Agamcheti - 2 in Gujarati Short Stories by Nruti Shah books and stories PDF | અગમચેતી-2

Featured Books
Categories
Share

અગમચેતી-2

અગમચેતી

ભાગ-2

આ વાર્તાના પહેલા ભાગમાં તમે વાંચ્યું કે મોસમ ચતુર્વેદી એક નવી જ એપોઇન્ટ થયેલી ફોરેસ્ટ ઓફિસર છે જે રતનપુરમાં આવી છે.તે એક ખુબસુરત,આત્મવિશ્વાસથી ભરપુર સ્ત્રી છે.તેને મળવા ત્યાનો હોનહાર ઇન્સ્પેક્ટર રાજન અગ્નિહોત્રી આવે છે અને પહેલી મુલાકાતમાં જ બંને ને એકબીજા માટે થોડો લગાવ થઇ જાય છે.કોઈ અગમ્ય કારણોસર રાજનના હાથપગ કોઈ ધીમા સંગીતના તાલે હાલે છે જ્યારે મોસમ તેના ઘરમાં ધમાકેદાર મ્યુઝીકના તાલે નાચતી હોય છે.રાજન મોસમના ઘરે પોતાનો ફોન ભૂલી ગયા હોય છે અને મોસમનો ફોન તેમની સાથે....તે મોસમનો ફોન પાછો આપવા અને પોતાનો ફોન લેવા જયારે રેવાસદન, જે મોસમનું ઘર છે ત્યાં જાય છે ત્યારે અંદરથી મોટા અવાજે મોસમ ગાઈ અને નાચી રહી હોય છે..તેઓ ડોરબેલ દબાવે છે અને એક મિનીટ પછી..

હવે વાંચો આગળ..

ઇન્સ્પેક્ટર રાજને ડોરબેલ દાબી.બે-ત્રણ વાર ડોરબેલના રણકાર પછી દરવાજો ખુલ્યો, તો સામે પરસેવે રેબઝેબ મોસમ થોડી અકળાઈને ઉભી હતી.

રાજનને જોઇને ફરી તેનું હૃદય એક ધબકારો ચુકી ગયું.રાજન પણ થોથવાઈ ગયો.તેને શું બોલવું તે સમજ જ ના પડી.તેણે મોસમનો ફોન હાથમાં રાખીને પોતાનો હાથ આગળ ધર્યો.મોસમ સમજી ગઈ,”ઓહ!!ભૂલથી તમારી પાસે મારો ફોન આવી ગયો લાગે છે, થેન્ક્સ..”

રાજન,”અને મારો ફોન તમારી પાસે હશે મેડમ જરા ચેક કરી જુઓ .”

મોસમે જોયું તો રાજનનો ફોન હજી ટેબલ પર જ હતો, ફોન લઈને ઝડપથી રાજન નીકળી ગયો.અને મોસમ ફરી પાછી ટીવી સામે ગોઠવાઈ ગઈ..

આ બાજુ રાજન હવે સીધો પોતાના બંગલે પહોચ્યો.તે થોડો ટેન્શનમાં હતો.તેને સમજણ ના પડી કે આ બધું શું હતું? તે જમીને તેના સોફા પર આડો પડ્યો અને મોસમ વિષે વિચારવા લાગ્યો.અચાનક તેના હાથ આમથી તેમ હલવા લાગ્યા અને આંગળીઓ ઊંચીનીચી થવા લાગ્યા.તે મોં ધોવા બેસીન પાસે ગયો તો ત્યારે પણ તેની આંગળીઓ તાલબધ્ધ રીતે હલવા લાગી.હવે તેને કંઈક ડાઉટ ગયો કે જયારે જ્યારે મોસમ વિષે વિચારતો ત્યારે તેનું માથું, હાથ અને પગ અલગ રીતે ધીમા ધીમા હલતા..

આ બાજુ મોસમ તે વખતે પોતાનો પિયાનો વગાડી રહી હતી.તે તેની ધૂનમાં એક પછી એક ગીતો ગાતી અને વગાડતી જતી હતી.તેને પણ થોડા અજીબ અનુભવ થવા લાગ્યા.જેમ કે તે બેઠી હોય ને અચાનક તેનો એક પગ જોરથી હાલે અને તે ચોંકી જતી. તેના હાથ પણ કોઈ વાર ધીમેથી થોડા ઊંચા નીચા થતા.તે વિચારતી કે આમ થવાનું કારણ શું?

રાતના સાડા ત્રણ નો સમય હતો,મોસમની આંખ અચાનક ખુલી ગઈ. તેને નવાઈ લાગી કે કોઈ જ કારણ વગર તે અચાનક કેમ જાગી ગઈ?તે થોડી ડરી ગઈ કારણ કે નવું ઘર, નવી જગ્યા અને નવા લોકો—તો તેને સાવચેતી રાખીને રહેવાની જરૂર હતી.

