Hu Gujarati - 19 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati - 19

Featured Books
Categories
Share

Hu Gujarati - 19

હુંુ ગુજરાતી

ભાગ -૧૯

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / Matrubharti.

Matrubharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

•કલશોર - ગોપાલી બૂચ

•ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

•કૌતુક કથા - હર્ષ પંડયા

•માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

•ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

•ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ

•ભલે પધાર્યા ૨ - ડૉગોરા ત્રિવેદી

•સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

•મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

•પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

•બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

•લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

એડિટરની અટારીએથી...

બાળક જન્મે, મોટું થાય એનો શારીરિક અને માનસિક વિકાસ થાય, પણ જો એ ઘરેડની બહારજ ન આવે તો? આમતો આવા કિસ્સામાં કોઈ જાજો ફેરફાર થવાનો નથી કે નથી એને, કે સમાજને કે દેશને કોઈ નુકસાન થવાનું. પરંતુ અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન, કેનેડા કે ઈવન ચીનનો વિકાસ ઘરેડની બહાર આવીને કરેલાં કામોને લીધે થયો છે. ગાડરિયો પ્રવાહ એક તરફી અને બિનવૈચારિક હોય છે. આગળવાળાને અનુસરવું સહેલું છે પરંતુ પોતાનો નવો ચીલો ચાતરવો મુશ્કેલ છે. એવું નથી કે માણસ આ ચીલો ચાતરતા ગભરાય છે પણ મોટેભાગે તેને કશુંક નવું કરવાની અથવાતો પોતે જે કરી રહ્યો છે એમાં સુધારો અથવાતો અપગ્રેડ કરવાની કોઈજ જરૂર નથી લાગતી.

પરંતુ ‘હું ગુજરાતી’ માટે આમ જરાય નથી બન્યું. અમારી એક ક્રિકેટ ટીમ જેવી અગિયાર મિત્રોની ટીમ અમારાં કામમાં સતત મહેનત કરીને તેને વધુસારી રીતે તમારી સમક્ષ લાવવા સતત પ્રયાસ કરી રહ્યા છીએ. યાદ રહે અમારામાંથી મોટાભાગના લેખકો માત્ર શોખ ખાતર લખે છે, પરંતુ પોતાના લેખની ક્વોલીટી સાથે તેમણે ક્યારેય સમાધાન કર્યું નથી. આનું ઉદાહરણ છે અમારા છેલ્લા અંકો, જેમાં સતત અમારા તમામ લેખકોએ કરેલી મહેનત અને પોતાના લખાણમાં કરેલું અપગ્રેડેશન એનીમેળેજ દેખાઈ આવે છે. છેલ્લા કેટલાય પખવાડિયાઓ થી અમે અમારા લેખમાંથી શ્રેષ્ઠ લેખને કવર સ્ટોરી બનાવીએ છીએ, પરંતુ છેલ્લા બે થી ત્રણ અંકોથી એક એડિટર તરીકે મને આવા શ્રેષ્ઠ લેખ પસંદ કરવામાં અત્યંત તકલીફ પડી રહી છે, કારણકે એકએકથી ચડિયાતા લેખો અમારી સંપૂર્ણ ટીમ અમને આપીને વધુને વધુ કન્ફયુઝ કરી રહી છે. આ એક મીઠી મુંજવણ પણ છે અને એક કપ્તાન તરીકે પોતાની ટીમ પર ગર્વ કરવા જેવી લાગણી પણ આપે છે. એટલે આ વખતે કોઈ એક લેખની કવર સ્ટોરી ન બનાવતા અમે અમારી આખીએ ટીમને જ અમારા કવર ઉપર લાવીને મૂકી દીધી છે જેથી તેમના કાર્યને અમે વખાણી શકીએ.

બ્રાવો ટીમ ગુજરાતી, વિ આર પ્રાઉડ ઓફ યુ!

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઝરૂખો એટલે ..... ?

ઝરૂખામા

હિંચકે ઝૂલતી નિવૃત્તિ.

****

શાળાએ જતા

સંતાનને ઝરૂખામાંથી

જોઈ

અનાયાસ થઈ જતી પ્રાર્થના.

******

બંગલો તોડી

ફ્લેટની સ્કિમ મુકાતા

રડતો ઝરૂખો.

*****

સામેના બગીચામાં

ગુલાબના છોડની કળીઓને

ઠીકમેક તરફ ઢળેલી જોઈને

ઝરૂખામા

ઊંભેલાં બે હૈયા ખીલી ઉઠ્‌યાં.

*****ઝરૂખામા રોજ દેખાતી

રૂપની રાણી

આજે,

દરવાજે વ્હિલચેરમા જોવામળી.

*****

ઝરૂખામા બેસી,

લેવાયેલાં

મહત્વાના નિર્ણય પછી,

શહેરમા હુલ્લડ !

પારસ હેમાણીના તરોતાજા પ્રકાશિત કાવ્યસંગ્રહ "હું અને તું"માથી ઝરૂખાના અવનવા રંગ મળી આવ્યાં,જે શ્રી પારસ હેમાણિને કાવ્યસંગ્રહ માટે અભિનંદન સાથે અહી પ્રસ્તુત કરૂ છું.

ઝરૂખો !

આમ જોવા જીએ તો ઘરનો એવો ભાગ જે વપરાશમા ઓછો હોય પણ મહત્વનો વધુ હોય.ઘરના ડરોઈંગરૂમમા જે શાંતિ નથી મળતી એ શાંતિ ઝરૂખાના હિંચકે હિંચકતા,કે ખુરશી મુકીને બેસતાં કે માત્ર થોડીવાર ઉભા રહીને બહાર નજર નાંખતાં દેખાતાં વાહનોની આવન-જાવનની ઘરઘરાટી,બાળકોના શોરબકોર અને આજુબાજુમા ફરફરતાં ટહુંકાના કોલાહલ વચ્ચે પણ મળી જાય છે .

આખી જીંદગી એકધારૂં કામ કર્યા પછી નિવૃત્તિકાળમા હિંચકે જુલવાની મજા ફરી જીવનસફરની મોજ આપી જાય છે.એમા પણ સંતાનોના સંતાન સાથે રમતાં હોય અને સજોડે હિંચકે હિંચકતા હોઈએ તો એ રોમાંચ હનીમુનના રોમાંચને પણ ઝાંખો પાડી દે તેવો હોતો હશે.રીટાયર્ડમેન્ટનો સાથી ઝૂલો આમ તો સમગ્ર પ્રવૃત્તકાળનો સાક્ષી રહ્યો હોય છે.એજ બાલ્કનીમા બેસી નોકરીથી આવી કેટલીય વાર પ્રિયજન સાથે ચાની ચુસકીમા સમયને ઢાળ્યો હશે એની ખબર બાલ્કની અને હિંચકા બન્નેને હોય છે.ખુલ્લી બાલકનીમા શોભતો હિંચકો કોઈ એકાકી વૃધ્ધના એકાંતમા અજવાળા પાથરી જતો હોય છે.ઝરૂખો,હિંચકો અને વૃદ્ધાવસ્થા જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય એમ લાગે.

તો,ઘરના લોકોને જ કેન્દ્રબિંદુ બનાવી સતત તેમની સરભરામા વ્યસ્ત ગૃહિણી માટે ઝરૂખો એની આવતી-જતી જીવનગાથાનું પ્રતિક છે.બાળકોને સ્કુલે જતા જોઈ રહેતી મા કે પતિને ઓફિસ જતા ગેલેરીમા આવજો કરવા આવેલી સ્ત્રીને એ આવજો કીધાં પછી પરિવારના સભ્યો પાછા ઘેર આવે એની કેટલી રાહ હોય છે એ રાહનો સાથી પણ ઝરૂખો જ તો હોય છે ને ?સ્ત્રી એ ઝરૂખાને જાણે પોતાનું હ્ય્દય સોંપી ઘરકામમાં પરોવાઈ જતી હોય છે અને ઝરૂખો લાં......બી રાહ જોતો ત્યાં જ સ્થિર થઈ જતો હોય છે.

ઓસરી,પરસાળ,અને વરંડાવાળા ઘરની જગ્યા હવે ફ્લેટ સિસ્ટમે લઈ તો લીધી પણ લોકોના દીલ પર રાજ કરતાં ઝરૂખાને કોઈ હટાવી નથી શક્યું.બાલ્કનીના સ્વરૂપમા ઘરના કોઈ એક ખૂણે તો એ આપણને મળી જ જાય છે.અને બાલ્કનીના ખૂણે ઘરનો દરેક સભ્ય પોતાનો મનપસંદ કોર્નર શોધી લેતો હોય છે.

ઘણી વખત ઘર બહારનો આ ભાગ ઘર બાંધવામા પણ એટલો જ સહાયક બની જતો હોય છે.બે ઝરૂખાના માધ્યમથી બે યુવાન હૈયાની નજરનું અનુસંધાન બે કુટુંબ વચ્ચેનો સેતુ બની જતો હોય છે અને ઝરૂખાથી ઝરૂખા સુધી એક ઘર બંધાઈ જતું હોય છે.બે યુવાન હૈયા જ શુ કામ !બે સહેલીઓની ખાનગી વ્યથાને પણ ઝરૂખો ચૂપ રહી સાંભળી લેતો હોય છે.

કોઈ ખૂણે એકલી અટુલી રહી આંસુ સારી લેતી કોઈ સ્ત્રી કે જીવનના છેલાં પડાવમા એકલાં થઈ ગયેલાં કોઈ સાથીની એકલતાનો સક્ષી અને સાથી આ ઝરૂખો જો ન હોય તો ઘર અધુરૂ લાગે કે નહીં ?કદાચ "બે કથાની વ્યથા વચ્ચેની સાંત્વના એટલે ઝરૂખો" એ વ્યાખ્યા પણ કરી શકાય ઝરૂખાની.

ઝરૂખામા રોજ દેખાતી........

અહીં જીવનનો કરૂણરસ ભર્યો છે.જે રૂપની રાણી એ જે ઝરૂખામા વસંતનો વૈભવ ભરપુર માણ્‌યો હોય ત્યાં જ એને જીવનની પાનખર જોવી પડે ...! પણ એ પણ જીવનની વાસ્તવિકતા જ છેને ?ઝરૂખાના પાયા પણ હચમચી ઊંઠતાં હશે ત્યારે .

સુંદર ,સોહામના ઝરૂખાનો કાળો અને વરવો રંગ પ્રદર્શિત કરી કવિ સમાજની કાળી બાજુ પર પ્રકાશ ફેંકવાનું પણ ચુકતા નથી.જે રીતે ઘરને,જીવનને,એકાંતને ઝરૂખો જીરવી જાણે છે એ જ રીતે એની ઓથમા થયેલાં ષડયંત્રો એને રડાવે પણ છે.ી બોલી શકતો હોત તો ચોક્કસ એને ચીસ પાડી હોત.કદાચ એ ઝરૂખો તુટી જ પડતો હોત જ્યાં બેસીને હિચકારાં -ધિક્કારણીય નિર્ણયો લેવાતા હોય છે.

અનેક સંબંધોને જીવતો ઝરૂખો આપણા જીવનનું અભિન્ના અંગ બની ગયો છે.એ હોય છે ત્યારે આપણું એટલું ધ્યાન નથી ખેંચતો ,પણ એનાં વગરના ઘરની કલ્પના કરી જુવોતો !ખ્યાલ આવશે કે ઘરની બહારનો એક નાનકડો ભાગ અંતરની અંદર કેટલું મોટું સ્થાન જમાવીને બેઠો છે !

એ તો એને જ ખબર પડે જે સવારે પંખીના ટહુંકાને અને સાંજે બાળકોના કેલાહલને જીવનની અટારીએથી માણી શકે છે.

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

૩. ર્સ્િી- પીંછ

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

અનોખું વિયેતનામ યુદ્ધ-જેમાં કોઈ જીત્યું નહીં

બાંગ્લાદેશમાં ચુંટણીઓ આવી રહી છે. કટ્ટરવાદી તત્વો વિરૂદ્ધ શેખ હસીનાની અવામી લીગ કમર કસી રહી છે ત્યારે ફિલ્મ ‘બ્યોમકેશ બક્ષી’ એ વખતના કલકત્તાની વાત બયાન કરે છે જયારે બીજું વિશ્વયુદ્ધ એના પુરા ઉફાન પર હતું. ચીન અને જાપાન વાયા રંગુન થઈને ભારતમાં ઘૂસવાની પેરવીમાં હતા. ચીનની બહુ પુરાની આદત મુજબ શત્રુને જીતવા માટે અફીણ-હેરોઈન જેવો ઘાતક પદાર્થ ચોરીછુપે પ્રજામાં ઘુસાડી, પ્રજાને આદત પાડી દેવાની, પછી અચાનક સપ્લાય બંધ કરી દેવાનો; જેથી પ્રજા જ અસ્થિર બને જે સરવાળે સરકાર તરફ વિદ્રોહ કરી બેસે. બસ એજ વખતે મૌકે પે ચૌકા માર દેને કા... ચાયનીઝ વે ઓફ ટેક્ટીક્સ મેં આપકા સ્વાગત હૈ.

આજે એક એવા યુદ્ધની વાત કરીએ જે આમ તો સામ્યવાદ વિરૂદ્ધ મૂડીવાદનું હતું, પણ એના અસલ કારણો અત્યારે દેખાતી પરિસ્થિતિ કરતાં ઘણા વધુ ઊંંડા મુળિયા ધરાવે છે. અત્યારે ભલે ડાહ્યુંડમરૂં લાગે, પણ બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનની તુમાખી અને અભિમાન સાતમાં આસમાન પર હતા. પોતાને ઈશ્વરનો દૂત ગણાવતો જાપાની સમ્રાટ હિરોહિતો અને એની સેના, બેય કોઈના બાપની સાડીબાર રાખે એવા નહોતા. સમગ્ર વિશ્વમાં જાપાનના ઉગતા સૂર્યનો ઝંડો લહેરાય એ જ હિરોહિતોની મહત્વાકાંક્ષી ઈચ્છા હતી. જાપાન ઈ.સ.૧૯૪૧ સુધી ઉદ્દંડ બાળકની જેમ પુરા ઈન્ડોનેશિયાને પોતાની લશ્કરી એડી નીચે લાવી ચુક્યું હતું. ઉપર લખ્યું એમ, છેક રંગુન(બર્મા) સુધી જાપાને આણ વર્તાવી દીધી હતી. બ્રિટીશ રાજને રીતસરનો નાકે દમ લાવી દેનાર જાપાને પ્રકૃતિથી ફાટફાટ થતા અને લાઓસ, કમ્બોડિયા જેવા પાડોશી દેશોથી ઘેરાયેલા સુંદરતમ દેશ એવા વિયેતનામ પર પોતાની આણ વર્તાવવાનું નક્કી કર્યું અને ઘુસપેઠ કરીને સમગ્ર વિસ્તાર કબજે કરી લીધો હતો.

ઈ.સ. ૧૯૪૫. જાપાને પર્લ હાર્બર પર કરેલા સરપ્રાઈઝ હુમલાને લીધે આળસ મરડીને બેઠા થયેલા અમેરિકાએ જાપાનને બે અણુબોમ્બની મદદથી જાપાનની માનસિક અને શારીરિક શક્તિ તોડી નાંખી. આ બાજુ, વિશ્વયુદ્ધથી ખોખરા થયેલા ઈંગ્લેન્ડે વિયેતનામને ફ્રેંચ હકુમતને હેન્ડ ઓવર કરીને ત્યાંથી ચાલતી પકડી. અને ત્યાં એક ક્રાંતિકારી એવા હો ચી મિન્હનો જન્મ થયો. ગાંધીજીની જેમ એક સુનહરા દેશના નિર્માણનું સ્વપ્નું જોઈ રહેલા મિન્હને એક વાત ખૂંચતી હતી. બ્રિટીશ રાજમાંથી છૂટીને ફ્રેંચ રાજમાં શું કામ જીવવું? વિયેતનામ સ્વતંત્ર રીતે દેશ બનવો જોઈએ. આ વિચાર હેઠળ એમણે ઈ.સ. ૧૯૪૪ માં જ ‘નેશનલ લીબરેશન ફ્રન્ટ’ નામના પક્ષની રચના કરી અને આંદોલનો શરૂ કર્યા. નજીકના દેશ અને મહાસત્તા બનવાની રેસમાં આગળ ધપી રહેલા ચીનની પાસે જીને એમણે સશસ્ત્ર ક્રાંતિ માટે મદદ લેવા માંડી. આ વાતથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું. સામ્યવાદી ચીની ડરેગન જો વિયેતનામ જેવા વિશાળ દેશમાં આવે તો ઈન્ડોનેશિયાના બાકી દેશોને એમાં ભળતા વાર ન લાગે અને તો પછી રશિયા સાથેની ‘શીત યુદ્ધ’ની હોડમાં અમેરિકા કોઈ રીતે જીતી ન શકે. વાત થઈ રહી છે ૬૦ ના દસકાની. કોલ્ડવોર વેગ પકડી રહ્યું હતું ત્યારે પહેલીવાર ઈ.સ.૧૯૫૪ માં વિયેતનામ-ફ્રાંસની ખુલ્લી લડાઈમાં ફ્રાંસ હારી ગયું. વિયેતનામની દુર્ગમ ભૌગોલિક સ્થિતિ અને ગેરીલા વોરફેરના બાહોશ સૈનિકોએ ફ્રાંસની સેનાને પરાસ્ત કરી દીધી. અંતે, બેય દેશો વચ્ચે જીનીવા શહેરમાં સમાધાન થયું જેના ભાગરૂપે ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ એવા બે ભાગ બન્યા જેમાં ઉત્તર વિયેતનામ હજીય સામ્યવાદની અસર નીચે હતું.

