Bhagirath na varas in Gujarati Fiction Stories by Kishor Gaud books and stories PDF | ભગીરથના વારસ - પ્રકરણ - 6

Featured Books
Categories
Share

ભગીરથના વારસ - પ્રકરણ - 6

ભગીરથના વારસ

૬. પાણીની બાંયધરી એટલે

વિકાસની બાંયધરી !

વીણા ગવાણકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૬. પાણીની બાંયધરી એટલે વિકાસની બાંયધરી !

નાયગામમાં મ્હસોબા, ઠવાળ, ખેસે, મહાત્મા ફુલે જેવી એકંદર દસ સિંચાઈ યોજનાઓના આયોજન દ્વારા ૧૯૭૯માં કામની શરૂઆત થઈ. તે વખતે નાયગામમાં ૩૯૯ કુટુંબો હતાં. તેમાં ૧૫ જમીનવિહોણા. ૩૮૪ કુટુંબો પૈકી ૨૧૦ કુટુંબોને સિંચાઈ યોજના હેઠળ લાભ થવાનો હતો. બધી યોજનાઓ કાર્યાન્વિત થયા પછી એ ગામોનાં મોટી સંખ્યાનાં કુટુંબોની હાલત સુધારવાની હતી.

અને એ રીતે બદલાઈ પણ ખરી.

નાયગામની મ્હોસાબા અને મહાત્મા ફુલે લિફ્ટ, અન્ય યોજનાઓની સરખામણીમાં વહેલી શરૂ થઈ. એ શરૂ થયાના પહેલા જ વર્ષે યોજનાના ફાયદા નજરે ચડે એમ સ્પષ્ટ જોવા મળ્યા.

જુવાર-બાજરીનું ઉત્પાદન જ પહેલાં એકરે ૫૦ કિલો થતું હતું. એ ચારથી પાંચ ક્વિન્ટલ થયું. કૃત્રિમ અને રાસાયણિક ખાતર અથવા સંકર બિયારણનો ઉપયોગ કર્યા સિવાય સેન્દ્રિય ખાતરના ઉપયોગ દ્વારા આમ થયું હતું. આ ઉપજ ઘરના ખાવા માટે જ વાપરવામાં આવી. અનાજ વેચાતું લઈને ખાવાની હવે આવશ્યકતા રહી ન હતી.

ખેડૂતોનો બજાર સાથે પહેલો જ સંપર્ક

કેટલાક ખેડૂતોએ તો જીવનમાં પહેલી વાર ઘઉં વાવ્યા અને એ વેચવાને બદલે ઘરે ખાવા માટે રાખ્યા. ‘પહેલાં માત્ર વારતહેવારે ઘઉંની ભાખરી બનતી. હવે દર રવિવારે ખાઈ શકીએ છીએ.’ આ જ તેમનો આનંદ. કેટલાકે ડુંગળી, મગફળી, કપાસ જેવા રોકડિયા પાકના વાવેતરમાંથીય પૈસા મેળવ્યા. એક અન્ય વાત પણ થઈ. પહેલા પંદર પંદર એકરના માલિકનેય વખત આવ્યે, બીજાના ખેતર પર મજૂરી કરવી પડતી. નાના ખેડૂતો માટે તો તે અફર જ હતું, પણ હવે પોતાના ખેતરમાં તેમને માણસો ઓછા પડવા લાગ્યા. બીજેથી માણસો મજૂરી માટે લાવવા પડ્યા. મજૂરીના દર પણ વધ્યા. કેટલાક પહેલી વાર પોતાના ખેતરનું અનાજ વેચવા માટે બજારમાં લઈ ગયા. તેમનો બજાર સાથે પહેલી વાર સંપર્ક થયો. તેને કારણે ત્યાંના વ્યવહાર, કિંમત નક્કી કરવાના ધોરણ, વ્યાપારી, દલાલના નિયમ સમજાયાં. તેમના દ્વારા ખેડૂતોનું શોષણ કેવી રીતે કરવામાં આવે છે એય સમજાયું. આર્થિક વ્યવહારની અનેક બારીકાઈઓ તેમના ધ્યાને પહેલી વાર જ આવી.

સોમા અંકુશ કડ એ છ એકર જિરાયત જમીનનો માલિક. વાર્ષિક ઉપજ કેવળ ત્રણસો સાડા ત્રણસો રૂપિયા. ખોળે પાંચ દીકરીઓ. ખેતર પર બાવળિયા નીચે એક છાપરામાં રહેતો. દિવસભર ક્યાંક ને ક્યાંક મજૂરી ગોતતો રહેતો, આખોય દિવસ વેઠ કર્યા પછી માંડમાંડ બે-ત્રણ રૂપિયા મળતા. તેની પર ગાડું ચલાવતો. પેટ માટે આખોય દિવસ દોડનારો આ સોમો રોજ બે કલાક પરોઢિયે અને બે કલાક સાંજે એક કોશ, કોદાળી, પાવડો અને તગારું લઈને એકલો જ ખાડો ખોદતો અને એકલો જ સતત ચૌદ વર્ષથી આ ચાલુ હતું. ત્રીસ ફૂટ ઊંડો અને ત્રીસ ફૂટ પહોળો ખાડો તૈયાર થયો હતો, પણ તેમાં કાંઈ પાણી હાથ આવતું ન હતું. લોકો એને ‘ગાંડો સોમો’ કહેતા. સોમાનું ખોદવાનું ચાલુ જ. રોજગાર બાંયધરી પર મજૂરી કરીને અને આ રોજના ખોદકામથી સોમાના હાથમાં પથરા જેવા ગઠ્ઠા, તગારા ઉપાડીને માથે ગઠ્ઠા. ૧૯૭૯ની સાલમાં ‘મ્હોસોબા ઉદ્‌વહન જળ સિંચાઈ યોજના’ તૈયાર થવા લાગી. એ યોજના હેઠળ પોતાની જમીન આવે છે, એ ખબર પડતાં જ સોમાએ ઘરના પરચૂરણ ઘરેણાં વેચીને, થોડા પૈસા કરજ લઈને ‘મ્હસોબા યોજના’નું સભ્યપદ મેળવ્યું. અઢી એકર પાણીનો હક્ક મળતો હોવા છતાં પૈસાને અભાવે દોઢ એકરથી જ સંતોષ માનવો પડ્યો. આટલા દોઢ એકરમાં જ જુવાર, ઘઉં, ચણા અને ડુંગળી કેવી રીતે લેવી, એ સોમાએ મનોમન પાકું કરી રાખ્યું હતું. જમીનની સુંદર માવજત કરી. ખેડી રાખી. પથ્થરા વીણી કાઢીને તેનો પાળા બાંધવા માટે ઉપયોગ કર્યો. ખોદેલી માટી પાળા માટે વાપરીને પાળો પાકો કર્યો. પાણીને આવકારવા સોમો સજ્જ થયો.

ખેતરને પહેલી વાર સિંચાઈ માટે પાણી મળ્યા પછી આ સોમાએ શું શું કર્યું, એ નિહાળવા સરોજા અને વિજય પરૂળકર પત્રકાર દંપતિ સોમાના ખેતર પર ગયાં. સોમાએ આનંદ અને અભિમાનપૂર્વક પોતાની ખેતી બતાવી.

આઠ ગુંઠા જમીનમાં તેણે ડુંગળી વાવી હતી. તેના હમણાં જ એને નવસો રૂપિયા મળ્યા હતા. એાખી જિંજગીમાં પહેલીવાર જ સો રૂપિયાન નવ નોટો તેના હાથમાં આવી હતી. પરૂળકરની નજર સામે જ સોમાએ કરજનો પહેલો રૂ. ૩૦૦નો હપ્તો ભર્યો.

એણે તેમને કહ્યું, ‘આ વર્ષે હું મારા ખેતરના પાકેલા ઘઉં ખાઈશ. રોજગાર બાહેંધરી યોજના પર મળનારા ઘઉં ખાઈને જીવ કંટાળી ગયો હતો. ખેતરની જુવાર, ચણા અમારે આખુંય વર્ષ ચાલશે. ત્રણસો રૂપિયાનો એક સાંઢ હું આ વરસે લઈશ. સાંઢના બળદ થતાં સુધી નાનાં નાનાં કામો એની મારફત કરાવીશ. ત્રણ વરસમાં મારું બળદગાડું તૈયાર થશે. હવે સરસ ઝૂંપડી બનાવવા લીધી છે. આ બધો ખર્ચ જાતે કર્યો. એક પણ સરકારી પૈસો લીધો નથી.’ આ બધું તેણે અભિમાનપૂર્વત જણાવ્યું.

‘હું મરી જાઉં તો...’

એ ઋતુમાં સોમાને નવસો રૂપિયાની ડુંગળી, સો કિલો ચણા, બસો કિલો વપરાશી ઘઉં, ત્રણસો કિલો જુવાર એટલું મળ્યું. પાળા પર વાવેલા એરંડિયાના બિયા વેચીને સિત્તેર રૂપિયા અને ઇંધણ માટે લાકાડં મળ્યાં.

સોમા દ્વારા એકલા સતત ચૌદ-પંદર વર્ષ ખોદા ખોદીને તૈયાર થયેલા કૂવાના આકારનો ખાડો પાણીથી છલોછલ ભરાયો. અનુશ્રવણ તળાવમાં અંદર ઊતરી શોષાયેલું પાણી એ કૂવામાં ઊતર્યું હતું. પરુળકરે એને કહ્યું, ‘કૂવા પર એન્જિન ગોઠવીશ તો તારી બાકી રહેલી જમીન પણ પાણી હેઠળ આવશે. તું રાજા બનીશ.’ સોમાએ જવાબ આપ્યો, ‘આ પાણી મારું નથી. કૂવો ખોદીને હાથ એાવ્યું નથી. લિફ્ટ દ્વારા ઉપરની સો એકર જમીન ભિંજાઈ, એનો સ્રાવ મારા ખોદેલા ખાડામાં ઊતર્યા. આજુબાજુ ક્યાંય પાણી નથી. આજકાલ વસતના માણસો અહીં જ પાણી ભરે છે. જનાવરોનેય આ જ પાણી ચાલે છે. એન્જિન ગોઠવીને કેવી રીતે એકલા આ પાણી વાપરી શકાય ?’

સોમો રહે છે એ વિસ્તારનું નિરીક્ષણ કરવા ઈ.સ. ૧૯૭૬માં વિલાસરાવ, ભાગવતરાવ ઘોંડેસર સાથે ગયા હતા. સોમાએ ખોદેલો એ ખાડો, ખેતી માટે તેણે કરેલી પરાકાષ્ઠાની મથામણ જોઈને વિલાસરાવ અસ્વસ્થ હતા. એની મહેનતને દાદ આપતાં ઘોંડેસરને કહ્યું, ‘હું મરી જાઉં કે, આ જ ખાડામાં મને દાટજો.’ ત્રણ વર્ષ પછી એ જ ખાડો પાણીથી ભરાયા પછી, જમીન લીલીછમ થતાં કૃતકૃત્ય થયેલો સોમો પરુળકર સમક્ષ અંતરની વાત કરતા કહી રહ્યો હતો : ‘મને ખેતૂ ખૂબ ગમે છે. મેં બૈરીને કહી રાખ્યું છે. હું મરી જાઉં તો અહીં જ ખેતરમાં મને દાટજે. હું રખેવાળું કરતો રહીશ.’ (આ જ સોમા પર સાંઈ પરાંજપે એ ફિલ્મ બનાવી ‘દિશા’)

૧૯૭૨ની સાલમાં નાયગામમાં એક-બે મોટર સાીખલો હતી. હવે દોઢસો છે. ટ્રૅક્ટર્સ, જીપો આવી છે. ૧૯૭૮ પૂર્વે સિત્તેર-એંશી એકર બાગાયત હતી. ૧૯૫૨ પછી એ બે હજાર એકર થઈ. ત્યાર પછી ગામમાં જર્સી ગાયો, સાનેન બકરીઓય આવી.

