Hu ketlo badlai gayo chhu. in Gujarati Short Stories by Deep Chothani books and stories PDF | હું કેટલો બદલાઈ ગયો છું.

Featured Books
Categories
Share

હું કેટલો બદલાઈ ગયો છું.

હું કેટલો બદલાઈ ગયો છું...

આજના ટેકનોલોજીના યુગમાં બધું કેટલું ફાસ્ટ થઇ ગયું છે. માણસો આખો દિવસ મશીનની જેમ કામ કરે છે. સવારના ઉઠ્યા ભેગા તેનું કામ શરૂ થાય રાતના સૂવે નહી ત્યાં સુધી તેને શાંતિ જ નાં હોય. એમાંએ ઘણાને તો રાતના સપનામાં પણ કામ અને જવાબદારી જ આવતા હોય છે. જેમ કે કાલે આના સાથે મીટીંગ છે, આ કામ પૂરું કરવું જ છે વગેરે વગેરે. અરે ભાઈ થોડોક શ્વાસ તો લે આખો દિવસ કામ કામ ને બસ કામ જ ?. ફેમેલી સાથે સમય પસાર કરવો, કોઈની સાથે વાત કરવી, બહાર ફરવા જવું, ટીવી જોવી, સાથે જમવું આ બધી વસ્તુઓ માટે તો હવે ટાઈમ જ નથી રહ્યો. ઓફિસેથી ઘરે આવ્યા બાદ સીધા પોતાના રૂમમાં જ ચાલ્યો જાઉં છું. પછી જમવાનું, વાતો અને બીજી બધી વસ્તુ રૂમમાં જ થઇ જાય.

હું કેટલો બદલાઈ ગયો છું. પહેલા વાતો, મજાક-મસ્તી કરતો જયારે હવે તો માત્ર કામ જ. દિવસાને દિવસ વધુ એકલતા અને ભય મહેસૂસ થાય છે. પણ એમાં મારો પણ કાંઈ વાંક નથી. કેમકે આજ-કાલની લાઈફસ્ટાઈલ જ એવી થઇ ગઈ છે. આજે માણસ આખો દિવસ કમ્પ્યુટર, લેપટોપ, મોબઈલ, ઈન્ટરનેટ પર જ ચોટ્યો પડ્યો હોય છે પછી ભલે તે કામ કરતો હોય, કંઈક શીખતો હોય કે પછી સ્ટડી માટે ઉપયોગ કરતો હોય પણ કરવાનું માત્રને માત્ર ગેઝેટ ઉપર. પહેલા હું ઘરે આવીને વાતો કરતો ફેમેલી સાથે સમય પસાર કરતો, ટીવી જોતો, સાથે ફરવા જતો ત્યારે બહુ સારું ફિલ થતું અને દિવસ પણ સારો પસાર થતો. નાની નાની વાતોમાં મૂંઝાઇ પણ નાં જતો અને તે સમયે હજી કાંઈક સારો અને અલગ કરવો છે તેવા વિચારો આવતા જયારે આજે કાંઈક અલગ જ જોવા મળે છે. આજે હું નાની નાની વાતોમાં ડરી જાઉં છે અને રિસ્ક લેવાની તો વાત જ દૂર છે. આજે મને ખાલી મારી જોબથી મતલબ થઇ ગયો છે. અને હું તે જોબથી આગળ વિચારી પણ શકતો નથી કેમકે જોબ મને બધા પ્રકારની સગવડ પૂરી પાડવામાં આવે છે જેમકે કંપનીની ગાડી ઘરે લેવા મુકવા આવે, કંપનીએ રહેવા માટે લક્ઝરી બંગલો આપ્યો છે સારી સેલેરી પણ આપે છે અને વર્ષમાં એકાદ વાર ફરવા માટે ટ્રાવેલીંગ પેકેજ પણ આપે. આટલી બધી સગવડો મળતી હોવાથી બીજું શું જોઈએ? એમાંથી જ હું બહાર નથી આવી શકતો.

