Part-2-Lagna Geeto in Gujarati Poems by MB (Official) books and stories PDF | Part-2-Lagna Geeto

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Part-2-Lagna Geeto


લગ્નગીતો

ભાગ-૨



COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

•જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા

•છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી

•જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા

•ઢોલ ઢમક્યા ને

•દરિયાના બેટમાં

•સાંજી - દાદા એને ડગલે ડગલે

•દૂધે તે ભરી રે તળાવડી

•ધીમી ધીમી મોટર હાંકો

•નગર દરવાજે

•સાંજી - નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે

•સાંજી - નવે નગરથી જોડ ચુંદડી

•સાંજી - નાણાવટી રે સાજન બેઠું માંડવે

•પરણ્‌યા એટલે પ્યારા લાડી

•પ્રથમ ગણેશ બેસાડો રે

•અન્ય સંસ્કરણ - પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા

•પહેલું પહેલું મંગળિયું વરતાય રે

•પાવલાંની પાશેર

•પીઠી - પીઠી ચોળો રે પીતરાણી

•પીઠી - પીઠી ચોળોને પંચકલ્યાણી

•પીઠી - રૂપૈયાની શેર

•પીઠી - પ્રવેશિકાઃલગ્ન ગીતો

•બાગમાં છંટાવો કાજુ કેવડો

•સાંજી - બારે પધારો સોળે હો સુંદરી

•બે નાળિયેરી

•સાંજી - બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોત્રીયાં

•ભાદર ગાજે છે

•માયરામાં ચાલે મલપતા

•પાયે ઝાંઝરનો ઝમકાર

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,

મારી ભાગોળે આવી ભમતા’તા,

મારી શેરીઓમાં અટવાતા’તા,

તમને પ્રણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજો !

મારી બેનીને રે’વા મોટા બંગલા જો’શે,

એને ફરવા નીત નવી ગાડી જો’શે,

એને પે’રવા નીત નવી સાડી જો’શે,

તમે આટલી ત્રેવડ રાખજો આટલું સુણી લેજો !

(વરપક્ષ તરફથી)

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,

અમારી ભાગોળે આવી ભમતી’તી,

અમારી શેરીઓમાં અટવાતી’તી,

તને પ્રણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે.

તારે સાસુની ચાકરી કરવી પડશે,

એનાં પડયાં બોલ તારે ઝીલવા પડશે,

તારે સસરાજીને માનપાન આપવા પડશે,

અલી, આટલો વિવેક રાખજે, આટલું સુણી લેજે !

(કન્યાપક્ષ તરફથી)

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,

મારી બેનીનાં કોડ પૂરા કરવા પડશે,

એને ફરવા ફોરેન લઈ જાવી પડશે,

એને ઓછુ જરા ના આવે એટલું જોતા જાજો.

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તાપ

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તીપ

ઢોલ ઢમક્યા ને

ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા

વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા

હૈયાં હરખ્યા ને વરવહુના હાથ મળ્યા

પ્રેમે નીરખ્યા ને વરવહુના હાથ મળ્યા

જાણે ઈશ્વર ને પારવતી સાથ મળ્યા

જેમ નદી ને સરવરના જળ મળ્યા

એમ વર ને કન્યાના હાથ મળ્યા

જેમ દૂધમાં જાય સાકર ભળી

એમ વર ને કન્યાની જોડ મળી

જેમ શોભે લહેરો સાગરમાં

એમ શોભે વર-કન્યા માયરામાં

જેમ ઈન્દ્ર - ઈન્દ્રાણીની જોડ ઠરી

એમ વર ને કન્યાની જોડ મળી

(હસ્તમેળાપ - વરપક્ષ)

