નેહાને ઘણાં સમય પછી નીરાંતે ઊંઘ આવી...પોતે કરેલા મક્કમ નિર્ણય પર પોતાને જ સંતોષ થયો હતો.ઘણી વાર માણસને પરિસ્થિતી કરતાં પરિસ્થિતીમાંથી નીકળવાની વિટંબણા મારી નાખે છે...જ્યારે માર્ગ ધૂંધળો દેખાય..મંજિલ દૂર દેખાય અને મનમાં વિશ્વાસનો અભાવ..અને ભગવાન પ્રત્યે ઓછી શ્રદ્ધા નિર્ણય લેતાં દુર્બળ બનાવે છે..પણ જે સ્થિતિમાં તમારું અસ્તિત્વ ગૂંગળાતું હોય એ સ્થિતિમાંથી વહેલી તકે નીકળી જવું એજ યોગ્ય પગલું હોય છે પણ એ સ્થિતિમાંથી નીકળતાં વરસો લાગી જતાં હોય છે..માણસ સહન કરે રાખે ..કરે રાખે...હા એક અરેબિક કહેવત યાદ આવી ગઈ કે "ઊંટ પર લાકડાં મૂકતાં જાઓ મૂકતાં જાઓ..ઊંટ કાઈ નહી
બોલે ..પણ છેલ્લું એક લાકડું મૂકશો..જે હદ કરી નાંખે છે.. ઊંટ બેસી જાય છે..બસ હવે એ ઊઠી નહી શકે"..નેહા પર પણ છેલ્લો વજ્રપ્રહાર થયો..હવે બસ...હવે બસ...
નેહા ઊઠી જરાં પણ ગુસ્સે થયાં વગર આકાશની પ્રાતઃક્રિયામાં રસ લીધો...આકાશ ગુસ્સામાં લાગતો હતો...અને આ શું સાડા આઠ થયાં તોય ઊભો નથી થતો તૈયાર થવાં નથી જતો...થોડી વાર પછી આકાશ શોપ પર ફોન કરતો હતો..."હા, સુરેન્દ્ર આજ હું શોપ પર નથી આવવાનો તમે દુકાન સંભાળી લેશો...હું ઘર પર છું..તમને જરૂર પડે ફોન કરજો..."નેહા સાંભળી રહી ફોન્..અ ..રે..રે હવે શું થશે?..આકાશ તો શોપ પર જવાનો નથી અને સાગર નવ વાગે આવી જશે...સાગરને ના પણ શી રીતે પાડું...આકાશ તો સામે જ બેઠો...છે..મારે આકાશ સાથે વાત કરી લેવી જોઈએ..થોડો ખુલાસો ..જો સાંભળે તો..વાત કરું કે ના કરું? ચાલ પહેલાં સાગરને ફોન કરું..બાથરુમમાં જઈને પ્રયત્ન કરું..
નેહા બાથરુમમાં મોબાઈલને ગઈ.. ધીરેથી નંબર ડાયલ કર્યો.. ધીમાં અવાજમાં હલો કર્યુ....પણ આકાશ એની પાછળ પાછળ જ હતો એને ખ્યાલ ના રહ્યો..આકાશે ધક્કો મારી બાથરુમનું બારણું ખોલી નાખ્યું..."કોની સાથે વાત કરે છે....સા.."આકાશે ફોન આંચકી લીધો..અને નેહાને બાથરુમની બહાર ઘસડી લાવ્યો..ફોન હજું ચાલુ જ હતો..."આકાશ, મારી વાત સાંભળી લે.. એકવાર બસ હું ..તને વિનંતી કરું છું પછી તારે જેમ કહેવું હોય તે કહેજે અને જેમ કરવું હોય તેમ કહેજે..પ્લીઝ.. મારી વાત એક વાર સાંભળી લે...
