Sajish - 12 in Gujarati Adventure Stories by Tarun Vyas books and stories PDF | સાજીશ - 12

Featured Books
Categories
Share

સાજીશ - 12

સાજીશ (ભાગ-૧૨)

અત્યાર સુધી ...

(મૌલિક સ્નેહા અને આદર્શ ને સાથે જોય છે અને આદર્શ વિશે જાણવા માટે તપાસ કરાવે છે અને ખબર પડી જાય છે કે આદર્શ પોલીસ માં કામ કરે છે. થોડા દિવસ માં આદર્શ અને સ્નેહા ના લગ્ન થાય છે. આ તરફ બોસ મૌલિક ને મળવા આવે છે અને ગુજરાત માં બોંબ બ્લાસ્ટ ની સાજીશ વિશે વાત કરે છે, અને RDX ના

કન્ટેનર ને કંડલા થી મેળવી લેવા નું કહે છે. મૌલિક RDX ના કન્ટેનર ને કંડલા નજીક ગોડાઉન માં છુપાવી ને સાજીશ માટે પ્લાન વિચારે છે ત્યાં જ અચાનક કચ્છના રણોત્સવ માં થનારી સી.એમ. અને પોલીસ કમિશ્નર ની મીટીંગ વિશે ખબર પડે છે, સાજીશ માટે માણસો શોધે છે, અને પાંચ માણસો ને સિલેક્ટ કરે છે પાંચ માંથી એક ને કમિશ્નર ના બદલે મોકલવાનું નક્કી કરે છે.....)

હવે આગળ...

મૌલિક ને પૂરો વિશ્વાસ હતો કે કમિશ્નર ની જગ્યાએ એનો માણસ ત્યાં જશે એટલે કોઈ ને એના પર શંકા નહિ પડે અને એની સાજીશ સફળ થશે. પણ મૌલિક ને એનો આ કોન્ફીડન્સ ભારે પાડવાનો હતો. મૌલિક પૈસા ની તાકાત થી બધા ને ખરીદી ને પોતાનું કામ કરતો આથી એ દરેક માણસ ને બીકાઉ જ સમજતો હતો. પણ હવે એનો સામનો એક એવા ઓફીસર થી થવા જઈ રહ્યો હતો જેના માટે પોતાની ડ્યુટી પોતાની ફેમીલી કરતા પણ આગળ હતી. અને એ હતો આદર્શ. પણ અત્યારે એ શહેર અને રાજ્ય ની બહાર હતો.

આદર્શ ભલે રાજ્ય ની બહાર હતો પણ આદર્શે એક એવા માણસો ની ટીમ બનાવી હતી જે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ રહીને ગુંડાઓ, અને ગેરકાયદેસર કામ કરવા વાળાઓ સાથે રહીને પણ પોલીસ માટે ખબરી નું કામ કરતા. જેના બદલા માં પોલીસ એમને નાનામોટા ગુનાઓ માં પકડાય તો છોડાવતી અને પૈસા પણ આપતી. આવો જ એક ખબરી એક દિવસ પહેલા અમદાવાદ માં દારૂ પીધેલા બે ગુંડાઓ ને વાત કરતા સાંભળે છે. અંદરોઅંદર વાત કરી રહ્યા હતા, એકે કહ્યું કેમ આજે એકલો એકલો દારૂ પીવા આવ્યો છો તારા બે જોડીદાર ક્યા છે. તો મૌલિક ના માણસે કહ્યું, મારા બોસ એક સાજીશ બનાવી રહ્યા છે, જેના માટે અમારા બે સાથીઓ ને કચ્છ લઇ ગાય છે. સાજીશ ? કેવી સાજીશ? પહેલા એ કહ્યું. એતો નથી ખબર પણ આ વખતે મોટો પ્લાન છે બોંબ બ્લાસ્ટ કરવાનો. અને એટલા માટે મારા બે દોસ્તો ને કંડલા લઇ ગયા છે.