નાયગામમાં હવે એક પણ જગા એવી બાકી રહી નથી, જ્યાં પાણી અટકાવવાનું બાકી હોય. માંડ બે-ત્રણ ઈંચ વરસાદ થાય તોય એ પછીના બે વરસ વગર વરસાદે ઉલેચી શકાય એટલી પાણી સંગ્રહની વ્યવસ્થા છે.

ઠવાળ ઉદવહન સિંચાઈ યોજના

નાયગામની ઠવાળ ઉદવહન સિંચાઈ યોજના તૈયાર થઈને કાર્યાન્વિત થતાં પહેલા એના સભ્યો મજૂરીના કામે દૂર દૂર જતાં. આખાય દિવસની મજૂરી મળતી પાંચ રૂપિયા. ‘રસ્તાના કામ પર પથ્થરના અને માટીનાં તગારાં ુપાડી ઉપાડીને અમારા બૈરાનાં માથે ટાલકા પડ્યા’ આવી હાલત ત્યાંના કાર્યકર વર્ણવતાં. ત્યાં હતી કેવળ જિરાયત ખેતી. કાંઈ જ પેદા થતું ન હતું.

આ યોજના કાંઈ રાજીશુશીથી અસ્તિત્વમાં આવી ન હતી. ‘નીચલી જાતિ’ના લોકોને સભાસદો બનાવાવ ઊંચી મરાઠા જાતિના ખેડૂતો તૈયાર ન હતા. એકનાથ ભિવા કડ નામના મરાઠા ખેડૂતે જ આગેવાની લીધી... થોડો વખત જાતિનો બહિષ્કાર પણ વેઠ્યો. ‘મહારોનેય લેવાના હોય, તો તું મરીશ ત્યારે તારું શબ અમારા સ્મશાનમાં બાળવામાં આવશે નહિ.’ ત્યાં સુધીની ધમકી સાંભળી લીધી. પછી કહ્યું, ‘મારા મૃત્યુ બાદ મને ભગવાનની જેમ સાથે બેસાડીને લઈ જાવ, કે કૂતરાની જેમ ઢસડીને લઈ જાવ. કાંઈ ફરજ પડતો નથી.’ વિલાસરાવ ઉપર પણ ના હોય એવા આળ મૂકવાના પ્રયાસ થયા. પણ જે સભ્યો આ યોજના માટે સંગઠિત થવા તૈયાર થયા, તે કશાયની આગળ ડગ્યા નહિ. તેમની એકતા અતૂટ રહી. ચમાર, હરિજન અને મરાઠા જાતિના લોકોએ એક થઈ અંત સુધી લડત આપી અને લિફ્ટ શરૂ કરી.

પાણી પ્રશ્ને સંગઠિત થતી વખતે નાતજાત બાજુએ રાખીને વિધાયક કામ કેવી રીતે કરી શકાય એ ઠવાળે દર્શાવ્યું.

આ જ સિંચાઈ યોજનાના વામન કોડિંબા ઠવાળનો અનુભવ તો સાંભળવા જેવો છે. યોજના પહેલા તે અન્ય બાગાયતદારના ખેતરમાં મજૂરી કરતાં. આ બાગાયતદારની કૃપા ઓછી થાય તો એ બાગાયતદારને ત્યાં તનતોડ મહેનત કરતાં. અધેલીમાં મજૂરી કરતાં. જ્યારે તેમના એક એકરમાં પાણી આવ્યું, તે દિવસે તેમણે પહેલું કામ શું કર્યું ? તો એ પાણીમાં બરાબર નાહ્યા. મગફળી અને ડુંગળીના રોપાને પાણી પાઈને ગામમાં આવીને બધાને અભિમાનપૂર્વક કહ્યું, ‘આજે હું એક એકરનો બાગાયતદાર બન્યો છું. હવે મને મારા ખેતરમાંથી કોઈ હાંકી કાઢી શકશે નહિ.’ મુશ્કેલ પ્રસંગોમાંય એકતા જાળવીને કાર્ય કરવાનો લોકો જ નિશ્ચય કરે તો તેઓ પોતાનું જીવન સુધારી શકે છે, બદલી શકે છે. એ ઠવાળે દર્શાવી આપ્યું.

‘જય મલ્હાર ઉદવહન સિંચાઈ યોજના’ - ધોલેવાડી

ઈ.સ. ૧૯૭૨માં કર્હા નદી પર નાઝરે મુકામે ‘મલ્હાર સાગર’ બંધ થયો. ધાલેવાડીનું ગામઠામ એ બંધ હેઠળ ગયું. ‘કાળી’ બચી ગઈ. કેતીની જમીનો બચી જવાથી આ બંધને કારણે થયેલા વિસ્થાપિતોને ખૂબ જ ઓછું વળતર મળ્યું. માંડમાંડ ઝૂંપડાં ઊભાં કરીને રહી શકાય એટલું જ. હાલમાં ધોલેવાડી છે, ત્યાં સરકારે પ્લૉટ પાડીને જગા આપી. એટલું જ પુનર્વસન કર્યું. ત્યાં લોકોએ જેવીતેવી ઝૂંપડીઓ ઊભી કરી.

આ સ્થળ ઊંચાઈ પર. ત્યાં પાણી કોણ અને કેવી રીતે પહોંચાડે ? ‘મલ્હાર સાગર’ બંધ પાણીથી ભરાયેલો, પણ આ લોકોની જમીન સૂકીભઠ્ઠ. તેને પાણી નહિ, વરસાદના પાણી પર થાય એટલી જ ખેતી. બાકીના દિવસોમાં અન્યત્ર રોજમદારી કરવાની. બંધ નાનો હોય કે મોટો વિસ્થાપિતોની વેદનાની તીવ્રતા સરખી જ.

આ લોકો માટે શું કરી શકાય, એનો તાગ મેળવતા હતા ત્યારે જ વિલાસરાવને એક સરકારી ઠરાવની માહિતી મળી. બંધમાંનું ૧૦% પાણી બંધના કૅચમેન્ટ વિસ્તારિના લોકો ઊંચકી શકે. બંધનું પાણી ઉલેચીને ઉપરના વિસ્તારના લોકોને (બંધને કારણે વિસ્થાપિત થયેલાઓને) પૂરું પાડવાની દૃષ્ટિએ યોજના ઘડવાનું વિલાસરાવે નક્કી કર્યું.

ધાલેવાડીની જનસંક્યા હજાર જેટલી, દોઢસો ઉંમબરાનું આ ગામ. અહીંના ઘણા લોકો કામધંધાની શોધમાં મુંબઈ ગયા હતા. જ્યારે અનેક જણ ચોમાસામાં પોતાના ખેતર પરનાં કામો પૂરાં થાય કે, પાસેના ગામમાં બીજાઓનાં ખેતર પર મજૂરી કરતાં. જગન્નાથ સાવળે અહીંના એક રહેવાસી. તેમના કાને નાયગામ યોજના વિશેની વાત આવ્યા પછી તે જાતે ત્યાં જઈને સમગ્ર યોજા જોઈ આવ્યા. ઈ.સ. ૧૯૭૫ની યશવંતરાવની ગમાણ પરિષદમાં તે ઉપસ્થિત રહ્યા. સાથે કેટલાક ગામલોકોનેય લઈ ગયા.

‘મલ્હાર બંધ હેઠળ આપણા રહેઠાણનાં ઘરો ગયાં. આ બંધના પાણીનો લાભ બીજાઓને થાય છે. આપણને એ શાથી ન મળે ? નાયગામની જેમ અહીં પાણી ઉલેચીને લાવીને શાથી ન ઉપયોગમાં લઈ શકાય ?’ સાબળે વિચાર કરતા હતા.

પણ આવું કરવું, એકઠાં કરવું ખૂબ મુશ્કેલ કાર્ય હતું. તેની પાછળનું મુખ્ય કારણ અહીના ઘણાખરા પુરુષો દારૂના વ્યસની બન્યા હતા. ત્યારે પ્રથમ પગથિયું એટલે વ્યસનમુક્તિ. તેના સિવાય કાંઈ કરી શકાય એમ ન હતું. એટલે પછી જગન્નાથ સાબળેએ વ્યસનમુક્તિનો કાર્યક્રમ સૌ પહેલાં હાથ ધર્યો. ખાસ તો સ્થાનિક મહિલાઓએ આમાં આગેવાની લઈને કાર્યક્રમ સફળ બનાવ્યો. ગામ વ્યસનમુક્ત થયું.

લોકોને સંગઠિત કરીને ૨૦% ખર્ચ માટે ભેગા કરવામાં ત્રણેક વર્ષ વિત્યાં. બધું ભેગું થયું. પછી ઈ.સ. ૧૯૮૦માં જગન્નાથ સાબળે પોતાના સાથીઓને લઈને ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ કાર્યાલયમાં નાયગામ આવ્યા. ૬૬ ખેડૂતોએ સંગઠિત થઈને ઉદવહન સિંચાઈ યોજનાનું બાંધકામ શરૂ કર્યું. તેમની ૧૧૯ એકર જમીનને પાણીની બાંયધરી મળવાની હતી.

સરકારી અનુદાન અને પ્રતિષ્ઠાન તરફની વગર વ્યાજની મળનાર ધિરાણ વિશે ઠીક, પણ ભાગીદારોએ ઊભી કરવાની ૨૦% રકમ હતી. લગભઘ રૂ. ૫૦,૦૦૦ જેટલી. એ કેવી રીતે ઊભી કરવી ? ઈ.સ. ૧૯૮૦માં હજાર રૂપિયા ગાડાના પૈડાં જેટલા મોટા દેખાતા ! પણ ભાગીદારોએ ઢોરઢાંખર, ઘેટાંબકરાં, વાસણકુસણ, દરદાગીના વેચીને રકમ ઊભી કરી. વિલાસરાવે નાયગામમાં જે લીલું નંદનવન ઊભું કર્યું હતું તે જ ધ્યેય નજર સામે રાખીને, એ નંદનવન નિશ્ચિતતા હૈયે સેવીને આવી યોજના કરવા તે ખેડૂતો તૈયાર થયા... યોજના અસ્તિત્વમાં આવી.

ડિઝલ પંપ ક્યાંથી પરવડે !

વીજળી જોડાણ ન મળવાને કારણે અન્ય સિંચાઈ યોજનાઓની જેમ આ યોજનાને વિલંબ થયો.

પાકોની ઋતુ નકામી જતી હતી. આંખો સામેનું લીલા નંદનવનનું સ્વપ્ન અસ્વસ્થ કરતું હતું. કાંઈ પણ કરીને વીજળી મળવી જ જોઈએ, એટલે સહુ અધીરા, અસ્વસ્થ હતા.

અંતે આ લોકોએ એક દુકાનદાર પાસેથી ઉધારીમાં ડિઝલ પંપ વેચાતો લીધો. યોજનાના ભાગીદારઓએ બે વર્ષ આ પંપનો ઉપયોગ કર્યો. ખેતીમાં લાભ થયો. એ પંપના પૈસા ભરપાઈ કર્યા, પરંતુ છતાંય ડિઝલ પંપ મોંઘો નીવડ્યો હતો.

એ બે વર્ષમાં આદેશ અનુસાર પાણી આપી શકવાનું પરિણામ ધાલેવાડીના લોકોએ અનુભવ્યું. હવે વીજળી મળવી જ જોઈએ, એટલે કેડ બાંધીને તૈયાર થયા. વીજળી ન મળેલી અન્ય યોજનાઓના ભાગીદારો પણ ‘જીવ જાય તો ભલે પણ વીજળી લાવીશું જ’ કહેતાં ઉતાવળ કરવા લાગ્યા. વીજળી મેળવવા હવે તેઓ કાંઈ પણ કરવા તૈયાર હતા.