પણ, આદત મુજબ સળીબાજ અમેરિકાએ દક્ષિણ વિયેતનામમાં લોકમત લેવાના ઈરાદે ચુંટણીઓ કરાવીને પોતાના કઠપુતલી નેતાને ઉભો કરી દીધો. સત્તા આવ્યા બાદ એ નેતા, નામે ન્હો ડિન્હ ડીએમ, એ ઉત્તર વિયેતનામને દબડાવવાનું શરૂ કર્યું. આમેય અમેરિકાના ઘોંચપરોણાથી પહેલેથી કંટાળેલા ઉત્તર વિયેતનામે અમેરિકાની બે પેટ્રોલ બોટને ઉડાડી દીધી અને અમેરિકાને વિયેતનામને ઘમરોળવાનું બહાનું જડી ગયું. ૧૯૬૦ ના દશકમાં અમેરિકી પ્રમુખ જ્હોન કેનેડીને અમેરિકાની આ રીતના ઘોંચપરોણા પસંદ નહોતા. બીજી તરફ શસ્ત્રઉદ્યોગોને વિયેતનામની તકલીફમાં બહુ મોટું બજાર દેખાઈ રહ્યું હતું. એક મનહુસ સવારે કેનેડીની હત્યા થઈ ગઈ અને ઉપરાષ્ટ્રપતિ લીન્ડન જ્હોનસને રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યો અને ઉપર જણાવેલા બનાવની તાત્કાલિક અસરથી યુદ્ધનો નિર્ણય લઈ લીધો. વ્હાઈટ હાઉસની ચેમ્બરમાં મીટીંગરૂમમાં બેઠેલા દરેક આર્મી ઓફિસરને એવું લાગતું હતું કે હવાઈ હુમલા અને કમાન્ડોની બહેતરીન ટીમની મદદથી વિયેતનામ ચપટીમાં મસળી નંખાશે. અને એ ઓવર કોન્ફીડન્સ જ દરેકને શબ્દશઃ ભારે પડી જવાનો હતો.

૦૨ માર્ચ, ૧૯૬૫. મુડીવાદી અમેરિકાના સૈન્યો વિયેતનામની ધરતી પર ધબધબાટી બોલાવવા ઉતરી આવ્યા. સામે પક્ષે વિયેતનામની મિન્હની સેનાને સ્થાનિક પ્રજાનો ય સાથ હતો. ગેરીલા યુદ્ધ, વિષમ હવામાન અને વતનથી દુર રહેવાની વધતી જતી લાગણીને લીધે અમેરિકી સૈનિકોમાં જ આંતરિક અસંતોષ વધવા લાગ્યો. એક વર્ષ દરમિયાનમાં તો પરિસ્થિતિએ ૧૮૦* નું ચક્કર મારી દીધું. નેશનલ લીબરેશન ફ્રન્ટ ની સેના એ જરા પણ મચક ન આપી. એક જ શરત રાખી-અમેરિકા પહેલા સૈન્ય ખસેડી લે, પછી જ વિયેતનામ શાંત થશે. આનું એક કારણ રશિયા પણ હતું. કોલ્ડવોરનો સૌથી મોટો દુશ્મન અમેરિકા સામે રશિયા હોવાને લીધે રશિયાએ પણ શસ્ત્રોની મદદ કરવા માંડી હતી. વિયેતનામે અમેરિકી હવાઈ હુમલા સામે રશિયાઈ એન્ટી-એરક્રાફ્ટ ગન્સ અને રડાર સીસ્ટમ ગોઠવી દીધી હતી, જેનો પરચો અમેરિકાને બખૂબી મળી રહ્યો હતો.

આખરે થાકીને ત્રણ વર્ષે નવેમ્બર, ૧૯૬૮માં અમેરિકાએ પેરિસમાં વિયેતનામ સાથે શાંતિ મંત્રણા શરૂ કરી. વિયેતનામ અમેરિકી સૈન્ય વિયેતનામની ભૂમિ છોડી દે એ શરતે જ મંત્રણા કરવા તૈયાર થયું અને અમેરિકાએ પારાવાર ખુવારી સાથે વિયેતનામ છોડી દેવું પડયું. ખુવારી બેય પક્ષે થઈ હતી. હજીય વિયેતનામમાં ક્યારેક ગેરીલા સૈનીકોએ છુપાવેલી માઈન્સ ધડાકા સાથે છતી થાય છે.પણ એકંદરે વિયેતનામ શાંત છે.

આ એવું યુદ્ધ હતું, જેમાં અમેરિકા કે વિયેતનામ કે રશિયા કે ચીન, કોઈ જીત્યું નહીં...

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

પ્રોડક્ટ પ્રિસ્ક્રિપ્શનઃ મગજની શાણપટ્ટીથી નીકળેલી તોડ-જોડની સોનપટ્ટી - ‘સુગ્રુ’

સવાલઃ “આ નસીબ એટલે શું?”

દેશી જવાબઃ “ઓ ભ’ઈ! એતોઓઓઓઓ છ ન્હ....જેહવા એના કર્મો એવા ભોગ, બીજું હું?- કાંઈ બધાં ‘મફતલાલ’ને ત્યોં ‘અરવિંદ’ ઓછા જન્મે હેં? - આહ!

વિદેશી જવાબઃ “જે ‘કલ’ની યોગ્ય બાબતને, યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ વાપરે તેનું નામ ‘લક’...નસીબ.”- વાહ!

દોસ્તો! આ દુનિયા આમ તો ખરેખર નાની છે, એમ કહી શકો. એટલા માટે કે એનાથીયે મોટી કોઈ વસ્તુ હોય તો તે આપણું મગજ છે. આ એવી કમાલની ભેંટ છે, કે જેના વિવિધ સુપર ઉપયોગથી પામર ઈન્સાને તેને નાનકડી બનાવી છે. મીની-ટુ-મેગા ને પાછુ મેગા-ટુ-મીની વચ્ચે અનેકવિધ વસ્તુઓ દ્વારા ગોથાં ખાતી આ દુનિયાનો વિકાસ એવા મગજો દ્વારા થયો છે, જેની સાથે લોકોએ વખતોવખત મગજમારી કરેલી છે.

ઈન્ટરનેટના માધ્યમમાં હવે આવી મગજમારીઓ બહેર મારી જાય એટલી ઝડપથી વધી રહી છે. આપણે આટલું વાંચ્યું એ દરમિયાન જ ક્યાંક એવી શોધનો ગર્ભ રહી ગયો હશે, જે હવે થોડાં જ સમયમાં ડિલિવરી માટે તૈયાર થઈ જશે. ને ક્યાંક એવું પણ બનતું હશે કે યોગ્ય સારવાર વિના એવી કોઈક શોધનો ગર્ભપાત પણ થઈ રહ્યો હશે.

આ પ્રક્રિયાઓમાં જે વસ્તુ બહાર આવી હશે તેને ‘નસીબ’ નામનું ટેગ લગાવવામાં આવે છે. ને બાકીના ને કમનસીબનું. આપણે શું કરીએ યાર...દુનિયા છે લાલા!..ચાયલા કરે! આમાં સૂરત થોડી જોવાય કે કોના પર કેટલી વીતી છે?

પણ દોસ્તો, આવી પરિસ્થિતિમાં એવા ઘણાં ઓછાં માનવીઓ હોય છે, જે નાસીપાસ થયા વિના પોતાનું કામ કમ સે કમ ત્યાં સુધી તો ચાલતું રાખે જ છે કે જ્યાં સુધી તેમની કમનસીબી માંથી આ ‘કમ’ નીકળી જાય. એવા કેટલાંક ઉદાહરણોમાં ‘ટાયર, ‘ફાઉન્ટેન-પેનની ઈન્ક’, ‘દાઢી કરવાનું રેત્ર’, ‘પોસ્ટ-ઈટ નોટ’, રેડિયમ, ‘પેનિસિલિન ઈન્જેક્શન’ અને એવી ઘણીયે વસ્તુઓ જે આપણા જીવનમાં એક જરૂરીયાત બની ગઈ છે.

આજે એવી જ પ્રોડક્ટ્‌સના લિસ્ટમાં બીજું એક નવું નામ શામેલ કરવું ગમશે. સુગ્રુ (જીેખ્તિે).

પહેલી વાર વાંચતા એમ લાગે છે કોઈ સુગ્રીવ-સેનાના સભ્યનું નામ હશે. પણ આ પ્રોડક્ટના જન્મની રમત આયર્લેન્ડમાં રમાયેલી. (આઈમીન એની પાછળ થયેલા લાંબા સંશોધનની). એટલે રમત બાદ મળેલા અચિવમેન્ટને આઈરીશ ભાષામાં સુગ્રુ એટલે ‘રમત’ એવું ટૂંકું અને ટકાઉ નામ તેને આપવામાં આવ્યું છે. હવે આવા જ ટૂંકા નામવાળી ચટ‘પટ્ટી’ પ્રોડક્ટની આઈરીશ જનેતાનું નામ પણ થોડું અટપટું છે. ‘જેન ની ધુલ્ચાઓઈન્તીગ્ખ”. જેને આપણે ટૂંકમાં જેની કહીશું ઓકે?

હા, તો વાત એમ છે કે આ જેનીબેન ફાઈન-આર્ટની સ્ટુડન્ટ. એટલે પથ્થરના શિલ્પને કંડારવામાં તેને સૌથી વધુ રસ. વળી નાનપણથી ઘણી બધી વસ્તુઓને તોડી નાખવાની કુટેવ સાથે તેને ફરીથી જોડી નાખવાની સુટેવ પણ હતી. અને આ જ આદત તેને તેની ઝિંદગીમાં આગળ લઈ આવી.

તેની વિવિધ તોડ-જોડ ક્રિયામાં આમ તો તે હંમેશા સિલિકા-પુટ્ટી અથવા સુપર-ગ્લુનો ઉપયોગ કરતી. પણ ઘણી એવી મજબૂત વસ્તુઓ જેમ કે પાણીનાં પાઈપ્સ, સ્ટિલનાં હેન્ડલ્સ સાથે તૂટ્‌યા પછીની જીભાજોડી (આઈ મીન જોડાણ) કરવું જ્યારે ઘણું મુશ્કેલ (કે પછી અશક્ય બનતું) ત્યારે જેનીબૂન પાણીમાં બેસી જતી.

ને બસ એક વાર અક્કલની કિટલીમાંથી પાણીનું ટીપું લિક થયું. જેનીને મૂંઝવણ થઈ કે...

“એવું મટીરિયલ બની શકે કે જે રબર જેવું લચકતુ રહે અને પાકા ગુંદર જેવું કાયમી ચિટકલુ પણ રહી શકે. જેથી તૂટેલી કોઈ પણ વસ્તુના ભાંગેલા ભાગ સાથે જન્મોજન્મનાં નાતે જોડાઈ જાય અને ક્યારેય ફરીથી એમાં ભંગાણ ન પડે????????!!!!!!”-

જેનીના દિલોદિમાગ જબ્બરદસ્ત ધમાલ મચી. પણ એ બચારી એવું મટીરિયલ શોધે ક્યાં? દસ વર્ષ અગાઉ પણ ગૂગલ ભલેને હાથવગું હતું. પણ કોઈક નવીન શોધ જ કરવાની હોય ત્યારે એનું પણ જોર કેટલું? જેની બાઈને આવતો દરેક વિચાર ગૂગલી થતો દેખાતો. છતાંય તેણે હાર ન સ્વિકારી.

કોયડો જ્યારે બરોબર માથે પડે ત્યારે સમજવું કે ઉકેલ પણ તેની પાછળ સંતાઈને પડયો છે. જરૂર છે, બસ તેને બહાર ખેંચી લાવવાનો. એવું જેની પણ માનતી અને એ ક્ષણની રાહ જોતી કે એવો લા(જવાબ) ઉકેલ પેદા થાય ને તેનું ‘સોલ્યુશન’ સામે આવે.

સતત ધમાધમી, દિમાગનું દબંગી ઘમ્મરવલોણું કર્યા બાદ બે વર્ષ બાદ એ ક્ષણ આવી પણ ખરી. ડક્ટ-ટેપનું ‘ગુંદર’ અને સિલિકા-પુટ્ટીમાં રહેલી લચિક માટીમાં રહેલાં તત્વો ‘સોલ્યુશન અને‘સોલ’ (આત્મા) બની બહાર ડોકાયા. ને પછી પાંચ વર્ષ સુધી સર્ચ, રિસર્ચ, પ્રયોગો, અવલોકનોની રમઝટને અંતે કેટલાંક ઈનોવેટિવ સુપર-સંયોજનથી સુગ્રુનો જન્મ થયો

આ નાનકડા નામવાળી નવીનતમ પ્રોડક્ટે તૂટેલી બાબતોનું એવું મોટું જોડાણ કર્યું છે કે સિમેન્ટની કંપનીઓનાં સ્લોગન ખરેખર તો આ પ્રોડકટ સાથે સુટેબલ થાય છે.

હવે જો...

૧.તમારા ગેસના ચૂલાનો તૂટેલો બર્નર-નોબ ફરીવાર જોડવો હોય... કે પછી

૨.નબળા પડી ગયેલા નળ (ચકલી)નું માથું ફરીવાર જોડી નાખવું હોય...યા પછી

૩.લેપટોપ કે આઈપેડની નીચે ફ્લેક્સિબલ સ્ટેન્ડ ગોઠવવું હોય...અથવા તો

૪.પાવર-પ્લગનાં વાયરનું છૂટું પડેલું જોડાણ પ્રોટેકશન ધોરણે ફરીથી પાવરફૂલ કરવું હોય....

તો (કોન્ડોમનાં પેકેટ જેવી જ સાઈઝવાળું) સુગ્રુ ઘરે વસાવવું. ને બીજાં અઢળક ભાંગ્યાતૂટ્‌યા કામોમાં તેનો ઉપયોગ કરી જેની બૂનને દિલથી મનોમન ‘જે’સી કૃશ્ણ કહી દેવું. કેમ કે....

“જે વામન હોય છે, એ લોકો જ યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ વિરાટ પગલાં (ભરવાની કોશિશ) કરી સફળ થતાં હોય છે. આ જ તો નસીબ છે.” - મસ્તધૂની મુર્તઝાચાર્ય (ઈ.પૂ. ૨૦૧૩માં નાઈલને કાંઠેથી)

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સ્પેનઃ ઝીંદગી ના મિલેગી દોબારા

કોઈપણ વ્યક્તિ એ બાબત ના નકારી શકે કે કોઈપણ દેશનું રાષ્ટ્રીય ક્વીઝીન એ હમેશા જે તે દેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે, સ્પેન પણ આ બાબતમાં કોઈ નથી. એક ભૂમધ્ય દેશ તરીકે તે તેના પડોશીઓ સાથે અનેક લક્ષણોમાં સમાનતા ધરાવે છે ; ખાસ કરીને,તે ગુણવત્તા અને ઉત્પાદનોની વિવિધતા માટે વિશ્વમાં શ્રેષ્ઠ પૈકીનું એક હોવાથી, ફ્રાન્સ અને ઈટાલી સાથે સંબંધિત છે. સામાન્ય રીતે, સ્પેનિશ રાંધણકળા વિવિધ તકનીક જેમકે ફેટા ચીઝનો ઉપયોગ કરીને બેકિંગ અને ગ્રીલ પર રોસ્ટીંગનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. બધી જ પ્રાદેશિક વાનગીઓમાં અખરોટના ભૂકોનો વ્યાપક ઉપયોગ થાય છે.

સ્પેનની રાંધણકળાની અમુક વિશિષ્ટતા આ પ્રમાણેની છેઃ

૧.પાએલા કે જે તેના આધુનિક સ્વરૂપમાં મધ્ય ૧૯ મી સદીમાં ઉભરી, તે એક વેલેન્સિયાની ચોખામાંથી બનતી વાનગી, છે. નોન-સ્પેનિયાર્ડો પાએલાને સ્પેનની રાષ્ટ્રીય વાનગી તરીકે છે જયારે મોટા ભાગના સ્પેનિયાર્ડો માટે તે ફક્ત વેલેન્સિયા પ્રદેશની વાનગી છે.

