Emoticons in Gujarati Love Stories by Divyakant Pandya books and stories PDF | ઈમોટીકોન્સ

Featured Books
Categories
Share

ઈમોટીકોન્સ

Emoticons

‘Hi D’.

દ્રષ્ટિનાં બેડ પર પડેલા ફોનમાં WhatsApp notification આવી- ‘1 Message from Jagat Dave’. થોડી વારમાં ફોન અનલોક થયો. મેસેજ રીડ થયો. સામે છેડેના ફોનમાં દેખાયું- ‘Drashti Jadeja is typing.’

‘Hi Jagat.’

‘What r u doing?’

‘T.V’

‘?’

‘Bigg Boss’

‘OK (Thumbs up Emoji)’

‘Hmmm’

‘એય સાંભળ ને.’

‘બોલ.’

‘તું કહી જ દે આજે એને. બસ હવે બહું થયું, But watch out for gud tym હા. સરખી રીતે બધું જ સમજાવજે અને કોઈને ખબર ના પડે’.

‘શું કહે છે, કોને સમજાવું? (Shock Emoticon) ’

‘અરે યાર મને આજે પાછો એટેક આવ્યો. Take it seriously. મને કંઇક થાય છે.’

‘Oh god!! (Shock Emoji) શું થયું તને? એટેક શાનો?’

‘અરે યાર કેમ આમ વાત કરે છે તું આજે? પ્રેમ એટેક મારો યાર. આપણે જાણે આના વિષે પહેલી વાર વાત કરતા હોઈએ એમ કરે છે તું. સૌંદર્યા સૌંદર્યા. (Love Emoji)’

થોડી વાર થઇ સામેથી કઈ રીપ્લાય ન આવ્યો તો જગત બેચેન થઇ ગયો: ‘Hello…’

‘શું છે સૌંદર્યાનું?’

‘સાચે જ?’

‘OK Sry ચલ. મજાક કરતી હતી. (Smiley) તો બોલ શું કહું સૌંદર્યાને?’

‘1st તો તું letter તેને વાંચી સંભળાવજે.’

‘આપી જ દઉં તો?’

‘ના, ના. As decided only. જો કે મારે જ સંભળાવવો હતો પણ એ possible નથી. એ હા પાડે પછી એને રોજ સંભળાવીશ. ને તું બધું change ના કર મારી આમે ય ફાટે છે.’

‘એ જ વાંચે તો શું ફરક પડે?’

‘ના એટલે ના. આમ હું તેને કહેતો હોઉં એવી ફીલિંગ આવવી જોઈએ. પણ તું ત્યાં છે તો એટલે તારે મારાં બદલે કરવાનું.’

‘OK પણ તું ખુદ જ એને આપણાં ક્લાસમાં કહી દે તો.’

‘ના આ જ બરાબર છે. જરૂર પડશે તો એ પણ કરીશ પણ પહેલા તું આ કર.’

‘ના કરું તો?’

‘આપણે BFF નહીં? (Smiley)’

‘હા..હા..હા.. lol. (Smiley)’

‘Where r u?’

‘At room.’

‘એ શું કરે છે? ક્યાં છે? તેણે શું પહેર્યું છે? જાગે છે? આજે રજામાં ક્યાંય બહાર જવાના તમે?’

‘તું એક કામ કર હોસ્ટેલ એ જ આવી જા. (Smiley)’

‘આવવું જ છે મારે તો. પણ પહેલા તું જવાબ આપ મને.’

‘હું બહુ મોટી પાર્ટી લઈશ હો.’

‘હા પણ હવે કે ચલ. (Thumbs up Emoji)’

‘એ બેઠી છે બાજુમાં કંઇક ચાર્ટ બનાવે છે. Black & red sleeveless top અને Black Capri પહેર્યા છે.’

‘અને તે? (Smiley)’

‘તારે ક્યાંક મને તો નથી સંભળાવવો ને લેટર? (Surprise Emoticon)’

‘અરે નહીં નહીં Dear. પણ પેલી જો ના પાડે તો કંઇક જોઈએ. (Smiley)’

‘Flirty... તારી પાસે હું જ એક ઓપ્શન છું હો તેનાં સુધી પહોંચવા. (Angry Emoticon)’

‘હા..હા..હા (Smiley). ફરવા જવાના?’

‘હા, આજે રાહુલ રાજનું નક્કી કર્યું છે.’

‘શું તમે જયારે હોય ત્યારે મોલમાં જ પહોંચી જાવ? (Smiley)’

‘તો જ Black Capri આવે ને, શાયર. (Smiley)’

‘OK તો જાવ જાવ. (Thumbs up Emoji)’

‘Now u tell me that y u havn’t told her yet?’

‘It’s not that simple. One line proposal is still difficult than one night stand for this generation. મારે તેને કહેવું જ છે પણ હું confuse છું. (Confuse Emoticon)’

‘કે તું તેને Luv કરે છે કે નહીં એ વાતે (Surprise Emoticon)?’

‘No, એ મને Luv કરે છે કે નહીં એ વાતે. (Crying Emoticon)’

‘ઓહ!! OK. તો confirm કરી લે. BTW do u think she knows that u luv her?’

‘Yes, I am sure she knows from day one. (Happy Emoticon)’

‘હવે તું મને એ કહે કે suppose એ ખુદ First move કરે તો તને એના મોં એ શું સાંભળવું ગમે? (Smiley)’

‘એવું મેં ક્યારેય વિચાર્યું જ નથી.’

‘y?’