આકાશ ઘૂરક્યા કરતો એની સામે જોતો હતો...નેહા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી..." હું સાગરને મળવાં ગઈ હતી..આકાશ તે મારી સાથે જિંદગીભર કેવો વ્યવહાર કર્યો છે??? સુહાગરાતથી માંડીને આજ સુધી....મેં આત્મહત્યા કરવાં પ્રયત્ન કર્યો હતો..એ દિવસે તો મને ખબર પડી ગઈ હતી કે તું એવાં પથ્થરનો બનેલો છે જેને ઈશ્વર પણ પીગાળી નહીં શકે...મને હતું કે મારી 'મા' બનવાની ઈચ્છા પૂરી થશે તો હું મારા બધાં દુઃખ ભૂલી જઈશ પણ એ ઈચ્છાને પૂરી કરવાં પણ તે એક પણ પ્રયત્ન ના કર્યો...મારું જીવન અર્થહીન જઈ રહ્યુ હતું. આટલા વરસમાં તું મને સુખ ના આપી શક્યો અને મારાં દરેક પ્રયત્ન છતાં હું તને સુખ ના આપી શકી...શારિરીક અને માનસિક રીતે આપણે પતિ-પત્ની ના બની શક્યાં, ભલે સમાજ અને ઈશ્વરની નજરમાં આપણે સાત ફેરા ફર્યા..અને પવિત્ર બંધનથી બંધાઈ ગયાં પણ...મનથી ના બંધાઈ શક્યા..સુહાગ રાતે તારા પૂછેલા એક સવાલથી અને મારાં આપેલા એક જવાબથી આપણને બન્નેને એટલાં દૂર ફેંકી દીધાં કે ફરી મળી જ ના શક્યા..આવી જિંદગીથી કદાચ તને વાંધો ન હતો...પણ હું તો રોજ દિવસના સો વાર મરતી હતી અને સો વાર જીવતી થતી હતી...મને લાગ્યું કે મારે કોઈને વાત કરવી જોઈએ...સાયકોલોજીસ્ટને મળવાં તું તૈયાર ન હતો અને હું થાકી ગઈ હતી..મા બાપને કાંઈ કહી શકતી ન હતી..મિત્રો તે રહેવા દીધાં અહી...મારાં શ્વાસ રૂંધાતા હતાં..હું મને ખૂલી હવાની જરૂર હતી...હું કાકી ને ત્યાં ગઈ.. મને સાગર મળવાં આવ્યો...હું જુઠ્ઠુ નહી બોલું..મને
સાગર સાથે પ્રેમ હતો..અને એને ભૂલાવી તારી પાસે આવી પણ તે મને સાગરને ભૂલવા જ ના દીધો...બલ્કે કોલેજનાં જમાનાનો એ પ્રેમનો કુમળો છોડને તે મોટું અડીખમ વૃક્ષ બનાવી દીધું..પળ પળ જેને વીસરી જવાં પ્રયત્ન કરતી હતી હતી એને...તે મને એક ક્ષણ પણ ભૂલવા ના દીધો...હા સાગરને હું સાગર કિનારે મળી..પણ મારું હ્રદય એનાં પ્રેમથી તે જ ભરી દીધું હતું..મેં એને હોટેલમાં બોલાવ્યો..એ તો તૈયાર ન હતો...સાગર એક સંસ્કારી માણસ છે...
મારી જીદ સામે એ હારી ગયો...પણ અમે વાતો જ કરી ..એક સમયે મને વિચાર આવ્યો કે આકાશ જે સુખ મને નથી આપી શક્તો એ સુખ..સાગર પાસે મેળવું..પણ મા બાપના સંસ્કાર નડી ગયા..અને પાપ કરતાં બચી ગયાં..પણ મહેશભાઈ અમને હોટેલની બહાર જોઇ ગયા..." નેહા ડૂસકે ડૂસકે રડતી હતી..આકાશ થોડી વાર ચૂપ રહ્યો...અને પછી સોફામાંથી ઊભો થઈ ગયો....અને નેહાને કહેવા લાગ્યો," તારી વાત હું માની લઈશ એમ તને લાગે છે?..બધી વાત માની લઉં પણ હોટેલમાંથી તું પવિત્ર બહાર આવી કેવી રીતે માની લઉં??? એ તો તું કાદી સાબિત નહીં કરી શકે કે તું પવિત્ર છે....તું હાલ ને હાલ આ ઘરમાં થી નીકળી જા અને તારું કાળું મોઢું કર.અહિંથી..જા...નેહા સ્વસ્થ થઈ ગઈ..." આકાશ, ગઈ કાલે રાત્રે હું તો જવાનો નિર્ણય લઈ ચૂકી છું,જે પતિ પત્નીને સન્માન ના આપી શકે એ પતિ સાથે રહેવા કરતા હુ મૃત્યુ વહાલું કરીશ...પણ હું તારા જેવાં નામર્દ માટે મરું પણ શા માટે?" આટલું કહી એ બેડરુમમાં જઈ બેગ પેક કરવાં લાગી..આકાશ ગુસ્સામાં બહાર ફરતો હતો...હારવાની એની આદત ન હતી..આજ નેહા એને માત આપી રહી હતી.આકાશ ધીરે ધીરે એ કેબીનેટ તરફ ગયો..જ્યાં એણે લાયસન્સવાળી પિસ્તોલ રાખેલી હતી...
