સ્ત્રી જીવનની ગઈકાલ, આજ અને આવતીકાલ
(નિબંધ)
*“કેવલ સ્ત્રી નહિ, સૂનો હમ સાથી હૈ, ભગિની માં હૈ, નહિ વાસના કા સાધન હૈ, હમ મમતા હૈ ગરિમા હૈ. આંચલ મેં જીવનધારા હૈ, કર મેં આતુર રાખી હૈ, મસ્તક પર સિંદૂર બિંદુ, અનુરાગ, ત્યાગ કી સીમા હૈ, ગૃહિણી, સહધર્મ ચારિણી કુલદીપક કી બાતી હૈ”*
ઉક્ત પંક્તિઓ ગાયત્રી પરિવારના સૂત્ર સંચાલક પૂજ્ય ગુરુદેવે ૧૯૬૩ માં કહી હતી. સમગ્ર વિશ્વની સકારાત્મક ચિંતા એ છે કે, કુટુંબ, સમાજ અને દેશમાં સ્ત્રીઓ માટેનો દ્રષ્ટિકોણ સતત બદલાતો રહયો છે અને તેની અસરને પ્રતાપે સ્ત્રીના જીવનમાં સતત ને સતત પરિવર્તન થતું રહયું છે, વળી શિક્ષણ, આરોગ્ય-સેવાઓ, વ્યવસાયો, કાયદા વગેરેના લાભ સ્ત્રીને વધુ મળતા થયા છે અને વ્યક્તિ તરીકે પણ તે વધુ મળતા થયા છે અને વ્યક્તિ તરીકે પણ તે વધુ આશા અને અપેક્ષા રાખતી થઈ છે. સ્ત્રીઓની સ્થિતિ પહેલાં કરતાં સુધરી છે પણ હજી આ દિશામાં ઘણું કરવાનું બાકી છે. શું ક્યારેક એવો દિવસ આવશે ખરો કે કોઈ વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ એ હકીકત તેના વિકાસમાં લેશમાત્ર આડે ન આવે? પોતાની સ્ત્રી તરીકેની આગવી ઓળખ ગુમાવ્યા વગર સ્ત્રી સાચા અર્થમાં પુરુષ-સમોવડી બની શકશે ખરી?
ઉત્તરમાં કહી શકાય કે, સ્ત્રી અને પુરુષ પ્રકૃતિગત જ અલગ અસ્તિત્વ ધરાવે છે. સ્ત્રીએ પુરુષ જેવી કે સમોવડી થવાની કોશિષ કરવી એ અપ્રાકૃતિક છે. સ્ત્રી-પુરુષના સજાતીય આકર્ષણ કે સંબંધોનો વિચાર પણ કુદરતે સર્જેલ અસ્તિત્વના નાશનું અને અધોગતિનું પાપ જાણવું. પણ અલકનંદા, આત્મજા, ગંગોત્રી, મંદાકિની,સીતા, જશોદા, કૌશલ્યારૂપ સ્ત્રી ધરતી ઉપર આવકાર્ય હતી અને રહેશે.
* સ્ત્રી જીવનની ગઈકાલ:-
‘જ્ઞાન બળથી આપણે બીજાં પ્રાણીઓ કરતાં ઊંચાં છીએ. કેળવણીથી જ્ઞાનબળ પ્રાપ્ત થાય છે. માણસમાં સ્ત્રી પુરુષ બંને છે. સ્ત્રીના હક્ક ઘણા ખરા પુરુષ જેટલા જ છે. જ્યાં રાજા ને પ્રધાન બંને ભણેલા ને સુઘડ હોય ત્યાં રાજાના ઉત્કર્ષ વિશે પૂછવું જ શું?’ ઉક્ત શબ્દો દોઢસો વર્ષ પૂર્વે કવિ નર્મદે તેમના ‘નર્મગર્ધ’ ગ્રંથમાં વર્ણવી સ્ત્રીની ઉજ્જવળ ગઈકાલનું આલેખન કર્યું હતું.
પુરુષ વૈતરું કરે અને વિચારે પણ
સંવેદન તો સ્ત્રી જ અનુભવી શકે.
