Gumnam sodh - 11 in Gujarati Adventure Stories by Bhavisha R. Gokani books and stories PDF | ગુમનામ શોધ - 11

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ગુમનામ શોધ - 11

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 11

ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

(આપણે અગાઉના પ્રકરણોમાં જોયુ કે શ્રીમાન દીપક શાહની પુત્રી કલાનુ પણ કોઇ અપહરણ કરીને લઇ ગયુ છે. એક જ ગામમાં બે બાળકોના દિવસ દરમિયાન અપહરણ કરવામાં આવ્યા અને આટલા દિવસો થઇ ગયા છતાંય પોલીસ કાંઇ કરી ન શકી આથી કંદર્પ પોતાની રીતે તપાસ કરવાનુ વિચારે છે. કંદર્પે કમ્પ્યુટર પર રિસર્ચ કરીને હ્યુમન ટ્રાફીકીંગ વિષે તપાસ કરી પણ નાના એવા રાજકોટ શહેરથી શરૂઆત કરી શું તે આખા દેશમાં ફેલાયેલી આ બદ્દી સુધી પહોંચી તેના પુત્રને ઉગારી શકશે? શું થશે જાણવા માટે વાંચો આગળ)

એકની એક લાડકી દીકરી કલાનુ અપહરણ થઇ જવાથી દીપક શાહને જરાય ચેન પડતુ ન હતુ. લાખોની સંપત્તિ આજે શું કામની હતી? બસ લાચાર બની તે પણ કંદર્પની જેમ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ રહ્યા હતા. આજે પણ તે રોજની જેમ પોલીસ સ્ટેશન આવ્યા હતા પણ રોજનો રેગ્યુલર જવાબ સાંભળી તે નિરાશ બની ઘર તરફ વળી ગયા હતા. પોલીસ સ્ટેશન જાવું તેના માટે નિયમ બની ગયો હતો. ઘરે ભગવાનને માથુ ટેકવે કે ન ટેકવે પણ પોલીસ સ્ટેશન જરૂરથી જઇ આવતા હતા.

***

“એક દિવસ ઓંચિતા કલકત્તાથી એક ફોન આવ્યો મને ત્યાં તાત્કાલિક આવી જવા માટે જણાવ્યુ. મુજ ગરીબ પાસે એટલા પૈસા પણ ક્યાં હતા કે હુ કલકતા જાવ. મે કેટલી જગ્યાએ ભીખ માંગી કેટલા લોકોની આજીજી કરી ત્યારે મને એક દયાળુ શેઠે મારા પર દયા કરીને મને કલકત્તા જવા આવવાના પૈસા આપ્યા અને હુ કલકત્તા ગયો. જયા એક એન. જી. ઓ. સંસ્થાએ મને સરનામુ આપ્યુ હતુ ત્યાં હુ ગયો તો એક લઘરવઘર વ્યક્તિ પાસે મને લઇ ગયા. તે મારો કાનો હતો. હા, મારો કાનો. મારી આ સગ્ગી આંખોને તો વિશ્વાસ જ ન આવ્યો કે આ મારો કાનો છે અને તે હયાત છે. “તેઓએ મને જણાવ્યુ કે મારા કાનાને તેઓએ બચાવ્યો હતો. પચ્ચીસ પચ્ચીસ વર્ષના દોજખમાંથી. તેઓએ ત્યાર બાદ જે મને કહ્યુ તે એક પિતા માટે સાંભળવુ ખુબ જ કપરું હતુ. હૈયા પર પથ્થર રાખીને મેં મારા દીકરાની આપવિતી સાંભળી. “સાત વર્ષની અણસમજુ વયે ખાલી ચોકલેટની લાલચ આપી તેઓ મારા કાનાને ઉઠાવી ગયા હતા અને તેને ઢોરમાર મારીને દુબઇ વેંચી નાખ્યો હતો ઘરઘાટી તરીકે ત્યાં તેના માલિક તેને ખુબ જ મારતા અને તેની પાસે અઢળક કામ કરાવતા. રડ્તા રડતા તે આખો દિવસ કાર્ય કરતો અને તેને ખુબ જ ઓછુ ખાવાનુ આપવામાં આવતુ હતુ. આમ ને આમ તે ખુબ જ બિમાર પડી ગયો. કાયદામાં ફસાઇ જવાની બીકે તેના માલિકે તેને ફરીથી ભારતની હોટેલમાં વેંચી દીધો.