જયારે કંપની મને આટલી બધી ફેસેલીટી આપે છે તો મારા કારણે કંપનીને ફાયદો તો થતો જ હશે ને ? કંપની જે મને આપે છે તેના કરતા કંપનીને હું ૧૦૦ ગણો ફાયદો કરાવું છે ત્યારે તો મને આટલું બધું આપે છે અને તેના બદલામાં મને મારો મગજનો ઉપયોગ કરવાનો અને કંપનીને જેટલો થાય એટલો વધુ ફાયદો કરાવવાનો. કંપનીને ફાયદો કરાવવાના ચક્કરમાં મારી નીંદર ઉડી ગઈ છે હું આખો દિવસ એક જ વસ્તુ કરું છું અને તે છે ફક્ત કામ, કામ અને કામ. શું કામ કે હું જો કંપનીને વધુ ને વધુ ફાયદો કરાવીશ તો મને બોનસ વધુ મળશે વગેરે. પણ તે બોનસના ચક્કરમાં અનિંદ્રા અને માનસિક રીતે પીડાઉં છું. જેની ખબર મને પોતાને પણ નથી. કે મને આમાં સારા પગાર અને ફેસેલીટીના ચક્કરમાં મારી લાઈફ વેસ્ટ જઈ રહી છે.

પહેલા હું ખેતર કે વગડામાં ઝાડ નીચે પાથર્યા વગર પણ કેવો ઘસઘસાટ ઉંધી જતો ને આજે એ.સી. વારા રૂમમાં મુલાયમ ગાદલા પર પણ સતત પડખા જ ફેરવ્યા કરું છું. કેમકે મને ત્યારે ઉપાદી નહોતી. થોડું કમાતો અને થોડામાં પરિવાર સાથે રાજી ખુશીથી જિંદગી જીવતો. ત્યારે હું સંતોષી હતો અને ઓછી આવકમાંથી પણ બચત કરી લેતો. જયારે આજે તો ઘણી બધા લાલસા અને મોટા સપનાને પુરા કરવામાં જ હું પૂરો થઇ ગયો છુ. આજે મને દુનિયાની બધી સારી ચીજ-વસ્તુ જોઈએ છે ભલે તે પછી મારા બસની બહાર પણ કેમ નાં હોય જોઈએ એટલે જોઈએ. આવી વધારે પડતી લાલસાને કારણે મારી તકલીફ વધતી જ જાય છે ઓછી થવાને બદલે.

પહેલા માત્ર બે-ચાર મિત્રોના સહવાસ આખી દુનિયા સાથે છે એવી અનુભૂતિ કરાવતો જયારે આજે ફેસબુક, વોટસએપ, ઈન્સ્ત્રાગ્રામ ઉપર હજારો ફ્રેન્ડસ હોવા છતાં પણ સાવ એકલો હોઉં એવું લાગે છે. કેમકે ફેસબુક, વોટસએપ, ઈન્સ્ત્રાગ્રામ તે તો માત્ર ક્ષણીક હોય છે. લાઈફટાઈમ આ કામ નથી આવાના આ તો માત્ર એમના માટે કામના છે જેમને કાંઈ કામ ધંધો નાં હોય સાવ નવરા ફરતા હોય. આનો સારી રીતે પણ ઉપયોગ થાય છે જેમકે બિઝનેસમાં. આ બધી વસ્તુને આપણા રોજિંદા જીવનમાં કેટલો મહત્વ આપવો તે આપણા ઉપર છે. આનો આપણે માત્ર કામ પુરતો જ ઉપયોગ કરવો જોઈએ વધારે ટાઈમ પસાર કરવાથી આપણે જ નુકસાન છે. તેથી આનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ.

