Safal Swapnashilpio - 1 Builder Rasikbhai Maheta in Gujarati Biography by Natvar Ahalpara books and stories PDF | Safal Swapnashilpio - 1 Builder Rasikbhai Maheta

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

Safal Swapnashilpio - 1 Builder Rasikbhai Maheta

સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા

• પ્રકાશક •

ગુજરાતી પ્રાઇડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


SAFAL SWAPNASHILPIO

By

Natvar Ahalpara


સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા



© Gujarati Pride



પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪

પ્રકાશક : ગુજરાતી પ્રાઇડ

અ...ર્પ...ણ

જાત ઘસીને રાષ્ટ્રની સંસ્કૃતિનું

રક્ષણ કરનાર સૌને.

‘સફળ સ્વપ્નશિલ્પીઓ’ પુસ્તકના લેખકનો પરિચય

નટવર આહલપરા

સ્વ. નર્મદાબેન તથા સ્વ. પુરુષોત્તમભાઈના સુપુત્ર નટવર આહલપરા મૂળ ભાવનગરના પણ ૨૮ વર્ષથી રાજકોટનો કર્મભૂમિ બનાવી છે. સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું છે. આહલપરા મિલનસાર, હસમુખા, પરગજુપણાની ભાવના ધરાવતા સાહિત્યકાર, ઉમદા શિક્ષક, ઉદ્‌ઘોષક છે. પ્રતિષ્ઠિત સામયિકોનું સંપાદન પણ કરી રહ્યાં છે. ‘ગાંધીનગર સમાચાર’માં દર મંગળવારે ‘મોંઘેરા મોતી’, ‘જયહિન્દ’ દૈનિકની રવિપૂર્તિમાં લઘુકથા કૉલમ લખે છે.

‘શ્વાસ’, ‘કોરોકેનવાસ’ (નવલિકા), ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (લઘુકથા), ‘નિબંધ વિહાર’ (નિબંધ) અને ‘ખિલખિલાટ’માં (શિશુકથાઓ), ‘આપણે છીએ તો પરીક્ષા છે’ (નિબંધો), ‘અક્ષરોમાં આબ્લમ‘માં વ્યક્તિચિત્રોના પુસ્તકો પ્રકાશિત થયા છે. ચાર પુસ્તકો હવે પ્રગટ થશે. ચાર દાયકાથી પ્રતિષ્ઠિત સામયિકો, અખબારોમાં તેમની કૃતિઓ પ્રકાશિત ાય છે. ૧૫ નાટકોમાં અભિનય, ત્રણ નાટકોમાં દિગ્દર્શન કર્યું છે.

કલા, સાહિત્ય, શિક્ષણ, સંગીત, સામાજિક તેમજ સરકારશ્રીના કાર્યક્રમોમાં ‘પ્રવક્તા’ તરીકે સેવા આપનાર શ્રી આહલપરા આકાશવાણી-દૂરદર્શનના કલાકાર પણ છે. બી.એડ્‌.ની તાલીમ વિના ભાવનગર અને રાજકોટમાં ધો. ૧૦, ૧૨ તથા ય્.ઁ.જી.ઈ., ેં.ઁ.જી.ઈ. ના હજારો વિદ્યાર્થીઓનું માતૃભાષાથી ઘડતર કર્યું છે. આજે પણ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવે છે. ગુજરાત સરકારના નર્મદા અને કલ્પસર વિભાગમાંથી ૨૦૦૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ રાજકોટમાં શૈક્ષણિક વક્તા અને કાઉન્સિલર સેવાઓ આપે છે. તેમનો મોબાઈલ નં. ૯૯૭૪૦ ૦૯૦૪૨ છે.