દરિયાના બેટમાં

દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ

સાંઢણી ઝોકારો માણારાજ

દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ

સાંઢણી ઝોકારો માણારાજ

ઈ રે સાંઢણીયે સોનુ મંગાવો માણારાજ

સોનુ મંગાવો માણારાજ

ઈ સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ

કંકણ ઘડાવો માણારાજ

ઈ રે સાંઢણીયે રૂપું મંગાવો માણારાજ

રૂપું મંગાવો માણારાજ

ઈ રૂપાના બેનને ઝાંઝર ઘડાવો માણારાજ

ઝાંઝર ઘડાવો માણારાજ

ઈ રે સાંઢણીયે હીરા મંગાવો માણારાજ

હીરા મંગાવો માણારાજ

ઈ રે હીરાની બેનને ચૂંક ઘડાવો માણારાજ

ચૂંક ઘડાવો માણારાજ

દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ

સાંઢણી ઝોકારો માણારાજ

સાંજી

દાદા એને ડગલે ડગલે

દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે

દાતણ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે

નાવણ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે

ભોજન કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે તંબોળી બેસાડો રે

મુખવાસ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે ઢોલિયા ઢળાવો રે

પોઢણ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે મેડીઓ ચણાવો રે

ઉતારા કરશે બાળાવરની જાન રે

દૂધે તે ભરી રે તળાવડી

દૂધે તે ભરી રે તળાવડી, મોતીડે બાંધી પાળ

ઈશવર ધોવે ધોત્રીાયાં, પારવતી પાણીની હાર

હળવાં તે ધોજો ઈશવર ધોત્રીાયાં, છંટાશે મારાં ચીર

અમ ઘર દાદોજી રિસાળવા, માતા મારી દેશે ગાળ

નહિ તારો દાદોજી રિસાળવા નહિ દેશે માતા તારી ગાળ

આપણ બેઉ મળી પ્રણશું વૈશાખ મહિના માંય

માયરા

ધીમી ધીમી મોટર હાંકો

તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા

ધીમી ધીમી મોટર હાંકો રે

રાજકોટ શહેરના ચાર દરવાજા

પહેલે દરવાજે ઊંભી રાખો રે

પહેલે દરવાજે કસુંબીના હાટ છે

ઘરચોળા મોલવીને આવો ને

તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા

ધીમી ધીમી મોટર હાંકો રે

રાજકોટ શહેરના ચાર દરવાજા

બીજે દરવાજે ઊંભી રાખો રે

બીજે દરવાજે મણિયારાના હાટ છે

ચૂડલો મોલવીને વેલા આવો રે

તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા

ધીમી ધીમી મોટર હાંકો રે

રાજકોટ શહેરના ચાર દરવાજા

ત્રીજે દરવાજે ઊંભી રાખો રે

ત્રીજે દરવાજે સોનીડાના હાટ છે

પહોંચો મોલવીને વેલા આવો રે

તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા

ધીમી ધીમી મોટર હાંકો રે

રાજકોટ શહેરના ચાર દરવાજા

ચોથે દરવાજે ઊંભી રાખો રે

ચોથે દરવાજે સસરાજી ઊંભા

લાડી પ્રણીને વેલા આવોને

તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા

ધીમી ધીમી મોટર હાંકો રે

જાન

નગર દરવાજે

નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ

મારૂં દલ રિઝે માણારાજ

રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ

મારૂં દલ રિઝે માણારાજ

મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ

મારૂં દલ રિઝે માણારાજ

લાડલીની છાબ ભરાવો માણારાજ

મારૂં દલ રિઝે માણારાજ

નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ

મારૂં દલ રિઝે માણારાજ

ઈ રે સાંઢણીએ મોતી મંગાવો માણારાજ

મારૂં દલ રિઝે માણારાજ

મોતીએ વીરના શીરપેચ ઘડાવો માણારાજ

મારૂં દલ રિઝે માણારાજ

નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ

મારૂં દલ રિઝે માણારાજ

સાંજી

નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે

નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે

આવ્યો વાયરાનો ઝોલો

તૂટ્‌યો પતંગનો દોરો

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાળે

નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે

દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે

પહેરો નાની વહુરાણી

લાવ્યો તમારો સ્વામી

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાળે

નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે

મણીયારાને હાટે વીરો ચુડલો મૂલવે

પહેરો નાની વહુરાણી

લાવ્યો તમારો સ્વામી

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાળે

નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે

સોનીડાને હાટે વીરો હારલા મૂલવે

પહેરો નાની વહુરાણી

લાવ્યો તમારો સ્વામી

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાળે

નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે

કડી કેસરનો વીરો કડલો તે મૂલવે

પહેરો નાની વહુરાણી

લાવ્યો તમારો સ્વામી

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાળે

નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે

આવ્યો વાયરાનો ઝોલો

તૂટ્‌યો પતંગનો દોરો

દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાળે

નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે

સાંજી

નવે નગરથી જોડ ચુંદડી

નવે નગરથી જોડ ચુંદડી વાપ્રી,

આવી રે અમારે દેશ રે,

વોરો રે દાદા ચુંદડી,

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી,

વચમાં તે ટાંકેલા ઝીણા મોર રે,

વોરો રે દાદા ચુંદડી,

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી,

ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે,

વોરો રે દાદા ચુંદડી

અમદાવાદની જોડ ચુંદડી વાપ્રી,

આવી રે અમારે દેશ રે,

વોરો રે વીરા ચુંદડી

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી

ઉખેડું તો જગમોહનની ભાત રે

વોરો રે વીરા ચુંદડી

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી

ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે

વોરો રે વીરા ચુંદડી

જુનાગઢથી જોડ ચુંદડી વાપ્રી

આવી રે અમારે દેશ રે

વોરો રે કાકા ચુંદડી

ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી

વચમાં છે ચોખલીયાળી ભાત રે

વોરો રે કાકા ચુંદડી

શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી

ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે

વોરો રે કાકા ચુંદડી

સાંજી

નાણાવટી રે સાજન બેઠું માંડવે

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપત્રીા રે સાજન બેઠું માંડવે

જેવા ભરી સભાના રાજા

એવા જીગરભાઈના દાદા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપત્રીા રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વાડી

એવી જીગરભાઈની માડી

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપત્રીા રે સાજન બેઠું માંડવે

જેવા અતલસના તાકા

એવા જીગરભાઈના કાકા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપત્રીા રે સાજન બેઠું માંડવે

જેવા લીલુડાં વનના આંબા

એવા જીગરભાઈના મામા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપત્રીા રે સાજન બેઠું માંડવે

જેવા હાર કેરા હીરા

એવા જીગરભાઈના વીરા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપત્રીા રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વેલી

એવી જીગરભાઈની બેની

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપત્રીા રે સાજન બેઠું માંડવે

પરણ્‌યા એટલે પ્યારા લાડી

પરણ્‌યા એટલે પ્યારા લાડી

ચાલો આપણા ઘેર રે

ઊંભા રહો તો માંગુ મારા

દાદા પાસે શીખ રે

હવે કેવી શીખ રે લાડી

હવે કેવા બોલ રે

પરણ્‌યા એટલે પ્યારા લાડી

ચાલો આપણા ઘેર રે

ઊંભા રહો તો માંગુ મારી

માડી પાસે શીખ રે

હવે કેવી શીખ રે લાડી

હવે કેવા બોલ રે

પ્રણ્‌યા એટલે પ્યારા લાડી

ચાલો આપણા ઘેર રે

ઊંભા રહો તો માંગુ મારા

વીરા પાસે શીખ રે

હવે કેવી શીખ રે લાડી

હવે કેવા બોલ રે

પચાલો આપણા ઘેર રે

ઢોલીડાં ઢળુક્યા રે લાડી

ચડી બેસો ગાડે રે

પ્રથમ ગણેશ બેસાડો રે

પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા

ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા

ગણેશજી વરદાન દેજો રે હોપ મારા ગણેશ દુંદાળા

ગણેશ દુંદાળા ને ફાંદે રૂપાળા

તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા

હરખ્યાં છે ગૌરીના મન રે હો મારા ગણેશ દુંદાળા

હરખ્યાં છે માવડીના મન રે હો મારા ગણેશ દુંદાળા

ઊંઠો ગણેશ ને ઊંઠો પ્રમેશ

તમે આવ્યે મારે રંગ રહેશે રે મારા ગણેશ દુંદાળા

વિવાહ ઘરણી ને જગન જનોઈ

પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા

અન્ય સંસ્કરણ

પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા

ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા

ગણેશજી વરદાન દેજો રે હોપ મારા ગણેશ દુંદાળા

ગણેશ દુંદાળા ને ફાંદે રૂપાળા

તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા

હરખ્યાં છે ગૌરીના મન રે હો મારા ગણેશ દુંદાળા

હરખ્યાં છે માવડીના મન રે હો મારા ગણેશ દુંદાળા

ઊંઠો ગણેશ ને ઊંઠો પ્રમેશ

તમે આવ્યે મારે રંગ રહેશે રે મારા ગણેશ દુંદાળા

વિવાહ ઘરણી ને જગન જનોઈ

પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા

અન્ય સંસ્કરણ

પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા

ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા

ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો

ઘોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો

હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા જાનીડા શણગારો

જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા ધોરીડાં શણગારો

ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો

વેલડિયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા

વાવલિયા વાવ્યા ને મેહુલા ધડૂક્યા

રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા

તૂટ્‌યા તળાવ ને તૂટી પીંજણિયું

ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા

ઊંઠો ગણેશ ને ઊંઠો પ્રમેશ

તમે આવ્યે રંગ રહેશે રે મારા ગણેશ દુંદાળા

અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા

અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા

અમારે જોશે સવા મણનો રે લાડુ

અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા

વીવા, અઘરણી ને જગવને જનોઈ

પ્રથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા

અન્ય સંસ્કરણ

પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા

ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા

તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા

હરખ્યાં ગોવાળિયાનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા

હરખ્યાં માળીડાનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યા

હરખ્યા પાણિયારીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા

હરખ્યા પાડોશીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યા

હરખ્યા સાજનિયાંનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યા

હરખ્યા માતાજીનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યા

હરખ્યા વરકન્યાનાં મન રે, મારા ગણેશ દુંદાળા

પરદેશી પોપટો

એક આવ્યો’તો પરદેશી પોપટો

બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

એક આવ્યો’તો પરદેશી પોપટો

બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

બેને મેલ્યા ઢીંગલા ને મેલ્યા પોત્રીાયાં

બેને મેલ્યો સૈયરૂંનો સાથ કે ધુતારો ધૂતી ગયો

એક આવ્યો’તો પરદેશી પોપટો

બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

બેની જમતા’તા ને મેલ્યા કોળિયા

બેનીએ પકડી સાસરવાટ કે ધુતારો ધૂતી ગયો

બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

મારી સારી સૈયર ચાલી સાસરે

વાંસે રડતા મેલ્યા એના ભ્રાત રે

બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

એક આવ્યો’તો પરદેશી પોપટો

બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

પહેલું પહેલું મંગળિયું વરતાય રે

પહેલું પહેલું મંગળિયું વરતાય રે,

પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે,

અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,

સૌને હૈયે આનંદ અત્રીા ઉભરાય રે.