૨.ત્નટ્ઠર્દ્બહ (હામોન) એ હેમનું સ્પેનિશ નામ હોય તેવું લાગે છે.

૩.્‌ટ્ઠટ્ઠજ (તાપસ) એ સ્પેનિશ રાંધણકળામાં એપેટાઈત્ર અથવા નાસ્તાની વિશાળ વિવિધતાને કહેવામાં આવે છે. તેઓ ઠંડા (જેમકે મિશ્ર ઓલિવ અને ચીઝ તરીકે) અથવા ગરમ (જેમકે ચોપીતોસ કે જેને છુન્દેલા હોય) હોઈ શકે છે.

૪.સ્પેન એ ચીઝનો દેશ છે જ્યાં વિતરણ કંપની દ્વારા વિવધ ચીઝના વિતરણનું વિશાલ માર્કેટ છે, જેમાં વિવિધ જાતના ફર્મ ચીઝ, ફ્રેશ ચીઝ, બ્લુ ચીઝ અને ક્રીમ ચીઝનું વિતરણ કરવામાં આવે છે.

૫. સ્પેનના દરેક પ્રાદેશિક ક્વીઝીનમાં વાઈન એક મહત્વનું એલિમેન્ટ છે. ફ્રાંસ અને ઈટાલીની સાથે સ્પેન વિશ્વનું ત્રીજું લાર્જેસ્ટ વાઈન પ્રોડયુસર છે.

પટાટા બ્રાવાસ

સામગ્રીઃ

૧ કિગ્રા બટાકા,૧-ઈંચ-જાડા વેજીસમાં કાપેલા

૩ ્‌મ્જી. ઓલિવ તેલ

૩ ંજ. છુન્દેલું લસણ,

૧ ંજ. પૅપ્રિકા, અથવા સ્વાદમુજબ વધુ

૩/૪ કપ છુન્દેલા ટામેટાં

રીતઃ

•૪૨૫ ફે (૨૦૦ સે.) પર ઓવેનને ઁિીરીટ્ઠં કરવું. ૨ ્‌મ્જી તેલને બટાકામાં બરાબર ભેળવો. મોટી બેકિંગ શીટ પર ફેલાવો. તેમાં મીઠું અને મરી ભેળવો અને લગભગ ૨૦ મિનીટ સુધી શેકો, અથવા બટાટા તળિયે સોનેરી થાય ત્યાં સુધી શેકો. કાળજીપૂર્વક બટાકાને પલટો અને બીજી બાજુ લગભગ ૮ મિનીટ સુધી અથવા સોનેરી થાય ત્યાં સુધી શેકો. ૧ ંજ લસણ ભભરાવો. બટાકાને સર્વિંગ ડીશમાં મૂકો.

•દરમિયાન બીજી બાજુ ૧ ્‌મ્જી તેલને એક નાની તપેલીમાં ગરમ કરો, તેમાં બાકી રહેલું ૨ ંજ લસણ ઉમેરો અને ૩૦ સેકન્ડ માટે સાંતળો

•પૅપ્રિકા ઉમેરવા, ૧૦ સેકન્ડ માટે સાંતળો,તેમાં ટામેટાં ઉમેરી હલાવો. જરૂર મુજબ મીઠું અને મરી ઉમેરો અને ૧૦ મિનીટ સુધી ઉકાળવા દો

•આ સોસ સાથે બટાકા સર્વ કરવા

ગાઝપાચોઃ

સામગ્રીઃ

૩/૪ કપ ટામેટા રસ

૧/૪ ડુંગળી, ઝીણી સમારેલી

૧/૪ લીલા કેપ્સીકમ, ઝીણી સમારેલી

૧/૪ કાકડી ઝીણી સમારેલી

૧/૩ કપ સમારેલા ટમેટાં

૩/૮ લીલી ડુંગળી ઝીણી સમારેલી

૧/૪ કળી લસણ છુન્દેલું

૧-૩ / ૪ નાની ચમચી તાજી લીંબુનો રસ

૧-૧ / ૪ નાની ચમચી સરકો

૧/૪ ચમચી સૂકવેલી બેઝીલ/તુલસી

૨-૧ / ૨ નાની ચમચી સમારેલી કોથમીર

૧/૪ ચમચી સફેદ ખાંડ

મીઠું અને મરી સ્વાદ મુજબ

રીતઃ

•એક બ્લેન્ડર અથવા ફૂડ પ્રોસેસરમાં બધી જ સામગ્રી ભેગી કરો.

•મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય પરંતુ સહેજ ચંકી રહે ત્યાં સુધી મિક્સ કરો .

•પીરસતાં પહેલાં ઓછામાં ઓછા ૨ કલાક ચિલ કરો અને ઠંડો સર્વ કરો.

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ુિૈીંર્ંઙ્ઘીીટ્ઠાહ્વરટ્ઠંંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સફળ બનવા માટે ઉદેશ્ય જરૂરી

વૈજ્જ્ઞાનિકોનો એવો મત છે કે પચાસ એકર ધરતી પર સૂર્યની ગરમીમાં એટલી શક્તિ છે કે જેનાથી વિશ્વના યંત્રોને ચલાવી શકાય છે. પરંતુ વિશ્વભરમાં મશીનો ત્યારે બનશે કે જ્યારે એ ઉર્જા એક સ્થાને એકત્ર કરી શકશે, અથવા એને એક બિન્દુ પર કેન્દ્‌રિત કરી શકાશે. એકત્રિત સૂર્યકિરણોમાં એટલી શક્તિ હોય છે કે જો એને હીરા પર કેિ ન્દ્રત કરી દેવાય તો હીરાને બાષ્પમાં પરિવર્તન કરી શકાય છે. તમે અનુભવ્યું હશે કે અત્યંત યોગ્ય અને વિશાળ પ્રતિભાના સ્વામી ધનવાન વ્યક્તિ લગભગ નિર્બળ હોય છે. એમની નબળાઈ એ હોય છે કે તેઓ પોતાની યોગ્યતા અથવા કાર્ય શક્તિને કોઈ એક બિન્દુ પર કેન્દ્‌રિત રાખી શકતા નથી. બીજા શબ્દોમાં, કાર્યશક્તિને એકાગ્ર કરવી એમના માટે કઠીન હોય છે. સફળતા અને નિષ્ફળતા વચ્ચે આ જ અંતર છે. જોબમાં પણ જો એક કાર્યની યોગ્યતાને એક જ ઉદેશ્યની તરફ લગાડવામાં આવે તો સફળતાના શિખરે પહોંચી શકાય છે. બરાબર આથી વિપરિત બહુમુખી પ્રતિભા અને યોગ્યતાને કોઈ એક જ કાર્યમાં કેન્દ્‌રિત કરવામાં ન આવે, તો કોઈ પરિણામ મળતું નથી. એ યોગ્યતા નિષ્ફળ જાય છે. તોપની નાળમાં ભરેલો દારૂગોળાની શક્તિ જ ગોળાને ઘણે બધે આવેલ લક્ષ્ય પર ફેંકવામાં સફળ થાય છે. તોપગાડીમાં ભલે ઢગલાબંધ દારૂગોળો ભરેલો હોય, એ ગોળા ફેંકવા માટે અસમર્થ હોય છે. તોપના નાળચામાં એકત્રિત શક્તિ જ ગોળાને ફેંકી શકે છે.

જો તમારે આગળ વધવું છે, તમારે ઉચ્ચ શ્રેણીએ પહોંચવું છે, લોકો પર તમારે પ્રભાવ પાડવો છે, તો તમારે આળસનો ત્યાગ કરી તમારે માટે એક માર્ગ પસંદ કરી લેવો જોઈએ. તમારે એક ઉદેશ્ય નિર્ધારિત કરવો પડશે. શ્વેત પોશાક હોવાની જુઠી શાન અને હાથથી કામ કરવાનો સંકોચ છોડવો પડશે. તમારે તમારી પૂરી શક્તિ અને યોગ્યતાને એ લક્ષ્યની પૂર્તિને માટે લગાડવી પડશે. અસ્થિરચિત વ્યક્તિ, જેને કોઈ ઉદેશ્ય હોય, પણ સ્થિર ન હોય, એ કોઈ પણ ક્ષેત્રે પ્રભાવ પાડી શક્તિ નથી. એને કીર્તિ અને યશ નથી મળતા. પોતાની કોઈ છાપ પણ એ છોડી શકતો નથી. આજના આ યુગમાં આવા લોકો માટે કોઈ જ સ્થાન નથી. લગભગ અસફળતાઓને કારણે વ્યક્તિ અસ્થિરચિત બની જાય છે. કોઈ એક કામ પર ચિત્તને સ્થિર ન રાખવું એ એક નબળાઈ છે.

આવા પ્રકારના અસફળ લોકો સંસારમાં ઘણા છે. એમનું જીવન એક ખાલી વાસણ જેવું છે, જે કુવામાં પહોચ્યાં પછી પણ ખાલી જ બહાર આવે છે. એક વખત એક અમેરિકન રસાયણશાસ્ત્રીએ કહ્યું હતું, ’મિસ્ટર ’અ’ એ મને હાંસી પાત્ર બનાવી મૂક્યો હતો. કારણ કે હું એક જ ઉદેશ્ય પાછળ પડી ગયો હતો, જ્યારે એ એક સાથે અનેક ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હતા અને એ બધામાં સમાન રૂપે પ્રકાશવા માંગતા હતા, પરંતુ હું મારી તોપનો દારૂગોળો એક જ લક્ષ્ય પર ચલાવવા માંગતો હતો.’ આ વ્યક્તિ પ્રથમ સાધારણ સ્કુલ - શિક્ષક હતો પણ પછી એ યુવક પોતાના દેશની અનેક સંસ્થાઓમાંથી એક સુપ્રસિદ્ધ સંસ્થાનો અધ્યક્ષ બન્યો. વ્યક્તિનું નામ હતું પ્રોફેસર હેનરી અને એ સંસ્થા હતી સ્મિથ સોનીયમ ઈન્સ્ટીટ્‌યુટ. સુપ્રસિદ્ધ કવિ ગેટનું કહેવું છે, ’આપણે કોઈ એવા કાર્ય માટે ઉદેશ્ય ન બનાવવો જોઈએ, જેને સંપન્ન કરવામાં રૂચિ, શક્તિ, કે તાલીમ આપણી ભીતર ન હોય.’ જે કાર્ય કરવા માટે તમે તમારૂં લક્ષ્ય નિર્ધારિત કર્યું એને તમારે તમારા હાથથી જ કરવું જોઈએ અને એને એવું રૂપ આપવું જોઈએ જે અગાઉ કોઈ આપી શક્યું ન હોય. એક પ્રાચીન કહેવત છે, ’એક જ ધંધામાં પૂર્ણતા ચતુર વ્યક્તિ પોતાના સાત બાળકો અને પત્નીનું ભરણ પોષણ કરી શકે છે, જ્યારે સાત વ્યવસાયોમાં લાગેલ વ્યક્તિ પોતાના નિર્વાહ પણ નથી કરી શકતો. સફળ કર્મચારીને એક જ સુનિશ્ચિત કાર્યક્રમ હોય છે. એ પોતાના ઉદેશ્યને અપલક આંખે જુએ છે, અને એ તરફ જ નિશાન લગાવે છે. ઘણા યુવકો એવા હોય છે કે જેઓ કોઈ એક કાર્યમાં પૂર્ણ થયા પૂર્વે જ હતોત્સાહ થઈ જાય છે અને અન્ય કોઈ કાર્યમાં પ્રવૃત થયાનું વિચારે છે. માણસને પોતાના કાર્યની મુશ્કેલીઓનું જ્જ્ઞાન સરળતાથી થઈ જાય છે, જ્યારે બીજાના કાર્યોની મુશ્કેલીઓ જાણવી સરળ નથી. આપણને ત્યાં ફૂલવાડી જ જોવા મળે છે. ઉદાહરણરૂપે એક યુવક કોઈ ડોક્ટરને પોતાની કારમાં જતો જુએ છે ત્યારે વિચારે છે કે, મેં જે ધંધો અપનાવ્યો છે એ કેવો કઠોર, પરિશ્રમી છે, પરંતુ એ એમ નથી વિચારતો કે ડોક્ટર બન્યા પૂર્વે એણે કેવો કઠોર પરિશ્રમ કર્યો છે. ખાવું-પીવું, ઊંંઘવું ભૂલીને એણે કઠીન ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. જે કોઈ માણસ જીવનભર ક્લાર્ક રહ્યો, પરંતુ એ સમયમાં એણે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કર્યું હોય તો અનેક લોકો એના મિત્રો બની જાય છે. એ પછી એ પોતાનો સ્વતંત્ર વ્યવસાય અપનાવે ત્યારે એણે અનુભવ થાય છે કે એની પાસે મિત્રોની ભારે પુંજી છે, અને આ પુંજીના બળ પર એ ઉન્નતિના સાચા માર્ગે આગળ વધતો જાય છે.

વગર વિચાર્યે વ્યવસાય બદલવો એ તમારા મનની અસ્થિરતા બતાવે છે અને આ અસ્થિરતા જ અસફળતાનો માર્ગ છે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે એમને કોઈના કોઈ દિવસે સફળતા મળી જશે. આ વાત બરાબર નથી. કારણ કે એક તો એમાં સંદેહની છે, બીજી વાત કે તમે યોજનાબદ્ધ અને સીમા નિશ્ચિત કરીને કાર્ય નહિ કરો તો જીવનભર આમ-તેમ ઘુમ્યે રાખશો. ઉદેશ્ય સ્થિર કરીને પદ્‌માસન વાળી બેસી જવાથી સફળતા પ્રાપ્ત થતી નથી. એ માટે એકાગ્ર માંથી શ્રમ કરવો પડે છે. દક્ષીણ અમેરિકાના મેદાનોમાં એક જંગલી ફૂલ થાય છે, જેનું મુખ સદા ઉત્તર દિશા તરફ જ રહે છે. જો કોઈ વટેમાર્ગુ રસ્તો ભૂલી જાય, તો આ ફૂલ તેને મદદ કરે છે. યુવક કોઈ એક કાર્યમાં પ્રશિક્ષણ લે અને એ કાર્યમાં પોતાની પ્રતિભાની અમીટ છાપ છોડે. ઉદેશ્યની સ્થિરતા એ સુનિશ્ચિત વિચારોની સકીર્ણતા નથી. ધ્યેય એ છે કે તમારી શક્તિઓ જે તે વિષયો વગર કાર્ય-સિદ્‌ધિમાં લગાડાય. આનો અર્થ એ પણ નથી કે તમારા મગજને તાળું મારી દેવામાં આવે અને આસપાસના વાતાવરણમાંથી આંખો બંધ રાખી ફરો.

ઉચ્ચ શિક્ષણ અને જ્જ્ઞાનપૂર્ણ મગજ ઉદેશ્યના જ્જ્ઞાન વગર વ્યર્થ છે. ઉદેશ્ય્‌હીન વ્યક્તિને કદાપી યશ મળતો નથી. સંસારમાં એ પોતાની છાપ છોડી શકતો નથી. એ તો ભીડમાં ભટકતો રહે છે. એનું વ્યક્તિત્વ ઉભરીને સામે આવતું નથી. એ અયોગ્ય સિદ્ધ થાય છે. જે યુવક કામને આયોજનપૂર્વક કરે છે, અને જેને કાર્યમાં સફળતા મેળવવાની લગન છે, એણે જોઈ બધા લોકો આનંદ અનુભવે છે, આદર કરે છે. અને ગુણવાનોમાં તેની ગણના થાય છે.

ભલે પધાર્યા

ડૉ. ગોરા ત્રિવેદી

‘અલ્કેમીસ્ટ’ - એક રીવ્યુ

૨૩ એપ્રીલ ‘વર્લ્ડ બુક ડે’. આ દિવસે એક એવા પુસ્તક વિષે જાણીએ જેનું દુનિયા ની ૬૬ ભાષામા રૂપાંતર થયું છે. ૧૦ કરોડ થી વધુ નકલ વેચાઈ છે અને ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’ મા સળગ ૩૦૩ અઠવાડિયા સુધી બેસ્ટ સેલર બુક રહી છે. કોઈ જીવિત લેખક ની બુક નું જો સૌથી વધુ ભાષાઓ મા રૂપાંતર થયું હોય તો તે શ્રેય આ પુસ્તક ને અને તેના લેખક ને જાય છે, જે ના માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ મા આ પુસ્તક સ્થાન ધરાવે છે. પુસ્તક નું નામ છે ‘અલ્કેમીસ્ટ’ અને લેખક છે પોંલો કોએલો. અલ્કેમીસ્ટ એટલે કીમિયાગર - સામન્ય ધાતુ ને સોના મા પરિવર્તન કરવાની કળા જાણનાર વ્યક્તિ.

