English Medium no crez in Gujarati Magazine by hiren bhatt books and stories PDF | English Medium નો ક્રેઝ

Featured Books
Categories
Share

English Medium નો ક્રેઝ

અંગ્રેજી માધ્યમનો ક્રેઝ

આજે શિક્ષણ જ્યારે બદલાઇ રહ્યુ છે અને નવી ટેકનીક અને અને નવા અભ્યાસક્રમ આવિ રહ્યા છે ત્યારે વાલી અને વિદ્યાર્થી ને શું પસંદ કરવું અને શું ન કરવું તેની ખુબજ ગડમથલ રહે છે. અને આવો જ એક મુદ્દો છે જે બાળકને સ્કુલ મા દાખલ કરતી વખતે જ પસંદ કરવાનો હોય છે તે છે અભ્યાસનું માધ્યમ એટલેકે બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવુ કે અંગ્રેજી માધ્યમમાં ભણાવવું.અત્યારની પરીસ્થીતિ જોતા અંગ્રેજી માધ્યમનો ક્રેઝ દીવસે-દીવસે વધતો જાય છે ત્યારે માધ્યમ તરીખે શું પસંદ કરવું એ પ્રશ્ન હંમેશા વાલીને સતાવતો રહે છે.આમ તો માધ્યમ બદલવાથી અભ્યાસક્રમ અને અભ્યાસ ના સંશાધન માં કાઇ ફેર પડતો નથી પરંતુ અભ્યાસ કરવાની ભાષાજ બદલાઇ છે છતા કોઇ પણ વિષય વસ્તુની રજુઆત અને અભિવ્યક્તિનું માધ્યમ ભાષા જ હોય છે તેથી માધ્યમ પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે.અત્યારે સમાજમાં એવું માનવામાં આવે છે કે બાળક (ઇન્ગ્લિશ મીડીયમ) અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય એટલે તે ખુબજ હોશિયાર હોય.જો કે વિષયવસ્તુનું જ્ઞાન અને માધ્યમ આ બન્ને અલગ બાબત છે તેથી અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી વધુ હોશિયાર હોય તે માન્યતા ભુલ ભરેલી છે.આ વાતને રજુ કરતો એક સરસ મેસેજ છે કે

““English is just a language not measure of intelligence”

એટલે કે “-“અંગ્રેજી એ માત્ર ભાષા છે તે વિદ્યાર્થીની ક્ષમતા માપવા માટેનું માપ નથી”””- એટલે કે કોઇ જ બહુ સારૂ અંગ્રેજી બોલતું અંગ્રેજી બોલતું હોય તો તે ખુબજ હોશિયાર છે તેવું કહિ શકાય નહિ તેનુ માત્ર અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ છે તેનાથી તે બધા વિષયમાં હોશિયાર છે એવુ સાબિત થતું નથી.આ વિષય પર ઘણા સંશોધનો પણ થયેલા છે તેમાંથી એક સંશોધનમાં એવુ સાબિત થયેલું છે કે જે બાળક પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં લે છે તે બાળકનો શૈક્ષણીક વિકાશ સારો થાય છે.ડૉ. એ.પી.જે અબ્દુલ કલામે પણ કહ્યુ છે કે જો મે મારૂ પ્રાથમિક શિક્ષણ મારી માતૃભાષામાં ના લીધુ હોત તો હુ આ પદ સુધી પહોચ્યો ના હોત. આમ પણ ખ્યાતનામ લેખકોએ પણ સ્વિકાર્યુ છે કે તેઓને વિચાર તો તેની માતૃભાષામાંજ આવે છે ત્યાર બાદ તે લોકો તેના વિચાર ને અંગ્રેજીમાં રૂપાંતર કરે છે.

