Part-1-Narsinh Mehta in Gujarati Poems by MB (Official) books and stories PDF | Part-1-Narsinh Mehta

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

Part-1-Narsinh Mehta


નરસિંહ મહેતા

ભાગ-૧

અનુક્રમણિકા

•અખંડ રોજી હરિના હાથમાં

•અખિલ બ્રહ્‌માંડમાં એક તું શ્રી હરિ

•અમશું કપટતણી વાતજ છાંડ

•અમે તો વહેવારિયા રામ નામના

•અમે મહિયારા રે..

•આ જોને આહીરને આંગણે

•આ જોને કોઈ ઉભીરે

•આ શેરી વળાવી

•આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે..

•આજ મારાં નયણાં સફળ થયાં

•આજ રે શામળિયે વહાલે

•આજ વૃંદાવન આનંદસાગર

•આજની ઘડી રળિયામણી

•આજનો માંડવડો મારો

•આવેલ આશા ભર્યા

•આવ્યો માસ વસંત વધામણાં

•ઉધડકી ઊંઠિયા વેગે વિઠ્‌ઠલ હરિ

•ઉમિયા-ઈશની મુજને

•ઊંંચી મેડી તે મારા સંતની રે

•એવા રે અમો એવા

•ઓ પેલો ચાંદલિયો

•કર નખ રાતા

•કહાના તું તો કામણગારોરે

•કાનજી તારી મા કહેશે પણ અમે

•કાનુડાને સાદ કરી

•કુમકુમને પગલે પધારો

ર્ઝ્રંઁરૂઇૈંય્ૐ્‌જી

્‌રૈજ ર્હ્વર ૈજ ર્ષ્ઠઅિૈખ્તરીંઙ્ઘ ર્ષ્ઠહીંહંર્ ક ંરી ર્ષ્ઠહષ્ઠીહિીઙ્ઘ ટ્ઠેંર્રિ ટ્ઠજ ુીઙ્મઙ્મ ટ્ઠજ સ્ટ્ઠિંેમ્રટ્ઠિૈં.

સ્ટ્ઠિંેમ્રટ્ઠિૈં રટ્ઠજ ીટષ્ઠઙ્મેજૈદૃી ઙ્ઘૈખ્તૈંટ્ઠઙ્મ ેહ્વઙ્મૈજરૈહખ્ત િૈખ્તરંજર્ ક ંરૈજ ર્હ્વર.

છહઅ ૈઙ્મઙ્મીખ્તટ્ઠઙ્મ ર્ષ્ઠૈીજ ૈહ રઅજૈષ્ઠટ્ઠઙ્મર્ િ ઙ્ઘૈખ્તૈંટ્ઠઙ્મ ર્કદ્બિટ્ઠં ટ્ઠિી જિંૈષ્ઠંઙ્મઅ ર્િરૈહ્વૈીંઙ્ઘ.

સ્ટ્ઠિંેમ્રટ્ઠિૈં ષ્ઠટ્ઠહ ષ્ઠરટ્ઠઙ્મઙ્મીહખ્તી જેષ્ઠર ૈઙ્મઙ્મીખ્તટ્ઠઙ્મ ઙ્ઘૈજિંૈહ્વેર્ૈંહ / ર્ષ્ઠૈીજ / ેજટ્ઠખ્તી ૈહ ર્ષ્ઠેિં.

અખંડ રોજી હરિના હાથમાં

હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાંસ વાલો મારો જુવે છે વિચારી ;

દેવા રે વાળો નથી દૂબળોસ ભગવાન નથી રે ભીખારીપ

હે જી વ્હાલા...

જળ ને સ્થળ તો અગમ છેસ અને આ કાયા છે વિનાશી ;

સરવને વાલો મારો આપશેસ હે જી તમે રાખો ને વિશવાસીપ

હે જી વ્હાલા...

નવ નવ મહિના ઉદર વસ્યાંસ તે દિ વાલે જળથી જીવાડયાં ;

ઉદર વસ્યાંને હરિ આપતોસ આપતો સૂતાં ને જગાડીપ

હે જી વ્હાલા...

ગરૂડે ચડીને ગોવિંદ આવજોસ આવજો અંતરજામી ;

ભક્તોના સંકટ તમે કાપજો મહેતા નરસૈંના સ્વામીપ

હે જી વ્હાલા...

