તુ સામે આવે
તુ સામે આવે તો વળગી પડુ
તને મારા હ્રદયમાં જકડી લઉ
એવી રીતે કરગરતી હોઉ
તને જોયા વગર હું એમ સળગતી હોઉ
તુ આવ ના આવ એ તારી મરજી
હું તો કરુ તને મળવાની અરજી
લઈ સીંદુર ઉભી ઉમરે
આવજે મને લેવા સરભરે
તારી દોસ્તી
તારી દોસ્તી છે મારી કહાની
તારી દોસ્તી છે મારી કહાની
ચાહે મન તને મળવા
આવે આંખમાં પાણી
તારી-મારી યારી
યાદ આવશે વારી વારી
મળજે મને તુ ફરી ફરી
બાંધી લેજે આ યાદ
પછી મળે ના મળે આ પલ
કાનાની ઝલક
તારામાં કાનાની ઝલક લાગી
તને ચાહવાનીં આ અદભુત લત લાગી
તને પામવાનીં ઈશ્વરથી શરત લાગી
હવે તો તારામાં મીટાવાનીં એક તળપ લાગી
તને મળવા આ બાવરીને હરખ લાગી
તારી સ્મૃતિનીં આ હૈયે વરખ લાગી
હીમ્મત
તને ચાહવાનીં હીમ્મત કરી છે.
તને પામવાનીં અરદાસ કરી છે.
સજાવ્યુ સપનું આપણા ઘરનું
માણવુ છે જીવન તારા સંગાથે
સજાવીશ તારા ઘરનેં અનુરાગથીં
રહીશું બન્ને એકમેકના બનીનેં
બસ તારા હાથથીં મારુ દામન ના છુટે
જે મિશ્રી બની આપણી ઝિંદગીમાં આવશે….
મન્નત માગું ખુદાથી તારા કાજે
તુ રહે સલામત એ જ છે દુઆ
– શિવાંગી
સપનું
સોહ્યુ એક સપનું
જે લાગ્યુ અપનું
.
વસી છે હૈયે તારી છવી
તારી બની હું આવીશ હું સજી
.
તારી બાહોમાં વિતાવીશ હર શામ
તારો હાથ થામી ચાલીશ હર કદમ
.
સુસવાટા નાખતા ભાવ સહેવાતા નથી
શું કહેવું હવે તારા વિના હવે રહેવાતુ નથી
.
અહેસાસ તારો માણવો છે
પ્રેમ તારો જાણવો છે
.
બસ હવે તો શું કહું
થામીશ તારો હાથ પામીશ તારો સાથ
હવે જીરવાતુ નથી
કહી દઉ આપણી વાત જાહેરમાં હવે જીરવાતુ નથી.
એક એક દીવસનીં કરું ગણતરી હવે રહેવાતુ નથી.
બસ હવે દુર રહેવુ તારાથી સહેવાતુ નથી.
હવે તારા વિશે વિચારતા મન અટકાતુ નથી.
કહી દઉ આપણી વાત જાહેરમાં હવે જીરવાતુ નથી.
જાન
આંગળીનાં ટેરવા તારા વાળ સાથે અટકચારો કરે છે લાવે છે રેશમનોં આભાસ.
હાથ જ્યારે તારા ચહેરાનેં સ્પર્શે છે
લાવે છે ધડકનમાં જાન.
આંખ તારી જ્યારે મને તાકે છે
કરાવે છે મને પુરો થવાનોં અહેસાસ.
શબ્દો તારા મારા કાજે બોલાય છે
સમજાય છે મને તુ મારો છો.
ખુદને કેમ રોકુ
હૈયાનાં હેવામાં ઉડતા ખુદને કેમ રોકુ.
તને પ્રેમ કરતા ખુદનેં કેમ રોકુ.
તારી મૌસમમાં ભીંજાતી મારી રુહ કેમ રોકુ.
તારા વિચારનાં વંટોળમાં ખોતા મનનેં કેમ રોકુ.
તારી મહેકને મારા શ્વાસમાં ઘુલતા કેમ રોકુ.
બસ એ જ કહે તને પ્રેમ કરતા ખુદને કેમ રોકુ.
-શિવાંગી
એમનાં માટે
માંગુ દુઆ એમનાં માટે..
અરદાસ કરુ એમનાં માટે..
