અગમચેતી
ભાગ-1
બપોરના ત્રણ વાગ્યાનો સમય છે.”રેવાસદન”ના આંગણે એક જીપ આવીને ઉભી રહે છે,તેમાંથી ત્રીસેક વર્ષની ઉંમરની એક યુવતી ઉતરે છે.તે ગોરી,ઉંચી,ટૂંકા સોનેરી વાળવાળી અને ગજબના આત્મવિશ્વાસ વાળી દેખાય છે.તેની આંખો સુંદર,મોટી અને ભાવવાહી છે.તે કદાચ પહેલી જ વાર આ જગ્યાએ આવી છે પણ તેની વર્તણુક પરથી કોઈને એવું લાગતું નથી.”રેવાસદન”માંથી એક પાંસઠેક વર્ષના આધેડ આવીને તે યુવતીનું સ્વાગત કરે છે.તે નટુકાકા છે.તે આ સદનની દેખભાળ વર્ષોથી રાખતા આવ્યા છે.
નટુકાકા,”આવો મેડમ આવો, તમારી જ રાહ જોઉં છું ક્યારનો.થાકી ગયા હશો નહિ લાંબી મુસાફરી કરીને? આમ તો રસ્તા હવે સારા થઇ ગયા છે પણ તમે સવારના નીકળ્યા હશો એટલે જરાક થાક પણ લાગે...”
યુવતી,”કઈ ખાસ નહિ કાકા, શું નામ આપનું?” તે યુવતી કાકાને વચ્ચેથી અટકાવીને બોલી.
“માય નેમ ઇસ મિસ્ટર નટવરલાલ ઉર્ફે નટુકાકા.”
“ હું મોસમ અગ્નિહોત્રી, તમને તો કદાચ ખબર જ હશે. પણ તમે મને મેડમ ને બદલે બેન કહેશો તો ચાલશે, ઓકે?” આમ કહી તે સડસડાટ મકાનની અંદર દાખલ થઇ.
રેવાસદન પાંચસો વારમાં ફેલાયેલું બે રૂમ અને કીચનનું એક સાદું, હવાઉજાસવાળું અને આગળ અને પાછળ બંને બાજુ ખુલ્લી જગ્યાવાળું સુંદર મકાન છે.આગળ પેસેજમાં સુંદર લીલોછમ બગીચો અને તેની બાજુમાં એક હિંચકો છે.પાછળની વિશાળ ખુલ્લી જગ્યામાં લીંબુ,ચીકુ,જાંબુ, બદામ વગેરેના ઝાડ આવેલા છે.ઉપરાંત એક કુવો પણ ખરો કે જે લગભગ બંધ જેવો જ છે.અને તેની પાછળ ખુલ્લો વેરાન વગડો.
રેવાસદન એ રતનપુર જેવા નાના ગામનું એકમાત્ર સર્કીટ હાઉસ કહી શકાય એવું મકાન છે.જ્યારે પણ રતનપુરમાં કોઈ ફોરેસ્ટ ઓફિસર ટ્રાન્સફર થઈને આવે ત્યારે તેનો મુકામ તેમાં જ રાખવામાં આવતો હોય છે.
રતનપુર એ જુનાગઢ જીલ્લાનું એક એવું નાનું ટાઉન છે જેમાં બધા ધર્મના મંદિરોથી માંડીને થીયેટર,મોલ, તથા એકાદ બે વોકિંગ ટ્રેક્વાળા ગાર્ડન પણ આવેલા છે.કુ. મોસમ ચતુર્વેદીની અહી ફોરેસ્ટ ઓફિસર તરીકે ટ્રાન્સફર થઇ હતી.તે બે દિવસ પછી ચાર્જ સંભાળવાની હતી.લોકોને હંમેશા નવાઈ લાગતી કે એક યુવતી થઈને તેને ફોરેસ્ટ ઓફિસર બનવાનું કેમ પસંદ કર્યું હશે?કારણ કે આ કામ તો પુરા જોખમથી ભરપુર અને હિંમત માંગી લે તેવું છે.એના ઘણા કારણો છે.મોસમને નાની હતી ત્યારથી જ કુદરત પ્રત્યે અને પ્રાણીઓ પ્રત્યે ખુબ જ લગાવ હતો.તેને એવું કામ કરવું હતું જેમાં તે દિનરાત પુરી ડૂબેલી રહે અને હાં, ડર નામની વસ્તુ તેની ડિકશનેરીમાં નહોતી. તે આ પહેલા રાજકોટમાં હતી,ત્યાંથી ત્રણ વર્ષનો અનુભવ લઈને આવી હતી.ત્યાંથી તેને ઘણું શીખવા મળ્યું.પણ એકલા રહીને અજાણ્યા ટાઉનમાં જંગલની વચ્ચે જઈને ખરેખરી ફોરેસ્ટ ઓફિસરની ડ્યુટી પરફોર્મ કઈ રીતે કરવી તે શીખવા હવે તે જઈ રહી હતી.તે ઘણી આનંદિત અને રોમાંચિત હતી!