સ્ત્રી જીવનની ગઈકાલ યાદ કરીએ એટલે રામાયણ, મહાભારત અને અન્ય ગ્રંથોના શાલીન, ઉજ્જવળ, દિવ્ય, પૂજનીય, પ્રેરક, કમઁઠ,સંઘર્ષભર્યા સ્ત્રી પાત્રો તાદઁશ થાય.
‘સ્વપ્ના દ્રષ્ટા’માં ક.મા. મુનશી સ્ત્રી જીવનની ગઈકાલ ગૌરવથી આલેખે: “ હું સુંદર હતી. આશાઓનો અંબાર મારા બાળકરૂપમાં બધાંને જાણતો. સરસ્વતીને તીરે વસેલા કવિઓ મને હેતથી ઉછેરતાને મારા કુમાર હ્રદયમાં અપૂર્વ સંસ્કારનાં બીજ રોપતા.હું તેમની લાકડી હતી. તે મારે મન પિતા સમાન પૂજ્ય હતા. નિર્દોષ આનંદના ખેલમાં મારું બાળપણ વીત્યું. વસિષ્ઠ અને અરુંધતીએ મારા લાડકોડ પૂર્યા, તેમની પર્ણકુટિની છાયામાં હું મોટી થઈ. પતિએ મને પવિત્રતાના પાઠ ભણાવ્યા; સ્ત્રીઓએ મને શ્રધ્ધાના સંસ્કાર દિધા.’
* સ્ત્રીજીવનની આજ :-
પહેલાંના સમયમાં સમસ્યાઓ નહોતી, એમ તો નહીંજ કહી શકાય. ત્યારે પણ સમસ્યાઓ અને અવરોધો તો હતાજ. પણ તેના ઉકેલ માટેની કોઈ સક્રિય વિચારણા કે મનોવૈજ્ઞાનિક અને સમાજ શાસ્ત્રીય પ્રયત્નો થતા નહતો. પરંતુ આજે જયારે શિક્ષણનો પ્રસાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને બૌધ્ધિકવિકાસ સધાયો છે ત્યારે આ બધી સમસ્યાઓ વિચારણા અને નિવારણા માગી લે છે. આ સ્થિતિમાં સ્ત્રીઓને સુયોગ્ય માર્ગદર્શન આપવામાં ન આવે સ્ત્રીનું જીવન અસ્તવ્યસ્ત બની જાય તેવો સંભવ છે. એથી એમની સમસ્યાઓનું સૂક્ષ્મ વિશ્લેષણ કરી માર્ગે શોધવો જ રહયો.
‘સ્ત્રીઓના સમાજના મૂળમાં સદવિવેક હોય છે પછી શું?’ સ્ત્રીઓની વિવિધ ભૂમિકાઓને પહેલા, આજ અને આવતીકાલે બિરદાવવી જ પડશે. જેમકે સ્ત્રી વ્યવહારમાં મંત્રી જેવું બુદ્ધિ ચાતુર્ય ધરાવતી અને આજેય ધરાવે છે અને આવતીકાલે ધરાવશે જ. સેવાકાર્યોમાં દાસીને જેમ વર્તતી અને આજેય વર્તે છે, આવતીકાલેય વર્તશે. પ્રેમથી ભોજન બનાવી પ્રેમથી પીરસતી વખતે માતા સમાન લાગતી સ્ત્રી આજેય માતા સમાન લાગે છે અને આવતીકાલેય લાગશે. શયનખંડમાં પતિ માટે આનંદ રૂપ બનતી સ્ત્રી આજે પણ પતિના ઉલ્લાસમાં સહભાગી બની છે અને બનતી રહેશે એમાં કોઈ સંદેહ નથી.સમર્પિત
સ્ત્રી શબ્દ સ્ત્ર એટલે પ્રસરવું પરથી બનેલો છે. સ્ત્રી હંમેશા પોતાનું જીવન બીજા માટે સમર્પિત કરતી આવી છે. ૨૧મી સદી સ્ત્રીઓની સદી છે. સમાજરૂપી નૈયાની ખરી નાવિક તો આજે સ્ત્રી બની રહી છે. સૃષ્ટિનો ક્રમ બદલાયો છે. પુરુષ કે સ્ત્રી વચ્ચે સામ્યતા આવતી જાય છે. સ્ત્રીની ઉજ્જવળબાજું પછી અંધકારમય બાજું પણ છે.
