Sparsh in Gujarati Short Stories by Shital Jignesh gadhavi books and stories PDF | સ્પર્શ

Featured Books
Categories
Share

સ્પર્શ

"અરે યાર, ક્યાં પહોંચ્યો? અહીં તો બહુ ટ્રાફિક છે. જો તું વ્હેલો પહોંચે તો ત્યાં જઈ સરખી વ્યવસ્થા કર.'૨૫ વર્ષ પછી મળી રહ્યાં છીએ."

"હા, યાર! બહુ મજા આવશે. બધાં ચડ્ડી ધારીઓ હવે પેન્ટમાં આવી ગયા. પેલી બધી બે ચોટલાવાળીઓ હવે સ્ટેપક્ટમાં! મોડર્ન બની ગઈ. મોંઢા પરથી માંખ નહોતી ઊડતી. ચલ પહોંચવા આવ્યો. તું પણ જલ્દી આવીજા."

આજે દસમું ધોરણ પાસ કરીને નીકળેલા વિદ્યાર્થીઓનું સ્નેહમિલન એ જ શાળામાં થવા જઈ રહ્યું હતું. બધા જ વિદ્યાર્થીઓ એકબીજાને મળવા આતુર હતા. આટલા વર્ષો પછીનો બદલાવ એ મુખ્ય આકર્ષણ હતું.

"અરે તું! શિખર ને? સાલા કેવો લાગે છે. આજે આ સોસિઅલ મીડિયા એ ભેગાં કર્યા."

સંદીપ બોલ્યો, " સાવ સાચી વાત. મજા આવી ગઈ. બધાં જ હાજર છે. જૂની યાદો તાજી થઇ.છેલ્લી પાટલીની મસ્તી, શિક્ષકનો માર,ઘરકામના કરો તો વર્ગની બહાર."

" અલ્યા,છોકરીઓ તો જો! કોઈ ના કહે કે આને બે પોઈરા છે. આટલા વર્ષો પછી પણ આન્ટી નથી લાગતી! મારી હારીઓ બધીઓ ટીપટોપ થઇ ગઈ."

" યાર શિખુ 'આજે તો જાણે,તને સાંભરે રે, મને કેમ વિસરે રે'...બે યાર પાછા બાળપણમાં જવાય તો કેવું?"

" સાચીવાત.. અત્યારના ઘરકામના બોજ કરતા એ સમયનો બોજ સારો હતો. ના કોઈ જવાબદારી.. બસ થોડુંક ભણવાનું અને બાકી રખડવાનું."

એક પછી એક બધા આ વાતમાં જોડ્યા. રીચાએ પણ આવી ટાપસી પૂરાવી.

" રિસેસમાં ભેગા નાસ્તો કરવો.. જન્મદિવસે ચોકલેટ વ્હેચવી.. સાહેબ આખા વર્ગ સામે ઉભા રાખે.. આપણે ત્રણ વાર એના માટે તાળી પાડીએ.. અને પછી.. ચોકલેટ આવે એટલે સાહેબથી છુપાવીને મોંમાં... આજે એ મઝા કેક કાપીને નથી આવતી.. રીઅલી મિસ્ડ ઘોઝ ડેઝ.. !"

પાછળથી એક છોકરી આવી સંદીપને ધબ્બો માર્યો.

"સીમા...તું? ઓળખાતી પણ નથી! સાચું કહું છોકરીઓમાં એક તું જ આવવાની બાકી હતી. ચાલ પેલી બાજુ જઈએ.. આ બખારાથી દૂર.. ઘણા વર્ષો પછી મળી.."

સંદીપ અને સીમા એક ખૂણામાં જઇને સંસ્મરણો વાગોળતા બીજા બધાની નજર ચૂકવીને બેઠા.

એક સમય હતો જયારે એ બંને એક જ પાટલીના સહાધ્યાયી રહી ચુક્યા હતા.

“ સીમા તું હજી પણ એવી જ..એ લચક અને આંખોની મસ્તી. વર્ગની એક માત્ર નર્તકી મેનકાથી જરાય ઓછી નહોતી! મારા તપોભંગનું કારણ તું જ. તારાં એક એક અંગ મરોડની પાછળ માત્ર હું જ નહીં, પણ અડધો ક્લાસ ગાંડો હતો. વાંચવા બેસું અને તું હાજર તારી કમનીય કાયા લઈને... પછી ચોપડી બાજુમાં.નહીં તો આજે હું પણ દેશમાં ખ્યાતનામ...કંઇક તો હોત જ..!"

“ તો એ બધા છોકરામાં તું પણ મારી પાછળ ઘેલો હતો ! એ વિષે ક્યારેય વાત ના કરી. આજે અચાનક...શું આ મારાં માટેનો અહેસાસ પહેલેથી જ?”

“ યાદ છે તને આપણે એક જ પાટલી પર બેસતાં? ત્યારે અચાનક થઇ જતો તારો એ સ્પર્શ...ક્યારે મારાં હૃદયને સ્પર્શી ગયો અને હું તારી તરફ આકર્ષાતો ગયો !"