રતનપુરમાં મોસમ પહેલી જ વાર પગ મુકતી હતી પણ કોણ જાણે કેમ તેને બિલકુલ એવું ના લાગ્યું.અને રેવાસદન તો એકદમ તેને પોતાના ઘર જેવું લાગ્યું.
મોસમના કુટુંબમાં તેના પોતાના કહી શકાય એવા એક ગજેન્દ્ર અંકલ હતા, જેમણે તેને ઉછેરીને મોટી કરી હતી.તેના માતાપિતા તે નાની હતી ત્યારે જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ગજેન્દ્ર અંકલ તેના પિતાના ભાઈ હતા અને પોતાના દીકરા મોહિતથી પણ વધુ તેને ચાહતા હતા.તથા તેનું માનતા પણ હતા.મોહિત એ મોસમથી ત્રણેક વર્ષ મોટો અમદાવાદમાં CA થઈને પ્રેક્ટીસ કરતો તેનો એકમાત્ર કઝીન હતો.મોસમના કુટુંબનો વિસ્તાર આટલો જ હતો.
મોસમના અંકલે તેને ઘણી સમજાવી, રતનપુર નાં જવા માટે એકલી પણ તે એકની બે ના થઇ.તેના માટે તો એક સુખદ સ્વપ્ન સમાન હતું આ કામ પણ તેને પોતાને પણ ખબર નહોતી કે હવે તેને ભાગે કેવા કેવા કપરા કામ કરવાના આવવાના હતા.
જુન મહિનાની 28 તારીખ હતી એ. શરૂઆતના ચોમાસાના દિવસો હતા.બપોરના ઉકળાટ થી કંટાળીને તે સીધી બાથરૂમમાં ગઈ.રેવાસદન હતું નાનું ઘર પણ બધી જ સગવડોથી સજ્જ હતું. બાથરૂમ પણ અદ્યતન અને એટેચ્ડ હતું.
મોસમ કપડા બદલીને સીધી બાથરૂમમાં ગઈ.બાથટબમાં હુંફાળું પાણી ભરીને જેવી તે બેસવા ગઈ એવી તરત તેને નટુકાકાની બૂમ સંભળાઈ ,”મેડમ, તમને મળવા કોઈ આવ્યું છે, કેટલી વાર છે?”
મોસમ અકળાઈ અને કમને બહાર જવા લાગી ત્યાં એને યાદ આવ્યું કે પહેલી વાર નવી જગ્યાએ આવેલા મહેમાનને આવી રીતે બાથરોબમાં મળવા ન જવાય.તેને કાકાને તે મહેમાનને દસ મિનીટ માટે બેસાડવા માટે કહ્યું.
બાથટબમાં જ તેની દસ મિનીટ પસાર થઇ ગઈ.ગરમ પાણીના શેકથી તેના શરીરમાં થોડી સ્ફૂર્તિ આવી ગઈ અને થાક દૂર થઇ ગયો.તેને અચાનક યાદ આવ્યું કે તેને મળવા કોઈ આવ્યું છે.તે ઝડપથી ઉભી થઇ, બહાર આવી અને વ્યવસ્થિત ડ્રેસ પહેરીને તૈયાર થઇ.તે રૂમની બહાર આવી.આછા લીલા રંગના ડ્રેસ પર સફેદ દુપટ્ટો,તરત ધોયેલા ભીના વાળ અને એક મઘમઘતી સુગંધથી ભરેલું સમગ્ર અસ્તિત્વ –એવી મોસમને જોઇને આગંતુક થોડો આભો બની ગયો.તેની પાણીદાર આંખો મોસમની ચંચલ અને નિર્દોષ આંખો સાથે મળી તેની સાથે જ બંનેના શરીરમાંથી જાણે કે વીજળી પસાર થઇ ગઈ.એ હતા રતનપુરના ઇન્સ્પેકટર
રાજન અગ્નિહોત્રી.મોસમને જોઇને એમના હોશકોશ ઉડી ગયા અને વિચારમાં ખોવાઈ ગયા.