બાળક માટે માતૃભાષામા શિક્ષણ શા માટે જરૂરી છે તો તેના બે કારણો છે

માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી તે સમજી ને ગ્રહણ કરવામાં તકલીફ પડતી નથી

અને તેની અભિવ્યક્તી પણ માતૃભાષામા કરવાની હોવાથી બાળક મૌલીક અભિવ્યક્તિ કરી શકે છે

જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને વિષય વસ્તુ સમજવામાં પણ માધ્યમને લીધે થોડી તકલીફ રહે છે અને સમજાય ગયા બાદ પણ તેની અભિવ્યક્તી મા અંગ્રેજી માધ્યમ ને લીધે તકલીફ થાય છે તેથી બાળક મૌલીક અભિવ્યક્તિ કરી શક્તુ નથી અને ગોખવા તરફ દોરવાય જાય છે જે આગળ જતા અભ્યાસ માંથી તેની રૂચી ધટાડે છે.

આનો તાત્પર્ય એ નથી કે બધાજ બાળકો એ ગુજરાતી માધ્યમજ રાખવું જોઇએ પરંતુ બાળકના માધ્યમની પસંદગી વાલીએ પોતાના ઘર અને વાતાવરણ મુજબ કરવી જોઇએ એટલે કે જો ઘરમાં અંગ્રેજી ભાષામાં વાતચિત થતી હોય તો બાળકને અંગ્રેજી માધ્યમમાં મુકિ શકાય. આ ઉપરાંત જો કોઇ વ્યક્તિ કેંદ્ર સરકાર માં અથવા તો એવી જગ્યાએ નોકરી કરતી હોય કે જેમા તેની બદલી બીજા રાજ્યમા પણ થવાની સંભાવના હોય તો તે વ્યકતિએ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમા મુકાયકે જેથી તે બિજા રાજ્યમા જાય તો પણ બાળકના શિક્ષણ નું માધ્યમ બદલાય નહિ.

આજે તો સમાજ મા એવી પરીસ્થીતિ જોવા મળે છે કે એકબીજાની દેખાદેખી અને અનુકરણ કરીને બાળક્ને અંગ્રેજી માધ્યમમાં મુકવામાં આવે છે.વાલીની દેખાદેખી અને સ્પર્ધામા બિચારા બાળક ના બાળપણ નો ભોગ લેવાય છે. માધ્યમ એ કોઇ સ્પર્ધાનો વિષય નથી અને માધ્યમ પરથી વિધ્યાર્થીની કક્ષા નક્કી થતી નથી તેથી બિજા નું જોઇને માધ્યમ પસંદ કરાય નહિ.

હા ચોક્કસ પણે આજના જમાનામા અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જ જોઇએ તેના વગર ચાલે તેમ નથી પણ તેના માટે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવો જરૂરી નથી.અત્યારે અંગ્રેજી ભાષા માટે સ્પોકન ઇંગ્લીશ અને એવા ઘણા કલાસીસ ચાલે છે તેમાથી બાળક ને અંગ્રેજી શિખવાડી શકાય. ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેમણે માતૃભાષામા શિક્ષણ લીધુ હોવા છતા તેનુ નામ અંગ્રેજી ભાષા ના સારામા સારા વક્તા કે લેખક મા લેવાતુ હોય.

મે મારી નજર સામે માધ્યમ ને લીધે હેરાન થતા ધણા બાળકો ને જોયા છે કે જેનું ટેલેંટ માત્ર માધ્યમની પસંદગી ખોટી કરવાને લીધે રૂંન્ધાય જાય છે તેથી આ લેખ દ્વારા વાલીઓને સાચી પરીસ્થીતિ થી વાકેફ કરવા નો એક પ્રયત્ન કરેલ છે.

***

મિત્રો જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો માતૃભારતી પર મને રીવ્યુ મોકલજો તથા મારા whats app no પણ નીચે આપેલા છે તો મને કોમેંટ મોકલજો કે જેથી મને મારા બિજા લેખ લખવામાં તમારી કોમેંટ ઉપયોગી

થાય