બીજું બીજું મંગળિયું વરતાય રે,

બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે,

માંડવડામાં મંગળગીતો ગવાય રે,

શુભદિન આજે શુકનનો કહેવાય રે.

અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે

સૌને હૈયે આનંદ અત્રીા ઊંભરાય રે

ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,

ત્રીજે મંગળ સોનાંનાં દાન દેવાય રે,

ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે,

બન્ને પક્ષે આનંદ અત્રીા ઉભરાય રે.

ચોથું ચોથું મંગળિયું વરતાય રે,

ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,

અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,

માંડવડામાં મંગળગીતો ગવાય રેપ

પાવલાંની પાશેર

પાવલાંની પાશેર લાડકડાંને હળદી ચડે છે

પાવલાંની પાશેર જીગરભાઈને પીઠી ચડે છે

અડધાની અધશેર લાડકડાંને હળદી ચડે છે

અડધાની અધશેર જીગરભાઈને પીઠી ચડે છે

રૂપૈયાની શેર રે જીયાવરને હળદી ચડે છે

રૂપૈયાની શેર રે જીયાવરને પીઠી ચડે છે

આણી અમારે ઘેર રે જીયાવરને હળદી ચડે છે

આણી અમારે ઘેર રે જીયાવરને પીઠી ચડે છે

વાટકડે ઘોળાય રે લાડકડાંને પીઠી ચડે છે

લાડકડાંને ચોળાય જીગરભાઈને પીઠી ચડે છે

પીઠી

પીઠી ચોળો રે પીતરાણી

પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે

હાથ પગ ચોળે રે વીરની ભાભી રે

મુખડાં નીહાળે રે વીરની માતા રે

પીઠી ચડશે રે જીયાવરને રે

કાકા તેલ ચોળશે રે મારા વીરને

કાચા તેલ ચડશે રે પેલી છોડીને

પાટેથી ઉતારશે વીરના મામા રે

કાજળ આંજશે રે વીરના મામી રે

પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે

પીઠી

પીઠી ચોળોને પંચકલ્યાણી

પીઠી ચોળોને પંચ કલ્યાણી

પીઠી કિયા રે મુલકથી આણી

પીઠી સુરત શહેરથી આણી

પીઠી વડોદરામાં વખણાણી

પીઠી મુંબઈમાં રે ગવાણી

પીઠી પાવલાની પાશેર પીઠી અડધાની

અચ્છેર પીઠી પોણાની પોણો શેર

પીઠી રૂપૈયાની શેર

પીઠી રૂપલા વાટકડે ઘોળાય રે

પીઠી જીગરભાઈને અંગે ચોળાય રે

પીઠી મામા ને મામી રે લાવે

પીઠી જીગરભાઈ હોંશે ચોળાવે

પીઠી જોવાને સહુ રે આવે

પીઠી

પ્રવેશિકાઃલગ્ન ગીતો

આ શ્રેણીમાં આવતી સાહિત્ય કૃત્રીાઓની સૂચિ નીહાળવા નીચે આપેલી શ્રેણી પ્ર ક્લીક કરો.

બંગડીનો રંગ છે ગુલાબી

બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની.

બંગડી પહેરીને મોનલ બજારમાં ગઈ’તી,

કાછિયાની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની.

બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની

બંગડી પહેરીને સોનલ થિયેટરમાં ગઈ’તી,

ગેઈટકીપ્રની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની.

બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની

બંગડી પહેરીને મોનલ કોલેજમાં ગઈ’તી,

પ્રોફેસરની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની.

બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની

બંગડી પહેરીને મોનલ મેચ જોવા ગઈ’તી,

ક્રિકેટરની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની.

બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની

બંગડી પહેરીને મોનલ કારખાને ગઈ’તી,

ઘસિયાની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની.

બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની

બંગડી પહેરીને મોનલ દવાખાને ગઈ’તી,

ડૉક્ટરની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની.

ડૉક્ટરની થઈ ગઈ દિવાની, સોનલ તારી ભર રે જુવાની

બાગમાં છંટાવો કાજુ કેવડો

બાગમાં છંટાવો કાજુ કેવડો

વાડીમાં રોપાવો નાગરવેલ રે

છંટાવો કાજુ કેવડો

છગનભાઈનો કુંવર કાજુ કેવડો

મગનભાઈ વેવાઈની નમણી નાગરવેલ રે

છંટાવો કાજુ કેવડો

કેવડિયે તે લાગ્યાં ઝાઝાં ફૂલડાં

ફૂલ એટલાં જમાઈરાજનાં મૂલ રે

છંટાવો કાજુ કેવડો

કેવડિયે તે આવ્યાં નવલાં પાંદડાં

પાન એટલાં વહુરાણીનાં માન રે

છંટાવો કાજુ કેવડો

સવિતાબેનનો જન્મેલ કાજુ કેવડો

કવિતાબેન વેવાણની નમણી નાગરવેલ રે

છંટાવો કાજુ કેવડો

સાંજી

બારે પધારો સોળે હો સુંદરી

બારે પધારો સોળે હો સુંદરી

આંગણે અલબેલા ઊંભા રહ્યાં

આંગણે અલબેલા ઊંભા રહ્યાં

બારે નીકળતાં અમે હો લાજિયે

અમને અમારા દાદા દેખશે

અમને અમારા દાદા દેખશે

તમારા દાદાને તીરથ કરાવું

એક કાશી ને બીજી દ્વારિકા

બારે પધારો સોળે હો સુંદરી

આંગણે અલબેલા ઊંભા રહ્યાં

આંગણે અલબેલા ઊંભા રહ્યાં

બારે નીકળતાં અમે હો લાજિયે

અમને અમારા કાકા દેખશે

અમને અમારા કાકા દેખશે

તમારા કાકાને તીરથ કરાવું

એક કાશી ને બીજી દ્વારિકા

બારે પધારો સોળે હો સુંદરી

આંગણે અલબેલા ઊંભા રહ્યાં

આંગણે અલબેલા ઊંભા રહ્યાં

બારે નીકળતાં અમે હો લાજિયે

અમને અમારા વીરા દેખશે

અમને અમારા વીરા દેખશે

તમારા વીરાને તીરથ કરાવું

એક કાશી ને બીજી દ્વારિકા બારે

પધારો સોળે હો સુંદરી

આંગણે અલબેલા ઊંભા રહ્યાં

આંગણે અલબેલા ઊંભા રહ્યાં

વરનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ

બે નાળિયેરી

માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી

ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી

શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી

ગોરા મારે સવિતાવહુને કાજ બે નાળિયેરી

ઓઢો સવિતાવહુ પાતળાં બે નાળિયેરી

હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી

મારા મગનભાઈ સાડી સાટવે બે નાળિયેરી

ગોરા મારે કવિતાભાભીને કાજ બે નાળિયેરી

ઓઢો કવિતાભાભી પાતળાં બે નાળિયેરી

હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી

સાંજી

બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોત્રીયાં

બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોત્રીાયાં,

બેની મેલ્યો છે સૈયરૂનો સાથ,

મેલીને ચાલ્યા સાસરે.