આ જ વાતાવરણનો વિચાર કરીને વિલાસરાવે સાસવડ વીજળી બૉર્ડ સમક્ષ વીજ આંદોલન ઊભું કર્યું. તે આંદોલનમાં ધાલેવાડીના ૬૦ સભ્યોએ કારાવાસ વેઠ્યો. જગન્નાથ સાબળે પોતે તેમાં આગળ આવ્યા નહિ. તેમણે બીજી હરોળ સંભાળી.

એક મહિનો આ આંદોલન ચાલુ રહ્યું. તેમાંના સાત દિવસ આ ૬૦ જણ યરવડા જેલમાં હતા. આંદોલનકારીઓ ગામ પાછા આવ્યા, ત્યારે જગન્નાથ સાબળે, લક્ષ્મણ ખેડેકર વગેરે ‘પાણી પંચાયત’ના કાર્યકરોએ પોતાની પાછળ પોતાના પરિવારોની કેટલી સંભાળ લીધી અને કેવી દેખભાળ રાખી એનો સુખદ અનુભવ તેમને થયો.

તે સમયે બધાએ જ જેલમાં જવું જરૂરી ન હતું, કારણ દશેરાના તહેવાર નજીક આવેલા. ખળાના દિવસો હતા. કેટલાકના ખેતનાં કામો અધૂરાં રહ્યાં હતાં. એ કામો પૂરાં કરવા કોઈના ઘરમાં કર્તા-કરાવતા માણસ ન હતા. ત્યાં દળણું વગેરે લઈ જવું, ફૂલો વીણીને એ વેચી આપવા, એકબે સ્ત્રીઓની સુવાવડનો સમય નજીક આવ્યો હતો એ સુવાવડ, નામકરણ જેવાં કામો પણ સાબળે, ખેડેકરે પાર પાડ્યાં.

આ આંદોલનથી ગામનું વાતાવરણ જ બદલાયું. એકતા વધુ ગાઢ બની. યોજનામાં ભાગીદાર ન હોય એવા અન્ય ખેડૂતોએ તેમને મદદનો હાથ લંબાવ્યો.

સોળ સોમવારનું વ્રત લીધું હોય, તેમ તે ત્યાર પછીના સોળ સોમવાર અચૂક પુણેના એમ. એસ. ઈ.બી.ના કાર્યાલયમાં આ લોકો અણધાર્યા આવીને ખડા થતા... અંતે કેમે કરીને વીજળી ઈ.સ. ૧૯૮૪માં મળી.

લાભાર્થીઓનું બદલાયલું જીવનધોરણ

પાણી અને વીજળીની પાછળ પાછળ સમૃદ્ધિ આવી. વિલાસરાવની પ્રેરણામાંથી એ પ્રાપ્ત થઈ. તેનો ઋણ સ્વીકાર કેવી રીતે કરવો ? પછી ધાલેવાડીમાં પાકનારા બધા અનાજની, શાકભાજીની એક-એક કિલોની થેલી તૈયાર કરી. જુવાર, બાજરી, ડુંગળી, ચણા... ધાલેવાડીએ એ બધી થેલીઓ વાજતેગાજતે વિલાસરાવને ભેટ ધરી.

આ સિંચાઈ યોજનાએ તેના લાભાર્થીઓનું જીવન જ બદલી નાંખ્યું. જે ખેડૂતોએ આજસુધી હાથમાં સો રૂપિયાની નોટનો સ્પર્શ સુધ્ધાં નહોતો કર્યો, તેમને પહેલી જ મોસમમાં લાખ-લાખ રૂપિયની આવક થઈ... ઝૂંપડીનું સ્થાન પાકા ઘરોએ લીધું. વીજ—પંખો, ટી.વી. બધુંય આવ્યું. બારણે ફૂલઝાડ ડોલવા લાગ્યાં. શિક્ષણનો પ્રસાર થયો. કેટલાક ભણેલાગણેલા યુવાનો મુંબઈ-પુણેમાં નોકરી કરી રહ્યા છે. કેટલાક કેતી સંભાળી રહ્યા છે. ગામમાં ફટફટિયા, ટ્રૅક્ટર્સ આવ્યાં છે. એકરે વાર્ષિક ઉપજ બાર-તેર હજાર પર પહોંચી છે. છેલ્લા પચ્ચીસ વર્ષમાં ગામમાં એક પણ પોલીસ કેસ થયો નથી. સરપંચ પદ માટે ચૂંઠણી પણ નહિ.

ત્યાંના સરપંચ નિર્વિરોધ ચૂંટાયેલા હોય છે. જમીનમાં રહેલો ફાયદો અનુભવવાથી ત્યાં કોઈ પોતાની જમીન વેચતું નથી.

આજે ધાલેવાડીમાં એકંદર ૧૬ સિંચાઈ યોજના છે. ગામનો એકંદર વિસ્તાર (વહેળો, નાળા બાદ કરતાં) ૮૫૦ એકર છે. તે પૈકીની ૭૦૦ એકર જમીન સિંચાઈ હેઠળ આવી છે.

ગામની નિશાળ (સાતમા સુધીની) લોકોના જ સહકારથી ઊભી થઈ છે. સુંદર મકાન, મોટું સરસ સુવ્યવસ્થિત પટાંગણ, વાડને મોટાં વૃક્ષો એવું આકર્ષક રૂપ તેને પ્રાપ્ત થયું છે. આમ આ ગામ જ રળિયામણું, ઘાટદાર દેખાય છે. વિશેષ એટલે ગ્રામ્યજનો અહીં રાજકીય નેતાઓને ભાવ આપતાં નથી.

પહેલાં અહીંના લોકો મજૂરીની શોધમાં પરગામ જતાં, પણ સિંચાઈ યોજના શરૂ થયા પછી બહારના પાંચસો-સાતસો લોકો મોસમમાં અહીં ખેતમજૂરીએ આવે છે. ત્રીસતી સાંઇઠ રૂપિયાના રોજ પર કામ કરે છે. સિંચાઈ યોજના તૈયાર થઈ રહી હતી તે વખતે મુંબઈ-પુણે પેટ ભરવા કાજે ગયેલા, ત્યાંની ઝૂંપડપટ્ટીઓમાં જીવતા મજૂરી કરનારા ધાલેવાડીના લોકો ગામ પાછા આવ્યા છે. અવળા સ્થળાંતરનું ઉત્તમ ઉદાહરણ એટલે ધાલેવાડી. ધાલેવાડીની સફળતા જોઈને કોથળે, પરિચે, ચિકણેવાડી ઇત્યાદિ ગામોમાં પણ સિંચાઈ યોજનાઓ તૈયાર થઈ.

ધાલેવાડીના લોકોએ પોતાના વિસ્તારમાં પડનારા વરસાદનું એક પણ ટીપું નિરર્થક વહી ન જાય એનો પાક્કો બંદોબસ્ત અનુશ્રવણ તળાવ, પાળા, નાળા બંડિંગ, કન્ટૂર્સ વગેરે બાંધીને કર્યો છે. ‘પચાસ ટકા વરસાદ થાય છતાં બધું વ્યવસ્થિત નિભાવી શકાય’ એવો આત્મવિશ્વાસ તેમને છે. જળસ્રાવ વિસ્તાર વિકાસ પર તેમને શ્રદ્ધા છે. ‘પાણી કહેતાં જ વિલાસરાવનો ચહેરો નજર સામે આવે છે. ભગવાન એાથી કાંઈ નિરાળા હોઈ શકે ?’ એમ જગન્નાથ સાબળે પૂછે છે. તેમનો દીકરો અને દીકરાની વહુ પદવીધારી છે. વહુ શિક્ષિકા છે.

ત્યાંના જ મહાદેવ નામદેવ કાળાને કહે છે, ‘સાળુંખે મારા જીવનમાં પરિવર્તન લાવ્યાં.’ મહાદેવ કાળાને ઈ.સ. ૧૯૭૨ના દુષ્કાળમાં પથ્થર ફોડવાના કામ ઉપર, નહિ તો દસ કિ.મી. દૂર આવેલા તળાવનો ગાળ ઉલેચવાના કામે જતાં. તેમને ‘જય મલ્હાર સિંચાઈ યોજના’નું કામ મળ્યું અને પહેલાં જ વર્ષે જાદુઈ લાકડી ફરે તેમ થયું.

કાળાનેના ખેતરમાં ભરપૂર ડુંગળી થઈ. બે ટ્રક ભરીને ડુંગળી લઈને તે મુંબઈની બજારમાં ગયા. ડુંગળીનો સારો ભાવ મળ્યો. ખરચ બાદ કરતા હાથમાં ચાળીશ હજાર રૂપિયા આવ્યા. દિવસે ખરચ કરવા ગાંઠે ચાર રૂપિયાય ન હોય એ કાળાને રોકડા ચાળીસ હજાર રૂપિયા લઈને ઘરે આવ્યા.

તેમને એ બરાબર ગણતાય ઓવડતા ન હતા. સાથીની મદદથી એ ગણ્યા.

કાળાને એક દીકરો, ત્રણ દીકરી. દીકરો પદવીધારી થયો છે. ખેતી કરે છે. દીકરીઓ આઠમું-નવમું ભણીને લગ્ન થયાં પછી સાસરે ગઈ છે. સાસુ-સસરા, વહુ-દીકરો ખેતી સંભાળે છે. માણસો ઓછા પડે ત્યારે એકાદ માણસ દાડએ રાખે છે. તેમને બસો-અઢીસો ગણેશ દાડમનો બાગ છે. ત્યાં ટપક સિંચાઈનો તે ઉપયોગ કરે છે. તેમનું રહેઠાણ મોકળાશવાળું, સિમેન્ટનું પાકું છે. ઘરમાં ટી.વી., ફોન, પંખા, સ્વચ્છ ચાદરનો પલંગ છે. આંગણામાં દાડમનું વૃક્ષ, ફૂલઝાડ, પાણીનો નળ છે અને ભાષા અત્યંત શુદ્ધ, સ્વચ્છ અનુભવની વાણીના ઉચ્ચારોની (અમૂલાગ્ર, આયોજન, વિકાસ, પરિવર્તન વગેરે શબ્દ એ સહજ વાતચીતમાં છૂટથી વાપરે છે.)

વિલાસરાવના વિચારો પર, માર્ગ પર મને શ્રદ્ધા છે. મેં દીકરાનાં લગ્નમાં હુંડો (દહેજ) તો લીધો જ નહિ, પણ ખર્ચ સુધ્ધાં વહેંચી લીધો. હવે અમારી ખેતી ડેવલપ થઈ છે. એકાદ વરસ વરસાદ ન પડે તોય ચલાવી લેવાય ! સફેદ, સ્વચ્છ લેંઘો, સદરો, ટોપી પહેરેલા કાળાને આત્મવિશ્વાસપૂર્વક જણાવે છે.

અહીં ખરીપ ઋતુમાં બાજરી, ડુંગળી, શાકભાજી, ફૂલો થાય છે અને રવિમાં ઘઉં, ડુંગળી, જુવાર, ફૂલો, ચારો મળે છે. અહીં કોઈ પણ સિંચાઈ યોજનાના વિસ્તારમાં શેરડી લગીરેય વાવવામાં આવતી નથી.