અખિલ બ્રહ્‌માંડમાં એક તું શ્રી હરિ

અખિલ બ્રહ્‌માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

અખિલ બ્રહ્‌માંડમાં એક તું શ્રીહરિ

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ ચાખવા,

શિવ થકી જીવ થયો એ જ આશે.

અખિલ બ્રહ્‌માંડમાં એક તું શ્રીહરિ

વેદ તો એમ વદે શ્રૂતિ-સ્મૃતિ શાખ દે,

કનક કુંડલ વિષે ભેદ ન હોયે;

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,

અંતે તો હેમનું હેમ હોયે.

અખિલ બ્રહ્‌માંડમાં એક તું શ્રીહરિ

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી

જેહને જે ગમે તેને તે પૂજે

મન-વચન-કર્મથી આપ માની લહે

સત્ય છે એ જ મન એમ સૂઝે

અખિલ બ્રહ્‌માંડમાં એક તું શ્રીહરિ

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

જોઉં પટંતરો એ જ પાસે;

ભણે નરસૈંયો એ મન તણી શોધના,

પ્રીત કરૂં પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્‌માંડમાં એક તું શ્રીહરિ

અમશું કપટતણી વાતજ છાંડ

અમશું કપટતણી વાતજ છાંડ, મારે ઘેર આવો તો,

કાંઈ ઉફાંડ મ માંડ, મારે ઘેર આવો તો.

જુઠાં જુઠાં મ બોલીશ, જાણું તારી વાત;

નીશા વશી રમી નાહાશી, આવ્યો છે પ્રભાત.

અંગચેહેન તારે દીસે છે ઘણાં, જોઈને વીમાસી બોલે ચતુરસુજાણ;

ઘેર આવ્યોરે શેં ન દીજે માન, નરસઈઆચો સ્વામી સુખનું નિધાન. મારે.

અમે તો વહેવારિયા રામ નામના

સંતો અમે રે વહેવારિયા રામ નામના

વેપારી આવે છે બધાં ગામ ગામનાં

અમારૂં વસાણું સંતો સહુ કોને ભાવે

અઢારે વરણ જેને વહોરવાને આવે

અમારૂં વસાણું કાળ દુકાળે ન ખૂટે

જેને રાજા ન દંડે જેને ચોર ન લૂટે

લાખ વિનાના લેખાં નહિ ને પાર વિનાની પૂંજી

વહોરવું હોય તો વહોરી લેજો કસ્તુરી છે સોંઘી

રામનામ ધન અમારે વાજે ને ગાજે

છપ્પન ઉપર ભેર ભેગી ભુંગળ વાગે

આવરો ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ

ચિઠ્‌ઠીમાં ચતુર્ભુજ લખિયા નરસૈંયાનું કામ

અમે મહિયારા રેપ

અમે મહિયારા રેપ ગોકુળ ગામનાં

મારે મહિ વેચવાને જાવા

મહિયારા રેપ ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહિ વેચવાને નીસરી

નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી

હેપ મારે દાણ દેવા, નઈ લેવા, મહિયારા રેપ ગોકુળ ગામના

યમુનાને તીર વ્હાલો વાંસળી વગાડતો

ભુલાવી ભાન સાન ઉંઘથી જગાડતો

હેપ મારે જાગી જોવું ને જાવું. મહિયારા રેપ ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વાળો

દુઃખડા હજાર દીએ નંદજીનો લાલો

હેપ મારે દુઃખ સહેવા, નઈ કહેવા, મહિયારા રેપ ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી

ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી

નિર્મળ હૈયાની વાત કહેવા, મહિયારા રેપ ગોકુળ ગામનાં

આ જોને આહીરને આંગણે

આ જોને આહીરને આંગણે, નરહરિ નાચે નિત્યે રે;

બ્રહ્‌માદિકને સ્વપ્ને ન આવે તે હરિ આવે પ્રીત્યે રે. - ઓ જોને. ૧

નાચતો હરિ સુંદર દીસે ઘૂઘરડી વાજે ચરણ રે;

ભરૂઆડાનાં ભાગ્ય જ મોટા, શું કીજે ઉત્તમ વરણ રે? - ઓ જોને. ૨

ભક્ત તણા હિત જાણી ભૂધાર અવનિતલ અવધાર ધરે;

ધન્ય ધન્ય ગોપી કૃષ્ણ હૂલરાવે, નરસૈંનો સ્વામી પાપ હરે. - ઓ જોને. ૩

આ જોને કોઈ ઉભીરે

આ જોને કોઈ ઉભીરે, આળસ મોડે.