ભારતમાં એક હોટેલમાં વેઇટર કમ સફાઇ કામદાર તરીકે તેની પાસે કાળી મજુરી કરાવતા રહેતા અને ખાવાનુ વધ્યુ ઘટયુ થોડુ જ આપતા રહેતા. માલિકો વધારે કમાવવાની લાલચમાં આવી રીતે બાળકોને ખરીદતા અને જેને ગમે તેટલો અત્યાચાર કરવામાં આવે કોઇ બોલનારું ન હોય. આમ જ આ હ્યુમન ટ્રાફિકિંગના બિઝનેશને વેગ મળે છે અને હજારો બાળકોને આ રીતે ઉપાડવામાં આવે છે. કાયદાની નબળી કડીનો તેઓ હમેંશા ફાયદો ઉઠાવતા રહે છે. જાત જાતના રોગનો ભોગ બની ગયો હતો મારો કાનો. દવાનો ખર્ચો વધી જતા તે લોકોએ મારા કાનાને રસ્તા પર ફેંકી દીધો. છેલ્લા પાંચ વર્ષથી તે રસ્તા પર ભીખ માંગીને જીવી રહ્યો હતો. તે રખડતા રખડતા કલકત્તા પહોંચી ગયો હતો. જયા આ એન.જી.ઓ. સંસ્થાએ તેની મદદ કરી તેનો ઇલાજ કરાવ્યો અને તેની હળવે હળવે પુછપરછ કરીને બધી માહિતી લીધી અને મારું સરનામુ માંડ માંડ મેળવ્યુ. કાનો હવે બોલી પણ શકતો નથી. તુટેલુ ફુટેલુ અષ્ટમ પષ્ટમ થોડું બોલી શકે છે. રાક્ષસી લોકોએ મારા કાનાને કેવો બનાવી દીધો. થોડીવાર થઇ ત્યારે કાનો આવ્યો. ત્રીસ વર્ષનો યુવાન તેના પિતાજી કરતા પણ વુધ્ધ લાગતો હતો. તે માંડ માંડ ચાલી શકતો હતો અને તે સાવ કૃશકાય થઇ ગયો હતો. તેની હાલત જોઇને કંદર્પની આંખમાં આંસુ ટપકવા લાગ્યા. “કોણ હતા તે લોકો કાંઇ ખબર પડી?” “ના હજુ કોઇની કાંઇ પણ ખબર પડી નથી અને સાહેબ ખબર પડે તો પણ શું કરી લેવાના આપણા જેવા લોકો? આપણે રહ્યા સાદા સીધા લોકો, આવા નિષ્ઠુર અને કસાઇ જેવા માણસોનું આપણે તો શું આ દેશનો કાયદો પણ કાંઇ કરી શકે તેમ નથી. “ભગવાન તમારા દીકરાને સલામત રાખે અને જલ્દી તમારી પાસે પાછો આવી જાય તેવી આ બાપની દુઆ છે.” એક વુધ્ધ પિતાએ ઝરતી આંખે આર્શીવાદ આપ્યા.

“કંદર્પ અને નૈમિષ બન્ને પણ આંખમાં ઝળઝળિયા સાથે હાથ જોડતા ત્યાંથી નીકળી ગયા.

