Sajish - 11 in Gujarati Adventure Stories by Tarun Vyas books and stories PDF | સાજીશ - 11

Featured Books
Categories
Share

સાજીશ - 11

સાજીશ (ભાગ-૧૧)

અત્યાર સુધી ..

(આદર્શ સ્નેહા ને મોલ થી આવતા ગુંડાઓ થી બચાવે છે. મનોમન સ્નેહા આદર્શ ને પસંદ કરવા લાગે છે. અને આદર્શ પણ સ્નેહાને પસંદ કરતો હોય છે. બંને સન્ડે ના દિવસે બહાર ફરવા જાય છે. વરસાદ માં બંને એકબીજા તરફ આકર્ષાવા લાગે છે, બંને પ્રેમ નો એકરાર કરે છે.અને આદર્શ ના પપ્પા સ્નેહા ના ઘરે લગ્ન ની વાત કરવા જાય છે. બંને ની સગાઇ થાય છે, મૌલિક સ્નેહા નું એડ્રેસ શોધે છે. મૌલિક સ્નેહા અને આદર્શ ને સાથે જોય છે અને આદર્શ વિશે જાણવા માટે તપાસ કરાવે છે અને ખબર પડી જાય છે કે આદર્શ પોલીસ માં કામ કરે છે. થોડા દિવસ માં આદર્શ અને સ્નેહા ના લગ્ન થાય છે. આ તરફ બોસ મૌલિક ને મળવા આવે છે અને ગુજરાત માં બોંબ બ્લાસ્ટ ની સાજીશ વિશે વાત કરે છે, મૌલિક RDX ના કન્ટેનર ને કંડલા નજીક ગોડાઉન માં છુપાવી ને પાછો અમદાવાદ આવી જાય છે, અને આ તરફ આદર્શ અને સ્નેહા હનીમૂન માટે શિમલા પહોચે છે. ....)

હવે આગળ...

થોડી વાર માં મૌલિક ના માણસો એના સામે ૫ જણને લઇ આવે છે, જે ખરેખર ખૂબ જ આર્થિક તંગી ભોગવતા ગરીબ માણસો હતા. એ લોકો ને એમના જીવ ની કઈ જ પરવા ન હતી, કારણ કે એ લોકો પાસે બે વખત નું પૂરું ખવાનું પણ ન હતું, કોઈ મજુરી કરી ને તો કોઈ ચોરી કરી ને તો કોઈ ભીખ માંગી ને પોતાનું ગુજરાન કરતું હતું.

મૌલિક બધા ને પોતાની સામે ઉભા રાખી ને બધા ને કહે છે,

“મારી વાત ને ધ્યાન થી સાંભળો, તમે મારી સમક્ષ હાજર છો એનો મતલબ કે ખરેખર તમને પૈસાની ખૂબ જ જરૂર છે, તમે જે જીવન જીવો છો એ જીવી ને પણ ક્યારેય એટલા પૈસા નહિ કમાઈ શકો જેટલા હું તમને આ કામ કરવા માટે આપીશ. પણ શરત એટલી કે પૈસા ની સામે તમારે તમારા જીવન નો સોદો કરવાનો છે. જો તમે તમારો જીવ કોઈ અકસ્માત કે હાદ્સા માં ખોઈ બેસો તો તમારા પરિવાર ને રસ્તે રઝળવું પડે અને કોઈ હોનારત થાય તો કદાચ ૧, ૨, અથવા તો ૫ લાખ સરકાર આપે અને એમાં પણ તમારા પરિવાર ના હાથ માં કેટલા આવે એ તો કોને ખબર, પણ હું તમને મારા આ કામ માટે પૂરા ૧૫ લાખ ની ઓફર આપું છુ. કોઈ ને કોઈ જાત ની બળજબરી નથી, જેમની ઈચ્છા ના હોય એ ના પણ કહી શકે છે. નક્કી તમારે કરવાનું છે.” મૌલિકે કહ્યું.