એ ખુદા. રાખજો એમને મહેફુઝ.
સજાવજો અમની શાન..
વધારજો એમનું માન..
જપું હુ તમને એમના કાજે..
રાખુ વ્રત એમના થકી
આશાનીં કુંપણ બનું એમની..
કરવાચોથનું પારણુ કરુ એમના હાથે
રહે એ સંગાથે સજું હું.
આજ પેન ઉપડી
આજ પેન ઉપડી
લખવા મારા શબ્દો
વિચારોનાં બાગમાં ખોવાઈ ગયી
શબ્દોનાં પાન ખરી છવાયા મારા હસ્તપ્રદમાં.
પુષ્પોનોં શણગારથી સજી મારી કવિતા.
અંતરનાં ભાવ ઉભરી આવ્યા
વિચારોનાં વૃંદાવન વિહારતી વિહારતી શબ્દોનાં સાદમાં ખોવાઈ ગયી..
વિચારોમાં રહી પેન પણ હવે રુકી ગયી
Faceook
તમારી વાતનેં like કરુ
તમારા વિચાર પર comment કરુ
તમારા શબ્દોનેં share કરુ
તમને વાંચવા online થાઉ
વાચીનેં offline થાઉ
મારા હસ્તપ્રદનેં update કરુ
હુ facebookને આમ face કરુ
નીરખી
રુપ તારુ નીરખી
મન કરે ઝંખના
તુજને પામવાનીં
અદભુત છે તારી વાત
અને બહુત ખુબ છે તારો સાથ
તને પામી ભુલી જગતનેં
ભુલીશ નહી તારા સંગનેં
બસ તુ અને હુ
અને આપણે જ આપણુ જગત
મુરારી
વધાવો રે મારા વહાલાનોં દીવસ આવ્યો..
સુનો રે મારા કાનાનોં જસ આવ્યો..
આવો રે યશોદાનોં લાલો આાવ્યો.
લાવો રે પુષ્પ નંદનોં કીશોર આવ્યો..
સજાવો રે નગરી રાધાનોં ચીત્તચોર આવ્યો..
સંતાળો રે માખણ ગોપીનોં ગોપાલ આવ્યો..
જોઓ રે રુકમણીનોં સાજન આવ્યો
ગાઓ રે મીરાનોં મુરારી આવ્યો..
જુમો રે તમારો મારો બધાનોં વહાલો કનૈયો આવ્યો.
વધાવો રે મારા શ્યામનોં દીવસ આવ્યો
શિક્ષક
ચાલો મિત્રો આજ વાકિફ કરાવું
એક એવા માનવથી
જેને મળે સન્માન સંસારમાં
જે બનાવે છે માનવને માનવી
એ કયું પદ છે?
જેની છાયામાં મળે છે જ્ઞાન..
જે કરાવે છે દિશાનું ભાન..
એ કયું પદ છે???
જેને કરે છે બધા પ્રણામ..
જે કરે છે નિર્માણ ઉસુલોનું ..
એ કયું પદ છે???
જેને મળ્યું છે માં પછી નું સ્થાન
જે બતાવે છે ગુરુ સુધી પહોંચવાનો માર્ગ…
મિત્રો શિક્ષક છે એ પદનું નામ…
તુ તો ખુશ છે ને?
દનેં વિસરી તને પામ્યો
તુ તો મને જ વિસરી ગયો
વિરોધ કરે મન મારુ
કહે તુ પણ વિસરીજા એને..
હું તો બેઠી રાહ તાકી
માગે મારી રુહ જવાબ
બસ એક પ્રશ્નનોં
” તુ તો ખુશ છે ને? ”
સમય
સમય વહેતો જાય છે.
જીવન વીતતું જાય છે..
સાથ છૂટી જાય છે ..
સંગાથ નથી રહેતું કોઈ જીવનભર
કોઈક મળ્યા સાચા માનવ જે જીવનનો માર્ગ બતાવી જાય છે..
સંજોગો મજબુર કરે છે.
બાકી દરેક નાનો અર્થ ના નથી હોતો…
દરેક પલ ખુશનુમા હોઈ જ છે..
આપડા વિચાર પલ નીરસ બનાવે છે..
ભાઈ..
ભાઈ..
સુખ સજાવી આવ્યો મારો ભાઈ..