બસ આટલું તો ઘણું હતું ખબરી માટે, એના હાથ પર બ્રેકીંગ ન્યુઝ આવી હતી, ફટાફટ એણે ખબર આપવા માટે પોલીસ ઇન્સ્પેકટર જે એને પૈસા આપતા એને ફોન લગાવ્યો અને પૂરી વાત જણાવી, વાત ખૂબ જ સીરીયસ જણાતી હોવાથી તરત જ એ પોલીસ ઓફિસરે ATS ના સીનીયર ને ફોન કરી ને વાત જણાવી. બોંબ બ્લાસ્ટ ની વાત સાંભળી ને એ રાત્રે ફટાફટ ATS ના બે ઓફિસરો ને અરજન્ટ મીટીંગ માટે ઘરે બોલવવામાં આવે છે. રાત્રે બે વાગ્યા ની આસપાસ પૂરી વાત ની ચર્ચા થાય છે અને આગળ શું કરવું એ વિચારે છે. બંને ઓફિસર ખૂબ જ વિશ્વાસ પાત્ર હતા એટલે વાત લીક થવાની કોઈ સંભાવના જ ન હતી. બંને ઓફિસરો ચર્ચા કરી ને આદર્શ ને વાત કરવાનું સીનીયર ને જણાવે છે, આમતો કોઈ આદર્શ ને એના હનીમૂન માં થી પાછો બોલાવા નહોતા માંગતા,પણ વાત ની ગંભીરતા ને લઇ ને સીનીયર ને આદર્શ ની હાજરી હોવી જરૂરી લાગે છે આથી બધા આદર્શ ને રાત્રે ફોન કરવાનું નક્કી કરે છે.

રીંગ વાગે છે, આદર્શ ફોન ને પકડે છે, આદર્શ ફોન પર એના સીનીયર નો ફોન જોઈ ને સફાળો જાગી ને બેઠો થઇ જાય છે, ઘડિયાળ માં જોએ છે તો રાત્રે ૨ વાગ્યા હોય છે. આટલી મોડી રાત્રે કોઈ ઈમરજન્સી હોય તો જ આદર્શ ને ફોન કરતા. આદર્શ ફોન ઉપાડે છે. અને આખી વાત સાંભળે છે અને

“ઓકે સર બસ જેટલા વહેલા મળે એટલી જલ્દી ફલાઈટ લઇ ને પહોચું છુ સર, પણ સર હું પહોચું ત્યાં સુધી મને એ ખબરી અને એણે જે ગુંડાઓ ને વાત કરતા સાંભળ્યા એ આપણી પાસે હાજર જોઇશે.” આદર્શે કહ્યું.

“ઠીક છે હું અત્યારે જ આપણા ઓફિસરો ને મૂકી ને એમને અહી લઇ આવવા કહું છુ.” અને ફોન રાખે છે.

ફોન રાખી ને આદર્શ તરત જ હોટેલ માં પહેલી ફલાઈટ ની ટીકીટ બૂક કરવાનું રીસેપ્શન પર જણાવે છે. ૧૦ મિનીટ માં જ રીસેપ્શન પર થી ફોન આવે છે અને ટીકીટ સવાર ના ૭ વાગ્યાની બૂક થઇ ગઈ છે જણાવે છે. આ તરફ આદર્શ ના સીનીયર બંને ઓફિસરો ને અત્યારે જ અમદાવાદ જઈ ને ખબરી અને ગુંડાઓ ને ઉઠાવી લાવવાનું કહે છે. અમદાવાદ પહોચી ને લોકલ પોલીસ ઓફિસર ની મદદ થી ખબરી અને ત્યારબાદ ગુંડાઓ ને પકડી ને પાછા રાત્રે રાજકોટ આવી જવા નીકળી જાય છે. રાજકોટ પહોચી ને બંને ગુંડાઓ ને લોકઅપ માં પૂરી દે છે. અને પહોચતા પહોચતા ૮ વાગી ગયા હોય છે.