- મહેન્દ્ર શર્મા

ગુજરાતી પ્રાઇડ,

અમદાવાદ

નિવેદન

સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી સફળ

થયેલા સ્વપ્નશિલ્પીઓ

અહીં પ્રેરણાદાયી જીવનચરિત્રો રજૂ કર્યાં છે. સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી ટોચ ઉપર પહોંચેલા સફળ સ્વપ્નશિલ્પીઓ છે. શિક્ષણ પાઠશાળામાં ક્યાંક ઓછું ભણેલા પણ જીવન પાઠશાળામાં વધુ ભણેલા શિલ્પીઓ છે; તો ભણતર અને ગણતરથી સફળતાના શિખર સુધી પહોંચનારા પણ છે. સંસ્કૃતિની અને રાષ્ટ્રની ધરોહર સમી આ પ્રતિભાઓ યુવા ઉદ્યોગકારોને, વિદ્યાર્થીઓને માટે પાઠ્યપુસ્તક બની માર્ગદર્શક બની રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજે ફાસ્ટ યુગ છે. સમય નથી. ઓછા સમયમાં લાંબું લાંબું નહીં પણ સંક્ષિપ્તમાં ઘણાં સંદેશ આપી જાય તેવા પાત્રો પ્રસ્તુત કર્યા છે. આશા છે કે તે સૌ આપના રાહબર અવશ્ય બનશે. અમદાવાદ પ્રેમ સાથે સંકળાયેલા મારા અને મહેન્દ્રભાઈના મિત્ર સુરેશભાઈ ઠક્કરનો વિચાર સાકાર થયો તેથી તેમનો પણ હૃદયથી આભારી છું. મને અને મહેન્દ્રભાઈ શર્માને સહકાર આપનાર સ્વપ્નશિલ્પીઓનો આભાર માનું છું.

- નટવર આહલપરા

તા. ૨૦-૦૯-૨૦૧૪

‘શ્રી પવનતનય’ ૩, વિમલનગર,

યુનિવર્સિટી રોડ, રાજકોટ-૫

મો. ૯૯૭૪૦ ૦૯૦૪૨

‘પોતે નક્કી કરેલા ધ્યેયને વિચલિત થયા વિના આગળ વધવું

તે જ પ્રગતિ અને સફળતાની ચાવી છે.’

બિલ્ડર્સ - રસિકભાઈ મહેતા

પ્રતિભા એટલે બુદ્ધિને સતત નવા નવા અંકુરો ફૂટે તે. નવી કલ્પના, નવો ઉત્સાહ, નવી ખોજ જીવનની નવી દિશા આને કહીશું પ્રતિભા.

શૂન્યમાંથી સર્જન કરી તત્કાલીન સમયના પોતાના વ્યવસાયમાં ટોચના સ્થાન પર પહોંચેલા રસિકભાઈ આ બધાનો યશ પોતાના માતાપિતાને આપતાં કહે છે કે, ‘જે દેશની માતા શાણી હોય એ દેશની પ્રજા નીતિમાન અને સંસ્કારી હોય. આવી માતાનું સંતાન કદાચ અતિ ધનવાન ભલે ન હોય પણ પોતાના ક્ષેત્રમાં નામ તો કાઢે જ, એમાં બેમત નથી.’

શક્તિ, સમય, સંજોગો બધું સાનુકૂળ હતું ત્યારે જ માત્ર બાવન વર્ષની વયે સક્રિય વ્યાપારમાંથી નિવૃત્ત થઈ સામાજિક સેવામાં જોડાયા. તેઓ આભાર માનતાં કહે છે કે, ‘પૈસા જરૂરિયાત છે મુખ્ય નથી. અને ટોચ ઉપરથી સમયસર ‘એક્ઝિટ’ લેવાની જ મજા છે. તમે અક્ષમ થાઓ ત્યારે અથવા કોઈ ધક્કો મારે ત્યારે નીકળવામાં મજા નથી, એ તો સજા છે.’

પોતાની સામાજિક આગવી ઇમેજ અને આઇડેન્ટિટી ઊભી થયેલ છે તે બાબત તેઓ બહુ સ્પષ્ટતાથી કહે છે કે, ‘જો એ બાબત સભાનતાપૂર્વકના પ્રયત્નો કરેલા નથી. હું ખુલ્લા અને નિખાલસ દિલનો માણસ છું. મારા વ્યવસાય અને વ્યવહારમાં સ્પષ્ટ અને પારદર્શક છું. એના હિસાબે કદાચ મારી આગવી ઓળખ હોઈ શકે.’