તે ઉભી થઈને આંટા મારવા લાગી.વિચારવા લાગી કે કોઈ તેનું અત્યંત નજીકનું યાદ કરી રહ્યું છે.તેણે તેના અંકલને અને મોહિતને ફોન કરી જોયા, બધું બરાબર હતું.પણ તેને એવી ખબર ના પડી કે તેને યાદ કરનાર બીજું કોઈ નહિ ખુદ ઇન્સ્પેક્ટર રાજન હતા.તે પોતાના ઘરે એક મોટી આરામખુરશીમાં બેઠા બેઠા સિગારેટ સળગાવીને મ્યુઝીક પ્લેયરમાં ધીમું સંગીત સાંભળી રહ્યા હતા.આ તેમનો રોજનો ક્રમ હતો.તેમેને અનીન્દ્રાની બીમારી છેલ્લા ચારેક વર્ષથી હતી.તે રોજ રાત્રે એક સિગારેટ પીતા અને જુના કિશોરકુમારના ગીતો સાંભળતા હતા.એમ જ બેઠા બેઠા કોઈ વાર આંખ મીંચાઈ જતી તો સવાર પડી જતી નહીતર એમ જ વિચારોમાં ખોવાઈ જતા.

તેમેણે આજનો આખો દિવસ મોસમ વિષે વિચારવામાં જ પસાર કર્યો હતો.અને અત્યારે પણ તે તેના વિષે જ વિચારતા હતા...આમ ને આમ એકાદ કલાક પસાર થઇ ગયો અને તેમની આંખો મળી ગઈ.તેમને એક વિચિત્ર સપનું જોયું.તેમના હાથમાં એક ઘવાયેલી સ્ત્રી હતી જેણે સફેદ વસ્ત્રો પહેર્યા હતા અને તેના પેટમાંથી લોહી નીકળતું હતું.રાજન તેને લઈને દોડી રહ્યા હતા.આવું વિચિત્ર સપનું જોઇને રાજન વ્યાકુળ બની ગયા અને આમતેમ આંટા મારવા લાગ્યા.

આ બાજુ મોસમ ફરીથી સુઈ ગઈ.સવારે જ્યારે તે જાગી ત્યારે થોડી ફ્રેશ હતી.તેના મનમાં થોડો ઉચાટ હતો અને તે નટુકાકાને કહેવા લાગી,”કાકા, તમને આ મકાનમાં કોઈ અલગ અનુભવો થયા છે?મને કાલે રાત્રે સરખી ઊંઘ નથી આવી અને ખબર નહિ કેમ બેચેની થતી હતી.”

“ના બેન, હું તો છેલ્લા પચ્ચીસ વર્ષોથી આ રેવાસાદનમાં રહું છું, મને તો કોઈ એવા અનુભવો થયા નથી.”

મોસમ,”ઓકે,હવે જુઓ, આજે મારે રતનપુરમાં થોડું ફરવું છે,નવી જગ્યાઓ જોવી છે,મારે એક ગાડી જોઇશે. કોઈ વ્યવસ્થા થાય એવી હોય તો કરો પ્લીઝ.”

નટુકાકા,”હાં, હા, કેમ નહિ?ગાડીની વ્યવસ્થા થઇ જશે.મેડમ,તમારા પહેલા જે શર્મા સાહેબ હતા તે સર્વે માટે ગાડીમાં જ જતા હતા.તો તેમનો ડ્રાઈવર જીતુ આપણો ઓળખીતો જ છે.હું ફોન કરી દઉં છું અને...”

“10 વાગ્યે..”

“ok બેન..”

મોસમ શાર્પ દસ વાગ્યે રેડી થઇ ગઈ. સવા દસે એક વ્હાઈટ કલરની ટેક્ષી ઈન્ડીકા,ડ્રાઈવર જીતુકુમાર સાથે હાજર હતી.જીતુને જોતા જ મોસમને કંઈક અજુગતું લાગ્યું.મોમાં પાન મસાલા ચાવતા ચાવતા તે મોસમને કોઈ નવા પ્રાણીની જેમ ઘૂરી રહ્યો હતો.તે જોઇને મોસમને થોડી ચીડ ચઢી.”જીતુભાઈ ચાલો જઈશું ? નટુકાકા તમે પણ ચાલો.”

ત્રણેની સવારી રતનપુર ભ્રમણ કરવા નીકળી પડી. જીતું ગાડી ઠીકઠાક ચલાવતો હતો. તે લોકોએ પહેલા માર્કેટ જોયું,એકાદ-બે મોલ્સ અને મલ્ટીપ્લેક્ષની શાન જોવા મળી, મોટું ગાર્ડન જોયું,મોસમે તેની ઓફીસ જોઈ અને છેલ્લે પાછા વળતા ગામથી થોડે દૂર એક મંદિર અને આશ્રમ આવેલા હતા તે જોવા નટુકાકાના આગ્રહને વશ થઈને તે ગઈ.અંદર સારી એવી વિશાળ જગ્યામાં નાની નાની ઓરડીઓ હતી અને વચ્ચે બે માળનું સફેદ વિશાલ મકાન હતું:જે સ્વામી સમર્થાનન્દ્જીનો આશ્રમ હતો.સ્વામી મોસમને જોતાજ થોડા ચમક્યા પછી સ્વસ્થ થઈને બોલ્યા,”આવી ગયા તમે? બહુ સારું કર્યું,પણ હવે સાચવીને રહેજો..”એમ કહી પ્રસાદ આપ્યો.પહેલા નટુકાકા પગે લાગ્યા પછી મોસમ પણ અનાયાસે જ પગે પડી,તેને થોડું અચરજ લાગ્યું.પણ ત્યાં બેઠા પછી થોડી શાંતિ લાગી.ત્યાંથી પછી તેઓ સીધા જ રેવાસદન પહોચી ગયા.