***

સવારે ૬ વાગ્યામાં તો આદર્શ તૈયાર થઇ ગયો હતો, અને સ્નેહા પણ રેડી થઇ રહી હતી. આદર્શે સ્નેહા ને માત્ર આપણે જવું પડશે સર નો હતો એટલું જ જણાવ્યું હતું. અને સ્નેહા પણ વધારે કઈ પૂછ્યા વગર પોતાનો સામાન પેક કરવા લાગી ગઈ હતી, સ્નેહા જાણતી હતી કે આદર્શ નું કામ કેટલું મહત્વ નું છે. અને કોઈ પણ સમયે આદર્શ એના કામ માટે તૈયાર જ હોય છે. સાત વાગ્યાની ફલાઈટ થી આદર્શ રાજકોટ માટે નીકળે છે. સવારે ૧૦ વાગ્યે રાજકોટ પહોચી ચુક્યો હતો. એરપોર્ટ થી સ્નેહા ને ટેક્ષી માં ઘરે જવાનું કહીને આદર્શ ઓફીસ જવા માટે નીકળે છે.

આદર્શ ઓફીસ પહોચે છે. અને ફટાફટ એના બે સાથીઓ ને બોલાવી ને કામે વળગે છે. આદર્શ એક વખત કોઈ કામ હાથમાં લેતો તો પછી એ પૂરું ના થાય ત્યાં સુધી એને શાંતિ થી બેસી શકતો નહિ, એનું મગજ સતત એ કામ માં જ પરોવાયેલું રહેતું અને કામ પૂરું કરી ને જ ચેન પડતો. આવી ટેવ એની ટ્રેનીંગ ના લીધે જ પડી હતી. આદર્શ ફટાફટ પેલા ખબરી ને બોલાવી ને આખીવાત એના મોઢે બોલવાનું કહે છે, ખબરી વિગતવાર વાત જણાવે છે. ત્યારબાદ આદર્શ બંને ગુંડાઓ ને સાજીશ વિશે જણાવા કહે છે, શરુઆતમાં તો બંને કઈ પણ નથી જાણતા એવી હઠ પકડી રાખે છે પણ આખરે ATS ના બને ઓફિસરો ડંડા થી ધોલાઈ કરે છે ત્યારે બને જણાવા માટે તૈયાર થઇ જાય છે, બંને ગુંડાઓ ને અલગ અલગ રૂમ માં બેસાડી ને સ્ટેટમેન્ટ લેવા માં આવે છે, બને જણાવે છે કે સાજીશ ની જગ્યા તો નથી ખબર પણ બોમ્બબ્લાસ્ટ થવાના છે એટલી જ ખબર છે. સાજીશ ની જગ્યા મૌલિક પોતે નક્કી કરવાનો હતો.

બનેના એક સરખા જ સ્ટેટમેન્ટ સાંભળી ને આદર્શ ને એમના પર વિશ્વાસ આવે છે.

“ઠીક છે તો બ્લાસ્ટ નો સામાન ક્યાંથી આવ્યો ને ક્યાં છુપાવ્યો એ જણાવો.” આદર્શે કહ્યું.

“સર એ કંડલા બંદર થી આવવા નું હતું અને અમારો એક માણસ ત્યાં બે દિવસ થી રોકાયેલો છે.” એકે કહ્યું.

ઠીક છે તો ચાલો અમારી સાથે અને તમારા એ સાથીને પકડવામાં મદદ કરો. અને આદર્શ અને બે ઓફિસર મૌલિક ના બે ગુંડાઓ ને લઇ ને કંડલા જવા નીકળે છે.

ક્રમશ...

શું મૌલિક ના ગુંડાઓ ને પકડવામાં આદર્શ સફળ થશે? શું આદર્શ સાજીશ ને નિષ્ફળ કરવામાં સફળ થશે ? જાણવા માટે વાંચતા રહો સાજીશ....

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો....

તરુણ વ્યાસ.

Whatsapp. 9033390507

mail. vyas.tarun@yahoo.com