નેહાની વાતોથી ધૂંધવાતો આકાશ ઊઠ્યો..અને ધીરે ધીરે એ કેબિનેટ તરફ આગળ વધ્યો જેમાં લાયસન્સ પિસ્તોલ રાખેલી હતી...આકાશ માનસિક રોગથી પીડાતો હતો..લઘુતાગ્રંથિથી પીડાતો હતો..નેહા એને માત આપી જાય અને આકાશ કશું ના કરે એ તો કેવી રીતે બને?? નેહા આકાશને છોડવાં માગતી હતી...આકાશને?? આકાશ જેવા પરફેક્ટ માણસને?? એ તો બનવાજોગ જ નથી..આ ઘરમાંથી ફક્ત નેહાની લાશ જઈ શકે..નેહા નહીં...આકાશને કોઈ છોડીને કેવી રીતે જઈ શકે??? આટલા પૈસા..આટલો દેખાવડો..ગાડી બંગલા સ્ટોક મારકેટ....ના ના..એ તો બને જ નહી..
અંદર બેડરૂમમાં નેહા બેગમાં કપડા અને જરૂરી સામાન ભરી રહી હતી...ગુસ્સામાં કબાટમાંથી વસ્તુઓ લઈ બેગ પર ફેંકી રહી હતી..અને અચાનક એનાં હાથમાં એક પરબડિયું આવ્યું.ઉપર આકાશનું નામ લખેલું હતું.ડૉક્ટરનો રિપોર્ટ હોય એવું લાગતું હતું.ગુસ્સામાં એણે પરબડિયું ખોલ્યું.અને ખરેખર ડૉક્ટરનો રિપોર્ટ હતો..રિપોર્ટ માં લખેલું હતું કે આકાશનાં વીર્યમાં શુક્રાણુ ન હતાં.એટલે કદી બાપ બની શકે એમ ન હતો.. નેહાએ તારીખ જોઈ તો બે વરસ પહેલાનો રિપોર્ટ હતો...નેહાનાં હ્રદયમાં રહેલો દાવાનળ ફૂટી ગયો..એનું શરીર ધ્રુજતું હતું..આંખમાંથી
આંસું અને અંગારા સાથે વરસી રહ્યા હતાં.આટલી મોટી વાત પત્નીથી છુપાવી?? આટલી મોટી વાત??? હું કરગરતી રહી કે ડોકટર પાસે જાઓ અને આ વાત મારાથી છુપાવી??? હું તો માનવ સાથે રહેતી હતી કે દાનવ...મને સત્ય બતાવ્યું હોત તો મેં સહન કરી લીધું હોત પણ...આમ કરવાનું???મારો પહેલો હક છે આ વાત જાણવાનો..હું પત્ની છું...પણ
એ બહાર ધસી ગઈ..જ્યાં આકાશ કેબિનેટમાંથી પિસ્તોલ કાઢી પેન્ટનાં ખીસ્સામાં મુકતો હતો...નેહાના હાથમાં રિપોર્ટ હતો...એ ધસી ગઈ આકાશ પાસે ..એને કાંઈ ભાન ન હતું..કે એ શું કરી રહી હતી...
"આકાશ, આ રિપોર્ટ તારો છે? તે આ રિપોર્ટ મારાથી બે વરસ છુપાવ્યો? હું તારી પત્ની છું કે કોણ છું???"નેહા આખી ધ્રુજતી હતી...થર થર શરીર કંપી રહ્યુ હતું.આકાશ એકદમ બેદરકાર થઈને બોલ્યો," તને જણાવવાની શું જરૂર હતી? તું ખાલી જીવ બાળતી!!" નેહા,"જીવ બાળતી??? અરે તે મારા જીવ બાળવામાં શું બાકી રાખ્યું છે? મારા દિવસ રાત મારી જિંદગી મેં તારા હવાલે કરી દીધી...અરે મારી કુરબાનીની આવડી મોટી સજા તે મને આપી???અરે બાળક તો આપણે દત્તક પણ લઈ શક્યાં હોત ..પણ આવી રીતે વાતને છુપાવી ને તે મારી પૂજા ભંગ કરી છે..મારાં વિશ્વાસનો ઘાત કર્યો છે..હવે હું આ ઘરમાં એક ક્ષણ પણ નહી રહી શકું!! તને તારું ઘર તારી ઈજ્જત તારા પૈસા તારાં બંગલા મુબારક..બસ બદ્લામાં મને મારી સ્વતંત્રતા આપી દે...મને છૂટાછેડા આપી દે...અથવા હું જ તને છૂટાછેડાનાં કાગળ મોકલી આપીશ...બસ તારો ને મારો સાથ આટલો જ હતો..હું તને એક ભયંકર સપનું માનીને ભૂલી જઈશ..તું પણ મને ભૂલી જજે.." આટલું બોલી નેહા ફરી રૂમમાં ચાલી આવી ..
