A Story... Chapter -3 in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | A Story... [ Chapter -3 ]

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

A Story... [ Chapter -3 ]

આગળનો દિવસ એટલે કે સોમવારની સવાર અને સ્કુલ જવાની ઉતાવળ એટલે ઝડપ પણ એટલી જ હોય ને....? ઓહ હા વેલ કહેવાનું રહી ગયું ત્યારે હું પાસેની સ્કુલમાં ધોરણ ૧૨ કોમર્સના છેલ્લા પડાવમાં હતો. પરીક્ષાઓ પણ હવે નજીકમાં જ હતી. પણ પાછલા દિવસથી જ એને જોયા પછી કોઈ વર્ષોની જૂની યાદોની જેમ એના વિચારો જ ત્યારે પણ મારા મનમાં આમ તેમ ભટકતા અને દોડતા હતા. જાણે દરેક સ્થાને મારી આંખો એજ ચહેરાને નિહાળતી હોય તેમ સ્થગિત થઇ જતી હતી. એ વાત પણ છે કે, જીવનમાં એવા ઘણા પ્રસંગો આવતા જ હોય છે, કે જે વ્યક્તિના માનસિક પટલ પર પોતાની ઊંડી છાપ છોડી જતા હોય છે. કદાચ, આ મારા જીવનનો એજ પ્રસંગ હોય એવું મને લાગ્યું અને એક ચહેરો મારા વિચારોમાં સંપૂર્ણ પણે છવાઈ ગયો. આ ચહેરો એનો ન હતો પણ, એનો આભાસ એના રૂપ અને અહેસાસ કરતા જરાય નોખો પણ ના હતો. શા માટે...? મને આજ ચહેરો પાછલા એકાદ વર્ષથી દેખાતો, અનુભવતો અને તડપાવતો પણ હતો? મારું મન કેટલાય સવાલો કરતુ હતું પણ એના કોઈ જવાબ ના હતા. આ મારા જીવનમાં કદાચ એવી બીજી વિલક્ષણ ક્ષણો હતી, જ્યારે કોઈ ચહેરો અને કોઈનું અસ્તિત્વ મારા પર આટલી હદે હાવી થઇ રહ્યું હતું. જ્યારે અને જે પળથી મેં એને જોઈ હતી એ ચહેરો મારા દિલ અને દિમાગમાં વાગોળાતો હતો. અને પહેલાથી તાડપાવતા ચહેરાનો અસ્પષ્ટ આકાર અને આ સ્પષ્ટ વિકાર બંને જાણે એકમેકમાં ભળીને દિલના ઊંડાણમાં ધડકી ઉઠતા હતા. એની લાગણીઓ મીઠી હતી પણ એ કડીઓ મને પરેશાન કરતી હતી આ બે વચ્ચેનો સબંધ મને એ દિવસોમાં સતાવતો હતો. એનો જવાબ મારે શોધવો હતો અને કદાચ એ જવાબ આ ચહેરા પાછળનો અહેસાસ મને કરાવી શકે એવી એક આશા હતી. દિલનો ઉછળાટ મનને બેજાન કરી મુકે છે એવું મેં ઘણીવાર સાંભળેલું, પણ એ દિવસોમાં કદાચ સમજાયું પણ હતું. છેલ્લા બારેક કલાકમાં મારામાં આવેલો બદલાવ મારા માટે વિચિત્ર હતો. પેલો આછો ચહેરો વારંવાર હૈયાના ઊંડાણમાં ઉદભવતા ચહેરા સાથે મળતો અનુભવી શકાતો હતો. સાવ જાણે કે એક સપના જેવુ લાગવા લાગ્યું હતું. ઘણીવાર ફિલ્મમાં જોઈએ જ છીએ કે સપનામાં દેખાતી સપનાની રાણી વાસ્તવિકતામાં મળી આવે, બસ કઈક એવુજ પણ આ વાસ્તવિક જીવનમાં, મને એટલુ જ અશક્ય પણ લાગતુ હતું.