“કંદર્પ આ બધુ તપાસ કરવાનુ રહેવા દે ભાઇ, નિરાશા અને આ લોકોના દુઃખ જોઇ હતાશા સિવાય કાંઇ હાથ નહી લાગે અને આ બધુ જોઇ તું મનોમન જીવ બાળીશ એ અલગ. એક તો પ્રતિક્ષાની હાલત પણ સુધરવાને બદલે બગડે છે અને તેમા ઉપરથી આ દર્દનાક કહાની સાંભળવાથી તને પ્રેરણા મળવાને બદલે ઉલ્ટાનો તુ નાસીપાસ થઇ જઇશ.” નૈમીષે કહ્યુ. “ના ભાઇ, હજુ એકાદ કેસ આવો મને મળ્યો છે તેને આપણે મળી લઇએ પ્લીઝ. પછી આગળ જોઇએ શું કરવાનું છે?”

“ઠીક છે, જેવી તારી મરજી, ચાલ.” બન્ને બાઇકમાં બેસી ત્યાંથી રવાના થયા.

***

“પ્લીઝ અમને મળવા દો ને હેતલને” “સર તે કોઇને મળવા માંગતી નથી.” નારી વિકાસ ગૃહ પાસે જઇ કંદર્પે આજીજી કરી પરંતુ તેઓએ સાફ મનાઇ કરી દીધી. તેની આંખમાં આંસુ જોઇને બગીચામાં વ્હીલચેર પર બેઠેલી એક છોકરીએ તેઓને બોલાવીને પુછ્યુ, “તમારે હેતલને શા માટે મળવુ છે?” “હેતલની જેમ મારા પાંચ વર્ષના દીકરાને પણ કોઇ ઉઠાવીને લઇ ગયુ છે. મારે થોડી પુછતાછ કરવી છે.” “પ્લીઝ તમે મારી સાથે અંદર ચાલો,” તે છોકરી તેઓને એક રૂમમાં લઇ ગઇ. સાધારણ નાના રૂમ હતા. “બેસો, મારું નામ જ હેતલ છે. હુ તમારી શું મદદ કરી શકુ? આમ તો હવે હુ કોઇને મળતી નથી. આ સ્વાર્થી દુનિયાથી નાતો તોડી નાખ્યો છે. તમારી આંખોએ મને તમારી સાથે વાત કરવા પ્રેર્યા છે. બોલો હુ શુ મદદ કરી શકુ?” “તમારી સાથે શુ બન્યુ હતુ? કોણ હતા તે લોકો? જણાવી શકો અમને?” “મારી વાત કોઇની જીંદગી બચાવવા માટે ઉપયોગી બની શકે એમ હોય તો હુ જરૂરથી કહીશ. તે મારી જીંદગીની સૌથી મોટી ભુલ હતી જેને હુ પ્રેમ સમજી બેઠી હતી. હુ મારા માતા પિતાનુ એકની એક દીકરી હતી. મારા માતા પિતાએ મને સારા શિક્ષણ માટે જુનાગઢ ભણવા માટે મોકલી હતી. ધોરણ આઠથી હુ તેર વર્ષની ઉંમરથી ત્યાં અભ્યાસ કરતી હતી. આમ તો અમારી હોસ્ટેલ ખુબ જ કડક હતી. ત્યાંથી બહાર જવુ અશ્ક્ય હતુ. પરંતુ અમારી શાળા કો એજ્યુકેશનમાં ચાલતી હતી. ટીનએજની અણ સમજુ વયે હુ અમારી સ્કુલમાં ધોરણ અગિયારમાં ભણતા કરણ સાથે આકર્ષાયી હતી જેને હુ પ્રેમ સમજી બેઠી હતી. એક વર્ષ સુધી અમે સ્કુલમાંથી ઘણીવાર હર્યા ફર્યા અને મોજ કરી. કરણ પણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. તેણે કહ્યુ કે પાસેના એક ગામડામાંથી આવીને અભ્યાસ કરે છે. એક વર્ષ બાદ વેકેશન પછી હુ ધોરણ નવમાં આવી ત્યારે તેણે મને તેની સાથે મુબંઇ ફરવા જવાનુ કહ્યુ. સ્કુલમાં અઠવાડિયાની રજા હતી. આથી હોસ્ટેલમાંથી ઘરે જવાની રજા લઇને હુ તેની સાથે નીકળી ગઇ. અમે મુબંઇ આવ્યા અને એક હોટેલમાં રોકાયા. તેણે મારા શરીરનો ઉપયોગ કર્યો, હું પણ ભોળી તેની વાતોમાં આવી ગઇ અને મારુ સર્વસ્વ તેને સોંપી દીધુ, મને ક્યાં ખબર હતી કે બીજે દિવસે મારા પર શું વિતવાની છે. બીજો દિવસ મારા માટે ગોઝારો નીકળ્યો, તેણે મને ચંદ રૂપિયા માટે મને વેચી નાખી. મને પાછળથી બધી ખબર પડી કે તેણે શરૂઆતથી અંત સુધી મને ખોટુ જ કહ્યુ હતુ. તે કોઇ વિદ્યાર્થી ન હતો. તે બાળકોને કિડનેપ કરનાર ગેંગ માટે એજંટ તરીકે કાર્ય કરતો હતો. તે મારા જેવી ભોળી છોકરીઓને તેની વાતોમાં ફસાવીને ફોસલાવી પ્રેમના જાળમાં ફસાવતો અને અંતે તેના શરિરનો ઉપયોગ કરી વેચી નાખતો. કોઇ કોઇને મારી જેમ ફસાવતો અને કયારેક રસ્તા પરથી બાળકોને ઉઠાવી જઇને આવી રીતે વેંચી નાખતો હતો. જેમાં તેને પુષ્ક્ળ પૈસા મળતા હતા. હુ પ્રેમના નામે ખુબ જ ખરાબ રીતે ફસાઇ હતી.