આકાશ પાસે શબ્દો ન હતાં..નેહા માત પર માત આપે જતી હતી...વાંક આકાશનો પણ કબૂલ કેવી રીતે કરે?? બધાં ને હાથે પગે માફી મંગાવવાવાળો માફી કેવી રીતે માંગે??? બધાં પાસે માફી મંગાવી ચૂકેલો નેહાની મમ્મી પાસે, પપ્પા પાસે, નેહા પાસે તો હજારો વાર..એ નેહાની સામે ઝૂકે અને કહે કે મારી ભૂલ થઈ મને માફ કરી દે!!! કદી નહીં...આકાશે બન્ને હાથની મૂઠીવાળી દીધી ગુસ્સામાં...
નેહા રડતી રડતી બેગ ભરી રહી હતી...આકાશ રૂમમાં આવ્યો..." ને...હા..હા..,કહું છું આ બધાં નાટક રહેવા દે અને છાની માની જઈ રસોઈ કરવાં જા..હું જમીને નીકળીશ..એક તો પારકા પુરુષ સાથે રાતવાસો કરી આવીને સતી થવાનાં નાટક કરે છે...??તારા જેવી સ્ત્રીની ભવાઈ હું જાણું છું અને તને સીધી કેમ કરવી એ પણ જાણું છું...જ્યાં સુધી બોલતો નથી ત્યાં સુધી....મારી મર્દાનગી તે ક્યાં જોઈ છે હજુ..સાલી બે ટકાની સ્ત્રી શું સમજતી હશે પોતાની જાતને સીતા???? ચાલ છાની માની..."
નેહા હવે કાબુમાં ન હતી સહનશીલતાની હદ વટાવી ચૂકી હતી...બસ..હવે નહીં...કોઈ પણ જુલમ નહીં સહું!!! એ ચૂપચાપ બેગ ભરતી રહી...આકાશ ધૂંધવાતો રહ્યો...એટલાંમા ડોરબેલ
વાગી..રમાબેન શાકભાજી લેવા ગયા હતાં..બા તો મામાને ઘેર..ઘરમાં કોઈ ન હતું કે દરવાજો ખોલે..નેહાને એકદમ વિચાર આવ્યો કે સાગર હશે નવ વાગે આવવાનું કહ્યુ હતું..એણે ઘડિયાળ તરફ નજર પડી...નવ વાગ્યા હતાં...એ એકદમ દરવાજા તરફ ધસી ગઈ...
દરવાજો ખોલ્યો...સામે સાગર ઊભો હતો...આકાશ નેહાની પાછળ પાછળ આવી ગ્યો હતો...નેહાએ સાગરને કહ્યુ," સાગર, તું હમણાં જા હું તને થોડીવારમાં એરપોર્ટ પર મળું છું.." પણ આકાશ એકદમ ધસી આવ્યો.."કોણ છે તું ?" તું નેહાનો યાર છે? સાલા અંદર આવ તારી ખબર લઉં છું.." નેહા સાગરને બહાર ધકેલતી હતી પણ પુરુષ આગળ શું ચાલે? આકાશ સાગરને ખેંચી અંદર લઈ આવ્યો...સાગરને સમજ પડતી ના હતી કે શું ચાલી રહ્યુ છે..
સાગરે આકાશનો હાથ છોડાવી કહ્યુ કે," આપણે શાંતિથી વાત કરીએ શું ચાલી રહ્યુ છે નેહા? નેહા કાંઇ બોલી ના શકી..આંખો ચોમાસુ બનીને વરસી રહી હતી...હવે સાગર બોલ્યો," આકાશ તું નેહાને જે રીતે હેરાન કરે છે હું નેહાને અહીં એક પણ દિવસ નહીં રહેવા દઉં..હું નેહાને લઈ જવા આવ્યો છું..તું એવું નહી માનતો કે કે એક પ્રેમી તરીકે..હાં હું નેહાને પ્રેમ કરું છું..પણ તું જેવો દિલમાં ધારે છે એવો પ્રેમ નહીં...તારાં મનમાં સ્ત્રીને પથારી સુધી લઈ જવી એજ પ્રેમ છે...પણ મને નેહાના શરીરથી નહી આત્માથી પ્રેમ છે..શરીર તો બજારમાં કોડીના દામથી વેચાય છે...પણ હું નેહાને તારી કેદમાંથી છોડાવી એનાં મમ્મીને ત્યાં મૂકી આવીશ..કોઈ પણ સ્ત્રીની આવી હાલત કરવી એ પાપ છે...ચાલ નેહા તૈયાર થઈ જા..." આકાશ ગરજ્યો," જો એક ડગલું પણ આગળ ભર્યું છે તો ગોળી મારી દઈશ...તમારી મિલી ભગત મને ખૂબ ખબર છે.."નેહા ગભરાયા વગર બેગ લઈને ચાલતી રહી આકાશ એની પાસે ધસી ગયો..અને પિસ્તોલ કાઢી ..ટ્રીગર ચઢાવી દીધું...સાગર એકદમ આકાશ તરફ લપક્યો અને ઝપાઝપીમાં ધડામ ગોળીનો અવાજ સંભળાયો...