માલધારી એ મહારાષ્ટ્રની સતત સ્થળાંતર કરનારી, પોતાનાં ઘેટાં-બકરાં સાથે ભટકનારી જાતિ. પણ ધાલેવાડીના વીસેક માલધારી કુટુંબો થાળે પડ્યા છે. થાળે પડ્યા કહેવા કરતા ધાલેવાડીના વિકાસમાં માલધારી સમાવવામાં આવ્યા છે અથવા એ વિકાસમાં માલધારીઓએ ફાળો આપ્યો છે એમ કહેવું યોગ્ય લેકાશે. અહીંની ખેતી અને માલધારી એકમેકને પૂરક નીવડ્યા છે.

સિંચાઈ યોજના સફળ થયા પછી ધાલેવાડીમાં પશુઓનો ખોરાક, ચારો, ભરપૂર ઉપલબ્ધ થયો. માલધારી ધાલેવાડી તરફ વળ્યા. બે હજાર ઘેટાં-બકરાંએ ત્યાં પડાવ નાંખ્યો. તેમની લિંડીઓનું ખાતર એ ઉત્તમ સેન્દ્રિય ખાતર. રાસાયણિક (કૃત્રિમ) ખાતરને કારમે જમીનને નુકસાન થાય છે. એ ધાલેવાડીના લોકોએ અનુભવ્યું હતું જ. તેમણે આ લિંડીના ખાતરનો લાભ લીધો. માલધારીઓને આશ્રય મળ્ય અને રોકડાય મળવા લાગ્યા. ધાલેવાડીના વિકાસને આ માલધારી સુધ્ધાં પૂરક બની રહ્યા. અહીંના ખેડૂત અને ભટકનારા તરીકે ઓળખાતાં માલધારી પરસ્પર પૂરક બની રહ્યા હોવાથી તેમનામાં સંપ પણ છે. અન્યથા આ માલધારી જાતિ સામાજિક દૃષ્ટિએ કોઈપણ લેખામાં ન હતી. એમનેય સુંદર અસ્તિત્વ મેળવી આપ્યું એ આ ધાલેવાડીના વિકાસે.

આ વિકાસ થયો ‘પાણી પંચાયત’ના ધોરણો અનુસરીને સહુને પાણીનો ન્યાયી હક્ક મળવાને કારણે. શેરડી જેવા વિપુલ પાણી પી જનારા પાક નકારવાને કારણે... એક મધ્યમ આકારના બંધ માટે (સિંચાઈસંગ્રહ માટે) વિસ્થાપિત થયેલ એક નાનકડું ગામ ઉદધ્વસ્ત ન થતાં તેનું પુનર્વસન કેવી રીતે થઈ શકે. એનું એક આદર્શ ઉદાહરણ એટલે આ ધાલેવાડી. વિસ્થાપિત લોકો વિકાસનો ભોગ બન્યા વગર વિકાસની પ્રક્રિયામાં કેવી રીતે સહભાગી બની શકે, એનો આદર્શ બોધ ધાલેવાડી આપે છે.

બાબદેવ ઉદવહન સિંચાઈ યોજના, શિંદેવાડી

ઊંચી ટેકરીઓના ઢાળ પર જેમતેમ સરકતાં ઊભું રહેલું ગામ શિંદેવાડી. આ દુષ્કાળગ્રસ્ત ડુંગરાળ વિસ્તાર. અનેક લોકો પોતાને જિવાડવા મુંબઈ પુણે ગયેલા. તેમની જમીનો પડતર. આ વિસ્તારના એક ગામો પીવાના પાણીથીય વંચિત. કેટલાક સ્થળે તો ત્રણ ત્રણ કિ.મી. દૂરથી પીવાનું પાણી લાવવું પડતું.

દર રવિવારે નાયગામમાં યોજાતી ‘પાણી પંચાયત’ની મિટિંગ માટે એક વખત શિંદેવાડીના કેટલાક વૃદ્ધો ૩૦ કિ.મી. અંતર પગે ચાલીને આવ્યા. વિલાસરાવને મળ્યા. પોતાની સમસ્યા વર્ણવી. ‘પાણી પંચાયત’ની સભામાં તેની પર વિચાર થયો.

પિલાનવાડી પરના લઘુ ઉદવહન સિંચાઈ બંધ પરથી (સ્ૈર્હિ ૈિંિૈખ્તટ્ઠર્ૈંહ ડ્ઢટ્ઠદ્બ) પાણી ઉલેચીને શિંદેવાડીને આપવામાં આવનાર હતું. પાંચ લાખ રૂપિયા ખર્ચ થનાર હતો. ૨૦% મુજબ લાખેક રૂપિયા શિંદેવાડીએ એકઠા કરવાના હતા. શિંદેવાડીમાં એટલી ગરીબાઈ કે, આ વાડી જો દિવસે લૂંટવામાં આવે તો પાંચસો રૂપિયા સુધ્ધાં ભેગા ન થયા હોત.

પણ સ્થાનિક શિક્ષકોએ આ યોજનામાં મોટો ભાગ ભજવ્યો. રૂપિયા સાંઇઠ હજાર ભેગા થયા. હજુય વીસ હજારની સગવડ કરવાની હતી. બાકીના શ્રમદાન દ્વારા ભરપાઈ કરવાના હતા. પ્રયત્ન ચાલુ હતા. નાયગામ યોજનાએ નજર સામે રચેલું લીલુંછમ સ્વપ્ન તે અદૃશ્ય થવા દેવા ઇચ્છતા ન હતા. સાંઇઠ ભાગીદારોની એકસો બે એકર જમીને પાણી મેળવી આપવાનું હતું.

યોજનાની શરૂઆત થઈ ૮૦ની સાલમાં, પણ વીજળી મળી ૧૯૮૬ની સાલમાં !

સંરક્ષક પાણીનો આધાર પ્રાપ્ત થયા પછી અહીંની જુવાર, બાજરી, ઘઉંનું ઉત્પાદન વધ્યું. લોકોએ પછી ફૂલખેતી, શાકભાજી વાવીને રોકડિયા પાકોય લેવાની શરૂઆત કરી. કેટલાકે ફળાઉ વૃક્ષો (સીતાફળ, પપૈયા, આંબા વગેરે) ઉછેરીને હવે તેનીય ઉપજ લેવાની શરૂઆત કરી. ભાગીદારોની આવક પહેલાથી દસગણી વધી છે. છેલ્લાં વીસ વર્ષમાં શિંદેવાડીનું રૂપ જ બદલાઈ ગયું છે.

ત્યાંના અણ્ણાસાહેબ શિંદેનું સંભારણું વર્ણવવાનું હોય તો ‘(લિફ્ટ) પહેલા મારા ખેતરમાં બેસીને રોટલો ખાવાનું કહીને તો વેંત જેટલોય છાંયડો ન હતો... હવે મારી જમીન પર સવાસો વૃક્ષો છે.’

ઈ.સ. ૧૯૫૨માં રૂ. ૮૦ એકર ભાવે સરકારે વનીકરણ અર્થે અહીંના ઢોળાવ પરની જમીનો વેચાતી લીધી. ખરું તો પહેલાં ત્યાં ઉત્તમ જાતની ડાંગર થતી. પણ સરકારે આ જમીનો લીધા પછી ડાંગર પાકતી બંધ થઈ. સરકારે વનીકરણ માટે લાખો રૂપિયા ખર્ચ્યા. ચાર કર્મચારી રાખ્યા, પણ ત્યાં ઝાડનું નામોનિશાન નહિ. લિફ્ટ શરૂ થયા પછી ખેડૂતોએ પોતપોતાની જમીનમાં જુદાં જુદાં વૃક્ષો વાવ્યાં. ઉછેર્યાં. તેની ઉપજ પણ આવવા લાગી. હવે ગ્રામ્યજનો સરકાર પાસે પોતાની જમીનો પાછી માંગી રહ્યા છે. ‘સરકાર કેવળ નીલગીરી વાવશે. એ કરતાં અમે ઘણું સારું કરી બતાવીશું.’ કહે છે.

રેણુકા ઉદવહન સિંચાઈ યોજના, માહૂર

સાસવડથી વીર બંધ તરફ જવાના માર્ગ પર ૧૨ કિ.મી. દૂર કર્હે ગામ આવેલું છે. વરસાદ ૭૦૦ મી.મી.ની આસપાસ. માહશૂરથી છ-સાત કિ.મી. દૂર વીર બંધ. પણ આ બંધનો માહૂરને કોઈ લાભ થતો ન હતો. કારણ બંધ નીચે અને માહૂર ઊંચાઈ પર. આસપાસની જમીન પણ પથરાળ. ભરપૂર ઢોળાવવાળી. વેરાન માહૂર એ ટેકરીઓનાં ઢોળાવ પર વસ્યું છે. વરસાદનું બધું પાણી વહી જાય છે. ખડકાળ ટેકરીઓને કારણે કન્ટૂર બંધ ગોઠવવા મુશ્કેલ, ત્યાં પાણી અટકાવવું કેવી રીતે, જમીનમાં ઉતારવું કેવી રીતે ! ગામમાં વૃક્ષોય ન હતાં. જે કાંઈ થોડાંઘણાં ઝાડવાં હતાં અથવા કાંટાળાં ઝાડવાં હતાં, તે પણ ઝડપથી ઘટતા જતા હતા. ફરીથી કાંઈ ઊગતું જ ન હતું. આ વિસ્તારમાં વનખાતાએ વનીકરણ કર્યું, પણ વાવી નીલગીરી. ખૂબ જ પાણી માંગનારી અને બીજું કોઈ ઊગવા ન દેનારી. એ ઝાડોથી ઢોરોને ખાદ્ય પણ મળતું ન હતું.

પાણીના અભાવે ખેતીની જમીનો વેરાન સૂકીભઠ્ઠ, ઘાસનું તણખલુંય નહિ. વાવેતર કરે તો બિયારણનો ખરચ પણ નીકળતો ન હતો. વરસાદના ભરોસે એક પાક લીધો કે ત્યાર પછી વર્ષભર કાંઈ જ નહિ. એટલે પછી લોકો જુવાર વાઢી લેવાય કે, મુંબઈ-પુણે તરફ મજૂરી માટે જતાં. ગામના યુવાન છોકરાઓને છોકરીઓ આપતાં નહિ. આરોગ્ય, શિક્ષણ તો દૂરની વાતો.

ઈ.સ. ૧૯૭૨માં રાજ્ય સરકારે ૬૦ મિલિયન ઘનફૂટ પાણી ધારણ કરવાની ક્ષમતા ધરાવનારું તળાવ સિંચાઈના હેતુથી બાંધ્યું. આમાંથી (ક્યારા) નહેર દ્વારા પાણી પૂરું પાડવાનું હતું. પરંતુ તાંત્રિક ભૂલને કારણે નહોરનું બાંધકામ અધૂરું જ રહ્યું. કામ રદ થયું. ફરીથી આ પાણી આખાય ગામને પહોંચાડવામાં આવે એવી કાળજી ય લેવામાં આવી ન હતી. તેને કારણે તળાવના નીચેના ભાગમાં જેમનાં ખેતરો હતાં અને જે પોતાના કૂવા ખોદી શકતા હતા, તેમને આ સંગ્રહનું પાણી ઝમીને તેમના કૂવાને મલ્યું. તેમને ફાયદો થયો. પણ જે તળાવથી ઊંચાઈ પર હતા, તેમની પાસે પાણી ઉલેચીને ઉપર લઈ જવાની સગવડ ન હતી. બારણે પાણી, પણ ઘરમાં નહિ ! એકાદ યોજના તેનાથી લાભ મેળવનારાઓમાં કેવા ભાગલા સર્જે છે એનું આ ઉદાહરણ. એ તળાવ હવે કેવળ પાણીનો સંગ્રહ બની રહ્યું. વરસાદનું પાણી સંગ્રહનારું.