સ્ત્રી જીવનની આવતીકાલ આવી હશે?
ભારતે આર્થિક પ્રગતિ કરી છે અને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે. સંસદથી લઈને ઉચ્ચ હોદાઓ પર થતી નિમણૂક માં સ્ત્રીઓ માટે અનામત બેઠકો ઉપર પહોંચેલી સ્ત્રીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષપણે નિર્ણય લઈ શકે છે? લઈ શકશે? રાજકીય ક્ષેત્રમાં રહેલી સ્ત્રીઓ એ તેમના પક્ષના નેતાઓની હામાં હા ભણવાની હોય છે. માત્ર સ્ત્રીઓની સહાનુભૂતિ તથા અનામતનો લાભ લેવાજ હવે પાલિકા, જિલ્લા તથા સરકારી સ્તરે સમાવેશ કરવામાં આવે છે.
આવી સ્ત્રીઓ પુરુષ સત્તા પાસે વામણી બની જાય છે અને તેમની વિરુધ્ધ જઈ નિર્ણયો લે છે. પછી તેને હેરાન કરી છેવટે તેનો એકડો જ કાઢી નાખવામાં આવે છે. શું સ્ત્રીઓની આવી હશે આવતીકાલ?
વેપાર ક્ષેત્રે સ્ત્રીઓને એક વસ્તુની જેમ રજુ કરવામાં આવશે. તેના દેહને શણગારીને કે પ્રદર્શિત કરીને વેચાણ વધારાશે. આને લીધે સ્ત્રીઓ તરફ જોવાની રૂષ્ટિમાં ફરક પડી જશે. સ્વયં સ્ત્રી પણ પોતાન સન્માન, સંસ્કાર અને મુલ્યોને બદલે રૂપને જ મહત્વ આપતી થશે. એવું નથી કે સ્ત્રીઓ પ્રગતિ નહીં કરે. વિજ્ઞાન, અવકાશ, અણુ વિજ્ઞાન, ટેક્નોલોજી જેવા પુરુષ વર્ચસ્વ ધરાવતા ક્ષેત્રમાં હજુ વધુ કાઠું કાઢશે. પરંતુ આવી સ્ત્રીઓ માત્ર આંગળીના વેઢે ગણાય એટલી જ હશે. આજની મોટા ભાગની ટીનએજર્સ કે સ્ત્રીઓને તો દેહના માનપાન મળે એવા ટી.વી., ફિલ્મ મોડેલિંગ જેવી ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશવાની જ કામના હોય છે. આવી સ્ત્રીઓની આવતી. કાલ અંધકારમય જ બને ને?
બૌદ્ધિક સ્તરે આગળ વધવાની ઈચ્છા ઘણી ઓછી સ્ત્રીઓ વ્યક્ત કરશે. બીજી તરફ સ્ત્રીઓ પર અત્યાચાર વધી રહયા છે. ૧૪ વર્ષની બાળકીઓ કુટણખાને જોવા મળે છે. ચાર વર્ષની બાળકથી લઈ ચુમ્મોતેર વર્ષની વૃદ્ધાનું પણ શારીરિક શોષણ થઈ રહયું છે. એક તરફ સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તો બીજી બાજું મજુરી કરતી બાળકીઓની સંખ્યા પણ વધી છે.
ભારતમાં દહેજના ખપ્પરમાં હોમાતી સ્ત્રીઓ જ સંખ્યા ઘણી વધુ છે. પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં દહેજ ન આપવું પડે તે માટે કન્યાની ગર્ભમાં જ હત્યા કરી નાખવામાં આવે છે. સ્ત્રીઓનો સાક્ક્ષરતા દર આજે ૬૫.૪ ટકા થયો છે, પરંતુ તેની સ્થિતિમાં ઝાઝો ફેર પડ્યો નથી. આજે શિક્ષિત હોય કે અશિક્ષિત ગરીબ હોય કે શ્રીમંત સ્ત્રીઓને પોતાના સ્વત્વ, સત્ય અને સ્વમાનની સાથે સમાધાન કરીને જીવવું પડે છે.
