના નંબર લીધા અને એ પણ અમદાવાદ આવવા રવાના થઈ. આજે કરતા મીટિંગના લીધે થોડું મોડું થઈ ગયું હોવાથી પ્રકાશભાઈ તેને લેવા આવ્યા હતા. ઘરે ગયા પછી પણ પેલી વાત અસ્મિતાના મનમાંથી ખસતી નહોતી. છેવટે એણે સૂતી વખતે ઓમને મેસેજ કર્યો, " હાઈ, આઈ એમ અસ્મિતા, ફ્રોમ એચ. આર. ડિપાર્ટમેંટ. આઈ એપોલોઝાઈઝ ફોર વોટેવર આઈ હેવ ટોલ્ડ યૂ. ઈટ વોઝ કમ્પલીટલી માય મિસ્ટેક" અંતે આઈ એમ સૉરી કહીં અસ્મિતાએ મેસેજ ફોરવર્ડ કર્યો. ઓમ દિવસભર વ્યસ્ત રહેતો હોવાથી મોબાઈલ રાતે જ વધારે જોતો ત્યાં અચાનક અસ્મિતાનો મેસેજ આવ્યો. ત્યારે ઓમએ અસ્મિતાની ચિંતા જાણી લીધી, પણ પોતાના મજાકિયા સ્વભાવને લીધે એણે અસ્મિતાને રીપ્લાય ના આપ્યો અને કાલે ઑફિસમાં જ મળવાનું વિચાર્યું. આ બાજુ અસ્મિતા રીપ્લાયની રાહ જોતી રહી અને આખી રાત પડખા ઘસતી રહી અને સૂઈ શકી નહીં.
    છેવટે અધકચરી ઊંઘમાં અસ્મિતા ઓફિસ માટે તૈયાર થઈ નીકળી. આજે પણ આદર્શ દેખાયો નઈ. પણ આજે એ વિચારવાનો સમય નહોતો. સુરત પહોંચીને ઓમ માટે રસ્તામાંથી સૉરી કાર્ડ લીધું. જલ્દી ઑફિસ જઈ ઓમની કેબિનમાં પેપરવેઇટ નીચે મૂક્યું. અંતે થોડું દૂરથી અસ્મિતાને ઓમ આવતો દેખાયો પણ અનાયાસે અસ્મિતા પર નજર નાખ્યા વગર ઓમ કેબિનમાં દાખલ થયો. ટેબલ પર પડેલું સોરીકાર્ડ જોઈ તેને વાંચી સહેજ હસ્યો અને પછી થોડીવાર બાદ એણે અસ્મિતાને પ્યૂન દ્વારા કેબીનમાં બોલાવી. અસ્મિતા શરૂઆતમાં સહેજ ગભરાઈ પણ પછી પડશે એવું દેવાશે વિચારી કેબીનમાં દાખલ થઈ. અસ્મિતાને જોઈ ઓમ કાંઈ બોલે એ પહેલાંજ અસ્મિતા શરૂ થઈ ગઈ, "સૉરી સર, કાલે હુંજ મોબાઇલ પર વ્યસ્ત હતી તમને જોયા નહીં અને અથડાઈ ગઈ. અને મારો વાંક હોવા છતાં તમને ખાલી ખોટું સંભળાવી દીધું. મેં તમને ઓડખ્યા જ..." "બસ અસ્મિતા બસ. ઇટ્સ ઓકે. હુંતો એ વાતને ત્યાંજ ભૂલી પણ ગયો હતો. મેંતો તને અહીં આ ફાઇલ આપવા બોલાવી છે અને તું તો...જવા દે.. આ ફાઇલનો ડેટા મર્જ કરી એને પ્રીમિયમ ટેન્ડર સાથે કમ્પેર કરી મિ. મિશ્રાને યુ. એસ. મેઇલ કરી દેજે." અસ્મિતા નવાઇ પામતી ખચકાતી બોલી, "એટલે સર.. તમે કાલની વાતથી કોઈ.." "અરે ના ના કહ્યું ને હું તો ત્યાંજ ભૂલી ગયો હતો.." "તો પછી મારા મેસેજનો રીપ્લાય કેમ ના આપ્યો?" " અરે એતો હું સહેજ મજાક કરતો હતો, એંડ આઈ એમ ઓલસો સૉરી ફોર ધેટ." ઓમે કહ્યું. અસ્મિતાને મનમાં તો જરાક ગુસ્સો આવ્યો પણ બનાવટી રીતે છુપાવી અને હસી એ કેબિનમાંથી બહાર આવી. અસ્મિતાને થયું કે પોતે ઓમના આ મજાકથી આખી રાત સુઈ શકી નઈ,અને અહીં ઓમને તો કાંઈ હતું જ નઇ! છેવટે કામના બોજા હેઠળ બધું ભૂલી એ કામે વળગી. અસ્મિતા અંદર અંદર તો ઓમના સ્વભાવથી પ્રભાવિત થઈ હતી. આટલું બધું સંભળાવી દીધું તોય સહેજે ગુસ્સો ના કર્યો બીજા બોસ હોત તો.. આજે અસ્મિતાની ટ્રેન 20 મિનિટ લેટ હતી. અસ્મિતા જલ્દીથી ટ્રેન આવતાજ સીટ રોકી બેસી ગઈ. આજે પણ આદર્શ દેખાયો નહોતો.