સફળ બિઝનેસમેન અને ખાસ ઓળખ-ઇમેજ ઊભી થવા સાથે આટઆટલી સખાવતી પ્રવૃત્તિઓ કરતાં હોવા છતાં તેઓ કહે છે કે, ‘કોઈપણ કાર્ય સાંગોપાંગ પાર પાડવામાં જ મને રસ હોય છે. જાતને છેતરી કામ કરવામાં માનતો નથી. કોઈ સંસ્થા કે રાજકારણમાં મને રસ નથી. આપીને છુટી જવાની મારી મનોવૃત્તિ રહી છે. મારું ક્યાંય શારીરિક કે માનસિક જોડાણ નથી; પણ દરેક પડાવ પર પહોંચીને પાછળ જોઉં છું અને એટલે જ મને ટોચનો ગર્વ નથી અને તળેટીને હું ભૂલ્યો નથી.’

સંતોષપ્રદ અને આનંદમય જીવન જીવવા ફક્ત પોતાના વ્યવસાયમાં નિપુણતા પર્યાપ્ત નથી એમ દૃષ્ટાંત આપીને રસિકભાઈ ઉમેરે છે કે, ‘જીવનના અન્ય પાસાં જેવાં કે સંગીત, સાહિત્ય, ચિત્રકળા કે વાદનકળા સાથે સમાજોપયોગી પ્રવૃત્તિ કે અન્યને કામ આવવાની ભાવના પણ જરૂરી છે.’

મૃત્યુને એક સ્વાભાવિક અને જરૂરી પ્રક્રિયા ગણતાં તેઓ સમર્થન આપે છે : ‘મૃત્યુનો ભય નથી. દુનિયા પરિવર્તનશીલ છે અને આપણે એમાં ફક્ત મુસાફર છીએ. મુસાફરને ગાડા સાથે લગાવ કે ભાવ રાખવો જોઈએ નહીં. શાશ્વત સુખ માટે વ્યક્તિએ જન્માંતર સુધી પ્રયત્ન કરવાનો છે અને વ્યક્તિએ પોતે જ પોતાનો દીવો બનવાનું છે.’

‘ભવિષ્ય મારે મત અતિ આશાવાદી છે અને આજના યુવાનો ઉપર પૂરો ભરોસો અને વિશ્વાસ રાખતાં તેઓ યુવાપેઢીને કહે છે કે, ‘જેમ પૃથ્વી પોતાની ધરી આસપાસની ગતિને સદાય પકડી રાખીને ભ્રમણકક્ષામાં અન્ય ગ્રહોની ગતિ સાથે તાલમેલ જાળવી રાખે છે તેમ દરેક યુવાનો બદલાતા જમાનાના પ્રવાહની સાથે વહેવા છતાં પોતાના આંતરિક નક્કી કરેલા ધ્યેયને વિચલિત થયા વિના વળગી રહેવું જોઈએ; અને આ જ છે પ્રગતિ અને સફળતાની ચાવી.’

સત્યાવીસ વર્ષની ઉંમરે બાવન વર્ષે નિવૃત્ત થવાનો સંકલ્પ કરતી વખતે ‘પછી શું કરીશ એ પણ વિચાર્યું હશે ને ?’ આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, ‘હા વિચાર્યું જ હતું અને પ્લાનિંગ પ્રમાણે બિઝનેસ શરૂ કર્યાના એક દાયકા પછી એટલે કે ૧૯૭૯માં મારા પિતાશ્રીના નામે ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટર્ડ કરાવેલ છે અને અમારી જરૂરિયાત કરતાં વધારે દ્રવ્યને તેમાં ફેરવવાનું નક્કી કર્યું છે અને ત્યાર બાદ સામાજિક પ્રવૃત્તિ કરવી અને એવું નક્કી કરેલ અને અમારા બે ભાઈઓ સિવાય બહારની કોઈ વ્યક્તિની એકપણ પાઈ ન લેવાનું નક્કી કર્યું હતું.’