“દેખાતું નથી આંધળો છે...?” અચાનક આવેલો એ કોયલના ટહુકા જેવો સ્પષ્ટ અવાજ મોટો થઇ જાણે મારી કલ્પનાની દુનિયામાં પડઘાયો અને મારી કલ્પનની કડીઓ જાણે કે વિખેરાઈ ગઈ. સાઈકલની બ્રેકતો મારા હાથમાં જ હતી, પણ આ અચાનક રચાતી વિચારોની મેટ્રો કદાચ કંટ્રોલ વિના દોડતી હતી. હમેશની જેમ વર્તમાન સપના અને કલ્પનાઓના ભાવો કરતા સદંતર વિરોધાભાસી દ્રશ્યો ઉપજાવનારો જ હોય છે. કઈક એવુ જ બન્યું હતું, મારી નઝર જ્યા પડી ત્યાજ સ્થિર થઇ ગઈ. હું જ્યાં ઉભો હતો ત્યાંથી બે હાથના અંતર માત્ર, એટલે કે ફક્ત લાંબા હાથ વડે જ હું એને સ્પર્શી શકું મારી એટલી જ દુર એ ચહેરો હતો. જેને ક્ષણેકભર પહેલા જ મેં કલ્પના સૃષ્ટિમાં વાગોળાતો અનુભવ્યો હતો. મારા સ્મરણોમાં, યાદોમાં અને વિચારોમાં કાલથી અત્યાર સુધી માત્ર આજ ચહેરો એ વર્ષ પહેલાથી પડઘાતા આછા ચહેરમાં ભળતો અનુભવાતો હતો.

એ હજુ મારા એટલા જ નજીક હતી. મારી નઝર ઉપરથી નીચે સુધી એના પર ફરી ચુકી હતી. એનો સફેદ અને આછો આસમાની ડ્રેસ સહેજ કાદવમાં ખરડાયેલો હતો. જે જોતા મને એ સમજાયું હતું કે એ સાઇકલથી જ અથડાઈને પટકાઈ હશે અને એના કપડા બગડ્યા હશે. હું તેમ છતાં એના ચહેરા અને એની આંખોને જ જોઈ રહ્યો હતો એના ચહેરા પરનો ગુસ્સો મને લગભગ અનુભવાતો હતો તેમ છતાય એના ડ્રેસ પર પડેલા કીચડના દાગ કરતા એના ગુસ્સાનો તાગ કાઢવો ત્યારે મને મુશ્કેલ લાગતો હતો. મારી નઝર હજુય એના પર સ્થિર કેમ અને શા માટે હતી, એ હું આજ સુધી સમજી શક્યો નથી, પણ એના ઊંચા નીચા થતા હોઠ અને એમાંથી નીકળતા શબ્દો મને એના સ્વરૂપ સામે ફિક્કા પડતા દેખાઈ રહ્યા હતા. હું જાણે બેજાન બુથની જેમ ત્યાં ઉભો હતો અને મારી આંખો એના પર સ્થિર હતી. મન શૂન્ય અને દિલ ભેકાર સુન્ન્તામાં વીંટળાઈ વળ્યું હતું. શા માટે હું એના વાતકડા સાંભળતો હતો? અને શા માટે એને જોયા કરતો હતો એ મને સમજાતું જ ના હતું. એનો દેખાવ, રૂપ અને આકાર સામાન્ય હતા બસ એની આંખોની ગહેરાઈ એ સમયે મને જાણે સાતેય મહાસાગરને ડુબાવે એટલી રૂહાની અને આનંદદાયક લાગતી હતી.

“સાવ પાગલ જ છે...” કદાચ એ વધુ બોલવાની હતી પણ મારા ચહેરાના ભાવ જોઈ એ જડવત રોકાઈ હતી. એના આટલા શબ્દો મેં સાંભળ્યા, મારું મન એને સંભળાવી દેવાનું પણ મનોમન નક્કી કરી ચુક્યું હતું. હું બોલી જવાનો જ હતો પણ મારા શબ્દો મારો સાથ આપતા ના હતા. મારા હોઠ જાણે એના હાવભાવ જોયા બાદ સિવાઈ ગયા હતા, અને હું કઈ બોલી શકું એ પહેલા તો એ ત્યાંથી નીકળી પણ ગઈ હતી. બે ટ્રક સાથે અડક્યા વગર નીકળી શકે એવી પહોળી શેરીમાં એ મારી હાડોહાડ પાસેથી પસાર થઇ ગઈ. એને પ્રથમ મુલાકાત ગણાય કે અકસ્માત એ મને હજુય સમજાતું ના હતું પણ એનો અવાજ, આંખોની ગહેરાઈ, ચહેરો બધુજ મને પેલા અસ્પષ્ટ ચહેરા સાથે તાલમેલ સાધતું જણાતું હતું. કદાચ કેટલાય વર્ષોથી હું માત્ર એની પ્રતીક્ષામાં જ હોઉં એવો વિચિત્ર અહેસાસ મને થઇ રહ્યો હતો. એવું કેવી રીતે બની શકે એ હજુય મને સમજાતું ન હતું. આ કોઈ ફિલ્મની સ્ક્રીપ્ટ તો છે નહિ કે મને મારો કોઈ પુનરજન્મનો પ્રેમ પાછો મળે, તેમ છતાં મારું દિલ શા માટે એવા વિચિત્ર અનુભવોનો મને આભાસ કરાવતું હતું એ મારા માટે મૂંઝવણ બની ચુકી હતી.