આ વાર્તા એક સામન્ય છોકરા ની અસામન્ય સફર ની છે. દુર ના પર્વતીય પ્રદેશ ના નાના ગામ મા રેહતા એક યુવાન ની વાત. યુવાન જે એક ધરેડ નું જીવન જીવે છે તેના થી કૈક વિશેષ ઈચ્છે છે અને તેમ કરવાની હિંમત કરે છે. આ વાત એવા લોકો ની છે જે પોતાના અંતઃકરણ ના અવાજ ને અનુસરવાની તયારી બતાવે છે. યુવાન ને એક સ્વપ્ન આવે છે કે તેના માટે ખજાનો પીરામીડો મા તેની રાહ જોઈ રહ્યો છે. આ વાત કુદરત તેને વારંવાર સમજાવે છે. યુવાન કુદરત ના સંકેતો ને સમજે છે અને પોતાના વતન થી ખુબ જ દુર આવેલા પીરામીડો સુધી જવા તયાર થાય છે. એક સ્વપ્ન કે સંકેત ના આધારે આમ અજાણી લાંબી મુસાફરી કરવા નો નિર્ણય લેવો જેટલો અઘરો હતો તેના થી ઘણી વધુ અઘરી મુસાફરી રહી.

યુવાન પોતાના લીલોતરી વાળા પર્વતો છોડી રણ મા પ્રવેશે છે. તેની તમામ મૂડી લુટાઈ જાય છે. તેને આગળ વધવા માટે રૂપિયા ની જરૂર છે અને તેમાટે તે એક કાચ ની દુકાને કામ કરે છે. ત્યાં કાચ ના વાસણ સાફ કરવા એ એક સાંકેતિક વાત છે. આ દરમ્યાન તેના મન્ન ની નકારાત્મકતા પણ સાફ થઈ જાય છે. થોડા જ સમય મા તે ફરી પોતાના સ્વપ્ન તરફ એટલે કે પીરામીડ તરફ આગળ વધવા લાગે છે. રણ મા હુમલાઓ થાય છે, તોફાન આવે છે, પડાવ આવે છે. આ દરેક ઘટના યુવાન ને કૈક શીખવે છે. યુવાન રણ મા એક યુવતી ના પ્રેમ મા પડે છે અને ત્યાં જ રોકાઈ જવાનું વિચારે છે. તેને પોતાના સ્વપ્ન અને ખજાના ના અસ્તિત્વ વિષે શંકા થાય છે. અહી રહી જી ને એણે કશું ગુમાવવાનું નથી અને પ્રેમ તો મળે જ છે. આ સમયે તેને તેના ગુરૂ એટલે કે અલ્કેમીસ્ટ -કીમિયાગર મળે છે. તે તેને સમજાવે છે કે કુદરત તને સંકેત આપે છે અને તુ સંકેત ને અનુસરે છે એટલે ખુશ છે. જો તુ સંકેતો ને અનુસરવાનું બંધ કરી દઈશ તો કુદરત તને સંકેત આપવાનું બંધ કરી દેશે અને વર્ષો પછી તને અફસોસ થશે કે ‘કાશ ! હું પીરામીડ સુધી ગયો હોત તો મને મારો ખજાનો મળ્યો હોત’ સાચ્ચો પ્રેમ ક્યારેય તમારા અને તમારા સપના ની વચ્ચે નથી આવતો. પ્રેમ તો પ્રેરણા નું કામ કરે છે.

યુવાન આગળ વધવાનો નિર્ણય કરે છે. રણ ની મુસાફરી મા ઘણી મુશ્કેલીઓ આવે છે પણ એ પોતાના અંતઃ કરણ ના અવાજ ને અનુસરે છે અને આગળ વધે છે. અલ્કેમીસ્ટ યુવાન ને શીખવે છે કે ‘જો તુ તારા સ્વપ્ન ને પુરૂં કરવા માટે દ્રઢ નિશ્ચયી બનીશ તો સમગ્ર સૃષ્ટી તને તારા સ્વપ્ન સુધી પહોંચવાના કામે લાગી જશે.’ અને એમજ બને છે, કુદરત ના સંકેતો આ યુવાન ને દરેક મુશ્કેલી મા થી રસ્તો કરી આપે છે અને યુવાન પોતાના ખજાના સુધી પહોંચે છે. પણ આ ખજાના સુધી પહોંચવાનો રસ્તો એણે ધાર્યો હતો તે કરતા અલગ હોય છે. આ વાત જ એ ને શીખવાની હોય છે.

આપણે બધા જીવન મા કોઈક સ્વપ્ન જોઈએ છીએ. આપણું અંતઃકરણ આપણને આપણા જીવન ના ઉચ્ચતમ ધ્યેય માટે લડવા પ્રેરે છે પણ મોટા ભાગના લોકો પોતાના અંતઃકરણ ને અનુસરવાની, અશક્ય લગતા ધ્યેય માટે પ્રયત્ન કરવાની હિંમત નથી કરતા. વર્ષો પછી આપણે જીવન જેવું જીવાતું હોય તેમ જીવવા ટેવાઈ જીએ છીએ અને આપણા ઉચ્ચતમ ધ્યેય સુધી ક્યારેય પહોંચતા નથી. આપણે ફક્ત હિંમત કરવાની હોય છે, જે સ્વપ્ન - ધ્યેય કુદરત આપણને બતાવે છે તે પુરૂં કરવાની જવાબદારી કુદરત ની છે. આપણે કુદરત પર, આપણી જાત પર, આપણા સ્વપ્ન પર વિશ્વાસ રાખવાનો હોય છે.

જીવન મા આપણા સ્વપ્ન સુધી પહોંચવા મા જો કોઈ એક પરિબળ સૌથી વધુ નડતું હોય તો તે આપણો પોતાનો ડર છે. નિષ્ફળતા નો ડર. જો આપણે આ ડર ને દુર ફેંકી શકીએ તો કુદરત સતત આપણી સાથે જ હોય છે. અલ્કેમીસ્ટ ના ઉદાહરણ થી આ વાર્તા મા એક સરસ વાત કેહવાઈ છે. અલ્કેમીસ્ટ એટલે ધાતુ ને સોના મા રૂપાંતરિત કરનાર નહી, અલ્કેમીસ્ટ એટલે પોતાની જ અંદર ની શક્તિઓ ને જાણી, તેને અનુસરી પોતાના ખજાના સુધી પહોંચનાર વ્યક્તિ. દુનિયા મા દરેક વ્યક્તિ માટે એક ખજાનો-ધ્યેય નિશ્ચિત હોય છે. આપણે તે ધ્યેય જાણવા નું, સમજવાનું અને ત્યાં સુધી પહોંચવાની હિંમત કરવાની છે. કુદરત દરેક સાચ્ચી-ખોટી, સારી - ખરાબ વાત ના સંકેત આપે જ છે. બસ જરૂર છે આપણે એ સંકેતો સમજવાની. કુદરત મા રહેલી દરેક વસ્તુ આપણા સાથે સંકળાયેલી છે અને તે આપણને કૈક કહે છે. કુદરત ની પોતાની એક ભાષા છે. તમે જો સાચ્ચા રસ્તા પર હો અને કુદરત સાથે ચાલતા હો તો તમે એ ભાષા સમજી શકો. એક વખત તમે આ ભાષા સમજી શકશો પછી જગત ના તમામ રહસ્યો તમારા માટે સરળ બની જશે. તમે તમારા માટે નિર્માણ થયેલા ધ્યેય ને પ્રાપ્ત કરી શકશો. તમારા ખજાના સુધી પહોંચી શકશો.

આ પુસ્તક મા હિમ્મત, સાહસ, ધીરજ, લાલચ અને પ્રેમ ની કસોટી સમજાવાઈ છે. જીવન નો સરળ રસ્તો આગળ જતા તમને ખાલીપો આપશે પણ કુદરતે તમારા માટે નક્કી કરેલો રસ્તો ભલે મુશ્કેલી ભર્યો હશે પણ અંતે તમને તમામ ખુશી અને સંતોષ આપશે. આ એક યુવાન ની સાહસ કથા થી વધુ જીવન જીવવાની રીત ની વાત છે. આ પુસ્તક માથી યુવાન ક્યારે પીરામીડ સુધી પહોંચે છે તે નહી પણ ત્યાં પહોંચતા સુધી મા તે શું અને કઈ રીતે શીખે છે તે સમજવાનું છે. આ આખી વાત ને વાર્તા ને બદલે જીવનની મુસાફરી ની વાત સમજવી. તમને સર્વને તમારો ખજાનો મળે તેવી શુભેચ્છા!

ચ‘અલ્કેમીસ્ટ’ ગુજરાતી મા આર.આર.શેઠ નું ભાષાંતર ખુબ સારૂં છે, કીમત ફક્ત ૧૦૦ રૂપિયા જ છેૃ

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

કલમ ૬૬-એ - ઐસી આઝાદી ઔર કહાં?

હાલમાં ‘૬૬-એ’ નામની કલમ સુપ્રિમકોર્ટે રદ્દ કરી. શું હતી આ કલમ? આ જોગવાઈ મુજબ, સંગણક સંસાધન કે પ્રત્યાયનના ઉપકરણ દ્વારા, જો કોઈ પણ વ્યક્તિઃ

(૧) કોઈ બીજી વ્યક્તિને ગેરમાર્ગે છેતરતા સંદેશ, ફોટા કે સામગ્રી અથવા

(૨) પોતાને ખોટી લાગતી હોય એવી, પણ ચીડ, અસુવિધા, ખતરો, અવરોધ, અપમાન, માનહાનિ, ફોજદારી ધાકધમકી, દુશ્મની, દ્વેષ અથવા બદદુઆના હેતુથી ફેલાવવામાં આવતી સામગ્રી કે પછી

(૩) જેમાં મોટેભાગે અપમાનજનક કે કોઈ જોખમી પાત્ર વિશે લખાયું હોય એવું

લોકો સમક્ષ લાવવાની કોઈ પણ પ્રકારની ક્રિયામાં શામેલ હશે તો એને સજા થશે. ટૂંકમાં, કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક માધ્યમથી ખોટો, આક્રમક, અપમાનજનક (કે માનહાનિ થાય એવો) કે પછી વિવાદ પેદા કરે એવો સંદેશ કોઈને મોકલવો કે સોશિયલ-મિડીયા પર પ્રસારિત કરવો કે ફેલાવવો કાયદાની દ્રષ્ટિએ ગુનો છે. આવું કરનારને રૂપિયા પાંચ લાખના દંડ સાથે ત્રણ વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ હતી. (આમાં ફેસબુક-ટ્‌વિટર-વ્હોટ્‌સ ઍપ-બ્લોગ બધું આવી ગયું. ) આમ જોવા જીએ તો આ કાયદો ભારતની લોકશાહી વિરૂદ્ધ હતો.

આ કલમ હેઠળ ધરપકડ થયેલા થોડા કેસ મગજ-વગાં છે. મુંબઈમાં કાર્ટૂનિસ્ટ અને શિવસેના પ્રમુખ બાલ ઠાકરેના અવસાન પછી તરત જ આખું મહારાષ્ટ્ર લગભગ સ્વૈચ્છિક રીતે બંધ થઈ ગયું હતું. આ મામલે મુંબઈની નજીક આવેલા પાલઘરમાં એક ૧૨મા ધોરણની વિદ્યાર્થીનીએ ફેસબુક પર પોસ્ટ કર્યું કે “આવા તો કેટલાય નેતાઓ મરે છે. એમાં મહારાષ્ટ્ર બંધ રાખવાની શી જરૂર છે?” આ પોસ્ટ તેની એક સખીએ લાઈક કર્યું. બસ, આટલી વાત અને હોબાળો મચ્યો. પોસ્ટ કરનારી છોકરીના અંકલને ત્યાં અને સાઈબર-કેફેમાં ઘુસણખોરી અને તોડફોડ થઈ. લખનાર અને લાઈક કરનાર બંને છોકરીઓની ધરપકડ કરવામાં આવી. ઓક્ટોબર ૨૦૧૨માં ‘પી. ચિદમ્બરમ’ના પુત્ર કાર્તર્ી વિશે ટ્‌વીટ કરનાર ‘ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારત’ ચળવળના એક સભ્ય ‘રવી શ્રીનિવાસન’ની પણ પુદ્દુચેરી પોલિસે કલમ ૬૬-એ હેઠળ ધરપકડ કરેલી. ટ્‌વીટર પર રવીએ લખેલું કે “કાર્તી ચિદમ્બરમની મિલકત રોબર્ટ વાડરાની મિલકત કરતાં પણ વધુ છે. અને સાથે જ એક તામિલભાષી હોવાના નાતે પી. ચિદમ્બરમને રાષ્ટ્રીય રાજનીતિમાં મોકલવા બદ્દલ મને દુઃખ થાય છે.” અભિવ્યકિતની સ્વતંત્રતાને કારણે જ કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ સંસદનું કાર્ટૂન તૈયાર કર્યું અને જેલભેગા થયા. બીજી તરફ ‘દીદી’ વિશેનું કાર્ટૂન પોસ્ટ કરીને જાદવપુર યુનિવર્સ્િાટીના પ્રોફેસર અંબિકેશ મોહપાત્રાની પણ ધરપકડ થયેલી. તાજેતરમાં જ એક છોકરાની ફેસબુક પર સમાજવાદી પાર્ટીના નેતા ‘આઝમ ખાન’ વિરૂદ્ધ પોસ્ટ કરવા બદ્દલ ધરપકડ કરવામાં આવી હતી. અહીં સવાલ એ થાય કે આ કલમ પર આટલો બધો વિવાદ શા માટે? કારણ કે આ કલમનો રાજકીય દુરૂપયોગ થઈ રહ્યો હતો. પોલીસ મન ફાવે એ રીતે ધરપકડ કરી રહી હતી - આ જ કારણથી સુપ્રિમ કોર્ટે ૨૦૧૩ના મે મહિનામાં એક એડવાઈત્રી ‘૭૯(૩)(બી)’ નામની કલમ પ્રસિદ્ધ કરી હતી. જેનો ઉપયોગ મધ્યસ્થી જવાબદારી તરીકે થતો હતો. ‘૭૯(૩)(બી)’માં કોર્ટનો ઓર્ડર કે પછી સરકારી સૂચનાપત્ર સિવાય કોઈપણ સામગ્રી હટાવાય નહીં. એમાં લખ્યું હતું કે આઈજી કે ડીસીપી જેવા ઉચ્ચ અધિકારીઓની મંજૂરી સિવાય આ કલમ હેઠળ કોઈની ધરપકડ કરવી નહીં. પણ હવે કલમ ‘૬૬-એ’ સાથે ‘૭૯(૩)(બી)’ પણ સુપ્રીમ કોર્ટે હટાવી લીધી.