બાંયે બાજુબંધ બેરખા પુંચી, મનડું મોહ્યું છે એને મોઢે; આ જોને

ઝાંઝર ઝમકે ને વિંછુવા ઠમકેરે, હિંડે છે વાંકે અંબોડે; આ જોને

સોવરણ ઝારીને અતિરે સમારીરે, માંહી નીર ગંગોદક તોલે; આ જોને

નરસૈંયાને પાણી પાવાને કારણ, હરિજી પધાર્યા કોડે; આ જોને

આ શેરી વળાવી

આ શેરી વળાવી સજ્જ કરૂં, ઘરે આવો ને !

આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને.

આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;

દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો નેપ શેરી..

આ દાતણ દેશું દાડમી ઘરે આવો ને

દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો નેપ શેરી..

આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,

દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો નેપ શેરી..

આ ભોજન દેશું લાપશી ઘરે આવો ને !

દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો નેપ શેરી..

આ રમત-દેશું સોગઠી ઘરે આવોને,

દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો નેપ શેરી..

આ પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,

દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો નેપ શેરી..

આ મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,

હાં રે અમને તેડી રમાડયા રાસ, મારે ઘેર આવો નેપ શેરી..

આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે

આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે, એને કોઈ નિહાળો રે. - ટેક

બ્રહ્‌માએ નથી ઘડી ભામિની, એ તો આપે બનીને આવી રે,

ત્રણ લોકમાં નહીં રે તારૂણી, આવડું રૂપ ક્યાંથી લાવી રે? - આ.૧

દર્શન કરતા દુઃખડા ભાજે, સ્પર્શે પાતક જાયે રે,

એ નારીની જાતને જાણે તેને આવામન નહીં થાય રે. - આ.૨

ઘડયું ઘરેણું એને રે હાથે, હાથે ભરી છે ચોળી રે,

સાળિડે ભાત નારી કુંજરની, કસુંબાના રંગમાં બોળી રે. - આ.૩

એને ગાને ગુણી ગાંધ્રવ મોહ્યાં, તાંડવ નૃત્યને જાણે રે,

જળની ઝારી જુગતે ઝાલી, મારા મંદિરિયામાં માણે રે. - આ.૪

કહીએ છીએ પણ કહ્યું ન માને, એ નારી નહીં ગ્િારિધારી રે,

બ્રહ્‌મા ઈન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે. - આ.૫

વાસ કરે વૃન્દાવન માંહે, હમણા ગોકુળથી આવે રે,

નરસૈયાના સ્વામીને જોજો, એ તો નયણામાં ને હ જણાવે રે. - આ.૬

આજ મારાં નયણાં સફળ થયાં

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,

સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું;

પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;

હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,

સ્વર પૂરે સર્વ સુંદરી, અતિ આનંદ થાયે.

ધન્ય જમુનાનો તટ, ધન્ય વ્રજનો રે વાસ;

ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો જ્યાં રમ્યા રાસ.

અંતરિક્ષથી દેવતા સહુ શોભા જોવાને આવે;

પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.

આજ રે શામળિયે વહાલે

આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે;

રાધિકાનો હાર હરિએ રૂક્મિણીને દીધો રે.

આજ રે શામળિયે વહાલે....

શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હીંડું જોતી રે;

રાણી રૂક્મિણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે.

આજ રે શામળિયે વહાલે...

જાગતી તો લેવા ના દેતી, કર્મ-સંજોગે સૂતી રે;

વેરણ નિદ્રા મુને આવી, ‘હરિ હરિ’ કરીને ઊંઠી રે.

આજ રે શામળિયે વહાલે...

ધમાણ મંગાવું ને ગોળો ધિકાવું, સાચા સમ ખવરાવું રે;

આજ તો મારા હર કાજે નારદને તેડાવું રે.

આજ રે શામળિયે વહાલે...

રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માય રે;

આપો રે, હરિ ! હાર અમારો, નહિતર જીવડો જાય રે.

આજ રે શામળિયે વહાલે...

થાળ ભરી શગ મોતી મંગાવ્યાં, અણવીંધ્યાં પરોવ્યાં રે;

ભલે રે મળ્યો નરસૈંયાનો સ્વામી, રૂઠ્‌યાં રાધાજી મનાવ્યાં રે.

આજ વૃંદાવન આનંદસાગર

આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે;

નટવર-વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે.