મૌલિક એના માણસ ને ઈશારો કરે છે અને એના માણસો નાની બ્રિફકેસ માં પૈસા લઇ ને આવે છે અને ઉભેલા માણસો ની સામે બ્રિફકેસ ખોલી પૈસા બતાવે છે, આટલા બધા પૈસા એ લોકોએ ક્યારેય એમના જીવન માં એકસાથે જોયા ના હતા, આથી બસ ૧૦ મિનીટ માં જ તેઓ આ કામ માટે તૈયાર થઇ જાય છે. મૌલિક એના માણસ ને કહે છે કે આ બધા ના નામના બેંક એકાઉન્ટ ખોલી ને પૈસા એમાં જમા કરી દયો જેથી આમના પછી એમના પરિવાર ને કોઈ પ્રોબ્લેમ ના થાય, અને પાછો મજુરી કરવાનો વારો ના આવે. બીજા દિવસે એ પાંચેય જણ ને કંડલા લઇ જવામાં આવે છે. અને ત્યાં જ કેવી રીતે સાજીશ ને પર પડવી એની ટ્રેનીંગ આપવામાં આવે છે. રાત્રે RDX માંથી બોંબ કેવી રીતે બનાવવો એ સમજાવવામાં આવે છે.

રણોત્સવ ને હવે માત્ર બે દિવસ ની જ વાર હતી. આથી સૌથી પહેલા એ પાંચ માંથી એક વ્યક્તિ ને સિલેક્ટ કરવામાં આવે છે જે શરીર માં થોડો હટ્ટો-કટ્ટો હતો અને દેખાવ માં થોડો સારો હતો. મૌલિક એના ઓળખીતા એક પોલીસ કમિશ્નર ને ફોન કરે છે અને રણોત્સવ ના આખા પ્રોગ્રામ ની માહિતી મેળવે છે, અને એ કમિશ્નર ના બદલે પોતાના આ સ્લીપરસેલ ને મોકલવાની વ્યવસ્થા કરવાનું કહે છે, અને એના બદલે મૌલિક કમિશ્નર ને ૧ કરોડ ની ઓફર આપે છે. આથી કમિશ્નર તૈયાર થઈ જાય છે. અને કમિશ્નર એના એક ખાસ માણસ ને રણોત્સવ માં કમિશ્નર ના બદલે એને મોકલવાની વ્યવસ્થા કરવા માટે કહે છે.

***

ભૂજ થી ખાવડા તરફ જતાં આગળ કચ્છના અખાત પાસે આવેલા ગામ એવા ધોરડો ગામ પાસે આવેલ ખુલ્લી જગ્યા જે અખાત ની મીઠા વાળી જમીન દૂર દૂર સુધી સફેદ ચાદર ઓઢીને પથરાયેલી છે, એ જગ્યા એ રણોત્સવ ઉજવાય છે અહી ગુજરાત પર્યટન વિભાગે એક જાણે આખું નગર જ વસાવ્યું છે અને એને નામ અપાયું છે ટેન્ટ-સીટી. ટેન્ટ-સીટીને જો આકાશ માર્ગે થી જોવામાં આવેતો એકદમ કચ્છી આકારના અર્ધ ગોળાકાર તોરણ જેવી આકૃતિ જોવા મળે છે. અહીના રણોત્સવના લીધે અહીની પ્રજા માટે વ્યવસાયિક વિકાસ ખૂબ જ થયો છે. રણોત્સવના લીધે આ કચ્છની ધરતી દેશ અને દુનિયામાં જાણીતી બની છે. દેશ-વિદેશના હજારો લોકો આ રણોત્સવનો લાભ લેવા આવે છે, અને કચ્છની સંસ્કૃતિ વિશે જાણીને જાય છે. અહી ખાસ પૂનમ ની રાત્રે અદભૂત દ્રશ્ય જોવા મળે છે. ચાંદની રાત માં સફેદ રણ ખૂબ જ સુંદર દેખાય છે. અહી થી પાકિસ્તાન ની બોર્ડેર ખૂબ જ નજીક આવેલી છે આથી આર્મી ના જવનો આ એરિયા માં હમેશા તૈનાત જોવા મળે છે.