હવે આ કાયદો નાબૂદ થયો છે. સારૂં! તો શું ‘૬૬-એ’ ના હટવાથી ઈન્ટરનેટ પર બોલવાની પૂરી અને બેફામ આઝાદી મળી જાય છે? શું ઈન્ટરનેટ પર લખાયેલું દરેક લખાણ અનિયંત્રિત રહેશે? ના! ભારતમાં વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્‌ય છે પણ સ્વતંત્ર અભિવ્યક્તિ સામે માનહાનીને લગતાં કાયદા પણ છે જેના દ્વારા ઈન્ટરનેટ પરની આઝાદીને ચાળણીની જેમ ચાળી શકાય છે. દા.ત. ‘૬૬-ઈ’ (કોઈની પ્રાયવસી કે ગોપનીયતાનું ઉલ્લંઘન), ‘૬૭’ (અશ્લીલ સામગ્રીનું પ્રસારણ), ‘૬૭-એ’ (જાતીય સામગ્રીનું પ્રસારણ), ‘૬૭-બી’ (બાળ પોર્નોગ્રાફી), તથા સાયબર કેફેમાં વેબસાઈટ માટે ફિલ્ટર કે નિસ્પંદક વાપરવાની કલમ! કલમ ‘૬૬-એ’ સુપ્રીમ કોર્ટે હટાવી લીધી પણ કોઈ વેબસાઈટ બ્લોક કરવા માટે વપરાતી ‘૬૯-એ’ હજી અડીખમ છે. જે કામ ‘૬૬-એ’ નહોતું કરી શક્યું એ કામ કરવા માટે ઘણી બીજી કલમો છે જે કોઈપણ અભિવ્યક્તિનો ઉદ્દેશ અને એના ઘટકોનું નિયંત્રણ કરે છે. કુદરતી ન્યાય મુજબ સરકારી અને કાનુની ઘટકો હજુ પણ કોઈના ભાષણનું દોષશોધન (સેન્સરશીપ) કરી શકે છે, એ પણ કોઈ જ પ્રકારની શરતચૂક કે પારદર્શકતા વગર! કોઈપણ રાજ્ય તરફ તિરસ્કાર કે અસંતોષ દર્શાવનારી ભાષા કે વાણીને અટકાવનારા નિયમને માટે કલમ ‘૧૨૪-એ’માં ‘રાજદ્રોહ’ તરીકે વ્યાખ્યાયિત થયું છે. કલમ ‘૧૫૩-એ’ ના સંદર્ભમાં ધર્મ/વર્‌ણ/જાતિ/જન્મસ્થળ/ભાષાના આધારે કોઈ પણ સમૂહો કે લોકો વચ્ચે દુશ્મની કરાવવી ગુનાપાત્ર છે. રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં હાનિકારક કલંક કે લાંછન કે દાવા પણ કાયદાથી ગુનાપાત્ર ગણાય (કલમ ‘૧૫૩-બી’). આ સિવાય થોડાં-ઘણાં વાણી પરના પ્રતિબંધ લોકોની ગોપનીયતા અને પ્રતિષ્ઠા જાળવવા માટે પણ વપરાય છે જેમ કે કલમ ‘૨૨૮’ દ્વારા કોઈ સંવેદનશીલ મુકદ્દમામાં ભોગ બનેલા માણસની ઓળખાણ છૂપાવવી કે કોઈ નારીની મર્યાદાનું ઉલ્લંઘન કરવું (કલમ ‘૫૦૯’). ટૂંકમાં બદનક્ષી કે બદનામી (‘કલમ ૪૯૯’) અને નિવેદન-અફવા કે ખોટા અહેવાલો દ્વારા કોઈ જાહેર તોફાન કરવું (કલમ ‘૫૦૫’) એ હજુ પણ ગુનાપાત્ર છે. અને હા, ૨૦૧૩માં સાયબરથી થતી છેતરપીંડી પણ ઉમેરાઈ ગઈ છે. મૂળ વાત એ છે કે જનતા જનાર્દનને વધુમાં વધુ છૂટ જોઈએ છે અને સરકારને એવું લાગે છે કે પબ્લીક જેટલી કંટ્રોલમાં રહે એટલું સારૂં.

ચાલો, ઈન્ટરનેટમાં ‘૬૬-એ’ જોગવાઈ હટી ગઈ એટલે દોષશોધન કદાચ ઓછું થાય પણ ટી.વી. અને સિનેમાના માધ્યમનું શું? થોડાં દિવસો પહેલાં બી.સી.સી.સી. (બ્રોડકાસ્ટ કન્ટેન્ટ કમ્પ્લેન્ટ્‌સ કાઉન્સીલ)માં એક ફરિયાદ આવી કે ફલાણી ચેનલ પર અમારા દેશના ઝંડાનો કલર અનુચિત હતો અને એનાથી અમારી રાષ્ટ્રભક્તિને લાગી આવ્યું. એક કાર્ટૂનમાં નાનું બાળક કોઈ કપડાની દુકાનમાં ચેન્જીંગ રૂમમાં પી-પી કરી ગયું એ જોઈને એક છ વર્ષના બાળકના મનમાં આ વાત ઘર કરી ગઈ. ટી.વી. પરના એક ક્વીઝ શોમાં ’કોહિમા’ના ભૌગોલિક સ્થાન વિશે પ્રશ્ન પૂછાયો એમાં વળી ત્યાંના એક રહેવાસીને કોહિમાની ભૌગોલિક-રાજનૈતિક ચિંતાઓ થવા લાગી અને માઠું લાગ્યું. એક સીરીયલમાં કોઈ કલાકારે કાર્ડિયાક સર્જનનો રોલ કર્યો એ જોઈને એક ડોક્ટર ક્રોધિત થયા કે એ કલાકાર આ પ્રકારનો રોલ કરવા માટેની લાયકાત નથી ધરાવતાં. આ રીતે ૨૦૧૪ના વર્ષમાં ઈન્ડીયન બ્રોડકાસ્ટર્સ ફાઉન્ડેશન (આઈ.બી. એફ.)ને મળેલી ફરિયાદોમાંથી લગભગ ૧૫૯૫ જેટલી ફરિયાદોમાં પત્ની સાથે ગેરવર્તન, સાસરિયાપક્ષની સાથે દુર્વ્યવહાર કરવો, આજ્જ્ઞા ન માનનારૂં કાર્ટૂન બાળક, ભૌગોલિક ભૂલ, અશોભનીય ભાષા...આવા મુદ્દાઓ પર હતી. આપણને ઈન્ટરનેટ પર બોલવાની આઝાદી જોઈએ છે પણ ટી.વી.ના પડદે કંઈક આડુઅવળું દેખાય જાય તો દેકારો કરવાનો - આ છે આપણું ડબલ સ્ટાન્ડર્ડ. ‘એ.આઈ.બી. રોસ્ટ’ના વિડીયો યુટ્‌યુબ પરથી કાઢવા માટે કંઈકેટલાયે જોર કર્યું પણ પહેલા પોતે ઓછામાં ઓછા એકવાર એ વિડીયો જોયો જ હશે.

આપણો સમાજ ધીમે ધીમે વધુ ને વધુ અસહિષ્ણુ બનતો જાય છે. લાગણી દુભાઈ જવાનું બહુ સામાન્ય બની ગયું છે. આપણે અને આપણી માનસિકતા એટલી નાજુક થઈ ગઈ છે કે કોઈપણ નજીવી બાબતો પર આપણે અભડાઈ કે અકડાઈ જીએ છીએ. ફેસબુક પર કમેન્ટ કરતા કરતા લડી પડે, અપશબ્દો બોલવા માંડે - એવા લોકો પણ મેં જોયા છે. ‘કોણે શું ટ્‌વીટ કર્યું?’ એ આજકાલ ન્યુઝ ફોકસ બની ગયું છે. થોડા સમય પહેલાં અમેરિકાના કેન્યી વેસ્ટે પોતાની પત્ની કિમના ૩૦મા જન્મદિને ઈરોટિક-અર્ધનગ્ન ફોટાઓ ટ્‌વીટર પર મૂકીને બંને પતિ-પત્ની લોકોની નજરમાં આવી ગયા. એ પહેલાં શેનાઝ ટ્રેત્રીવાલા નામની અદાકારા(??)એ દેશમાં થતાં બલાત્કારો વિષય પર એક ખુલ્લો પત્ર લખીને સોશિયલ મિડીયામાં નામના મેળવી હતી. તાજેતરમાં દીપિકા પાદુકોણે ’માય લાઈફ, માય ચોઈસ’ વાળો વિડીયો બહાર પાડયો (કદાચ પોતાની આવનારી ફિલ્મ માટે લોકો તરફથી સહાનુભૂતી મેળવવાના બહાને). એ પછી એક ભારતીય કિશોરીએ પોતાના ’ઉન દિનોં’ વખતનો પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂકીને લોકોનું ધ્યાન આકષ્ર્િાત કર્યું હતું. જ્યારથી આ જાતભાતની સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ્‌સ શરૂ થઈ છે ત્યારથી એક વાત તો મનમાં ડગલે ને પગલે ટકોરા કરે છે કે દરેક માણસ કશુંક કહેવા ઈચ્છે છે અને સાથોસાથ એ પણ ઈચ્છે છે કે મને કોઈ સાંભળે.

આપણને ભલે એમ થતું હોય કે ‘ઐસી આઝાદી ઔર કહાં?’ પણ આઝાદી હંમેશા જવાબદારી લઈને આવે છે. સ્કૂલમાં ભણાવતી વખતે શિક્ષકને બાળક કરતાં વધુ બોલવાની આઝાદી હોય છે પણ સાથે સાથે જવાબદારી પણ વધુ હોય છે. વિદ્યાર્થીઓ સામે ‘શું બોલવું’, ‘કેવું બોલવું’ અને ‘શું ન બોલવું’ એનું ભાન શિક્ષકે રાખવું પડે છે. ‘હું ગુજરાતી’ મોબાઈલ મેગેઝીનમાં અમે લખીએ ત્યારે અમને વિષયની કોઈ પાબંદી નથી હોતી (સિવાય કે આવનારા અંકનો કોઈ થીમ હોય). એવી આઝાદી છે પણ એ સાથે અમારી મોટી જવાબદારી છે કે શું લખવું અને શું ન લખવું. ‘મીઠા બોલો, કમ બોલો, સત્ય બોલો’ આ ક્વોટ નાનપણથી સાંભળ્યું છે. મંદિરોની દિવાલો પર લખેલું હોય, સ્કૂલમાં સુવિચાર શ્રેણીમાં લખેલું હોય, આપણા ઘરોના દરવાજા પર આવું લખેલા સ્ટીકર ચોંટાડેલા હોય - પણ આચરણમાં કેટલા લે છે? વાણી સ્વાતંત્ર્‌યની પિપૂડી વગાડનારાઓને એ ખબર નથી રહેતી કે ‘બોલવું’ એ બેધારી તલવાર છે. ‘બોલે એના બોર વેંચાય’ એ સાચું પણ ‘ન બોલવામાં નવ ગુણ’ એ વાત પણ ખોટી નથી. હમણાં ભાજપના નેતા િ ગરીરાજ સિંહે સોનિયા ગાંધીના ગૌરવર્ણ પર ટિપ્પણી કરી. એ પહેલા ‘રામ-ઝાદે’ અને ‘હરામ-ઝાદે’ શબ્દો વાપરીને યુનિયન મિનિસ્ટર સાધ્વી નિરંજન જ્યોતીએ પણ સળી કરી હતી. બલાત્કાર માટે છોકરીઓના ટૂંકા કપડા જવાબદાર છે, હિંદુ સ્ત્રીઓએ ચાર બાળકોને જન્મ આપવો જ - આવા ઢંગધડા વગરના, છાપાઓની હેડલાઈન બનવા માટેના, અવનવાં નિવેદનો કરવા અને બેધડક બોલવું ખૂબ સામાન્ય બની ગયું છે. આવા ‘વાણી સ્વાતંત્ર્‌ય’ (??) વિરૂદ્ધ સ્પેશિયલ કલમ નહીં હોય એટલે આઝાદી મળે છે અને નેતાઓ જવાબદારી ભૂલી જાય છે.

ખરેખર તો કોઈ પણ કાયદાઓ લાગુ પડે પણ માણસના શબ્દોને કોઈ રોકી શકતું નથી. કહેવત છે કે ‘ચડે પડે જીભ વડે જ માનવી!’ મનની ગલીમાં શબ્દોની અવરજવર સતત ચાલુ જ હોય છે. ત્યાં સાઈલેન્સ ઝોન હોતું નથી. આપણા મનના ગોદામમાં શબ્દો કંઈક ને કંઈક ઠાલવી જાય છે - કેટલાક પ્રેમ તો કેટલાક દ્વેષ! કેટલાક શાંતિ તો કેટલાક ઉદ્વેગ! કેટલાક બફારો તો કેટલાક ટાઢક! ક્યારેક ઉત્સવનો ઉત્સાહ તો ક્યારેક બેસણાની ઉદાસી! શબ્દ નિરાકાર પણ છે અને ઓમકાર પણ છે. શબ્દો ઝઘડા કરાવે અને સમાધાન પણ કરાવે. શબ્દ કલા પણ છે અને બલા પણ છે. શબ્દમાં શાંતિ છે, શબ્દમાં ક્રાંતિ છે. શબ્દ બાણ પણ છે, પરિમાણ પણ છે. શબ્દો પૂર્ણ છે, સુકાયેલ પર્ણ છે. તુકારામ મહારાજ એવું કહેતા કે અમારા ઘેર શબ્દો જ અમારા રત્નો છે. શબ્દો અમારા શસ્ત્રો છે અને અમારૂં જીવન પણ શબ્દો જ છે. શબ્દોને વેડફનારા એ ભૂલી જાય છે કે શબ્દોની સાધના જ સમય જતાં સન્માન અપાવે છે. ‘ક્યાં શું બોલવું’ - એ જો આપણને ખબર પડી જાય તો ૫૦% થી વધુ ઝઘડા, મૂંઝવણ અને ગોટાળા ના થાય.

પડઘોઃ

ન્ીજજ ૈજ ર્દ્બિી, ુરીહ ૈં ર્ષ્ઠદ્બીજ ર્ંર્ ુઙ્ઘિજ ટ્ઠહઙ્ઘ મ્ૈૌહૈ ર્ઉર્ઙ્ઘઅ છઙ્મઙ્મીહ (શબ્દો અને બિકિનીની વાત આવે ત્યારે જેટલું ઓછું એટલું વધારે! - વુડી એલેન)

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

આનંદબાગની ક્રિક્રેટલીલા

વર્લ્ડકપની સેમીફાઈનલમાં ઑસ્ટ્રેલિયાની ટીમ સામે ભારતની ટીમનો પરાજય થયો. એ પરાજયને આનંદબાગ સોસાયટીમાં રહેતા જશુભાઈ પચાવી ગયા. આવા તો કેટલાય પરાજય એમણે પચાવી નાખ્યા હતા. એમની ઉમર ખરીને? માણસની ઉમર થઈ જાય એટલે એની ખોરાક પચાવવાની શક્તિ ઓછી થઈ જાય પરંતુ આવા ક્રિકેટના પરાજયોને પચાવવાની શક્તિ વધી જાય. એમને એવી સમજણ આવી જાય કે ક્રિકેટ તો રોજનું થયું અને રોજ રોજ કાંઈ જીતી ન શકાય અને પરાજયને લીધે કાંઈ રોજ રોજ દુઃખી ન થવાય. હા, જશુભાઈની જુવાની હતી ત્યારે એમને પણ ક્રિકેટ પરાજયોને પચાવવામાં તકલીફ પડતી હતી. ખાસ કરીને પાકિસ્તાનની ટીમ સામે ભારતની ટીમ પરાજય પામે ત્યારે તેઓ પણ પરાજયને પચાવવા માટે ચાના પ્યાલા તોડી નાખતા અને મિત્રો સાથે બેસીને યથાશક્તિ ઈંગ્લિશ શરાબનું સેવન કરી લેતા. સમય જતાં એમને જ્જ્ઞાન લાધ્યું કે- ‘હવે ક્રિકેટ માત્ર ખેલ નથી, માત્ર મનોરંજન નથી, એક ધંધો પણ છે. વળી ક્રિકેટની મેચમાં પરાજય પામેલી ટીમને પણ કમાણી તો થાય જ છે એટલે એમને માટે તો આ ક્યારેય ખોટનો ધંધો નથી. તો લેવાદેવા વગર આપણે શા માટે શરાબની બોટલ પાછળ પૈસા વેડફવા? એના કરતાં એટલા પૈસાનું દૂધ લઈને છોકરાને પીવડાવ્યું હોય તો શું ખોટું?’ એમણે આ જ્જ્ઞાનને અમલમાં મૂક્યું જેના પરિણામે એમનો દીકરો જીતુ ખૂબ જ તેજસ્વી અને સમજદાર થયો.

પરંતુ, સેમીફાઈનલમાં ઑસ્ટ્રેલિયાની ટીમ સામે ભારતની ટીમનો પરાજય થયો ત્યારે એ પરાજયને પચાવી ન શક્યો હોય એમ જીતુ જેવા જીતુએ પણ જાહેરમાં ટીવી ચેનલવાળાની હાજરીમાં ટીવી તોડી નાખ્યું. આ ખબર જીતુની ઘેર એની મમ્મી નયનાબહેન સુધી પહોંચ્યા. ખબર સાંભળીને નયનાબહેન હાંફળાંફાંફળાં જશુભાઈની સમક્ષ જીને ઊંભાં રહ્યાં અને બોલ્યાંઃ ‘તમને બહુ ગર્વ હતો ને કે આપણો જીતુ ખૂબ જ સમજદાર છે તો જાવ ઘરની બહાર અને જુઓ એનું પરાક્રમ.’

‘પણ થયું છે શું? આટલું બધું ઉત્તેજિત થઈ જવાનું કારણ શું છે?’ જશુભાઈએ પોતાનું આગવું ઠરેલપણું વ્યક્ત કરતાં પૂછ્‌યું.

‘ઉત્તેજિત હું નથી થઈ, આપણો જીતુ થઈ ગયો છે. અરે આપણે ઑસ્ટ્રેલિયા સામે હારી ગયા એટલે એ પણ બીજાની વાદેવાદે આપણું ટીવી લઈને સોસાયટીના મેદાનમાં દોડયો અને આપણું મોંઘા ભાવનું ટીવી તોડી નાખ્યું. હવે મારે તો સીરિયલ જોવાનું બંધ ને? અરે આવાં તે કાંઈ મગજ હોતાં હશે!’