મેં સાંભળ્યું છે કે પ્રેમ આંધળો હોય છે પણ આ આજનો અકસ્માત પ્રેમનો તો ના જ હતો એતો મારી કલ્પના સૃષ્ટિનું આકસ્મિક અંત દર્શાવતું ચિત્ર હતું. પણ પ્રેમ સાચેજ વર્તમાન અને ભૂતકાળને ભુલાવનારો હોય અને ભવિષ્યના સપનામાં ખોવાઈ જનારો પણ... એ હાલજ મારી સામે આવી હતી વાસ્વીક્તામાં! પણ ત્યારે કદાચ હું સપનામાં હતો અને સોંદર્યના નશામાં પણ... હા, એની આંખોના સાગરમાંથી ઝપાટાભેર ઉછળતા મોઝાઓના અને એની રૂપમોહીનીના માયાજાળના નશામાં... પણ, શા માટે કોઈ ચહેરો દિલને આટલી હદે ગમી જતો હશે એ હું હજુય સમજી શકતો ના હતો ત્યારે કદાચ... એ નઈ...? એણે મને ઘણું ખરું સંભળાવ્યું હશે એ મને પાછળથી સમજાયું. એના ફરકતા હોઠ, શબ્દોના સુર, બદલાતા હાવભાવ, આંખોની કાજળ, અને ભાવનાની ગહેરાઈ મને એ સમયે જાણે સમયના બંધનોના પાર ધકેલી રહી હતી અને હું કદાચ... ધકેલાતો હતો... પણ...

***

મને એ વખતે એવો કોઈ ખ્યાલ આવી પણ ન શક્યો કે આમ ઓચિંતા જ જીવનના વહેતા પ્રવાહો અચાનક કઈ રીતે બદલાઈ જતા હશે. સામાન્ય રીતે મારે એ વિચારવું પણ ન હતું, અને હું આ બધું વિચારું પણ શા માટે...? આજ પહેલા પણ મેં એના સીવાયની ઘણી બધી છોકરીઓ જોઈ હતી. છતાય આ સામાન્ય છોકરીની એ નજર મારા પર અસામાન્ય અસરો સર્જી ગઈ હતી. દિવસથી રાતનો આખા દિવસનો સમય એના વિચારમાં ખોવાઈને મને આહલાદક અને આનંદ દાયક લાગવા લાગ્યો હતો, કદાચ એ પણ આવુ જ કંઈક ઇચ્છતી હોય એમ મારા મનસપટ પર છવાયેલી રહેતી હતી. કુદરતની કરામત અને માણસાઈની મિલાવટ બંનેના મિશ્રણનું પ્રતીક અને ભાવનાનો બહાવ એટલે જ પ્રેમ એવું મને ત્યારે અનુભવાયુ. એ પળ જાણે મારા જીવનનો યાદગાર વળાંક બની ગઈ હોય એવું મને લાગવા લાગ્યું હતું. આમ, એકાએક, અચાનક અને પળવારમાં શું થયું એ જાણે સ્વીકારવામાં પણ ના આવી શકે, એવી જ રીતે બધું બની રહ્યું હતું. મારી સ્થિતિનો કચાશ કાઢવામાં મને ઘણો સમય લાગી ગયો તેમ છતાં સમજવા કરતા સ્મરણોમાં થતો વધારો મેં અનુભવ્યો, ફરી એક વાર એજ ચહેરો... આંખો અને હાવભાવ મારા વિચારમાં જીવંત બની જતા હતા જાણે ત્યાજ શરૂઆત હોય અને અંત પણ.

પ્રેમ પણ કદાચ આવી વિચિત્ર અને ગાંડી લાગણીઓનો ઉભરતો પરપોટો જ છે. જ્યારે તમે કોઈકને જોયા કરો, એકાંતમાં એકલા એકલા હસ્યા કરો, હર પળ ક્યાંક ખોવાયેલા રહો, દુનિયા આખી તમને દુશ્મન હોય એવું લાગવા લાગે, પણ એનો સાથ સુખ આપનારો લાગે એના ચહેરામાં ઈશ્વરીય તત્વ દેખાય (અહા... તુજમે રબ દિખાતા હે, યારા મેં ક્યાં કરું... એ સોંગ કદાચ મારા હાલાત પરથી બનાવાયું હશે...), દરેક વાત દિલ ખોલીને એને કહેવાનું મન થાય, દરેક પળ સાથે રહેવાનું અને દિલની દુનિયામાં પ્રેમના રંગે રંગાઇ એને પણ સાથે ડુબાડી દેવાનું મન થાય... હા કંઈક આવીજ હાલત હશે, એ દિવસે... અને એ દિવસોમાં...