હુ ખુબ રડી કકળી પરંતુ તે હસતો હસતો પૈસા લઇને જતા રહ્યો. મને ખરીદનાર તે ત્રણ વ્યક્તિઓ હતા નસીમ, રઘુ અને દલો. ખુબ જ રાક્ષસ જેવા તેઓ મને ઢસડીને તેમના રૂમમાં લઇ ગયા અને ત્યારબાદ મારી સાથે ખુબ ક્રુરતાપુર્વક સામુહિક બળાત્કાર કર્યો અને થોડા દિવસ સુધી મારી સાથે આ સિતમ ગુજરવાનો ચાલુ રાખ્યો અને ત્યારબાદ મને બેહોશ કરીને દિલ્લી લઇ ગયા અને મને રેડ લાઇટ એરિયામાં વેંચી મારી. લાડકોડથી ઉછેરેલી મારા માટે આ બધા અત્યાચાર ખુબ જ અસહ્ય હતા. રેડ લાઇટ એરિયાની જીંદગી ખુબ જ કપરી હતી. જયાં રોજ શરીરને ચુંથવામાં આવતુ હતુ અને મગ્ના દ્રારા રોજ ઢોરમાર પણ મારવામાં આવતો હતો. ત્યાં કોઇ માણસ ન હતુ. બધા જ રાક્ષસો હતો. આમને આમ અત્યાચારમાં હુ રડતા કરગરતા દિવસો ગુજારતી હતી. કોઇને મારા પર દયા ન હતી. એક દિવસ એક ગુજરાતથી આવેલા ક્સ્ટમર પર વિશ્વાસ કરીને મેં મારી આપવિતી કહી જે મારી જીંદગીની બીજી ભુલ હતી. તે મને ખરીદીને લઇ ગયો અને ફરીદાબાદ જઇ એક શેઠને વેંચી નાખી. શેઠ નાસીમ ખુબ જ ધનવાન હતો છતાંય તે ખુબ કંજુસ અને ક્રુર હતો. તેના પરિવારમાં કોઇ ન હતુ છતાંય તેને પૈસાનો ખુબ જ મોહ હતો. તે દિવસ આખો મારી પાસે ખુબ જ કામ કરાવતો હતો અને રાત્રે મારી સાથે ક્રુરતા પુર્વક રેપ કરતો. તેને ક્રુરતા આચરવાનો એક પાશવી આનંદ આવતો હતો. તેની ક્રુરતાને કારણે મારા ગુંપ્ત અંગો ફાટી ગયા. મારા સદનસીબ કે એક દિવસ એક ખુન કેસમાં તેના પર તપાસ થઇ અને પોલીસે મને છોડાવી અને મારા દોજખમાંથી મુક્તિ મળી પરંતુ ત્યાં સુધી મારા શરીર અને મગજ પર ખુબ જ નુકશાન થઇ ચુકયુ. હવે સંપુર્ણ માનવજાત પ્રત્યે મને નફરત થઇ ચુકી છે. મારા માતા પિતાએ મારા જ્ઘન્ય કૃત્ય બાદ આત્મહત્યા કરી લીધી હતી. મારા શરીરના બધા અંગો ફેઇલ થઇ ચુક્યા છે. હવે હુ એકલી તન્હા પીડાતા પીડાતા મૃત્યુની રાહ જોઇ રહી છુ.