એક એક ગોપી સાથે માધવ, કર ગ્રહી મંડળ માંહે ભમે;

તા થૈ તા થૈ તાન મિલાવે, રાગ-રાગણી માંહે ઘૂમે.

સોળ કલાનો શશિયર શિર પર,ઉડુગણ સહિત બ્રહ્‌માંડ ભમે;

ધીર સમીરે જમુના તીરે, તનના તાપ ત્રિવિધ શમે.

હરખ્યા સુરનર દેવ મુનિજન, પુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે;

ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી, એને કાજે જે દેહ દમે.

આજની ઘડી રળિયામણી

હોપ. મારે આજની ઘડી રે રળિયામણી,

હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રેપ..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,

મારા વાલાજીને મોતીડે વધાવિયા રેપ. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,

મારા વાલાજીનો મંડપ રચાવિયો રેપ. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,

મારા વાલાજીના ચરણ પખાળિયે રેપ મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ

માંહે ચમકતો દીવડો મેલાવિયે રેપ મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,

મારા વાલાજીની આરતી ઉતારીએ રેપ મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,

મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રેપ.મારે.

આજનો માંડવડો મારો

આજનો માંડવડો મારો, મોગરડે છાંયો;

રાધાજીના સંગે વહાલો, રમવાને આયો. આજનો-ટેક

ગોફણીએ ઘુઘરડી ઘમકે, રેશમની દોરી;

શામળીઓ શામળો રંગે, રાધિકા ગોરી. આજનો.

દહીં દૂધ ને કરમલડો, માંહી સાકર ઘોળી;

માહારા વહાલાજી આરોગે, પીરસે ભમરભોળી. આજનો.

શોળે ને શણગાર સજ્યા સખી, ઓઢણ સાડી;

શ્રી વૃંદાવનમાં વિઠ્‌ઠલ સાથે, રમત માંડી. આજનો

અખંડ હેવાતણ મારે, એ વર રૂડો;

નરસૈયાના સ્વામીએ મુજને, પેહેરાવ્યો ચૂડો. આજનો.

આવેલ આશા ભર્યા

આશા ભર્યા તે અમે આવિયાં

ને મારે વાલે રમાડયા રાસ રે,

આવેલ આશા ભર્યાપપ (૨)

શરદપૂનમની રાતડી ને

કાંઈ ચાંદો ચડયો આકાશ રેપ. આવેલપ

વૃંદા તે વનના ચોકમાં

કાંઈ નામે નટવરલાલ રેપ. આવેલપ

જોતાં તે વળતાં થંભિયાં

ઓલ્યા નદિયું કેરા નેર રેપ. આવેલપ

અષ્ટકુળ પર્વત ડોલિયા ને

ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રેપ. આવેલપ

મે’તા નરસૈયાના સ્વામી શામળિયા

સદા રાખો ચરણની પાસ રેપ. આવેલપ

આવ્યો માસ વસંત વધામણાં

આવ્યો માસ વસંત વધામણાં, છબીલાજીને કરીએ છાંટણા;

વન કેસર ફૂલ્યો અતિ ઘણો, તહાં કોકિલા શબ્દ સોહામણાં;

રૂડી અરતના લઈએ ભામણા, આવ્યો માસ વસંત વધામણાં પ. ૧

તું તો વહેલી થા ને આજ રે, તારાં સરસે સારાં કાજ રે;

તું તો મુક હૈયાની દાઝ રે, આવ્યો માસ વસંત વધામણાં પપપ ૨

તું તો નવરંગ ચોળી પહેર રે, પછી આજ થાશે તારો લ્હેર રે;

રૂડા હરજી આવ્યા તારે ઘેર રે, આવ્યો માસ વસંત વધામણાં પ. ૩

તું તો સજ શણગાર સાહેલડી, લેને અબિલ ગુલાલ ખોલા ભરી;

પછી ઓ આવે હસતાં હરિ, આવ્યો માસ વસંત વધામણાં પપ.. ૪

રૂડી અરતના અંગો અંગ છે, તહાં રમવાનો રૂડો રંગ છે;

તહાં છબીલાજીનો સંગ છે, આવ્યો માસ વસંત વધામણાં પપપ ૫

તહાં આનંદ સરખો થાય છે, તહાં મોહન મોરલી વાયે છે;