મોસમના મનની બેચેની અને થોડી વારે સહેજ હાલતા હાથ અને પગ તે તો ચાલુ જ હતું.તેણે આ વિષે કોઈને વાત કરવાનું વિચાર્યું,પણ કોને કરે? તેને તેનો કઝીન યાદ આવ્યો. તેણે તરત જ ફોન જોડ્યો,” હાય મોહિત કેમ છે?”

થોડી ઔપચારિક વાતો પછી તેણે તેની ચિંતા વ્યક્ત કરી,”મોહિત, સમથીંગ રોંગ વિથ મી.”

“મોસમ, ડોન્ટ વરી,નવી જગ્યા છે, નવા લોકો છે,અને તું એકલી છે.એવું લાગે તો ત્યાના ડોક્ટરને મળીને બોડી ચેકપ કરાવી લે.”

“ઓહ થેન્ક્સ મોહિત,હું આજે સાંજે જ જઈ આવું.ચલ બાય.”

મોસમે નટુકાકાને પૂછીને ત્યાંના એક જાણીતા ફીઝીશીયન ડોક્ટર મહેરાની સાંજની અપોઇન્ટમેન્ટ લઇ લીધી.

હવે તે થોડી હળવાશ અનુભવવા લાગી.

આ બાજુ રાજન પણ થોડા નર્વસ હતા અને ડોક્ટરને મળવા જવાનું વિચારતા હતા,ડોક્ટર મહેરાને જ કે જે તેમના ખાસ મિત્ર પણ હતા.

સાંજે મોસમ જેવી ડોક્ટરની કલીનીકમાં એન્ટર થઇ તેવાજ રાજનની જીપ પણ આવી પહોચી. રાજનને ઘણી નવાઈ લાગી.પહેલા મોસમ અંદર ગઈ અને બેઝીક ઇન્ફોર્મેશન આપ્યા પછી સીધો જ સવાલ કર્યો કે મને અહી આવ્યા પછી કૈક અનઇઝીનેસ લાગે છે.ડોકટરે ચેકઅપ કર્યું પછી ફોર્માલીટી પૂરી કર્યા પછી શાંતિથી બેસવા કહ્યું.મોસમ વિચારી રહી કે શું યે હશે.

ડોક્ટર મહેરા,”જુઓ,મેડમ તમે અહી નવી જગ્યા અને નવા વાતાવરણમાં આવ્યા છો તો થોડી એક્સાઈટનેસ અને થોડી એન્ઝાઈટી જેવું લાગે છે.પુરતી ઊંઘ લેશો અને પ્રવાહી વધુ લેશો તો બે-ત્રણ દિવસમાં બધું ok થઇ જશે.”મોસમના મનનું સમાધાન તો ના થયું પણ તેણે મહેરા સાહેબની વાત પર ભરોસો રાખીને મન મનાવ્યું અને આભાર વ્યક્ત કરીને બહાર આવી,”ઓહો તમે અહિયાં પણ?”રાજનને જોઇને મોસમ બોલી ઉઠી,

“કેમ નહિ?આજે હું ડીનર માટે તમને મારી સાથે ઇનવાઈટ કરી શકું છું?”

મોસમ હસીને,”સોરી સર, હું અજ્નબીઓ સાથે ડીનર પર જતી નથી.થેન્ક્સ..”

“મેડમ,અજનબીઓ એક કે બે મુલાકાતોમાં પોતાના બની શકે છે ખેર મિસ ચતુર્વેદી, સી યુ લેટર..”

મોસમ સડસડાટ બહાર નીકળી ગઈ અને સીધી ઘરે પહોંચી.

આ બાજુ ઇન્સ્પેક્ટર રાજન અને મોસમની એક જેવી જ ફરિયાદ સાંભળીને ડોક્ટર મહેરા નવાઈમાં પડી ગયા.વધુ અચરજ તો તેમને ત્યાં થયું કે જ્યારે રાજન અને મોસમ ની નાડીના ધબકારા એક જેવા જ અને એક જ રીધમમાં ધડકતા હતા.તેઓ કશું બોલ્યા નહિ પણ વિચારમાં પડી ગયા કે આવો કેસ હજારમાં એકાદ જ હોઈ શકે છે..

રાજન,”શું થયું દોસ્ત?શું વિચારે છે ?જલ્દી કહે કે મને કયો રોગ છે અને ક્યારે મટશે?”

શું કહ્યું ડોક્ટર મહેરા એ તે આગળના ભાગમા....

---By Nruti Only…