એક લગ્ન પ્રસંગમાં નાયગામની પાણી પંચાયતની યશોગાથા સાંભળીને માહૂરના એક યુવાન ખેડૂત શ્રીરંગ બાબુગોળેએ ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ પાસેથી મદદ લેવાનું (ઈ.સ. ૧૯૮૧માં) નક્કી કર્યું. ગામના રહેવાસીઓ સાથે ચર્ચા કરીને એક જૂથ પણ તૈયાર કર્યું. ‘રેણુકા ઉદ્‌વહન જળ સિંચાઈ યોજના’ ૧૯૮૨માં અસ્તિત્વમાં આવી, પરંતુ વીજળી મેળવવા ૧૯૮૫ સુધી રાહ જોવી પડી.

અહીં એક જ મોટા જૂથને બદલે ત્રણ જૂથોમાં ૩૫, ૨૫ અને ૧૮ કુટુંબો એમ વહેંચાઈ ગયા છે. આ ત્રણ લિફ્ટ્‌સ મળીને ૧૮૦ એકર જમીન સિંચાઈ હેઠળ આવી.

હવે એ પ્રદેશ લીલોછમ થયો છે. જુવાર, બાજરી જેવા પારંપરિક પાકો સાથે ખેડૂતો ડુંગળી, ફૂલોની ખેતી કરવા લાગ્યા છે. ઈ.સ. ૧૯૯૦થી ફૂલોની ખેતી શરૂ થઈ. આ પુષ્પક્રાંતિ જ. કેટલાક જણ ફૂલોની ખેતીમાં દર એકરે વરસે રૂ. ૬૦ હજાર મેળવવા લાગ્યા. ‘પાણી પંચાયત’ના ધોરણે અહીં રાસાયણિક ખાતર અથવા જંતુનાશકો વાપરવામાં આવતા નથી. અહીંનું સ્થળાંતર પણ લગભગ અટકી ગયું છે.

જૂનાં ઝૂંપડાંઓનું સ્થાન પાકાં ઘરોએ લીધું. કેટલાકે વીમા પૉલિસીઓ લીધો. ૧૯૯૮માં તો અહીના ગામલોકોએ પોતાને ખર્ચે એક સભાગૃહ ઊભું કર્યું.

અહીં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. ઊંચું આવ્યું છે. મોટાભાગે બધાં બાળકો પ્રાથમિક શાળામાં જાય છે. ઘરમાંનું એકાદ બાળક તો માધ્યમિક શાળામાં હોય છે જ. હવે તો ‘પાણી પંચાયત’ ભાગીદારોની પહેલી પેઢીના પૌત્રો પુણે-મુંબઈની કૉલેજમાં શિક્ષણ લઈ રહ્યા છે. દીકરીઓ પણ પદવીધારી, બે પદવીધારી થઈ રહી છે.

હા ! અને હવે અહીંના છોકરાઓ માટે છોકરીઓ સામે ચાલીને આવે છે.

પાણીનો સંગ્રહ નિર્માણ કરવો અને પાણીની કાયમી ખાતરી નિર્માણ કરવી આ બંને જુદી જુદી બાબતો છે. સરકારે પાણીનો સંગ્રહ નિર્માણ કરીને એક રીતે ખેડૂતોમાં લાભાર્થી અને બિનલાભાર્થી એવા જૂથ (એટલે જ ધનવાન-ગરીબાઈ વચ્ચેની ખીણ વધારનારી વ્યવસ્થા) સર્જ્યા. પણ ‘પાણી પંચાયતે’ પાણીની સમન્યાયી વહેંચણી કરીને જળસ્રાવ ક્ષેત્ર વિકાસનો લાભ બધાયને કેવી રીતે મળી શકે એ સિદ્ધ કરી બતાવ્યું.

પાણીનો યોગ્ય વપરાશ એ પર્યાવરણની સમતુલા જાળવનારો હોય છે. કોઈ પણ યોજનામાં લોકભાગીદારી હોય તો તે લોકો વિકાસની જવાબદારી કેવી ઉઠાવે છે એ પણ માહૂર-શિંદેવાડીએ સિદ્ધ કરી બતાવ્યું.

બાબાવાડી યોજના, પિસર્વે

બાબાવાડી યોજના સફળતાપૂર્વક શરૂ થયા પછી પાણી પંચાયત કાર્યાલય માટે નાનકડું મકાન બનાવવાનું નક્કી થયું. શ્રી પુ. લ. દેશપાંડેના હાથે ખાતમુહૂર્ત થયું.

મકાન પૂરું થયા પછી ત્યાં સ્થાનિક યુવાનોને રોજગાર ઉપલબ્ધ કરાવી આપવાનો બાબાવાડીનો આશય હતો.

ઉનાળામાં પાણી અસરકારક રીતે વાપરવા માટે લાભાર્થીઓએ સંગઠિત થઈ બે એકર દ્રાક્ષબાગ કરવાનું નક્કી કર્યું. પ્રથમ ઋતુની આવક મળ્યા પછી બાબાવાડીએ ૩૦% (પ્રતિષ્ઠાનની સહાય)નો પહેલો હપ્તો (રૂ. ૭૦૦૦) ભર્યો. શાંતારામબાપૂ કોલતે જેવા ગ્રામ્ય નેતૃત્વે આ સાહસ દર્શાવ્યું. આ બાબાવાડીએ ખેતીના પાણી સાથે પીવાના પાણીનોય પ્રશ્ન સફળતાપૂર્વક ઉકેલ્યો.

પિલાનવાડી

લક્ષ્મણ બાબુરાવ પિલાણે, લક્ષ્મણનાં માતા-પિતા પિલાણેવાડીના રહેવાસી. આમની થોડી જિરાયતી જમીનો. તેમાંથી ઉપજ પણ શું મળે ? પેટનો ખાડો ભરવા માટે અને ઢોરઢાંખરને જિવાડવા માટે આ લોકો દિવાળી પછી ચાર-છ મહિના ગોળ બનાવવાના કારખાનામાં કામે જતાં. ચિતળે, ભિગવણ, ડાળજ, બારમતી, સોમેશ્વર, થેઉર આ તેમના નક્કી થયેલાં ગામો. ચોમાસામાં ગામે આવી જતા. ચાર મહિના ખેતરમાં મહેનત કરીને જે મળે એ લેવાનું. વળી રોજમદારી માટે બહારગામનો રસ્તો પકડવાનો. આએ જ તેમનો જીવનક્રમ. સાત વર્ષની વયે લક્ષ્મણ બાબુરાવ પિલાણે નિશાળમાં જવા લાગ્યો. થોડા દિવસ નિશાળ, થોડા દિવસ માતા-પિતા સાથે રોજમદારી પર બહારગામ એમ કરતાં કરતાં માંડમાંડ સાતમી સુધી ભણ્યો. પછી શાળા છૂટી ગઈ. નોકરી માટે તમણે મુંબઈનો રસ્તો પકડ્યો. ઈ.સ. ૧૯૬૦માં મિલમાં કામે લાગ્યો. પોતે ચારપાંચ વર્ષ કામ કર્યા પછીય પોતાના ઘરના લોકોને બહારગામ રોજમદારીએ જવા સિવાય વિકલ્પ નથી, એ લક્ષ્મણના ધ્યાને આવ્યું. પોતાની જમીનને પાણી મળ્યા સિવાય ઘરના લોકોનો આ ચક્રમાંથી છુટકારો નથી, એ તેને સમજાયું. એ વિચારે જ ૧૯૬૯માં એ પિલાનવાડી પાછો ફર્યો.

નોકરીમાં ભેગા કરેલા પૈસામાંથી અને ઘરના માણસોના શ્રમમાંથી તેણે પોતાની જમીનમાં કૂવો ગાળ્યો. સદ્‌નસીબે સારું પાણી હાથ આવ્યું. વધેલા પૈસા સ્ટેટ બૅન્કમાં એન્જિન માટે ચોથાઈ તરીકે ભર્યા. એન્જિન લીધું. તેને કારણે લક્ષ્મણની સાડાત્રણ એકર જમીન આઠમાસી પાણી નીચે આવી. બહારગામ રોજમદારી પર જવાની ઘાટમાળમાંથી લક્ષ્મણનાં ઘરનાઓનો હંમેશ માટે છુટકારો થયો.

પોતાના ખેતરમાં પાકનારી શાકભાજીના ટોપલા લઈ લક્ષ્મણ એને મુંબઈ મોકલવા માટે રાત-મધરાતે ધોરી માર્ગ પર એકલો જ બેસી રહેતો. શાકભાજી લઈને જનારી ટ્રકની વાટ જોતો. કારણ આખીય પિલાનવાડીમાં તેના એકલાની જ બાગાયત. ત્યાં બેસીને રાહ જોતી વખતે લક્ષ્મણના મનમાં એક જ વિચાર ચાલતો - આપણા કુટુંબનો દુષ્ચક્રમાંથી છુટકારો થયો. ગામનો ક્યારે થશે ? કેવી રીતે થશે ? બધાયને આઠમાસી પાણી કેવી રીતે મળશે ? ક્યારે મળશે ?

નાયગામની ‘પાણી પંચાયત’નું કામ લક્ષ્મણ પિલાણેના કાને આવ્યું. પિલાનવાડીમાં આવી એકાદ યોજના ચાલુ કરી શકાય કે, એનો વિચાર એ કરવા લાગ્યો. ગામલોકોની તદ્દન નામની જમીનો. તે આવા કામ માટે રાજી થશે કે ? આપણી વાત સાંભળશે કે ? પ્રશ્ન જ હતો.

લક્ષ્મણ પિલાનવાડીના કેટલાક લોકો સાથે ઈ.સ. ૧૯૭૯ના ઑક્ટોબર મહિનામાં સાસવડના સોમવારના અઠવાડિક બજારમાં જવા માટે પિલાનવાડીના એસ.ટી. સ્ટેન્ડ પર ઊભો હતો. એટલામાં ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ની જીપ સાસવડથી આવી. વિલાસરાવ અને ‘પાણી પંચાયત’ના કાર્યકરો નીચે ઊતર્યા. પાણીથી છલોછલ ભરાયેલા પિલનવાડી અનુશ્રવણ તળાવ તરફ અને ત્યાંથી જ થોડે દૂર રહેલી ઉજ્જડ જમીન તરફ નજર નાંખતા વિલાસરાવે જ પિલાનવાડી વાળાઓને પૂછ્યું, ‘શું ભાઈઓ, આ પાણીનો તમને કાંઈ લાભ થતો નથી કે ?’ પિલાનવાડીવાળાઓએ તેમણે માહિતી આપી. અનુશ્રવણ તળાવ પિલાનવાડીના નામ હેઠળ છે કરું, પણ તેનો ફાયદો વાડીને નથી. આ તળાવનું પાણી વહેળામાં છોડીને આગળ હરગુડે, યાદવવાડીમાં કેનાલ બનાવીને તેનો લાભ ત્યાંની જમીનોને થઈ રહ્યો છે.

વિલાસરાવ ઓશ્ચર્યચકિત થયા. પાણીનો સાગર પાસે હોવા છતાંય ગામ સૂકું.

વિલાસરાવે તે જ દિવસે પિલાનવાડીની નિશાળમાં બેઠક બોલાવી. વાડીના લોકોએ સાસવડ બજાર જવાનું રદ કર્યું. વિલાસહરાવે તેમને ‘પાણી પંચાયત’ના ધોરણ, નિયમ સમજાવ્યા. શરતો જણાવી. ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ કેવી મદદ કરશે તેનીય વિગતવાર જાણકારી આપી.

પછી તરત જ લક્ષ્મણ કેટલાક ગ્રામ્જયનોને લઈને નાયગામ ગયો. મંદિરની જમીન પરની યોજના જોઈ. આપણે આવી લિફ્ટ કરીશું જ એમ નક્કી કરીને સહુ પાછા ફર્યા.