સ્ત્રીની ગરિમાની આવતીકાલ નંદવાઈ જશે? તેના સંસ્કારોનો છેદ ઉડી જશે?
પણ અહીં મને એક બુલંદ સુભાષિત મુકવાનું જરૂર મન થાય.
“સિંહની ગર્જના કદાચ ન પણ સંભાળય પણ સ્ત્રીની સિંહણ ગર્જના સંભાળયયા વગર રહે નહીં.”
સ્ત્રીઓ વિશે શાસ્ત્રો, પુરાણોમાં અને ગ્રંથોમાં ૯૯૯ ચરિત્રો રજુ થયાં છે. બ્રહમાજીએ પણ અનેક લક્ષણો વર્ણવ્યા છે. જે સ્ત્રીઓના ચરણ તળીયે લાલ કમળ ફૂલના જેવા હોય, પૃથ્વી ઉપર પગ મુકતા જરા પણ ખંડિત ન દેખાય, પુરા પગની છાપ ઉઠે તે સ્ત્રીને ઉત્તમ કહી છે. આવી સ્ત્રીઓની ગઈકાલ ઉજ્જવળ હતી. આજ ઉજ્જવળ છે અને આવતીકાલ ઉજ્જવળ હશે.
પણ જે સ્ત્રીઓના હાથની રેખાઓ જાડી હોય, તૂટેલી હોય તેને દરિદ્ર કહી છે. આવી સ્ત્રીઓની ગઈકાલ અંધકારમય હતી. આજ અંધકારમય છે અને આવતીકાલ પણ અંધકારમય હશે એમાં સ્ત્રીના જ કર્મો ગ્રહોનું ફળ એને ભોગવવાનું હોય છે.
આપણે આશાવાદી છીએ. શુભ ઈચ્છનારા છીએ. કુટુંબ, સમાજ અને દેશમાં સ્ત્રીઓ માટેનો દ્રષ્ટિ કોણ આવતીકાલે જરૂર બદલાશે અને તેની અસરને પ્રતાપે સ્ત્રીના જીવનમાં સતત પરિવર્તન થશે. શિક્ષણ, આરોગ્ય-સેવાઓ,વ્યવસાયો, કાયદા વગેરેના લાભ સ્ત્રીઓને વધુ મળતા થશે. તેની સ્થિતિ વધુ સુધરશે અને આ દિશામાં ઘણું ઉજ્જવળ, તંદુરસ્ત, સ્વસ્થ કામ થશે. એવો દિવસ આવશે ત્યારે સ્ત્રી કે પુરુષ એ હકીકત વિકાસમાં આડે નહીં આવે.
સ્ત્રી પોતાની આગવી ઓળખ ગુમાવ્યા વગર સ્ત્રી સાચા અર્થમાં પુરુષ સમોવડી બનશેજ .
કવિ અને સમાજ સુધારક નર્મદે કરેલી સ્ત્રી માટેની સકારાત્મક અને વિકાસશીલ ચિંતા સાકાર થશે. નર્મદે કહ્યું છે: “જ્યાં સુધી સ્ત્રીઓના ઉપરથી ધિક્કાર ખસ્યો નથી, જ્યાં સુધી જેમ આપણામાં પૂર્વે સ્ત્રીઓનાં માન હતાં જે હાલનાં સુધરેલા દેશોમાં છે તેમ આપણી સ્ત્રીઓ પુરુષથી માન નહીં પામે ત્યાં સુધી તે બિચારીઓ તથા આપણે પણ સંસારના ઊંચા લહાવા લઈ શકવાના નથી.”
“દુનિયાનો છેડો પોતીકું ઘરનો છેડો સ્ત્રી એમ કહેવું ખોટું નથી. જેમ સ્ત્રી વિના સંસાર સૂનો છે તેમ સ્ત્રી થી રમણીય બાગપણ છે.સ્ત્રી દેશ સુધારાના કામમાં આગળ પડીપડીને યશ મેળવતી થાય, તે ટૂંકામાં અહીંનાને તહીંનાં ઊંચી જાતનાં સુખ ભોગવે. અભાગી અબળાને સુહાગી સબળા કરે તેવો ઈશ્વરની કૃપાથી અને આપણા પરિશ્રમ તથા ઉત્તેજ્નથી વહેલો આવો.