લગભગ ત્રણેક દિવસ આમ જ વીતી ગયા. મારે રોજ આમ જ એને વિચાર્યા કરવું પડે અને એ નજર સમક્ષ આવે પણ નહિ. કહેવાય છે જે વસ્તુની તમે ઈચ્છા કરો એ તમારાથી દૂર થઈ જતી હોય છે એનું કારણ, એના પ્રત્યેની તમારી તડપ જવાબદાર હોય છે. કારણ કે આજ પેલા મને એના આવવા કે જવાનો કદી વિચાર આવતો જ ન હતો. એ હજુ આ સોસાયટીમાં નવી હતી લગભગ પાંચેક દિવસ પહેલા એણે અમારા પુષ્પકુંજમાં આગમન કરેલું અને મારા વિચારોમાં પણ. એનો ઘર નંબર ૨૪B હતો અને મારો ૧૨A આજ પણ મને યાદ છે, કે જેનો સરવાળો ૩૬ થતો હતો એજ કદાચ અમારા વિસ્ફોટક સંબંધોની સાબિતી આપતો આંકડો હતો.

હું પછીથી રોજ એ જ્યાં મને અથડાઈ હતી ત્યા રોકાતો, એને વિચારતો, હસતો અને પછી સ્કુલ જવા નીકળી જતો હતો. ખરેખર એ દિવસોમાં હું એકદમથી બદલાઈ ચુક્યો હતો. મારે છેવટે આ વાત મારા એક ફ્રેન્ડ સાથે કરવી જ પડી. કરવી જ પડી એટલે કહું છું કારણ કે, કોઈ પણ વાતને કોઈને કહ્યા વગર મનમાં લાંબો સમય સંગ્રહી રાખવી અઘરી વાત છે. અને દરેક મિત્રોની જેમ એણે મને જે કહ્યું એ સામાન્ય બાબત લાગે એવી હતી “વિમલ... ભાઈ તું તો ગયો... તારા દિલમાં મહોબતે ના જેમ વયોલીનના સુર પ્રગટ્વા લાગ્યા છે જેમ બને એમ એને પૂછી જ લે.” આ જવાબ મને કયા આધારે એના દ્વારા મળ્યો એ મને આજ સુધી નથી સમજાયું. તમે માનશો એને તો મેં એ છોકરી વિષે કઈ કહ્યું જ ન હતું. બસ મેં તો મારા મનમાં ઉદભવતી લાગણીઓ વિષે જ એને વાત કરી હતી.

ખરેખર મેં ઘણા મુવીમાં જોયું હતું કે પ્રથમ નજરે પ્રેમ થઇ જાય પણ, મને એ વાત જરાય માન્યામાં આવી શકતી જ ના હતી. અને હા જ્યારે મને આ બધું અનુભવાયુ ત્યારે પણ આ વાત મને માની લેવી યોગ્ય તો ન જ લાગી. એને જોવાનું મન થવું એટલે પ્રેમ એ વસ્તુ હજુય મને અધૂરી લાગતી હતી. કદાચ એ મને ગમવા લાગી હતી પણ કેમ...? એનો જવાબ મારી પાસે ન હતો કદાચ ત્યારે... પણ હજુય વાસ્તવિક્તા તો એટલી જ કે મારે એ જાણવું હતું કે કેમ એ મને ગમતી હશે. શા માટે મારા દિલમાં એના માટે આવા વિચારો ઊપજી રહ્યા હશે અને શા માટે હું સતત એની કલ્પનામાં ખોવાયેલો રહેતો હોઈશ.

લગભગ પંદર દિવસ આવીજ વિચિત્ર ઉલઝનોમાં વીત્યા અને હું બસ ખોવાયેલો રહ્યો હતો. મનમાં એક બેચેની હતી દિલના ઊંડાણમાં કેટલીક હિલોળે ચડેલી અને આંખોના ઊંડાણમાં ઉદભવતો આકાર જે મને એની યાદ આપાવતો અને ફરી ફરી એ મારી સામે છતો કરી દેતો હતો. હું પાછલા દિવસોથી સાવ બદલાઈ ગયો હતો. પણ એને કઈ પણ પૂછી શકવાની મારામાં હિમ્મત ના હતી. પ્રથમ વખત ત્યારે મને જાણે એકલાપણાની લાગણી સતાવવા લાગી હતી અને દિલના ઊંડાણમાં મચેલી હલચલ મારા પર હાવી થઇ રહી હતી. સાચું કહો તો એ દિવસોમાં જો મેં પેન અને પુસ્તકો ઉપાડ્યા હોત તો મારી લાગણીઓ ને લખવા આખું પુસ્તકાલય પણ ખૂટી પડ્યું હોત.