ઇન્સ્પેક્ટર રાજન અગ્નિહોત્રી પાંત્રીસ વર્ષના ઊંચા,ખડતલ અને હિંમતવાન ઇન્સ્પેક્ટર છે, જે રતનપુરમાં છેલ્લા દસ વર્ષથી રહે છે.આ માણસથી રતનપુર તો ખરું જ પણ તેની આજુબાજુના ગામના ગુંડા મવાલીઓ પણ ડરે અને તેના સ્વભાવની ખાસિયત હતી ચબરાકી.તે પોતાના વ્યક્તિત્વથી ભલભલા ખરાબ માણસને પણ ડરાવી શકતો હતો. રતનપુરના ઘણા જમીનદારો –જે ખોટા કામ કરતા હતા તેમની પર પણ ધાક જમાવતો હતો. ઇન્સ્પેક્ટર રાજનની હાજરીમાં કોઈની દેન નહોતી કે એકાદ નાની અમથી વસ્તુની પણ ચોરી યે થાય કે ખોવાય.એવા આ રાજનના દુશ્મનો પણ અનેક હતા જે સ્વાભાવિક છે.જેઓ ઘણીવાર તેના માટે ખતરારૂપ હતા પણ એવા આ લોકોથી રાજન કઈ ડરે એવો નહોતો.એ રાજન મોસમને ઔપચારિક રીતે મળવા આવ્યા હતા અને મોસમની સાદગીભરી સુંદરતા જોઇને એક મિનીટ માટે મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
મોસમની નજર રાજનની નજર સાથે એક થતા જ બંનેના શરીરમાંથી એક વીજળીક ચમકારો પસાર થઇ ગયો અને કોઈ કઈ સમજી ના શક્યું.મોસમનું હૃદય એક ધબકારો ચુકી ગયું.તે રાજનની સામેના સોફા પર થોડી સંકોચાઈને બેઠી. આવી રીતે કોઈ પોલીસ સાથે એકાંતમાં વાત કરવાનો તેનો પહેલો અનુભવ હતો.તેણે નટુકાકાને પાણી લાવવા કહ્યું.
ઇન્સ્પેક્ટર રાજન,”હેલ્લો મિસ ચતુર્વેદી,હું અહીનો PI રાજન અગ્નિહોત્રી, આઈ હોપ તમને હજી સુધી રતનપુરમાં કોઈ તકલીફ નહિ પડી હોય.મારું ઘર તમારા ઘરથી ડાબી બાજુ થોડે દૂર જ આવેલું છે.પણ વચ્ચે મોટું વેરાન ખેતર છે અને નદીનો પ્રવાહ ઘણો વેગીલો છે એટલે ફરીને આવશો તો વીસેક મિનીટ લાગશે.કઈ પણ કામકાજ હોય તો મને એક રીંગ કરજો હું તરત રિસ્પોન્સ આપીશ.બાય ધ વે,સાંજનું ડીનર ક્યા લેવાના છો તમે આજે? ઇફ યુ ડોન્ટ માઈન્ડ આપણે સાથે ડીનર લઈએ આજે?”
મોસમ,”એક્ચ્યુલી, હું આજે બહુ થાકી ગઈ છું અને બધું નવું નવું લાગે છે.હજી હું અહી સેટ નથી થઇ તો ફરી ક્યારેક ...આઈ એમ રીયલી સોરી મેન, શું નામ તમારું?”
“રાજન, તમે મને મેન કહી શકો છો મિસ રાધા. આઈ એમ સોરી,હું મજાક કરું છું.”
મોસમ સહેજ અણગમો દર્શાવતા બોલી,” જુઓ,મને મોસમ કે રાધા નહિ પણ મેડમ કહેજો, ઓકે?”
રાજન,”જી મેડમ,તો હું નીકળું છું.કઈ પણ કામ હોય તો મને વગર ઝીઝક કહી શકો છો.અને નટુકાકા પાસે મારો નંબર તો છે જ.”
મોસમ,”OK, thanks સર..”