રણોત્સવ માં નવેમ્બર થી ફેબ્રુઆરી મહિના સુધી સતત પ્રવાસીઓ આવતા હોય છે.

ચોમાસા માં અહી રણ માં પાણી ભરાતું હોવાથી ક્યારેક ડીસેમ્બરથી પણ રણોત્સવ શરૂ કરવામાં આવે છે. અહીંથી સુર્યાસ્ત જોવાની મજા જ કઈક અલગ છે. સાથે સાથે અહી એક બજાર પણ ભરાય છે જ્યાં થી આવનાર પ્રવાસીઓ કચ્છી ભારત ભરેલા હેન્ડીક્રાફટ ની ચીજવસ્તુઓ ની ખરીદી કરી શકે છે, દુનિયાની ભાગદોડ થી કંટાળી ને પ્રકૃતિ સમીપ જવા માટે અને નીરવ શાંતિનો અહેસાસ કરવા માટે અહી લોકો ટેન્ટ સીટી નો લાભલેવા પહોચી જાય છે.

અને આવી જગ્યાએ બોંબ બ્લાસ્ટ કરવાની મૌલિકે સાજીશ રચી હતી, ખરેખર આટલી બધી સિક્યોરીટી હોવા છતાં અહી બ્લાસ્ટ કરવા એ કઈ સહેલું ન હતું, પણ મૌલિકે એનો રસ્તો કાઢવા માટે જ પેલા કમિશ્નર ને ૧ કરોડ ની ઓફેર કરી હતી. અને એ કમિશ્નરે પેલા સ્લીપર સેલ ને પોતાની જગ્યાએ રણોત્સવ માં મોકલવાની તૈયારીઓ કરાવી દીધી હતી. મૌલીક પોતાના પ્લાન ની જાણ બોસ ને કરે છે અને સૌથી પહેલા કચ્છના રણોત્સવ માં બ્લાસ્ટ નો પ્લાન સમજાવે છે બોસ ને પણ મૌલિક ની સાજીશ નો પ્લાન ગમે છે પણ અગર કઈ ન થવાનું બન્યું અને સાજીશ નિષ્ફળ નીવડી તો બધી જવાબદારી મૌલિક ના માથે આવવાની હતી.

મૌલિક ને પૂરો વિશ્વાસ હતો કે કમિશ્નર ની જગ્યાએ એનો માણસ ત્યાં જશે એટલે કોઈ ને એના પર શંકા નહિ પડે અને એની સાજીશ સફળ થશે. પણ મૌલિક ને એનો આ કોન્ફીડન્સ ભારે પાડવાનો હતો. મૌલિક પૈસા ની તાકાત થી બધા ને ખરીદી ને પોતાનું કામ કરતો આથી એ દરેક માણસ ને બીકાઉ જ સમજતો હતો. પણ હવે એનો સામનો એક એવા ઓફીસર થી થવા જઈ રહ્યો હતો જેના માટે પોતાની ડ્યુટી પોતાની ફેમીલી કરતા પણ આગળ હતી. અને એ હતો આદર્શ. પણ અત્યારે એ શહેર અને રાજ્ય ની બહાર હતો.

ક્રમશ..

શું આદર્શ ને આ સાજીશ ની જાણ થશે? અને આદર્શ એને રોકવામાં સફળ થશે? જાણવા માટે વાંચતા રહો સાજીશ.........

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો...

તરુણ વ્યાસ.

Whatsapp. 9033390507

mail. vyas.tarun@yahoo.com