પહેલા હું સાંધેલા ચંપલ પહેરીને પણ મોટા મોટા ડુંગરો ચડી જતો પણ આજે એડીડાસના, નાઈકી, રીબોક જેવા સ્ટાન્ડડ બુટ પણ ડંખ્યા કરે છે. આવા બુટ પહેરીને ચાલવાના પણ વાંધા છે. કેમકે હવે સાવ બેઠાડું જીદગી થઇ ગઈ છે. ગાડીમાં આવ-જાવ કરવી, ચાલવાનું બિલકુલ ઓછુ થઇ ગયું, મોડી રાત સુધી કામ કરવું તેના લીધે સવારે મોડા ઉઠવું, આરામ, કસરત થાય નહિ. ભલે કસરતના બહાને જીમ જવું ત્યાં પણ એ.સી.માં ચાલવું, ટી.વી. જોવી વગેરે. ખુલ્લી હવામાં ચાલવાને બદલે એ.સી.માં ચાલો તો આવું જ થવાનું.

પહેલા હું રોટલી ઉપર ઘી અને ખાંડ લગાવી રોલ વાળીને ખાવાથી મળતો આનંદ મેકડોનાલ્ડના બર્ગર કે ડોમિનોઝના પિઝામાંથી પણ નથી મળતો. મેકડોનાલ્ડના બર્ગર ખાવાથી માત્ર પેટ ભરાય છે. થોડીક વાર તેનો સ્વાદ જીભને બહુ પસંદ આવે છે. પણ તે ક્ષણીક હોય છે.

પહેલા તળાવ, નદીમાં કૂદકા-ભૂસકા મારવાની, નાહવાની, મજાક-મસ્તી કરવાની કેવી મજા આવતી તેવી મજા હવે મોટા મોટા સ્વીમીંગ પૂલ અને હોજમાં પણ નથી આવતી. આજે તો તળાવ, નદીમાં કચરો અને પ્રદુષણ ફેલાવામાં આવે છે. જો તળાવ, નદીની આજુબાજુ કંપની કે કાંઈક હોય તો તેનું સંપૂર્ણ કચરો અને વેસ્ટેજ માલ તળાવ, નદીમાં જ ઠાલવે છે. તે પણ કોઈ પણ જાતની શરમ વગર. સરકાર અથવા તંત્ર તેમને કાંઈ કહેતું નથી અને જો કાંઈક કે તો તેમની માંગ પૂરી થઇ જાય છે. આજુબાજુના લોકો, પ્રાણી, પક્ષી ને દુષિત પાણી પીવા મળશે તેમનાથી તેમને કાંઈ ફરક પડતો નથી.

પહેલા શેરીમાં બેટબોલ, ફૂલરેકેટ, ઠેરી, સતોડીયો, પકડા-પકડી, ભટાભટી જેવી જૂની રમતો મિત્રો સાથે રમવામાં જેવી મજા આવતી તેવી મજા હવે ક્લબ અને ગ્રાઉન્ડમાં નથી આવતી.

હું કેટલો બદલાઈ ગયો છું. બેંક બેલેન્સ વધવા છતાં આનંદ, ખુશી દિવસા-દિવસ ઘટાડો થતો જાય છે.

પહેલા પાટી પેનમાં લખવાની મજા આજે આઈફોન, આઈપેડ સામે સાવ ઝાંખી પડે છે.

વેકેશનમાં મામાના ઘરે મહિનો રહેતો તો પણ એમ લાગતું કે બહુ ઓછા દિવસ જ રોકાયો અને હવે તો મામા સાથે મળવાનું કે વાત કરવાનું પણ નથી થતું.

પહેલા નાની સાઈકલ ચલાવાની પણ મજા કાંઈક ઓર હતી અને આજે લકઝરીયસ કાર ચલાવામાં પણ આનંદ આવતો નથી.

પહેલા અગરબતી સાથે મફતમાં આવતા અંતરની સુવાસ પણ દિવસો સુધી ચાલતી અને આજે મોંઘા મોંઘા પરફ્યુમની સુવાસ માત્ર થોડક સમય સુધી માંડ અનુભવી શકું છું.

ટૂંકમાં હું કેટલો બદલાઈ ગયો છું.