બેની મેં તમને મિલનબેન વારિયા,

બેની ન રમજો માંડવા હેઠ,

ધુતારો ધૂતી ગયો.

એક આવ્યો’તો પ્રદેશી પોપટો,

એક લાવ્યો’તો ચુંદડીનો ચુથો,

ધુતારો ધૂતી ગયો.

ભાદર ગાજે છે

આવી આવી ભાદરવાની રેલ

કે ભાદર ગાજે છે

એમાં મનુ તણાતો જાય

કે ભાદર ગાજે છે

નાખો નાખો કનુભાઈ દોર

કે ભાદર ગાજે છે

તાણો તાણો તો તૂટી જાય

કે ભાદર ગાજે છે

આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે

એમાં મનુને રમવા મેલોને

એને નાકે ઓલી નથડી પહેરાવો રે

પછી મનુને રમવા મેલોને

એને ઘમઘમતો ઘાઘરો ઘાલો રે

પછી મનુને રમવા મેલોને

એને તગતગતું કાપડું ચડાવો રે

પછી મનુને રમવા મેલોને

આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે

એમાં મનુને રમવા મેલોને

માયરામાં ચાલે મલપતા

ઓઢી નવરંગ ચુંદડી

પાયે ઝાંઝરનો ઝમકાર

પાયે ઝાંઝરનો ઝમકાર

માયરામાં ચાલે મલપતા

મલપતા મલપતા

ઓઢી નવરંગ ચુંદડી

પાયે ઝાંઝરનો ઝમકાર

પાયે ઝાંઝરનો ઝમકાર

માયરામાં ચાલે મલપતા

મલપતા મલપતા

બેનીએ સાડી પહેરી છે સવા લાખની

બેનીએ સેલું પહેર્યું છે સવા લાખનું

તો ય બહેનીને પાનેતરનો શોખ

પાનેતરનો શોખ માયરામાં

ચાલે મલપતી

મલપતી મલપતી

ઓઢી નવરંગ ચુંદડી

પાયે ઝાંઝરનો ઝમકાર

પાયે ઝાંઝરનો ઝમકાર

માયરામાં ચાલે મલપતા

મલપતા મલપતા

બેનીએ પહોંચો પહેર્યો છે સવા લાખનો

બેનીએ બંગડી પહેરી છે સવા લાખની

તો ય બેનીને મીંઢળનો શોખ

બેનીને મીંઢળનો શોખ

માયરામાં ચાલે મલપતી

મલપતી મલપતી

ઓઢી નવરંગ ચુંદડી

પાયે ઝાંઝરનો ઝમકાર

પાયે ઝાંઝરનો ઝમકાર

માયરામાં ચાલે મલપતા

મલપતા મલપતા

બેનીએ દામણી પહેરી છે વા લાખની

બેનીએ દામણી પહેરી છે સવા લાખની

તો ય બેનીને મોડીયાનો શોખ

બેનીને મોડીયાનો શોખ

માયરામાં ચાલે મલપતી

મલપતી મલપતી

ઓઢી નવરંગ ચુંદડી

પાયે ઝાંઝરનો ઝમકાર

પાયે ઝાંઝરનો ઝમકાર

માયરામાં ચાલે મલપતા

મલપતા મલપતા

બેનીએ નથડી પહેરી છે સવા લાખની

બેનીએ હારલો પહેર્યો છે સવા લાખનો

તો ય બેનીને વરમાળાનો શોખ

બેનીને વરમાળાનો શોખ

માયરામાં ચાલે મલપતી

મલપતી મલપતી

ઓઢી નવરંગ ચુંદડી

પાયે ઝાંઝરનો ઝમકાર

પાયે ઝાંઝરનો ઝમકાર

માયરામાં ચાલે મલપતા

મલપતા મલપતા

કન્યા પધરામણી

મારા નખના પ્રવાળા જેવી

મારા નખના પ્રવાળા જેવી ચૂંદડી

મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી

ઓઢોને સાહેબજાદી ચૂંદડી

હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી

મારા દાદાજી દેખે માતાજી દેખે

કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી

તમારા દાદાના તેડયાં અમે આવશું

તમારી માતાના મન મોહશે હો લાડલી

ઓઢોને લાડકવાયી ચૂંદડી

હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી

મારા વીરોજી દેખે ભાભી દેખે

કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી

તમારા વીરાના તેડયાં અમે આવશું

તમારી ભાભીના ગુણલાં ગાશું હો લાડલી

ઓઢોને સાહેબજાદી ચૂંદડી

ચુંદડી ઓઢણ

મારી બેનીની વાત ન પૂછો

મારી બેનીની વાત ન પૂછો

મારી બેની બહુ શાણી રે

એના ગોરા મુખડા આગળ

ચંદરમા પણ કાળા રે

તારી બેનીની શું વાત કરૂં હું

કહેવામાં કંઈ માલ નથી

બાંધી મૂઠી લાખની વેવાણ

ખોલવામાં કંઈ સાર નથી

મારા વીરાની વાત ન પૂછો

મારો વીરો બહુ શાણો છે

ભણેલ ગણેલ ઠરેલ બેની

ઉજાળે ઘરનું નામ જી

તારી બેનીના ઉપલા માળે

નહિ અકલનું નામ જી

મારી બેનીની વાત ન પૂછો

મારો બેની બહુ શાણી છે

મારા વીરાની વાત ન પૂછો

મારો વીરો બહુ શાણો છે

મારા વીરાનો કંઠ બુલંદી

સૂણતાં ભાન ભૂલાવે જી

તારા વીરાનો સૂર સાંભળતા

ભેંસ ભડકીને ભાગે જી

મારા વીરાની વાત ન પૂછો

મારો વીરો બહુ શાણો રે

મારી બેનીની વાત ન પૂછો

મારો બેની બહુ શાણી રે

મારી બેનીના ફોટા જાણે

ગુલાબ કેરા ગોટા જી

તારી બેનીના ફોટા જાણે

ધુમાડાના ગોટા જી

મારી બેનીની વાત ન પૂછો

મારો બેની બહુ શાણી છે

મારા વીરાની વાત ન પૂછો

મારો વીરો બહુ શાણો રે

મારો માંડવો રઢિયાળો

મારો માંડવો રઢિયાળો

લીલી પાંદડીએ છવરાવો માણારાજ

લીલી પીળી માંડવાની છાંય માણારાજ

વીરને માતા જોઈએ તો

શારદાબેનને તેડાવો માણારાજ

લાડેકોડે અમરીશભાઈ પ્રણાવો માણારાજ

મારો માંડવો રઢિયાળો

લીલી પાંદડીએ છવરાવો માણારાજ

લીલી પીળી માંડવાની છાંય માણારાજ

વીરને બાપુ જોઈએ તો

કનુભાઈને તેડાવો માણારાજ

લાડેકોડે દીકરો પ્રણાવો માણારાજ

મારો માંડવો રઢિયાળો

લીલી પાંદડીએ છવરાવો માણારાજ