બીજા જ દિવસે વિઠ્ઠલ હોલે ત્રણચાર પાણી પંચાયતના કાર્યકરોને લઈને પિલાનવાડીમાં હાજર થયો. તેમણે બધું નિરીક્ષણ કરીને, મોજણી કરીને ખર્ચનો અંદાજ કાઢ્યો. સભાસદોની બેઠક થઈ. એકરે રૂ. ૪૦૦ મુજબ ફાળો એકઠો કરવા જણાવ્યું. લક્ષ્મણ જૂથ પ્રમુખ બન્યો.

અનેરા સ્વાતંત્ર્યનો લાભ

તે જ દિવસથી વાડીવાળાઓએ ફાળો ભેગો કરવાની શરૂઆત કરી. બધાં જ માંડમાંડ પેટ ભરનારા, બકરાં, ઘેટાં, મરઘા, પરચૂરણ ઘરેણાં વેચીને બે મહિનામાં રૂ. ૧૦,૦૦૦ ભેગા થયા. ત્રણેક મહિને સરકારી અનુદાન મળ્યું. સભાસદોએ જ ઓછી મજૂરીમાં ચાસ ખોદ્યાં. ફેબ્રુઆરી ૧૯૮૧માં વીજલી જોડાણ થયું. વચલા ગાળામાં પ્રત્યેક સભ્યે પોતપોતાની જમીનમાંથી પથરા વીણ્યા. પાળા સરખા કર્યા. જમીનની સરસ માવજત કરી. પાંત્રીસ સભ્યોની મળીને પચ્ચીસ એકર જમીન તૈયાર થઈ. રોકાણ ખર્ચ આવ્યો પચાસ હજાર રૂપિયા. એ જમીનમાં પહેલી વાર ઉનાળું પાક આવ્યો. એકંદર ઉપજ થઈ ૪૨.૬૧૩ રૂપિયાની.

પાણીની સમાન વહેંચણી કરવી, લિફ્ટ ચલાવવા માટે ગોઠવેલાને પગાર આપવો, પંપનું બીલ ભરવું, યોજના પાછળ થનારો પરચૂરણ ખર્ચ, પાકનું રજિસ્ટર અને પાણીના કાર્ડ. ભરવા જેવા કામ કરનારાઓનો પગાર વગેરે ખર્ચ કાઢવા પિલાનવાડીના લોકોએ પાણીવેરા સ્વરૂપે પૈસા એકઠા કરવા ઠરાવ્યું. એકરે રૂ. ૧૬૦/- પ્રમાણે વાર્ષિક પાણીવેરો નક્કી થયો. ખાસ તો એક મહિનાની અંદર બધા સભ્યોએ પાણીવેરો ભર્યો. ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ તરફથી પાંચ વર્ષ માટે આપવામાં આવેલા કરજનો પહેલો હપ્તો પણ ભર્યો. બે ઋતુમાં મળીને પિલાનવાડીવાળાઓને ૮૦,૦૦૦ રૂપિયા ઉપજ મળી. તેમણે તુરત જ ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’નો બીજો હપ્તો પણ ભર્યો. પાંત્રીસ એકરના ૨૫ ખેડૂતોનું જીવન આમ બદલાયું.

આ જ પિલાનવાડીમાં રહેનારો પંઢરીનાથ પિલાણે, એની અને તેના બે ભાઈની મળીને ત્રણેયની એકંદર બે એકર જમીન હતી. થોડાં વર્ષો પહેલાં તેણે કૂવો ખોડવા લીધો હતો. ખૂબ ઊંડો ખોદ્યો. પાણી હાથ આવતું જ ન હતું. એ ખાડો એવો જ પડી રહ્યો. જમીનની વેહંચણી ભાઈઓમાં થયા પછી એ ખાડાની જમીન પંઢરીનાથના ભાગે આવી. લિફ્ટ દ્વારા પાણી મળશે કહેતાં જ તેણે તાત્કાલીક રૂ. ૨૬૦નો શેર વેચાતો લીધો અને સભાસદ પદ મેળવ્યું. ત્યાર પછીનાં બે વર્ષમાં તેણે એકલૈાએ એ કૂવો પૂર્યો. તેની પોણો એકર જમીન સિંચાઈ હેઠળ આવી. પાણી આવતાં પહેલા તેની જમીનમાંથી કોથળો ભરીને અનાજ મળતું. પાણી મળ્યા પછી પહેલા જ વર્ષે (૧૯૮૧) તેણે સાતસો રૂપિયાની ડુંગળી, એક હજાર રૂપિયાના વાલ અને ત્રણસો રૂપિયાનાં મરચાં લીધાં.

છૈયાછોકરા, ઢોરઢાંખર સાથે સાકરના કારખાના શોધતાં ભટકવાનાં દિવસ પૂરા થયાનો આનંદ પિલાનવાડીને મળવા લાગ્યો... શાહુકારના કબજામાંથી જમીન મુક્ત કર્યા પછી એક અનેરું સ્વાતંત્ર્ય અનુભવવા લાગ્યા.

ફોડજાઈ યોજના, પાંડેશ્વર

નાઝર બંધની નીચે ૩ કિ.મી. અંતરે પાંડેશ્વરના સીમાડામાં રહેનારા માલધારીઓ. નાજરેથી પાંડેશ્વરના વિસ્તારમાં શેરડી ખૂબ જ સુંદર ઝોલા ખાતી હતી. નાઝરે બંધના પાણી પર ઉપર શેરડી પાકે છે પણ નીચે ૩ કિ.મી. અંતરે આ માલધારી ખેડૂતોને પીવાનુંય પાણી ન મળે એવી દશા. પાણીનું એક પણ ટીપું નીચે આવે નહિ, એટલે ઉપરના ખેડૂતોએ નદીમાં ચર ખોદીને ટીપીને માટી ભરેલી. વિલાસરાવ સાથે શ્રી ના. ગ. ગોરે આ વસતિમાં ગયા હતા. એક આઘેડ માલધારી ખેડૂતે તેમને પોતાની કથા સંભળાવી. શું કહું ? દર વર્ષ અમે અમારાં ઘેટાં લઈને ઠેઠ કલ્યાણ, શહાપુર તરફ નહીં તો મહાડ ગામ તરફ જઈએ છીએ. ચાર મહિને પાછા આવીએ છીએ, નહીં તો પછી અકલૂજ પંઢરપુર તરફ જઈએ છીએ. બધાંય ઉચાળા, સરસામાન સાથે જ... નહિ તો મુંબઈ પહોંચવાનું. ત્યાં મોટેરાં બરાબર થાકીએ કે, મરવા પાછા ગામ તરફ આવીએ છીએ. અમારી બકરીઓને, ઘેટાંને પાસેના જંગલમાં ચરવા દેતા નથી, એટલે ખૂબ દૂર જવું પડે છે... હવે સાળુંખેસાહેબે કહ્યું : અહીં જ પાણી મળવું જોઈએ એ અમને ગળે ઊતરે છે. પાણી મળે કે અમે જુવાર પકવીશું, શાકભાજી વાવીશું, રીંટણાં, ટામેટાં લઈશું. ગાય, બેંસ પાળીશું. પછી અમારી વનવગડાની રઝળપાટ, ભટકવાનું બંધ થશે. અમારાં છૈયાંછોકરાં ભણશે, મોટાં થશે !’

પાણીનો એાધાર મળ્યે સ્થિરતા આવે નહિ. ત્યાં સુધી સંસ્કૃતિ કેવી રીતે નિર્માણ થશે ?

પાંડેશ્વરના ૨૩ સભાસદ (બધા માલધારી) ૬૦ એકર જમીન માટેની યોજના લઈને વિલાસરાવ પાસે આવ્યા. આ લિફ્ટને કારણે એક વર્ષમાં જ પાંડેશ્વરનો ચહેરોમહોરો જ બદલાયો. લીલોછમ બન્યો. હંમેશા આવનરા મહેમાનોને આપણે બીજે ક્યાંક જ આવ્યા કે કેમ એવું લાગે એટલો ફેરફાર થયો હતો.

લપતળવાડી

વીર બંધ અને જળવિદ્યુત કેન્દ્ર એ લપતળવાડીથી એકાદ કોસ જેટલું દૂર. પાછલી ત્રણ પેઢીઓ પંઢરપુર જઈ રહેલ વિકાસની નહોરો જોતી આવી હતી. ત્યાં તૈયાર થનાર વીજળી પર નિર્માણ થનારી સંપત્તિ જોતા આવ્યા હતા, પરંતુ લપતળવાડી એ બધાથી વંચિત.

લપતળવાડીની જ પાસેના માંડકી ગામના પરિસરમાં કૅનાલનું પાણી જતું હતું. એ મફતમાં વાપરીને સેંકડો એકર શેરડી વીજળીના શૂલ્ક દરે ખેતરમાં ઊભી છે. વીરબંધની ડાબી નહેર આ વાડીની પાસેથી પસાર થાય છે. પણ વાડી ઉંચાઈ પર. વીજળી મળે નહિ. તો ત્યાં સુધી પાણી ચડાવવું કેવી રીતે ?

ઈ.સ. ૧૯૭૨ના દુષ્કાળથી જ લપતળવાડીના ગણપત પિલાણે વાડીમાં લિફ્ટ યોજના કરવાની મથામણમાં હતા. વાડીમાં એક વિશિષ્ટ સ્થળે કૂવો ખોદીને તેની પર વીજળીનો પંપ ગોઠવાનું તેમણે વિચાર્યું હતું. દુષ્કાળમાં પથ્થર ફોડવાના કામ પર હતા ત્યારે ઘરદીઠ દસ રૂપિયા ઉઘરાવીને એક નિષ્ણાત એન્જિનિયરને અંદાજી ખર્ચ કાઢવાનુ ંકામ સોંપ્યું. પણ મુશ્કેલી ઊભી થઈ એ ગામના નકશાની. કારણ વાડીનો નકશો હતો સાત ટુકડામાં. તેના માટે વાપરેલા સ્કેલ જુદા જુદા. તેને કારણે તે એકત્ર કરવાનું કામ ખૂબ જ માથાકૂટવાળું. સળંગ નકશો કાંઈ મળે નહિ. યોજના પડતી મૂકવી પડી.

ઈ.સ. ૧૯૭૬માં ફરી એક વખત આ અંગેના પ્રયત્ન થયા. આ વખતે એન્જિનિયરે ખર્ચનો આંકડો કાઢ્યો સાત લાખ રૂપિયા. જીવ મૂંઝવી દેનારો જ આ આંકડો. ફરી, નકશો સળંગ થતો જ ન હતો. એ સાંધા કરી જોડી ન શકાય તો બૅન્ક કરજ આપે નહિ અને બૅન્ક કરજ આપે એટલે આપણી જમીનો તારણમાં રાખે. નથી જોઈતી એ લિફ્ટ. એટલે યોજના રદ થઈ.

ઈ.સ. ૧૯૭૮માં નકશો જોડવાની વાડીના લોકોને સફળતા મળી. ૨૪ કૂવાઓ માટે પંપની અરજી વીજળી બૉર્ડ પાસે ગઈ. તેમાં અનેક વાંધા નીકળ્યા... નિરાશા ભાગે આવી.

ગામની વસતિ ૭૫૦. એ પૈકીના ૪૦% લોકો પાસેના બાગાયતદારના ગામે મજૂરી પર, ૧૦% મુંબઈમાં કામદાર. ગમપતરાવ પિલાણેને શું કરવું, કેવી રીતે કરવું, કાંઈ સમજાતું ન હતું.