મારી આખી જીંદગી અને સપનાઓ ખત્મ થઇ ચુક્યા છે. મારી આ જીંદગી તમને કોઇ મદદરૂપ બની શકે તો હુ મારા બચી રહેલા શ્વાસ પણ જરૂર આપી દઇશ.” કંદર્પની આંખો ભરાઇ આવી. તેને હેતલના માથા પર બે હાથ મુક્યા અને બીજુ કાંઇ બોલી ન શક્યો. આંસુઓ બન્ને વચ્ચે આદાન-પ્રદાનનું માધ્યમ બની ગયા હતા.

***

“બચાવો મારો દિકરો કોઇ લઇ જાય છે? તેને બચાવો કહેતી પ્રતિક્ષા ઊંઘમાંથી ઉભી થતી રૂમની બહાર દોડી ગઇ.” નર્સની આંખ લાગી ગઇ હતી તો તેનુ ધ્યાન ન રહ્યુ. તેનો અવાજ સાંભળી ઘરના બધા તેની પાછળ દોડી નિકળ્યા પણ પ્રતિક્ષા એટલી ફાસ્ટ દોડતી હતી કે કોઇ પકડી શકે એમ ન હતુ. ઘરના મેઇન ડોરને ખોલતી તે બહાર નીકળી ગઇ. કંદર્પ તેની પાછળ દોડ્યો અને નૈમિષે સમયસુચકતા વાપરી બાઇક લઇ તેની પાછળ નીકળી ગયો. મેઇન રોડ પર બહુ ટ્રાફીક હતો નહી તે સારૂ હતુ કારણ કે પ્રતિક્ષાને કાંઇ ભાન હતુ નહી. રોડ પર આવતા જતા રીક્ષાને રોકતી તે બધાને તેના દિપુ વિષે પુછી રહી હતી ત્યાં કંદર્પ અને નૈમિષ બન્ને આવી પહોંચ્યા. કંદર્પે તેને ફોસલાવી પટાવી અને ઘર તરફ લઇ ગયો. હળવે હળવે તેને પ્રેમથી મનાવતો ઘરે લઇ ગયો અને બેડ પર સુવડાવી. માથા પર હાથ ફેરવતા તે નાના બાળકને લોરી સંભળાવે તે રીતે ગીત ગાતો તે પ્રતિક્ષાને સુવડાવવા લાગ્યો. નર્સે પ્રતિક્ષાને ઊંઘનું ઇન્જેક્શન આપી દીધુ ત્યાં પ્રતિક્ષા આરામથી સુઇ ગઇ.

“બેટા, રોજ પ્રતિક્ષાને આમ ઘેનના ઇન્જેક્શન ક્યાં સુધી આપવા? તેને બીજા કાંઇક રોગ લાગુ પડી જશે. મને બહુ ચિંતા થાય છે. એવા તે ક્યા ગયા ભવના પાપ રહી ગયા છે તે ભગવાન આમ એકદમ મોઢુ જ ફેરવી ગયા આપણી સામેથી.” કહેતા સુભદ્રાબેન રડવા લાગ્યા. “મમ્મી, તમે શાંત થાઓ પ્લીઝ. જરા પણ ચિંતા તમે ન કરો. નાહક તમારી હેલ્થને નુકશાન થશે. નૈમિષ અને કંદર્પ છે ને, જોઇ લેજો ભગવાન બધુ પાર પાડી દેશે.” સ્તુતિએ તેમને પાણી પીવડાવતા કહ્યુ પછી તેમનો હાથ પકડી રૂમમાં મુકી આવી.