મા-બાપનીં આસ લાવ્યો મારો ભાઈ..
ભાગમાં ભાગ પડાવતો આવ્યો મારો ભાઈ..
આશાનીં કેડીથી આવ્યો મારો ભાઈ…
હુફનીં પળ લાવ્યો મારો ભાઈ..
ઘરનોં ચીરાગ છે મારો ભાઈ
મારી આંખનો તારો છે મારો ભાઈ
દીલનોં રેશમી તાર બની આવ્યો મારો ભાઈ.
સ્નેહનીં ઝરમરતી હેલી લાવ્યો મારો ભાઈ.
ઘરનોં ત્યોહાર બની આવ્યો મારો ભાઈ..
તુલસી ક્યારો છું એના ઘરનોં..
અંશ છે મારા જીવનનોં..
જે “હર્ષીત” બની મારામાં જીવે છે..
એક ધાગો નહી વહાલનીં ગાઠ બાંધુ છું તને…
કાન્હા
શરણમાં આવી છું હે કાન્હા!
પૂજું છું તારા ચરણને
ઘડી મનમા એક મનોરથ
નીકડી મન રાથમા.
જિહવા પર હતુ તાર રટણ “મોહન”
મોહી લીધું મન તારા રૂપે..
“મુરલીધર” છો તું
મુરલી ધારણ કરવાની છે આકાંક્ષા .
દરિયો તારા વહાલનો હે ” કરુણાકર”
કરુણા કરજે વરસાવી પ્રીત..
કણ કણમાં છો તું ” મુરારી”
અવર્નીય છો
અમુલ્ય છો “શ્રીનાથ”
નાથ માન્યા છે તમને.
ગીતાનો સાર છો તમે હે “યોગેશ્વર”
ગીતા બોધ આપી જીવન કરી દીધું “કૃષ્ણમય”..
બંસી મુરારી
જ્યારે જ્યારે બજાવે બંસી મુરારી…
હું જાઉં અેમનાં પર વારી વારી…
છું હું પ્રેમદીવાની…
છે કાનનીં પ્રીત ન્યારી ન્યારી…
છે મોહન મારા સુખનીં ક્યારી…
બનીં હું રાધા ફરી ફરી…
રાસલીલા કાનનીં મજાની..
બની હું બસ મારા કાનાંની બંસરી..
બની હું ગોપી બારી બારી…
– શિવાંગી
Hash tag love
છોકરો#હોંશીયાર#
છોકરી#સુંદર#
અજનબી#નિહારવું#
વાત#મીત્રતા#
ફરવું#ઝગડવું#મનાવું#
પ્રસ્તાવ#પ્યાર#
રોમાન્સ#ભેટ#
આશા#નીરાશા#
દુઃખ#ઘરે વાત કરવી#
ના માનવું#ટેંશન#
અલગ થાવું# આંસુ#સંઘર્ષ#
સગાઈ#ખુશીનાંઆંસુ #સગપણ#સમર્પણ#
સુંદર ઘર#હાશ#ભળ્યા એકમેકમાં #પ્રસુતી#દીકરી#
નટખટ#સુંદર
માનવ ધર્મ
નથી સમજ મને ધર્મનીં….
નથી જ઼લક ધર્મ ગ્રંથની…..
કોણ રામ
કોણ રહીમ….
નથી જાણતી શું કૈલાશ શું કાબે..
નથી ચડ્યા દાદરા મંદીરનાં…
નથી પઢ્યા પાઠ કુરાનનાં…..
હા એક ધર્મ જાણુ છું
ુ” માનવ ધર્મ “…
જે મને ઈશ્વરની સમીપ લાવે છે..
માનવ માનવનાં ના થયા તો
ઈશ્વરનાં પણ ના થયા…..
રહો માનવથી સમીપ
રહેશો તમે સ્વર્ગથી નજ઼દીક…..
મિત્રતા
ફુલથીં પણ ખીલી આપણીં મિત્રતા સખી…
વહાલથીં પણ લાગે વહાલી લાગે આપણી મિત્રતા….
સાથે રહેતા..
સાથે ફરતા…
સાથ આપીશ તારો અંતરથી.
શું કહેવું આપણી યારીનું
બસ તુ રહે ખુશ એ આશાથીં
હસ્તપ્રદ મારા સાદનું તારા માટે..