‘કેમ કે એ possible જ નથી. (Sad Emoticon)’

‘Oh, don’t be so negative. Tell me.’

‘તને ખબર છે જયારે return love ના મળે ત્યારે અમે છોકરાઓ એવી fantasyમાં હોઈએ ને કે અમને એ શક્ય જ ન લાગે. એ fantasy બસ થોડી unrealistic હોય. આટલું ચાહવા છતાં પણ અમને સામે પ્રેમ મળવા પર જાણે belief જ ના હોય. (Sad Emoticon) ’

‘Lover/Philosopher? (Surprise Emoticon)’

‘Love often transforms a normal man into a philosopher. (Smiley Emoticon)’

‘હા પણ તો ય કહે ને.’

‘હું બસ એટલું જ ઈચ્છું છું કે એ મને આવીને કહે કે- ‘હું ફક્ત તારી શાયરી બનીને નથી રહી જવા માંગતી’.’

‘Wow!!! (Perfect Emoji)’

‘Yeah!’

‘તો ચાલ હવે તારો વારો.’

‘શાનો?’

‘માન કે આ લેટર અને મારી સમજાવટ કામ ન આવી અને તારે જ direct proposalની જરૂર પડી તો તું શું કહે એને?’

‘અમ્મ્મ... (Thinking Emoticon)’

‘બસ હવે વિચારમાં.’

‘પણ આપણે આ બધીય વાતો કેટલીય વખત થઇ ગઈ છે. તું શું કામ પૂછે છે?’

‘તો ય કહે ને મારે સાંભળવું છે’

‘તો હું તેને એમ કહું કે-‘મને સંભાળી લે, સાચવી લે, ટકાવી લે.’’

‘ઓહહો...Beautiful. (Perfect Emoji)’

‘Thanks (Smiley)’

‘પણ આ તો selfishness થઇ ને?’

‘હા, selfishness. In fact everybody in the world wants to love themselves and remain happy forever and that’s the biggest reason for the birth of love for or from others. Everyone asks for love only for this reason. આ હકીકત છે પણ આખરે એ પ્રેમ છે, એમાં લુચ્ચાઈ નથી.’

‘પણ આપણી કોલેજમાંથી કોઈ બીજું કદાચ ચાન્સ મારશે તો?’

‘I don’t think so.’

‘કેમ? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો? (Smiley)’

‘Lol...ના એવું તો નહીં. જો કે I hope so. પણ એ જ કોઈને પોતાની પાસે ફરકવા નહીં દે એવું મને લાગે છે.’

‘તને એવું કેમ લાગે છે?’

‘કારણ કે મને શ્રદ્ધા છે, આશા છે કે હું જેનાં આધારે ટકવા માંગું છું એનામાં પરખવાની skills તો હશે જ.’

‘ઓહો....!!! How lucky she is. (Perfect Emoji)’

‘OK’

‘બસ, OK?’

‘હા, જયારે મારે બહું બધું બોલવું હોય છે ત્યારે હું કંઈ નથી બોલતો.’

‘OK’

‘Lol… (Smiley)’

‘So, do u think that she luvs u?’

‘નથી સમજાતું. ક્યારેક લાગે છે હા ને ક્યારેક લાગે છે ના.’

‘એ કેવી રીતે? (Shock Emoticon)’

‘એ ઘણી વખત મારી સામે જુએ છે પણ ત્યારે એની આંખોમાં શું હોય છે એ હું કળી નથી શકતો. એ સ્માઈલ આપે છે. હેલ્પ માંગે છે. તું જ કહે છે કે એ ઘણી વખત મારી વાતો કરે છે. અને એવાં તો તેણે ઘણાંય Responses આપેલાં છે. જયારે તેની નજર મારી સામે હોય છે ત્યારે હું એમાં ડૂબી જાઉં છું પણ છીપલાં મારાં હાથમાં નથી આવતા. (Thinking Emoticon)’

‘Oh..! Now I don’t know she is lucky or unlucky. May b she is both but in different prospective. (Happy Emoticon)’

‘Yeah! (Thumbs up Emoji)’

‘તને worldના બધા જ loversની જેમ ક્યારેય એવું લાગે છે કે તું best lover છે?’

‘નો.’

‘લે, કેમ? (Surprise Emoticon)’

‘I am simply not the best, but હું જે કરું છું તે પ્રેમ માત્ર હું જ કરું છું.’

‘(Clap Emoji)’

‘અને હવે મને તું એ કે કે તને શું ગમે છે એનામાં, I mean y do u luv her only?’

‘તે બહું જ સવાલો પુછ્યા હો આજે મને.’

‘ના કે ને. What’s the reason?’

‘I don’t have any reason that’s y I love her. Actually it’s the matter between nothing and everything.’

‘Superb. I am impressed. તો હવે?’

‘હવે શું?’

‘કેમ કહેશું તેને, કેમ સમજાવીશું, કેમ મનાવીશું તેને?’

‘બસ હવે બધું જ તારાં પર આધાર રાખે છે. (No Expression Emoticon)’

ડીંગ-ડોંગ...ડીંગ-ડોંગ... દ્રષ્ટિનાં રૂમનાં દરવાજે ડોરબેલ વાગી.

‘OK Bye. લાગે છે દ્રષ્ટિ પાર્લરથી આવી ગઈ. Vl talk to u later. અને હા હું ફક્ત તારી શાયરી બનીને નથી રહી જવા માંગતી – સૌંદર્યા. (Love Emoji)’

જગતનો આખો રૂમ ઓશિકાનાં રૂથી મઘમઘી ઉઠ્યો.

  • Divyakant Pandya