તહાં નરસૈંયો ગુણ ગાય છે, આવ્યો માસ વસંત વધામણાં પપ.. ૬

ઉધડકી ઊંઠિયા વેગે વિઠ્‌ઠલ હરિ

ઉધડકી ઊંઠિયા વેગે વિઠ્‌ઠલ હરિ, ’ગરૂડ ક્યાં ગરૂડ ક્યાં?’ વદત વાણી,

’ચાલ, ચતુરા ! ચતુર્ભુજ ભણે, ભામિની ! નેષ્ટ નાગરે મારી ગત ન જાણી - ઉધડકી. ૧

ચીર -છાયલ ઘણા, વસ્ત્ર વિધવિધ તણા, એક પેં એક અધિક જાણો,

સ્વપ્ને જે નવ ચડે નામ જેનું નવ જડે, અંગ આળસ તજીને રે આણો. - ઉધડકી. ૨

હેમ હાથ - સાંકળા, નંગ બહુ નિર્મળા, સુભગ શણગાર અંગ સોહે સારો.

રીત એ ભાતમાં રોકડ રખે વિસરો, દીન થઈ કરગરે દાસ મારો. - ઉધડકી. ૩

ઈન્દ્ર બ્રહ્‌મા જેને સ્વપ્ને દેખે નહીં, તે ’માગ રે માગ’ વદત વાણી,

નરસૈંયાનો નાથ લક્ષ્મી સહિત આવિયો અણગણી ગોઠડી અનેક આણી. - ઉધડકી. ૪

ઉમિયા-ઈશની મુજને

ઉમિયા-ઈશની મુજને કિરપા હવી, જોજો ભાઈઓ ! મારૂં ભાગ્ય મોટું;

કીડી હતો તે કુંજર થઈ ઊંઠિયો, પૂરણ બ્રહ્‌મ - શું ધ્યાન ચોંટ્‌યું.

હાથ સાહ્યો મારો પારવતી-પતે, મુક્તિપુરી મને સદ્ય દેખાડી;

કનકની ભોમ, વિદ્રુમના થાંભલા, રત્નજડિત તાંહાં મોહોલ મેડી.

ધર્મસભામાં જહાં, ઉગ્રસેનજી તહાં, સંકરષણજી સંગ બેઠા;

તાંહાં વાસુદેવ ને દેવકીનંદન, રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા.

અક્રુર ઓધવ, વેદુર ને અરજુન, શીઘ્‌ર ઊંભા થયા હરને જાણી;

સોળ સહસ્ર શત આઠ પટરાણીઓ, મધ્ય આવ્યા, શૂલપાણિ.

ધાઈને જી મળ્યા, આસનેથી ચળ્યા, કર જોડીને કૃષ્ણે સન્માન દીધું;

બેસો સિંહાસને, જોગીપતિ ! આસને, આજ કારજ મારૂં સકળ કીધું.

’ભક્ત-આધીન તમો છો સદા ત્રિકમા’, પ્રસન્ન થઈને શિવ બોલ્યા વાણી;

’ભક્ત અમારો ભૂતલલોકથી આવિયો, કરો તેને કૃપા દીન જાણી’.

ભક્ત ઉપર હવે દૃષ્ટિ-કિરપા કરો, નરસૈંયાને નિજ દાસ થાપો;

તે જ વેળા શ્રીહરિએ મુજને કરૂણા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.

ઊંંચી મેડી તે મારા સંતની રે

ઊંંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..

ઊંંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,

મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..

ઊંંચી મેડી તે મારા સંતની રેપ.

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડયાં રામ

ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..

ઊંંચી મેડી તે મારા સંતની રેપ.

નથી તરાપો, નથી તુંબરા, નથી ઉતર્યાનો આરો રામ

નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..

ઊંંચી મેડી તે મારા સંતની રેપ.

એવા રે અમો એવા

એવા રે અમો એવા રે એવા

તમે કહો છો વળી તેવા રે

ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો

તો કરશું દામોદરની સેવા રે

જેનું મન જે સાથે બંધાણું

પહેલું હતું ઘર રાતું રે

હવે થયું છે હરિરસ માતું

ઘેર ઘેર હીંડે છે ગાતું રે

સઘળા સાથમાં હું એક ભૂંડો

ભૂંડાથી વળી ભૂંડો રે

તમારે મન માને તે કહેજો

નેહ લાગ્યો છે ઊંંડો રે

કર્મ-ધર્‌મની વાત છે જેટલી

તે મુજને નવ ભાવે રે

સઘળા પદારથ જે થકી પામે

મારા પ્રભુની તોલે ન આવે રે

હળવા કરમનો હું નરસૈંયો

મુજને તો વૈષ્ણવ વહાલા રે

હરિજનથી જે અંતર ગણશે

તેના ફોગટ ફેરા ઠાલા રે

ઓ પેલો ચાંદલિયો

ઓ પેલો ચંદલિયો મા ! મને રમવાને આલો;