“નૈમિષ, કંદર્પ, પ્લીઝ તમે કાંઇક કરો. પોલીસ જવાબ આપતી ન હોય તો તેના ઉપરીને આ કિડ્નેપીંગની ફાઇલ બતાવો નહી તો ક્યાંક એવુ બને કે દિપુ સાથે આમ બન્યુ છે તેના કારણે પ્રતિક્ષા બાદ મમ્મીને પણ મગજ ઉપર આ બધુ ઉતરે.” સ્તુતિએ હોલમાં આવી કહ્યુ. “સ્તુતિ, એવુ કાંઇ નહી થાય. તુ નાહક ટેન્શન લે છે. નાઉ યુ જસ્ટ કાલ્મ ડાઉન અને તુ પણ સુઇ જા. હવે તારે જ મમ્મી અને પ્રતિક્ષાને સંભાળવાના છે.” નૈમિષે કહ્યુ.

“ઠીક છે.” બન્નેને ગુડ નાઇટ વીશ કરતી તે પ્રતિક્ષાના રૂમમાં જતી રહી.

“કંદર્પ, આવી રીતે લોકોને મળવાથી અને તેની કહાની સાંભળવાથી શુ થશે?” “ભાઇ, મને એમ હતુ કાંઇક ક્લુ મળી શકશે? પરંતુ પૈસા માટે આજે લોકો ગમે તે હદ સુધી જઇ શકે છે. આજે એક નહિ અનેક લોકો આવા કાર્યો કરી રહ્યા છે. હુ તો હવે આવુ બધુ વિચારી નાસી પાસ થઇ રહ્યો છુ. આગળ શુ કરવુ કાંઇ સુઝતુ જ નથી. મારો દીપુ ક્યાં હશે? તે નહિ મળે તો પ્રતિક્ષાના શુ હાલ થશે? હુ તે બંન્ને વિના નહી જીવી શકુ?” “કંદર્પ પ્લીઝ કામ ડાઉન યાર મુશ્કેલીનો પહાડ ગમે તેટલો મોટો હોય, સત્ય ના કદમ તેને પાર કરીને જ રહે છે. તુ ચાલે છે તેમાં જ તારી જીત છે યાર. ચાલતા ચાલતા રસ્તો મળી જ રહેશે યાર.” “શું રસ્તો. ચારે બાજુ ઘોર અંધકાર જ છવાય રહ્યો છે. હુ જાણે ઉંડા ગર્તામાં જઇ રહ્યો છુ.” “તુ આ બધી નિરાશાની વાતો છોડ. આપણે મિસ્ટર શાહને મળી આવીએ કદાચ કોઇ મદદ મળી જાય.” નૈમિષ હજુ વાત જ કરતો હતો ત્યાં ફોન ઘંટડી વાગી.

વધુ આવતા અંકે.....

શું આ રીતે હ્યુમન ટ્રાફીકીંગના કેસ વિષે બાતમી મેળવી કંદર્પ તેના પુત્ર સુધી પહોંચી શકવા સમર્થ રહેશે??? રહસ્ય ગહેરૂ થઇ રહ્યુ છે, ન તો ખંડણી માટે કોઇ ફોન કે ન કાંઇ ક્લ્યુ મળી રહ્યો છે, શું કોઇ પોતાનુ જ છે જે દિપુને કિડનેપ કરી ગયુ છે કે પછી કોઇ બહારની વ્યકિત છે??? જાણવા માટે વાંચો આગળનુ પ્રકરણ ત્યાં સુધી મારી સાથે તમે પણ પ્રાર્થના કરો કે દિપુ હેમખેમ તેના ઘરે પરત આવી જાય......