“લો બોલો! આટલું બંધ રાખ્યું તેં તારામાં. ક્યારે પ્રયત્ન ના કર્યો? જણાવવું તો હતું એકવાર...કદાચ મેં હા કહી હોત.. નહિ..!"

“ઘણીવાર ઈચ્છા થઇ. હું ત્યારે સક્ષમ નહતો. જયારે થયો ત્યારે પરિસ્થિતિ અલગ..પપ્પાનાં દબાણ આગળ મારું કંઈ ના ચાલ્યું. અને મારાં લગ્ન ગર્ભ શ્રીમંતની એકનીએક દીકરી સાથે થયા. પછી તો તેં બધું જાણ્યું જ હશે. પેપરમાં આખો લેખ આવી ગયો. તું જણાવ તારો સંસાર કેવો ચાલે છે. અને નૃત્ય ચાલુ જ છે ને?"

“ નૃત્ય? ચાલ છોડ એ બધી વાત. તેં આજે આટલા વર્ષે મારી સામે ખુલીને વાત કરી ગમ્યું”

સંદીપ એમ વાત છોડે એમ નહતો. આજે પણ એ આંખોથી કામણ ચલાવતી હતી. સીમાનાં જીવનમાં આવેલ ઝંઝાવાત સાંભળી એ પોતાનો આપો ખોઈ બેઠો..એનાં આંસુ લૂછયા..

“ સીમા પણ કોઈક પોતીકો સ્પર્શ ઝંખતી હતી. કેટલાંય વર્ષોથી એકલું જીવન ગાળી ચૂકેલી એ આજે સંદીપને સમર્પિત થઈ.

'આઈ થીંક યુ ફરગિવન મી'... જિગરે તેનો હાથ પકડીને કહ્યું. તેના લાંબા વાળની સેર જિગરના હાથ પર પડતી હતી. તેનો સ્ફૂર્તિમય શ્વાસ જિગરના ચહેરા પર લહેરાતો હતો. તેના ઉન્નત સીનાનો હળવો સ્પર્શ તેના જમણા હાથ પર થતો હતો.

" હાઉ કેન આઈ... મને પણ એ પ્રથમ સ્પર્શ ગમ્યો હતો. એ ઉંમર નહોતી. ત્યારે મને મારી કારકિર્દી બનાવવાની હતી. "

" જો તારી હા હોય તો હું આજેય તારો હાથ થામવા તૈયાર છું."

સંદીપ સીમા સામે હકારાત્મક દ્રષ્ટિ મેળવવા પ્રયત્ન કરતો હતો. ત્યાં જ અચાનક કોઈક આવ્યું. બંનેય સ્વસ્થ થઇ બેસી ગયા.

" સીમા તું... અહીં સંદીપને લઈને બેસી ગઈ.. ત્યાં અમે બધા તમને શોધીએ છીએ.. ચાલો પ્રોગ્રામ શરુ કરીએ."

શેખર આવીને બંનેયને લઇ ગયો. સંદીપનું મન પ્રોગ્રામમાં લાગ્યું નહિ. એને સીમાના જવાબની રાહ હતી. એ વળી વળીને છોકરીઓ તરફ જોઈ રહ્યો હતો.

" હવે વાતો બંધ અને વારાફરથી પોત પોતાનું કાર્યક્ષેત્ર અને કામ વિષેની વાતો કરશે."

શેખરે પ્રોગ્રામનું શુકાન હાથમાં લીધું. કોઈ ડૉક્ટર અને કોઈ સરકારી કર્મચારી હતા. છોકરીઓ પણ સારી જગ્યાએ નૌકરી કરી રહી હતી. દરેકની અલગ અલગ વાતો હતી.

હવે સંદીપનો વારો આવ્યો. એ માત્ર એના સસરા તરફથી મળેલ ધંધામાં ખુબ આગળ વધ્યો હતો.

" મિત્રો તમે મને અને મારા વિષેની વાતો જાણો છો.. વધુ કઈ બોલવા માંગતો નથી. હા તમારા બધાની સામે આજે હું સીમાને મારી સંગીની બનવાનો પ્રસ્તાવ મુકું છું. અમારા બનેયના જીવનમાં આવેલ ખાલીપાથી લગભગ બધા અવગત છે જ.. એમાં મને કશું ખોટું લાગતું નથી.. હા સીમાની મંજૂરી જરૂરી છે."

આ સાંભળી થોડીકવાર માટે હેબતાઈ ગઈ. એની સાથે બેઠેલી અન્ય છોકરીઓએ તાળીઓથી એને પ્રોત્સાહિત કરી. સીમાએ શરમાઈને સંદીપની માંગણીનો સ્વીકાર કર્યો. વર્ષો પછી સરખી પાટલી પર થયેલો એ સાહજિક સ્પર્શ આજે આજીવન સંગાથમાં પરિણમ્યો.

- શીતલ ગઢવી