કદાચ મારે આ સમયે કોઈકની જરૂર હતી જેને હું મારા દિલના સવાલો ખુલીને કરી શકું. મારા મનની મૂંઝવણ કહી શકું. આજ પ્રથમ વખત મારો એકાંત મને કોરી ખાવા દોડતો હતો, જે વર્ષોથી મારી સાથે જ હતો. લગભગ ત્યારે મારી ઉમર સત્તરેક વર્ષની હતી લેખકની ભાષામાં કહું તો હું યુવાનીના ઉંબરે હતો અને મારી સામે વિશાળ બંને હાથ ખુલ્લા કરીને પણ એમાં ના સમાવી શકાય એવું ખુલ્લું આકાશ હતું. કદાચ આ દુનિયા અને માત્ર હું બસ અમે બંને કદાચ એકલા હતા અથવા હું એકલો... કહેવાય છે દરેક ના જીવનમાં એનો પરિવાર મુખ્ય આધાર હોય છે પણ મારા કિસ્સામાં એ મને તદ્દન વિરોધાભાસી લાગતું હતું.

મારી પાસે પૈસા હતા અને પરિવાર પણ હતો, બસ કમી હતી મને સમજનાર વ્યક્તિની, મારો હાથ પકડી સાથે ચાલનારની, મને મુશ્કેલીમાં એમ કહેનાર ની “કે તું ચિંતા ના કર હું સાથે છું”, મારા માટે ખભો ઘરનારની, મારા લાગણીઓના ઉભરાને શાંત પાડનારની, મારા ઉમળકાઓને વધાવી લેનારની, હળવું આલિંગન આપનારની અને ખાસ કરી મને દિલથી ચાહનાર અને સમજનારની, હા મારી પાસે અઢળક રૂપિયા હતા અને બધા પાસે હોય એવો પરિવાર પણ તેમ છતાંય કંઈક હમેશાં ખૂટતું એમાં. મારી ભાવનાની કદર કરનાર, મારા સપનાને સમજનાર, મને હૂંફ અને પ્રેમ આપનારની કમી ખૂંચતી હતી મને... આ વહેતી લાગણી અને ભાવનાઓના ઉઠતા વંટોળમાં હું કદાચ એકલો હતો એટલા માટે નઈ કે મારા પ્રેમની વાત કરું. એટલા માટે કે મને સહારાની જરૂર હતી મારા દિલમાં ઉઠતા સવાલો પૂછવા હતા, કે આવું કેમ...? આજ પણ એ દિવસ જેવી જ સ્થિતિમાં હોવા છતાં હું કઈ જ કરી શકતો નથી...

“તમે કદાચ હજુય મુદ્દાની વાત પર આવ્યા નથી...?” મેં લાંબો સમય એને સાંભળ્યા પછી પૂછી લીધું એ એની વાતો અને એની ભૂતકાળની દુનિયામાં ડૂબેલો હતો. કદાચ લોકો કેમ પ્રેમમાં આ રીતે ખોવાઈ જતા હશે મને એ સમજાતુજ નાં હતું પણ હા અનુભવની દ્રષ્ટી મને એ ચિત્રપટની જેમ દેખી શકાયું હતું. જ્યારે સન સેટ પોઇન્ટ પર આકાશના ખુલ્લા પટ માં દેખાતો એ ચહેરો મને કદાચ પોતાની તરફ ખેંચતો હતો. ‘હા કદાચ એજ આકર્ષણ... હા આ એવુંજ કઈક હશે...’

“ઓહ સોરી ચાલો... હું પ્રથમ મુલાકાત થી વાત શરુ કરું.” એણે મને ફરી વાર કહ્યું અને જાણે તૈયારી કરતો હોય એમ ફરીવાર બીયરનો ગ્લાસ ભર્યો. એણે આ કદાચ અત્યારે ત્રીજો ગ્લાસ ભરીને હોઠે લગાડ્યો હતો.

લેખક – સુલતાન સિંહ

+91-૯૯૦૪૧૮૫૦૦૭

આપના અમુલ્ય પ્રતિભાવો જરૂર જણાવશો...