    આવા જ વ્યસ્ત દિવસોમાં અસ્મિતાને એકવાર ઑફિસમાં મોડું થયું હતું. ઑફિસનો મોટાભાગનો સ્ટાફ જઈ ચૂક્યો હતો. પણ માર્ચ એન્ડિંગ હોવાથી અને એમાંય અસ્મિતા નવી હોવાથી એને કામની ઝડપ ઓછી હતી. ઑફિસમાં ઓમ અસ્મિતા પટાવાળા તથા બીજા ચારએક કર્મચારીઓ જ હતા. કામ પતાવી ઉતાવળે અસ્મિતા ઘેર જવા નીકળી ત્યારે મોબાઇલ પર આકાશને મેસેજ કરતી હતી ત્યાંજ તેનું ધ્યાન ના રહ્યું અને તેનું માથું લોખંડની ધારદાર પારી સાથે અથડાયું અને તેના લીધે એ બે દાદરા ચૂકી ગઈ અને નીચે ફસડાઈ પડી. પગ અને માથા બંનેમાં ઈજા થતાં બેભાન થઈ ગઈ. સદ્ભાગ્યે ઓમ ગાડીમાં રહી ગયેલી ફાઇલ લેવા નીચે જતો હતો અને એણે અસ્મિતાને જોઈ. સહેજવાર માટે અસ્મિતાને સ્પર્શ કરતા ખચકાટ થયો પણ હમણાં અસ્મિતાની ઇજા વધુ મહત્વની અને ગંભીર હોવાથી તેણે વધુ વિચાર્યા વગર અસ્મિતાને ઊભી કરી પણ તે ફસડાઈ પડતાં ચાલી શકી નહીં. અંતે ઓમે તેને ઉપાડી લીધી અને ગાડીમાં બેસાડી સીધો દવાખાને પહોંચ્યો. ત્યાં ગયા બાદ અસ્મિતાને ઘેર કહેવા વિચાર્યું પણ અસ્મિતાના ફોનનું લોક ખબર ના હોવાથી તે કરી શક્યો નઈ. એકાદ કલાક બાદ અસ્મિતાને હોશ આવ્યો. તેણે જોયુંતો ઓમ તેની બાજુમાં બેઠો હતો. તે કાંઇક બોલે એ પેલા જ ઓમે તેને શાંત કરી બધી વિગત જણાવી. આ બાજુ પ્રકાશભાઈ પણ ચિંતામાં હોવાથી તેમનો ફોન આવતાં અસ્મિતાએ બધું જણાવ્યું. પ્રકાશભાઈએ પણ ઓમનો ખૂબ આભાર માન્યો. ઓમે રાત્રે 10 વાગે ઓમે અસ્મિતાને સુરત અમદાવાદ ની વૉલ્વોમાં બેસાડી. અસ્મિતાએ પંદરેક વારતો થેંક યૂ ક્હ્યું જ હતું. છેવટે ઓમ પણ રવાના થયો. પ્રકાશભાઇ અને નિર્મિતાબેનનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જેવી બસ આવી તેવા પ્રકાશભાઇ છેક અંદર જઈ અસ્મિતાને પકડીને લઈ આવ્યા. ઓમે પણ ફોન કરી અસ્મિતાના પહોંચવાની ખાતરી કરી લીધી. અસ્મિતાને કિધાં વગર તેણે તેની એક વીકની રજા મંજૂર કરી દીધી. આ બાજુ અસ્મિતા પોતાને શું થયું તે યાદ કરવા સતત પ્રયત્ન કરી રહી હતી. પણ તેને માત્ર એટલું જ યાદ હતું કે તે પારી સાથે ભટકાઈ હતી પછી સીધી ઓમ સાથે હોસ્પિટલમાં જ હતી. વચ્ચે શું થયું તે કઈ યાદ નહોતું.