ઑગસ્ટ ૧૯૮૦માં લપતળવાડીના બે વૃદ્ધ ઘરની ગરીબીથી કંટાળીને દેવદર્શને નીકળ્યા. દેવદર્શન કરતાં કરતાં નાયગામના સિદોબાએ (સિદ્ધેશ્વર મંદિર) આવ્યા. ત્યાં દર્શન કરીને તેમણે જેજુરીનો માર્ગ પકડ્યો તો માર્ગમાં ‘પાણી પંચાયત’નું કાર્યાલય મળ્યું. ત્યાં તે વળ્યા. ત્યાં તેમને વિઠ્ઠલ હોલેએ વ્યવસ્થિત બધી માહિતી આપી. ઉદવહન સિંચાઈ યોજના, પ્રતિષ્ઠાનની મદદ વગેરેની સમજણ આપી. આ બધી બાબતોમાં એજન્ટ કે દલાલ નથી હોતો, એન્જિનિયર નથી હોતો, લોકોએ જ સાથે મળીને બધું ઊભું કરવાનું હોય છે. આ બધું ‘ડિટેલવાર’ સમજાયા બાદ વૃદ્ધો આનંદ પામ્યા. જેજુરી જઈને ખંડોબાના દર્શન કરીને તે બંને લપતળવાડી પાછા ફર્યા. તેમણે નાયગામની ‘પાણી પંચાયત’ની કથા ગામલોકોને સંભળાવી.

બીજા જ રવિવારે ગણફત પિલાણે ૨૫ જણને લઈને નાયગામની અઠવાડિક બેઠકમાં હાજર ધથયા. ત્યાં વિલાસરાવ તો હતા જ, પણ ‘પાણી પંચાયત’ના ૫૦ કાર્યકરો પણ હતા. સહુએ લપતળવાડીની આદરપૂર્વક વાત જાણી. તેમની મુશ્કેલીઓની જાણકારી મેળવી.

વિલાસરાવે માર્ગદર્શન આપ્યું. કાર્યકર્તાઓએ આયોજન કર્યું. અંદાજપત્ર તૈયાર થયું. કામનું આયોજન થયું. ૮૪ સભ્યો મળીને બે યોજનાઓ ઊભી થવાની હતી. મુંબઈની ઝૂંપડપટ્ટીમાં જીવનનિર્વાહ માટે રહેનારા ૨૫ લપતળવાસી કુટુંબો પૈકીના ૧૫ કુટુંબો પાછાં આવ્યાં હતાં. યોજનાના સભાસદ થયા હતા. ‘પાંચ-ત્રણ-બે ભેગા થયા અને ત્રણ મહિનામાં કામ પણ પૂર્ણ થયું. આ કામ પૂરું થતાં વીસ હજાર ઓછાં પડ્યાં, ત્યારે વાડીના લોકોએ તેટલા મૂલ્યનું શ્રમદાન કર્યું... અને પછી વીજળી અવરોધ ઉત્પન્ન કરે, એ થઈ જ.

૨૦ જાન્યુઆરી ૧૯૮૨ના રોજ વીજળી પુરવટા મંજૂરીનો પત્ર આવ્યો. થાંભલા તાર આવીને ખડકાયા. બે દિવસ પછી કામ એકાએક અટક્યું. ૨૬ જાન્રુઆરીએ યોજનાનું ઉદ્‌ઘાટન થવાનું હતું. એ રહ્યું. ખરીફ પાક હાથમાંથી ગયો. એ મોસમમાં કાંઈ નહિ તો ૫૦ હજારની ઉપજ સભાસદોને મળી હોત. પરંતુ તેમ નથવાથી વાડીવાલાઓને ફરી દુષ્કાળનાં કામો પર મજૂરી કરવી પડી.

લોકોએ જ આટલું કામ કર્યું, છતા ંપોતાના રાજકીય વર્ચસ્વને નુકાસન થશે, એટલે એક મોટા આગેવાને જ વીજળી પુરવઠા કામમાં કાંઈક તાંત્રિક સળી કરીને વિલંબ ક્યો હતો.

૧૫૦ એકર અને અઢી લાખ રૂપિયાની યોજના પૂર્ણ થયે એક વર્ષ વીતી ગયું, છતાંય વીજળી મળી ન હતી. વીજ જોડાણ થાય એટલે ત્યાર પછી કેટલાક મહિના વિલાસરાવ લપતળવાડીના લોકો સાથે આકાશપાતળ એક કરતા હતા. વીજળી બૉર્ડના કાર્યાલમયાં આંટા મારતા હતા. મહામહેનતે પ્રત્યક્ષ યોજના ઘડીને, ઊભી કર્યા પછી એ કાર્યાન્વિત થવામાં ત્રણ વર્ષ વિત્યાં. આખરે ઈ.સ. ૧૯૮૪માં વીજળી મળી. લપતળવાડીની કમનસીબીનો અંત આવ્યો.

સમાજની વિચિત્ર અપેક્ષાઓનો ત્રાસ

ઈ.સ. ૧૯૮૨માં પણ ઈ.સ. ૧૯૭૨ની જેમ જ દુષ્કાળ પડ્યો હતો. પુરંદર તાલુકાની કાળદરી ખીણમાં સરકાર તરફથી પાણી-પુરવઠો-શિરસ્તામુજા ટેન્કર મારફત ચાલુ હતો. એકંદર ૩૦૦ વાડીઓમાં એાવું પાણી વહેંચાવમાં આવતું હતું. ટેન્કર આવીને વાડીના કૂવાઓમાં પાણી ઠાલવતું અને પછી ૨૦૦-૩૦૦ માણસોની, તેમાં સ્ત્રી-પુરુષ-બાળકો-વૃદ્ધો બધાં જ હતાં. એક જ વખતે પાણી-કૂવામાંથી કાઢવા માટે ભીડ થતી. એક તરફ આ દૃશ્ય અને ત્યાંથી થોડા અંતરે આવેલી નવલેવાડીમાં ‘પાણી પંચાયત’ દ્વારા તૈયાર થયેલ યોજનામાં (આને સરકારી અનુદાન ન હતું. કેડૂતોએ ૮૦ હજાર રૂપિયા ભેગા કરીને અને બાકીની રકમ ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાને’ આપીને એ પૂરી કરી હતી.) ભાગીદારોને ઘર આગળ નળ દ્વારા પાણી મળી રહ્યું હતું. એ દૃશ્ય બીજી તરફ. પરંતુ આ દૃશ્ય જોવા છતાંય બધું સરકારે જ કરવું જોઈએ એવી લોકોની અપેક્ષા હોય છે, એ વિલાસરાવને પ્રદેશમાં ફરતી વખતે અનુભવાતું. લોકો આગેવાની લે તો ‘પાણી પંચાયત’ યોજના સફળતાપૂર્વક ઊભી થઈ શકે, એ જોવા છતાંય આપણેય આવો કાંઈક પ્રયત્ન કરી જોઈએ. એવા ઉત્સાહનોય અભાવ જોવા મળતો. અનુશ્રવણ તળાવ માટે જમીન સંપાદન કરતી વખતે ગ્રામ્યજનો જ કેવા અક્ષેપ કરે છે. ગામ માટે થોડોય ત્યાગ કરવા તત્પર નથી હોતા એનો દુઃખદ અનુભવ તેમને થતો. લોકોને સામૂહિક યોજના માટે તૈયાર કરવા એ કેટલી મુશ્કેલ બાબત છે, એનોય તેમને અનેક વખત અનુભવ થયો. પણ એટલે કાંઈ તેમણે પીઠેહઠ કરી નહિ.

ઉદવહન સિંચાઈ યોજનાઓ તૈયાર થઈ. એ કાંઈ સરળતાપૂર્વક નહોતી થઈ. ગામડાના માણસો ગરીબાઈને કારણે પૈસાની બાબતમાં કોઈની ઉપર એકદમ વિશ્વાસ મૂકવા તૈયાર નથી થતાં. અનેક સરકારી યોજનાઓનો ધૂર્ત લોકોએ પોતાના જ ફાયદા માટે ઉપયોગ કરીને આવા ગૂંચવડા કર્યા એનો તેમને અનુભવ ચે.

એક વસતિમાં પાણી પંચાયત યોજના અમલમાં મૂકવાનું નક્કી થયા પછી તેમણે ૨૦% ખર્ચની રકમના રૂ. ૨૦ હજાર ભેગા કર્યા અને ત્રાસાં, વાજિંત્રો વગાડતાં સરઘસાકારે જઈને વિલાસરાવના હાથમાં સોંપ્યા. આ વાતની શ્રી પુ. લ. દેશપાંડેને ‘પાણી પંચાયત’ની ઉદવહન સિંચાઈ યોજનાની મુલાકાત વખતે જાણ થઈ. ત્યારે તેમણે કહ્યું, ‘સાચ્ચે જ ગ્રામ્યજનોને અભિમાન થાય એવી જ આ વાત.’ એ સાંભળી ત્યાંના ‘પાણી પંચાયત’ના કાર્યકરે કહ્યું. ‘અભિમાન વગરે ઠીક છે. એકઠા થેયલા પૈસા (વિલાસરાવ) સાહેબ સુધી પહોંચાડવામાં આવે છે કે નહિ, એની શંકા (ગ્રામ્યજનોના) મનમાં હતી. એટલે તો આખુંય ગામ વાજતે ગાજતે નીકળ્યું. પૂરી રકમ હાથમાં સોંપ્યાનું પોતાની સગી આંખે જોયું. આવા ખંધા છે અમારા માણસો.’

ગામના માણસો આમ ધૂર્ત, સાવધ, ચટ્‌ દઈને પારકા પર વિશ્વાસ ન મૂકનારાં. તેમને ભેગા કરવાં, એકાદ વિચાર તેમની સામે મૂકીને એ એમનાં મનમાં ઉતારવાં. એ અનુસાર કામે લગાડવાં આ બધું ખૂબ જ મુશ્કેલ, પણ વિલાસરાવે જી સાથે એ કર્યું. કડવા અનુભવ પચાવ્યા. સ્થાનિક સાધનો, સ્થાનિક વ્યવસ્થાના ઉપયોગ દ્વારા તેમણે પોતાના વિચાર પ્રત્યક્ષ સાકાર કરી બતાવ્યા.

ખંતીલા પ્રયત્નોની ફલશ્રુતિ

ખેડૂતોને પાણી પ્રશ્ને સંગઠિત કરવાની કામગીરી તો ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાને’ પાર પાડી જ હતી. પરંતુ આ ખેડૂતોએ યોજનાઓના ખર્ચનો અંશતઃ ફાળો પોતે ઉપાડ્યો હતો એ ખાસ વાત હતી. પાણીની સમન્યાયી વહેંચણી તો ‘પાણી પંચાયત’ની યોજનાનું વિશેષતા સૂચક લક્ષણ બની રહ્યું. વિલાસરાવે ‘પાણી પંચાયત’ની યોજનાઓ દ્વારા આંદોલને, એકંદર સામાજિક વિચારધારાને જ જુદી જ દિશા આપી.

જે સમયે પુણે જિલ્લામાં સરકારની બે કરોડ રૂપિયાની સિંચાઈ યોજનાઓ બંધ પડી, પૈસા પાણીમાં ગયા, તે જ ગાળામાં ઈ.સ. ૧૯૭૯-૮૧માં બે વર્ષમાં પુરંદર તાલુકામાં ૪૦ યોજનાઓ ઊભી કરવાના પ્રયત્ન થયા. તેમાંની ૩૭ કાર્યાન્વિત થઈ. ૧૦૨૦ કુટુંબોને અને ૭૨૮ હેક્ટર જમીનને તેનો લાભ મળ્યો.