લીલી પીળી માંડવાની છાંય માણારાજ

વીરને બેની જોઈએ તો

ભારતીબેનને તેડાવો માણારાજ

લાડેકોડે વીરાને પ્રણાવો માણારાજ

મારો માંડવો રઢિયાળો

લીલી પાંદડીએ છવરાવો માણારાજ

લીલી પીળી માંડવાની છાંય માણારાજ

વીરને બનેવી જોઈએ તો

નરેશભાઈને તેડાવો માણારાજ

લાડેકોડે અમરીશભાઈ પ્રણાવો માણારાજ

મારો માંડવો રઢિયાળો

લીલી પાંદડીએ છવરાવો માણારાજ

લીલી પીળી માંડવાની છાંય માણારાજ

મંડપ મહૂત

મોટા માંડવડા રોપાવો

મોટા માંડવડા રોપાવો

ઝીણી છાજલીએ છવરાવો માણારાજ

માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ

વીરના દાદાને તેડાવો

વીરની માતાને તેડાવો માણારાજ

માણેકથંભ મોતીડે વધાવો માણારાજ

હોંશો મોભી પ્રણાવો માણારાજ

મોટા માંડવડા રોપાવો

ઝીણી છાજલીએ છવરાવો માણારાજ

માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ

વીરના વીરાને તેડાવો

વીરની ભાભીને તેડાવો માણારાજ

હોંશે બાંધવ પ્રણાવો માણારાજ

માણેકથંભ મોતીડે વધાવો માણારાજ

હરખે માંડવડો વધાવો માણારાજ

વીરના મામાને તેડાવો

વીરની મામીને તેડાવો માણારાજ

હોંશે ભાણેજ પ્રણાવો માણારાજ

માણેકથંભ મોતીડે વધાવો માણારાજ

હરખે માંડવડો વધાવો માણારાજ

મંડપ મહૂરત

મોતી નીપજે રે

લાંબી તે લાંબી સરોવરિયાની પાળ

આ-હે એ પાળે તે મોતી નીપજે રે

મોતી તે લાગ્યું જીગરભાઈ વરને હાથ

આ-હે ઘેરે રે આવીને ઝગડો માંડિયો

દાદા તે મોરા મુજને પ્રણાવો

આ-હે મુજને પ્રણ્‌યાની દાદા

હોંશ ઘણી ખરચું તો ખરચું લાખ

શું બે લાખ આ-હે મોભીને પ્રણાવું ઘણી હોંશથી

માળારોપણ વરપક્ષ

મોસાળા આવિયા

ઊંંચી ચડે ને નીચી ઊંતરે રે, બેની જુએ વીરાજીની વાટ

નણંદે તે દીધું મેણલું રે, ભાભી ન આવ્યો તમારલો વીર

કસરે છૂટે ને વેણ મોકળી રે, આંસુએ ભીંજવ્યા છે ચીર

દિયરે દીધી વધામણી રે, ભાભી આવ્યો તમારલો વીર

મોસાળાં આવિયાં

કસરે બાંધી ને વેણ ચોસરી રે, હૈયૈ હરખ ન માય

મોસાળાં આવિયાં

ઝબક્યાં તે વેલના કાંગરાં રે, ઝબક્યા ધોરીડાંના શીંગ

મોસાળાં આવિયાં

ઝબકી વીરાની પાઘડી રે, ઝબક્યાં ભાભીના ચીર

મોસાળાં આવિયાં

ઝબક્યો મોતીજડયો મોડિયો રે, ઝળહળી મોસાળાંની છાબ

મોસાળાં આવિયાં

ઘડ રે લુહાર, ઘડ દીવડો, હું તો મેલીશ માંડવા હેઠ

મોસાળાં આવિયાં

ઢાળો રે માંડવડે ઢોલિયા રે, હું તો બેસીશ વીરાજીની જોડ

મોસાળાં આવિયાં

વીરો મોસાળાં લાવિયો રે, વીરો વરસ્યો છે માંડવા હેઠ

મોસાળાં આવિયાં

ભાભીએ મોસાળાની છાબ ભરી, બેની વધાવો તમે છાબ

મોસાળાં આવિયાં

મોસાળું

રાય કરમલડી રે

મારા ખેતરને શેઢડે

રાય કરમલડી રે

ફાલી છે લચકા લોળ

રાય કરમલડી રે

વાળો જીગરભાઈ ડાળખી

રાય કરમલડી રે

વીણો અમીવહુ ફૂલડાં

રાય કરમલડી રે

વીણીચૂંટીને ગોરીએ છાબ ભરી

રાય કરમલડી રે

તેનો ગૂંથે માલણ મોડિયો

રાય કરમલડી રે

મોડિયો અમીવહુને માથડે

રાય કરમલડી રે

તેનો ગૂંથે માલણ છોગલો

રાય કરમલડી રે

છોગલો દેખી રાણી રવે ચડયાં

રાય કરમલડી રે

પ્રણું તો જીગરભાઈ મોભીને

રાય કરમલડી રે

જાન પ્રસ્થાન

રેલગાડી આવી

રેલગાડી આવી મુંબઈનો માલ લાવી

મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલમાં ભર્યાં રીંગણા, જાનૈયા બધાં ઠીંગણા

મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલગાડી આવી મુંબઈનો માલ લાવી

મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલમાં ભર્યાં લોટા, જાનૈયા સાવ ખોટાં

મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલમાં ભર્યાં ચોખા, જાનૈયા બધાં બોખા

મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલમાં ભર્યાં લાકડાં, જાનૈયા બધાં માંકડા

મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી

રેલગાડી આવી મુંબઈનો માલ લાવી

મારી બાઈયું-બેનડીયું આ રેલગાડી આવી.

લાખ રૂપિયાની દીકરી આજે દાનમાં દેવાય

લાખ રૂપિયાની દીકરી આજે દાનમાં દેવાય,

ઓ દાદા તમને ચિંતા કેમ ન થાય ?

સમય સમયની છે બલિહારી દાદા કે આ દીકરી,

અમારી હસતી, રડતી, રમતી આજે દાનમાં દેવાય.

ઓ દાદા તમર્ને

લાખ રૂપિયાની ભત્રીજી આજે દાનમાં દેવાય,

ઓ કાકા તમને ચિંતા કેમ ન થાય ?

સમય સમયની છે બલિહારી કાકા કે આ ભત્રીજી,

અમારી હસતી, રડતી, રમતી આજે દાનમાં દેવાય.

ઓ કાકા તમર્ને

લાખ રૂપિયાની બેની આજે દાનમાં દેવાય,

ઓ વીરા તમને ચિંતા કેમ ન થાય ?

સમય સમયની છે બલિહારી વીરો કે આ બેની,

અમારી હસતી, રડતી, રમતી આજે દાનમાં દેવાય.