    અસ્મિતા થોડા દિવસ ટોટલ બેડરેસ્ટ પર હતી. ઓમ પણ ફોન પર ખબર પૂછી લેતો. અને નિર્મિતાબેન અને પ્રકાશભાઈ ખડેપગે ઉભા રહેતા. અસ્મિતા ધીરે ધીરે રીકવર થઈ રહી હતી. તેણે હવેના સોમવારથી જોઈન કરવાનું નક્કી કરી ઓમને જણાવ્યું. પણ ઓમે કહ્યું જો એ પૂરી રીતે સ્વસ્થ હોય તોજ જોઈન કરે. આમતો અસ્મિતાની નોકરીની ઘેર બહું જરૂર નહોતી. પ્રકાશભાઇ કેટલીય વાર કહ્યા કરતા શું જરૂર છે તારે એટલે દુર રોજ જવાની! પણ દીકરીના સ્વાભિમાન અને ઈંડીપેંડન્ટ બનવાની જીદ આગળ કઈ બોલતા નહી. છેવટે અસ્મિતાએ રીજોઈન કર્યું. થોડા દિવસ પછી એકવાર ઓમે અસ્મિતાને કેબિનમાં બોલાવી કહ્યું કે ,"આ ફાઇલ તું મિ. અડૂકિયા ની ઑફિસમાં આપી આવીશ? સાગર અને નિશાંત બંને બહાર ગયા છે કામથી! અને મારે પણ મીટિંગ છે નઈ તો હું જ જાત અને એ બે સિવાય અન્ય કોઈ પર પણ વિશ્વાસ ના કરી શકું ." " શ્યોર સર, હું જઈ આવું છું લાવો ફાઇલ." કહીં અસ્મિતા ફાઇલ આપવા નીકળી ગઈ.અંસ્મિતા નેએ જાણી ખુશી થઈ કે એના ઓમ સર ને એની પર વિશ્વાસ છે. અસ્મિતા ફાઇલ આપવા ગઈ ત્યાં તેણે સાગરને જોયો તેને નવાઈ લાગી પણ તેણે ઘણું કામ હોવાથી વધુ વિચાર્યા વગર તે નીકળી ગઈ. અસ્મિતા બહાર નીકળી ઓટો શોધી રહી હતી ત્યાજ તેની નજર પડી, તેણે એક યુવાનને જોયો , પાછળથી જોયો પણ તે ઓળખી ગઈ કે તે આદર્શ છે.. "આદર્શ , આદર્શ તેને બૂમ પાડી તો તે અચાનક પાછળ ફર્યો. તે આદર્શ જ હતો. " અસ્મિતા! તું અહીં? ઑફિસ નથી ગઈ? " " એ જવા દે , તું આટલા દિવસથી કયા છે!? ટ્રેનમાં દેખાતો નથી. વાત શું છે? " પછી આદર્શએ જ કહ્યું તે સાંભળીને અસ્મિતા બે ડગલાં પાછળ ખસી ગઇ!....
  • અભિષેક ત્રિવેદી& હર્ષિલ શાહ