‘જો નયના, મને સો ટકા ખાતરી છે કે આપણા જીતુનું મગજ સમજદારીથી છલોછલ ભરેલું છે અને એ આવું પગલું ભરે જ નહીં.’ જશુભાઈએ જીતુની સમજદારી પર ભરોસો દર્શાવતું વિધાન ઉચ્ચાર્યું.

‘પણ તમે ઘરની બહાર જીને જુઓ તો ખરા.’ નયનાબહેન માથે હાથ દઈને બોલ્યાં.

‘તું પહેલાં આપણા ટીવીવાળા રૂમમાં જીને જો કે આપણું ટીવી ત્યાં છે કે નહીં.’

‘અરે એનો તો જીતલાએ ભુક્કો બોલાવી નાખ્યો છે પછી ક્યાંથી હોય? તમેય ગાંડાં જેવી વાત કરો છો.’

‘પણ તું જોતો ખરી.’

‘તમે નહીં માનો.’ નયનાબહેન ટીવીવાળા ઓરડામાં જતાં જતાં બોલ્યાં.

ને નયનાબહેને બૂમ પાડી કે ‘જલ્દી આવો. આ જુઓ આપણા જીતલાનું પરાક્રમ.’

જશુભાઈએ ટીવીવાળા ઓરડામાં જીને જોયું તો ટીવીમાં સમાચાર ચેનલ પર સમાચાર આવી રહ્યા હતા કે ઑસ્ટ્રેલિયાની ટીમ સામે ભારતની ટીમનો પરાજય થવાથી નારાજ થયેલા લોકો પોતાનાં ટીવી તોડી રહ્યા છે. આ સમાચારમાં ભારતીય ટીમની હારથી ગુસ્સે થયેલો જીતુ ટીવી તોડતો હોય એ દૃશ્ય પણ ચેનાલવાળા દેખાડી રહ્યા હતા.

‘અરેરે! આ મોંઘવારીમાં ટીવી તોડી નખાતું હશે. આ છોકરાને આ શું સૂઝ્‌યું?’ નયનાબહેને વિલાપ શરૂ કર્યો.

‘તારામાં જરાય અક્કલ છે?’ જશુભાઈએ નયનાબહેનનો હાથ પકડીને સવાલ કર્યો.

‘બધી બહુ છે.’ નયનાબહેને જવાબ આપ્યો.

‘તો મને જવાબ આપ કે અત્યારે તું શું જોઈ રહી છો?’

‘અરે આપણા જીતલાને જોઈ રહી છું. ગાંડિયાએ આપણું ટીવી તોડી નાખ્યું.’

‘પણ તું આ બધું શામાં જોઈ રહી છે?’

‘ટીવીમાં. બીજા શામાં?’

‘ટીવી કોનું છે?’

‘આપણું છે. બીજા કોનું હોય?’

‘પણ તું તો કહેતી હતી કે આપણું ટીવી તો જીતલાએ તોડી નાખ્યું છે.’

‘તે સાચી જ વાત છે ને? આ તમે જોયું નહીં?’

‘પણ આપણું આ ટીવી તો સલામત છે એ તને નથી દેખાતું?’ જશુભાઈએ ટીવી પર હાથ ફેરવતાં કહ્યું.

‘લે. એ તો મારા મગજમાં જ નથી આવતું.’ નયનાબહેને પોતાના કપાળ પર હાથ પછાડતાં કહ્યું. ‘તમારી વાત સાચી છે. મારૂં મગજ ખરાબ થઈ ગયું છે. પણ તો પછી જીતલાએ કયું ટીવી તોડયું?’

એ સવાલનો જવાબ આપવા જ આવ્યો હોય એમ જીતુ ઘરમાં આવ્યો અને ગર્વથી બોલ્યોઃ ‘પપ્પા, કેટલાય વરસોથી જે માળિયામાં જગ્યા રોકતું હતું અને જેને મફતમાંય કોઈ લેવા તૈયાર નહોતું એ જૂના ટીવીનો આજે નિકાલ કરી નાખ્યો.’

‘એ તો મને ખ્યાલ આવી જ ગયો છે. પણ દીકરા, તારી આ મમ્મીનું બીપી વધી ગયું એનું શું? તારે આવા કાર્યક્રમ કરતાં પહેલાં એને વિશ્વાસમાં લેવી જોઈએ. એને તો એમ લાગ્યું કે તેં આપણું આ નવું ટીવી તોડી નાખ્યું. અરે આ ટીવી ચાલુ છે ને પોતે જુએ છે તોય એને ભાન નથી પડતું કે આપણું નવું ટીવી સલામત છે.’

નયનાબહેન પોતાનો બચાવ કરે એ પહેલાં તો પાડોશમાં રહેતાં અરવિંદના ઘરમાંથી બૂમાબૂમ સંભળાઈ. જશુભાઈ સપરિવાર ઘરની બહાર નીકળ્યા અને જોયું તો અરવિંદના ઘરની બહાર ટોળું ભેગું થઈ ગયું હતું. ટોળું અરવિંદ અને એની પત્ની કિંજલ વચ્ચેના સંવાદોની મજા માણી રહ્યું હતું.

‘તું મોટી પનોતી છો. તારે લીધે જ આપણે આ મેચ હાર્યા છીએ.’ અરવિંદ ભારતીય ટીમની હારનો દોષ કિંજલ પર ઢોળી રહ્યો હતો.

‘પણ એમાં હું શું કરૂં? આપણી ટીમ સારૂં ન રમી એમાં મારો શો વાંક?’ કિંજલ બચાવ કરતી હતી.

પતિપત્ની વચ્ચેના ઝઘડામાં પડવાની કોઈની હિંમત ચાલી નહીં. પરંતુ જીતુએ એ સાહસ કર્યું. એણે બૂમ પાડી કે ‘અરવિંદકાકા, કેમ કિંજલકાકીને ધમકાવો છો?”

અરવિંદ ઘરની બહાર આવ્યો અને ગુસ્સમાં બોલ્યો કે ‘મેં એને કેટલીય વાર ના પાડી છે કે તારે ઈન્ડિયા રમતું હોય ત્યારે મેચ જોવા નહી બેસવાનું. તોય આજે બેઠી.’

‘કેમ? કિંજલકાકીને મેચ જોવાનો અધિકાર નથી?’ જીતુએ સવાલ કર્યો.

‘એ જયારે જયારે મેચ જોવા બેસે છે ત્યારે ત્યારે ઈન્ડિયા હારી જાય છે. આ તારી કાકી એક નંબરની પનોતી છે.’

‘પત્નીને પનોતી કહેતા તમને શરમ આવવી જોઈએ.’ સામાજિક કાર્યકર્‌તા જેવા દમયંતીબહેને અરવિંદને ઠપકો આપતાં કહ્યું. ‘ક્રિકેટરો ન રમે એમાં દેશની મહિલાઓનો શો વાંક છે?’

‘એ અરવિંદયા, તારો મગજ સુધાર. આ કિંજલ જતી રહેશે તો તું ક્યાંયનો નહીં રહે.’ કાંતામાએ અમંગળ ભવિષ્યવાણી ઉચ્ચારી.

‘સાચી વાત છે. તમારા ચહેરા પર જે લાલી આવી છે એ કિંજલકાકીના હાથની રસોઈના કારણે આવી છે.’ જીતુએ કિંજલકાકીનો પક્ષ લીધો.

‘હવે તું તારૂં ડહાપણ રહેવા દે. તેં પોતે જ તો હમણાં તારૂં ટીવી નથી તોડયું?ને મને શિખામણ દેવા આવે છે?’

‘અરવિંદકાકા, એ તો જૂનું ટીવી હતું એટલે તોડી નાખ્યું પણ અમારા આ કિંજલકાકી તો નવા નકોર છે.’

પછી તો સોસાયટીના લોકોએ અરવિંદ પર ઠપકા અને સલાહોનો મારો ચલાવ્યો. અકળાયેલો અરવિંદ વધારે અકળાયો અને બોલ્યો કે ‘તમે બધા ઘરભેગા થાવ. મારૂં માથું ફેરવી નાખ્યું. હવે તો મારે પડીકી ખાવા જવું જ પડશે.’

પરંતુ, કિંજલે એને રોકી પાડયો કે ‘પડીકી ખાધે દહાડો નહીં વળે. છાનામના ઘરમાં બેસો. ઢોકળાનું પલાળ્યું છે તે હમણાં જ ગરમગરમ ઉતારૂં છું.’

કિંજલની એ વાત પર અરવિંદ ઠંડો પડયો પણ ત્યાં તો સોસાયટીમાં જ રહેતા દવેમહારાજના ઘરની બહાર વાતાવરણ ગરમ થઈ ગયું. સોસાયટીના કેટલાક લોકો સંજુ લાંબાની આગેવાની હેઠળ દવેમહારાજના ઘરની બહાર ભેગા થઈને નારા લગાવવા લાગ્યા કે ‘મુર્દાબાદ મુર્દાબાદ, દવે મહારાજ મુર્દાબાદ.’

જશુભાઈ પણ સપરિવાર દવે મહારાજના ઘર પાસે પહોંચ્યા. જશુભાઈએ ઘણો રોક્યો છતાં પણ જીતુ નારા લગાવી રહેલા ટોળામાં ઘુસી ગયો અને થોડી વારમાં જ એ સમાચાર લઈને આવ્યો કે ‘આ લોકો દવે મહારાજથી નારાજ છે કારણ કે ઈન્ડિયાની ટીમ જીતે એ માટે સોસાયટીમાં જે યજ્જ્ઞ કરવામાં આવ્યો હતો એ યજ્જ્ઞની વિધિ દવે મહારાજે કરાવી હતી. આ લોકોનું માનવું છે કે દવે મહારાજે વિધિ કરાવવામાં કશો લોચો માર્યો છે એટલે જ ઈન્ડિયા મેચ હારી ગયું છે.’

એટલી વારમાં તો, કોઈ મંત્રી પ્રેસ કૉન્ફરન્સ સંબોધવા આવ્યા હોય એવી અદામાં દવે મહારાજ ઘરની બહાર આવ્યા. એમણે હાથ ઊંંચો કરીને બધાને શાંત પાડયા અને પોતાનું નિવેદન શરૂ કર્યું. ‘આનંદબાગ સોસાયટીના ભાઈઓ અને બહેનો, કાન ખોલીને સાંભળી લો. તમે બધાં જ જાણો છો કે આપણી સોસાયટીમાં જે મંદિર છે એ મંદિરમાં હું સવારસાંજ મફતમાં આરતી કરૂં છું. વળી, આરતીમાં કોઈ એક રૂપિયોય મૂકતું નથી. છતાંય ધરમનું કામ સમજીને મેં આજસુધી ખેંચ્યું છે. આપણી ટીમ જીતે એટલા માટે બધાના કહેવાથી મેં યજ્જ્ઞની વિધિ કરાવી હતી. વિધિ કરાવવામાં મેં કોઈ જાતની કસર રાખી નહોતી. હું તમાકુનો પાકો બંધાણી હોવા છતાં વિધિ પૂરી થઈ ત્યાં સુધી મેં તમાકુને હાથ પણ નહોતો લગાડયો. આજના જમાનામાં કોઈ મહારાજ આવો સંયમ જાળવતો નથી. દશેરાના દહાડે જ આપણા ઘોડા ન દોડયા એમાં મારો વાંક ખરો? છતાંય તમારે મને જેટલો દોષ દેવો હોય એટલો દો. પણ એક કામ કરજો. આજથી મંદિરમાં આરતી કરવાની જવાદારી તમે બીજા કોઈને સોંપી દેજો. હું એ જવાબદારીમાંથી મુક્ત થાઉં છું. આમેય તમારી નજરમાં તો હું લોચા મારવાવાવાળો જ છું ને?’

દવે મહારાજના આ જાહેર નિવેદનથી સોસાયટીમાં સન્નાટો ફેલાઈ ગયો. જાણે કે અચાનક ધોનીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત ન કરી હોય! સોસાયટીના આગેવાનોએ ફંડફાળા કરીને મોટાં ઉપાડે મંદિર તો બાંધી દીધું હતું પણ પછી નિયમિત ભગવાનની પૂજા થાય એ માટે કશી વ્યવસ્થા થઈ શકી નહોતી. આ તો ઊંંધું વાગી જશે એવું લાગવાથી કેટલાક વડીલો પરિસ્થિતિ હાથમાં લેવાની કોશિશ કરવા લાગ્યા.

ત્યાં તો સંજુ લાંબાએ પોતાનું ભાષણ શરૂ કર્યું. ‘ભાઈઓ અને બહેનો. આપણે ઈન્ડિયા જીતે એટલા માટે પૂરી શ્રદ્ધાથી યજ્જ્ઞ કરાવ્યો હતો. એમાં કશો લોચો વાગ્યો જ છે. નહિ તો આપણી આટલી મજબૂત ટીમ ઢીલીઢફ ન થઈ જાય. દવે મહારાજથી લોચો નહિ વાગ્યો હોય તો પૂજામાં બેસનારથી વાગ્યો હશે. પણ લોચો વાગ્યો છે એ વાત નક્કી છે.’

‘પૂજામાં તો આપણી સોસાયટીના પ્રમુખ ભગુભાઈ ભજિયાંવાળા બેઠા હતા. જ્યારે જ્યારે સોસાયટીમાં કથા થાય છે ત્યારે ત્યારે એ જ બેસે છે. બિચારા બધો ખર્ચો પોતે ભોગવે છે. એને દોષ ન દેવાય.’ એક વડીલે ભગુભાઈનો બચાવ કર્યો.

‘દોષ કેમ ન દેવાય? વર્લ્ડકપ આપણા હાથમાંથી ગયો છે એ જેવીતેવી વાત નથી. એમણે પૂજામાં ભૂખ્યા પેટે બેસવું જોઈએ. એના બદલે એ ભજિયાં ખાઈને બેઠા હશે એટલે જ મેચ આપણા હાથમાંથી ગઈ છે. ચાલો, ભગુભાઈને ત્યાં.’ સંજુ લાંબાએ ટોળાને આદેશ આપ્યો.

‘હા ચાલો. આમાં ભગુભાઈનો જ વાંક છે. એમણે બગડેલા પેટે પૂજામાં બેસવું જ ન જોઈએ.’ ધમાએ સંજુ લાંબાની વાતનું વતેસર કર્યું.

‘મુર્દાબાદ મુર્દાબાદ, ભગુભાઈ મુર્દાબાદ.’ના નારા પોકારતું ટોળું ભાગુભાઈના ઘર પાસે પહોંચ્યું. ભગુભાઈના ઘરમાંથી એમના મામાએ બહાર આવીને ખબર આપી કે ‘ઘરમાં કોઈ નથી. ઈન્ડિયા હારી ગયું એટલે ભગુભાઈને અટૅક આવી ગયો છે. એમને ગ્લોબલ હૉસ્પિટલમાં દાખલ કર્યા છે ને આઈસીયુમાં રાખ્યાં છે.’

આ સમાચાર સાંભળીને સંજુ ધગધગતા જવાળામુખીમાંથી ઠંડાઠંડા હિમાલયમાં ફેરવાઈ ગયો. એણે આગળનો કાર્યક્રમ જાહેર કર્યો કે ‘ભાઈઓ અને બહેનો, આપણી ટીમ હારી ગઈ એને લીધે ભગુભાઈને અટૅક આવી ગયો છે. એમને ગ્લોબલમાં દાખલ કરવા પડયા છે. અત્યારે આપણી ફરજ છે કે બીજા બધા વિવાદો ભૂલી જીએ અને બને એટલા વધુમાં વધુ લોકોને લઈને એમની ખબર કાઢવા ગ્લોબલ હૉસ્પિટલ પહોંચીએ.’

ટોળામાંથી ઘણાએ એમની એ વાતને વધાવી લીધી. ભગુભાઈના મામાએ ઘણું કહ્યું કે ‘આમ દોડાદોડી કરવાની જરૂર નથી. ત્યાં કોઈને અંદર નહિ જવા દે.’ પરંતુ કોઈએ એમની વાત માની નહિ અને જાણે કોઈ રેલી કાઢતાં હોય એમ એ લોકો પોતપોતાનાં નાનાંમોટાં વાહન લઈને ત્રણ ત્રણ સવારીમાં ગ્લોબલ હૉસ્પિટલ તરફ નીકળી પડયા. જીતુએ આ મામલે પણ ખરી સમજદારી દાખવી અને પોતાના ભાઈબંધોને લઈને ચાઈનીઝ ખાવા જતો રહ્યો.