ઓ વીરા તમર્ને

લાડબાઈ કાગળ મોકલે

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે

રાયવર વેલેરો આવ

સુંદરવર વેલેરો આવ

તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે

હું તો કચરાળી શેરીએ લાડવૈ નહિ હાલું

ઘડી ન વેલો પ્રણીશ

ઘડી ન મોડો પ્રણીશ

અબઘડીએ ફૂલવાળી શેરી નીપજે

વર તો વગડાનો વાસી

એના પગ ગયા છે ઘાસી

એ તો કેટલા દિ’નો ઉપવાસી

દીકરી દેતું’તું કોણ

જમાઈ કરતું’તું કોણ

તારા ઘડીયા લગન રાયવર વહી જશે

હું તો આંબાને તોરણ લાડવૈ નહિ અડું

ઘડી ન વેલો પ્રણીશ

ઘડી ન મોડો પ્રણીશ

અબઘડીએ મોતીના તોરણ નીપજે

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે

રાયવર વેલેરો આવ

સુંદરવર વેલેરો આવ

તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે

હું તો ઠીંકરાંની ચોરીએ લાડવૈ નહિ પ્રણું

ઘડી ન વેલો પ્રણીશ

ઘડી ન મોડો પ્રણીશ

અબઘડીએ તાંબાની ચોરી નીપજે

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે

રાયવર વેલેરો આવ

સુંદરવર વેલેરો આવ

તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે

લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

નાખે મહીં ઘી કેરી ધાર, સંસાર પાયો ગળ્યો લાગે રે

લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

સાસુજી શુભ સજી શણગાર, પીરસવાને આવિયાં રે

ભીની વડી સાકર તૈયાર, ઝારી ભરીને લાવિયાં રે

પીરસતાં મન મલકાય, આનંદ અંગ અંગમાં રે

ભેગા બેસી જમે વરકન્યાય અધિક ઊંંચા રંગમાં રે

પાસે બેઠી સૈયરો બે-ચાર તપાસ રાખે તે તણી રે

રત્ને જડયો બાજોઠ વિશાળ મૂકે છે મુખ આગળ રે

લાડો લાડી જમે રે કંસાર, આનંદ આજ અત્રીાઘણો રે

લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

(કંસાર)

લાલ મોટર આવી

લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી

મારા બેની સાસરિયે લીલા લહેર છે

દશરથ જેવા સસરા તમને નહિ દે કાઢવા કચરા

મારા બેની સાસરિયે લીલા લહેર છે

કૌશલ્યા જેવા સાસુ તમને નહિ પડાવે આંસુ

મારા બેની સાસરિયે લીલા લહેર છે

રામચંદ્ર જેવા જેઠ તમને નહિ કરવા દે વેઠ

મારા બેની સાસરિયે લીલા લહેર છે

લક્ષ્મણ જેવા દિયર તમને નહિ જવાદે પિયર

મારા બેની સાસરિયે લીલા લહેર છે

સુભદ્રા જેવી નણદી તમને કામ કરાવશે જલદી

મારા બેની સાસરિયે લીલા લહેર છે.

લીલા માંડવા રોપાવો

લીલા માંડવા રોપાવો

લીલા ચોક સજાવો માણારાજ

લીલા વાંસ વઢાવો

રૂડાં માંડવા બંધાવો માણારાજ

લાડેકોડે લીલાબેન પ્રણાવો માણારાજ

લીલા માંડવા રોપાવો

લીલા ચોક સજાવો માણારાજ

એમના કાકાને તેડાવો

એમની કાકીને તેડાવો માણારાજ

લાડેકોડે ભત્રીજી પ્રણાવો માણારાજ

લીલા માંડવા રોપાવો

લીલા ચોક સજાવો માણારાજ

લીલા વાંસ વઢાવો

રૂડાં માંડવા બંધાવો માણારાજ

લાડેકોડે નિશાબેન પ્રણાવો માણારાજ

લીલા માંડવા રોપાવો

લીલા ચોક સજાવો માણારાજ

એમના નાનાને તેડાવો

એમની નાનીને તેડાવો માણારાજ

લાડેકોડે દીકરી પ્રણાવો માણારાજ

લીલા માંડવા રોપાવો

લીલા ચોક સજાવો માણારાજ

મંડપ મહૂર્ત

લીલુડા વનનો પોપટો

મારે તે આંગણે આંબો મ્હોરિયો

આંબલિયાના બહોળા તે પાન

કે લીલુડા વનનો પોપટો

ત્યાં બેસી પોપટ રાણો ટહૂકિયા

જગાડયા ત્રણે ય વીર

કે લીલુડા વનનો પોપટો

મેડિયું માયલા મોટાભાઈ જાગ્િાયા

અમારી મોટી તે વહુના કંથ

કે લીલુડા વનનો પોપટો

ઓરડા માયલા વચેટભાઈ જાગ્િાયા

અમારી વચલી તે વહુના કંથ

કે લીલુડા વનનો પોપટો

ઓસરી માયલા નાનાભાઈ જાગ્િાયા

અમારી નાની તે વહુના કંથ

કે લીલુડા વનનો પોપટો

ત્રણે એ તો જાગીને શું કરીયું ?

રાખ્યો મારા માંડવડાનો રંગ

કે લીલુડા વનનો પોપટો

મારે તે આંગણે લીમડો ફાલિયો

લીમડાના પાંખેરા પાન

કે લીલુડા વનનો કાગડો !

ત્યાં બેસીને કાગો રાણો કળકળ્યા

ઓટલે સૂતેલ જમાઈ જાગ્િાયા

કે લીલુડા વનનો કાગડો !

જાગીને જમાઈએ શું કરીયું ?

જાગીને ઠાલાં ફડાકા મારિયા

કે લીલુડા વનનો કાગડો !