તારા ને નક્ષત્ર લાવી માર ગજવામાં ઘાલો. - ઓ પેલો. ૧

રૂએ ને રાગડો થાયે, ચાંદા સામું જુએ;

માતા રે જશોદાજી હરિના આંસૂડા લૂવે. - ઓ પેલો. ૨

ચાંદલિયો આકાશે વસે, ઘેલા રે કહાન;

સહુ કોને ઘેર બાળક છે, પણ તુને નહી સાન. - ઓ પેલો. ૩

વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો;

નરસિયાનો સ્વામી શામળિયો રડતો રે રાખ્યો. - ઓ પેલો. ૪

કર નખ રાતા

કર નખ રાતા કામિનીના રે રાતા અધર - સુદંત;

રાતો અબીલ ગુલાલ ઉડાડે, રાતો નવલ વસંત - કર. ૧

રાતી ચોળી કસણ કસી રે, રાતી કુસુમ રોળ;

રાતે સિંદૂર માંગ ભરી રે, મુખ રાતાં તંબોળ - કર. ૨

કૃષ્ણજી રાતા કામિનીએ, કામિની રાતી કૃષ્ણગુણે,

સરખે સરખા બેહુએ રાતા, નરસૈયો રાતે હરિચરણે. - કર. ૩

કહાના તું તો કામણગારોરે

કામણગારોરે, કહાના તું તો કામણગારોરે.

મને કાંઈ કામણ કીધારે, મારાં ચિત્ત હરીને લીધાં; કહાના.

મારી સાસુડી સંતાપેરે, પેલી નણદી ઓળંબા આપે; કહાના.

મને ભોજનીયાં નવ ભાવેરે, મને નિદ્રા તે કઈપેરે આવે; કહાના.

મને પગની ભરાવી આંટીરે, મને મુખમાં તંબોળે છાંટી; કહાના.

હું તો પૂરણ પદને પામીરે, મને મળ્યો નરસૈંયાનો સ્વામી; કહાના.

કાનજી તારી મા કહેશે પણ અમે

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે...

એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે... કાનજી તારી મા....

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે...

ગોપીઓએ તારૂં ઘર કેરાણુ જી ખુણામાં પેઠું રે... કાનજી તારી મા....

ઝુલણી પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે...

ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે... કાનજી તારી મા....

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે...

કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે... કાનજી તારી મા....

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે...

ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે...

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે...

કાનુડાને સાદ કરી

ગોપી

જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે,

આવડી ધૂમ મચાવે વ્રજમાં, કોઈ નહીં પૂછનાર રેપ. જશોદા

છીંકું તોડયું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને દ્વાર રે,

માખણ ખાધું, ઢોળી નાખ્યું, જાણ કીધું આ વાર રેપ.. જશોદા

ખાં ખાં ખોળા કરતો હીડે, બીહે નહીં લગાર રે,

મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રેપ.. જશોદા

વારે, વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે,

નિત્ય ઊંઠીને અમે ક્યમ સહિયે, વસી નગર મોઝાર રેપ. જશોદા

જશોદાજી

આડી અવળી વાત તમારી હું નહીં સાંભળનાર રે,

ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રેપ આડીપ.

મારો કાનજી ઘરમાં રમતો, ક્યારે દીઠો ન બહાર રે,

દૂધ, દહીંના માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રેપ. આડીપ.

શાને કાજે મળીને આવી, ટોળે વળી દશબાર રે,

નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રેપ.. આડીપ.

કુમકુમને પગલે પધારો

કુમકુમને પગલે પધારો, રાજ કુમકુમને પગલે.

મસમસતા મોહનજી પધાર્યા, ડગમગતે ડગલે; પધારો.

મસ્તક પાઘ પિતાંબર સોહિયે, લીલાં અંબર રંગ લે; પધારો.

મુખ ઉપર શ્રમજળનારે મોતી, જોતાં મન હરી લે; પધારો.

સાકર કેરા કરા પડયા છે, આંગણિયે સઘળે; પધારો.

દૂધડે મેહ વુઠ્‌યો નરસૈંયા, રસ વાધ્યો ઢગલે; પધારો.