પોતાની આગવી ઇમેજ અને આઇડેન્ટિટી ઊભી કરવા બાબત તેઓ હે છે કે, ‘મેં એ બાબતે સભાનતાપૂર્વક પ્રયત્નો કરેલા નથી. હું ખુલ્લા અને નિખાલસ દિલનો માણસ છું. મારા વ્યવસા અને વ્યવહારમાં સ્પષ્ટ છું. એના હિસાબે કદાચ મારી આગવી ઓળખ હોઈ શકે.’

સદાવ્રત, પાણીનું પરબ, પક્ષીઘર, દવાખાનું, ગૌશાળા, વૃદ્ધાશ્રમ, દેરાસર - આ બધાં બિલ્ડિંગ્ઝ અને બીજી સખાવતી પ્રવૃત્તિઓ જેવી કે અનાજ સહાય, આદિવાસી સહાય, શિક્ષણ સહાય, સદ્વાચનના પ્રચાર-પ્રસાર વગેરે પ્રવૃત્તિઓ અને સફળ બિઝનેસમેન અને ખાસ ઓળખ અને ઇમેજ પછી અત્યારે કેવું લાગે છે ? એના પ્રત્યુત્તરમાં તેઓ કહે છે, ‘કોઈપણ કાર્ય સાંગોપાંગ પાર પાડવાં જ મને રસ હોય છે. એ થયા પછી હું એને ભૂલી જાઉં છું. જાતને છેતરી કામ કરવામાં માનતો નથી અને એટલે જ કોઈ સંસ્થા કે રાજકારણમાં મને રસ નથી. મારા થકી ઊભા થયેલા સ્થાનોમાં પણ આપીને છૂટી જવાની નીતિ અપનાવી છે. મારું ક્યાંય શારીરિક કે માનસિક જોડાણ નથી. મેં છેક ટોચ પર પહોંચીને પછી નીચે જોયું નથી અને દરેક પડાવ પર પહોંચીને પાછળ જોયું છે અને એટલે જ મને ટોચનો ગર્વ નથી અને તળેટીને ભૂલ્યો નથી.’

કુશળ બિઝનેસમેન હોવા છતાં ફક્ત રૂપિયા, આના પાઈ, પૂરતા સીમિત ન રહેતાં તેઓ બહુમુખી પ્રતિભાથી સંપન્ન છે. તેઓએ જીવનના અન્ય પાસાંઓને નજરઅંદાજ કર્યા નથી. વાચનનો બહોળો અનુભવ છે. કૉલેજકાળમાં ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક, ગાંધીવાદી, વિવેકાનંદ, રાજચંદ્ર વગેરેના સાહિત્યનો સુપેરે અભ્યાસ કર્યો છે. આજે તેઓ દૃઢપણે માને છે કે, તેઓનો આજનો આ માનસિક પિંડ ફક્ત અને ફક્ત વાચન અને માતાના સંસ્કારથી જ બંધાણો છે. તેઓ પોતાના પૂરતી લાયબ્રેરી પણ ધરાવે છે.

યોગ અને ધ્યાનમાં ઊંડો રસ ધરાવતા તેઓ આજે પણ વિપશ્યના સાધના કરે છે. સંગીત-નાટકમાં શોખને લીધે સંગીત, નાટકની સંસ્થાઓને અને તેના કલાકારોને હંમેશાં પ્રોત્સાહિત કરે છે. ગદ્યપદ્ય લેખનનો શોખ ધરાવતા રસિકભાઈ નવોદિત લેખક-કવિને પણ પ્રોત્સાહિત કરે છે. ગઝલ, કાવ્ય, કવ્વાલી, સૂફીસંગીત બધામાં તેઓને ખૂબ જ રસ છે. તેઓએ પોતાનો કાવ્યસંગ્રહ ‘સરવાણી’ પ્રકાશિત કર્યો છે. ગુજરાતી સાહિત્યના સામયિકોમાં તેમના લેખ, કાવ્યો અવારનવાર પ્રગટ થયા કરે છે. ગાયોની સેવાકરવી તેમને બહુ ગમે છે.