લીલુડા વાંસની વાંસલડી

લીલુડાં વાંસની વાંસલડી રે આડા મારગે વાગતી જાય

નગરીના લોકે પૂછીયુ રે આ ક્યાંનો રાણો પ્રણવા જાય

નથી રાણો નથી રાજવી નથી દિલ્હીનો દરબાર

દાદાજીનો બેટડો રે મારો લાડકડો પ્રણવા જાય

મારો લાડકડો પ્રણવા જાય

મારો લાડકડો પ્રણવા જાય

જાન પ્રસ્થાન

વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં,

એક ધરતી બીજો આભ, વધાવો રે આવિયો

આભે મેહુલા વરસાવિયા

ધરતીએ ઝીલ્યાં છે ભાર, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં

એક ઘોડી બીજી ગાય, વધાવો રે આવિયો

ગાયનો જાયો રે હળે જૂત્યો

ઘોડીનો જાયો પ્રદેશ, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં

એક સાસુ ને બીજી માત, વધાવો રે આવિયો

માતાએ જનમ આપિયો

સાસુએ આપ્યો ભરથાર, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં

એક સસરો બીજો બાપ, વધાવો રે આવિયો

બાપે તે લાડ લડાવિયા

સસરાએ આપી લાજ, વધાવો રે આવિયો

ચાક વધામણી

વર છે વેવારિયો રે

કુંવરી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે

દાદા મોરા એ વર પ્રણાવ એ વર છે વેવારિયો રે

ગગી મોરી ક્યાં તમે દીઠાં ને ક્યાં તમારા મન મોહ્યાં રે

રમતો’તો બહોળી બજાર દડૂલે મારાં મન મોહ્યાં રે

કુંવરી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે

વીરા મોરા એ વર જોશે એ વર છે વેવારિયો રે

બેની મારી ક્યાં તમે દીઠાં ને ક્યાં તમારા મન મોહ્યાં રે

ભણતો’તો ભટની નિશાળે અક્ષરે મારાં મન મોહ્યાં રે

કુંવરી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે

કાકા મોરા એ વર જોજો એ વર છે વેવારિયો રે

ભત્રીરજી મોરી ક્યાં તમે દીઠાં ને ક્યાં તમારા મન મોહ્યાં રે

જમતો’તો સોનાને થાળે કોળિડે મારાં મન મોહ્યાં રે

માળારોપણ કન્યાપક્ષ

વર તો પાન સરીખા પાતળા

વર તો પાન સરીખા પાતળા રે

વરના લવિંગ સરખા નેણ રે

વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો સીમડીએ આવ્યા મલપતા રે

હરખ્યા હરખ્યા ગામડિયાનાં મન રે

વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો સરોવરિયે આવ્યા મલપતા રે

હરખ્યા હરખ્યા પાણીયારિયુંનાં મન રે

વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો શેરીએ આવ્યા મલપતા રે

હરખ્યા હરખ્યા પાડોશીનાં મન રે

વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો માંડવે આવ્યા મલપતા રે

હરખ્યા હરખ્યા સાસુજીના મન રે

વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

વર તો માયરે આવ્યા મલપતા રે

હરખ્યા હરખ્યા લાડલીના મન રે

વરરાજા, તમારી તોલે કોઈ ના’આવે રે

જાનનું આગમન

વરને પ્રવટ વાળો

મદભર્યો હાથી ને લાલ અંબાડી

ચડે માડીનો જાયો બારહજારી રાજ

કેસરના ભીના વરને પ્રવટ વાળો

વરની પ્રવટડીમાં પાન સોપારી

ચાવે માડીનો જાયો બારહજારી રાજ

કેસરના ભીના વરને પ્રવટ વાળો

વરના બાપુજી બાબુભાઈ ઓરેરા આવો

ઓરેરા આવી વરના મનડાં મનાવો રાજ

કેસરના ભીના વરને પ્રવટ વાળો

પ્રથમી બધી વરના પગ હેઠળ બિરાજે

નવખંડ ધરતીમાં વરરાજો પોરસાઈ ચાલે રાજ

કેસરના ભીના વરને પ્રવટ વાળો

ફુલેકું

વરરાજે સીમડી ઘેરી

મોર તારી સોનાની ચાંચ

મોર તારી રૂપાની પાંખ

સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય

મોર જાજે ઊંગમણે દેશ

મોર જાજે આથમણે દેશ

વળતો જાજે વેવાયુંને માંડવે હો રાજ

વેવાઈ મારા સૂતો છે કે જાગ

વેવાઈ મારા સૂતો છે કે જાગ

જીગરભાઈ વરરાજે સીમડી ઘેરી માણારાજ

સીમડીએ કાંઈ ચમર ઢોળાવ

સીમડીએ કાંઈ ચમર ઢોળાવ

ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ

વેવાઈ મારા સૂતો હોય તો જાગ

વેવાઈ મારા સૂતો હોય તો જાગ

જીગરભાઈ વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ

ઝાંપે કાંઈ છાંટણાં છંટાવ

ઝાંપે કાંઈ પાણીડાં છંટાવ

ઠંડકુંનો હોંશી વીરો મારો આવે માણારાજ

વેવાઈ મારા સૂતો હોય તો જાગ

વેવાઈ મારા સૂતો હોય તો જાગ

જીગરભાઈ વરરાજે શેરીયું ઘેરી માણારાજ

શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ

શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ

સુગંધીનો હોંશી વીરો મારો આવે માણારાજ

વેવાઈ મારા સૂતો હોય તો જાગ

વેવાઈ મારા સૂતો હોય તો જાગ

જીગરભાઈ વરરાજે માંડવો ઘેર્યો માણારાજ

માંડવડે કાંઈ લાડકી પધરાવ

માંડવડે કાંઈ લાડકી પધરાવ

લાડકીનો હોંશી વીરો મારો આવે માણારાજ

ગોત્રીજે કાંઈ રમતું મંડાવ

ગોત્રીજે કાંઈ રમતું મંડાવ

રમતુંનો હોંશી વીરો મારો આવે માણારાજ

જાન

વાગે છે વેણુ

વાગે છે વેણુ ને વાગે વાંસલડી

અમી બેનીના વિવાહ આદર્યા

કાકા વીનવીએ કાન્તિલાલભાઈ તમને

રૂડા માંડવડા બંધાવજો

માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો

અમી બેનીના વિવાહ આદર્યા

માસી વીનવીએ મીનાબેન તમને

નવલા ઝવેરી તેડાવજો

ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો

અમી બેનીના વિવાહ આદર્યા

વીરા વીનવીએ વિનુભાઈ તમને

મોંઘેરા મહેમાનો તેડાવજો

મોંઘેરા મહેમાનોએ શોભે માંડવડો

અમી બેનીના વિવાહ આદર્યા

મામા વીનવીએ મહેશભાઈ તમને

નવલાં ચૂડો પાનેતર લાવજો

ચૂડો પાનેતર આપણી વ્હાલી બેનને સોહે

અમી બેનીના વિવાહ આદર્યા

કન્યા પક્ષ

ગણેશમાટલી

વાણલાં ભલે વાયાં

સૂરજ ઊંગ્યો રે કેવડિયાંની ફણસે

કે વાણલાં ભલે વાયાં રે

સૂતા જાગો રે વાસુદેવના નંદ

કે વાણલાં ભલે વાયાં રે

સૂતા જાગો રે સુભદ્રા બેનીના વીર

કે વાણલાં ભલે વાયાં રે

તમે જાગો રે જાગે સહુ દેવ

કે વાણલાં ભલે વાયાં રે

લેજો લેજો રે દાતણ ને ઝારી

કે વાણલાં ભલે વાયાં રે

બેસજો બેસજો તુલસીને ક્યારે

કે વાણલાં ભલે વાયાં રે

મુખ લૂજો રે પામરિયુંને છેડે

કે વાણલાં ભલે વાયાં રે

લેજો લેજો શરી રામનાં નામ

કે વાણલાં ભલે વાયાં રે

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

શકનિયો છે જોશીડાનો બેટો

ચોઘડિયા જોઈ જોઈ સામો જડિયો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

શકનિયો છે કસુંબીનો બેટો

ઘરચોળા લઈ લઈ સામો જડિયો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

શકનિયો છે મણિયારાનો બેટો

ઘરચોળા લઈ લઈ સામો જડિયો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

શકનિયો છે સોનીડાનો બેટો

હારલિયો લઈ લઈ સામો જડિયો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો

જાન પ્રસ્થાન