ત્યાર પછીનાં ત્રણેક વર્ષમાં એકંદર ૬૧ યોજનાઓ તૈયાર થઈ. તે પૈકીની ૩૬ યોજના અનુદાનની, ૨૫ વગર અનુદાનની હતી. એકંદર ૧૮૪૦ કુટુંબોને ૧૬૦૦ હેક્ટર (૮૪ હજાર એકર) જમીનને લાભ થયો.

આ વિલાસરાવના ખંતીલા પ્રયત્નોની ફલશ્રુતિ.

આ સર્વ કાર્ય સાકાર કરતી વખતે આર્થિક મદદ મેળવવી એ પણ મહત્ત્વની હતી. વિલાસરાવે જાતે પોતાના પૈસા આપ્યા. ભાઉસાહેબ નેવાળકર, ડૉ. મધુસૂદન સાઠે સાથે તેમણે ભંડોળ પણ ઊભું કર્યું. ‘મરાઠા ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ’. ‘વનાજ એન્જિનિયરિંગ’, ‘એમ. જી. ભટ્ટ ટ્રસ્ટ’, ‘કાસા પીપલ્ક ઍક્શન ફોર ડેવલપમેન્ટ, ‘નોવીબ’ (નેધરલૅન્ડ), ‘સ્વિસ ઍઇડ’ જેવી દેશી-વિદેશી સંસ્થાઓ તરફથી પણ આર્થિક મદદ મળી. પ્રતિષ્ઠાનના આર્થિક વ્યવહાર ચોખ્ખા રાખવાની જવાબદારી નવરે અને વાકચૌરેએ સંભાળી.

વિલાસરાવે ઈ.સ. ૧૯૭૯થી ત્યાર પછીનાં ત્રણ વર્ષ પુરંદર તાલુકામાં જ કામ કર્યું. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ફરવાની શરૂઆત કરી. સુખદેવ કોલતે, નાના પાટોળે, વિઠ્ઠલ હોલે, લક્ષ્મણ ખેડકર, ગણપત પિલાણે, શિવાજી શેંડકર, પવાર જેવા ‘પાણી પંચાયત’ના કાર્યકરો તૈયાર થયા હતા. કર્નલ શ્રી સંપતરાવ સાળુંખે પણ સાથે આવ્યા. સાતારા જિલ્લામાં હિંગણી, કવઠે મહાંકાળ (જિ. કોલ્હાપુર), સોની જાવળા (જિ. બીડ) જેવાં સ્થળોએ પાણી પંચાયત ઉદવહન સિંચાઈ યોજનાઓ તૈયાર થઈ. ‘ગ્રામાયન’ સંસ્થા તરફથી નિમગાવ-મહાળુંગી (તા. શરૂર)માંય યોજના અમલી બની. ત્યાં ૧૦ માતંગ, ૫ વડારી, ૧૧ મરાઠા સભ્ય થયા. પરંપરાગત કારણો સિવાય ક્યારેય ભેગા ન આવનારા આ લોકો વિકાસ માટે સહકાર આપવા તૈયાર થયા. ‘આપણને શું ખબર પડે’ કહેનારા માણસો બેઠક આયોજિત કરીને કામનો વિચાર સામૂહિક રીતે કરવા લાગ્યા.

વિલાસરાવનું નવું સમીકરણ

પાણીની બાંયધરી એટલે વિકાસની બાંયધરી. આ સમીકરણ વિલાસરાવે સાકાર કરી બતાવ્યં. દારિદ્રય અને સમૃદ્ધિને વિભાજીત કરનારી રેખા એટલે પાણી (ઉટ્ઠીંિ ૈજ ંરી ઙ્ઘૈદૃૈઙ્ઘૈહખ્ત ઙ્મૈહી હ્વીુંીીહ ર્િજીિૈંઅ ટ્ઠહઙ્ઘ ર્દૃીિંઅ) જેવું અંગ્રેજ અર્થશાસ્ત્રી ગાય હંટરનું વાક્ય વિલાસરાવ હંમેશા જ ટાંકતા. એ પછી ‘પાણી પંચાયત’નું સૂત્ર વાક્ય બની ગયું.

આ ગાળામાં વિલાસરાવ હંમેશા એક સમીકરણ રજૂ કરતાં.

ઈ૩ = ઝ્ર૩. ઈ૩ = ઈટીિૈદ્બીહં (પ્રયોગ), ઈઙ્ઘેષ્ઠટ્ઠર્ૈંહ (શિક્ષણ), ઈટીંહર્જૈહ (વિસ્તાર).

ઝ્ર૩ = ર્ઝ્રદ્બદ્બેહૈષ્ઠટ્ઠર્ૈંહ (પ્રસાર), ર્ઝ્રર્-ીંટ્ઠિર્ૈંહ (સહકાર), ર્ઝ્રદ્બદ્બૈંદ્બીહં (વચનબદ્ધતા).

વિલાસરાવે માત્ર સમીકરણ સિદ્ધ કરી બતાવ્યું એટલું જ નહિ, પણ ઉપલબ્ધ માનવશક્તિ અને સાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સુંદર યોજનાઓ સફળતાપૂર્વક પાર પાડી શકાય છે અને દારિદ્રયને તેમજ બેકારીને દૂર કરી શકાય છે એ પણ દર્શાવ્યું. વિકાસ કરતી વખતે તળિયેથી આયોજન કરવું આવશ્યક છે. વિકાસની પ્રક્રિયામાં લોકફાળો કેવો હોય છે, એ કેટલો મહત્ત્વનો હોય છે એ પણ સ્પષ્ટ થયું.

પાણી પરના અધિકારની યોગ્ય નોંધ લેવામાં આવે કે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ આપોઆપ થશે, એ વિલાસરાવનું કહેવું આ ‘પાણી પંચાયત’ નિર્મિત સિંચાઈ યોજનાઓ દ્વારા સિદ્ધ થયું. પાણીની ન્યાયી પદ્ધતિએ વહેંચણી કરવાથી સમસ્ત સમાજ જ સક્ષમ થાય છે. તેમાં સ્ત્રીઓ પણ કાર્યક્ષમ નીવડે છે એ પણ જોવા મળ્યું. રુદ્રગંગા, જાનાઈ જેવી હરગડ્યાની સિંચાઈ યોજનાઓ બહેનોએ ઊભી કરી. તેમણે જ ચલાવી. ત્યાંના સાત બારના ઉતારા પર બહેનોનાં નામ ચઢ્યાં.

સિંચાઈ માટે પૂરા પાડવામાં આવતા પાણીનું એક ટકો પાણી પીવા માટે પર્યાપ્ત હોય છે. તે માટે જુદી યોજનાઓ કરવી પડતી નથી. સિંચાઈની સુવિધા થયા પછી ત્યાંની સ્ત્રીઓને પાણીની શોધમાં માથે બેડાં લઈને આમતેમ ભટકવું પડતું નથી. એ પણ આ યોજનાઓથી સાકાર થયું.

લિફ્ટ્‌સ વ્યવસ્થિત કાર્યાન્વિત થયા પછી જે તે લિફ્ટની પંચ સમિતિ જ તેની વ્યવસ્થા સંભાળવા લાગી. ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ તેમના રોજિંદા વ્યવહારમાંથી મુક્ત થયાં. તાંત્રિક સલાહ આપવી, કૃષિવિષયક માર્ગદર્શન આપવું એટલું જ પ્રતિષ્ઠાન સંભાળે છે. ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ દ્વારા પ્રશિક્ષણ મેળવેલ (એ સદસ્યોમાંનો જ એક હોય છે.) પાણી વહેંચણીનું કામ સંભાળે છે. તેને એ કામ માટેનું વેતન મળે છે. બહારનાઓને આવા વ્યવસ્થાપનમાં પ્રવેશ મળતો નથી. (વૉટરમેન પાણી પંચાયતનો જ સદસ્ય હોવાથી એને વધુ પૈસાની લાંચ આપીને પાણી ચોરવાની સગવડ આ વ્યવસ્થામાં નથી.) દર વર્ષે ચૂંટણી થઈને જે તે વર્ષ માટેની પંચ સમિતિની પસંદગી કરવામાં આવે છે. દરેક લિફ્ટ સભ્ય પોતપોતાના જૂથના વડાની પસંદગી કરે છે, તેનાં માર્ગદર્શન હેઠળ પંચ સમિતિ કામ સંભાળે છે.

આવશ્યક એવી અલિપ્તતા

દરેક પાણી પંચાયત ઉદવહન સિંચાઈ સમિતિ પોતપોતાના વિસ્તારનો નિર્ણય કરીને તેની અમલવારી કરવા લાગી. પોતના વિકાસના પોતે જ ધણી બન્યા અને ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ મુક્ત થયું. સ્વૈચ્છિક સંસ્થાએ ઊભું કરેલું કાર્ય, સંસ્થાએ પોતાને અનિવાર્ય ગણ્યા વગર પોતાના સામર્થ્ય બળે આગળ કેવી રીતે ચાલશે એ જોવું આવશ્યક હોય છે. તે કાર્યથી ક્યારે અળગા થવું અને સંચાલન લાભાર્થીઓના હાથમાં ક્યારે આપવું (ઈટૈં-ર્ઁઙ્મૈષ્ઠઅ) એ ધ્યાને લેવું આવશ્યક હોય છે. એ સંભાળ ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાને’ લીધી.

નાયગામ યોજનાની સફળતા બાદ ભારતમાં અનેક રાજ્યોમાંથી, મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી અહીં આવો અને આવાં કામો ઊભાં કરો, એવાં વિલાસરાવને આગ્રહ કરતાં નિમંત્રણો મળ્યાં, પરંત તેમણે તેને નકાર્યા. અમારે ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’નું મોટું સંગઠન બનાવવું નથી. પરંતુ અમારા વિચારોને અનુસરનારાઓને અમે મદદ, માર્ગદર્શન આપીશું એમ તે કહેતાં. નાનાં નાનાં જૂથો દ્વારા, સ્થાનિક સ્તરે આવા કામો થાય એ જ તેમનો આગ્રહ હતો.

છેક શરૂઆતથી જ વિલાસરાવે ‘પાણી પંચાયત’નું સ્વરૂપ આંદોલનનું રાખ્યું. યોજના ઊભી કરતી વખતે કાગળના ઘોડા નચાવવા ન પડે એ જ તેમનો આગ્રહ. તેને કારણે જ કાગળના ઘોડા નચાવવામાં અજાણ એવા ગ્રામ્ય ખેડૂતો પર સિંચાઈ યોજના ઊભી કરતી વખતે દબાણ કે તાણ આવી નહિ. તેમને ‘પાણી પંચાયત’ પોતીકી લાગતી (એટલે જ તો ટેકવડી ઉદવહન સિંચાઈ યોજનાના સભ્ય અણ્ણા આંબેલેએ પોતાની દીકરીનાં લગ્ન પત્રિકા ‘પાણી પંચાયત પ્રસન્ન’ એમ છાપી અને પત્રિકામાં આમંત્રિતો હતા ‘સમસ્ત પાણી પંચાયત સદસ્ય.’

આ ઉદવહન સિંચાઈ યોજના અસ્તિત્વમાં આવ્યા પછી તેમની સહકારી મંડળીઓ બનાવવી એવો પ્રસ્તાવ સરકારે વિલાસરાવ સમક્ષ મૂક્યો, પરંતુ તેને તેમણે નકાર્યો. સહકારી મંડળીની નોંધણી, રચના, તેમાંની ગૂંચવણો, તેનું બંધારણ, ચૂંટણીઓનું રાજકારણ વગેરે સામાન્ય ખેડૂતોની ગુંજાયેશ બહારનું જ. તેમના માટે ‘પાણી પંચાયત’ના સોગંદ પૂરતા હતા. એવો તેમનો મત હતો.