બાકી રહેલા લોકો મંદિરના ઓટલે બેઠા અને ફરીથી ક્રિકેટની વાતોએ વળગ્યા. એવામાં સટ્ટાનો શોખીન એવો રમણ ત્યાં આવી ચડયો. સટ્ટામાં ખોટ ગઈ હશે એટલે એ ભારતની ટીમ પર બરાબરનો અકળાયેલો હતો. એણે થોડુંઘણું પીધું પણ હતું. એ ક્રિકેટરોને ગાળો દેતાં દેતાં બધાને ટીમમાંથી કાઢી મૂકવાની વાતો કરવા લાગ્યો. ઘણા એની વાત સાથે સહમત થયા પરંતુ રિટાયર્ડ ફોજી એવા મંગલસિંહથી એનો બકવાસ સહન ન થયો. એણે રમણને સમજાવ્યો કે ‘ભાઈ તું શાંતિ રાખ. હારજીત તો થયા કરે. એમાં આપણા ક્રિકેટરોને ગાળો આપવાની જરૂર નથી.’

‘ગાળો કેમ ન આપું? એ લોકોને રમવાના પૈસા નથી મળતા? સાલાઓએ દેશનું નાક કપાવ્યું ને તમે મને શાંતિ રાખવાનું કહો છો? એક નંબરના દેશદ્રોહી લાગો છો.’

વીસ વીસ વરસ સુધી ફોજમાં ફરજ બજાવનાર મંગલસિંહથી ‘દેશદ્રોહી’ શબ્દ સહન ન થયો. એણે રમણને મારવા લીધો. મારતાં મારતાં મંગલસિંહે સવાલોનો મારો ચલાવ્યો. ‘તું મને દેશભક્તિ શીખવાડે છે? મોઢામાં પડીકીના ડૂચા મારી ને મેચ જોનારો તું દેશભક્ત? અને ફોજમાં વીસ વીસ વરસ સુધી ફરજ બજાવાનારો હું દેશદ્રોહી? આજે તારો નકશો બદલી ન નાખું તો મારૂં નામ મંગલસિંહ નહીં.’

રમણને બચાવવાની કોઈની હિંમત ચાલી નહીં. રમણ-દમનના આ ખબર રમણની પત્ની હેમા સુધી પહોંચ્યા એટલે એ દોડતી આવી. એણે હાથ જોડીને મંગલસિંહને વિનવ્યો અને એના પંજામાંથી રમણને મુક્ત કરાવ્યો.

વર્લ્ડકપની સેમીફાઈનલમાં ઑસ્ટ્રેલિયાની ટીમ સામે ભારતની ટીમનો પરાજય થયો એના કારણે દેશભરમાં . ઉગ્ર પ્રત્યાઘાતો પડયા. આનંદબાગ સોસાયટી પણ એમાંથી બાકાત રહી નહીં. સોસાયટીમાં ન બનવા જેવા બનાવો ઉપરાછાપરી બનવા લાગ્યા એટલે કેટલાંક શાંતિપ્રિય લોકો ભેગા થયા અને સોસાયટીમાં શાંતિનું વાતાવરણ સ્થાપાય એ માટે ચર્ચા કરવા લાગ્યા. ચાઈનીઝ ખાઈને તાજોમાજો થયેલો જીતુ પણ એ મિટિંગમાં આવી પહોંચ્યો. સોસાયટીમાં શાંતિનું વાતાવરણ સ્થાપાય એ માટે બધા અવનવા ઉપાયો બતાવવા લાગ્યા. પરંતુ એ બધા ઉપાયમાં કોઈને દમ લાગ્યો નહીં. છેવટે જીતુએ જે ઉપાય બતાવ્યો એ ઉપાયને બધાએ એકી અવાજે વધાવી લીધો. જીતુએ બતાવેલો ઉપાય એ હતો કે : હવે કોઈ કહેતા કોઈએ વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ વિષે વાત કરવી નહીં. કરનારને સજાના ભાગ રૂપે ફોજી મંગલસિંહ સાથે કુસ્તી લડવી પડશે.’

ત્યારપછી સોસાયટીના લોકોએ સોસાયટીમાં શાંતિકૂચ કરી. તેઓ દવે મહારાજના ઘર પાસે ભેગા થયા. ચારપાંચ વડીલોએ દવે મહારાજને મંદિરમાં આરતી કરવા માટે મનાવ્યા. પરિણામે મોડે મોડે પણ મંદિરમાં ઘંટારવ થયો. આરતી થયા પછી ‘રઘુપતિ રાઘવ રાજા રામ, સબ કો સનમતિ દે ભગવાન’ એ ધૂન ગાઈને બધાં છૂટાં પડયાં. છૂટાં પડતી વખતે જીતુએ ફરીથી એ વાત યાદ કરાવી કે ‘હવે કોઈ કહેતા કોઈએ વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ વિષે વાત કરવી નહીં. કરનારને સજાના ભાગ રૂપે ફોજી મંગલસિંહ સાથે કુસ્તી લડવી પડશે.’

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

હોસલા હો બુલંદ....

આ વખતે કરીએ કેટલાક આપણી વચ્ચેના લોખંડી ઈરાદાઓ ધરાવતા યુવાનો ની વાત જેમણે જાતે પોતાના રસ્તા પસંદ કર્યા, જાતે એના પર ચાલ્યા, જાતે મુશ્કેલીઓનો સામનો કર્યો અને બન્યા અચીવર્સ...એમની વાતો માંથી આપણે શોધીશું કેટલીક ચાવીઓ જે લાગુ પડતી હશે આપણા તાળાઓ ને પણ...યસ એ તાળાઓ જે આપણા સફર માં આવી ને યા તો આપણે અટકાવી દે છે યા તો આપણી દિશા બદલી નાખે છે . હવે મારા મોઢે કે કલમે કશું નહિ.... સીધા જીએ આપણા પહેલા અચીવર તરફ...

કેના ધોળકિયા

* વોલીબોલ ના રાષ્ટ્રીય ખેલાડી.

* ૨૭ રાષ્ટ્રીય અને ૧૦ આંતર રાષ્ટ્રીય મેચીસ.

* વર્લ્ડ યુનિવર્સીટીઝ વોલીબોલ ટુર્નામેન્ટ માં ભારતીય યુનીવર્સીટી ટીમ ના કેપ્ટન.

* સ્પોર્ટ્‌સ ઓથોરીટી ઓફ ગુજરાત ના હોદ્દેદાર અને સી બી એસ ઈ ક્લસ્ટર ના ઓબ્ઝર્વર.

* ગુજરાત સ્ટેટ અસોસિઅશન ફોર વીમેન માં રાજ્ય કક્ષા ના ખેલાડીઓ ના સિલેક્ટર.

* જયદીપ સિહ બારિયા એવાર્ડ, ક્ચ્છ ક્વીન એવાર્ડ તથા રમતવીર તેમજ અન્ય અનેક એવાર્ડસ ના વિજેતા

હાલે સ્પોર્ટ્‌સ કોચ તરીકે ફરજ બજાવતા કેના એક ઉમદા, ખેલદિલ,ખુશ મિજાજ વ્યક્તિત્વ છે. શિક્ષક માતા પિતા ના પુત્રી કેના ના બહેન ખેવના પણ રાજ્ય કક્ષા ના વોલીબોલ ના ખેલાડી રહી ચુક્યા છે. એમને ગ્રાઉન્ડ પર રમતા જોવા એ એક લહાવો છે. એમને એમનું પેશન કઈ રીતે મળ્યું? એમના ટેલેન્ટ વિષે કઈ રીતે પરચો મળ્યો એ બહુ ક્યુટ કહાની છે.

કેના કહે છે કે પ્રાથમિક શાળા માં દેડકા દોડ માં એક વખત પહેલો નંબર આવેલો ત્યારે ઈનામ માં રેકેટ નો સેટ મળેલો. અને એના પર હાથ અજમાવ્યો ત્યારે ખબર પડી કે આતો આપણ ને ફાવે એવું કામ છે. આમાંતો મજા પડે. એનાથી ટેબલ ટેનીસ રમતા શીખ્યા અને ઘર થી નજીક જ આવેલા જીમખાનામાં દરરોજ રમવા જતા. ત્યાના કોચ ને ખ્યાલ આવ્યો કે કેના તો સ્ટ્રોંગ પ્લેયર છે. આ રીતે ટેબલ ટેનીસ તેમની મધર ગેમ હતી.

આ હતી ચાવી નંબર એક. આપણે આપણા પેશન ની અચાનક ક્યારેક પરિચય થાય છે. કેમ થાય, ક્યારે થાય, કઈ રીતે થાય એ લાઈફ અને ડિવાઈન પર આધાર રાખે છે. જસ્ટ એને ઓળખી કાઢવો પડે નહીતો તુલસીદાસ ચંદન ઘસતા રહે અને રામ તિલક કરાવી ને નીકળી જાય.હા હા હા...

સમય જતા ભણતર ભારી થવા લાગ્યું. અને ટેબલ ટેનીસ માં આગળ વધવા ખુબ પ્રેક્ટીસ ની જરૂર રહેતી. જેથી ધીરે ધીરે ટેબલ ટેનીસ છોડવું પડયું. પણ કહે છે ને ક્યારેક કોઈ અંત કોઈ શરૂઆત હોય છે. બસ એ જ રીતે એક દિવસ હાઈસ્કુલ માં સ્પોર્ટ્‌સ ના પીરીયડ દરમિયાન એમના કોચે જોયું કે કેના બહુ સારી ફિટનેસ ધરાવે છે અને સ્પોર્ટ્‌સ માં પ્રતિભા ધરાવે છે. આથી એમણે કેના ને વોલીબોલ રમવા પ્રોત્સાહિત કર્યા. અને સમજાવ્યું કે આમાં કોઈ ખાસ કોચિંગ કે પ્રેક્ટીસ વિના શાળા માં જ માર્ગદર્‌શન અને પ્રેક્ટીસ થી એ આગળ જી શકે એમ છે. અને પછી સીધું એન્જીન આવ્યું પાટા પર. પુરપાટ દોડવા માટે.

કેના ના માતા એક ઉમદા, હોશિયાર અને નામનાપ્રાપ્ત જીવ-વિજ્જ્ઞાન ના શિક્ષિકા રહી ચુક્યા છે. એમની સ્વાભાવિક ઈચ્છા કેના ને વિજ્જ્ઞાન પ્રવાહ માં ભણાવવાની હતી. પણ ધીરે ધીરે એ સમજી ચુક્યા હતા કે કેના નું પેશન સ્પોર્ટ્‌સ છે. અને એમણે સામેથી કેના ને તેના પેશન ની દિશા માં જવા ની છૂટ આપી. નહિ કે ઠોકી બેસાડી ને અભ્યાસ કરાવ્યો અને ન એને કન્યા હોવાનો છોછ અનુભવ કરાવ્યો. કોઈ વ્યાખ્યા આપવી હોય ને તો આને જ કહેવાય ‘સપોર્ટ’.

અને આ હતી ચાવી નંબર બે. પણ એ લાગુ પડે છે વાલીઓ ને તેમ છતાં તાળું ખુલે તો રસ્તો બાળક નો સરળ થાય છે.

વેલ સો બાયોલોજી,કેમેસ્ટ્રી અને ફીઝીક્સ ની જગ્યા હવે વોલોબોલ, કીટબેગ અને ટ્રેકસુટે લીધી અને શરૂ થયો સફર... શાળા કક્ષાની મેચ માંથી જીલ્લા કક્ષાએ અને ત્યાંથી રાજ્ય કક્ષાએ ધડાધડ સિલેકશન થતું ગયું. જેમ મેં કહ્યું તેમ એમને રમતા જોવા એ એક લહાવો છે. રાજ્ય કક્ષાએ થી તેમની વરણી વોલીબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા એ જોધપુર ખાતેથી રાષ્ટ્રીય કક્ષાએ કરી અને આપણા કેના બની ગયા સ્ટાર. એમનો ફર્સ્ટ નેશનલ કેમ્પ હતો નેતાજી સુભાષચન્દ્ર સ્ટેડીયમ કલકત્તા ઓહ સોરી કોલકોતા ખાતે. અને આટલા સફર દરમિયાન એમની ઉમર કેટલી હશે? ફક્ત તેર વર્ષ. અને આ સફર માં કેના આ યશ ના પૂરેપુરા ભાગીદાર એમના સ્પોર્ટ્‌સ કોચ અહેમદ શેખ સાહેબ ને લેખાવે છે. એમની ભરપુર મહેનત અને કેના ના ઉત્સાહ ભર્યા પ્રતિસાદ વગર આ બધું શક્ય નહોતું.

આ દરમિયાન તેમનો અભ્યાસ ચાલુ હતો. એમણે જયારે પૂછ્‌યું કે રમત ગમત માં આગળ સતત પ્રવૃત રહેવાને લીધે અભ્યાસ માં તકલીફ નહોતી પડી? ત્યારે એમણે કહ્યું કે “ મારો અભ્યાસ પ્રત્યે નો અને ગેમ પ્રત્યેનો અભિગમ અત્યંત ઈઝી હતો જેને લીધે મને વધુ સંઘર્ષ કરવો ન પડતો.

ક્લિક થયું? ચાવી નંબર ત્રણ આવી ગઈ. ટેક ઈટ ઈઝી. સાલું મને ઘણી વાર વિચાર આવતો કે મને તદ્દન સામાન્ય દૈનિક કામ નો આવડો સ્ટ્રેસ થઈ જાય છે તો બરાક ઓબામાં તો ગુજરી જવા જોઈએ, આખી દુનિયાની તાણ ના માર્યા.... આનો જવાબ આમાં આવી ગયો.

જયારે એમને પૂછ્‌યું કે કન્યા હોવાના કારણે તમને ક્યાય સામાજિક મુશ્કેલીઓ નડેલી? આના ઉત્તર માં એમણે કહ્યું કે હા ક્યારેક, પણ જો તમે મજબુત હો તો કશો વાંધો ના આવે. મજબુત ઈરાદો એ ચાવી નંબર ચાર.

હવે આ તરફ એક જુવાળ ઉભો થયો.એમની માતૃભૂમિ કચ્છ માં કેના ને પગલે વોલીબોલ તરફ ખેલાડીઓ નો રસ વધવા લાગ્યો. કચ્છ જીલ્લા ની અન્ડર ૧૪ અને જુનીઅર વીમેન ટીમો નો આંતર જીલ્લા કક્ષા એ દબદબો બોલવા લાગ્યો. ટીમ ધીરે ધીરે એક ચમકતી સબળ અને ચેમ્પિયન ટીમ બનવા લાગી. ધીસ ઈસ હાઉ વન પર્સન ચેન્જીસ ધ સિનેરિયો....

રાષ્ટ્રીય કક્ષાની લગભગ ૨૭ ટુર્નામેન્ટ રમેલા કેના જયારે સ્કુલ નેશનલમાં પતિયાલા ખાતે રમી રહ્યા હતા ત્યારે તેમની પસંદગી રાષ્ટ્ર્‌રીય ટીમ ના સંભવિત ખેલાડી તરીકે થઈ.

હવે થોભો ... આ બધું એટલું ગ્લોસી નથી જેટલું દેખાય છે. સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે એમણે સતત રોજના ઓછા માં ઓછા ૮ કલાક કમરતોડ પ્રેક્ટીસ કરવી પડતી. કોઈ પણ સીઝન માં અને કોઈ પણ સંજોગોમાં. અને કેના એમના આગવા મિજાજ માં હસતા હસતા કહે છે કે તમને તો ખબર જ હશે કે સ્પોર્ટ્‌સ માં આપણે ગુજરાતીઓ કેવા છીએ... બસ એ જ વાત સતત એમને નડતી રહી. ગુજરાતી ની ટીમ માં પસંદગી ઘણા ને ખટકતી.એક અદભૂત ખેલાડી હોવા છતાં એમની પસંદગી સાઉથ એશિયન ફેડરેશન ગેમ્સ માટે કરવામાં ન આવી.

ઈન્ટરવ્યુ ના આ તબક્કે મેં એમને પૂછ્‌યું કે આવા અનુભવે તમને હતાશ ન કર્યા? તમે પાછા વળવા જેવા વિચાર ન આવ્યા? આના ઉત્તર માં એમણે જે સરળ જવાબ આપ્યો એ જ એમન આ કક્ષા એ લઈ જવા માટે જવાબદાર છે. “ હતાશા ચોક્કસ થઈ હ્વેં ૈં ુટ્ઠજ ઙ્ઘીીંદ્બિૈહીઙ્ઘ ર્ુંટ્ઠઙ્ઘિજ દ્બઅર્ ુિા. ” અને યેસ એમની મક્કમતા અને પ્રખરતા જ્ન્યુઈન હશે એટલે ત્યાર પછી અનેક ઈન્ટર નેશનલ ગેમ્સ માં એક ‘ગુજ્જુ’ પ્રથમ વખત સિલેક્ટ થયા અને રમ્યા. અને સાથે એ ઉમેરે છે , “ આજે પણ લોકો ગુજરાત નંબર ૪ ને યાદ કરે છે.” તાળીઓ...