વીરો મારો ઝગમગ ઝગમગ થાય

ઊંંચા ઊંંચા બંગલા બંધાવો

એમાં કાચની બારીઓ મેલાવો

કે વીરો મારો ઝગમગ થાય

જીગરભાઈ મારે મનડાંના મીઠા

એના દાદાને દરબારમાં દીઠા

કે વીરો મારો ઝગમગ થાય

જીગરભાઈ મારે મનડાંના મીઠાં

એના કાકાને કચેરીમાં દીઠા

કે વીરો મારો ઝગમગ થાય

જીગરભાઈ મારે મનડાનાં મીઠાં

એના મામાને મહોલાતુંમાં દીઠા

કે વીરો મારો ઝગમગ થાય

જીગરભાઈ મારે મનડાંના મીઠાં

એના વીરાને વાડિયુંમાં દીઠા

કે વીરો મારો ઝગમગ થાય

માંડવા

શુકન જોઈ ને સંચરજો રે

શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે જોશીડો રે

જોશ જોઈ પાછો વળીયો

શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે માળીડો રે

ફૂલગજરા આપી પાછો વળીયો રે

શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે દોશીડો રે

ચૂંદડી આપી પાછો વળીયો રે

શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે સોનીડો રે

કડલાં આપી પાછો વળીયો રે

શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે મણીયારો રે

ચુડલાં આપી પાછો વળીયો રે

શુકન જોઈ ને સંચરજો રે

જોઈશે લીલેરા શા વાના રે

જડશે ગોકુળમાના કાના રે

શુકન જોઈ ને સંચરજો રે

જાન પ્રસ્થાન

સાઈકલની સીટી વાગી વરરાજા

સાઈકલની સીટી વાગી વરરાજા

આટલી શી હઠ છોડો ને

તમે પહોંચી પ્ર ઘડીયાળ માંગી વરરાજા

આટલી શી હઠ છોડો ને

તમે ચેન ઉપ્ર ઉરમાળા માંગી વરરાજા

આટલી શી હઠ છોડો ને

સાઈકલની સીટી વાગી વરરાજા

આટલી શી હઠ છોડો ને

તમે સૂટ ઉપ્ર ટાઈ માંગી વરરાજા

આટલી શી હઠ છોડો ને

તમે બૂટ ઉપ્ર મોજડી માંગી વરરાજા

આટલી શી હઠ છોડો ને

સાઈકલની સીટી વાગી વરરાજા

આટલી શી હઠ છોડો ને

વરરાજા હઠ

સામા ઓરડીયામાં પીતળિયું ગાડું

સામા ઓરડીયામાં પીતળિયું ગાડું,

કરનભાઈ પ્રણે ત્યારે કુટુંબડુ જાજુ.

રાજ કોયલ બોર્લે

સામા ઓરડીયામાં અધમણ મીઠું,

કરનભાઈ પ્રણે ત્યારે ઘડીયે ન દીઠું.

રાજ કોયલ બોર્લે

સામા ઓરડીયામાં અધમણ ખાજાં,

કરનભાઈ પ્રણે ત્યારે વગડાવો વાજા.

રાજ કોયલ બોર્લે

સીતાને તોરણ રામ પધાર્યાં

સીતાને તોરણ રામ પધાર્યાં

લેજે પનોતી પહેલું પોંખણું

પોંખતાને વરની ભમર ફરકી

આંખલડી રતને જડી

રવાઈએ વર પોંખો પનોતા

રવાઈએ ગોરી સોહામણા

સીતાને તોરણ રામ પધાર્યાં

લેજે પનોતી બીજું પોખણું

ધોંસરિયે વર પોંખો પનોતા

ધોંસરિયે ગોરી સોહામણા

સીતાને તોરણ રામ પધાર્યાં

લેજે પનોતી ત્રીજું પોખણું

ત્રાંકે વર પોંખો પનોતા

ત્રાંકે રેટિયાં સોહામણા

સીતાને તોરણ રામ પધાર્યાં

લેજે પનોતી ચોથું પોખણું

પીંડીએ વર પોંખો પનોતા

પીંડીએ હાથ સોહામણા

વરરાજાને પોંખણ

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે

ઊંડતો ઊંડતો જીયાવર પોપટ બેઠો તોરણે

સજ જો રે ઘરની મેનાને શણગાર રે

ઊંડતો ઊંડતો જીયાવર પોપટ બેઠો તોરણે

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે

ઊંડતો ઊંડતો જીયાવર પોપટ બેઠો તોરણે

અક્ષર અક્ષર પ્રોવતા મંગળતા કોતરી

કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી

તેડાવો રે મંગલ ગીતો ગાતાં નર ને નારને

ઊંડતો ઊંડતો જીયાવર પોપટ બેઠો તોરણે

કંકુને પગલે પગલે પ્રભુતા પગ માંડશે

જીવનના સાથિયામાં ઈન્દ્રધનુ જાગશે

રેલાવો રે રંગોળીમાં રંગ ધાર રે

ઊંડતો ઊંડતો જીયાવર પોપટ બેઠો તોરણે

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે

ઊંડતો ઊંડતો જીયાવર પોપટ બેઠો તોરણે

હળવે હળવે પોંખજો

હળવે હળવે પોંખજો રે લટકાળી

હળવે હળવે પોંખજો રે કામણધીંગી

એ વર છે વેવાઈનો લાડકડો

કોકનો ચૂડલો પહેરીને

જમાઈ પોંખવા ચાલી

જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો

લટકો ને મટકો ચડી જાશે ચટકો

હળવે હળવે પોંખજો રે લટકાળી

માંગ્યો સાડલો પહેરી

જમાઈ પોંખવા ચાલી

જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો

લટકો ને મટકો ચડી જાશે ચટકો

હળવે હળવે પોંખજો રે કામણધીંગી

પોંખણ - વરપક્ષ ફટાણું

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

ઉત્તમકુળની છે કન્યા વરરાજાપ હાથર્

દીકરી ઉછેરી રૂડી રીતે વરરાજા,

શિખામણ ભેળી આપી સાથે વરરાજપ હાથર્

વિયોગ વેઠ્‌યો નથી કદીયે વરરાજા

આજ વિયોગ અમને સાલે વરરાજાપ હાથર્

સંપી રહેજો સંસારે શાણા વરકન્યા !

સુખદુઃખમાં ભાગ લેજો વ્હાલા વરકન્યાપ હાથર્

અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા,

અમ ઘરનું મૂલ તમને સોંપ્યું વરરાજાપ હાથર્

ઈંદ્ર-ઈંદ્રાણી જેવા શોભો વરકન્યા,

રાધા ને કૃષ્ણ જેવા દીપો વરકન્યાપ હાથર્

અન્ય સંસ્કરણ

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

ઉત્તમ કુળની છે કન્યા વરરાજા

ઈશવર પારવતીની જોડ વરરાજા

અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા

એ શોભાથી તમ ઘર દીપશે વરરાજા

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

રામ સીતાની જોડ વરરાજા

અમારૂં રતન તમને સોંપ્યું વરરાજા

તેનું કરજો જતન વરરાજા

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

ઈન્દ્ર-ઈન્દ્રાણીની જોડ વરરાજા

પ્રીતે જોડો હાથ પંચ સામે વરરાજા

અમારી બેની તમને સોંપ્યા વરરાજા

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

કૃષ્ણ-રૂખમણીની જોડ વરરાજા

જુગ જુગ જીવો તમારી જોડ વરરાજા

માડીના હેત તમને સોંપ્યા વરરાજા

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

આશિષ દઈએ અમે આજ વરરાજા

પૂરા થાઓ તમારા સૌ કોડ વરરાજા

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

ઉત્તમ કુળની છે કન્યા વરરાજા

(હસ્તમેળાપ - કન્યાપક્ષ)

હેતે લખિયે કંકોતરી રે લોલ

હેતે લખિયે કંકોતરી રે લોલ

હેતે લખિયે કંકોતરી રે લોલ

લખિયે રૂડાં કુળદેવીના નામ કે

કુળદેવી માત વેલા આવજો રે લોલ

હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ

અવસર આવ્યો છે રૂડો આંગણે રે લોલ

લગનના કંઈ વાગે રૂડા ઢોલ જો

કુળદેવી માત વેલા આવજો રે લોલ

હે તમે કુળદેવી માત વેલા આવજો રે

લોલ સુખડના મંડપ રોપાવિયા રે લોલ

બાંધ્યા બાંધ્યા લીલુડા તોરણ જો

કુળદેવી માત વેલા આવજો રે લોલ

હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ

આવીને અવસર ઉજાળજો રે લોલ

બાલુડાને આપજો આશિષ કે

કુળદેવી માત વેલા આવજો રે લોલ

હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