માતાજીના શબ્દોમાં કહીએ તો : ‘તમારું કામ તમે કુશળતાથી કરતા હો, તો તમને થાક સહેલાઈથી લાગતો નથી. એટલે થાકનો ખરો ઈલાજ એ છે કે પોતાના કામમાં ખરેખર રસ લેતાં રહેવું.’

રસિકભાઈનાં જીવનમાં તેની સચ્ચાઈ, પ્રામાણિકતા, નીડરતાની કસોટી કરતા અસંખ્ય પ્રસંગો છે. ભવિષ્ય માટે પોતે જરાય નિરાશાવાદી નથી અને આજના યુવાનોમાં પૂરો ભરોસો, વિશ્વાસ રાખતા તેઓ ઉમદા સંદેશ આપતાં કહે છે કે, ‘જેમ પૃથ્વી પોતાની ધરી આસપાસની ગતિને સદાય પકડી રાખીને ભ્રમણકક્ષામાં અન્ય ગ્રહોની ગતિ સાથે તાલમેલ જાળવી રાખે છે તેમ દરેક યુવાને બદલાતા જમાના પ્રવાહની સાથે વહેવા છતાં પોતાના આંતરિક નક્કી કરેલા ધ્યેયને વિચલિત થયા વિના વળગી રહેવું જોઈએ, અને આ જ છે પ્રગતિ અને સફળતાની ચાવી.’

જીવન તરફના અન્ય પાસાંના તેઓના વિચારો જાણી અહોભાવ થયા વિના રહેતો નથી. તેઓ માને છે કે, ‘મૃત્યુનો ભય નથી. આજેય તૈયાર છું. મને મૃત્ય બાદ બીજે જ દિવસે લોકો ભૂલી જાય એમ ઇચ્છું છું. દુનિયામાં બધું પરિવર્તનશીલ છે અને આપણે ફક્ત તેમાં મુસાફર છીએ. મુસાફરને ક્યારેય ગાડી સાથે ભાવ કે લગાવ ન હોય. ફક્ત ગંતવ્ય સ્થાન જ ધ્યાનમાં હોય અને એટલે જ આજની ઉપલબ્ધિ સાચા સુખ માટે પર્યાપ્ત નથી. શાશ્વત સુખ માટે વ્યક્તિએ જન્માંતર સુધી પ્રયત્ન કરવાનો છે. વ્યક્તિએ પોતે જ પોતાનો દીવો બનવાનું છે. કોઈ પંથ, ધર્મ, શાસ્ત્ર, ગુરુ એમાં માર્ગદર્શક બની શકે પણ ચાલવાનું તો વ્યક્તિએ પોતાને જ હોય છે.’

દીર્ઘદૃષ્ટા, સાલસ, સૌમ્ય અને પરગજુપણાની ભાવના રાખનાર રસિકભાઈ મહેતાને સુંદર પંક્તિઓ ભેટ આપી શુભેચ્છા-અભિનંદન વ્યક્ત કરીએ.

‘આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે

સકળ સૃષ્ટિ સુંદરતાથી છવાઈ જાય છે.’

- ધૂમકેતુ

‘ઈશાવાસ્યમ્‌’, ક્રિસ્ટલ મોલની પાછળ,

આઈ.ઓ.સી. ક્વાર્ટર્સ સામે, કાલાવડ રોડ, રાજકોટ-૫.

ઈદ્બટ્ઠૈઙ્મ : ટ્ઠિજૈાદ્બીરંટ્ઠ.િાજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સંદેશ :

રસિકભાઈ મહેતા યુવાપેઢીને સંદેશ આપતાં કહે છે : ‘ભવિષ્ય માટે હું અતિ આશાવાદી છું. દરેક યુવાને બદલાતા જમાનાના પ્રવાહની સાથે પોતાના આંતરિક નક્કી કરેલા ધ્યેયને વિચલિત થયા વિના વળગી રહેવું જોઈએ અને તે જ પ્રગતિ અને સફળતાની ચાવી છે.’