આ હતો અભિગમ અને મહેનત . એટલે ચાવી નહિ ચાવીઓનો ગુચ્છો.

આ અદભૂત પ્રજ્વલિત સફર ના કોઈ યાદગાર અનુભવ પૂછતાં તે કહે છે કે ભારત શ્રીલંકા સીરીઝ માટે ભારત ના ૪૦ સૌથી મજબુત ખેલાડીઓ માંથી જયારે સિલેકશન થવાનું હતું ત્યારે કેના એમાં પસંદ થયા અને સીરીઝ ની પાંચે પાંચ મેચ ભારત જીત્યું. કાશ આપણે ક્રિકેટ સિવાય ની ગેમ્સ પણ જોતા હોત..... ફેડરેશન કપ માં કાંસ્ય પદક ને પણ એ યાદગાર ગણે છે. અને થાઈલેન્ડ ખાતે ઓસ્ટ્રેલીયા ની ટીમ ને હરાવેલી એ પણ એક યાદગાર મેચ હતી.

અત્યારે પણ રમત ગમત ક્ષેત્રે પ્રવૃત કેના ને જયારે પૂછ્‌યું કે જીવન ના આટલા સફર માંથી હાથ શું લાગ્યું ?આ પ્રશ્ન અવોર્ડસ કે ખ્યાતિ ના અર્થ માં નહિ પણ ચાવી ના અર્થમાં હતો. અગાઉ ની ચાવીઓ આપણે કેના ની વાતો માંથી શોધેલી પણ જે રીતે “ફિલોસોફર્સ સ્ટોન” માં હેરી પોટર અને તેના બે મિત્રો બ્રૂમ પર બેસી ને સ્ટોન સુધી જવાના ગુપ્ત માર્ગ ની ઉડતી ચાવીઓ પૈકી સાચી ચાવી શોધે છે તેમ એમને જાત ના અનુભવ પરથી જીવન ની કઈ ચાવી જાતે શોધી ?એમ.

કેના એ જે કહ્યું એ તેના જ શબ્દો માં “ સ્ટ્રોંગ વિલ પાવર અને કુદરત પર ભરોસો. જીવન હથેળી વેંત માં જ રહેલા અનુભવો થી ભરપુર છે. બસ જરાક આગળ જી ને પકડવાનું છે. જીવન માં કદી કોઈ શોર્ટ કટ હોતા નથી. બસ સખ્ખત મહેનત, અભિગમ અને વિશ્વાસ હોય છે. રમતો રમતા રહો. એ તમારા વ્યક્તિત્વ ને ઉજાગર કરે છે. અને લાગણીઓ ના પ્રવાહ થી ઉપર રહી ને જોતા શીખવે છે..”

આ હતી માસ્ટર કી. બસ તમે કોઈ પણ વય જૂથ ના કેમ ન હો યુવાન હો ટીન એજર હો કે પછી હો આધેડ કે વૃદ્ધ. લાગુ પડતી ચાવીઓ પિછાણી લ્યો અને ચાલવા લાગો તાળાઓ તરફ. જીવન ગમે ત્યારે શરૂ થઈ શકે છે.

વેલ ચાવીઓ ખૂટતી હોય તો ધીરજ રાખજો હોસલા હો બુલંદ ના આવતા અંકો માં વધુ યુવા પ્રતિભાઓ અને વધુ ચાવીઓ, તો ટાઈમ ફોર અ શોર્ટ બ્રેક જાઈએગા મત હમ ફિર લૌટેંગે....

બોલીસોફી

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ધર્મદ્વેષ શું આપણા ડીએનએ માં ઘુસી ગયો છે? - ધરમ સંકટ મૈ

ગયાં અઠવાડિયે એક સરસમજાની ફિલ્મ જોઈ, ‘ધરમ સંકટ મૈ’. આ ફિલ્મ પહેલી નજરે તો પરેશ રાવળની જ હીટ ફિલ્મ ‘ઓહ માય ગોડ’ એટલેકેર્ ંસ્ય્ ને આગળ વધારતી હોય એવી લાગે. આપણે બોલીસોફીમાં ફિલ્મ કેવી છે, એને જોવાય કે ન જોવાય એની ચિંતાઓ કરતાં નથી, પરંતુ એ ફિલ્મમાંથી આપણને શું સંદેશ મળે છે અથવાતો આપણે એ કઈ મોટી વાત કરે છે,જેના પર આપણે થોડોક સમય કાઢીને વિચાર કરી શકીએ એની વાત કરીએ છીએ, આથી ‘ધરમ સંકટ મૈ’ ફિલ્મનો નો અર્ક લઈને હું આજે તમારી સમક્ષ આવ્યો છું.

આ ફિલ્મ એક એવી વ્યક્તિની વાત કરે છે કે જે જન્મથી જ મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે અને એની ઉંમરના છેલ્લા પડાવ તરફ જયારે એ ગતિ કરી રહ્યો હોય છે ત્યારેજ એને ખબર પડે છે કે તે જન્મજાત હિંદુ નહીં, પરંતુ મુસલમાન છે! હવે તમેજ વિચારો કે જે પોતાના વિધર્મીને કાયમ ગાળોજ આપતો હોય એ પોતેજ એ ધર્મમાં જન્મેલો છે એ હકીકત એના જન્મના પચાસ વર્ષ બાદ એને ખબર પડે તો એની હાલત કેવી થાય? આ પચાસ વર્ષમાં તેણે પોતે કે પોતાના અન્ય સગા, સંબંધીઓ કે મિત્રો દ્વારા અથવાતો એને થયેલા અમુકતમુક પ્રેક્ટીકલ અનુભવો દ્વારા વિધર્મીઓ વિષે એટલીબધી કડવી દવાઓ પીધી છે કે તેની રગરગમાં એ ધર્મ અને એના અનુયાયીઓ પ્રત્યે નફરત સીવાય બીજું કશુંજ નથી. આ બાબતનું ઝેર એ ત્યારે બહાર કાઢતો રહે છે જયારે તેને પોતે એ જ ધર્મમાં જન્મ લીધો છે એ બાબત ખબર પડે ખાસ્સોએવો સમય વીતી ગયો હોય છે.

“તમે તો છો જ એવા, લોકોની પીઠમાં છરો ભોંકવાવાળા!”, “ક્રિશ્ચન હોય, યહુદી હોય કે હિંદુ હોય, કોઈપણ સમસ્યામાં પહેલી પાર્ટી ભલે જુદીજુદી હોય પણ બીજી પાર્ટી તો તમે લોકોજ હોવ છો!” કોઈ વિધર્મી પ્રત્યે આટલી હદ સુધીની નફરત આ ફિલ્મમાં ભલે ધરમપાલ ત્રિવેદીની દેખાડવામાં આવી હોય પણ હ્ય્દય ઉપર હાથ મુકીને ખુદને સવાલ કરજો કે આપણામાંથી કેટલાં આ નફરતથી અછુતા છીએ? હવે પેલી જ ઉક્તિ લ્યો ને, કે “એક ધર્મમાં માનનારા તમામ ત્રાસવાદીઓ નથી હોતા, પરંતુ કેમ તમામ ત્રાસવાદીઓ એક એકજ ધર્મને માને છે?” આપણે ખરાબને પહેલા પસંદ કરીએ છીએ અને સારા લોકોને આપણે ખરાબ લોકોનાં ત્રાજવે તોળી નાખતા હોઈએ છીએ, આપણને આમ કરવું એટલે પસંદ છે કારણકે એ રસ્તો ઈઝી છે. સમાજના એક ભાગનાં સારા વ્યક્તિઓ સાથે સમજણ કેળવવાનું કામ એટલું સરળ નથી જેટલું કે એ જ સમાજના ખરાબ વ્યક્તિઓની ટીકા કરીને ભાગી જવાનું. આ સારા વ્યક્તિઓ પણ પેલા ખરાબ વ્યક્તિઓના સિતમના ડરને લીધે કશું બોલી શકતા નહી હોય એની શું આપણને જાણ છે? કદાચ આપણા ટેકાને લીધે આ સારા માણસો પણ હિંમત દર્શાવીને પોતાના સમાજમાં રહેલી બદીઓને દુર કરવા સક્ષમ બને ઈઝ ઈટ નોટ પોસીબલ માય લોર્ડ?

જીહા, તમારા ધર્મને થતાં અન્યાયની સામે અવાજ જરૂર ઉઠાવો, પરંતુ એમ કરવા બીજાની લીટી ટૂંકી કેમ કરવી પડે? જેમ આગળ વાત કરી તેમ એ સમાજમાં પણ ઘણાં સમજુ વ્યક્તિઓ હશેજ, તમને થતાં અન્યાય વિષે જો તેની સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવે તો કદાચ તે તમને મદદ પણ કરી શકશે. પણ આપણે કાયમ સરળ રસ્તો જ અપનાવ્યો છે, પછી ભલે તે દ્વેષ ઉપજાવનાર રસ્તો હોય. ‘ધરમ સંકટ મૈ’ માં મુસ્લિમો પ્રત્યે અઢળક નફરત કરનાર ધરમપાલ ત્રિવેદી જયારે કોમી લાગણી ભડકાવવાના આરોપ સર કોર્ટમાં ઉપસ્થિત થાય છે ત્યારે એનો મુસ્લિમ પાડોશી વકિલ નવાબ મહમુદ જ એનો કેસ લડવા સામે આવે છે અને તેને બચાવે છે. આ શું બતાવે છે? એમજ કે સારો વ્યક્તિ કાયમ સારો જ હોવાનો, અને એને લીધે એ સત્યનો સામનો કરતા પણ ડરશે નહીં, પછી ભલે તે ગમેતે ધર્મ કે જાતીનો હોય. પરંતુ રાજકારણીઓ અને ઈતિહાસને મારીમચડીને અત્યારનાં ધર્મગુરૂઓ જે રીતે આપણી સામે કોઈ દ્રશ્ય ઉભું કરે છે ત્યારે આપણે આપણી સમજને તડકે મુકીને ઉગ્રતાથી નિર્ણયો લઈ લઈએ છીએ. આ ફિલ્મમાં એક સંવાદ યોગ્યરીતેજ કહેવાયો છે, કે “શું ધર્મદ્વેષ આપણા ડીએનએ માં ઘુસી ગયો છે, કે આપણે તેને જરાય દુર નથી કરી શકતા?” આ વિશે સમય મળે શાંતિથી વિચારજો અને જરૂરથી વિચારજો!

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ફાંદ અપાવે સમાજમાં શાન.

આજકાલ વજન ઉતારવાનો અને પાતળા દેખાવાનો કે ઝીરો ફિગર દેખાવનું ચલણ સમાજમાં વધતું જાય છે પરંતુ આતો સમાજ છે, ટ્રેન્ડ બદલાય પણ ખરો. અત્યારે જાહેરાતો આવે છે કે ઘેરબેઠા વજન ઘટાડો , કસરત વગર વજન ઘટાડો, ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડો, પણ ધીમે ધીમે માનસિકતા બદલાય અને આપણે પાતળા થવાની આ હોડમાં થી બહાર આવી વજન વધારવા પર પણ જીએ .

વર્ષો પેહલા મોબાઈલ ફોન ઘણા મોટા હતા પછી ધીમે ધીમે નાના મોબાઈલ નો ક્રેઝ વધતો ગયો કે નાના અને ઝીણા અને સલીમ મોબાઈલ ની બજાર માં જબરદસ્ત માંગ હોય પણ ધીમે ધીમે ઈતિહાસ નું પુનરાવર્તન થયું લોકો પાછા મોટા મોબાઈલ તરફ વળ્યા અત્યારે એટલા મોટા મોબાઈલ અને ટેબ્લેટ આવે છે કે તમે કોઈ જમણવાર માં ડીશ નાં મળે તો એના પર જમવાનું મૂકી ને જમી શકો છો. એવું જ કાઈક થવાનો સંભવ સમાજમાં વજન વધારા ઘટાડા ક્ષેત્રે પણ રહેલો છે. હાલમાં વજન ઘટાડવાનો ટ્રેન્ડ છે જે બદલાઈ ને વજનવધારવા પર ફાંદ બનવા પર પણ જી શકે છે. .

સમાજ બદલાશે જેની જેટલી મોટી ફાંદ એની સમાજમાં એટલી મોટી શાન એવા દિવસો પણ આવશે . ફાંદ વધારવી એ કાંઈ બચ્ચાના ખેલ નથી એના માટે નીચેની ગુણ હોવા આવશ્યક છે.

દ્રઢ મનોબળ જોઈએ = ગમે તેવી કામ કરવાની ઈચ્છા થાય તોય આળસ મરડીને પાછા બેસી જવાનુ એના માટે મનોબળ આવશ્ય્‌ક છે. તમે એટલા આળસુ દેખાવા જોઈએ કે કોઈ ની ગમે તેટલી ઈચ્છા હોય તોય તમને કામ નાં સોપી શકે . કોઈ પણ મહત્વ નું કામ હોય તમારે ફાંદ વધારવી જ છે એવો સતત વિચાર મનમાં ચાલ્યા કરતો હોવો જોઈએ .

ઘણી જ મહેનત = મહેનત કરતા પોતાને રોકવુ એ પણ ઘણુ મેહનત નુ કામ છે. કઈ પણ મેહનત કર્યા વગર બેસી રેહવું અને સમાજ માં એવું બતાવું કે આ દિવસ રાત કામ કરે છે તોય એની ફાંદ ઉતરતી નાથે ખરેખર કમાઈ ગયેલી વ્યક્તિ લાગે છે આ દેખાડો કરવો એ ઘણું જ મહેનત માગી લે તેવું કામ છે .

નિશ્ચય ઃ લેપટોપ ખોળામાં રાખીને બેઠા બેઠા ટાઈપ કરતા કરતા પણ વચ્ચે વચ્ચે પોતાની ફાદ પર હાથ ફેરવી પોતાના નિશ્ચય નો એને પરીચય કરાવતા રેહવુ પડે છે.

ડાયેટ પર ધ્યાન આપવુ પડે ઃ તળેલુ, ઘી વાળુ, ચીઝ, પનીર, આઈસ્ક્રીમ, ચોકલેટ, કોલડીનક્સ આ બધુ આપણ ને રોજ-બરોજના ખાવાના માંથી મળતુ નથી જેના કારણે ફાંદ વધતી અટકે છે. આ બધા ડાયેટ ચાર્ટ ફોલો કરતુ રેહવુ પડે.

મેડિટેશનઃ ફાંદ વધારવા મેડિટેશન ઘણુ જ આવશ્યક છે જમીને મુખવાસ ખાઈને એસી ચાલુ કરીને શવાસન મુદ્રામાં સીધા સુઈ જવુ અને એક હાથ પોતાની ફાંદ પર ફેરવતા રેહવુ જેથી ફાંદ ને આકાર મળે આ ઘણુ જ કઠીન છે પણ રેગ્યુલર કરવાથી ફાવટ આવી જાય છે.

આટલી મેહનત કર્યા પછી જે ફાંદ આપણને મળે છે એના ઘણા ફાયદા પણ થાય છે જે નીચે મુજબ છે .

* બુફે માં પણ તમારે ટેકો શોધવા જવુ પડતુ નથી તમે તમારી જ ફાંદ પર પ્લેટ પાર્ક કરીને આરામથી જમી શકો છો.

* ફાંદ વાળા લોકોને લોકો તવંગર સમજે છે એટલે બેંક બેલેન્સ ન પણ હોય તોય લોકો આની જોડે બહુ રૂપિયો હશે એની ફાંદ તો જો એવુ કહેશે જે તમને શાન અપાવશે.

* ભલે બધાને લોકો પ્લાસ્ટીક ની ખુરશીમાં બેસાડે પણ તમને આવતા જોઈ લોકો પોતાની ખુરશી તુટતી બચાવવા સોફા પર બેસાડશે.

* ભલે એક જ દરવાજો ખુલ્લો રાખેલો હોય પણ તમારા સ્વાગત માટે લોકો ઉભા થઈને પોતાના દરવાજા ને તુટતા અટકાવવા બેય દરવાજા ખોલીઆપશે.

* તમે એક ટીકીટ લઈને બે માણસ તરીકે સફર કરી શકશો તમારા માટે જગત જગ્યા કરશે તમારી જેટલી વધારે ત્રીજ્યા એટલી વધારે જગ્યા.

આમ એક દિવસ આવશે જ્યાંરે સમાજ ની વિચારધારા બદલાશે અને ફાંદ બેલ્ટ માં છુપાવાની જગ્યાએ સમાજમાં શાન અપાવતી અને જાહોજલાલી ની નિશાની બની જશે અને આવો દિવસ નાં આવે ત્યાં સુધી નાસ્તા નો ડબ્બો સાથે લઈ ને વાંચતા રહો અઘરી નહિ પણ ‘’લઘરી વાતો ‘’