રાજન ત્વરાથી ઉભો થઈને તેની જીપ સ્ટાર્ટ કરીને ગયો.અને જ્યાં સુધી દેખાતો બંધ થયો ત્યાં સુધી મોસમ તેને જોઈ રહી.હજી પણ તેની વાતો તેના કાનમાં રમ્યા કરતી રહી અને માનસપટ પર તેનું ચિત્ર રમ્યા કરતુ રહ્યું.નટુકાકાની બુમે એ ચમકી,”બેન, તમે સાંજે શું જમશો?”
મોસમ,”કાકા, હું સાંજે ખાસ કશું લેતી નથી.ખાખરા અને પૌંઆ કે ઈડલી કે ખમણ એવું કોઈ એકાદ વસ્તુ જ લઉં છું.”
“ઠીક છે, તમે બેસો, હું બજારમાં જાઉં છું થોડો સામાન લેવા.”
નટુકાકાના ગયા પછી મોસમ આખા ઘરમાં ફરી અને પછી છેવટે તેના બેડરુમમાં આડી પડી.સુતા સુતા સમગ્ર દિવસનો ક્રમ વિચારવા લાગી. જેવો ઇન્સ્પેક્ટર રાજનનો ચહેરો તેની સામે આવ્યો કે તે હલબલી ગઈ.તેના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું.
તે તરત બેઠી થઇ અને પાણી પીવા કિચનમાં ગઈ.ત્યાંથી તે ટીવી જોવા બેઠી.ટીવીમાં ગમેતેમ ચેનલ્સ ટયુન કરીને કંટાળીને પછી કોઈ મ્યુઝીક ચેનલ ટયુન કરીને તે આરામથી બેઠી.એક ધમાકેદાર ગીત ટીવીની સ્ક્રીન પર આવતાજ તેના પગ થીરકવા લાગ્યા. મોસમને નૃત્યનો ખુબ જ શોખ હતો પણ કમનસીબે તેને ચક્કરની બીમારી હોવાને લીધે તે નાનપણમાં શીખી શકી નહિ.
મોસમે ઉભા થઈને એમ જ મસ્તીમાં ગીતના સ્ટેપ્સ સાથે સ્ટેપ્સ મિલાવીને ધીરે ધીરે ધમાકેદાર રીતે ડાન્સ કરવાનું ચાલુ કર્યું.તે થોડી રિલેકસ થવા લાગી અને તેને સારું લાગ્યું.
આ બાજુ ઇન્સ્પેક્ટર રાજન પોતાની કેબીનમાં બેઠા બેઠા અપરાધીઓની ફાઈલ્સ કમ્પ્યુટરમાં રીડ કરી રહ્યા હતા.અને... અચાનક એમના પગ ધ્રુજવા લાગ્યા. તેમને લાગ્યું કે ક્યાંક ધરતીકંપના આંચકા તો નથી આવ્યા ને?તેમણે ચમકીને આજુબાજુ જોયું અને છેવટે ખાતરી થઇ કે બીજું બધું તેની જગ્યાએ બરાબર છે;ખાલી પોતાના પગ અને હાથ કોઈ સંગીતના તાલે ઝૂમી રહ્યા છે.તેઓ ઉભા થવા ગયા તો થોડું બેલેન્સ ખોઈ બેઠા.તેમણે પોતાનો ફોન ચેક કરવા પોકેટમાં હાથ નાખ્યો તો આશ્ચર્યચકિત થઇ ગયા.તે કોઈ બીજાનો ફોન હતો, કદાચ મહેકનો!!!
તેઓ પોતાનો ફોન મહેકના ઘરે ભૂલી ગયા હતા અને મહેકનો ફોન તેમની પાસે આવી ગયો હતો!!તે ઝડપથી ઉભા થયા અને જીપ સ્ટાર્ટ કરીને પહોચ્યા મહેકના ઘેર.દરવાજો બંધ હતો અને અંદરથી કોઈ મોટા મ્યુઝીકના તાલે ગાઈ રહ્યું હતું અને સાથે નાચી પણ રહ્યું હતું!!!રાજન બે મિનીટ માટે વિચારમાં પડી ગયા કે આ બધું શું છે ?તેમણે ડોરબેલ દબાવી અને રાહ જોઈ રહ્યા.એક મિનીટ પછી પરસેવે રેબઝેબ મહેક દરવાજા સામે ઉભી હતી અને રાજનને જોઇને થોડી શરમાઈને પણ!!!
હવે આગળ શું થશે તે જોઈશું આ વાર્તાના આગળના ભાગમાં......
By Nruti Only.