Chetjo Manushya in Gujarati Short Stories by Sonal Gosalia books and stories PDF | ચેતજો મનુષ્ય

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

ચેતજો મનુષ્ય

નવલિકા

ચેતજો મનુષ્ય

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


“ ચેતજો મનુષ્ય ”

“ખળખળ વહેતી નદીમાંથી પાણી ભરવું હોય તો નમવું પડશે. પાણી ભરાય પછી ટટ્ટાર થવું પણ પડશે.”

જેનું હદય નમ્ર છે એને સત વાતનું જળ સિંચન પણ થાય છે. ત્યારે ઇશ્વર એને ચેતવે છે કે “જીવ તું ભવ્ય છે અને માટે જ જાગૃત થા ને રહેજે. કયાંક મોહ પાછલા બારણેથી આવીને માયા ને લોભની બારીઓ ના ખોલી નાખે. તારા શુદ્ધ મનને જરાય ના ડગાવતો. જાગૃત થા ને પુરુષાર્થ કર. મખમલી ગાદીઓ એમ જ નથી મળતી. દેખાતા સુખ જેવા કે મોટર, બંગલા, ધનદોલત વગેરે પામવા મરણિયો પ્રયાસ કરવા કરતાં ન દેખાતા સુખો જેવાં કે પ્રેમ, ઉદારતા, કરૂણા,સહિષ્ણતા વગેરે પામીને આનંદમાં રહે. મૃત્યુના સમયે એડવાન્સ નોટીસ નહીં આવે. સંસાર કેટલો છે ? એક (સ્વપ્ન) જેટલો જ ને ? કોણ સગા ને કોણ વહાલાં ? કેવી મિલકત ને કેવા મકાનો ? આપણે તો ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જાવાના. ખૂબ સુંદર જીવન જીવ્યાની યાદોનાં પુષ્પ ફોરમરૂપે મૂકી જવાના”.

“ દુઃખની કસોટીમાં આગ શા જલી જે ટકી રહ્યા.

સમજો સગાં, સ્નેહીઓ મિત્રો સાથે

સાકરશા ભળી ગયા.”